સંતોષ અને મહત્ત્વાકાંક્ષા : સૌરભ શાહ

( ‘તડકભડક’ : ‘સંદેશ’,સંસ્કાર પૂર્તિ, રવિવાર, 21 એપ્રિલ 2024)

સંતોષ અને મહત્ત્વાકાંક્ષા બે સામસામા છેડાની કન્સેપ્ટ નથી. સંતોષીને મહત્ત્વાકાંક્ષા ન હોય અને મહત્ત્વાકાંક્ષીઓને અસંતોષ હોય એવી ગેરસમજ ઘણાના મનમાં છે. પર્સનલી તો હું એવું માનતો થયો છું કે જે સંતોષી છે એ જ પોતાની મહત્ત્વાકાંક્ષાઓ પૂરી કરી શકે છે. અસંતોષીઓનું ફોકસ પોતાની મહત્ત્વાકાંક્ષાઓને પૂરી કરવાને બદલે પોતાની માની લીધેલી જરૂરિયાતોને પૂરી કરવા તરફ ફંટાઈ જતું હોય છે.

મહત્ત્વાકાંક્ષા જીવનનો લૉંગ ટર્મ પ્લાન છે. મારે સંગીતના ક્ષેત્રમાં આગળ વધીને મોત્ઝાર્ટ કે આર. ડી. બર્મન જેવું કામ કરવું છે. કે પછી બિઝનેસના ક્ષેત્રે અંબાણી કે અદાણી બનવું છે. કે પછી ચાર્લ્સ ડિકન્સ કે સ્ટીફન કિંગ જેવી નવલકથાઓ લખવી છે. કે પછી મોરારિબાપુ કે સ્વામી સચ્ચિદાનંદ જેવા સંત બનવું છે. આ કે આવી બધી મહત્ત્વાકાંક્ષાઓ પૂરી કરવા માટે નીચોવાઈ જવું પડે. રોજે રોજ તમારે તમારી મહત્ત્વાકાંક્ષાના આવા ટાર્ગેટને સર કરવા એક-એક ઇંચ આગળ વધવું પડે. તમારી જાતને સતત રિ-ઈન્વેન્ટ કરતાં રહેવું પડે. નવું નવું શીખવું પડે, નવું નવું અપનાવવું પડે અને ભૂલો સુધારતાં વાર ન લાગે એવું માનસિક વાતાવરણ ક્રિયેટ કરતાં રહેવું પડે.

આ બધું ત્યારે શક્ય બને જ્યારે રોજ સવારે તમે ઊઠો ત્યારે તમારું મન ડહોળાયેલું ન હોય. રોજ રાત્રે સૂતી વખતે તમારા મનમાં કોઈ વલોપાત, કોઈ કકળાટ, કોઈ લોહીઉકાળો ન હોય. અને આવું ત્યારે શક્ય બને જ્યારે તમે સંતોષી જીવ હો. સંતોષ એટલે શું? તમને જમવામાં શીખંડ અને બટાટાવડાં ખૂબ ભાવતાં હોય પણ ભાખરી-શાક ખાતી વખતે તમારા મનમાં સહેજ પણ કચવાટ ન હોય, પ્રસન્નતાપૂર્વક તમે જમી શકો તેને સંતોષ કહેવાય. તમારી પાસે ૮૫ ઇંચનું ટીવી ન હોય અને દર વખતે મૉલમાં પિક્ચર જોવા જાઓ ત્યારે અચૂક એનું વિન્ડો શૉપિંગ કરો પણ ઘરે આવીને તમારા છવ્વીસ ઇંચના ટીવી પર તમે ભરપૂર આનંદથી તમારી મનગમતી ડીવીડી જોઈ શકો એનું નામ સંતોષ.

તમારી માની લીધેલી જરૂરિયાતો કે તમારી ઈચ્છાઓ ટૂંકા ગાળાની હોવાની. એ કઈ જિંદગીનો ગોલ નથી હોતો. તમારે નવી કાર, નવું ઘર કે જૂના ઘરમાં નવું ફર્નિચર લેવું હોય એ બધી તમારી મહત્ત્વાકાંક્ષાઓ નથી, તમારી ઈચ્છાઓ છે. આવી ઈચ્છાઓ પૂરી કરવા માટે જિંદગી ઘસી નાખવાની ન હોય. આવી ઈચ્છાઓ પૂરી ન થાય ત્યાં સુધી જીવનમાં ખાલીપો અનુભવવાનો ન હોય. જો એવું થશે તો જિંદગી અસંતોષી બની જશે. રહી ગયા હોવાની લાગણી જન્મશે. તમે લૂઝર છો એવું લાગવા માંડશે તમને.

