બધી ઈચ્છાઓ જરૂરિયાત નથી હોતી : સૌરભ શાહ

(લાઉડ માઉથ: ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ. બુધવાર, 5 જૂન 2024)

વર્તમાનમાં જીવવાની મહત્તા વિશે ભગવાન બુદ્ધના વિચારોને ફ્રાંસમાં સ્થાયી થયેલા અને ૨૦૨૨માં ૯૬ વર્ષનું આયુ ભોગવીને સ્વર્ગે સીધાવેલા વિયેતનામી બૌદ્ધ સાધુ થિચ ન્હાત્ હાને ખૂબ સરળતાથી મૂકી આપ્યા છે.

બુદ્ધિઝમમાં એકલા રહેવાની વાત પર જોર મૂકવામાં આવ્યું છે. અહીં એકલા રહેવું એટલે કોઈનીય સાથે ન રહેવું એવું નહીં. આ સમાજને કે સંસારને છોડીને સંન્યાસી બની જઈને એકલા રહેવું એવું તો હરગિજ નહીં. બુદ્ધે કહ્યું કે એકલા રહેવું એટલે પોતાની આસપાસ શું બની રહ્યું છે તેનું બારીકીભર્યું નિરીક્ષણ કરતાં રહીને વર્તમાનની ક્ષણોમાં જીવવું. આટલું કરવાથી આપણે ભૂતકાળમાં ઘસડાઈ જતાં અટકીશું અને વિચારોને ભવિષ્ય તરફ ખેંચાઈ જતાં રોકી શકીશું.

બુદ્ધ કહે છે કે જંગલમાં તમે સાવ એકલા હો અને છતાં જો વર્તમાનની ક્ષણોમાં જીવી ન શકતા હો તો ખરા અર્થમાં તમે એકલા નથી. વર્તમાનની ક્ષણ વિશે પૂરેપૂરી જાગૃતિ હોય તો આસપાસ ગમે એટલી ભીડ હોય, ગમે એટલા ભરચક પ્રદેશમાં તમે રહેતા હો, છતાં એકલા હોવાનો આનંદ તમે મેળવી શકો છો. સમાજથી છૂટા પડીને એકલા પડી જવાની વાત બૌદ્ધ ધર્મમાં છે જ નહીં. સંઘમ્ શરણમ્ ગચ્છામિનો અર્થ એ કે સંઘની, સમાજની શરણાગતિ પોતે સ્વીકારી લીધી છે, એનું મહત્ત્વ સ્વીકારી લીધું છે.

માણસનો જે કંઈ વર્તમાન છે એમાં એનો ભૂતકાળ પણ સમાયેલો છે. બુદ્ધ ભૂતકાળને અવગણવાની વાત કરે છે ત્યારે ભૂતકાળ આજની ઘડી પર હાવી ન થઈ જાય એની તકેદારી રાખવાનું કહે છે. ભૂતકાળનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરીને એમાંથી શીખવા જેવા પાઠ શીખવાની મનાઈ નથી કરતા. જેના વડે વર્તમાન ઘડાયો છે તે ભૂતકાળના તાણાવાણા કઈ રીતે એકમેક સાથે જોડાયા એનો અભ્યાસ વર્તમાનને વધુ સ્પષ્ટ, વધુ સમૃદ્ધ બનાવશે.

વર્તમાનનો આપણો સમય ભૂતકાળમાંથી બનેલો છે એ વાત સમજાય તો આપણે અત્યારના આપણા જીવાતા જીવનમાં ફેરફાર કરીને, વર્તમાન બદલીને, આપણો ભૂતકાળ પણ બદલી શકીએ છીએ એવી વાત રિચર્ડ બાકે ‘ઈલ્યુઝન્સ’માં કરી છે.

વર્તમાનમાં ન જીવવા માટે અત્યારની કપરી ક્ષણો આપણને લલચાવે છે. આ આકરી પળો આપણને ભવિષ્યના વિચારો તરફ ધકેલી દે છે. ભવિષ્ય આજના સમય કરતાં ગુલાબી હશે એવી કલ્પનામાં રાચતો માણસ વર્તમાનના સંઘર્ષને પહોંચી વળવાની ક્ષમતા ગુમાવી બેસે છે. ક્યારેક એનાથી વિપરીત એવી પરિસ્થિતિ પણ સર્જી શકાય છે. આજે છે એવી વેદના આવતી કાલે નહીં હોય એવા વિચારોમાંથી આજને સહન કરવાની ધીરજ, સમતા મળી જાય.

વિચારોને ભવિષ્ય તરફ ખેંચી જનારી ત્રણ બાબતો: આશા, સપનાં અને ચિંતા. આપણી નિષ્ફળતાઓ અને વેદનાઓમાંથી આશા જન્મે. જીવન માટે આશાને આપણે જરૂરી માની પણ બુદ્ધિઝમમાં આશાના એક જોખમી પાસા સામે લાલબત્તી ધરવામાં આવી. આપણી વિચારશક્તિ બધી જ ભવિષ્યના વિચારો કરવામાં વપરાઈ જશે તો વર્તમાનનો સામનો કરવા માટેની અને એને બદલવા માટેની માનસિક શક્તિ ખૂટી પડશે. ભવિષ્યનું ઘડતર કરવું હશે તો તેનો સઘળો કાચો માલ વર્તમાન જ પૂરો પાડશે એ બાબત બુદ્ધ ભારપૂર્વક જણાવે છે. બુદ્ધિઝમમાં સ્વર્ગ, નર્ક, સંસાર, નિર્વાણ – આ સઘળું વર્તમાનમાં જ છે એવું ભારપૂર્વક કહેવાયું છે. હોપ ઇઝ અ ડેન્જરસ થિંગ— સ્ટીફન કિંગે લખેલું આ અમર વાક્ય એમની વાર્તા પરથી બનેલી ફિલ્મ ‘શૉશેન્ક રિડમ્પશન’માં દાયકાઓથી જેલમાં રહેતો રેડ નામનો કેદી ( મૉર્ગન ફ્રીમૅન) નવા આવેલા કેદીને શીખામણ આપતાં કહે છે.

