ખોટા નિર્ણયો લેવાની કળા : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ : ગુરુવાર, 18 જૂન 2020 )

ગાડરિયો પ્રવાહ અને આઉટ ઑફ બૉક્સ થિન્કિંગ. આ બે વિરોધાભાસી ટર્મ્સ છે.

માણસ નાનપણથી જે વાતાવરણમાં ઊછરે છે તેને કારણે એ પોતાના કમ્ફર્ટ ઝોનની બહાર નીકળવા નથી માગતો. કંઈક જુદું વિચારવું હોય, કશુંક નવું કરવું હોય તો એણે પોતાના કમ્ફર્ટ ઝોનની બહાર નીકળવું પડે. આઉટ ઑફ બૉક્સ થિન્કિંગ માટે માત્ર કલ્પનાશક્તિની જ જરૂર નથી, જોખમ લેવાની તૈયારી પણ રાખવી પડે. કમ્ફર્ટ ઝોનની બહાર નીકળીને ઈન્સિક્યોર્ડ લાઈફ જીવવાની તૈયારી પણ રાખવી પડે. ફૂટપાથ પર ચાલનારા લાખો-કરોડો માણસો છે. તંગ દોરડા પર હાથમાં લાંબો વાંસડો રાખીને બૅલેન્સ જાળવીને ચાલતા ટ્રેપીઝ આર્ટિસ્ટમાં અને ફૂટપાથ પર ચાલનારાઓ વચ્ચે જે ફરક છે તે જ ફરક ગાડરિયા પ્રવાહમાં ભળી જનારા અને આઉટ ઑફ બૉક્સ થિન્કિંગ કરનારાઓ વચ્ચે છે. ટ્રેપીઝ આર્ટિસ્ટ બૅલેન્સ ચૂકી જશે અને નીચે બાંધેલી નેટ પર ગબડી પડશે તોય આપણે એની જોખમ લેવાની હિંમતને દાદ આપીને એને બિરદાવવાના, ફૂટપાથ, ચાલનારો કોઈ પડી જશે તો આપણે એને બિરદાવવાના છીએ?

કેટલીક વાર જે દેખાતો નથી તે જ રસ્તો તમારા માટે સર્જાયેલો હોય છે. રસ્તો નથી દેખાતો કારણ કે તમારું ધ્યાન બીજા અનેક તૈયાર રસ્તાઓ પર છે જેના પર અસંખ્ય લોકો આગળ વધી રહ્યા છે. જે રસ્તે જવાનું હજુ સુધી કોઈએ વિચાર્યું નથી એ માર્ગ ભલે ડરામણો લાગતો હોય પણ આવા માર્ગે ચાલીને જ કોઈ ચાવાળો પ્રધાનમંત્રી બનતો હોય છે અને આવા માર્ગે ચાલીને જ કોઈ બાલ બ્રહ્મચારી ભગવાધારી સાધુ મલ્ટિનૅશનલ કંપનીઓને હંફાવતી દેશી ઉત્પાદનોની શૃંખલાથી ગાંધીજીના સ્વદેશી અભિયાનને, મેક ઈન ઇન્ડિયાના નારાને કે આત્મનિર્ભરતાની ઝુંબેશને સાકાર કરતો હોય છે.

હવે સવાલ એ આવે કે ચીલો ચાતરવો કેવી રીતે?

પૉલ આર્ડન નામનો લેખક વિશ્વની ટૉપમોસ્ટ એડ એજન્સી સાચી ઍન્ડ સાચીનો ક્રિયેટિવ ડિરેક્ટર હતો. બ્રિટિશ ઍરવેઝ, ટોયોટા, ફયુજિ ફિલ્મ્સ વગેરેના એડ કેમ્પેન એનું ક્રિયેશન છે. ૨૦૦૮માં ૬૮ વર્ષની વયે ગુજરી ગયા ત્યારે એમનાં ત્રણ યાદગાર પુસ્તકો વડે દુનિયામાં અમર થઈ ગયા. એક તો ‘ઈટ્સ નૉટ હાઉ ગુડ યુ આર, ઈટ્સ હાઉ ગુડ યુ વૉન્ટ ટુ બી’. બીજું, ‘વૉટેવર યુ થિન્ક, થિન્ક ધ ઑપોઝિટ’ અને ત્રીજું, ‘ગૉડ એક્સ્પ્લેન્ડ ઈન અ ટૅક્સી રાઈડ.’

