(આજનો તંત્રીલેખ: મહા વદ તેરસ, વિક્રમ સંવત ૨૦૭૮, સોમવાર, ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૨)
રાજસ્થાનમાં કોટા શહેરના ભાજપ શહેર મહામંત્રી વિકી આર્યની બે દિવસ પહેલાં હત્યા થાય છે. મેઇન સ્ટ્રીમ મીડિયાના પેટનું પાણી પણ નથી હાલતું. ભાજપને બદલે તૃણમૂલ, કૉન્ગ્રેસ, આપ, શિવસેના, સમાજવાદી કે સામ્યવાદી પક્ષનો નેતા હોત અને ગુજરાત કે યુપીમાં હત્યા થઈ હોત તો આખું નૅશનલ મીડિયા મોદી પર ચડી બેઠું હોત.
ગુજરાતમાં બે મુસલમાનોએ કિશન ભરવાડની હત્યા કરી એ વાતને એક મહિનો ઉપર થઈ ગયો. કિશન ભરવાડે ઇસ્લામ વિશે કંઈક અણછાજતી કમેન્ટ કરી હતી પછી જાહેરમાં માફી પણ માગી હતી. પણ ઝનૂનીઓ કિશનનો જીવ લઈને જ જંપ્યા. મુનવ્વર ફારુકી જેવા ગટરછાપ કૉમેડિયનોએ વારંવાર હિન્દુઓના ભગવાનોની, હિન્દુ પરંપરા-રીતરિવાજોની અને હિન્દુ પ્રજાની મજાકો કરી છે. કોઈ એની હત્યા કરતું નથી, માત્ર એના શો પર પાબંદી આવે એવા પ્રયત્નો થાય છે. અને લેફ્ટ બ્રિગેડ મુનવ્વર ફારૂકીનું ઉપરાણું લેવા દોડી જાય છે , એમ કહીને કે આ દેશમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા નથી. આ લોકોને હિન્દુઓ સાથે સળી કરવાની સ્વતંત્રતા જોઈએ છે, બાકીના ધર્મો વિશે એક અક્ષર પણ બોલ્યો છે તો ખબરદાર, તમે કોમવાદી અસહિષ્ણુમાં ગણાઈ જશો.
મીડિયા અને સોશ્યલ મીડિયા ફારૂકીનો પક્ષ લઈને દેશ ગજવી મૂકે છે, જાણે એક કોમેડિયનનો શો કેન્સલ થાય એ કોઈ મોટી રાષ્ટ્રીય ઘટના હોય. આની સામે કિશન ભરવાડની હત્યાનો કિસ્સો થોડા સળવળાટ પછી તદ્દન શાંત થઈ જાય છે, જાણે કંઈ થયું જ નથી. કિશનની જગ્યાએ ફારૂકીની આ જ રીતે હત્યા થઈ હોત તો કલ્પના કરો કે હિન્દુઓ માટે ઝનૂની, અસહિષ્ણુ વગેરે વગેરેની ગાળો-લાતો આજ દિન સુધી ફ્રન્ટ પેજ પર છપાતી હોત અને ટીવીના પ્રાઇમ ટાઇમમાં ચર્ચાતી હોત.
રાષ્ટ્રીય જ નહીં, આંતરરાષ્ટ્રીય સ્તરે આ ગોઝારી ઘટનાની ચર્ચા થવી જોઈતી હતી.
ગયા મહિને તમિળનાડુમાં લાવણ્ય નામની એક ટીનએજ વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી. શું કામ? એણે પોલીસને લખાવેલા ડાઇંગ ડિક્લેરેશનમાં જણાવ્યું કે એના પર ખ્રિસ્તી ધર્મમાં વટલાઈ જવા માટે ભયંકર દબાણ થતું હતું જે એ સહન કરી શકતી નહોતી માટે એણે મૃત્યુ પસંદ કર્યું.
રાષ્ટ્રીય જ નહીં, આંતરરાષ્ટ્રીય સ્તરે આ ગોઝારી ઘટનાની ચર્ચા થવી જોઈતી હતી. 2016ની સાલમાં રોહિત વેમુલાએ પોતે દલિત હોવાને કારણે અન્યાય થયાં હોવાનું કારણ બતાવીને આત્મહત્યા કરી ત્યારે દેશઆખામાં કેન્દ્રીય સરકાર સામે દેખાવો ફાટી નીકળ્યા હતા અને મહિનાઓ સુધી નૅશનલ મીડિયા આ તોફાનોની આગ પર પોતાની ભાખરી શેકતું રહ્યું હતું.
