જંતરમંતરના તોફાનીઓ આખા દેશને મંતરવાના ખ્વાબ જોવા લાગ્યા છે : સૌરભ શાહ

કોક્રોચો રાજકીય પક્ષ સ્થાપીને લોકશાહી ઢબે ચૂંટણી લડવા માગતા નથી. કોક્રોચોના મુખિયાએ આ વાત સ્પષ્ટ કરી છે કે તેમને પોલિટિકલ પાર્ટી સ્થાપવામાં કોઈ રસ નથી. તેમને પોતાની પ્રવૃત્તિના લેબલમાં ‘પાર્ટી’ શબ્દ લખવો છે લોકોને ભરમાવવા માટે.

ભારતીય મતદારો સમજી ચૂક્યા છે કે સમૃદ્ધિના માર્ગે સડસડાટ આગળ વધી રહેલા ભારતમાં અરાજકતા ફેલાવીને દેશને ફરી એકવાર 2014 પહેલાંના અંધકાર યુગમાં ધકેલી દેવા માટે ભેગા થયેલા આ વાંદાઓને જેન-ઝી સાથે કે દેશના વિદ્યાર્થીઓ સાથે નહાવા નીચોવવાનોય સંબંધ નથી. આ આંદોલન સત્તા મેળવવામાં સતત નિષ્ફળ જઈ રહેલા વિપક્ષી નેતાઓની પ્રેરણા, એમના સપોર્ટ અને એમના ફંડિંગ દ્વારા ઉભું થયેલું આંદોલન છે. જેન-ઝીનું માત્ર મોહરું પહેર્યું છે એટલું જ. બાકી દેશની પચાસેક કરોડ જેન-ઝી આ કોક્રોચો જેવી નથી, હરગિજ નથી. તેઓ સંસ્કારી છે, વડીલોને માન આપવામાં માને છે, ભણીગણીને સમાજમાં ઈજ્જતભેર રહીને પ્રગતિ કરવી છે એમને, પોતાની પ્રગતિ સાથે દેશ પણ પ્રગતિ કરે એવાં સપનાંઓ આ પચાસ કરોડની જેન-ઝી જુએ છે. ભારતની જેન-ઝીને મવાલી જેવા વાંદા-વાદીઓ સાથે કોઈ લેવાદેવા નથી. અને આ વાંદા-વાંદીઓને ઉશ્કેરતા એમને માથે બેસાડતા સડકછાપ વાંદરા-વાંદરીઓ સાથે પણ કોઈ લેવાદેવા નથી. આ સડકછાપ તથાકથિત ઈન્ફ્લુઅન્સરો પણ દેશના એટલા મોટા ગદ્દારો છે જેટલા આ જંતરમંતરિયા કોક્રોચો અને એમના આકાઓ.

આગામી દિવસોમાં તમને ભારમાવનારા ફેક ન્યુઝ પેદા કરવાવાળી ફૅક્ટરીઓ ઠેરઠેર જોવા મળવાની છે. સોશિયલ મીડિયામાં જ નહીં, ટીવીની ન્યુઝ ચૅનલો અને મેઈન સ્ટ્રીમ અખબારોમાં પણ આવી ફૅક્ટરીઓ ખુલી ગઈ છે. હજુ વધારે ખુલશે. સાવધ રહેજો.

ઈ-20 પેટ્રોલ વિશે નીતિન ગડકરીએ સંસદમાં જે બાંહેધારી આપી તે કયા શબ્દોમાં હતી? ઇન્ટરેસ્ટ હોય તો યુટ્યુબ પર ગોતી લેજો. છાપાંવાળા પ્રજાને ભડકાવવા માટે ગડકરીને મિસક્વોટ કરે છે આઉટ ઑફ કોન્ટેક્સ્ટ ક્વોટ કરે છે અને મોદી વિરોધી જાંગિયા-બાળોતિયાઓ આ છાપાંના સ્ક્રીનશૉટ મીડિયામાં મૂકીને વધુ ગુમરાહ કરવાની કોશિશ કરે છે.