પૉલ આર્ડન ‘વૉટેવર યુ થિન્ક, થિન્ક ધ ઑપોઝિટ’ પુસ્તક માટે દાવો કરે છે કે: આ પુસ્તક તમને ખોટા નિર્ણયો લેતાં શીખવાડશે! આ પુસ્તક વાંચીને તમને ખબર પડશે કે જિંદગીમાં ખરી સિક્યુરિટી રિસ્ક લેવામાં જ છે.

હવે જે કંઈ વિચારો વહેવાના છે તેની ગંગોત્રી પૉલ આર્ડનની આ બુકમાં છે:

આ દુનિયા તમે જેવી વિચારો છો એવી જ છે. તો તમારા વિચારોની દિશા બદલો, દુનિયા બદલાઈ જશે!

થિન્કિંગ પેટર્ન બદલાવાથી દરેક ક્ષેત્રમાં કેવી રીતની પ્રગતિ થાય છે તેનો ઉત્તમ દાખલો ૧૯૬૮ની મેક્સિકો ઑલિમ્પિક્સમાં જોવા મળ્યો. અત્યાર સુધી હાય જમ્પ કરનારાઓ માથું જમીન તરફ રહે એ રીતે શરીરને ફંગોળતા જે ટેક્નિક વેસ્ટર્ન રોલ તરીકે ઓળખાતી અને ૧૯૬૮ પહેલાંનો વર્લ્ડ રેકૉર્ડ હતો પાંચ ફીટ આઠ ઈંચ. ડિક ફોસ્બરી નામના એથ્લીટે નવી ટેક્નિકથી હાય જમ્પ માર્યો. પીઠ જમીન તરફ અને માથું આકાશને જુએ તે રીતે શરીર વાળીને ફંગોળ્યું. પાંચ-આઠને બદલે ૭-સવા ચારનો કૂદકો એ લગાવી શક્યો. ત્યારથી આ ટેક્નિક ફોસ્બરી ફલોપ તરીકે પ્રચલિત થઈ અને પચાસ વર્ષ પછી પણ હાય જમ્પની આ નવી ટેક્નિક જ વપરાય છે.

તમારી થિન્કિંગની ટેક્નિકમાં પણ જો તમે આવો બદલાવ લાવી શકો તો તમે વિશ્વવિક્રમો સર્જી શકો.

ક્લાસિક એક્ઝામ્પલ પબ્લિશિંગ ઈન્ડસ્ટ્રીનું છે. ૧૯૩૪ની વાત. પેન્ગવિન પબ્લિશર્સે પુસ્તકવિક્રેતાઓને કહ્યું કે પ્રકાશન ઉદ્યોગમાં અમે પેપરબૅકની નવી ક્ન્સેપ્ટ લાવીએ છીએ અને માત્ર છ પેન્સમાં પુસ્તક વેચાણ માટે મૂકીશું. પુસ્તકવિક્રેતાઓ કહે કે ૭ શિલિંગ અને ૬ ડાઈમની વેચાણ કિંમત ધરાવતી હાર્ડ બાઉન્ડ બુક્સમાં પણ અમે માંડ માંડ નફો મેળવીએ છીએ તો આ છ પેનીની ચોપડીમાં અમને શું મળવાનું! લેખકોએ પણ વિરોધ નોંધાવ્યો કે આટલી ઓછી છાપેલી કિંમતમાં અમને રૉયલ્ટી મળી મળીને કેટલી મળવાની? બીજા પબ્લિશરોએ પણ પોતાને ત્યાંનાં પુસ્તકોના પેપરબૅકના રાઈટ્સ આપવાની ના પાડી— આ રીતે તે કંઈ ધંધો થતો હશે?