કિશન ભરવાડ અને લાવણ્યના કિસ્સાઓ તમે ભૂલી ગયા. હર્ષ અને રૂપેશના કિસ્સા વિશે તો તમને ખબર પણ નથી. શું કામ? હિજાબને કારણે. ભાજપ શાસિત રાજ્ય કર્ણાટકમાં થોડીક છોકરીઓએ મુસ્લિમ ધર્મ ગુરુઓની ચડામણીથી સ્કૂલમાં હિજાબ પહેરવાની એકાએક માગણી શરૂ કરી. સરકારી સ્કૂલોના યુનિફોર્મમાં એની મંજૂરી ન હોવાથી આ છોકરીઓ પાસે દેખાવો કરાવવામાં આવે છે. આગ આખા દેશમાં પ્રસરી જાય છે. ચારેકોર હિજાબ-હિજાબ થઈ જાય છે. આ કોઈ સ્વયંભુ કૉન્ટ્રોવર્સી નહોતી. લાવણ્યના કેસને ભુલાવી દેવા માટે તેમ જ ભવિષ્યમાં આવી રહેલા યુનિફોર્મ સિવિલ કોડના કાનૂનને અટકાવવા માટે કૃત્રિમ રીતે આ તથાકથિત આંદોલન નીપજાવી કાઢવામાં આવ્યું હતું. જે રીતે ભૂતકાળમાં સીએએ વિરુદ્ધ શાહીનબાગમાં આંદોલન થયું, કૃષિકાનૂનો વિરુદ્ધ દિલ્હીના સીમાડાઓ પર આંદોલન થયું એવું જ આ હિજાબી આંદોલન હતું. આવાં આંદોલનો શરૂ કરવાવાળાઓ મોકાની રાહ જોઈને બેઠા હોય છે. અને મોકો ન મળે તો પોતે ઊભો કરી લેતા હોય છે – હિજાબના કેસમાં થયું એમ. આવાં આંદોલનો શરૂ કરનારાઓને ભારતના કેટલાક દેશદ્રોહીઓ તરફથી તેમ જ ભારત બહાર વસતા લોકો તરફથી કરોડો ડૉલર મળતા હોય છે. આ નાણું શું કામ ઠલવાય છે? દેશને અસ્થિર કરવા, દેશમાં અરાજકતા ફેલાવવા. કોઈ પણ ભોગે મોદીને હટાવો, કોઈ પણ ભોગે ભાજપને હરાવો, કોઈ પણ ભોગે આરએસએસને બદનામ કરીને ખતમ કરી નાખો – જેથી આ દેશની તિજોરી લૂંટનારાઓ જે હાલ બેકાર બની ગયા છે તે ફરી પોતાની બંદરબાંટ શરૂ કરી દે.
કેજરીવાલે તમામ મુખ્ય છાપાં-ટીવી ચેનલોને કરોડો રૂપિયાની જાહેરખબરો આપીને એ સૌનાં મોઢાં બંધ કરી દીધાં છે. આપણને નવાઈ લાગે એ હદ સુધી આ કામ થઈ રહ્યું છે.
ભારતની કમનસીબી એ છે કે આપણે ત્યાં આવા દેશદ્રોહી આંદોલનકારીઓને ટેકો આપવા આપણું નૅશનલ મીડિયા જે મેઇનસ્ટ્રીમ મીડિયા કહેવાય છે અને જેની ચાલે મોટાભાગનાં પ્રાદેશિક ભાષાનાં મીડિયા ચાલતાં હોય છે તે હંમેશાં તત્પર હોય છે. આ મીડિયાને ખરીદવું કેટલું આસાન છે તે આપણે ફરી એકવાર આજકાલ જોઈ રહ્યા છીએ. અરવિંદ કેજરીવાલની ‘આપ’ સરકારે દિલ્હીમાં કોરોના વખતે જે અવ્યવસ્થા ફેલાવીને રાષ્ટ્રીય કટોકટી જેવી પરિસ્થિતિ ઊભી કરી, લોકોને મફતની લાલચો આપીને નેતાઓનાં ગજવાં તર કર્યાં, જૂઠ પર જૂઠ પર જૂઠ બોલીને કેજરીવાલ દિલ્હીની પ્રજાને, આખા દેશને મૂર્ખ બનાવી રહ્યા છે તે છતાં મીડિયામાં એમના વિરુદ્ધ કોઈ કંઈ બોલતું નથી. કેજરીવાલે તમામ મુખ્ય છાપાં-ટીવી ચેનલોને કરોડો રૂપિયાની જાહેરખબરો આપીને એ સૌનાં મોઢાં બંધ કરી દીધાં છે. આપણને નવાઈ લાગે એ હદ સુધી આ કામ થઈ રહ્યું છે. 2022ની સાલ ચાલે છે. કશું છૂપું રહેતું નથી આજના જમાનામાં. આમ છતાં મોટાં મોટાં છાપાંઓ-ટીવી ચેનલો બેશરમ બનીને, બિલકુલ નિર્વસ્ત્ર થઈને કેજરીવાલની સરકારની ગોબાચારી સામે ચૂં કે ચાં કરતા નથી.
