( ગુડ મૉર્નિંગ, ‘ન્યુઝપ્રેમી’ ડૉટ કૉમ : શનિવાર, 21 જૂન 2024)
‘સરસ્વતીચંદ્ર’ ગુજરાતી સાહિત્યની અમર નવલકથા છે. ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીએ ચાર ભાગમાં લખેલી આ નવલકથા 1887, 1892, 1898 અને 1901માં પ્રગટ થઈ. નવલકથામાં ઓગણીસમી સદીના આરંભના ગુજરાતી પરિવારની વાત છે. ‘સરસ્વતીચંદ્ર’ નવલકથા પરથી ગોવિંદ સરૈયાએ 1968માં એ જ નામની હિંદી ફિલ્મનું દિગ્દર્શન કર્યું. નૂતન હીરોઈન હતી. કલ્યાણજી આણંદજીનું સુપરહિટ મ્યુઝિક. ફિલ્મ આ ગીતોને કારણે આજની તારીખે પણ ગુજરાતીઓના હૈયામાં છે : ચંદન સા બદન, ફૂલ તુમ્હેં ભેજા હૈ ખત મેં, છોડ દે સારી દુનિયા કિસી કે લિયે, હમને અપના સબ કુછ ખોયા પ્યાર તેરા પાને કો. અને હજુ એક સદાબહાર – મેં તો ભૂલ ચલી બાબુલ કા દેશ પિયા કા ઘર પ્યારા લગે…
‘સરસ્વતીચંદ્ર’ ફિલ્મે ગોમાત્રિની અમર નવલકથાને હિંદી ભાષાના માધ્યમથી રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતીઓનું ગૌરવ વધાર્યું.
1987માં કેતન મહેતાએ (જેમણે ‘ભવની ભવાઈ’ અને ‘સરદાર’ જેવી યાદગાર ફિલ્મો બનાવી છે) ચુનીલાલ મડિયાની ગુજરાતી વાર્તા પરથી નસિરુદ્દીન શાહ અને સ્મિતા પાટીલને લઈને હિંદીમાં ‘મિર્ચ મસાલા’ નામની ફિલ્મ બનાવી. આર્ટ ફિલ્મ હોવાથી ઓછા લોકો સુધી પહોંચી પણ જેમણે જોઈ તે સૌ પ્રેક્ષકોએ છુટે મોઢે એને વખાણી. ગુજરાતી સાહિત્ય ફરી એકવાર હિંદી સિનેમાના માધ્યમથી રાષ્ટ્રીય કક્ષાએ પ્રતિષ્ઠા પામ્યું.
(આ જ કેતન મહેતાએ ‘મિર્ચ મસાલા’ પછી 1988માં ‘મિસ્ટર યોગી’ નામની ટીવી સિરિયલ બનાવી હતી.)
ગુજરાતી સાહિત્યના શીર્ષસ્થ સર્જક મધુ રાયની નવલકથા ‘કિમ્બલ રેવન્સવુડ’ પરથી, કેતન મહેતાએ ‘મિસ્ટર યોગી’ ટીવી સિરિયલ બનાવી તેના બેએક દાયકા બાદ, 2009માં આ જ નવલકથા પરથી આશુતોષ ગોવારિકરે પ્રિયંકા ચોપરાને લઈને ‘વૉટ્સ યૉર રાશિ’ નામની હિંદી ફિલ્મ બનાવી. ગુજરાતી સાહિત્યની એક ઔર અમર નવલકથા હિંદી સિનેમાના માધ્યમથી નૅશનલ લેવલ પર પહોંચી.