ગુજરાતમાં જી.પી.એસ.સી.ની પરીક્ષામાં બેસનારા ઉમેદવારોમાં ઘટાડો થાય તે ઉત્સાહવર્ધક સમાચાર છે. ગુજરાતી યુવાનોને સરકારી નોકરી કરતાં ખાનગી સાહસોમાં, જેમાં વધારે જવાબદારી હોય ત્યાં, નોકરી કરવામાં કે પછી પોતાનો વ્યવસાય-ધંધો શરૂ કરવામાં કે સરકારી સહાયથી સ્ટાર્ટ અપ ખોલવામાં વધારે રસ છે. આવી આશાજનક પરિસ્થિતિને તદ્દન નિરાશામાં પલટી નાખવાનું કામ છાપાંની હેડલાઈન કરે છે કે ગુજરાતના યુવાનોને હવે જી.પી.એસ.સી.ની પરીક્ષાની ક્રેડિબિલિટી પર ભરોસો રહ્યો નથી.

આવા તો રોજના ડઝનબંધ દાખલાઓ તમે જોઈ શકો છો, વાંચી શકો છો. ફેક ન્યુઝ કે અળવીતરા વિશ્લેષણોથી દૂર રહેવાનો માત્ર એક જ ઈલાજ છે— તમને જે ભરોસાપાત્ર લાગે, જેમની પાસે વર્ષોની ક્રેડિબિલિટીની મૂડી જમા થયેલી છે એવા સોશિયલ મીડિયાના અકાઉન્ટ પર, એવા યુટ્યુબર પર કે ઇન્સ્ટાના રીલમેકર પર કે એવી ન્યુઝ ચૅનલ પર કે એવા અખબાર-સામયિક પર કે એવા કટાર લેખકો કે સ્વતંત્ર પત્રકારો પર કે પોલિટિકલ એનલિસ્ટો પર આસ્થા રાખવાની, શ્રદ્ધા રાખવાની.

પણ આ નક્કી કેવી રીતે કરવાનું કે કોણ જેન્યુઇન છે અને કોણ બનાવટી/ તકલાદી/ ચાઈનીઝ માલ વેચનારું છે? તમારી કોઠાસૂઝ, તમારી સિક્સ્થ સેન્સ, તમારામાં રહેલા નીરક્ષીર વિવેકને છુટો દૌર આપવાનો. એ જ નક્કી કરીને તમને સાચી દિશા કઈ છે તે કહેશે.

મોદીએ મોટું મન રાખીને માફી શું આપી દીધી, કોક્રોચવાળા હવે મોદીને સીધી ગાળો આપવા લાગ્યા છે, દેશના વડા પ્રધાન માટે તૂ-તડાક ભાષા વાપરીને મોદીના કરોડો મતદારોને ઉશ્કેરી રહ્યા છે, ઈન્સ્ટિગેટ કરી રહ્યા છે. આ એમનાં હવાતિયાં છે. કોક્રોચો જ નહીં એમના જન્મદાતા રાહુલ-કેજરીવાલ પણ મોદીનું કંઈ બગાડી શકવાના નથી. હા, માહોલ એવો ઊભો કરશે કે આ વખતે તો મોદીનું પત્તું કપાયું, યોગી હવે નહીં આવે, અમિત શાહના દિવસો ભરાઈ ગયા છે.

