એક સેક્યુલરવાદી હિન્દુવાદી બને છે ત્યારેઃ સૌરભ શાહ


(ગુડ મૉર્નિગ : સોમવાર, 10 ઑગસ્ટ 2020)

પવન જોઈને પલટી મારનારાઓ અને જેમનું હૃદય પરિવર્તન થયું છે – એ બંને પ્રકારના લોકોને એક લાકડીએ હાંકવા જાઓ તો એમને ને તમને – બેઉને અન્યાય થાય.

હિન્દુત્વની થાળીમાં લાડુ જોઈને સેક્યુલરોની પંગત છોડી આ બાજુ આવીને બેસી જનારા અનેક લેભાગુઓ હશે, છે. મારી આસપાસ આવા ઘણા તકવાદીઓ છે. જાહેરજીવનમાં આવા ઘણા ઑપોર્ચ્યુનિસ્ટોને હું નામથી ઓળખું છું. તમને પણ ખબર હશે.

આની સામે એવા પણ અનેક લોકો છે જેઓને સેક્યુરવાદના રવાડે ચડાવી દેવામાં આવ્યા હોય, જેઓ ઇશ્વર-અલ્લા તેરો નામના બનાવટી ભજનશબ્દોનાં મંજીરાં વગાડતાં થઈ ગયાં હોય, જેઓને સેક્યુલર શબ્દમાં રહેલી ગંદકીનો હજુ અહેસાસ ન થયો હોય એટલે સેક્યુલર હોવું એટલે ઉદાર હોવું, વિશાળ હોવું, ક્ષમાશીલ હોવું અને સર્વસ્વીકાર્ય હોવું એવા ભ્રમમાં રહીને ગેરમાર્ગે દોરાઈ ગયા હોય. પણ વખત જતાં તેઓને ખ્યાલ આવે કે મને સેક્યુલરવાદની કંઠી પહેરાવીને ભાગી જનારાઓ પોતે જ કટ્ટરપંથી છે. મૂંગા પ્રાણીઓ ડરી ન જાય એ માટે દિવાળીમાં ફટાકડા નહીં ફોડવાની સલાહ આપનારા શાંતિપ્રિય લોકો ખુદ બકરાઇદને દિવસે મૂંગા પ્રાણીને તડપાવી તડપાવીને, હલાલ કરીને ખાઈ જતા હોય છે. હિન્દુ આસ્થા પર ઇંટો વડે પ્રહાર કરનારાઓ પોતાની આસ્થા પર ફેંકાયેલું રૂનું પૂમડું પણ ચલાવી નથી લેતા. આવા શાંતિપ્રિય સમાજને સેક્યુલર રાજકારણીઓની છત્રછાયા મળી જતી હોય છે.

આ બધું જોયા – સમજયા પછી ‘સેક્યુલર’ શબ્દ ઇટસેલ્ફ મા-બહેનની ગાળ કરતાંય વધુ અપવિત્ર લાગવા માંડે અને કોઈ હિન્દુવાદી બની જાય ત્યારે એનું હૃદય પરિવર્તન થયું કહેવાય.

તમારી આસપાસના, તમે જેમની સાથે ઉઠબેસ કરો છો એ સૌના, તમે જે ભણતર લીધું છે તેમાં, જે છાપાં-મેગેઝિન વાંચો છો એમાં, તમને જે લેખકો પ્રિય છે, જે પત્રકારો પર ભરોસો છે તે સૌના મોઢે તમે ‘સેક્યુલરવાદની ઉદારતા’ ના ફાયદા અને ‘હિન્દુત્વની કટ્ટર વિચારધારા’ના ગેરફાયદા વિશે દિવસરાત સાંભળતા રહો ત્યારે સ્વાભાવિક છે કે તમે તમારા ખભા પરના બકરાને કૂત કરીને ઉતારી દો. અને જેવું તમે તમારું બકરું રસ્તામાં મૂક્યું કે તરત તમે એને તમારી આંખ સામે કસાઈ વાડે દોરવાઈ આવતું જુઓ છો અને તમને પહેલીવાર જાત માટે પ્રશ્ન થાય છેઃ અત્યાર સુધી હું ‘સર્વ ધર્મ સમભાવ’નો કોરો ચેક જેને ને તેને ફાડી આપતો હતો તે ‘શું બરાબર હતું?’ આ સવાલનો જવાબ મેળવવાની લાંબી યાત્રા કાંટાળી હોય છે. પણ આ યાત્રાનું સુખદ પરિણામ એ આવતું હોય છે કે તમને છેલ્લા પડાવે આવીને રિયલાઈઝ થાય છે કે હવે આવા બ્લેન્ક ચેક કોઈને ન આપાય. હવે તો એક હાથે લે, બીજા હાથે દે – આવો સમાન વ્યવહાર જ થશે, હવે ‘સર્વ ધર્મ સમભાવ’ને બદલે મારી જિંદગીનું સૂત્ર હશેઃ જે વ્યક્તિ મારા ધર્મ માટે સદ્દભાવ ધરાવે છે એ વ્યક્તિ પૂરતું હું એના ધર્મ માટે પણ સદ્દભાવ ધરાવીશ. આથી ઓછું નહીં, વધારે નહીં.

