સેલ્ફ કૉન્ફિડન્ટ બનતાં પહેલાં ઉદાર બનવું પડે : સૌરભ શાહ

(વિલ પાવર સિરીઝનો છઠ્ઠો હપતો)
(ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ, ગુરુવાર, 17 સપ્ટેમ્બર 2020)

આપણે વાત કરી રહ્યા હતા સેલ્ફ કૉન્ફિડન્સ કેળવતાં પહેલાં શું કરવું જોઈએ એની. ટેઈક ઑફ કરતાં પહેલાંના રનવેની. અને આ રનવે તૈયાર કરવાના 4 મુદ્દા જોયા : 1. વહેલા ઊઠવું, 2. એકાગ્રતાથી કામ થઈ શકે એ માટે, ડિસ્ટર્બ કરે એવા લોકોથી અને એવી પ્રવૃત્તિઓથી દૂર રહેવું, 3. સુઘડતાથી રહેવું અને 4. તમારા મૂડ સ્વિંગ્સને કાબૂમાં રાખવા.

હવે પાંચમી વાત.

5. આપણે બધી વાતમાં ‘આમાં મારા કેટલા ટકા’ અને ‘મને આમાં શું મળવાનું’ એવી વૃત્તિ રાખતા થઈ ગયા છીએ. કોઈપણ પ્રવૃત્તિમાં છેવટે આમાં મારો શું ફાયદો થવાનો એવી જ ગણતરી હોય છે. નજીકનો કે દૂરનો કોઈ ફાયદો દેખાતો ન હોય ત્યારે આપણે એ પ્રવૃત્તિ કરવાનું ટાળીએ છીએ.

દર વખતે પોતાના ફાયદાને જ કેન્દ્રમાં રાખનારી વ્યક્તિ સેલ્ફ કૉન્ફિડન્ટ ન બની શકે એવું ક્યારેય આપણે વિચાર્યું જ નથી હોતું. માત્ર બીજાના ફાયદાની કે માત્ર બીજાને થતા લાભની વાત આપણા કેન્દ્રમાં તો શું પરિઘ પર પણ નથી હોતી. સ્વાર્થી લોકો સંકુચિત વ્યક્તિત્વ ધરાવતા બની જતા હોય છે. આપણા વ્યક્તિત્વની વિશાળતા માટે સ્વભાવે ઉદાર બનવું જરૂરી છે. ઉદારતાના લાંબા ગાળાના અનેક ફાયદા છે જેમાંનો એક મહત્ત્વનો લાભ છે સેલ્ફ કૉન્ફિડન્સ. તમે જ્યારે બીજાઓને હેલ્પફુલ થાઓ છો, તમારા કોઈ સ્વાર્થ વિના મદદરૂપ થાઓ છો ત્યારે અદૃશ્યપણે, અભાનપણે તમારામાં એવી લાગણીનું વાદળું બંધાય છે કે જિંદગીમાં બીજાઓ પણ તમને હેલ્પફુલ થશે. જરૂરી નથી કે આ બીજાઓ એ જ લોકો હોય જેમને તમે મદદરૂપ બની ચૂક્યા હો. અત્યારે તમારા સંપર્કમાં પણ ના હોય એવા લોકો પણ તમારી પડખે આવીને ઊભા રહેશે એવી લાગણી તમારા સબકૉન્શ્યસમાં સર્જાય છે. આને લીધે તમે ભવિષ્યમાં કોઈ ભગીરથ કાર્ય હાથમાં લેતા હો ત્યારે તમને ઉચાટ નથી રહેતો કે આ કામ કેવી રીતે પાર પાડી શકીશ. તમને અંદરથી ખાતરી હોય છે કે તમે જેની મદદ માગશો એ બધા તમને સહાયરૂપ થશે, એટલું જ નહીં, અજાણ્યાઓ પણ તમારા કામમાં જોડાઈને તમારો સાથ આપશે. લોકોને સાથે લઈને ચાલવું તે આનું નામ.