પણ થયો. જબરજસ્ત થયો. ધ રેસ્ટ ઈઝ હિસ્ટરી. આજે પેપરબેક એડિશનનો ધંધો હાર્ડ બાઉન્ડ આવૃત્તિ કરતાં દસગણો વધારે થાય છે.

એક નવી જ વાત. લજ્જા તમારા શરીરને કોઈ નગ્ન જોઈ જાય એમાં છે કે એ નગ્ન શરીર તમારું છે એની કોઈને ખબર પડી જાય એમાં? નાનકડી વાર્તા છે. ઈંગ્લેન્ડમાં ઑક્સફર્ડ પાસેની નદીમાં નિર્વસ્ત્ર નહાવાનો રિવાજ છે. એક પ્રૉફેસર આ રીતે નહાઈને પાણીની બહાર નીકળ્યા. ટોટલ દિગંબર. ત્યાં જ થોડીક સ્ટુડન્ટ્સ નાનકડી હોડીમાં પસાર થઈ. પ્રૉફેસરે તરત જ પોતાનો ટુવાલ લઈ પોતાના મોઢા પર ઢાંકી દીધો!

આપણી તકલીફ એ નથી કે આપણે ખોટા નિર્ણયો લઈએ છીએ. આપણી તકલીફ એ છે કે આપણે બીજા બધાની જેમ સાચો નિર્ણય લેવાની કોશિશ કરીએ છીએ. આપણી પાસે જેટલી હકીકતો, માહિતી છે એના આધારે આપણે સાચો નિર્ણય લેવાની કોશિશ કરીએ છીએ. બીજા બધા જ એવું કરતા હોય છે, અને એટલે આપણે એમનાથી જુદા પડતા નથી, અને એટલે આપણે ગાડરિયા પ્રવાહમાં તણાયા કરીએ છીએ. આપણા સાચા લીધેલા નિર્ણયો પણ આપણને ક્યાંય લઈ જતા નથી.

તમે જો બીજા લોકો જેવા જ નિર્ણયો લેતા રહેશો તો તમે પણ એમના જેવા જ બનવાના, કંઈ જુદું નહીં કરી શકવાના. જે લોકો અત્યારે તમારા આદર્શ છે એમણે કંઈક જુદા નિર્ણયો લીધા એટલે અત્યારે તેઓ એ જગ્યાએ છે જ્યાં તમે પહોંચવા માગો છો. પણ હવે તમારે એમના જેવા બનવું હશે તો એમણે લીધેલા નિર્ણયોને બદલે હજુ કંઈક જુદા જ નિર્ણયો લેવા પડશે. ત્યારે જઈને તમે એમની હરોળમાં બેસી શકો એવા બનવાના.

સલામતી બક્ષતા નિર્ણયો કરવાથી તમે ડલ, પ્રેડિક્ટેબલ અને તદ્દન ચીલાચાલુ રસ્તે આગળ વધવાના.

જોખમી નિર્ણયો લેશો તો તમે સતત સાવધ રહેવાના, સતત એ નિર્ણય વિશે વિચાર કરતા રહેવાના અને અત્યાર સુધી જે શક્યતાઓ વિશે તમે વિચાર પણ નહોતો કર્યો એવી બધી શક્યતાઓને એક્સ્પ્લોર કરતા થઈ જવાના. આ પ્રોસેસને પરિણામે તમે એવી જગ્યાએ પહોંચવાના જ્યાં જવાનું બીજા લોકોએ માત્ર ડ્રીમ જ જોયું હોય.

