હવનનો પાડો અને ઈદની બકરી : ચડ્ડી-બનિયનધારી સેક્યુલરખાનોનાં બેવડાં ધોરણો : સૌરભ શાહ

( ૧૪ જાન્યુઆરીના મકર સંક્રાન્તના ઉત્સવ નિમિત્તે જ્ઞાન બાંટવા નીકળી પડતા સગવડિયા જીવદયાપ્રેમીઓ બકરી ઈદ વખતે મિંયાની મીંદડી થઈને ક્યાં લપાઈ જતા હોય છે એ વિશે ગઈ કાલે, ૧૩ જાન્યુઆરીએ, દાહોદના મારા આદરણીય પત્રકારમિત્ર સચિન દેસાઈ સાથે ફેસબુક પર પટ્ટાબાજી થઈ. ૨૦૦૪માં ઈટીવી પર મેં શરૂ કરેલા હ્યુજલી પૉપ્યુલર ડેઈલી ટૉક શો ‘સંવાદ’માં રાજકોટના ‘વિજ્ઞાનજાથા’વાળા હિંદુદ્વેષી જયન્ત પંડ્યાની પોલ કેવી રીતે ઉઘાડી પાડી તેનો ઉલ્લેખ કર્યો. સચિન દેસાઈના આગ્રહથી ૨૦૦૯માં એ ઘટના વિશે લખેલા ૩ લેખની સિરીઝ ગઈ કાલે રાત્રે લોહ્ડીનાં દર્શન કર્યા પછી ઘરે આવીને શોધી. મળી. ત્રણેય લેખ અહીં વારાફરતી, વચ્ચે ફુદડીનું સેપરેટર મૂકીને, ઠાલવી દઉં છું. આપ સૌને ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. )

***********

(મંગળવાર, ૨ જુન ૨૦૦૯ : ગુડ મૉર્નિંગ ઓનલાઇન)

લેફ્ટિસ્ટ મિડિયા જગતભરમાં પોતાને તટસ્થ, વિશ્વસનીય, બૌદ્ધિક અને સેક્યુલર ગણાવીને જે તે દેશની પરંપરાને, સંસ્કૃતિને અને મૂળ પ્રજાના ગૌરવને હણવાના છુપા એજન્ડા સાથે કામ કરતું હોય છે. ભારતમાં પ્લેબેક ગાયક અભિજિત (છેલ્લે એમણે ‘ઓમ શાંતિ ઓમ’માં ધૂમ તાનાવાળું અફલાતૂન ગીત ગાયું) હોય કે ગઝલગાયક જગજિત સિંહ — સૌ કોઈએ હિંદુ હોવાનું ગૌરવ વ્યક્ત કરવા બદલ સહન કરવું પડ્યું છે. ઍન્ટરટેઈન્મેન્ટ ઈન્ડસ્ટ્રી તો પાકિસ્તાનથી આવેલા કોઇ પણ કલાકારને માથે ઉંચકીને નાચવા તૈયાર હોય છે. મહેંદી હસન કે ગુલામ અલી કે એવા અનેક કળાકારો આદરણીય છે (આ બંને મહાન ગઝલ સિંગર્સના લાંબા ઈન્ટરવ્યુઝ મેં લીધા છે) પણ આપણા કળાકારો ત્યાં જઈને પરફોર્મ ન કરી શકે ત્યારે કળામાં રાજકારણ, ધર્મકારણ કે દરેક પ્રકારનાં કારણો પ્રવેશે તે લાજમી છે.

સ્વ. ફિરોઝ ખાને, મુસ્લિમ હોવા છતાં એક ભારતીય તરીકે આવી પરિસ્થિતિનો વિરોધ કર્યો તે વખતે લેફ્ટિસ્ટ મિડિયાએ ધોકા વડે ધોઈને એમને અધમૂઆ કરી નાખ્યા હતા. આ ડાબેરી મિડિયાની અસર જમણેરીઓ પર પણ ઘણી છે — પોતાને કોઈ દ્વેષયુક્ત હિંદુવાદી કહી ન જાય એવા ભયમાં તેઓ ક્યારેક પોતાની બસ લાહોર સુધી દોડાવી જાય છે.