મરાઠીભાષી પત્રકારોને મહારાષ્ટ્ર-મુંબઈના અન્ય ભાષાકીય પત્રકારોનો સક્રિય સહકાર મળે છે કારણ કે લૂંટના ભાગમાંથી આ સૌને પોતપોતાની ઔકાત મુજબના ટુકડા મળતા રહે છે. આને કારણે મહારાષ્ટ્રની સ્ટેટ ટ્રાન્સપોર્ટ (એસ.ટી.) બસની હડતાળનો ગંભીર પ્રશ્ન મહિનાઓથી વણઉકલ્યો હોવા છતાં મીડિયામાં કોઈ ઉહાપોહ કરતું નથી.
આવું જ મહારાષ્ટ્રમાં થઈ રહ્યું છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેના, શરદ પવારની એનસીપી અને પપ્પુની કૉન્ગ્રેસ-ત્રણેય પક્ષો ભાગીદારીમાં મહારાષ્ટ્રની પ્રજાને બેવકૂફ બનાવી રહ્યા છે. આ લંગડી સરકારના એક પછી એક પ્રધાનો કેન્દ્રની સરકારે લીધેલાં કડક પગલાં પછી ભ્રષ્ટાચારના આરોપસર જેલભેગા થઈ રહ્યા છે. ભાજપના બહાદુર વરિષ્ઠ નેતા કિરીટ સોમૈયા દર ત્રીજે દિવસે પુરાવાઓ સહિત આ ‘મહાવિકાસ આઘાડી’ સરકારનાં કૌભાંડો બહાર લાવી રહ્યા છે. આમ છતાં મરાઠીભાષી છાપાંઓ અને મરાઠીભાષી ચેનલોના ચાયબિસ્કુટ પત્રકારો ઉદ્ધવ, પવાર વગેરેના કાન પકડવાની વાત તો બાજુએ રહી, એમનો બચાવ કરવામાં રચ્યાપચ્યા રહે છે. મરાઠીભાષી પત્રકારોને મહારાષ્ટ્ર-મુંબઈના અન્ય ભાષાકીય પત્રકારોનો સક્રિય સહકાર મળે છે કારણ કે લૂંટના ભાગમાંથી આ સૌને પોતપોતાની ઔકાત મુજબના ટુકડા મળતા રહે છે. આને કારણે મહારાષ્ટ્રની સ્ટેટ ટ્રાન્સપોર્ટ (એસ.ટી.) બસની હડતાળનો ગંભીર પ્રશ્ન મહિનાઓથી વણઉકલ્યો હોવા છતાં મીડિયામાં કોઈ ઉહાપોહ કરતું નથી. ઉદ્ધવ ઠાકરે ઘરકૂકડી બનીને (બેચાર ફંક્શનોમાં હાજરી આપવા સિવાય) ન તો સચિવાલયમાં હાજરી આપે છે, ન વિધાનસભામાં. આમ છતાં અહીંના મીડિયામાં કોઈ બિલાડીને કહેતું નથી કે તારું મોં ગંધાય છે. હા, એક જમાનાનો વાઘ અત્યારે એનસીપીની મીંદડી બની ગયો છે. (‘મિયાં’માં શ્લેષ અભિપ્રેત છે).
મીડિયા સહિતનાં અનેક ક્ષેત્રોમાં છ-સાત દાયકાથી ઊભી થયેલી કૉન્ગ્રેસીઓ અને કમ્યુનિસ્ટ લૉબીની કરપ્ટ ઇકોસિસ્ટમ હજુ તૂટી નથી.
આ આખીય વાત માંડવાનું કારણ એ કે સાત સાત વર્ષથી મોદીનું સ્વચ્છ રાજ આ દેશમાં ચાલતું હોવા છતાં મીડિયા સહિતનાં અનેક ક્ષેત્રોમાં છ-સાત દાયકાથી ઊભી થયેલી કૉન્ગ્રેસીઓ અને કમ્યુનિસ્ટ લૉબીની કરપ્ટ ઇકોસિસ્ટમ હજુ તૂટી નથી. આ ઇકોસિસ્ટમનો લાભ લઈને તગડા બનેલા પત્રકારો, સાહિત્યકારો, બુદ્ધિજીવીઓ, કળાકારો, એનજીઓ ચલાવનારાઓ, શિક્ષણકારો, બ્યુરોક્રેટ્સ, પોલીસ-કાનૂનતંત્રતા રખેવાળો તેમ જ પીઢ રાજકારણીઓની નવી પેઢીના લોકો — આ સૌ પેલા શિયાળની જેમ ઝાડને ઘેરો ઘાલીને ઉપર જોઈ રહ્યા છે, ક્યારે ડાળી પર બેઠેલા કાગડાની ચાંચમાંથી પૂરી નીચે પડે અને અમે દિલ્હીની સત્તા ઝડપી લઈએ.
