મનની ગૂંચવણો કેવી રીતે ઉકેલવી : સૌરભ શાહ

(લાઉડમાઉથ: ‘સંદેશ’, ‘અર્ધ સાપ્તાહિક’ પૂર્તિ, બુધવાર, 17 જૂન 2020)

મનની ગૂંચવણો ઉકેલી શકાય ખરી?

પણ એ પહેલાં બીજો એક સવાલ: મનની ગૂંચવણો કોને કહીશું?

અને એ પહેલાં હજુ એક સવાલ: મન એટલે શું?

અને આ સાથે બીજા પણ સવાલ થાય: સ્વભાવ એટલે શું? પર્સનાલિટી એટલે શું? આ બધામાં માબાપ કે વડીલો તરફથી જન્મ વખતે જિન્સરૂપી વારસામાં શું શું મળતું હોય છે? અને ઉછેર દરમિયાન એમાં અભાનપણે શું શું ઉમેરાતું હોય છે. ઉછેરનાં ફૉર્મેટિવ યર્સ દરમિયાન જ નહીં, આખી જિંદગી દરમિયાન અભાનપણે શું શું ઉમેરાતું હોય છે? આપણે જાતે સભાનપણે કે પ્રયત્નપૂર્વક એમાં શું શું ઉમેરતાં હોઈએ છીએ?

આ બધા જ સવાલોના ઉત્તરનો જે સરવાળો મળે તેને મન કહી શકીએ.

આ મનમાં ગૂંચવણો ક્યારે સર્જાય? જ્યારે કશુંક અણધાર્યું બને ત્યારે? જ્યારે કેટલીક મહત્ત્વાકાંક્ષાઓ કે કેટલાંક સપનાંઓ સર્જાય ત્યારે? કે પછી એ સપનાંઓ સાકાર ન થાય ત્યારે?

સંબંધો કે રોજગાર-વ્યવસાયને કારણે જ નહીં માણસના જીવનના કોઈપણ પાસામાં કશુંક ખોરવાય કે ખોટકાય ત્યારે આવી ગૂંચવણો ઊભી થાય. કોઈના મૃત્યુ પછી પણ ઊભી થાય અને કોઈકની સાથે નથી રહેવું એટલેય ઊભી થાય અને કોઈકની સાથે રહેવા નથી મળતું એટલેય ઊભી થાય. આર્થિક આપત્તિઓને કારણે પણ મનની ગૂંચવણો સર્જાય અને સામાજિક બદનામીને લીધે પણ એ પેદા થાય.

આમ છતાં એવા અગણિત કિસ્સાઓ જોવા મળે જેની પાછળ ઉપર વર્ણવેલાં કે એની આસપાસનાં કોઈ કારણો ન હોય. દેખીતી રીતે અગમ્ય કારણોસર માણસ વિચિત્ર વર્તન કરતું થઈ જાય. એની બીહેવિયર પેટર્ન બદલાઈ જાય અને એ પણ ક્યારેક બદલાય, ક્યારેક નૉર્મલ રહે. ક્યારે બદલાશે તેની કોઈ નિશ્ર્ચિત ગણતરી ન હોય.

મનની ગૂંચવણો ઉકેલવાનાં બેઉ માર્ગો પ્રચલિત છે, બેઉના પોતપોતાના ફાયદા છે, બેઉમાં પોતપોતાનાં જોખમો છે.

આવું થાય ત્યારે માણસ પાસે બેમાંથી એક જ માર્ગ ખૂલે. એક— સાઈકીએટ્રિસ્ટને કન્સલ્ટ કરવાનો માર્ગ જે ધીરજપૂર્વક સાંભળીને તમને ટિકડીઓ આપીને તમારા મગજમાંના કેમિકલ્સમાં સર્જાયેલું ઈમ્બેલેન્સ સરખું કરી આપે. મુન્નાભાઈ જેને કેમિકલ લોચા કહેતા એવા લોચા પર ઈસ્ત્રી ફેરવી એને ફરી કાંજીકડક બનાવી દે.

બીજો માર્ગ તે સેલ્ફ હેલ્પનો માર્ગ — તમે પોતે જ ધર્મ, અધ્યાત્મ અને ફિલસૂફીનો સહારો લઈને પોતાની સારવાર કરો.

