(આજનો તંત્રીલેખ : મહા વદ ચૌદસ,૨૦૭૮.મહાશિવરાત્રિ. મંગળવાર, ૧ માર્ચ ૨૦૨૨)
અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડન સહિત વિશ્વના બડાબડા દેશોના વડાઓએ યુક્રેનમાં ફસાયેલા પોતપોતાના દેશના નાગરિકોને કહી દીધું છે કે તમે તમારા ખર્ચે ને જોખમે ત્યાં ગયા છો, તમને પાછા લાવવા માટે અમે કંઈ કરવાના નથી.
યુક્રેનમાં સસ્તા ભાવે મળી જતા મેડિસિન વગેરેના ભણતરની લાલચે જે ભારતીય વિદ્યાર્થીઓ ગયા એમાંના કેટલાકે બીજાઓની ચડામણીથી ભારત સરકારની ટીકા કરવાનું શરૂ કર્યું, ભારતની મજાકો ઉડાડતી વીડિયો ક્લિપો બનાવી જેને ભારતના દેશદ્રોહી મીડિયા હાઉસોએ વાઇરલ કરી.
છેલ્લા પંદર દિવસથી, ભારત સરકારે અડધો ડઝન વખત એ સૌને સૂચના આપી હતી કે યુક્રેનની પરિસ્થિતિ ગમે ત્યારે ગંભીર વળાંક લઈ શકે એમ છે, તમે સ્વદેશ પાછા આવી જાવ-પાછા આવી જાવ, બધું થાળે પડે ત્યારે ક્યાં પરત નથી જવાતું, ભણવાનું ક્યાં ભાગી જવાનું છે, જીવ બચાવીને આવી જાવ.
કેટલાક નગુણા નાદાન ભારતીય વિદ્યાર્થીઓએ પોતાના વતન વિરુદ્ધ ઝેર ઓકવાનું શરૂ કર્યું તે પહેલાં (રિપીટ, તે પહેલાં) ભારત સરકારે યુક્રેન અને રશિયાની સરકારો સાથે ઝડપી મંત્રણા કરીને ભારતના વિદ્યાર્થીઓ સહિતના ભારતીય નાગરિકોને સહીસલામત વતન પાછા લાવવાની બાંહેધરી મેળવી લીધી
પણ બહુ ઓછા લોકોએ ભારત સરકારની આ વાત કાને ધરી. મોટાભાગનાઓએ કહ્યું કે અમે નથી આવતા, અમે જ્યાં ભણીએ છીએ તે યુનિવર્સિટીના સત્તાવાળાઓએ હૈયાધારણ આપી છે કે કશું થવાનું નથી, તમતમારે રહો અહીંયા. કેટલાક વિદ્યાર્થીઓએ ભારત જવા‐આવવાની ટિકિટનો હિસાબ માંડ્યો. અમુક હજાર રૂપિયાનો ખર્ચ થઈ જાય.
યુક્રેનથી પાછા આવવાને બદલે ત્યાં જ રહી પડીને ફસાઈ ગયેલાઓમાંના કેટલાક નગુણા નાદાન ભારતીય વિદ્યાર્થીઓએ પોતાના વતન વિરુદ્ધ ઝેર ઓકવાનું શરૂ કર્યું તે પહેલાં (રિપીટ, તે પહેલાં) ભારત સરકારે યુક્રેન અને રશિયાની સરકારો સાથે ઝડપી મંત્રણા કરીને ભારતના વિદ્યાર્થીઓ સહિતના ભારતીય નાગરિકોને સહીસલામત વતન પાછા લાવવાની બાંહેધરી મેળવી લીધી. આ લખાય છે ત્યારે યુક્રેનનો પ્રદેશ ‘નો ફ્લાય ઝોન’ છે, એક પણ વિમાન યુક્રેનના આકાશ પરથી ઊડી ન શકે એવો કડક લશ્કરી આદેશ છે છતાં ભારતથી ઓછામાં ઓછી છ વાર એર-ઇન્ડિયાનું વિમાન યુક્રેન જઈને દરેક ખેપમાં દોઢસો-બસો વિદ્યાર્થીઓને લઈને સહીસલામત પાછું આવ્યું છે. હજુય આવી બીજી અનેક ફ્લાઇટો ઊડવાની. એટલું જ નહીં યુક્રેનના ભારતીય દૂતાવાસની સૂચનાને માન આપીને યુક્રેન તેમ જ રશિયન સૈન્યો ભારતીય તિરંગા સાથે ત્યાંના રસ્તા પર જે કંઈ વાહનો-બસો દોડે તેને રોકવાને બદલે સહીસલામત પસાર થવા દે છે.