એક જમાનામાં એન.ડી.ટી.વી. નામની પોતાની પ્રાઇવેટ ચેનલની વર્ષગાંઠ ઉજવવા માટે રાષ્ટ્રપતિ ભવનનું વેન્યુ વાપરી શકનારા પ્રણવ રૉયનો અત્યારે કોઈ ભાવ નથી પૂછતું. શું તેઓ તક મળ્યે ફરી પાછા બેઠા નહીં થાય? ફરી પાછા ગોધરા હિન્દુ હત્યાકાંડ વખતે જે જુઠ્ઠાણાંઓ એમણે ચલાવ્યાં એવાં જુઠ્ઠાણાંઓ ફેલાવીને પપ્પુની મમ્મીની કુર્નિશ નહીં બજાવે? બસ, એક તકની રાહ જોવાય છે. આવું જ ઇન્ડિયા ટુડેના તકવાદી માલિક અરુણ પૂરીનું છે અને આવું જ એમને ત્યાં નોકરી કરતા તથા સોશ્યલ મીડિયામાં ‘દલ્લા’ તરીકે ઓળખાતા રાજદીપ સરદેસાઈનું છે. આવા તો બીજા ઘણાય છે હજુ.
આ બધાનો એક જ એજન્ડા છે – ક્યારે મોદી-ભાજપ-સંઘ ખતમ થાય અને ક્યારે કૉન્ગ્રેસબાબા અને ચાલીસ ચોરનું શાસન પાછું આવે જેથી અમારો વિસરાઈ ગયેલો દબદબો અમને પરત મળે.
પ્રિન્ટ મીડિયામાં તમે કોના પર ભરોસો રાખશો? ટાઇમ્સ પર? એક્સપ્રેસ પર? એચટી પર? કે ટેલીગ્રાફ પર? ટેલીગ્રાફ તો જાણે આખેઆખું મમતાની ટીએમસીને વેચાઈ ગયું હોય એ રીતે વર્તે છે. ટાઇમ્સ, એક્સપ્રેસ, એચટીનો ભૂતકાળ ખરડાયેલો છે અને વર્તમાન વધુ ખરડાયેલો છે. સારું છે કે કોરોના ફેલાશે એવા ડરથી લોકો છાપાં પોતાના ઘરમાં મગાવતાં બંધ થઈ ગયા છે. આમેય પ્રિન્ટ મીડિયાનું સ્થાન ડિજિટલ મીડિયાએ લેવાનું શરૂ કરી જ દીધું હતું – ત્રણચારપાંચ વર્ષથી, જ્યારે કોરોના બોરોના કંઈ જ નહોતું.
ડિજિટલ મીડિયાની શું હાલત છે? ક્વિન્ટ, સ્ક્રોલ, પ્રિન્ટ જેવાં ડઝનેક ડિજિટલ મીડિયા છે… એકેએક ભારત દેશ વિરુદ્ધ વારતહેવારે ઝેર ઓકે છે, મોદી-યોગીને સગા દુશ્મન માને છે, હિન્દુઓને ફટકારતા અચકાતા નથી અને મુસ્લિમોને ખુલ્લેઆમ થાબડભાણા કરતાં શરમાતા નથી.
યુટ્યુબ પર શું હાલત છે. વિનોદ દુઆ જે રોજ મોદીને અને હિન્દુઓને ગાળો આપતા તે તો અલ્લાને પ્યારા થઈ ગયા. અજિત અન્જુમ અને પ્રસુન્ન વાજપાયી જેવા બીજા ડઝનેક જણા છે જેમણે મોદીના રાજમાં, છેલ્લા સાત વર્ષમાં, ટીવી ચેનલો બદલ બદલ કરવી પડી પણ કોઈએ એમને ન સંઘર્યા એટલે છેવટે યુટ્યુબર બની ગયા. આ બધાનો એક જ એજન્ડા છે – ક્યારે મોદી-ભાજપ-સંઘ ખતમ થાય અને ક્યારે કૉન્ગ્રેસબાબા અને ચાલીસ ચોરનું શાસન પાછું આવે જેથી અમારો વિસરાઈ ગયેલો દબદબો અમને પરત મળે.
નહેરુ અને એમના વારસદારોએ ઊભી કરેલી ઇકોસિસ્ટમ જે પ્રમાણે આપણને ગુમરાહ કરે, જે મિસઇન્ફર્મેશન ફેલાવે, જે સત્યો છુપાવે તે બધું આપણે સહન કર્યા કરવાનું?
દેશની પ્રાદેશિક ભાષાઓના મીડિયાની બેવકૂફી ગણો કે બેદરકારી પણ તેઓમાંના મોટાભાગનાઓ પહેલેથી જ ઉપર જણાવેલા વિવિધ બદમાશ મીડિયાના પ્રભાવ હેઠળ છે અને એમની નકલ કરીને ચાર આનાના ચવાણા સાથે નવટાંક પીને પાશેરની ધમાલ કરીને પોતાનું ન્યુસન્સ ઊભું કરીને ગુજરાન ચલાવતા રહે છે.