સેક્યુલર શબ્દની ગંદકી પિછાણીને હિન્દુત્વની સુગંધ તરફ આકર્ષાયેલા અગણિત લોકો મારી આસપાસ છે. આ પરિવર્તન પાછળ ન તો કોઈ તકવાદ હોય છે, ન કોઈ લાલચ. માત્ર સેલ્ફ રિયલાઈઝેશન હોય છે. બની બેઠેલા બનાવટી હિન્દુવાદીઓની જમાત કરતાં જોજનો દૂર એવા આ જેન્યુઇન હૃદય પરિવર્તનવાળા લોકો જાહેરજીવનમાં પણ ઘણા છે જેમને હું નામથી ઓળખું છું. તમે પણ ઓળખતા હશો.

જેન્યુઇન હૃદય પરિવર્તન પામેલા એક જણની આપવીતી પાંચમી ઑગસ્ટે મેં વાંચી, ટ્વિટર પર. એક આખો લેખ થાય એટલો લાંબો થ્રેડ છે. ટ્વિટર ઉપર પોતાને ‘સાકેત’ તરીકે ઓળખાવે છે અને એની આઇડી સાકેત71 છે એટલે માની લઈએ કે 1971માં એમનો જન્મ થયો હશે અને 1992માં વીસ-એકવીસ વર્ષની ઉંમર હશે. અત્યારે પચાસેકના હોવા જોઈએ. ‘જાગરણ’, ‘સ્વરાજ્ય’ અને ‘ઑપઈન્ડિયા’માં એમનાં રાષ્ટ્રવાદી લખાણો અવારનવાર પ્રગટ થાય છે. એક-બે પુસ્તકો પણ લખ્યાં છે. ટ્વિટર પર ત્રેવીસ-ચોવીસ હજાર જેટલા ફોલોઅર્સ ધરાવતા સાકેત સૂર્યેશની એક મોટી ખૂબી એ છે કે લખવામાં એમનું અંગ્રેજી જેટલું સારું છે એટલું જ પ્રભાવશાહી હિન્દી પણ છે. વ્યવસાયે એન્જિનિયર છે. દિલ્હીમાં રહે છે.

એક રીતે જોઈએ તો પંદરેક ટ્વિટના આ થ્રેડને તમે સાકેતનું કબૂલાતનામું કહી શકો. એમના કન્ફેશન વિશે વાત કરવાનું એક કારણ એ કે તમારી આસપાસ કદાચ હજુય એવા ઘણા સેક્યુલરવાદીઓ હશે, કદાચ તમારાં સગાં-પાડોશીઓમાં કે તમારા પોતાના ઘરમાં જ એવા લોકો હશે જેઓ તમારા હિન્દુત્વની હાંસી ઉડાવતા હોય, તમને ધર્મઝનૂની, પરંપરાવાદી અને મોદીભક્ત ગણતા હોય. અને પોતે કેજરીવાલને, રાહુલ-સોનિયા-પ્રિયંકાને, લાલુ-દિગ્વિજ્યને, રાજદીપ-બરખા-રવીશને આ દેશનું ભવિષ્ય માનતા હોય. આવા લોકોને આપણે જ્ઞાન આપવા જવાની કંઈ જરૂર નથી. જેમને નરેન્દ્ર મોદીમાં યુગપુરુષ- અવતાર પુરુષ ન દેખાતા હોય અને જેઓ રાહુલનાં બળોતિયાં બદલવામાં પરમ ધન્યતા અનુભવતા હોય એવા લોકોને શું કહી શું આપણેઃ ભોગ એમના.