વાઘા સરહદ પર મીણબત્તી લઈને દોડી જનારાઓમાં કુલદીપ નાયર અને વિનોદ મહેતા (તંત્રી:’આઉટલૂક’) સહિતના અંગ્રેજી પત્રકારત્વના લેફ્ટિસ્ટોની એક મોટી ફોજ હતી. તેઓ દાયકાઓથી પાકિસ્તાન સાથે દોસ્તીનો હાથ મિલાવો—હાથ મિલાવોના નારા લગાવ્યા કરે છે. ૨૬ નવેમ્બરે કસાબ આણિ મંડળી મુંબઈ પર હુમલો કરે છે ત્યારે મહેશ ભટ્ટ (જેમનામાં અડધું લોહી મુસલમાનનું છે) અને જાવેદ અખ્તર જેવાઓની જેમ આ ડાબેરી મિડિયા પણ પગની વચ્ચે પૂછડી દબાવીને ચૂપ થઈ જાય છે. જાવેદ અખ્તરનો કાવ્યસંગ્રહ ‘તરકશ’ મારાં ફેવરિટ પુસ્તકોમાંનો એક છે જેના વિશે તેના પ્રકાશન વખતે મેં વિગતે મનભરીને લખ્યું છે. અહીં સવાલ એમના સર્જનનો નથી પણ અત્યારે જે વિષય પર હું તમારી સાથે વાત કરી રહ્યો છું તે બાબતના વિચારોનો છે.

આપણે આ વિચારોને એમના સર્જનથી જુદા પાડીને કે એમના સર્જનને એમના આ વિચારોથી જુદા પાડીને જોઈ શકીએ એટલા મૅચ્યોર, ઉદાર અને નિખાલસ છીએ. તમે જોજો, ડાબેરી મિડિયા આવું ક્યારેય નહીં કરે. તમારા વિચારોની ટીકા કરશે, ખૂબ ગંદી રીતે અને હલકટ એપ્રોચથી ટીકા કરશે અને તમારા સર્જનની ભાજીમૂળાની જેમ કાં તો અવગણના કરશે કાં હાલતાં ચાલતાં એકાદ ટપલી લગાવીને રફુચક્કર થઈ જશે.

લેફ્ટિસ્ટ મિડિયાએ અમેરિકામાં જયોર્જ બુશ (જે રાઈટિસ્ટ રિપબ્લિકન પાર્ટી)ના છે, જાણે તદ્દન્ ભોટ, ગમાર અને બુદ્ધુ પ્રેસિડન્ટ હોય એવી છાપ ઊભી કરી હતી. જસ્ટ ઈમેજિન, અમેરિકા તો શું કોઈપણ રાષ્ટ્રનો વડો એવો હોય? પણ ઈરાકની અને સાથોસાથ ઈસ્લામની વધતી જતી વગને કાબુમાં લેવા માટે જે પગલાં ભર્યાં તેને કારણે બુશ લેફ્ટ ટુ ધ સેન્ટરવાળા મિડિયામાં અપ્રિય થઈ ગયા. અમેરિકાની મંદી માટે જાણે બુશ એક માત્ર વ્યક્તિ જવાબદાર હોય એવો માહોલ વિશ્વભરમાં સર્જી દીધો.

ભારતમાં અને ભારતની બહાર હિંદુ સંસ્કૃતિ, હિંદુ ધર્મ અને હિંદુત્વની ઉમદા પરંપરાને જૂનવાણી, જક્કી, જડસુ, કટ્ટરવાદી અને ગમારલોકોની વિચારધારા તરીકે ઉપસાવવામાં આ લેફ્ટિસ્ટ મિડિયાનો જ હાથ છે. હું ફરી કહું છું આ માટે ડાબેરી સેક્યુલર મિડિયા જ જવાબદાર છે.

મને ખબર છે અત્યારે કેટલાકનાં મનમાં શું ચાલી રહ્યું છે. તેઓ કહેશે કે, ‘..પણ હિંદુત્વમાં રહેલી ખામીઓનું શું? શું તમે હિંદુ ધર્મના કેટલાક નકામા થઈ ગયેલા રીતરિવાજોનો પણ બચાવ કરો છો?’

ભઈ, ડાબેરીઓને કોઈ પહોંચી ના વળે. મારે આ પ્રશ્નનો જવાબ આપતાં તમને સમજાવવું પડશે કે તમારા નિર્દોષ, ભોળા અને ક્યારેક છપાયેલું બધું જ સ્વીકારી લેવા અધીરા એવા માનસને ધ્યાનમાં રાખીને કંઈક કહેવું છે. ક્યાંથી શરૂઆત કરૂં?

