સાત વૈજ્ઞાનિક અંધશ્રદ્ધાઓ- સૌરભ શાહ

(લાઉડ માઉથ: ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ. બુધવાર, 12 જૂન 2024)

સાયન્સના નામે કેટલી બધી ગેરમાન્યતાઓ આપણે મનમાં સંઘરી રાખી હોય છે. ધર્મ કે રીતિરિવાજો રૂઢિ પરંપરાના નામે ચાલતી ગેરમાન્યતાઓનો તથાકથિત સેક્યુલરો કે રૅશનલિસ્ટો વિરોધ કરતા રહે છે. પણ વૈજ્ઞાનિક ગેરમાન્યતાઓને કોઈ પડકારતું નથી, પડકારવાની હિંમત કરતું નથી, પડકારવાની દરકાર કરતું નથી. આજે પડકારીએ:

૧. આપણે આપણા મગજની કૅપેસિટિનો દસ ટકા જ ઉપયોગ કરીએ છીએ. સાચી વાત? ના, ખોટી વાત.

છેક ૧૯૦૭થી મોટિવેશનલ ગુરુઓ અને પ્રેરણાત્મક પ્રવચનોની પડીકી આપનારાઓ આવી હંબગ વાત ચલાવતા આવ્યા છે અને આપણે માનતા આવ્યા છીએ. બાકીના ૯૦ ટકા મગજનો ઉપયોગ કરતા થઈ જઈએ તો જિંદગીમાં શું નું શું કરી શકીએ એવું જતાવવા માટે આવું જુઠ્ઠાણું પ્રચાર પામ્યું. ક્યારેક તો આઈન્સ્ટાઈનના નામે આ ગપગોળું ચલાવવામાં આવ્યું. આઈન્સ્ટાઈને ક્યારેય આવું કહ્યું નથી.

દુનિયાના ટૉપમોસ્ટ ન્યુરોસાયન્ટિસ્ટ ડૉ. બૅરી બેયરસ્ટીને આ ગપ્પાંબાજીને પડકારતું સંશોધન કર્યું છે. સીટી સ્કૅન, એમઆરઆઈ સ્કૅન અને બીજી આધુનિક તકનિક દ્વારા બ્રેન ઈમેજિંગ કરીને પુરવાર થયું છે કે મગજનો કોઈપણ ભાગ સંપૂર્ણપણે શાંત કે પ્રવૃત્તિહીન હોતો નથી. ચોવીસે કલાક દિમાગનો દસ ટકા કરતાં ઘણો મોટો હિસ્સો પ્રવૃત્તિ કર્યા કરતો રહે છે.

આની સાથે બીજી એક વાત પણ સમજવી જોઈએ. આપણું મગજ સતત નવું નવું શીખવા માટે, સ્વીકારવા માટે ઘડાયેલું છે અને ઉંમર વધતાંની સાથે મગજને લગતી નાનીમોટી બીમારીઓથી દૂર રહેવું હોય તો મગજને હંમેશાં પ્રવૃત્તિશીલ રાખવું જોઈએ. નિવૃત્તિની વય પછી ઘણા માટે સાઠે બુદ્ધિ નાઠી એવું કહેવાય છે તે થતાં રોકવું હોય તો ભરપૂર વ્યસ્ત રહીને મગજને કામ કરતું રાખવું જોઈએ.

૨. ઓછા પ્રકાશમાં વાંચવાથી આંખોને નુકસાન થાય. સાચી વાત? ના, ખોટી વાત. ઓછા પ્રકાશમાં વાંચવાથી તે વખતે આંખો દુખવા માંડે છે કારણ કે પલક ઝપકાવ્યા વગર વાંચીએ ત્યારે આંખો ડ્રાય થઈ જાય જેને કારણે આંખો ભારે લાગવા માંડે. પણ જેવા તમે નૉર્મલ પ્રકાશમાં આવો કે તરત આ ટેમ્પરરી દુખાવો ગાયબ થઈ જાય. ઑપ્થેલ્મોલોજિસ્ટોએ પ્રયોગો દ્વારા પુરવાર કર્યું છે કે આછા પ્રકાશમાં વાંચવાથી આંખોને કદી કાયમી નુકસાન થતું નથી.

૩. ભારે વજન ઉપાડવાથી હર્નિયાનો પ્રૉબ્લેમ થાય. સાચી વાત? ના, ખોટી વાત. હર્નિયાની તકલીફને વજન ઉપાડવા સાથે કોઈ લેવાદેવા નથી. હર્નિયા બીજાં જ કારણોસર થાય છે. પણ જ્યારે તમે ભારે વજન ઉપાડો છો ત્યારે તમને, ઑલરેડી શરીરમાં ઊભી થઈ ગયેલી આ તકલીફ મહસૂસ થાય છે. આ તકલીફ વજન ઉપાડવાથી નથી સર્જાઈ હોતી. વજન ઉપાડવાને કારણે માત્ર એની હાજરીનો તમને ખ્યાલ આવતો હોય છે.