ગોવર્ધનરામ ત્રિપાઠી, ચુનીલાલ મડિયા અને મધુ રાય ઉપરાંત બીજા કયા કયા મહાન ગુજરાતી સાહિત્યકારોની નવલકથા હિંદી સિનેમારૂપે રાષ્ટ્રીય કક્ષાએ પહોંચી છે તે વિશે સંશોધન કરીને એક યાદી બનાવી આપવાની વિનંતી મેં હરીશ રઘુવંશીને કરી છે. ગુજરાતી નવલકથા પરથી ગુજરાતી ફિલ્મો ઘણી (‘માનવીની ભવાઈ’ વગેરે) બની છે. ગુજરાતી નાટકો પરથી કેટલીક હિંદી ફિલ્મો પણ બની છે (‘ધૂંધ’, ‘આજ કી તાજા ખબર’). પણ આપણે ગુજરાતી નવલકથાઓ પરથી બનેલી હિંદી ફિલ્મોની વાત કરી રહ્યા છીએ. ઉપર જેનો ઉલ્લેખ થયો તે ગોમાત્રિ, મડિયા અને મધુ રાયની નવલકથાઓ ઉપરાંત હું માનું છું કે હજુ બીજા બે-ત્રણ દાખલા જરૂર મળી આવશે. હરીશ રઘુવંશી આદરણીય ગુજરાતી ફિલ્મ સંશોધક છે. એમની યાદીની રાહ જોઈએ.
હિંદી સિનેમાના એક સદીના ઇતિહાસમાં ગુજરાતી નવલકથા પરથી બનેલી ફિલ્મો પાંચ-સાતથી વધારે નથી.
હિંદી ફિલ્મોના મેઇનસ્ટ્રીમ નિર્માતા અને એમાંય ઇન્ડસ્ટ્રીના ટોચના નિર્માતા કોઈ ગુજરાતી નવલકથા પરથી કરોડો રૂપિયાના ખર્ચે ભવ્ય હિંદી ફિલ્મ બનાવે એવું પહેલવહેલી વાર ‘મહારાજ’ની રિલીઝથી બન્યું છે. મારા માટે તો આ ઘણા મોટા ગૌરવની વાત છે જ. પણ વાત મારા એકલા સુધી સીમિત નથી. આ ફિલ્મને લીધે ગુજરાતી ભાષામાં લખાતી સશકત્ત નવલકથાઓ પર હિંદી ફિલ્મોના નિર્માતા-દિગ્દર્શકોનું ધ્યાન ખેંચાશે. નૅશનલ લેવલ પર જઈ શકે એવી બીજી નહીં નહીં તોય પચીસ ગુજરાતી નવલકથાઓ ગુજરાતીમાં છે જે ‘મહારાજ’ કરતાંય ચાર ચાસણી ચડે એવી છે. કનૈયાલાલ મુનશીની નવલકથાઓ પરથી હિંદી ફિલ્મો બની ગઈ છે. હવે નવેસરથી વિશાળ બજેટ સાથે બનવી જોઈએ. રમણલાલ વસંતલાલ દેસાઈ, પન્નાલાલ પટેલ, ઝવેરચંદ મેઘાણી અને ચંદ્રકાંત બક્ષી, અશ્વિની ભટ્ટ, હરકિસન મહેતાથી લઈને રઘુવીર ચૌધરી, મધુ રાય, વીનેશ અંતાણી સુધીના અનેક સર્જકોએ ઑલરેડી લૅન્ડમાર્ક ગણાય એવી નવલકથાઓ આપી છે. હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ‘મહારાજ’ને કારણે આ ગુજરાતી નવલકથાઓ તરફ દૃષ્ટિ કરશે એવું ચોક્કસ બનવાનું છે. ગુજરાતી ભાષાના નવા નવલકથાકારોની સશકત્ત કૃતિઓ પણ હિંદી સિનેમાના માધ્યમથી આખા ભારતના દર્શકો સુધી પહોંચે એવી દિશા પણ યશરાજ ફિલ્મ્સે ‘મહારાજ’ દ્વારા ખોલી આપી છે.
એટલે જ ‘મહારાજ’નું હિંદી સિનેમાના કૉમ્પીટિટિવ ક્ષેત્રમાં પ્રવેશવું અને લાખો-કરોડો પ્રેક્ષકો સુધી પહોંચવું, ભારતના જ નહીં-દુનિયાભરમાં પથરાયેલા હિંદીભાષીઓ સુધી પહોંચવું – આ કોઈ સામાન્ય ઘટના નથી. ‘મહારાજ’ નવલકથાના લેખક તરીકે મારું પુણ્ય તો આંગળી ચીંધવા પૂરતું જ સીમિત છે. આ ગૌરવ ગુજરાતીનું છે, આપણી માતૃભાષાનું છે. સાડા સાત કરોડ ગુજરાતીઓનું છે.