એક્સાઈટિંગ લાઈફ દરેકને જોઈએ છે. પણ એવી જિંદગી બનાવવા માટે જે જોખમ ઉઠાવવું પડે તે કોઈને નથી ઉઠાવવું. એટલે લોકો પોતાની લાઈફને એક્સાઈટિંગ લાઇફ જેમની હોય એની સાથે જોડી દે જેથી એ લોકોનું થોડું ઘણું ગ્લૅમર પોતાને પણ માણવા મળે. તમને ખબર નથી કે જેમની રિફ્લેક્ટેડ ગ્લોરીમાં તમે મહાલવા માગો છો, મને તો આ ઓળખે ને મારે તો આની સાથે ઓળખાણ – એ લોકોએ જ્યારે નિર્ણયો લેવાના હતા ત્યારે હિંમતભેર નિર્ણયો લીધા હતા. એમને ખબર નહોતી કે ભવિષ્યમાં શું પરિણામ આવશે, છતાં એ નિર્ણયો લીધા. એમની ગ્લૅમર જે કામમાંથી આવે છે તે બધાં કામ તેઓ આ જોખમી નિર્ણયો લઈને કરી શક્યા. તમને જો ખરેખર આવી વ્યક્તિઓ માટે આદર હોય તો એમની ગ્લૅમરની ઈર્ષ્યા કરવાને બદલે એમણે લીધેલા જોખમી નિર્ણયો જેવાં ડિસીઝન્સ તમે પણ તમારી લાઈફ માટે લો.

ન્યુઝપ્રેમીને સપોર્ટ કરવા આ લિન્ક પર જાઓ

જોખમી નિર્ણયો લેવાના. બહુ બહુ તો શું થશે? કોઈ તમને મારી તો નહીં નાખે ને? તો પછી બીજી ફિકર શેની? તમારે લાઈફમાં જે કંઈ જોઈએ છે તેનાં સપનાં જોયા કરવાથી કે એ વિશે વાતોનાં વડાં કર્યા કરવાથી કંઈ એ બધું મળવાનું નથી. તમારે ઊભા થઈને એ દિશામાં ડગલું ભરવું પડશે, પછી બીજું, પછી ત્રીજું. ગભરાયા વિના એક પછી એક રિસ્ક લેવા પડશે. દુનિયા જેને ગાંડપણ કહે એવું પાગલપન તમારા કામમાં દેખાડવું પડશે.

જોખીતોળીને, બધી બાજુથી લાઈફને સિક્યોર્ડ કરીને જીવવું હોય તો નાની નાની મઝાઓ અને નાના નાના એક્સાઈટમેન્ટ્સથી સંતોષ માની લેવાનો. લાઈફમાં ખરેખર કંઈક એવું અચીવ કરવું હશે, કંઈક પાથ બ્રેકિંગ કામ કરવું હશે તો રેકલેસ નિર્ણયો લેવા પડશે. જે કંઈ બધું ગોઠવીને, સાચવીને રાખ્યું છે તે બધું જ વિખરાઈ જવાની તૈયારી રાખવી પડશે.

આટલું વાંચ્યા પછી હવે તમારામાં આઉટ ઑફ બૉક્સ થિન્કિન્ગ કરવાની અને સરકસના ટ્રેપીઝ આર્ટિસ્ટની જેમ જોખમ ઉઠાવવાની લાગણી ઉછાળા મારતી થઈ જાય તો પૉલ આર્ડનની છબિ સામે રોજ સવારે દીવો-અગરબત્તી કરજો.

વધુ આવતી કાલે.

આજનો વિચાર

તમારાથી કોઈ પ્રૉબ્લેમ સોલ્વ ન થતો હોય તો એનું કારણ એ કે તમે સ્થાપિત નિયમોના આધારે ઉકેલ લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો.

-પૉલ આર્ડન

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરવા માટેની અપીલ : સૌરભ શાહ

પ્રિય વાચકો,

ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાતા, વખણાતા અને ચર્ચાતા લેખક-પત્રકારોમાંના એક સૌરભ શાહ તમને રોજ ‘ન્યુઝપ્રેમી’ દ્વારા મળે છે.

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના ચાલતું સ્વતંત્ર, તથા કોઈનીય સાડીબારી ન રાખતું ડિજિટલ મિડિયા છે અને એટલે એ ભરોસાપાત્ર છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા પ્લેટફૉર્મને અડીખમ રાખવા તમારા સપોર્ટની જરૂર છે.