પણ શકય છે કે સાકેત સૂર્યેશની વાત વાંચીને એમાંના કેટલાકને પ્રતીતિ થાય કે અત્યાર સુધી જે વિચારસરણીમાં અમે જાતને ઉછેરતા રહ્યા એમાં તો જાતને છેતરવાનું કામ થયું. આવા રિયલાઈઝેશન પછી જો તેઓ ‘ઇશ્વર અલ્લા તેરો નામ’નાં મંજિરાં ફગાવીને ‘જય શ્રી રામ’ના નારા બોલવા માગતા હોત તો સ્વાગત છે એમનું. દેર આયે દુરસ્ત આયે. અહીં આ કબૂલાતનાનામાને તમારી સમક્ષ વહેંચવાનું આ જ કારણ છે. તમે આ વાતને એ લોકો સુધી પહોંચાડો જેઓ હજુય હિન્દુત્વને કોમવાદ સાથે અને ભાજપ – આરએસએસની પ્રવૃત્તિઓને કટ્ટરવાદ સાથે સરખાવે છે.

જેઓ ટ્વિટર પર છે તેઓ જરૂર @ Saket71ના આ અંગ્રેજીમાં લખાયેલા થ્રેડનો આનંદ માણી આવે. જેમને ટ્વિટરમાં મજા નથી પડતી અને ગુજરાતીમાં વાંચવાની હોંશ હોય તેઓ સૌ આવતી કાલે ફરી પાછા આ જ જગ્યાએ આવીને મળે મને. પણ છૂટા પડતાં પહેલાં આરએસએસના ઉલ્લેખ થયો છે તો પાંચમી ઑગસ્ટના શિલાન્યાસ, ભૂમિપૂજન, કાર્યારંભના કાર્યક્રમના સંદર્ભે બે વાત કરી લઈએ.

ગાંધીજી હત્યા પહેલાં જ કૉંન્ગ્રેસે આસ.એસ.એસ.ની પ્રવૃત્તિઓને બદનામ કરવાનું શરૂ કરી દીધું હતું. 1925માં જેની સ્થાપના થઈ એ રાષ્ટ્રની સૌથી મોટી રાષ્ટ્રવાદી સંસ્થાને આઝાદી પહેલાં કૉન્ગ્રેસે ખૂબ હડધૂત કરી. બ્રિટિશ શાસકો અને કૉન્ગ્રેસ આ બાબતમાં એકમત હતા કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પ્રવૃત્તિઓ દેશ માટે ઘાતક છે. હકીકત એ હતી કે આર.એસ.એસ.ની પ્રવૃત્તિઓ આ બંને માટે ઘાતક હતી. સંઘને દોર આપીશું તો ભારતને ગુલામીમાંથી મુક્ત કરી દેવું પડશે એવો અંગ્રેજોને ભય હતો અને કૉન્ગ્રેસી નેતાઓ માનતા હતા કે આર.એસ.એસને માન્યતા આપીશું તો આઝાદીનો જંગ જીતવાનો સાફો સંઘના માથા પર બંધાશે અને કૉન્ગ્રેસ હાંસિયામાં ધકેલાઈ જશે.

આઝાદી પહેલાં સંઘે ઝેરીલા પ્રચારનો સામનો કર્યો અને ખૂબ સહન કર્યું. ગાંધીજીની હત્યા પછી નેહરુને મોકો મળી ગયો – સંઘને તદ્દન ખોટી રીતે આ કાવતરામાં સંડોવવાનો. એમણે એક કાંકરે બે પક્ષી માર્યાં. સરદાર પટેલની લોકપ્રિયતા ઓછી થાય એવા આશયથી સરદારને જ કહ્યું કે ગૃહમંત્રી તરીકે તમે સંઘ પર પ્રતિબંધ મૂકો.

એ પછીનાં વર્ષોમાં કૉન્ગ્રેસી શાસન હેઠળ જે સામ્યવાદી અને મુસ્લિમપરસ્ત વાતાવરણ સર્જાર્યુ એમાં સંઘની આબરૂને અનેક કલંક લગાવવાની કોશિશ થઈ પણ દરેક વખતે સંઘ વધુ ને વધુ રોબસ્ટ, ખડતલ બનતો ગયો. છેક ગઈ કાલ સુધી કૉન્ગ્રેસીઓ સંઘ વિશે, સંઘની પ્રવૃત્તિઓ વિશે, સંઘના કાર્યકર્તાઓ અને આગેવાનો વિશે એલફેલ બોલતા રહ્યા. સેક્યુલર મિડિયા આ તાપણામાં પેટ્રોલ રેડી રેડીને પોતાની ભાખરીઓ શેકતું રહ્યું. રાહુલ ગાંધી પર સંઘની બદનક્ષી કરવા બદલ થયેલો ક્રિમિનલ કેસ કોર્ટમાં ઊભો જ છે.