૪. વૉકર કે ચાલણગાડીની મદદથી બાળક વહેલું ચાલતાં શીખે છે. સાચી વાત? ના. ખોટી વાત. ઊલટાનું વૉકરને કારણે બાળક પોતાની મેળે મોડું ચાલતાં થાય એવી શક્યતા છે. પ્રયોગો પરથી ખબર પડે છે કે જે પેરન્ટ્સ વૉકરની મદદથી પોતાના બાળકને ચલાવે છે તેઓ બાળકના વિકાસમાં ૧૧ થી ૨૬ દિવસનો વિલંબ કરે છે- બાળક આટલા દિવસ મોડું ચાલતાં શીખે છે. વૉકરને લીધે બાળક પોતાનાં પગની હલનચલન જોઈ શકતું નથી. વૉકરને કારણે બાળકને પોતાની મેળે શરીર બૅલેન્સ કરતાં આવડતું નથી.

આમ છતાં પેરન્ટ્સ પોતાને જોવાની મજા પડે એટલે બાળક માટે વૉકર લઈ આવતાં હોય છે. વૉકર છોડી દીધા પછી બાળકે ફરી વાર, ચાલતી વખતે પોતાના પગના મસલ્સને અને બૅલેન્સ કેવી રીતે જાળવવું એ શીખવું પડે છે.

૫. બહુ ગળ્યું ખાતું બાળક ચીડિયું થઈ જાય છે. સાચી વાત? ના, ખોટી વાત. શ્યુગરને કારણે શરીરને બીજાં અનેક નુકસાન થતાં હશે પણ ચીડિયા સ્વભાવને ગળપણ સાથે કોઈ લેવાદેવા નથી. શ્યુગરથી દાંત ખરાબ થાય, વજન વધે અને એવા બીજા ઘણાં પ્રૉબ્લેમ્સ થાય. પણ બાળકના સ્વભાવમાં ચીડિયાપણું દેખાય તો એનું કારણ શ્યુગર નથી, કંઈક બીજું જ છે. નૉર્મલ શ્યુગર લેતું બાળક પણ ચીડિયા સ્વભાવનું હોઈ શકે છે.

આની સાથે બીજી એક વાત. પોપઆય નામના કાર્ટૂન કૅરેક્ટરને કારણે એક મિથ ચાલી કે પાલક-સ્પિનાચ ખાવાથી સ્ટ્રૉંગ થવાય કારણ કે એમાં આયર્ન છે. ખોટી વાત છે. પાલકમાં આયર્ન જરૂર છે અને પાલકની ભાજી બીજી ઘણી રીતે શરીર માટે સ્વાસ્થ્યવર્ધક છે. પણ પાલકમાંના આયર્નને કારણે શરીર સ્ટ્રૉંગ થઈ જાય છે એ વાતમાં સેહજ પણ તથ્ય નથી.

૬. રાત્રે ખાવાથી વજન વધે છે. સાચી વાત? ના, ખોટી વાત. શરીરને જેટલી કૅલરીની જરૂર હોય તેના કરતાં તમે વધારે ખાઓ તો વજન વધે અથવા તો તમે જેટલું ખાઓ છો એટલી કૅલરી રોજ ન ખાવો- રોજ એટલી મહેનત/કસરત/શારીરિક કામ ન કરો તો વજન વધે. તમે દિવસે ખાઓ કે રાત્રે ખાઓ- વજનને એની સાથે કોઈ લેવા નથી, કોઈ પણ સમયે ખાઓ. સંશોધન પરથી એવું તારણ નીકળ્યું છે કે જે લોકોને સવારે બ્રેકફાસ્ટ ખાવાની ટેવ છે તેઓ આખા દિવસ-સાંજ-રાત દરમિયાનના પોતાના ભોજનને સરખે ભાગે વહેંચી શકે છે.

એકાદ ટંક ખૂબ વધું ખાઈ લેવું અને પછીનો ટંક અલમોસ્ટ ભૂખ્યા રહેવું એવી આદત નૉર્મલી જેઓ બ્રેકફાસ્ટ નથી કરતા એમને હોય છે. જો તમે દિવસમાં નિયમિતપણે ત્રણવાર ખાતા હો તો ત્રણમાંના કોઈ એક ટંકમાં વધુ પડતું ખાઈ નાખવાની લાલચ તમને થતી નથી.