આપણે જ્યારે કહીએ છીએ કે માની બેસીએ છીએ કે મારી પાસે જે કંઈ હતું તે બધું જતું રહ્યું, વેદના સિવાય કશું જ બાકી ન રહ્યું ત્યારે વર્તમાનની મૂલ્યવાન ક્ષણોની ઘોર અવગણના કરીએ છીએ. જે જતું રહ્યું તે તો અતીતની સચવાયેલી ક્ષણો હતી. એના જવાથી સર્જાયેલી વેદના સાચી પણ એ વેદનાની ભૂમિને સદાને માટે સૂકીભઠ રાખવાની ભૂલ વર્તમાનમાં ન થાય. દુકાળગ્રસ્ત પ્રદેશની કમનસીબી ભરપૂર વરસાદથી જ દૂર થાય. માઠાં વરસો ગયાં પછી ખેડૂતને સારાં વરસો મળતાં જ હોય છે. ધ્યાનમાં માત્ર એટલું જ રાખવાનું કે વરસાદ હંમેશાં વર્તમાનમાં જ વરસી શકે. વર્તમાનને ઢાંકીને ભૂતકાળ કે ભવિષ્યમાં જીવનારા લોકો આ વરસાદને ક્યારેય ઝીલી શકતા નથી; અને ઝીલી શકતા નથી એટલે એમની ભૂમિ હર્યુંભર્યું ખેતર બનવાના રોમાંચથી વંચિત રહી જાય છે.

વિચારોને ભવિષ્ય તરફ ખેંચી જનારી બીજી બાબત સપનાં. આશાની જેમ સપનાંની પણ જોખમી બાજુ છે. મનમાં જે કોઈ ઈચ્છા પ્રગટે તેને જરૂરિયાત માની લેવાની ભૂલ માણસ કરી બેસતો હોય છે. દરેક ઈચ્છા (ડિઝાયર) માણસની જરૂરિયાત (નીડ, નેસેસિટી) નથી હોતી. સપનાઓ માણસની ડિઝાયરને નીડમાં પલટી નાખે છે અને જ્યારે એને ખબર પડે છે કે આ સપનું કંઈ એના જીવનમાં જરૂરિયાત નથી, માત્ર આવતી જતી અગણિત ઈચ્છાઓમાંની એક ઈચ્છા હતી ત્યારે એને આ સપનાને સાકાર કરવા પાછળ ભોગવેલી તકલીફો બદલ પસ્તાવો થતો હોય છે.

ચિંતાઓ પણ વિચારોને વર્તમાનમાંથી છોડીને ભવિષ્ય તરફ ઘસડી જાય છે. ચિંતાનાં સારાં પાસાં પણ છે. કેટલીક ચિંતાઓ કરવાથી ભવિષ્યમાં આવનારી આપત્તિમાંથી બચી શકાય. આવી, પ્રિવેન્ટિવ, ચિંતાઓ સિવાયની ફિકરો માણસના વર્તમાનને શોષી લે. એક ખૂબ જૂનું અને ખૂબ જાણીતું અંગ્રેજી ગીત છે: વૉટેવર વિલ બી, વિલ બી; કે સરા, સરા, સરા… જે થવાનું છે તે થઈને જ રહેશે. તો પછી ચિંતા શા માટે કરવી.

બુદ્ધની વર્તમાનમાં જીવવાની ફિલસૂફી સમજાઈ ગયા પછી આખી વાતને ફરી ફરી સમજવાનો પ્રયત્ન કરવાને બદલે માત્ર આ જ એક વાક્યને ઊંડી રીતે સમજ્યા પછી સ્મરણમાં રાખવું: માણસના વર્તમાનમાં જ એનો ભૂતકાળ સમાયેલો છે, અને એનું ભવિષ્ય પણ.

સાયલન્સ પ્લીઝ

આભમાં કે દરિયામાં તો એક પણ કેડી નથી; અર્થ એનો એ નથી, કોઈએ સફર ખેડી નથી.

– રાજેશ વ્યાસ ‘મિસ્કિન’

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

1 COMMENT

 1. હરિ ઓમ 🙏
  સુંદરતા અને તેજસ્વિતા મા ફરક છે.
  જે સુંદર હોય એ તેજસ્વી હોય એ જરુરી નથી.. પણ જેનુ તેજ જગારા મારે એ સુંદર હોવુ સ્વાભાવિક છે.

  આ માપદંડ મનુષ્ય ના દેખાવ માટે જ નહિ વિચારો ને પણ લાગુ પડે છે.
  તમારો લેખ ઇશ્વરે મનુષ્ય માત્ર ને આપેલી વિચાર શક્તિ માટે અભિમાન નહિ ગર્વ કરાવે એવો છે.. વિચાર શક્તિ સાચી દિશા મા વપરાય ત્યારે જ વિનમ્રતાથી છલોછલ એવુ ખુમારી ભર્યુ જીવન જીવી શકાય છે.

  તમારા લેખ માટે પ્રણામ. ❤🙏
  Hari Om 🙏

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here