સોશ્યલ મીડિયામાં ગંદી કમેન્ટ્સ કરીને હાથ સાફ કરનારાઓ વિશે- સૌરભ શાહ

( ‘તડકભડક’ : ‘સંદેશ’,સંસ્કાર પૂર્તિ, રવિવાર, ૧૪ એપ્રિલ ૨૦૨૪ )

બે હજાર વર્ષ પહેલાંના રોમમાં એક પ્રથા હતી. રોમની અદાલતોમાં કોઈપણ આરોપીને ત્યાં સુધી સજા થઈ શકતી નહોતી જ્યાં સુધી ફરિયાદી આરોપીની આંખોમાં આંખ પરોવીને આક્ષેપોને દોહરાવે. અમેરિકન કૉન્સ્ટિટ્યુશનના સિક્સ્થ એમેન્ડમેન્ટમાં પણ ‘કન્ફ્રન્ટેશન ક્લૉઝ’ હેઠળ કાયદાની આ પ્રાથમિક જરૂરિયાત માનવામાં આવી છે—જેણે આરોપ લગાવ્યો છે એને જોવાનો ફરિયાદીને હક્ક છે.

સાયબર, ડિજિટલ અને ઈન્ટરનેટયુગમાં આરોપી ફરિયાદીને જોઈ શકતો નથી. ટ્વિટર અને ફેસબુક પર પોતાની ઓળખ છુપાવીને કમેન્ટ કરનારા, આક્ષેપો કરનારા હજારો લોકો તમે ‘જોયા’ હશે. જે લોકો ઓળખ છુપાવતા નથી કે બનાવટી આઈડેન્ટિટી ઊભી કરતા નથી એવા લોકોને પણ ટીકા કે કમેન્ટ કે આક્ષેપ કરતી વખતે ખબર છે કે જેના વિશે આ કમેન્ટ વગેરે થાય છે તે અમારું કંઈ ઉખાડી લેવાના નથી. બે આંખની શરમ જેવું કંઈ હોતું નથી સોશ્યલ મીડિયામાં. જાહેર જીવન જીવતી વ્યક્તિઓની ઑનલાઈન ટીકા કરતી વખતે કે એમના પર આક્ષેપ લગાવતી વખતે કે એમને ધાકધમકી આપતી વખતે લોકોને ખબર છે કે એમની પાસે ‘સાયબર ઈમ્યુનિટી’ છે. આ જ જાહેર જીવન જીવતી વ્યક્તિ જો સામસામે થઈ જાય, રૂબરૂ મળી જાય તો આ કમેન્ટ કરનારાઓમાંથી ૯૯ ટકાની બોલતી બંધ થઈ જાય.

વરસો પહેલાં બ્રિટનમાં આવો એક કિસ્સો બની ગયો હતો. બ્રિટિશ પાર્લામેન્ટની સંસદસભ્ય સ્ટેલા ક્રીઝિને બ્રિટનનો એક પાર્ટટાઈમ ડિલિવરી ડ્રાઈવર નામે પીટર નન ટ્વિટર પર વારંવાર ધમકી આપતો હતો. ઘણા વખત સુધી આવું ચાલ્યું. છેવટે ફરિયાદ થઈ, પીટર નન પકડાયો, કેસ ચાલ્યો અને પછી એને ૧૮ અઠવાડિયાંની જેલની સજા થઈ.

સોશ્યલ મીડિયા કૉમનમૅન માટે ફેસલેસ મીડિયા છે. તમે ખોટી આઈડેન્ટિટી ઊભી ન કરી હોય તો પણ જેઓ તમને રૂબરૂ નથી ઓળખતા એવા બીજા કૉમન પીપલ માટે ફેસલેસ જ છો. સેલિબ્રિટીઝ માટે તો એમનું એકાદ ટકા સિવાયનું સમગ્ર ફૅન ફૉલોઈંગ ફેસલેસ જ રહેવાનું. એમને ખબર નથી કે તમે કોણ છો, રિયલ લાઈફમાં તમારી આ જ ઓળખાણ છે કે કેમ, ક્યાં કામ કરો છો, તમારી આસપાસનું સોશ્યલ સર્કલ કેવું છે, તમારો સ્વભાવ, તમારી ચાલચલગત કેવાં છે. આને કારણે તમને એક પ્રકારની ઈમ્યુનિટી મળે છે. તમે કાંકરીચાળો કરીને ઈઝીલી છટકી જઈ શકો છો. નાનાં બાળકો બિલ્ડિંગના પાડોશીઓને સતાવવા એમના ઘરની ડોરબેલ વગાડીને છુપાઈ જાય, અલમોસ્ટ એવું જ. તમને ખબર છે કે તમે ગમે એવા આકરા શબ્દોમાં સામેની વ્યક્તિના ફેસબુક પેજ પર કે ટ્વિટર અકાઉન્ટ પર કમેન્ટ કરશો, ગાળાગાળ કરશો તો તમારો વાળ પણ વાંકો થવાનો નથી. બહુ બહુ તો એ તમને બ્લૉક કરશે. તમે નવી આઈડી સાથે નવેસરથી તમારી પ્રવૃત્તિ શરૂ કરી શકશો.

કોઈની હાજરીમાં, એની આંખમાં આંખ પરોવીને આક્ષેપો કરવા અઘરા છે, અલમોસ્ટ અશક્ય છે, સિવાય કે સામેની વ્યક્તિએ ખરેખર એ ગુનો કર્યો હોય. એટલે જ જે હાજર નથી હોતું એના વિશે જ ગૉસિપ થાય છે, એના ચારિત્ર્ય વિશે કે એના જીવનની કલ્પી લીધેલી ઘટનાઓ વિશે અફવાઓ ઉડાવાય છે.