જે માણસનું વ્યક્તિત્વ ઉદાર છે, જે છુટ્ટે હાથે પોતાનો પ્રેમ, પોતાની સત્તા, પોતાનો સમય, પોતાની ટેલન્ટ, પોતાની વગ, પોતાના પૈસા, પોતાનું બધું જ બીજાઓ માટે વાપરતો રહે છે – કોઈ ગણતરી વિના વાપરતો રહે છે – એના પર જરૂરતના સમયે બીજાઓ સહાયની વર્ષા વરસાવવાના જ છે. બીજાઓ પણ તમને મદદ કરશે એવી લાગણીનું વાદળું ત્યારે જ વરસે જ્યારે તમે ઉદાર હો અને આ લાગણી તમારામાં આત્મવિશ્વાસ પ્રગટાવતી હોય છે. માટે અત્યારે તમને આ વાત પ્રીચિંગ જેવી કે ઉપદેશાત્મક લાગતી હોય તો ભલે લાગે – એક વાત ગાંઠે બાંધી લેજો કે સ્વાર્થી અને આત્મકેન્દ્રી માણસો ક્યારેય સેલ્ફ કૉન્ફિડન્ટ નથી હોતા. ઉદારતા જેમના વ્યક્તિત્વનો અનિવાર્ય હિસ્સો બની જાય છે એવા લોકો જ સેલ્ફ કૉન્ફિડન્ટ હોવાના.

6. સેલ્ફ કૉન્ફિડન્ટ બનવા તરફ તમને લઈ જનારી છઠ્ઠી વાત એ કે તમારી જિંદગીમાં કોઈક પર્પઝ હોવો જોઈએ, કોઈક ગોલ હોવો જોઈએ અને એ હેતુને સિદ્ધ કરવાનો કાચો તો કાચો, પણ નકશો હોવો જોઈએ તમારી પાસે. કોઈ પણ ગોલ હોય તમારો, કોઈ તમને પૂછે કે તમારી જિંદગીનો પર્પઝ શું છે? તો ફટ દઈને તમે કહી શકો કે: સારું લખવાનો. ફાઈન. એ ગોલને સિદ્ધ કરવા તમે શું શું કરવા ધારો છો? તમે કહી શકો કે આ એક બે કે ત્રણ વાત. ધારો કે તમારી જિંદગીનો અલ્ટિમેટ ગોલ વધુ પૈસા કમાવાનો હોય, અથવા પ્રસિદ્ધિ મેળવવાનો હોય તો પણ કંઈ ખોટું નથી. પણ તો પછી તમે નક્કી કરો કે વધુ પૈસા કમાવા માટે તમે શું કરવા માગો છો? તમારી પાસે એવી કઈ આવડત છે જેના દ્વારા તમે વધુને વધુ પૈસા કમાઈ શકો એમ છો? તમારે ફેક્ટરી નાખવી છે? મકાનો બાંધવા છે? શેર બજારમાં રમવું છે? બૅન્કમાં ધાડ પાડવી છે? તમે નક્કી કરો કે તમારે કઈ રીતે મેક્સિમમ પૈસા કમાવા છે. એમને એમ તમે વિચાર્યા કરશો કે મારે ખૂબ પૈસા કમાવવા છે તો કંઈ ઝાડ ખંખેરવાથી તમને પૈસા મળી જવાના નથી. તમારે ચોક્કસ દિશા નક્કી કરીને મહેનત કરવી પડશે તમારા ગોલ સુધી પહોંચવા માટે, પછી એ કોઈપણ પ્રકારનો ગોલ હોય.