સ્ટિંગ ઑપરેશનથી. ભાજપના બાંગરપ્પાને તમે સૌએ એક લાખ રૂપિયાનું પાર્ટી ભંડોળ રોકડમાં સ્વીકારતા હતા એવું તહેલકાના સ્ટિંગ ઑપરેશનમાં થોડાંક વર્ષ અગાઉ જોઈ ગયા. સામ્યવાદી પાર્ટી, સમાજવાદી પાર્ટી કે કૉન્ગ્રેસ શું મતદારોના પ્રેમ અને ફ્રેશ ઍર પર નભે છે? એમને પૈસાની જરૂર નથી હોતી? એમના પૈસા ક્યાંથી આવે છે? શા માટે સ્ટિંગ ઑપરેશન ત્યાં જઈને કરવાનો વિચાર નથી આવતો?

આ તો એના જેવી વાત થઈ કે હું તમારા બાથરૂમની મોરીમાં કૅમેરા નાખીને સ્ટિંગ ઑપરેશન કરું અને પછી લખું કે તમે કેટલા ગંદા છો! મારા બાથરૂમની મોરી પણ એટલી જ ગંદી હશે. પોલોટિકલ ફંડ્સ આવું જ એક ગંદું ક્ષેત્ર છે, ચાહે એ અહીંનું હોય કે અમેરિકાનું.

હજુ વધુ સ્પષ્ટતા કરું. છાશવારે તમે છાપામં વાંચો છો કે હિંદુઓના ફલાણા મંદિરમાં પાડો કે બકરું કે મરઘો વધેરવાની ક્રુર પ્રથા હજુ પણ ચાલુ છે. હું માનું છું કે આ પ્રથા ખોટી છે, જંગલી છે. સંસ્કૃત-સભ્ય સમાજને છાજે નહીં તેવી છે. ધર્મના નામે આવાં બલિદાનો ના અપાવાં જોઈએ.

પાડાનો કે બકરાનો બલિ અપાતો હોય એવી જાણ થાય કે તરત રાજકોટમાં ‘વિજ્ઞાનજાથા’ હલાવતા જયન્ત પંડ્યા નામના એક શખ્સ પોતાની ટીમ સાથે પહોંચી જાય છે. એક વાર આ ભાઈ ‘સંવાદ’ના ઈન્ટરવ્યુ માટે ‘ઈટીવી’ના સ્ટુડિયોમાં આવી પહોંયા. મેં એમનો ઈન્ટરવ્યુ શરૂ કર્યો. મૂંગાં, નિર્દોષ પ્રાણીઓની કેટલાક ( કેટલાક જ, આંગળીના વેઢે ગણાય એટલા) હિંદુઓ દ્વારા આ રીતે થતી કતલ અટકાવવાનું કેટલું પવિત્ર કાર્ય તેઓ કરી રહ્યા છે તેનું વિગતવાર વર્ણન એમની પાસેથી સાંભળ્યું. ખરેખર ઉમદા કાર્ય. પછી પહેલો કમર્શીયલ બ્રેક લેવાનું સિગ્નલ આવ્યું. મેં કહ્યું, ‘દર્શકમિત્રો, જયન્તભાઈ પાડા અને બકરાનું બલિદાન અટકાવીને હિંદુ સમાજની ઉમદા સેવા કરી રહ્યા છે. બ્રેક પછી આપણે એમની પાસેથી સાંભળીશું કે આગામી દિવસોમાં આવી રહેલા બકરી ઈદના પવિત્ર તહેવાર દરમ્યાન ગુજરાતમાં ચાર લાખ બકરીઓની કતલ થતી અટકાવવા માટે એમની પાસે શી યોજના છે.’

જવાબમાં જયન્ત પંડ્યાએ શું કહ્યું એના કરતાં વધુ ઈન્ટરેસ્ટિંગ છે જયન્ત પંડ્યાએ શું કર્યું. મિલતે હૈ બ્રેક કે બાદ. આવતીકાલે. થોડોક વાદ, થોડાક વિવાદ અને ખૂબ બધો હુંફાળો સંવાદ.

**********

(બુધવાર, ૩ જુન ૨૦૦૯ : ગુડ મૉર્નિંગ ઓનલાઇન)

‘ઈટીવી’ના ‘સંવાદ’ કાર્યક્રમ માટે રાજકોટની ‘વિજ્ઞાનજાથા’ વાળા જયન્ત પંડ્યા સાહેબે મંદિરમાં પાડાનું બલિદાન અપાતું અટકાવ્યું પણ બકરી ઈદ વિશે એમનો શો પ્લાન હતો?