ફિલ્મ ‘મહારાજ’ની રિલીઝ નિમિત્તે થયેલો વિવાદ ગઈકાલે (શુક્રવાર 21 જૂને) ગુજરાત હાઇ કોર્ટે આપેલા લૅન્ડમાર્ક ચુકાદા પછી શમી જવો જોઈએ. નામદાર અદાલતે સ્પષ્ટ કહ્યું છે કે, ‘… આ ફિલ્મ પુષ્ટિમાર્ગીઓની લાગણીને દુભાવવાના આશયથી નથી બની… ‘મહારાજ’ ફિલ્મ કોઈ રીતે ધાર્મિક લાગણીઓને અફેક્ટ કરતી નથી, હર્ટ કરતી નથી. ફિલ્મમાં સંદેશો એ આપવામાં આવ્યો છે કે સંપ્રદાય કોઈ વ્યક્તિ કરતાં કે ઘટના કરતાં ઘણો અગત્યનો છે. આ ઘટના (જદુનાથ મહારાજવાળી ઘટના)ને એક અપવાદ તરીકે લઈને વૈષ્ણવ સંપ્રદાય(નો વ્યાપ) અને તેના અનુયાયીઓ(ની સંખ્યા) વધતાં રહ્યાં છે. અને (આ સંપ્રદાય તથા તેના અનુયાયીઓ) ભારતના સામાજિક, સાંસ્કૃતિક તથા ધાર્મિક જગતના ગૌરવભર્યા તથા અનિવાર્ય એવા હિસ્સા તરીકે ચાલુ રહ્યા છે. આ ફિલ્મને લીધે સામાજિક કે કોમી સંવાદિતા ખોરવાશે એવો ભય વ્યક્ત કરવામાં આવ્યો છે પણ આ જ (‘મહારાજ લાયબલ કેસ’, 1862) કેસ પર લખાયેલું પુસ્તક (‘મહારાજ’ નવલકથા) 2013માં પ્રગટ થઈ ચૂક્યું છે અને કોઈ અનિચ્છનીય ઘટના નોંધાઈ નથી. ઈવન, અરજકર્તાઓએ પણ એવો કોઈ દાવો કર્યો નથી કે આ પુસ્તક (‘મહારાજ’ નવલકથા) દ્વારા કોઈ સામાજિક કે કોમી વિસંવાદિતા સર્જાઈ હોય’.
આ શબ્દો નામદાર ગુજરાત હાઇ કોર્ટના ચુકાદાના છે.
લગભગ એક કલાક સુધી આ ઑર્ડરનું ડિક્ટેશન જસ્ટિસ સંગીતા કે. વિશને કરાવ્યું. તે દરમ્યાન સૌરભ શાહના નામનો ઉલ્લેખ ત્રણથી વધુ થયો અને એકવાર નામ વિના ‘રિનાઉન્ડ ઑથરે’ લખેલા પુસ્તકનો ઉલ્લેખ થયો.
ગુજરાત હાઈ કોર્ટના શુક્રવાર ૨૧ જૂન ૨૦૨૪ના ચુકાદાના ઑપરેટિવ હિસ્સામાં ‘મહારાજ’ ફિલ્મને રિલીઝ થવા દેવાના મુખ્ય કારણમાં 2013માં ‘મહારાજ’ પુસ્તક (નવલકથા) પ્રગટ થયા પછી ક્યાંય કોઈ અનિચ્છનીય બનાવો નોંધાયા નથી તે વાત મારે હિસાબે કેન્દ્રમાં હતી. ‘મહારાજ’ ફિલ્મને કારણે કશુંક અઘટિત બનશે એવી દહેશત અસ્થાને છે એવું કહીને કોર્ટે ‘મહારાજ’ નવલકથા પર આડકતરી રીતે મંજૂરીની મહોર મારી દીધી છે. આમ છતાં હજુય આ વિશે વિવાદ ચાલુ રહ્યો અને વૈષ્ણવો, સનાતનધર્મીઓ, હિંદુઓની ઉશ્કેરણી કરવાનું કામ ચાલુ રહ્યું તો તે કૃત્ય કમનસીબ હશે એવું હું માનું છું એટલું જ નહીં આડકતરી રીતે કોર્ટનો તિરસ્કાર કરવા જેવું કૃત્ય હશે એવું પણ હું માનું છું. માટે હવે આ બાબતે સૌ કોઈએ શાંતિ રાખવી જોઈએ.