રવિવારની રાત્રે એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિના વિલંબે નિર્ણય લઈને આ ચાર-પાંચ દેશોમાં ભારત સરકારના ટોચના પ્રધાનોને મોકલી આપ્યા
યુક્રેનની આસપાસના ચારપાંચ દેશો સુધી માર્ગપ્રવાસ કરીને અનેક ભારતીયો પાછા આવી રહ્યા છે. આ ભારતીયોની સગવડ સચવાય એવી સૂચના ચારેય દેશોના ભારતીય રાજદૂતોને તો આપવામાં આવી જ છે, આ ઉપરાંત એ દરેક દેશના સત્તાવાળાઓ સાથે ભારતના વિદેશ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ કૉન્સ્ટન્ટ ટચમાં છે. એટલું જ નહીં, રવિવારની રાત્રે એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિના વિલંબે નિર્ણય લઈને આ ચાર-પાંચ દેશોમાં ભારત સરકારના ટોચના પ્રધાનોને મોકલી આપ્યા જેથી તેઓ રૂબરૂ હાજર રહીને ભારતીય નાગરિકોને સ્વદેશ પહોંચાડવાનો બંદોબસ્ત કોઈ ખામીઓ વિનાનો હોય એવી વ્યવસ્થા કરી શકે.
નાગરિકી ઉડ્ડયન (સિવિલ એવિયેશન) ખાતાના યુવાન પણ અનુભવી પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા યુક્રેનને અડીને આવેલા રોમાનિયા પહોંચી ગયા છે. તેઓ રોમાનિયા અને યુક્રેનની બૉર્ડર પર આવેલા મોલ્દોવા દેશમાં પણ ઇવેક્યુએશનની કામગીરી સંભાળશે. મોલ્દોવા પહેલાં યુ.એસ.એસ.આર.નો એક હિસ્સો હતું. 1991માં ગોર્બાચેફના ‘ગ્લાસનોસ્ત’ ‘પેરેસ્ત્રોઇકા’વાળી બબાલ થઈ એને કારણે જે ડઝનબંધ પ્રદેશો સંયુક્ત રશિયામાંથી છુટાં પડીને સ્વતંત્ર રાષ્ટ્રો બન્યાં એમાં ટચુકડા મોલ્ડોવા (વસ્તીઃ 26 લાખ; સુરત કરતાં અડધી)નો ચાન્સ લાગી ગયો.
ભારત સરકારના આવા અભૂતપૂર્વ પ્રયાસોનાં મીડિયાએ ગૌરવભેર ફ્રન્ટ પેજ પર ગુણગાન ગાવાનાં હોય, પ્રાઇમ ટાઇમમાં આ વિશે ચર્ચાઓ કરીને સરકારને શાબાશીઓ આપવાની હોય
ભૂતપૂર્વ ગૃહરાજ્ય પ્રધાન અને વર્તમાનમાં કાયદો તથા ન્યાયતંત્રના ખાતાનો સ્વતંત્ર ભાર સંભાળી રહેલા કિરન રિજિજુને સ્લોવેકિયા મોકલી દેવામાં આવ્યા છે. ભૂતપૂર્વ સિવિલ એવિયેશન મિનિસ્ટર અને વર્તમાન પેટ્રોલિયમ તથા નૅચરલ ગેસ પ્રધાન હરદીપ સિંહ પુરી હંગેરી જઈને કામે લાગી ગયા છે અને ભૂતપૂર્વ લશ્કરી વડા તથા ભૂતપૂર્વ વિદેશ રાજ્યમંત્રી અને વર્તમાનમાં સિવિલ એવિયેશન ખાતામાં રાજ્ય કક્ષાના મંત્રી તરીકે ફરજ બજાવી રહેલા જનરલ વી. કે. સિંહ પોલેન્ડ પહોંચી ગયા છે.