બ્રેક પછી મેં આ સવાલ એમને પૂછ્યો: આગામી બકરી ઈદ દરમ્યાન ચાર લાખ બકરાંની કુરબાની અપાશે. તમે અને તમારી ટીમ આ વિશે શું કરવા ધારો છો?

ગોધરાકાંડ પછીનાં રમખાણો દરમ્યાન અખબારી યાદીઓ છપાવનારાઓમાંના એક એવા જયન્ત પંડ્યા જવાબ આપતાં થોથવાઈ ગયા. કોઈની ફરિયાદ આવશે તો પગલાં લઈશું કે એવું કંઈક મોળું મોળું બોલ્યા અને તરત બીજે ફંટાઈ ગયા, મેં એમની ગાડીને પાટે ચડાવવાની કોશિશ કરી પણ તેઓ તો ઢોંગી સાધુઓ ઉપરાંત બનાવટી બાબા-ફકીરોને પણ અમે છોડતા નથી — વાળી લાઈને ચડી ગયા. બકરી ઈદ અને ૪ લાખ બકરાંની કુરબાનીવાળી વાતનો કોઈ જવાબ એમની પાસે નહોતો. પણ એમનો ચહેરો ખુલ્લો પડી જવાનો હતો. રેકોર્ડિંગ પૂરું થયું.

વાત અહીં પૂરી થતી નથી. થોડાક મહિનાઓ બાદ ‘સંવાદ’ માટેનો મારો ૧૪૪ એપિસોડ્સનો કૉન્ટ્રાક્ટ પૂરો થતો હતો. મારે ‘વિચારધારા’ શરૂ કરવાનું હતું. એટલે દરેક મહિનાના સળંગ ચાર-છ દિવસની તારીખો આપવી મારા માટે શક્ય નહોતી. ‘સંવાદ’ના એક સાથે રોજના છએક એપિસોડ્સ રૅકોર્ડ થતા. મુંબઈના શૅડ્યુલમાં એક જ દિવસમાં બાર ઈન્ટરવ્યુઝ કરવાનો મારો રૅકોર્ડ છે — ડૉ. પ્રકાશ કોઠારી, સુરેશ દલાલ, ઈંસ્માઈલ દરબાર, અરુણા ઈરાની, વર્ષા અડાલજા, હિતેન કુમાર, પ્રવીણ સોલંકી, અરવિં જોષી, ફિરોઝ ઈરાની વગેરે. ‘સંવાદ’ની શરૂઆત કરવા માટે ‘ઈટીવી’ની ટીમ જ્યારે મારા ઘરે આવી ત્યારે તેઓ તરત જ શરુ કરવા માગતા હતા. પણ મારે બે જ મહિના પછી મોરારિબાપુની કથા માટે નૈરોબી જવાનું હોવાથી શેડ્યુલ સમાવાય એમ નહોતો. મેં સુચન કર્યું કે તમે મારો આગ્રહ ન રાખો. ‘ઈટીવી’ની ટીમે કહ્યું હતું કે અમે તમારા પાછા આવવાની રાહ જોઈશું — પછી ‘સંવાદ’નો ડેઈલી ટૉક શો શરૂ થયો.

મેં ‘સંવાદ’ના દર્શકોની વિદાય લીધી. પણ મઝાની વાત જુઓ મારાવાળા એપિસોડ્સ પૂરા થયા પણ એમાં ક્યાંય જયન્ત પંડ્યાવાળો એપિસોડ નહોતો. ‘ઈટીવી’ અને ‘સંવાદ’ની ટીમ સાથેના બૅકગ્રાઉન્ડની આ રામાયણ એટલા માટે માંડી કે અમે બેઉ પક્ષે દિવસરાત મહેનતમજૂરી કરીને ‘સંવાદ’ની ખૂબ મોટી બ્રાન્ડ ઊભી કરી હોવા છતાં સેક્યુલર બહારવટિયા પોતાનું ફાવતું કરાવી ગયા. જયન્ત પંડયાનો મેં લીધેલો ઈન્ટરવ્યુ ‘સંવાદ’માં ક્યારેય પ્રસારિત થયો નહીં.

