મોરારી બાપુ અને અલી મૌલાઃ સૌરભ શાહ

(આજનો તંત્રીલેખ : સોમવાર, 25 મે  2020)

#2minuteEdit

છેલ્લા કેટલાક સમયથી એક અત્યંત નિમ્નસ્તરીય કેમ્પેન પેટના બળેલા હિન્દુ દ્વેષી  લોકો દ્વારા શરૂ થયો છે. પૂજ્ય મોરારી બાપુ વિરુદ્ધના આ અપપ્રચારને વાડ પર બેઠેલા અભણ જેવા બેવકૂફો આગળ વધારી રહ્યા છે અને આપણામાંના જ  કેટલાક લોકો બેદરકાર બનીને આ કેમ્પેનને સીધું યા આડકતરું સમર્થન આપતા થઈ ગયા છે.

બદમાશો, બેવકૂફો અને બેદરકારોના આ અપવિત્ર તીન તિગડાથી જેનું કામ બિગડી રહ્યું છે તે છે હિન્દુત્વનું કામ, સનાતન ધર્મીઓનું કામ.

નવનવ દિવસ સુધી આઠસો કરતાં વધુ રામકથા કરનારા મોરારીબાપુની આ કથાઓના કલાકોનો સરવાળો કરીને એની ક્લિપ બનાવીને ફૉરવર્ડ કરવાનો કેમ વિચાર ન આવ્યો તમને?

પૂજ્ય મોરારીબાપુ પોતાની નવ દિવસીય કથામાં ક્યારેક (બધી જ કથામાં નહીં) બે-પાંચ મિનિટ માટે અલી મૌલાની ધૂન ગાય છે, ગવડાવે છે. આજકાલ એ ધૂનની ક્લિપ વાયરલ કરીને એવી છાપ ઊભી કરવામાં આવી રહી છે કે પૂજ્ય બાપુ છ દાયકા દરમ્યાન ઈસ્લામનો પ્રચાર કરતા રહ્યા છે. હિન્દુત્વના આસ્થાળુઓમાં ફાટફૂટ પડાવવાની આ ચાલને જેઓ સમજી નથી શકતા તેઓ મોરારીબાપુ વિરુદ્ધના આ પ્રચારના ફોરવર્ડિયાઓ મને મોકલ્યા કરે છે એટલે થયું કે લાવ, જરા આ બદમાશોને ઠમઠોરીએ, બેવકૂફોની સાન ઠેકાણે લાવીએ અને હિન્દુ  બેદરકારોને સમજાવીએ કે ભઈલા, તું જે પ્રચારમાં દોરવાઈ રહ્યો છે તે તારી નાદાનિયત છે. તેં તારી આખી જિંદગીમાં હિન્દુત્વ માટે શું કર્યું? જરા હિસાબ આપ મને. પછી તારા કામની સરખામણી પૂજ્ય બાપુએ એમના 60 વર્ષ દરમ્યાનની કથાઓ તથા એમનાં અન્ય પ્રવચનો-કાર્યક્રમો-કાર્યો દ્વારા હિન્દુત્વ માટે, સનાતન ધર્મા માટે જે કર્યું તેની સાથે કરીએ. બાપુના વિશાળ સાગરની સરખામણીએ તારું પ્રદાન ચુલ્લુભર પણ નથી. માટે ડૂબી મર ભઈલા, એમાં ડૂબી મર.

