જંતરમંતર પર વડા પ્રધાનને ખુલ્લેઆમ ‘માદર..’ કહેતી સન્નારીઓ : સૌરભ શાહ

(Sunday, 26 July 2026. 8:00 PM)

કેટલાક ઇડિયટ્સને જ્યારે આંકડા સાથે કહેવામાં આવે છે કે કોંગ્રેસના જમાનામાં કેટલા પેપર ફૂટ્યા છે અને આજની તારીખે કોંગ્રેસ પાસે જે કેટલાક રાજ્યો છે તેમાં કેટલા લીક થયા છે ત્યારે તેઓ વડચકું ભરતાં હોય છે કે: કોંગ્રેસે જે કર્યું તે જ ભાજપ કરે તો તમને સત્તા પર બેસાડવાનો ફાયદો શું?

ફાયદો એ મારા હડકાયા કૂતરા, કે ભાજપ સરકાર 2024માં એક આખો કાયદો લાવી છે. નેહરુથી માંડીને સોનિયા-મનમોહનસિંહની સરકાર કેમ નહીં લાવી? અને એ લોકોના રાજમાં તમે કેટલા શિક્ષણ પ્રધાન/વડા પ્રધાનનાં રાજીનામાં લીધાં? ઇવન, આજની તારીખે પણ પંજાબમાં ફાર્માસિસ્ટ માટેની પરીક્ષાનું પેપર લીક થયું છે. કોઈએ માગ્યું પંજાબના શિક્ષણ મંત્રી કે બેવડા મુખ્યમંત્રી ભગવંતનું રાજીનામું? કે પછી આપના મુખિયા કેજરીવાલનું રાજીનામું? કોક્રોચસમ્રાટ અભિજિત દિપકેએ કપિલ સિબ્બલ સાથે મીટિંગ કરવાને બદલે પંજાબના બેવડા મુખ્યમંત્રી ભગવંત માનની ઑફિસની બહાર ધરણા કરવા બેસવું જોઈએ અને જંતરમંતર પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ખુલ્લેઆમ ‘માદર**’ કહેતી સન્નારીઓને આમંત્રણ આપવું જોઇએ કે પીએમ પછી હવે સીએમને આ ગાળ આપો. પછી જુઓ કે પંજાબના પોલીસો એમના કેવા હાલ કરે છે.

મજાની વાત એ છે કે મોટા મોટા વકીલો રોકીને સુપ્રીમ કોર્ટમાં વારંવાર અરજી કરીને 156 દિવસ જેલમાં રહીને માંડ જામીન પર છૂટેલો મહા કોક્રોચ અરવિંદ કેજરીવાલ જંતરમંતર પરથી હવે છુમંતર થઈ ચૂકેલા હિંસક આંદોલનકારીઓને મંચ પરથી વચનો આપતો હતો કે: તમે ગભરાશો નહીં, પોલીસમાંથી અમે તમને છોડાવીશું.

અલ્યા, શરાબ કૌભાંડી. તું તારી લીગલ મેટર તો ઉકેલી શકતો નથી. શું કામ આ તોફાનીઓને ભેખડે ભેરવીને એમની જિંદગી બરબાદ થઈ જાય એવાં કામ કરવા ઉશ્કેરે છે.

સરકાર વતી આરોગ્ય પ્રધાન જે પી નડ્ડાએ કોક્રોચોના પ્રતિનિધિ મંડળને વચન આપ્યું છે કે તમારા કોઈ માણસ પર પોલીસ કેસ નહીં થાય અને એફઆઈઆર દાખલ થઈ હશે તો પાછી ખેંચી લેવાશે. આ પ્રોમિસ આપવા બદલ કેટલાક લોકોને સખત વાંધો છે, હોવો જ જોઈએ. પરંતુ આ વાંધો વ્યક્ત કરતાં પહેલાં બે મુદ્દાઓ ધ્યાનમાં લેવા જોઈએ. એક કોક્રોચવાળાઓ જાહેરમાં વારંવાર કહી ચૂક્યા છે કે તોફાન કરનારા કે પોલીસ પર હુમલો કરનારા અમારા માણસો નહોતા. સરસ. સરકારે તો કહ્યું છે કે અમે તમારા માણસો પર કાર્યવાહી નહીં કરીએ. જે લોકો તમારા છે જ નહીં તેમના પર તો કાર્યવાહી કરવામાં આવશે જ! ઉપરાંત આજે નહીં તો કાલે કોઈ એનજીઓ કોર્ટમાં પીઆઈએલ કરશે કે સરકારી મિલકતોને નુકસાન પહોંચાડવા બદલ અને સરકારી કર્મચારીઓ પર હુમલો કરવા બદલ જવાબદાર લોકો વિરુદ્ધ અદાલતે કાનૂની પગલાં લેવા જોઈએ. કોર્ટ તરફથી તરત પોલીસને આદેશ કરવામાં આવશે. સરકાર કહેશે કે આ તો કોર્ટનો નિર્ણય છે, અમે કશું ના કરી શકીએ, અમારા હાથ બંધાયેલા છે.

તમે જોશો કે પીએમને આવડી ને આવડી ગાળો આપનારીઓએ અને પોલીસ અધિકારીઓ પર દાદાગીરી કરનારીઓએ અત્યારથી જ માફામાફીની રીલો રિલીઝ કરવાનું શરૂ કરી દીધું છે.