મેડિકલ સારવારમાં દવા ઉપર કાયમી ડિપેન્ડન્સી આવી જવાનું જોખમ છે તો વૈચારિક સમજ વધારીને મનની ગૂંચ ઉકેલવામાં બીજું જોખમ છે – પરિણામ કશું ન આવે છતાં તમે એવી ભ્રમણામાં રહો કે હવે મને સારું લાગે છે પણ અંદરથી તમારી ગૂંચો વધ્યા કરતી હોય. મેડિકલ સારવારનાં ધારાધોરણો અમુક વર્ષો દરમિયાન નવી નવી શોધખોળો થતાં સતત બદલાતાં રહે, ગઈ કાલે પ્રોઝેક જેવી જે દવા ઉપયોગી જણાતી તેના પર આજે હવે જોખમી પુરવાર થવાને લીધે પ્રતિબંધ આવી જાય. આ તરફ તમારી વૈચારિક સમજ વધારનારા લોકો દ્વારા તમારી જાણ બહાર પોતાના પૂર્વગ્રહો તમારા પર લાદવામાં આવતાં હોય, એમનાં સ્વાર્થો સિદ્ધ કરવા તેઓ તમારી પર્સનાલિટી સાથે ચેડાં કરતા હોય. મનની ગૂંચવણો ઉકેલવાનાં બેઉ માર્ગો પ્રચલિત છે, બેઉના પોતપોતાના ફાયદા છે, બેઉમાં પોતપોતાનાં જોખમો છે.

માણસની શારીરિક બાબતો ખોરવાય ત્યારે જે કારણોસર એ ખોરવાઈ હોય તે જ માર્ગે એનો ઈલાજ કરવાનો હોય. માથું દુખવાનું, પેટ દુખવાનું કે બ્લડપ્રેશર વધવાનું કે શ્યુગર વધવાનું કે કોલેસ્ટરોલ વધવાનું કારણ કુદરતી હોય છે, નૈસર્ગિક હોય છે. તમારી પોતાની ટેવ-કુટેવનું એ પરિણામ હોય છે. એની સારવાર પણ કુદરતી ઉપાયોથી જ થવી જોઈએ. કૃત્રિમ ઉપાયો શરીરમાં ઝેર ઉમેરશે. હા, એક્સિડન્ટ થયો ને હાથ કપાઈ ગયો જેવાં શારીરિક ફેરફારો કુદરતસર્જિત નહીં, માનવસર્જિત હોય છે. એના માટે માનવસર્જિત એલોપથી ઉપચારો અનિવાર્ય, પણ એવી ગરબડો સિવાયની શારીરિક ગરબડોમાં માનવસર્જિત ઉપચારો ઘાતક બને.

મન પર પડેલા ઘા, જેને કારણે આ બધી ગૂંચવણો સર્જાય છે તેને રૂઝવવાની કુદરતી શક્તિ પણ ભગવાને આપી જ છે.

મનમાં ગૂંચવણો સર્જાતી હોય છે કુદરત દ્વારા. બ્રેઈનમાં રહેલા કેમિકલ્સનું જો સંતુલન ખોરવાય તો તેનું કારણ આપણી અંદર જ હોવાનું. કોઈ કૃત્રિમ રીતે તમારા મગજમાં સોયો નાખીને એનાં રસાયણોનું સંતુલન ખોરવી નાખતું નથી. શરીર પાસે પોતાના શારીરિક ઘા રૂઝવવાની કુદરતી શક્તિ હોય છે. લોહી આપોઆપ ગંઠાઈ જાય અને ચામડી પર પડેલા ચીરાઓ આપોઆપ વખત જતાં સંધાઈ જાય અને રુઝ આવી જાય એવું ભગવાને જ આપણને ગોઠવીને આપ્યું છે.

મન પર પડેલા ઘા, જેને કારણે આ બધી ગૂંચવણો સર્જાય છે તેને રૂઝવવાની કુદરતી શક્તિ પણ ભગવાને આપી જ છે. વખત જતાં આ બધી ગૂંચવણો એની મેળે ઉકલી જાય એવી મિકેનિઝમ ઉપરવાળાએ જન્મતાં પહેલાં જ તમારામાં ગોઠવી દીધી છે.

મનની નૉર્મલ ગૂંચવણો ઉકેલવા માટે સેલ્ફ હેલ્પવાળો કુદરતી માર્ગ શ્રેષ્ઠ છે. નેવું ટકા ગૂંચવણો એ માર્ગે ચાલતાં ચાલતાં ઉકલી જવાની.

જે ઘામાંથી લોહી વહેતું અટકતું જ નથી, હળદર દબાવ્યા પછી પણ એ ધોધમાર વહ્યા જ કરે છે, જે ઘા એટલો મોટો છે કે આપોઆપ સંધાઈ જવાની કોઈ શક્યતા નથી, ઊલટાનું એ વધારે વાર ખુલ્લો રહેશે તો વકરવાનો છે, એવા શારીરિક ઘાની સારવાર માટે માનવસર્જિત ઉપચારોની જરૂર પડવાની અને એવા દસ ટકા જેટલા માનસિક ઘા માટે મનોચિકિત્સકોને શરણે જવાના માર્ગે જવાની જરૂર પડવાની.