મોરારીબાપુની બે વાતો તમારા ગળે ઊતરતી નહીં હોય. તમારી બાવીસ વાતો એમને ગળે ઊતરતી નહીં હોય. આને કારણે કંઈ તમારે એકબીજાની સાથે વેર બંધાઈ જતું નથી. તમે અલી મૌલાની ધૂનની બે-પાંચ મિનિટની ક્લિપનું ફોરવર્ડિયું બનાવીને શું એસ્ટાબ્લિશ કરવા માગો છો? નવનવ દિવસ સુધી આઠસો કરતાં વધુ રામકથા કરનારા મોરારીબાપુની આ કથાઓના કલાકોનો સરવાળો કરીને એની ક્લિપ બનાવીને ફૉરવર્ડ કરવાનો કેમ વિચાર ન આવ્યો તમને? 75 વર્ષની ઉંમરના બાપુએ વીતેલાં સાઠ વર્ષ સુધી રામકથાઓ કરીને અને રાષ્ટ્ર ઘડતરની  બીજી અનેક પ્રવૃત્તિઓ કરીને, ભારતના જ નહીં સમગ્ર વિશ્વના હિન્દુસમાજને સંગઠિત રાખવા માટે જે હિમાલય જેવડું યોગદાન આપ્યું છે એની સરખામણીએ આવા ફોરવર્ડિયાઓ મોકલનારા કે ફેસબુક/ ટ્વિટર ગજવનારા  હિન્દુ દોઢ ડાહ્યાઓનું પ્રદાન રજકણ જેટલું પણ નથી.

અલી મૌલાની ધૂન બોલાવીને બાપુ જાણે આતંકવાદીઓનું સમર્થન કરતા હોય એવી છાપ ઊભી કરવાની કોશિશ કરતા કેટલાક હિન્દુવાદીઓ પોતાની છિછરી અને/અથવા તકવાદી અને/અથવા તકલાદી માનસિકતા પ્રગટ કરે છે. હિન્દુ ધર્મ માટેની એમની આસ્થાનો પાયો કેટલો ખોખલો છે તે વાત એમની આવી વામણી હરકતોથી  પુરવાર થાય છે. મોરારીબાપુ અને એમના જેવા બીજા અનેક કથાકારો, હિન્દુ ધર્મગુરુઓ, હિન્દુ ધર્મ પ્રચારકો, હિન્દુ ધર્માત્માઓ, હિન્દુ ધર્મના વિદ્વાનો, હિન્દુ ધર્મના વિચારકો-ચિંતકો-અભ્યાસીઓએ કરોડો  હિન્દુઓની આસ્થા જળવાઈ રહે એ માટે આખી જિંદગી ખર્ચી નાખી, તમે ફોરવર્ડિયાઓ મોકલવા સિવાય કે ભદ્દી મજાકો ઉડાવવા સિવાય અને અભદ્ર કમેન્ટ્સ પોસ્ટ કરવા સિવાય જિંદગીમાં  બીજું  કર્યું શું છે હિન્દુત્વ માટે.

કૃત્રિમ પુરુષાતન પ્રગટ કરવાને બદલે તમારાથી થાય એટલી હિન્દુત્વની સેવા કરો, ન કરી શકો એમ હો તો કંઈ નહીં, ચૂપ રહો. અને આવા ફૉરવર્ડિયા મોકલવાનું બંધ કરો – એ પણ એક મોટી સેવા જ ગણાશે.

તમારા આવા ફોરવર્ડિયાઓથી  ફાયદો  સેક્યુલર-લેફ્ટિસ્ટ થવાનો છે. આવા ફોરવર્ડિયાને કારણે આ દેશના મહાત્માઓ પ્રત્યે આશંકા ઊભી થાય, એમના માટેનો સપોર્ટ ઘટે એવો સેક્યુલરો-લેફ્ટિસ્ટોનો એજન્ડા આગળ વધવાનો છે. જરા તો ઠંડાદિમાગે કામ લો, આવા ફોરવર્ડિયાઓને વાઈરલ કરતાં પહેલાં. પેલા સવાયા પાકિસ્તાનીઓ જેવા સેક્યુલરવાદીઓ  ઈચ્છે જ છે કે તમારા હિંદુડાઓમાં જેટલા ભાગલા પડે એટલું સારું, તમે અંદરઅંદર જેટલું લડો એટલો એમને જ ફાયદો છે. અને તમે આ સવાયા ભારતવિરોધી  પાકિસ્તાનીઓ સાથે જોડાઈ ગયા! વટલાઈ ગયા? કઈ લાલચ છે? શું ડર છે? કે પછી આવું કરવામાં કોઈ બહાદુરી લાગે છે તમને? આવા ફૉરવર્ડિયા મોકલવાથી શૂરાતન ચડે છે? કૃત્રિમ પુરુષાતન પ્રગટ કરવાને બદલે તમારાથી થાય એટલી હિન્દુત્વની સેવા કરો, ન કરી શકો એમ હો તો કંઈ નહીં, ચૂપ રહો. અને આવા ફૉરવર્ડિયા મોકલવાનું બંધ કરો – એ પણ એક મોટી સેવા જ ગણાશે.