દિલ્હી પોલીસે આ તોફાનીઓને આઇડેન્ટિફાય કરીને એમના ઘરે પહોંચી ગઇ છે. એમને પોલીસ સ્ટેશને બોલાવીને કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી રહી છે. એમના પર ગંભીર ગુનાઓ દાખલ કરવામાં આવશે. એમના પાસપોર્ટ જપ્ત કરવામાં આવશે. ભવિષ્યમાં પરદેશ જવામાં અડચણો ઊભી થશે. અહીં પણ જૉબ મેળવવામાં મુશ્કેલી પડશે. જુવાનીના જોશોખરોશમાં કરેલાં કૃત્યો આખી જિંદગી પડછાયાની જેમ પીછો કરશે અને એમને સાથે આખા પરિવારે ભોગવવું પડશે.

બાય ધ વે, એક મિત્રે મારું ધ્યાન દોર્યું છે કે આ એક બાબતનો ખુલાસો મારે કરવો જોઈએ. એમણે મને જે માહિતી મોકલી છે તે હું અહીં શેર કરું છું:

“યુપીના એકસ ડીજીપી ડો. વિક્રમ સિંહનો ઈન્ટરવ્યુ છે કે હિંસાની શક્યતા હોય એવાં આંદોલનોમાં નજર રાખવા અને ભવિષ્યમાં પોતાની ઓળખ છતી થવાને કારણે પોતાને તથા પોતાના પરિવારજનોની સુરક્ષા જોખમાય નહિ તે માટે સાદા ડ્રેસમાં હોય છે અને તે પોલીસની SOP( સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર)નો ભાગ છે. એટલે અમિત શાહના ગુંડા હતા એ ફેક નેરેટીવ છે.”

ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનો કરવા નીકળી પડેલાં છોકરા-છોકરીઓને ગેરમાર્ગે દોરનારાઓને શાપ આપીને ગાંધીજી વિશે મારે કઈંક કહેવું છે તે કહીને આપણે આજની વાતને વિરામ આપીએ અને આવતી કાલે ફરી મળવાનો વાયદો કરીએ. કાલે સંસદના ચોમાસુ સત્રમાં પરીક્ષાનાં પેપરો ફૂટી જતાં અટકે તે માટે 2024ના કાયદામાં સુધારો કરવાની દિશામાં સરકાર આગળ વધશે. આ ઉપરાંત વંદે માતરમ્ વિષયે, સુપ્રીમ કોર્ટના જજોની સંખ્યા 33માંથી 37 કરવા અંગે તેમ જ ભારતમાં ભાંગફોડની પ્રવૃત્તિ માટે વિદેશથી મોકલવામાં આવતા અબજો ડોલરના ડોનેશન મેળવતી એનજીઓને સીધીદોર કરવા માટેનાં બિલ આવશે. કાલે નહીં તો આ જ સત્રમાં. ડિલિમિટેશન દ્વારા લોકસભાના બેઠકોમાં મોટો વધારો કરવાનું બિલ પણ તૈયાર જ છે. કોક્રોચોને મહિના સુધી પોતાની રીતે નાચવા દઈને આ બાજુ ભાજપે ચૂપચાપ આ બિલો પસાર કરાવવા જેટલી બહુમતી મેળવી લીધી છે —ટીએમસીના અને ‘આપ’ના દુઃખિયારા સંસદસભ્યોને સાધીને. સમય કાઢીને યુટ્યુબ પર સંસદીય ચેનલ જોતા રહેજો. બહુ ફટાકડા ફૂટવાની શક્યતા છે.

ગાંધીજી.

ગાંધીજીના વિચારોને તમે ત્રણ બ્રોડ ખાનામાં વહેંચી શકો.

1. ગાંધીજીના એ વિચારો જે અગાઉના જમાનામાં પ્રસ્તુત હતા અને ખૂબ ઉપયોગી પણ હતા પરંતુ હવે પ્રસ્તુત નથી, બિલકુલ નિરુપયોગી છે.
2. ગાંધીજીના કેટલાક વિચારો તે વખતે અપ્રસ્તુત હતા અને અત્યારે પણ અપ્રસ્તુત છે.
3. ગાંધીજીના એ વિચારો જે તે વખતે તો કામના હતા જ, અત્યારે પણ કામના છે. અને આવા વિચારો ઘણા છે.

કોઈ મને પૂછે કે ગાંધીજી અને ગોડસે બેમાંથી કોઈ એકની જ પસંદગી કરવાની હોય તો તમે કોની કરો? હું એક સેકન્ડનો વિચાર કર્યા વગર ગાંધીજીની જ પસંદગી કરું.

પણ કોઈ મને જો પૂછે કે તમારે ગાંધીજી અને શહીદ ભગતસિંહમાંથી કોઈ એકની પસંદગી કરવાની હોય કે પછી ગાંધીજી અને વીર સાવરકર વચ્ચે પસંદગી કરવાની હોય કે પછી ગાંધીજી અને સરદાર પટેલ વચ્ચે પસંદગી કરવાની હોય તો હું શહીદ ભગતસિંહ, વીર સાવરકર અને સરદાર પટેલની પસંદગી કરું.

ગાંધીજી અને એમના સમકાલીનો તથા એમના જમાના વિશે મારો ઊંડો અભ્યાસ છે. મારી જનરેશનના લોકોમાં હું ગાંધીવિચારો પરની ઑથોરિટી છું એટલું કોઈ નમ્રતા દેખાડ્યા વિના કહી શકું એવો મારો આ વિશેનો અભ્યાસ છે.

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here