૭. દિવસમાં ૮ ગ્લાસ પાણી તો પીવું જ જોઈએ. સાચી વાત? ના, ખોટી વાત. પાણી પીવામાં કંઈ ખોટું નથી, સારું જ છે. અમેરિકાની નૅશનલ રિસર્ચ કાઉન્સિલના ફૂડ ઍન્ડ ન્યુટ્રિશન બોર્ડ ૧૯૪૫માં જાહેર કર્યું કે નૉર્મલ બોડીને રોજના અઢી લિટર પાણીની જરૂર પડે (અર્થાત ૮૫ ઔંસ અર્થાત્ લગભગ ૮ ગ્લાસ), ત્યારથી આ મિથ શરૂ થઈ.

હકીકત એ છે કે આપણા ફ્રૂટ્સ, દૂધ, જ્યુસ, શાકભાજી, બીજા ઘણા ખોરાકો, ઈવન બિયર વગેરેમાં પણ પાણીનું પ્રમાણ હોય છે. આ બધું પાણી મળીને રોજ શરીરમાં અઢી લિટર કે આઠ ગ્લાસ જેટલું પાણી જવું જોઈએ. વધારે પડતું કે બિનજરૂરીપણે પાણી પી પી કર્યા કરવાથી બ્લડમાંના સોડિયમનું લેવલ ઘટી જાય છે જેને કારણે મગજના કોષોને સોજો ચડી જાય અને એ કોષો મરી જાય. જોકે, આવું કંઈ નૉર્મલી થતું નથી, એક્સ્ટ્રીમ કેસીસમાં જ થાય. પણ ટૂંકમાં તમે જો રોજના ૮ ગ્લાસ પાણી ગટગટાવવાની ટેવ ધરાવતા ન હો પણ તમારા ખોરાક દ્વારા બીજી ઘણી રીતે પાણી શરીરમાં ઠલવાતું રહેતું હોય તો ફિકર કરવાની કોઈ જરૂર નથી.

આવી તો બીજી કેટલીય વૈજ્ઞાનિક ગેરમાન્યતાઓમાં આપણે માનતા હોઈએ છીએ પણ ક્યારે એ સાયન્સના આધારે રચાયેલી છે એટલે એને પડકારવાનો વિચાર પણ નથી આવતો. હવે તો ગૂગલ તમારી પાસે છે. તમારામાં જો નીરક્ષીર વિવેક હશે તો ગૂગલ પર ખાંખાખોળા કરીને, એમાંથી જે કચરો મળે તેને ચાળી નાખીને તમે આવી ઘણી ગેરમાન્યાતાઓને ખંખેરી શકો. આજકાલના ઘણા સારા ડૉક્ટરો પણ તમને ગેરમાર્ગે જતાં રોકે છે, કારણ કે એમને પણ હવે ખ્યાલ આવ્યો છે કે શું સાચું છે ને શું ખોટું. ઉપરાંત, જે ખોટું છે તેનો પ્રચાર કરવા જતાં ક્યાંક પોતે જ ફસાઈ ન જાય એનો પણ એમને ભય હોય છે. તો શરૂ કરો, તમારા ફોન કે આઈપૅડ કે પીસી પરનું સર્ચ એન્જિન. પણ આ શુભ કાર્યના આરંભ પહેલાં લીંબુમરચાનું સ્ક્રીન સેવર ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં.

સાયલન્સ પ્લીઝ

તમે કશાકમાં નહીં માનતા હો છતાં પણ જેનું અસ્તિત્વ હોય છે તેને હકીકત કહે છે.

– ફિલિપ કે. ડિક

(અમેરિકન સાહિત્યકાર)

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

3 COMMENTS

  1. અતિવ સુંદરમ , વૈજ્ઞાનિક રીતે સચોટ અભિપ્રાય આપેલ છે . આનાથી વાંચનારના મગજની ખોટી માન્યતાઓ દૂર થશે.

  2. સાયલન્સ પ્વીઝમાં સીક્સર ફટકારી દીધી તમે, હોં સર. મઝા આવી. ખૂબ સરસ લેખ!! ઘણી ઉપયોગી વાતો જાણવા મળી. કેટલા ગપગોળા ચલાવે છે લોકો. અધુરી માહિતી ફેલાવે છે સૌ અને બધા માની પણ લે છે. અમે બચી જઈએ છીએ તમારા કારણે. Thank you, sir.

  3. મગજનો ૧૦ ટકા જ ઉપયોગ કરીએ છીએ તેનો મતલબ તેની કાર્યક્ષમતા નો છે. આપણે ધારીએ તો મગજની ફૂલ કેપેસીટીમા ઉપયોગ કરી શકીએ. શતાવધાની પ્રયોગ તેનું ઉદાહરણ છે. મોબાઇલ આવ્યા પછી ઘણા ફોન નંબર ભૂલી ગયા છીએ તે તેની સાબિતી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here