મોરારીબાપુએ હિન્દુત્વ માટે આ દેશ માટે, સમાજ માટે શું શું કર્યું છે એની સમજ બદમાશોમાં કે બેવકૂફોમાં ન હોય એ સ્વાભાવિક છે. પણ જેઓ પોતાની માનસિક બેદરકારીથી આવા કેમ્પેનમાં જોડાયા છે એમના લાભાર્થે એક લેખ આ સાથે જોડું છું જે મુંબઈ સમાચારની મારી દૈનિક કૉલમ ‘ગુડ મોર્નિંગ’માં 2017ના એપ્રિલ મહિનામાં અઠવાડિયા સુધી ટુકડે ટુકડે  પ્રગટ થયો હતો. આશા છે શાંતચિત્તે આ લેખની સમગ્ર સામગ્રી જેઓ પોતાના ચિત્તમાં ઉતારશે એમને પોતાની ભૂલ સમજાશે અને ‘અલી મૌલા’વાળા કે પછી અન્ય ગેરમાર્ગે દોરી જનારા ડઝનબંધ નિમ્નસ્તરીય ફોરવર્ડિયાઓથી જેમનું ચિત્ત ભ્રમિત થતું હશે તેઓ પુનઃ પોતાની સ્વસ્થતા પ્રાપ્ત કરશે.

॥હરિ ॐ॥

15 COMMENTS

  1. Your each article given us not only information but knowledge. A knowledge of truth. Many Thanks ? for all the Best ❤️ articals.

  2. સૌરભજી આપના જેવા પ્રખર હિન્દુ વાદી વિચારક મોરારી દાસ ની ખોટી રીતે તરફેણ કરે છે તે ખરેખર દુઃખદ અને ખેદ જનક છે. વ્યાસ પીઠ જેવી પવિત્ર જગ્યાએ થી હિન્દુ ધમઁ નુ જ્ઞાન આપવા ને બદલે બીજા ધમઁ નો પ્રચાર કોઈ પણ સંજોગોમાં યોગ્ય નથી જ નથી. અસ્તુ ?

    • કૃપા કરીને કમેન્ટ કરતાં પહેલાં Nilesh Vavadia દ્વારા કરવા માં આવેલી આ કમેન્ટ વાંચો અને મૂળ અનએડિટેડ વિડિયો જુઓ:

      https://youtu.be/5aGIHSi5vT8

      यह पूरी क्लिप है 26 मिनट की इसमें से एक आपको करके 3:00 4 मिनट की क्लिप बनाई है और भड़काने वाला शब्द का यूज किया है नीचे बॉर्डर पर यह 26 मिनट की पूरी क्लिप यूट्यूब में है एक बार आप सुन लो यदि आपकी आंख में से आंसू ना वह है तो मुझे बताना हां दिल से सुनना जो कृष्ण भक्ति है वह उससे सुनना कमी निकालने के लिए नहीं सुनना पूरा संदर्भ है इसमें किस बात के लिए कहा गया

  3. Jay Sia Ram Khubj Saras Lakhu che Virodhi Ne To Hunumandada Barbar Path Bhanavse Guru charan ma Dandavat Pranam Jsk

  4. વંદન આપને સૌરભ શાહજી
    સાચી વાત છે જેને હિન્દૂ ધર્મ માટે કંઈજ નથી કર્યું કયારેય રામાયણ કે ભગવદ ગીતા નુ એક પન્નુ પણ નથી વાંચ્યુ તે પણ સવાલ કરે છે

    • વંદન આપને સૌરભ શાહજી
      સાચી વાત છે જેને હિન્દૂ ધર્મ માટે કંઈજ નથી કર્યું કયારેય રામાયણ કે ભગવદ ગીતા નુ એક પન્નુ પણ નથી વાંચ્યુ તે પણ સવાલ કરે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here