દિવસો તો આ એન્ટિ નૅશનલ એલિમેન્ટ્સના ભરાઈ ગયા છે. માટે ભરોસો રાખજો. ફેક ન્યુઝ અને અળવીતરાં વિશ્લેષણોની પોલ ખુલ્લી પાડતું જે કંઈ તમે જુઓ, વાંચો, કે સાંભળો તે તમારા કુટુંબ પરિવારના સ્વજનોની સાથે શેર કરજો, મિત્રો અને પરિચિતોને શેર કરજો. જેથી તમારી આસપાસની જેન-ઝી અને જેન-અલ્ફાને ખબર પડે કે 2014 પછીનું ભારત કેવું રૂપાળું બની રહ્યું છે અને 2014 પહેલાંના ભારતમાં સોનિયા-મનમોહનની સરકારના કપિલ સિબ્બલ જેવા સેંકડો ગેંગસ્ટરો આ દેશને કેવી રીતે ફોલી ખાતા હતા.

આ લેખ સાથે બે અગત્યની લિન્ક આપી છે. એક લિન્ક છે @CAPareshKBhatt સાહેબની ફેસબુક પોસ્ટની જેમાં તેઓ સરસ રીતે સમજાવે છે કે આ જેન-ઝીને ખબર જ નથી કે ગાળો બોલવાની સજા શું થાય. સરકાર કે ગાળો ખાનાર વ્યક્તિ જો ફરિયાદ કરે તો જેન-ઝીની કારકિર્દી બરબાદ થઈ જાય. ગાળો બોલનાર સામે કાનૂનની કઈ કલમો લાગુ પડે અને કેટલી કેટલી સજા થાય એની વિગતો આ પોસ્ટમાં છે. કોઈ ભડભડીઓ વાંદો કહેતો હોય કે આ દેશમાં વળી ગાળો બોલવી ગુનો ક્યારથી ગણાવા માંડી છે તો એ છપરીને કહેવાનું કે સાલા તારા પરવાંદાના જમાનાથી આ કાનૂન ચાલતો આવે છે.

બીજી લિન્ક આપના આ વિશ્વાસુના દસેક વર્ષ જૂના લેખની છે જેમાં આજથી પચીસેક વર્ષ અગાઉની પણ એક વાત છે. મારા તેજાબી ચાબખા જેવા લેખો જેમને પચતા નથી તેઓ તાર્કિક દલીલો કરવાને બદલે કે નકરી ફેક્ટ્સ સામે ફેક્ટ્સ પેશ કરવાને બદલે કંઈ પણ અનાપશનાપ કમેન્ટ કરતા હોય છે. તમે વાંચી જ હશે એ બધી અળવીતરી કમેન્ટો. એ કાદવમાં આળોટતા સુવ્વરોને ભાલા ભોંકીને જવાબ આપી રહેલા મારા પ્રિય વાચકોનો હું આ તબક્કે ખરા દિલથી જાહેરમાં આભાર વ્યક્ત કરું છું.

જેઓને મારામાં વિશ્વાસ છે, મારી કલમ બીજા કેટલાક લોકોની જેમ પવન જોઈને શઢ નથી ફેરવતી એવી ખાતરી છે અને જેમને મારી અંધભક્તિ પ્રત્યે આદર છે તે વાચકો જાહેરમાં કમેન્ટ કરીને મને બિરદાવે છે ત્યારે મૌન રહેતા આવા જ બીજા વાચકોને લાગે છે કે આ કમેન્ટો એમના વતી કોઈ બીજાઓએ કરી દીધી. આ બેઉ પ્રકારના વાચકોનો ખૂબ ખૂબ આભાર.

તમે સૌ ‘પદ્મશ્રી કે કલમની સાધુતા’વાળો લેખ વાંચીને રાજ્યશ્રય વિરુદ્ધ લોકાશ્રયની કન્સેપ્ટ સમજો એવી મારી ઈચ્છા છે. એટલે જ એ લેખની લિન્ક પણ મૂકી છે. ટાઈમ કાઢીને જરૂર વાંચજો, વંચાવજો.

આવતી કાલે પાંચમી ઑગસ્ટ છે. આ દિવસનું મહત્વ આપણા દેશ માટે કેટલું મોટું છે તેની તમને ખબર જ હશે. ના હોય તો કાલે વાંચજો.

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID :
saurabhshvin@ybl
hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here