ભારત સરકારની સલાહની અવગણના કરનારાઓની સામે કોઈ બીજા પ્રકારનો ભાવ લાવ્યા વિના, એમની ભૂલો માફ કરીને ભારત સરકાર પોતાના નાગરિકો પ્રત્યેની ફરજ અદા કરી રહી છે…છોરુ કછોરુ થાય પણ માવતર કમાવતર ન થાય એ કહેવતને આપણી સરકાર ચરિતાર્થ કરી રહી છે
આ છે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની એફિશ્યન્સી. રવિવારે મોડી રાતે ઉજાગરો કરીને એમણે ભારતના જાણીતા સંતો-ધર્મગુરુઓ સાથે વાત કરી અને એ સૌને કહ્યું કે યુક્રેનની આસપાસના દેશોમાં ચાલતી તમારી સંસ્થાઓના કારભારીઓ, કાર્યકર્તાઓ તેમ જ સ્થાનિક અનુયાયીઓને સાબદા કરીને સંદેશાઓ પહોંચતા કરો કે યુક્રેનથી આવતા દરેક ભારતીયની સગવડો તમારે સૌએ સાચવી લેવાની છે. વિદેશથી ભારતીય નાગરિકોને પરત લાવવાનો તમામ ખર્ચ ભારત સરકાર ઉઠાવશે. ભારત સરકારે અડધો ડઝન એડવાઇઝરીઓ બહાર પાડીને યુક્રેનવાસી ભારતીયોને પાછા આવી જવાની તાકીદ કરી હોવા છતાં, ભારત સરકારની સલાહની અવગણના કરનારાઓની સામે કોઈ બીજા પ્રકારનો ભાવ લાવ્યા વિના, એમની ભૂલો માફ કરીને ભારત સરકાર પોતાના નાગરિકો પ્રત્યેની ફરજ અદા કરી રહી છે – નાગરિકો પોતાની ફરજ અદા કરે કે ન કરે. છોરુ કછોરુ થાય પણ માવતર કમાવતર ન થાય એ કહેવતને આપણી સરકાર ચરિતાર્થ કરી રહી છે.
ભારત સરકારના આવા અભૂતપૂર્વ પ્રયાસોનાં મીડિયાએ ગૌરવભેર ફ્રન્ટ પેજ પર ગુણગાન ગાવાનાં હોય, પ્રાઇમ ટાઇમમાં આ વિશે ચર્ચાઓ કરીને સરકારને શાબાશીઓ આપવાની હોય. પાણીમાંથી પોરા કાઢવાના ન હોય.
રશિયા અને યુક્રેન વચ્ચેના સંઘર્ષમાં કોણ સાચું છે અને કોણ ખોટું છે તે ન જોવાનું હોય – ભારતનો સ્વાર્થ કોની સાથે જોડાયેલો છે તે પ્રમાણે નિર્ણય લેવાનો હોય. સામાન્ય નાગરિકોને તો શું ભલભલા નિષ્ણાતો પાસે પણ એટલી માહિતી નથી હોવાની જેટલી દેશના વડા પ્રધાન પાસે હોઈ શકે છે. ભારતના આંતરરાષ્ટ્રીય સંબંધો અગાઉ કોની સાથે કેવા હતા, અત્યારે કેવા છે અને ભવિષ્યમાં કેવા હશે એ વિશેની જાણકારી તથા સલાહ આપવા માટે વડા પ્રધાન પાસે ડઝનબંધ ટોચના વિદેશી નિષ્ણાતોની ફોજ છે, જેમણે આખી જિંદગી આ જ કામ કર્યું છે. સંરક્ષણની બાબતે તેમ જ આર્થિક બાબતે કોની સાથે ભારતનું હિત જોડાયેલું છે એ વિશેની લાંબા ગાળાની દૃષ્ટિ તથા વ્યૂહરચના – આ નિષ્ણાતો પાસે છે. ભારતે ક્યાં, ક્યારે તટસ્થ રહેવાનો દેખાવ કરવાનો છે અને અંદરખાનેથી કોને ટેકો આપવો છે, કેવી રીતે ટેકો આપવો છે અને છેવટે આ ક્રાઇસિસને કારણે પોતાનું અહિત થતું હોય તો તે અટકાવવાનું છે એ જવાબદારી વડા પ્રધાનના શિરે છે અને તેઓ પોતાની ટીમનો સાથ લઈને આ કામ કુશળતાપૂર્વક અને સંપૂર્ણ નિષ્ઠા સાથે કરી રહ્યા છે. એમને આપણા કોઈની સલાહની જરૂર નથી.