આ બધા મેસમાં બિચારા વાચકનું, એક નાગરિકનું, મતદાતાનું શું એ વિચાર્યું છે કોઈએ? નહેરુ અને એમના વારસદારોએ ઊભી કરેલી ઇકોસિસ્ટમ જે પ્રમાણે આપણને ગુમરાહ કરે, જે મિસઇન્ફર્મેશન ફેલાવે, જે સત્યો છુપાવે તે બધું આપણે સહન કર્યા કરવાનું? એક બાજુ આ બધા મોદી દ્વેષીઓ, હિન્દુદ્વેષીઓ છે જેમને દેશની પ્રગતિની નહીં પણ પોતાની તથા પોતાની નેક્સ્ટ જનરેશનની પ્રગતિની પડી છે. તો બીજી બાજુ એવા હાઇપર હિન્દુવાદીઓ છે જેઓને ખ્યાલ આવે કે ભવિષ્યમાં રાહુલ ગાંધી કે કેજરીવાલ વડા પ્રધાન બને એમ છે તો તેઓ તરત જ હિન્દુત્વ હોવાનો ડોળ છોડીને વંડી ઠેકીને સેક્યુલરવાડામાં ઘૂસી જવાના છે, લખી રાખજો. હિન્દુત્વની વાત કરનારાઓ બધા જ હિન્દુવાદીઓ હોય છે એવું માની લેવું નહીં, આમાંના કેટલાક તકવાદીઓ હોય છે. પોતાને સવાયા હિન્દુવાદી ગણાવીને આપણી આંખમાં ધૂળ નાખી રહેલા આ લોકો ક્યારેક મોદીની તો ક્યારેક મોદીના સહયોગીઓની તો ક્યારેક ભાજપની કે ક્યારેક સંઘ વગેરેની ટીકા કરીને કહેતા હોય છે કે ભઈ, અમે કોઈની કંઠી નથી બાંધી, અમે તો ઇશ્યુ બેઝ્ડ ચર્ચા કરીને નક્કી કરીએ છીએ કે કોણ કઈ બાબતમાં સાચું છે, કોણ ખોટું છે અને જે ખોટું હોય એની ટીકા અમે કરી એમ ખરા.
આવા તકવાદી તટસ્થ બદમાશો હિન્દુત્વ માટે સેક્યુલરિયાઓ કરતાં વધારે ખતરનાક પુરવાર થવાના. આવા લોકોને બેઉ હાથમાં લાડવા જોઈતા હોય છે. આવા લોકો પવન જોઈને પૂંઠ ફેરવવામાં પાવરધા હોય છે. એમનાથી સાવધ રહેવું. તેઓ બૌદ્ધિક ટેરરિસ્ટોની કેટેગરીમાં આવે.
લાવણ્ય અને કિશન ભરવાડને ભુલાવી દઈને હિજાબની કોન્ટ્રોવર્સી ખડી કરવામાં આવે જેમાં એક સામાન્ય વાચક કે ટીવી દર્શક તરીકે આપણે પણ ઘસડાઈ જઈએ એવું વારંવાર બનતું રહ્યું છે, બનતું રહેવાનું છે. શું આનો કોઈ ઉપાય છે?
હું તમને પૂછું છું – છે આનો કોઈ ઉપાય?
વિચાર કરીને કમેન્ટ બૉક્સમાં ઉત્તર આપજો.
• • •
તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.
•••
આ લેખ તમને ગમ્યો? ન્યુઝપ્રેમીને સપોર્ટ આપવા અહીં ક્લિક કરો
Saheb શું વ્યવસ્થા છે એ જરા જણાવો તો અમે પણ આ છાપા અને ચેનલો ને ઘરવટો આપી શકીએ!
રાતોરાત નહીં થાય, અનુભવે ગોઠવાઈ જશે, જરૂર.
1. Twitterના અમુક selected handles
2. YouTube પરની કેટલીક channels
3. Magzterની appનું paid subscription જેમાં જરૂર પડે અનેક છાપાં-મેગેઝિનો પર નજર નાખી monitoring કરી શકો.
4. Google search
5. Some WhatsApp groups eg. Jaywant Pandya’s news service ( sach aap tak) where you get updates from morning to night. Contact no.:9898254925. He charges some nominal amount per month.
6. Conversations with old and new credible friends of media
7. Your ownનીરક્ષીર વિવેક and background checks
8. No need to be hyper about ‘breaking news’. No news is ‘hot’ for you unless you have some particular responsibility in media organization. You can easily consume all the news when they become ‘cold’ after one , two or twenty four hours! બજેટ, ચૂંટણી પરિણામો, યુક્રેન કે ઇવન લતાજી વિશેના સમાચાર તમને ચોવીસ કલાક પછી પણ મળે તો તમારા જીવનમાં એક ટકાનો ફરક પડતો નથી.
9. News and current topics are NOT important for most people, it’s entertainment and timepass for majority of people but media has marketed it as an absolute necessity for you.