મને પૂછવામાં આવે કે મને જો જરૂર પડે તો હું કયો માર્ગ પસંદ કરું? સવાલ ઈન્ટરેસ્ટિંગ છે.

બેઉ માર્ગો પોતપોતાની રીતે સિદ્ધ થયેલા છે. બેમાંથી કોઈ માર્ગનો વિરોધ કર્યા વગર મારે ત્રીજો માર્ગ સૂચવવો છે. જેને મનની ગૂંચવણો આપણે માની લીધી છે તે ખરેખર ગૂંચવણો છે? કે પછી એ એક નૉર્મલ માનસિકતા છે, નૉર્મલ બીહેવિયર છે?

એક નાનકડો દાખલો લઈએ. થોડાં વર્ષ પહેલાં સજાતીય સંબંધો બદલ ઈન્ડિયન પીનલ કોડ હેઠળ સજા કરવામાં આવતી. એ પછી એક દિવસ સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો અને હવે તો સજાતીય લગ્નોને પણ માન્યતા મળવા માંડી. આ ચુકાદો આવ્યાના આગલા દિવસ સુધી સજાતીય સંબંધો ધરાવતી તમારા કુટુંબની કોઈ વ્યક્તિને તમારે સાઈકીએટ્રિસ્ટ પાસે લઈ જવી પડતી, એની માનસિક સારવાર કરાવવા, એના મનની ગૂંચવણો ઉકેલવા. સુપ્રીમ કોર્ટના ચુકાદાથી એક જ ઝાટકે આ ગૂંચવણો શું દૂર થઈ ગઈ? ના, આ ગૂંચવણો હકીકતમાં ગૂંચવણ નથી અને નૉર્મલ બીહેવિયર છે એવું સ્વીકારાતું થઈ ગયું. તમને પોતાને હોમોસેકસ્યુઅલ સંબંધો સામે અણગમો હોય ને તમે એવા સંબંધો ન બાંધો તો તમારી મરજી, પણ તમે તમારા એ વિચારો બીજા પર નથી લાદતા. સજાતીય સંબંધો તો માત્ર એક નાનકડું ઉદાહરણ છે.

મનની ગૂંચવણો તો અનેક પ્રકારની હોવાની. સજાતીય સંબંધોવાળી માનસિકતા કે એવું વર્તન હવે માનસિક ગૂંચવણમાં નથી ગણાતાં એવું જ બીજી અનેક બાબતોમાં હોવાનું. આપણે જેને સાયકૉલોજિકલ પ્રોબ્લેમ્સ માનીને એના ઉકેલ માટે ફાંફા મારીએ છીએ તેમાંના કેટલાય હકીકતમાં પ્રોબ્લેમ્સ જ ન હોય એવું બની શકે. જે પરિસ્થિતિને સમસ્યા ગણવી જ ન જોઈએ એના ઉકેલો પાછળ દોડીને આપણે આપણો સમય, એનર્જી અને પૈસા વેડફતા હોઈએ એવું બની શકે.

ન્યુઝપ્રેમીને સપોર્ટ કરવા આ લિન્ક પર જાઓ

ધર્મપ્રચારકોની સંસ્થાઓમાં કે મનોચિકિત્સકોનાં દવાખાનામાં જવાને બદલે ઘરે બેસીને માત્ર એટલું જ વિચારીએ કે આપણને જે વાતો મનની ગૂંચવણ જેવી લાગે છે તે હકીકતમાં મનની નૉર્મલ પરિસ્થિતિ છે તો તમારી નવ્વાણું ટકા માનસિક બીમારીઓ ઘડીભરમાં છૂ થઈ જવાની.

મનમાં ગૂંચવણો સર્જાઈ ગઈ છે એવું વિચારીને આપણે સીધાસાદા અને તદ્દન નૉર્મલ વિચાર પ્રવાહોને ખોરવી નાખતા હોઈએ છે. આંગળાની છાપની જેમ દરેકનું મન અલગ અલગ હોવાનું. મારું મન તમારા જેવું ન હોય ત્યારે તમે મને કહેતા હો છો કે મારા મનમાં ગૂંચવણો સર્જાઈ છે. તમારું મન મારા મન જેવું ન હોય ત્યારે હું પણ તમારા માટે એવું જ ધારવાનો. હકીકતમાં આ ‘ગૂંચવણો’ જ મને ને તમને આપણું પોતપોતાનું આગવું વ્યક્તિત્વ આપે છે. માટે એના માટે ગૌરવ લઈએ. એને દૂર કરવાની કોઈ જરૂર નથી.