‘મહારાજ’ નવલકથાની પ્રસ્તાવનામાં મેં નોંધ્યું છે : ‘જેમ ભારતીય હોવાનું, હિંદુ હોવાનું, ગુજરાતી હોવાનું અને માણસ હોવાનું મને ગૌરવ છે એટલું જ ગૌરવ મને વૈષ્ણવ હોવાનું પણ છે. વૈષ્ણવ સંપ્રદાયની પરંપરાથી હું વાકેફ છું. આ નવલકથા કોઈ એક સંપ્રદાયને વગોવવાના કે કોઈપણ વ્યક્તિની ધાર્મિક લાગણી દુભાવવાના આશયથી લખાઈ નથી. એવું કરવાનો વિચાર સુધ્ધાં જિંદગીમાં ક્યારેય નથી આવ્યો. વૈષ્ણવ પરંપરામાં એક જમાનામાં રહેલા એક વરવા પાસા પર પ્રકાશ ફેંકવાનો આ પ્રયાસ છે જેથી સમગ્ર વૈષ્ણવો ચેતે અને જો આ જમાનામાં ક્યાંક આવી કે કોઈપણ પ્રકારની બદીઓ હોય અને તે જુએ તો તેઓ કરસનદાસ મૂળજી બનીને ત્યાં પહોંચી જાય અને એને અટકાવે. ફરી યાદ અપાવું કે કરસનદાસ મૂળજી પોતે વૈષ્ણવ હતા, કપોળ હતા’.
ધારાવાહિક રૂપે ‘મહારાજ’ નવલકથા લખવાનું શરૂ કર્યા પછી હું જદુનાથ મહારાજના પૌત્રના પૌત્ર બાલકૃષ્ણલાલજી (બાલારાજા)ને મળવા 1997ના અરસામાં સુરતમાં ચૌટાસ્થિત મોટી હવેલીએ ગયો હતો. પ્રસ્તાવનામાં મેં નોંધ્યું છે: ‘…. બાલુરાજાએ મને જણાવ્યું કે કેટલાક વૈષ્ણવો એમની પાસે ‘મહારાજ’ નવલકથાની વાત લઈને આવ્યા હતા અને એનો વિરોધ કરવાનું એમણે સૂચવ્યું હતું. પણ બાલુરાજાએ મને એમને એવું કહ્યું હોવાનું જણાવ્યું કે ‘વિરોધ કરશો તો વધારે છાંટા ઊડશે માટે ચૂપ રહો એમાં જ ભલીવાર છે’. સેવકોને આવી વ્યવહારુ સલાહ આપવા બદલ મારે મહારાજશ્રીનો આભાર માનવો જોઈએ.’
ગુજરાત હાઇ કોર્ટના નેત્રદીપક ચુકાદા પછી પણ ‘મહારાજ’નો વિરોધ કરીને વૈષ્ણવોને, હિંદુઓને ઉશ્કેરીને સામાજિક સમરસતાને ડહોળવાની કોશિશ કરી રહેલાં કેટલાંક તત્વોએ પરમ આદરણીય બાલકૃષ્ણલાલજી ગોવિંદરાયજી મહારાજશ્રીના આ શબ્દો યાદ રાખવા જોઈએ : ‘વિરોધ કરશો તો વધારે છાંટા ઊડશે. માટે ચૂપ રહો એમાં જ ભલીવાર છે’.
• • •
( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર 090040 99112 પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો
Saurabhbhai, Felt proud as a gujarati that movie made based Maharaj novel.
બક્ષીભાઈની આ નવલકથાઓ પરથી કલાસીક થ્રિલર પીકચર બની શકે . 1) લગ્નની આગલી રાતે 2) દીશા તરંગ .
હાઇકોર્ટ નો આવકાર દાયક ચુકાદો આવ્યો.,અભિનંદન..
મહારાજ ફિલ્મ જોઈ. ખૂબ જ સરસ છે. મને લાગે છે નવલકથા ને ઘટતો ન્યાય થયો છે. સુંદર સ્ટોરી, આલેખન, જુનૈદ અને જયદીપ ની તેમજ અન્ય કલાકારો નો સુંદર અભિનય, પ્રોડક્શન વેલ્યુ, ડાયરેક્ન વગેરે્ 👏👍👌