પંડ્યા પ્રકરણ અહીં પૂરું થયું? ના. ખરી વાત તો હજુ હવે આવે છે.

મારી સાથેના ‘સંવાદ’ પૂરી થયા પછી એક દિવસ સવારે અચાનક મેં ‘ઈટીવી’ પર જોયું કે ‘સંવાદ’ના ઓરિજિનલ સેટ પર મુલાકાતીઓની ખુરશી પર જયન્ત પંડયા બિરાજમાન છે અને ખુશી ખુશી ઈન્ટરવ્યુ આપી રહ્યા છે. ‘સંવાદ’માંથી મેં વિદાય લીધી એ પછી થોડાક એપિસોડ્સ હરિ દેસાઈએ કર્યા અને ત્યાર બાદ જય વસાવડાએ દૌર સંભાળ્યો. હરિ દેસાઈએ જયન્ત પંડયાનો નવેસરથી ઈન્ટરવ્યુ લીધો હતો. રાત્રિના પુનઃપ્રસારણ વખતે મેં એક મિત્રને કહીને એ મુલાકાત રેકોર્ડ કરાવી લીધી. મારા પટારાઓમાંના એકમાં આ નવા ઈન્ટરવ્યુની તેમ જ મેં લીધેલા ઓરિજિનલ ઈન્ટરવ્યુની અન-એડિટેડ ઑડિયો ટેપ્સ છે. વખત આવ્યે તમારી સાથે શૅર કરીશું અને જોઈશું કે આ બેઉ ઈન્ટરવ્યુઝમાં કેવો જમીનઆસમાનનો તફાવત છે.

તો ટૂંકમાં મેં ‘સંવાદ’ના ૧૪૪ એપિસોડ્સ કર્યા જેમાંથી ૧૪૩ પ્રસારિત થયા. રાઈટ? રૉન્ગ. ૧૪૨ પ્રસારિત થયા. તો હજુ બીજો એક એપિસોડ ક્યાં વયો ગ્યો? કહું છું, બાપલા. ધીરજ ધરો. એ ઈન્ટરવ્યુ એનજીઓની બહેનજીઓનો હતો. ટુ બી પ્રિસાઈસ એક જ બહેનજીનો. તેની વાત કાલે…

**********

(ગુરુવાર, ૪ જુન ૨૦૦૯ : ગુડ મૉર્નિંગ ઓનલાઇન)

ઈલા પાઠક એ બહેનજીનું નામ. ‘આવાજ’ નામની નારીવાદી તેમ જ અન્ય સોશ્યલ વર્કવાદી સંસ્થા ચલાવે છે. ‘સંવાદ’ માટે મારે એમનો ઈન્ટરવ્યુ લેવાનો હતો. ‘ઈટીવી’ના સ્ટુડિયોમાં ઈલાબહેનને આવકારીને એમની સેવાપ્રવૃતિઓ વિશે જાણ્યું પછી પૂછ્યું કે તમારી પાસે આ પ્રવૂતિઓ કરવાના પૈસા ક્યાંથી આવે છે? બહેન ગૂંચવાઈ ગયા. ગાડી આડે પાટે. બીજા થોડાક પ્રશ્નો પૂછીને મેં એમની આજીવિકા વિશે પૂછ્યું, ઘર કેવી રીતે ચાલે છે. જાણવા મળ્યું કે સંસ્થા જે મહેનતાણું આપે છે તેમાંથી. મને પ્રશ્ન થયો અને જે મેં કર્યો કે ભારતના કરોડો લોકો કામ કરે છે, મહેનતાણું મેળવે છે છતાં તેઓ ક્યારેય એમ નથી કહેતા કે અમે ‘સેવા’ કરીએ છીએ તેઓ તો બાપડા ફ્રેન્કલી કહેતા હોય છે કે આ તો અમારી ‘નોકરી’ છે, ઘર ચલાવવા કરવી પડે.

તો બહેનશ્રી ઈલાબહેન પોતાનું ઘર ચલાવવા જે કંઈ કરે તેને ‘સમાજસેવા’ના રૂપાળા નામથી કેવી રીતે ઓળખી શકીએ. બહેન ઉશ્કેરાઈ ગયાં. મેં કહ્યું તમતમારે જે જવાબ આપવો હોય તે આપો અમે અક્ષરશઃ, એડિટ કર્યા વિના પ્રગટ કરીશું. હું જાણતો હતો કે ઉપરના કન્ટ્રોલરૂમમાં મારા આ કાર્યક્રમના દિગ્દર્શક અને ગુજરાતી મનોરંજન જગતના મહારથી દીપક અંતાણી મનોમન મુસ્કુરાતા હશે.