પણ મીડિયાના પંડિતો તથા સોશ્યલ મીડિયાના મહાપંડિતો રોજ ડહાપણ ડહોળ્યા કરે છે કે વડા પ્રધાને શું કરવું ને શું નહીં. અમેરિકી પ્રેસિડન્ટ જો બાઇડન ડેમોક્રેટિક પાર્ટીના છે એટલે કે લેફ્ટિસ્ટ છે. અને રશિયાના વિરોધી છે તથા યુક્રેનનું ઉપરાણું લેનારા છે. એટલે આપણે ત્યાંના વામપંથી, સામ્યવાદી (જે સેક્યુલરિયાઓ છે તે બધા) મીડિયાવાળા પિયરનું ડૉગી પણ વહાલું લાગે એમ બાઇડનની વાદે ચડીને યુક્રેનના નામની જપમાળા ફેરવતાં ફેરવતાં રશિયાને રાક્ષસ તરીકે ચીતરી રહ્યા છે. છેલ્લા સાત-આઠ દાયકાઓનો ઇતિહાસ તપાસીએ તો ખબર પડશે કે દુનિયામાં ૮૫ ટકા જેટલાં આક્રમણો/યુદ્ધો તો અમેરિકાએ શરૂ કર્યાં છે, રશિયાએ નહીં.તો પછી રાક્ષસ કોણ?
મોદી, યોગી, ભાગવત વગેરે અનેક નેતાઓ છે, ધર્મગુરુઓ છે, પબ્લિક ફિગર્સ છે જેમના વિશે દર બીજા દિવસે તમને કોઈને કોઈ ફૉરવર્ડ એવાં મળે છે જેને કારણે તમારી અંદર શંકા જન્મે, તમારો વિશ્વાસ ડગમગી જાય, તમને સવાલ થવા માંડે કે ‘શું આ સાચું છે?’ ત્યારે તમારે મક્કમ રહેવું…પેલા લોકોની ઇકો સિસ્ટમનો ભોગ નહીં બનવાનું.
ખેર, આ વાત તો માત્ર ભારતના મીડિયાને ઉઘાડું પાડવા જ લખી. બાકી, રશિયા-યુક્રેનની કટોકટીમાં મોદી જે નિર્ણય કરે તે જ સાચો માનીને ચાલવાનું.