‘ધ ક્વિન્ટ’, ‘ધ પ્રિન્ટ’, ‘ધ વાયર’, ‘સ્ક્રોલ’ કે બીજાં ડઝનેક તોતિંગ અંગ્રેજી ડિજિટલ મિડિયા કરોડો રૂપિયાનું ફંડિંગ ઉભું કરીને પોતાના એજન્ડાને— કામકાજને આગળ વધારી રહ્યા છે. ‘ન્યુઝપ્રેમી’ આવી રીતે કામકાજ કરવામાં માનતું નથી. ઇન્વેસ્ટર્સ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા પછી અમુક મિડિયા કરોડરજ્જુ વિનાનાં બની જતાં હોય છે. ઇન્વેસ્ટરોનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાથી સચવાતો હોય ત્યારે મિડિયાએ પણ વાચકોનો દ્રોહ કરીને, વાચકોને ઊંધા રવાડે ચડાવીને એન્ટી-નેશનલ ન્યુઝ અને એન્ટી-નેશનલ વ્યુઝ આપવાની પ્રવૃત્તિમાં જોરશોરથી ભાગ લેવો પડતો હોય છે.

આ જ કારણોસર ‘ન્યુઝપ્રેમી’માં જાહેરખબરો પણ ઉઘરાવવામાં નથી આવતી. જે ઘડીએ એડવર્ટાઇઝરના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ન જળવાય એ જ ઘડીએ કાં તો તમારો હાથ આમળીને તમારી પાસે તેઓ પોતાનું ધાર્યું કરાવતા થઈ જાય અને વાચકો ગેરમાર્ગે દોરવાઈ જાય, કાં પછી તમારી નૌકાને મધદરિયે હાલકડોલક કરીને ડુબાડી દેવાની ધમકી આપવામાં આવે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મીસમા સૌરભ શાહ દ્વારા 24×7 થઈ રહી છે. ( એક વાચકે ‘ વન કેન’—one pen, one man, one can—નું બિરૂદ આપ્યું છે. કોઈ એક લેખની કમેન્ટમાં છે.)

‘ન્યુઝપ્રેમી’નું લેખન-સંપાદન તથા એની સાજસજ્જા મુંબઈમાં થાય છે. ટાઇપસેટિંગ ભાવનગર અને અમદાવાદમાં થાય છે. ‘ન્યુઝપ્રેમી’ના એડમિનિસ્ટ્રેશનની જવાબદારી પૂણેથી નિભાવવામાં આવે છે અને ‘ન્યુઝપ્રેમી’ને ટેક્નિકલ સપોર્ટ બેંગ્લોર સ્થિત ગુજરાતી ટેકનોક્રેટ આપે છે. ‘ન્યુઝપ્રેમી’ની હિન્દી આવૃત્તિ માટેનું અનુવાદકાર્ય મુંબઈ – અમદાવાદમાં થાય છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

13 COMMENTS

  1. Newspremk has impressed me. Thx a lot. Three books of Paul Aurdan….Are they available in translation form of hindi / gujarati? Publisher and availablity place?
    Regards,
    Sunil Mehta

  2. મગજના દરવાજા ખોલી નાખ્યાં કંઇક જુદુ વિચારો નવું કંઇક મૌલિક મળશે મને ઘણા અનુભવ મળ્યા છે જોખમી નિ્ણયો લેવા નું વિચાર પણ કંઇક નવું સુજા ડે છે આભાર ન માનુતો નગુણો manau સરસ લેખ

  3. રાઈઈટ. આપણી સંસ્ક્રુતિમા નિર્ણયો લેતી વખતે રોકેટ સાયંસ ને ન્યુક્લિઅર ટેક્નોલોજિ અંગે વિચારવામા આવે છે. પરંતુ પ્શ્ચિમિ દેશોમા common sense ને મહત્વ આપવામા આવે છે.
    બન્ને cultures ને સારી રીતે સમજનારા પ્રલોભનોમા બહુ સમજતા નથી. અંગત ઓબ્ઝર્વેશન.

  4. You are very good article writer I always wait for your article It’s very dynamic and something new please keep writting

  5. Gud morning sir,
    Your articles changed my thinking process and my life also …I’m very thankful to you…..in lockdown period your articles helped me a lot….thank you so much sir.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here