જે હેતુને તમે ભૌતિક સ્વરૂપ ન આપી શકો, જેને ક્વૉન્ટિફાય ન કરી શકો એ હેતુને પાર પાડવા પણ તમારી પાસે કાચો નકશો હોય તે જરૂરી છે, તમે એમ કહો કે અલ્ટિમેટલી મારે શાંતિથી જીવવું છે અથવા તો મારે જિંદગીમાં આનંદથી રહેવું છે અથવા મારે મારી લાઈફ સ્ટાઈલ એકદમ ટૉપની હોય એવી જિંદગી જોઈએ છે તો પણ તમારી પાસે એ ગોલ સુધી પહોંચવા માટે કાચો નકશો તો જોઈશે જ. જેમની પાસે ગોલ નથી હોતો અને ગોલ હોય તો કાચો નકશો નથી હોતો તેઓ જીવનમાં સતત મૂંઝાયેલા, ડરેલા અને ચીડચીડા રહેતા હોય છે. કારણ કે તેઓ બીજાને જોઈ શકે છે કે કેવી સડસડાટ રીતે આગળ વધે છે જ્યારે પોતે જ્યાં છે ત્યાં જ ચકરભમર ફરતા રહે છે. એમની જિંદગી કોઈ સ્થિર લક્ષ્ય તરફ આગળ વધતી નથી. આજે આ તો કાલે બીજું કરવાની તમન્નાઓના વમળમાં તેઓ પોતાની જાતને ડૂબાડી દે છે. આવી વ્યક્તિઓ માત્ર આત્મવિશ્વાસનું મહોરું પહેરીને ફરતી હોય છે પણ એક નાનકડો અકસ્માત, સાવ ક્ષુલ્લક વાત જીવનમાં સર્જાય ને એમનો આ માસ્ક હટી જાય. આવું વારંવાર બનતું રહેતું હોય છે. માટે જ જીવનનો એક ગોલ નક્કી ન કર્યો હોય, ત્યાં સુધી પહોંચવાનો કાચો નકશો તૈયાર ન કર્યો હોય ત્યાં સુધી સેલ્ફ કોન્ફિડન્ટ બનવાનાં ખ્વાબ છોડી દેવાં જોઈએ.

7. સાતમી અને છેલ્લી વાત સમજી લઈએ તો રનવે બનાવવાની પ્રોસેસ પૂરી. પછી આ રનવે પર દોડીને ટેઈક ઑફ લઈશું ત્યારે સેલ્ફ કૉન્ફિડન્સના આકાશમાં ઉડ્ડયન કરતાં થઈ જઈશું.

રનવે તૈયાર કરવાનો આ સાતમો અને છેલ્લો મુદ્દો આત્મવિશ્વાસ કેળવવાની તાલિમ લેતાં પહેલાં ખૂબ જરૂરી છે : જીવનમાં નાની-મોટી નિષ્ફળતાઓ સાથે ડીલ કરતાં શીખવું. રોજ પચાસ વાતો એવી બનતી રહેતી હોવાની જે તમારા ધાર્યા મુજબની કે તમારી મરજી મુજબની નહીં હોય. અમુક તો તમારું સીધું નુકસાન કરનારી પણ હશે. આ જગતને તમે કન્ટ્રોલ કરતા નથી. ભગવાને તમને એવી કોઈ સત્તા એવો કોઈ પરવાનો આપ્યાં નથી. તમારાં પોતાના વિશ્વમાં બનતી ઘટનાઓને પણ તમે સો ટકા કન્ટ્રોલ કરી શકવાના નથી. તમારી લાઈફ બીજા અનેક લોકો પર ડિપેન્ડન્ટ છે. તમે તમારા પૈસા વાપરીને, તમારી વગ વાપરીને પણ બીજાઓ પાસે દર વખતે તમારું ધાર્યું કરાવી શકવાના નથી. તમે જ નહીં, મૂકેશ અંબાણી કે નરેન્દ્ર મોદી પણ દર વખતે બીજાઓ પાસે પોતાનું ધાર્યું કરાવી શકતા નથી, આટલા પૈસાદાર – વગદાર હોવા છતાં. એમની સામે આપણે તે વળી કઈ વાડીના મૂળા. આપણા આગ્રહ મુજબનું કે આપણી જીદ મુજબનું કે આપણી કલ્પના મુજબનું કંઈ ન થાય ત્યારે એમાં ઈરિટેટ થવાની કોઈ જરૂર નથી. એ કંઈ તમારી નિષ્ફળતા નથી અને જ્યાં ખરેખર નિષ્ફળતા લાગતી હોય એવા કિસ્સાઓમાં પણ હતાશ થવાની કે ધૂંધવાઈ જવાની જરૂર નથી. તડકી-છાંયડી, ઉતાર-ચડાવ, જમીન-આસમાન જેવાં શબ્દયુગ્મો પરાપૂર્વથી માણસની જિંદગી સાથે જોડાયેલાં છે. જે વ્યક્તિએ સેલ્ફ કૉન્ફિડન્સ કેળવવો હોય એણે આ બધાથી પર થવાની આવડત કેળવવી જ પડે. યુદ્ધમાં દુશ્મનનો હાથ ઉપર હોય તેવી ઘડીઓમાં પીછેહઠ કરીએ ત્યારે તે હાર નથી, નિષ્ફળતા નથી, સંજોગોનો તકાદો છે. જીદ રાખીને જો એ વખતે બહાદુર બનવાના ફડાકા મારીને સામનો કરવા જઈશું તો ખુવાર થઈ જઈશું આવી સાદી સમજ જેમનામાં હોય તેઓ જ આ તથાકથિત નિષ્ફળતા સમયે ઝૂકી જઈને ભવિષ્યની જીત માટે કમર કસી શકે.