અહીં ગઈ કાલ અને પરમ દિવસના તંત્રીલેખોની વાતોને સાંધીને સમાપન કરવાનું છે. મીડિયા અને બાકીની ઇકો સિસ્ટમ આપણને ગમે એટલા ગુમરાહ કરે, ગમે તેવી અફવાઓ ફેલાવે, ફોટા-વીડિયોને એડિટ કરીને અને ઑડિયો ક્લિપને મારીમચડીને તથા મિસક્વોટ કરીને કંઈ પણ કહે આપણે માનવાનું નહીં. રિપીટ. આપણે માનવાનું નહીં. ફરી એક વાર. આપણે માનવાનું નહીં. આપણને જેમની નિષ્ઠામાં વિશ્વાસ હોય એમને ગમે એટલા ખોટી રીતે ચીતરવામાં આવતા હોય ત્યારે આપણે એમના પ્રત્યેની શ્રદ્ધા અકબંધ રાખવાની. મોદી, યોગી, ભાગવત વગેરે અનેક નેતાઓ છે, ધર્મગુરુઓ છે, પબ્લિક ફિગર્સ છે જેમના વિશે દર બીજા દિવસે તમને કોઈને કોઈ ફૉરવર્ડ એવાં મળે છે જેને કારણે તમારી અંદર શંકા જન્મે, તમારો વિશ્વાસ ડગમગી જાય, તમને સવાલ થવા માંડે કે ‘શું આ સાચું છે?’ ત્યારે તમારે મક્કમ રહેવું, બહુ બુદ્ધિજીવી હોવાના દેખાડા કરીને કે તાર્કિક માણસ હોવાના હેવાં રાખીને ‘તટસ્થાપૂર્વક’ વિચારવાનો ડોળ રહેવા દેવાનો. નકામી ચર્ચાઓમાં ઉતરીને મગજ ખરાબ નહીં કરવાનું. પેલા લોકોની ઇકો સિસ્ટમનો ભોગ નહીં બનવાનું. હાંફળાફાંફળા થઈને, બહાવરા બનીને ‘હાય, હાય, આ મોદીને શું થઈ ગયું?’ કે ‘ભાજપ તો જુઓ હવે કેવું કેવું કરે છે?’ કે ‘આરએસએસમાં હવે પહેલા જેવી નેતાગીરી રહી નથી’ એવું બાયલાપણું દેખાડવું નહીં, એવા વેવલા થવું નહીં અને ચાંપલા બનીને કોઈની સાથે ચર્ચાઓમાં ઘસડાવું નહીં.
સોશ્યિલ મીડિયા પર, પાનના ગલ્લે કે છાપાંના તંત્રીલેખના પાને દરેક જગ્યાએ એ જ નિમ્ન સ્તરની ચર્ચાઓ થતી રહેવાની છે કારણ કે દરેકના પોતપોતાના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ છે. આ બધામાં આપણો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ એક જ છે – ભારત. અને ભારતનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ જે સૌથી વધુ સારી રીતે સમજી શકે છે, સાચવી શકે છે એ માણસને તમે ઑલરેડી બે વખત વડા પ્રધાન બનાવી ચૂક્યા છો, ત્રીજી વખત બનાવવા હોય તો બિકાઉ મીડિયાના દલાલ પત્રકારોનું સાંભળવાને બદલે સ્વતંત્ર બુદ્ધિ વાપરીને નિર્ણયો લેજો, 2024માં તમે બચી જશો અને આ દેશને ફરી એક વાર સલામત હાથમાં સોંપીને નિરાંતે ઊંઘી શકશો. ઉજાગરાઓ એ કરશે.
• • •
તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.
•••
આ લેખ તમને ગમ્યો? ન્યુઝપ્રેમીને સપોર્ટ આપવા અહીં ક્લિક કરો
Indepth and well detailed article. I agree as Indian we should only think about Indians. Beacuse of efficiancy of current Modiji’s administration several counties are opened for bringing our student’s back. Our dalal medias never with Modiji. Till next Loksabha Election there will be lot of propaganda, and anti Modi, anti India information will be spread.
જે મેડિસિન ના વિદ્યાર્થીઓ પાછા આવી ગયા અને જે આવવાના છે તેઓ જો ભવિષ્યમાં ડૉક્ટર બની જાય તો ભારત સરકાર નું રૂણ સરકારી હોસ્પિટલ મા જઇ ચૂકવે તેવી અપેક્ષા રાખું છું.
Are bhai 2 full term no anuvav apni same j chhe , guju ho to biji 3 -4 term no anubhav chhe j ne..
Aama kai biju vicharvanu j na hoi. Aa shampoo ke soap ke bike nathi.ke kadach khoto utavadiyo nirnay levai gayel hoi to thodi nuksani kari ne have biji vakhte joisu, ke old is gold kari ne jagya tyathi savar ksrisu…? Tevu nahi chale aa babat ma bhai….
Ato ek var jo bhul kari to pachhe koi j modi nahi hoi bhai…..! ne pachhee modi mate pan bahu modu thai jase….