All the best.
Saurabh bhai,
People are aware of this disturbing scenario . Or we would not have these much reviews . All in favour. People needs someone to lead to. They would fall in support like avalanche. It is seen that since ages we bear with lousy, corrupt, incompetent, separatist government. We show our dislike by staying away from voting. ( Remember poor vote percentage during Congress times) . We have found Modi as a blessing. Even just for the sake of support to modi, it is needed that these partial, corrupt, communist, anti Indian and criminally traitor media has to be stopped. My sir, people would follow and support fully if there is someone is out there to speak their word, to say what they want to be said, to protest and stop what they want to be protested and stopped. We need someone, sir, we badly, desperately do……
As Swami Sachhidanand has already explained there are architects and there are engineers. Writers and thinkers are architects. They don’t construct but engineers are guided by the blue prints they have created.
At times, really feel blessed that i am in an era of Modi!!! My next generation will always be in debt for creating a strong India on the global level… સૌરભસર,completely agree with you that every individual needs to shoulder her/his individual responsibility of making India STRONGER rather than blurting out about what Modi can do better.
Thanks Man, keep writing this way….
આપણે આપણાં આંખ કાન અને મગજ ખુલ્લા રાખવા અને સાચું ખોટું સમજવું. આવા સમાચાર પત્રો કે ટીવી ચેનલો જોવાની બંધ કરવી. અને હિન્દુ ઓ એ નાતજાતના ભેદભાવ થી બહાર નીકળી ફક્ત હિન્દુ બની ને ચૂંટણી માં વોટ કરવા માટે નીકળી પડવું. આજે ઉત્તર પ્રદેશ માં આપણે જોઈએ છીએ કે વોટીંગ ની ટકાવારી કેટલી બધી ઓછી છે.આજની બીજી બધી પાર્ટી ૩૦%મુસ્લિમોને જ કેમ વોટ બેન્ક ગણે છે. ૭૦% હીન્દુ ઓ ને કેમ નહીં. કેમ કે આપણે વોટીંગ કરવા જતાં નથી. આપણે બધાએ એક થઈને આપણી તાકાત નો પરચો દેખાડવો જોઈએ.
The Only solution I think is that We have to creat our own media and make them strong. We should have our own group who can spread our thought.
We must be strong and firm to spread our thought on all available media.
એવું kem thay છે, કે જ્યારે તેઓની ( કોંગ્રેસ ni) sarkar hoy tyare ગમે તેવાં કાયદાઓ બની જાય, તેમની બહુમતિ na હોય તો પણ, muslim waqf board, અક્ષરધામ અપરાધીઓને chhodi દેવા , વગેરે..
આપણે કોઈ એવા હિન્દુ બેનિફિટ આપવાનો કાયદો kem na કરીએ.?
20 years થી વધું ગુજરાતમાં પૂર્ણ બહુમતી છે…nothing done about favoring rules..!!!
તેઓની સરકાર હોત તો..???
અમુક કાયદા માટે કેન્દ્રની મંજૂરી જોઈએ. કેન્દ્રમાં સાત જ વર્ષથી બીજેપી છે. વળી, કૉન્ગ્રેસીઓએ જેવી હરામખોરી કરી એવી રીતે બીજેપી પણ શાસન કરે એવી ઇચ્છા ન રખાય.
આનો એક જ “ઉપાય” છે. મોદીજી અને બીજેપી ભ્રષ્ટાચાર અને રાષ્ટ્રવાદ આ બે મુદ્દા પડતા મૂકે અને ફક્ત હિંદુત્વ ના એજન્ડા ને પકડી રાખે, તો પરદા પાછળ ની જે તાકતો ના જોરે આ બધા જે કૂદે છે એમને મળતું નાણાકીય પીઠબળ હટી જાય(કારણકે એ તાકાતો ને જે જોઈએ છે એટલે કે ભ્રષ્ટાચાર દ્વારા અબજો ની આવક મળી જાય) અને પછી જુઓ હિન્દુત્વ ના એજન્ડા નો વિરોધ કરવા વાળું કોઈ નહીં દેખાય.
અત્યાર ની સરકાર ફક્ત ત્રણ મુદ્દે,રાષ્ટ્રવાદ; ભ્રષ્ટાચાર;અને હિન્દત્વ ના કારણે એ લોકો ને આંખ ના કણા ની જેમ ખૂંચે છે.
રોગ કરતાં ઈલાજ વધારે ખતરનાક છે!
જુગ જુગ નો જાગતો જોગીન્દર …રંગ છે તમને…
ઘણીવાર વાચક વાંચતો તો ઘણુંબધું હોય છે. પણ એ વખતે એણે પોતાની બુદ્ધિ (જેમ કોઈ મસાલા/કોમેડી મુવી જોતો હોય એમ) સાઈડ પર મૂકીને વાંચ્યું હશે. એ એકતરફી/સચ્ચાઈ તરફ મો રાખવા માટે પણ અસમંજસમાં હોય એવું લાગે છે.