સામેની વ્યક્તિ વિશે ખરાબ બોલતી વખતે એની સાથે નજર મેળવીને વાત કરીએ છીએ ત્યારે આપણે મહેસૂસ કરી શકીએ છીએ કે આ સાંભળતી વખતે અત્યારે એને કેવું લાગતું હશે, આ જ શબ્દો કોઈ આપણને કહે ત્યારે કેવું લાગે. અને એટલે જ આપણી ભાષામાં, આપણી અભિવ્યક્તિમાં આપોઆપ ક્ન્ટ્રોલ આવી જતો હોય છે. બે આંખની શરમ નડવી એ આનું નામ, જે સોશ્યલ મીડિયામાં નડતી નથી.

ઈન્ટરનેટના જમાનામાં આ અને આવાં દૂષણો રહેવાનાં જ. ઈન્ટરનેટ વાપરનારાઓ માટે આવા સંજોગોમાં બે સલાહ આપવામાં આવે છે: ૧. આવી વ્યક્તિઓ સાથે દલીલોમાં ઊતરવું નહીં. તમે સામી દલીલ કરો એનો અર્થ એ કે એમની જીત થઈ અને ૨. તમે જો આવી વ્યક્તિઓ સામે ગુસ્સો વ્યક્ત કરશો તો એનો ગુસ્સો વધશે, એ વધારે શક્તિશાળી બનશે. માટે ચૂપ રહેવાનું, આવા લોકોને અવૉઈડ કરવાના.

અને આપણે શીખવાનું એટલું કે જે શબ્દો તમે કોઈના મોઢે ના બોલી શકતા હો એવા શબ્દોમાં, એવી અભિવ્યક્તિથી ક્યારેય ઑનલાઈન કમેન્ટ્સ કરવી નહીં.

ઘણાં મોટાં છાપાં- મૅગેઝિનોની કે ન્યૂઝ ચેનલોની વૅબસાઈટ પર ક્યારેક ઈમ્પોર્ટન્ટ ન્યૂઝ આઈટમ માટે સેંકડો કમેન્ટ્સ લખાતી હોય છે. આમાંની મોટા ભાગની કમેન્ટ્સ ઠાવકી અને મૅચ્યોર્ડ હોય છે. પણ ઘણી કમેન્ટ્સ એવી હોય છે જેમાં તમને ડોરબેલ વગાડીને છૂ થઈ જતા તોફાની છોકરાઓની ઝલક દેખાય. જેના વિશે એ કમેન્ટ થઈ હોય એવી વ્યક્તિની હાજરીની વાત તો જવા દો, અન્ય કોઈપણ વ્યક્તિની હાજરીમાં એવા શબ્દો બોલવાની હિંમત એ કમેન્ટ લખનાર ન કરે, પોતાની ઓળખીતી વ્યક્તિની હાજરીની તો વાત જ જવા દો. કમ્પ્યુટર કે સેલફોનના એકાંતમાં આ લોકો પોતાનું ફ્રસ્ટ્રેશન આ રીતે બહાર ઓકતા હોય છે. ‘મુન્નાભાઈ એમબીબીએસ’માં સુનીલ દત્ત પ્લૅટફોર્મ પર ઊતરે છે ને એમનું પાકીટ તફડાવનારો પકડાઈ જાય છે ત્યારે લોકો એને મારવા લે છે. સુનીલ દત્ત એમને રોકે છે અને પાકીટ મારનારને સલાહ આપ્યા પછી કહે છે: આ લોકો તારા પર એમના પોતાના બળાપા બહાર કાઢે છે. કોઈનો પત્ની સાથે ઝઘડો થયો છે, કોઈને એના બૉસે ધમકાવ્યો છે. એ બધા પોતપોતાનું ફ્રસ્ટ્રેશન બહાર કાઢવા તારા પર હાથ સાફ કરી રહ્યા છે.

સોશ્યલ મીડિયા વાપરનારાઓએ આ સમજવું જોઈએ. કમેન્ટ કરનારા અને કમેન્ટ મેળવનારાઓએ પણ સહાનુભૂતિપૂર્વક આ સમજણ કેળવીને સામે બખાળા કાઢવાને બદલે ચૂપચાપ તમાશો જોવો જોઈએ. તમને ખબર હોવી જોઈએ કે એ બિચારા ભૂલેચૂકેય ક્યાંક જો તમને ભટકાઈ જશે તો એમની બોલતી બંધ થઈ જવાની.

પાન બનારસવાલા

લોગ શોર હોને સે જાગ જાતે હૈં,

મુઝે તેરી ખામોશી સોને નહીં દેતી.

– અજ્ઞાત

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

નવા કૅલેન્ડર વર્ષનો આરંભ થઈ ગયો છે. આપ સૌનું 2024નું વર્ષ શુભદાયી અને સુખદાયી નીવડે. આ વર્ષે બે દિવાળી આવે છે તે યાદ રાખશો. આસોની અમાસે તો ખરી જ, 22 જાન્યુઆરીએ પણ દીપોત્સવ છે જે 500 વર્ષ રાહ જોયા પછી ઉજવાશે.

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

3 COMMENTS

    • Read the sentence again and watch the movie before commenting. Sunil Dutt ( not Sanjay Dutt) speaks that dialogue on the platform. Kindly recheck when you are challenging someone. You will be showing more matured attitude by doing that.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here