જે ઑલરેડી છે એ પૂરતું છે એવી લાગણી ટ્વેન્ટી ફોર બાય સેવન સુષુપ્ત મનમાં રહ્યા કરતી હોય તો જ સંતોષી જીવ કહેવાશો. આઠ સાડત્રીસની જે લોકલ પકડવા ધારી હતી તે દોડીને પણ પકડી લેવાઈ તો સંતોષ. પછી ભલે એમાં બેસવાની જગ્યા ન મળી. ગાડી તો પકડી લીધી. કારણ કે જો બેસવાની જગ્યા ન મળવાનો અસંતોષ જન્મ્યો તો ત્રણની સીટ પર ચોથી જગ્યામાં સાંકડેમાંકડે ગોઠવાઈ જવું પડ્યું એનો અસંતોષ જન્મવાનો અને જો ફર્સ્ટ ક્લાસમાં ત્રીજી સીટ મળી તો વિન્ડો કેમ ન મળી એનો અસંતોષ રહેવાનો. ને વિન્ડો સીટ મળી તો બાઈક ન હોવાનો, બાઈક લીધી તો કાર ન હોવાનો અને હૉન્ડાસિટી ખરીદી તો બીએમડબ્લ્યુ ન હોવાનો અસંતોષ રહેવાનો. જે મળી રહ્યું છે તેનો પૂરેપૂરો આનંદ માણી શકીએ તો જ સંતોષી થઈએ. અને આનંદ ત્યારે જ માણી શકીએ જ્યારે, જે મળે છે તેના માટે કૃતાર્થ છીએ એવું લાગે- ભગવાને આ તમને આપીને તમારા પર કૃપા કરી છે એવી ફીલિંગ જન્મે. સંતોષી બનવા માટે આટલું કરવું પડે. મનમાં જન્મી રહેલા તમામ ડિસ્ટર્બન્સીસને નાથવા સંતોષી બનવું પડે. આવા ખળભળાટો શમી ગયા હોય તો જ મહત્ત્વાકાંક્ષાઓ પૂરી કરવાનાં અભિયાનો શરૂ કરી શકાય.

તમારી જિંદગીની મહત્ત્વાકાંક્ષા કંઈ ડ્રોઈંગ રૂમમાં ૮૫ ઇંચનું ટીવી વસાવવાની નથી. તમારી મહત્ત્વાકાંક્ષા નવો બિઝનેસ કરવાની, મહાન સંગીતકાર બનાવાની કે ગ્રેટ ઍક્ટર બનવાની છે. એ મહત્ત્વાકાંક્ષા પૂરી કરતાં કરતાં ૮૫ ઇંચનું ટીવી ઘરમાં આવશે તો એ એનો આડફાયદો હશે. તમારી સફળતાની બાય પ્રોડક્ટ હશે. હું શું કહેવા માગું છું એ સમજાય છે તમને? સારી લાઈફસ્ટાઈલ હોય એવી ઇચ્છાને મહત્ત્વાકાંક્ષાનું નામ ન અપાય. ઈચ્છાઓ કે જરૂરિયાતો પૂરી કરવામાં બિઝી થઈ ગયા તો લાઈફ બીજા કરોડો-અબજો જીવો જેવી જ બની જવાની. જિંદગીમાં ‘કંઈક કરવું’ હોય તો આ ઈચ્છાઓ અને જરૂરિયાતો પૂરી કરવા માટેના શૉર્ટ કટ્સ નહીં લેવાના. શૉર્ટ કટ્સ લેવાની આદત તમને તમારા ગોલથી દૂર લઈ જશે. મહત્ત્વાકાંક્ષાઓ પૂરી કરવા માટેનો જે માર્ગ કુદરતે તૈયાર કર્યો છે એમાં એણે ક્યાંય શૉટ કટ્સ રાખ્યા નથી. તમારે લાંબા રસ્તે જ ચાલવું પડશે.

સંતોષ ત્યારે જન્મે જ્યારે બીજાઓની સાથે તમારી સરખામણી ન કરો. અને મહત્ત્વાકાંક્ષાઓ પૂરી કરવાનું બળ તમને ત્યારે મળે જ્યારે તમે સતત બીજાઓ સાથે તમારી જાતની સરખામણી કરતા રહો. તમારા મિત્રે ઑડી ખરીદી અને તમે એની સાથે તમારી સરખામણી કરતા થયા એ ઘડીથી તમારામાં અસંતોષ જન્મ્યો, તમને તમારી મારુતિ-સ્વિફ્ટ ફિક્કી લાગવા માંડી. પણ જે ઘડીએ તમે નક્કી કર્યું કે મારે આર. ડી. બર્મન કરતાં પણ વધુ સારા સંગીતકાર બનવું છે તે ઘડીએ આ સરખામણીને લીધે તમારી મહત્ત્વાકાંક્ષાની ઊંચાઈ નક્કી થઈ ગઈ. ફરી એક વાર—સેટિસ્ફેક્શન અને ઍમ્બિશન એ બે કોઈ વિરોધાભાસી શબ્દો નથી. બસ આટલું જ. આ વિષય પર આટલું લખ્યાનો મને સંતોષ છે. અને ના, મારી એવી કોઈ મહત્ત્વાકાંક્ષા નથી કે આ જ સબ્જેક્ટ પર હજુ વધારે હું લખું.

પાન બનારસવાલા

વાંચવું અગત્યનું નથી, વાંચીને વિચારવું મહત્તવનું છે, વિચારીને જિંદગીમાં શું અપનાવવું અને શું છોડી દેવું એ મહત્તવનું છે.

અજ્ઞાત્

• •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

નવા કૅલેન્ડર વર્ષનો આરંભ થઈ ગયો છે. આપ સૌનું 2024નું વર્ષ શુભદાયી અને સુખદાયી નીવડે. આ વર્ષે બે દિવાળી આવે છે તે યાદ રાખશો. આસોની અમાસે તો ખરી જ, 22 જાન્યુઆરીએ પણ દીપોત્સવ છે જે 500 વર્ષ રાહ જોયા પછી ઉજવાશે.

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

2 COMMENTS

  1. Nicely presented the difference between….will help many youngsters in their future vision & many mature in their present life view. Thanx Saurabhaji

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here