સાયલન્સ પ્લીઝ!

હું જે કહું છું એના માટે જ જવાબદાર છું, મારી વાતોનો તમે જે અર્થ કાઢો છો એના માટે હું જવાબદાર નથી.

— ઓશો

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરવા માટેની અપીલ : સૌરભ શાહ

પ્રિય વાચકો,

ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાતા, વખણાતા અને ચર્ચાતા લેખક-પત્રકારોમાંના એક સૌરભ શાહ તમને રોજ ‘ન્યુઝપ્રેમી’ દ્વારા મળે છે.

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના ચાલતું સ્વતંત્ર, તથા કોઈનીય સાડીબારી ન રાખતું ડિજિટલ મિડિયા છે અને એટલે એ ભરોસાપાત્ર છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા પ્લેટફૉર્મને અડીખમ રાખવા તમારા સપોર્ટની જરૂર છે.

‘ધ ક્વિન્ટ’, ‘ધ પ્રિન્ટ’, ‘ધ વાયર’, ‘સ્ક્રોલ’ કે બીજાં ડઝનેક તોતિંગ અંગ્રેજી ડિજિટલ મિડિયા કરોડો રૂપિયાનું ફંડિંગ ઉભું કરીને પોતાના એજન્ડાને— કામકાજને આગળ વધારી રહ્યા છે. ‘ન્યુઝપ્રેમી’ આવી રીતે કામકાજ કરવામાં માનતું નથી. ઇન્વેસ્ટર્સ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા પછી અમુક મિડિયા કરોડરજ્જુ વિનાનાં બની જતાં હોય છે. ઇન્વેસ્ટરોનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાથી સચવાતો હોય ત્યારે મિડિયાએ પણ વાચકોનો દ્રોહ કરીને, વાચકોને ઊંધા રવાડે ચડાવીને એન્ટી-નેશનલ ન્યુઝ અને એન્ટી-નેશનલ વ્યુઝ આપવાની પ્રવૃત્તિમાં જોરશોરથી ભાગ લેવો પડતો હોય છે.

આ જ કારણોસર ‘ન્યુઝપ્રેમી’માં જાહેરખબરો પણ ઉઘરાવવામાં નથી આવતી. જે ઘડીએ એડવર્ટાઇઝરના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ન જળવાય એ જ ઘડીએ કાં તો તમારો હાથ આમળીને તમારી પાસે તેઓ પોતાનું ધાર્યું કરાવતા થઈ જાય અને વાચકો ગેરમાર્ગે દોરવાઈ જાય, કાં પછી તમારી નૌકાને મધદરિયે હાલકડોલક કરીને ડુબાડી દેવાની ધમકી આપવામાં આવે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મીસમા સૌરભ શાહ દ્વારા 24×7 થઈ રહી છે. ( એક વાચકે ‘ વન કેન’—one pen, one man, one can—નું બિરૂદ આપ્યું છે. કોઈ એક લેખની કમેન્ટમાં છે.)

‘ન્યુઝપ્રેમી’નું લેખન-સંપાદન તથા એની સાજસજ્જા મુંબઈમાં થાય છે. ટાઇપસેટિંગ ભાવનગર અને અમદાવાદમાં થાય છે. ‘ન્યુઝપ્રેમી’ના એડમિનિસ્ટ્રેશનની જવાબદારી પૂણેથી નિભાવવામાં આવે છે અને ‘ન્યુઝપ્રેમી’ને ટેક્નિકલ સપોર્ટ બેંગ્લોર સ્થિત ગુજરાતી ટેકનોક્રેટ આપે છે. ‘ન્યુઝપ્રેમી’ની હિન્દી આવૃત્તિ માટેનું અનુવાદકાર્ય મુંબઈ – અમદાવાદમાં થાય છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

5 COMMENTS

  1. મનોવ્યથા ની સાદિ સરલ સમજ…અને ઉકેલ સાથે નો આપનો લેખ સરસ રહ્યો સૌરભ ભાઈ. આભાર સાહેબ.?વંદન સાથે આપ નો વાચક મિત્ર.

  2. Khoobaj sundar article
    Khoobaj sundar presentation
    Tamara Sundar Swapna Ishwar Pura kare tevi prabhu pashey prathna.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here