આય થિન્ક રન-વે તૈયાર થઈ ગયો છે. આવતી કાલથી ટેક ઑફ.

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરવા માટેની અપીલ : સૌરભ શાહ

પ્રિય વાચકો,

ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાતા, વખણાતા અને ચર્ચાતા લેખક-પત્રકારોમાંના એક સૌરભ શાહ તમને રોજ ‘ન્યુઝપ્રેમી’ દ્વારા મળે છે.

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના ચાલતું સ્વતંત્ર, તથા કોઈનીય સાડીબારી ન રાખતું ડિજિટલ મિડિયા છે અને એટલે એ ભરોસાપાત્ર છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા પ્લેટફૉર્મને અડીખમ રાખવા તમારા સપોર્ટની જરૂર છે.

‘ધ ક્વિન્ટ’, ‘ધ પ્રિન્ટ’, ‘ધ વાયર’, ‘સ્ક્રોલ’ કે બીજાં ડઝનેક તોતિંગ અંગ્રેજી ડિજિટલ મિડિયા કરોડો રૂપિયાનું ફંડિંગ ઉભું કરીને પોતાના એજન્ડાને— કામકાજને આગળ વધારી રહ્યા છે. ‘ન્યુઝપ્રેમી’ આવી રીતે કામકાજ કરવામાં માનતું નથી. ઇન્વેસ્ટર્સ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા પછી અમુક મિડિયા કરોડરજ્જુ વિનાનાં બની જતાં હોય છે. ઇન્વેસ્ટરોનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાથી સચવાતો હોય ત્યારે મિડિયાએ પણ વાચકોનો દ્રોહ કરીને, વાચકોને ઊંધા રવાડે ચડાવીને એન્ટી-નેશનલ ન્યુઝ અને એન્ટી-નેશનલ વ્યુઝ આપવાની પ્રવૃત્તિમાં જોરશોરથી ભાગ લેવો પડતો હોય છે.

આ જ કારણોસર ‘ન્યુઝપ્રેમી’માં જાહેરખબરો પણ ઉઘરાવવામાં નથી આવતી. જે ઘડીએ એડવર્ટાઇઝરના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ન જળવાય એ જ ઘડીએ કાં તો તમારો હાથ આમળીને તમારી પાસે તેઓ પોતાનું ધાર્યું કરાવતા થઈ જાય અને વાચકો ગેરમાર્ગે દોરવાઈ જાય, કાં પછી તમારી નૌકાને મધદરિયે હાલકડોલક કરીને ડુબાડી દેવાની ધમકી આપવામાં આવે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મીસમા સૌરભ શાહ દ્વારા 24×7 થઈ રહી છે. ( એક વાચકે ‘ વન કેન’—one pen, one man, one can—નું બિરૂદ આપ્યું છે. કોઈ એક લેખની કમેન્ટમાં છે.)

‘ન્યુઝપ્રેમી’નું લેખન-સંપાદન તથા એની સાજસજ્જા મુંબઈમાં થાય છે. ટાઇપસેટિંગ ભાવનગર અને અમદાવાદમાં થાય છે. ‘ન્યુઝપ્રેમી’ના એડમિનિસ્ટ્રેશનની જવાબદારી પૂણેથી નિભાવવામાં આવે છે અને ‘ન્યુઝપ્રેમી’ને ટેક્નિકલ સપોર્ટ બેંગ્લોર સ્થિત ગુજરાતી ટેકનોક્રેટ આપે છે. ‘ન્યુઝપ્રેમી’ની હિન્દી આવૃત્તિ માટેનું અનુવાદકાર્ય મુંબઈ – અમદાવાદમાં થાય છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

1 COMMENT

  1. Excellent Saurabh bhai . today’s point is most important not only for self confidence nbut many aspects.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here