Agreed, many time it happens that after a confirmation of same way as suggested, in final voting list names are still missing, not only local public but who actively participating as party worker, their names are not found, if any remedy to this if have suggest how to get confirm the name will be there in final list,
Advt bjp wala pan kerta hoy che..jyare tame lakho cho ..evu hoy to..anjana om kashyap..ne loko bjp ni agent j kahe che..baki rahi vaar bharwad ni ..aaropi pakdai gaya pachi..kaydo enu kaam karse..evu aapan ne shikhvadyu che…hamam mai sab..nange ..evo mahol che..baki attarwala per up ma raid padi..enu su thayu..aaj sudhi kai bahar aavyu nathi…jai hind…baki lekh saro che…🙏
100% right.
I am a common reader but I agree to each and every word of your article.
Please cover current political events atleast once or twice a week.
અરવિંદ કેજરીવાલ અને તેની જાહેરાતોના કૌભાંડ પર સેન્ટ્રલ એજન્સીઓ એ ગંભીર રીતે વિચારવું જોઈએ.લેખ જુદા દ્રષ્ટિકોણ ને દિશા આપે છે.આભાર અને અભિનંદન.
BJP ખાસ કરીને મોદીસાહેબનું media management weak છે, domestic અને international. લેખ વાંચીને confirm થાય છે. વધારે funds allot કરવાની જરૂર છે. સાહેબ ધ્યાનમાં લે તો તેઓ આમાં ખૂબ સુધારો કરી શકે છે. તેમનામાં આવડત અને હિંમત છે. આ બધા લેખો વાંચવાની ખૂબ મઝા આવે છે, નવું જાણવા મળે છે.
મોદીને ખબર છે કે ક્યારે શું કરવું અને કેવી રીતે કરવું તેમ જ ક્યારે શું ન કરવું. દેશના વાતાવરણમાં ૨૦૧૪ પછી જે પરિવર્તન આવ્યું અને આવી રહ્યું છે તે એમના પ્રયત્નો થકી, એમની પ્રેરણા થકી. એમણે શું કરવું જોઈએ તે વિશે વિચારવાને બદલે આપણે સૌએ અને વ્યક્તિગત રીતે આપણે એકલાએ શું કરવું જોઈએ એ વિશે વિચારવા માંડીએ તો કેવું?
જયભાઇ દેસાઈ, ” હાથ કંગન કો આરસી કયા, પઢે લીખે કો ફારસી કયા “. મીડીયા ને મેનેજ કરવૂ એટલે ! , કોંગ્રેસ અને મોદીભાઈમાં આ જ ફરક છે. આપણે પ્રજાએ સમજવુ જોઇએ. આ બધા લેખો મઝા માણવા માટે નથી. સૌરભભાઈ, 2024 નુ countdown timer પાછુ લગાઙો લેખના મથાળા પર. રહી વાત media ની તો , print હોય કે TV, utuber કે digital, બધા બીકાઉ છે અમૂક અપવાદો છોઙીને. સૌરભભાઈ, તમારા પશ્રનનો ઉત્તર છે પ્રજા એ નીરક્ષીર વીવેક કેળવવો જોઈએ.
Yess!
ટાઇમર પાછું લગાડવાનું છે.
વચ્ચે ટેક્નિકલ હિચ આવી અને સાઇટ સ્લો થઈ જતી હતી એટલે હટાવી દેવું પડ્યું.
પણ લાવીશું પાછું 🙏
Hard hitting
ભવિષ્યની ચિંતા થાય છે.ઈશ્વર કરે ને મોદી રાજ સો વરસ રહે.
તાત્કાલિક ભારતનું લોકશાહી તંત્રને ચીનની જેમ એકતંત્રશાહી બનાવી જિનપિંગ ની જેમ જીવે ત્યાં સુધી રાજ ભોગવવાનું ફરમાન કરી દેવું જોઈએ એવું નથી લાગતું?
ના.ના.ના.
વાત તો તમારી 100% સાચી છે. આપણું મીડિયા એ જ બતાવે છે જે બતાવવા માટે એમને ઉપહાર મળતા હોય છે. ચાહે એ પ્રિંટ મીડિયા હોય કે ઈલેક્ટ્રોનિક મીડિયા હોય.. બહુ મહત્વની વાત તમે કહી કે એક સામાન્ય નાગરિક નું શું કે જે વોટ આપે છે-સરકાર બનાવે છે. કૃષિ કાયદા વિરુધ્ધ આંદોલન થયું એનું ફુલ મીડિયા કવરેજ થયું પણ એક ખેડૂત ને એના ફાયદા વિશે કઈ મીડિયા એ જાણકારી આપી?? સંઘ ભાજપની સરકારના જમાપાસાં ની કોઇ વાત નથી કરતું પણ અખલાક કેસ ને બહુ ચગાવ્યો (જેટલો કિશન ભરવાડ નો કેસ નથી ચગ્યો).. દલિત હોવાના કારણે અન્યાય થયો હોવાનું કહેનારા રોહિત વેમુલા ને કદાચ સરકારી ઓફિસઓફિસની શું પરિસ્થિતિ છે એ વિશે જાણકારી નથી લાગતી..