પણ બહેન ઈલાબેન ધુંઆપુંઆ. માંડ માંડ ઈન્ટર્વ્યુ પૂરો કરી જીભાજોડી કરીને ચાલ્યા ગયા. પાછળથી ઈલાબહેને પણ ‘ઈટીવી’ પર બહારથી પ્રેશર્સ લાવીને આ એપિસોડનું પ્રસારણ અટકાવ્યું. મારી પાસે આ ઈન્ટર્વ્યુની અપ્રસારિત અને અવિકલ (અર્થાત્ વિકલ ન થઈ હોય તેવી, એડિટ કર્યા વિનાની) ઑડિયો ટેપ પટારાઓમાં ક્યાંક દટાયેલી છે. જરૂર પડશે તો શોધીને એને પણ તમારી સાથે શૅર કરીશું. BTW અવિકલ શબ્દ મને સ્વામી સચ્ચિદાનંદે આપ્યો. એક વખત એમનાં કેટલાંક લખાણોનાં પુનઃપુદ્રણ માટે પરવાનગી માગી ત્યારે એમણે હા પાડતાં લખી આપ્યું કે ‘અવિકલ પ્રગટ કરવું’. વિકલાંગ શબ્દ કેટલો કૉમન છે અને એડિટિંગના માણસ હોવા છતાં આવિકલનો આ રીતનો ઉપયોગ છેક મોડે-મોડેથી ખબર પડી. ધૂળ પડી મારા ધોળામાં, શું ખાખ ગુજરાતી આવડે છે, સૌરભકાકા, તમને?

ટૂંકમાં, સૅક્યુલરિયાઓને તમે ક્યાંય પહોંચી ન વળો. તમે આમથી પકડવા જાઓ તો તેમથી છટકી જાય. અમારા પંચમહાલમાં ચડ્ડી-બનિયનધારીવાળા બહુ જોવા મળે. આખા શરીરે તેલ લગાવીને ચોરી કરવા નીકળી પડે. ચોરી કરતાં પકડાય તો પણ હાથમાં ઝલાય નહીં, સરકી જ જાય — તેઓ પૂરાં કપડાંને બદલે ચડ્ડી અને ગંજી પહેરીને પોતાને ધંધે નીકળે. સેક્યુલર સ્લમડૉગ્સ ચડ્ડી-બનિયનધારી જેવા જ હોય છે. ઈન્ટરવ્યુમાં પકડવા જાઓ તો છટકી જાય અને એમાં પકડાય તો છેવટે પ્રસારણ અટકાવીને પણ છટકે તો ખરા જ. આવું થાય ત્યારે તમારા હાથમાં આવી આવીને શું આવે? નગેન્દ્ર વિજયનો ફેવરિટ મુહાવરો વાપરીને કહીએ તો ભાગતા ભૂતની લંગોટ ભલી. તો મિત્રો, અમારા હાથમાં આ ભાગતા ચડ્ડી-બનિયનધારી ભૂતોની જે લંગોટ રહી ગઈ તે તમારી સમક્ષ મૂકી આપી.

હિંદુઓને મિડિયામાં, પરદેશમાં અને ક્યારેક તો ખુદ હિંદુઓની આંખોમાં અળખામણા બનાવી દેનારા અપલક્ષણાઓની વાત આ સાથે પૂરી થાય છે.

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

નવા કૅલેન્ડર વર્ષનો આરંભ થઈ ગયો છે. આપ સૌનું 2024નું વર્ષ શુભદાયી અને સુખદાયી નીવડે. આ વર્ષે બે દિવાળી આવે છે તે યાદ રાખશો. આસોની અમાસે તો ખરી જ, 22 જાન્યુઆરીએ પણ દીપોત્સવ છે જે 500 વર્ષ રાહ જોયા પછી ઉજવાશે.

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Paytm-
90040 99112

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

હવે તમે તમારું કૉન્ટ્રિબ્યુશન આ QR કોડ સ્કેન કરીને પણ મોકલી શકો છો.

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

1 COMMENT

  1. સુંદર લેખ. એવા લેખ મારા બિનગુજરાતી મિત્રો સુધી પહોચાડવા હિન્દી કે અંગ્રેજી અનુવાદ હશે કે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here