મસ્તાન આર્ટિકલ. આટલું ઊંડાણથી મોદી સાહેબ અને એમની ટીમની આ બાબતની ઉત્કૃષ્ટ કામગીરીની વાત ફર્સ્ટ ટાઈમ વાંચી. મિડીયા આ વાત નથી જણાવતું એ બહુ મોટી કમનસીબી છે.
આપને દિલી અભિનંદન 🙏
શનિવારે મારે કાંદિવલી થી વિલેપાર્લે જવાનું થયું રસ્તામાં એરપોર્ટ જતાં ફાંટા પાસે ગુજરાત એસટીની 2 વોલ્વો બસો ઉભિ હતી , કોઈ નવો રુટ ચાલુ થયો છે કે શું એ પૂછતાં જવાબ મળ્યો યુક્રેન થી આવતાં ભારતીયો માટે આ બસો આવી છે.
Ukraine air space is closed from day number one. Our Government has managed and continuing to bring Indian Nationals who have reached airports in neighboring countries of Ukraine. Government continues to provide help, guidance and all that is possible to nationals who are still stranded within.
Hope craze to go abroad for study purpose will come down.
Thanks for your article. It is painful to know there are so many traitors amongst us with negative thinking all the time.
સત્ય હકીકત દર્શાવી છે આભાર
Eye opening article..
Russia has been our very strong ally for years. They have supported us several times in UN and in 1971 war when US threatened us. I am sure there would be several other instances which we may not be aware.
We need US to counter China but we need Russia even more, US can never be trusted.
બહુ જ સરસ લેખ..
There is no point in talking about vested interests of media. Best way is to ignore all of them. Keep our mind very strong. Nobody can brain wash our mind . If you know what is our Modi Ji upto then we do not want to listen or read any sold media.
Modi Ji is always thinking good for our country and its our trun to keep faith on Him.
Har Har Mahadev.
નમસ્તે સર,
આજ ના લેખ માં એક વાત બહુ જ ગમી કે રશિયા અને યુક્રેન વિવાદ માં મુદો ગમે તે હોય એનાથી આપણને કોઈ મતલબ નથી,
પણ આપણે એ જોવું જોઈએ કે આપણો લાંબા ગાળા નો સ્વાર્થ શેમાં રહેલો છે.
અને હંમેશા ની જેમ મોદી સરકારે આ વખતે પણ ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી બતાવી છે.
જેનો દરેક ભારતીય એ ગર્વ લેવો જોઈએ,
આપણે અત્યારથી જ મન માં ગાંઠ વાળી લઈને મહેનત કરવા મંડી પડવાનું છે કે 2024 માં ફરી શ્રી નરેન્દ્રભાઇ મોદી જ આપણા વડાપ્રધાન બને.
V v true
બધી લાગે વળગતી સચોટ વાતો અને માર્ગદર્શન આ એક જ લેખમાં! ઘણું બધું જાણે ખરેખર સમજાઈ ગયું. વાત સો ટકા સાચી છે ! જેનો હાથ १० વર્ષ માટે ઝાલ્યો છે એને આપણે २४ માં પણ લાવવા જ રહ્યા! ધન્ય છે ન્યૂઝ પ્રેમીને અને સૌ. શા.ને. અમને ગર્વ છે અમારા ગુજરાતી હોવાનો આપના થકી !!
ભાઈશ્રી સૌરભ શાહ,
આજનો આ સુંદર લેખ વાંચ્યો અને પ્રભાવી રજૂઆત જોઈ. એમાં કોઈ જ શક નથી કે યુક્રેન કટોકટીમાં નમો સરકાર દ્વારા ખૂબ જ પ્રશંસનીય કાર્ય કરવામાં આવી રહયું છે.
એક ધ્યાન દોરવાનું કે આજના લેખની તારીખમાં ભૂલથી વર્ષ 1 માર્ચ, 2022ના બદલે 1 માર્ચ 2023 લખાયેલ લાગે છે. સુધારી લેવા વિનંતી. આવા જ સુંદર વિચારણીય લેખો આપતા રહેશો એવી આશા.
સુધારો હમણાં જ કરી લઉં. ધ્યાન દોરવા બદલ આભાર.