જો હિજાબ (મુસ્લિમ છોકરીઓ નો યુનિફોર્મ) જરૂરી જ હોય તો ટંગડી થી ઉંચો લેંઘો, લાંબો કુર્તો (ઘૂંટણ સુધી નો) અને જાળીદાર ટોપી પણ (મુસ્લિમ છોકરાઓ નો યુનિફોર્મ) પણ જરૂરી જ છે ને.. યુનિફોર્મ ખાલી છોકરીઓ નો જ કેમ?? કેમકે આ કમ્યુનિટી નો મકસદ એક જ છે.. ગઝવા – એ – હિંદ.. આ દેશને પણ મુસ્લિમ બનાવવો જ છે.. મુઘલ અને ઘોરી અને ખિલજી ની જ પ્રજાતિ છે ને..
A comman man who is also a true patriot and a staunch follower of Modi ji can only read and then pass a review or a comment .What else can he do?At the most try to enlighten friend and relatives through social media he can do nothing else Do you know sir ji ,,last election i wanted to cast my vote but when I reached the polling booth found that my name was missing in the voters list .There were hundreds of gujarati citizens whose names were cancelled .For the whole day we tried our best to get our voting rights .But we didn’t succeed. Desperately,,we returned home so many votes were wasted that day .My heart bled but who cared for it?
My sympathy is with you. But next time when it is announced by the election commission to check whether your name is there on the voting list kindly listen carefully to that instructions and ask your friends also to check out their names.
આ ટીવી ચેનલો જે ગુનાહિત રીતે દેશ વિરોધી, મોદી વિરોધી, અત્યંત ધૃણાસ્પદ રીતે હિન્દૂ વિરોધી પ્રવૃત્તિઓ કરે છે તેનો ઉપાય છે, તેઓની વ્યુઅરશીપ ઘટાડો. દરેક ને આ ચેનલોની હલકટ મનોવૃત્તિ અને નીચ વિચારસરણી ખબર છે છતાંય તેને જોવી જ શું કામ જોઈએ. એક આખું સંગઠન પેદા થયું છે, વ્યવસ્થિત એન્ડ ક્રમબદ્ધ રીતે જે દેશ , મોદી અને હિંદુઓને તોડવા માટે કામ કરેછે ..કાઈ પણ બનાવ બને એટલે એ જ છાપેલા કાટલાંઓ કુદી પડવાનાં અને દાઢી ખંજવાળતા અઘમીંચી આંખે એકની એક દલીલો, વિચારધારા ઓ ઠોકવા માંડવા ના….
જરૂર છે તેઓની વિરુદ્ધ એકજુટ થવાની….શી ખબર કેમ આનો મોટાપાયે ને ઓર્ગેનાઇઝડ વિરોધ નથી થતો. એવું નથી કે કરી નથી શકતાં.. ઉદાસીનતા છે. મેં તો કેટલાય સમયથી આ ચર્ચાઓ જોવામાં સમય બગાડવાનું બન્ધ કરેલ છે પણ ઘણા પ્રતિબદ્ધ અને સક્ષમ લોકો છે જે શરૂ કરી શકે. સૌરભ ભાઈ, તમો આગેવાની ના લઈ શકો ? એક આર્મી, એક ડિફેન્ડર લાઇન, એક પ્રતિકાર કરનાર ગ્રુપ બનાવી શકાય જેના અનેક સમવિચારધાર ધરાવતા જુદી જુદી ધારાઓ માંથી આવતા લોકો નો સાથ મળી શકે. એક અત્યન્ત વ્યવસ્થિત, આયોજન બદ્ધ અને ઓરકેસ્ટ્રેટેડ વિરોધ ની જરૂર છે. પ્રત્યેક વખતે, ઝનૂન પૂર્વક…
બિલકુલ સાચી વાત. પણ મારી કોઈ જરૂર જ નથી આમાં. દરેક જણ પોતાની રીતે નિર્ણય લે. આપની જાણ ખાતર — મેં કેટલાય વખતથી કેબલનું કનેક્શન કપાવી નાખ્યું છે, રિપબ્લિક ટીવી પર અર્નબ ગોસ્વામી સાથેની ચર્ચામાં ભાગ લેતો હોવા છતાં! અને મારે ત્યાં બે વર્ષથી છાપાં—ન્યુઝ મેગેઝિનો માટે પ્રવેશબંધી છે, નિયમિત કૉલમો લખું છું તે છતાં!મારી પાસે લેટેસ્ટ ન્યુઝ માટેની મારી પોતાની વ્યવસ્થા છે.