વાજપેયી – અડવાણીથી લઈને મોદી અને અમિત શાહ સહિતના અનેક રાજકારણીઓ સંઘની ભૂમિ પર તૈયાર થયેલા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને એમાંથી પ્રેરણા લઈને શરૂ થયેલાં વિશ્વ હિન્દુ પરિષદ જેવાં અનેક નાનાં-મોટાં સંગઠનોના લાખો કાર્યકર્તાઓના લોહી-પરસેવાના પ્રતાપે આપણે પાંચમી ઓગસ્ટનો કાર્યક્રમ જોઈ શક્યા. વડા પ્રધાન મોદીનો વિવેક જુઓ, ઋણસ્વીકાર કરવાની એમની સ્ટાઈલ જુઓ. એમણે સરસંઘચાલક મોહનરાવ ભાગવતને આ કાર્યક્રમમાં સતત પોતાની સાથે રાખ્યા એટલું જ નહીં પોતાના પછીનું બીજું સ્થાન એમને આપ્યું. દેશના વડા પ્રધાન તરીકે એમનું સ્થાન પહેલું હોય એ સ્વાભાવિક છે. પણ પૂજન વખતે કે મંચ પર જે પાંચ વ્યક્તિઓ હતી એમાં એક એ પોતે, બીજા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક, પછી ત્રીજા-ચોથા-પાંચમામાં યુપીના ગવર્નર આનંદીબેન, મુખ્યમંત્રી યોગી તથા ન્યાસના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલદાસ.

કૉન્ગ્રેસ, સામ્યવાદીઓ અને સેક્યુલરોની ઈકો સિસ્ટમને જડબાતોડ જવાબ મોદીએ આ એકમાત્ર જેશ્વરથી આપી દીધો. આ દેશના સામાજિક, રાજકીય, આર્થિક, શૈક્ષણિક અને ધાર્મિક ઉત્થાનમાં આર.એસ.એસ.નો ફાળો કેટલો તોતિંગ છે એ વાત મોદીએ આખા રાષ્ટ્રને સમજાવી દીધી, આખી દુનિયાને સમજાવી દીધી.

જેઓ હજુય આર.એસ.એસની ટીકા કરવામાં ધન્યતા અનુભવે છે, જેઓ એક જમાનાના આર.એસ.એસના ગણવેશને વગોવતા રહ્યા છે એમાંના કેટલાક પાંચમી ઑગસ્ટ પછી દલીલ કરતા થઈ જશે કેઃ મેં તો સંઘની સારી પ્રવૃત્તિનાં વખાણ પણ કર્યાં છે – આ જુઓ. એમ કહીને વર્ષો પહેલાં લખેલું કશુંક ફેસબુકિયું લખાણ તમારી આગળ ધરી દેશે. આવા ડબલઢોલકીઓની શીર્ષાસનદ્રષ્ટિને મોદીએ એક પળમાં સીધી કરી નાખી — મોહનજીને પોતાની સાથે રાખીને. બેઉ મહાનુભાવોને પહેલીવાર જાહેરમાં સાથે જોવાનો લહાવો માણતાં વિચાર આવ્યો કે બંનેમાં ઉંમરમાં મોટું કોણ?

બેઉનો જન્મ 1950માં થયો છે. બેઉનો જન્મ સપ્ટેબરમાં થયો છે. મોહનજીનો 11મીએ, મોદીજીનો 17મીએ.

કેવો યોગાનુયોગ.

સાકેત સેક્યુલરવાદીમાંથી કેવી રીતે હિન્દુવાદી બન્યા? કાલે.

આજનો વિચાર

જિંદગી નવેસરથી શરૂ કરી શકતા નથી.પણ જિંદગીની દિશા જરૂર બદલી શકીએ છીએ. વાંકા ચૂંકાં વળાંકો સભર જિંદગીનું સ્વાગત છે.
—અજ્ઞાત

••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરવા માટેની અપીલ : સૌરભ શાહ

પ્રિય વાચકો,

ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાતા, વખણાતા અને ચર્ચાતા લેખક-પત્રકારોમાંના એક સૌરભ શાહ તમને રોજ ‘ન્યુઝપ્રેમી’ દ્વારા મળે છે.

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના ચાલતું સ્વતંત્ર, તથા કોઈનીય સાડીબારી ન રાખતું ડિજિટલ મિડિયા છે અને એટલે એ ભરોસાપાત્ર છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા પ્લેટફૉર્મને અડીખમ રાખવા તમારા સપોર્ટની જરૂર છે.

‘ધ ક્વિન્ટ’, ‘ધ પ્રિન્ટ’, ‘ધ વાયર’, ‘સ્ક્રોલ’ કે બીજાં ડઝનેક તોતિંગ અંગ્રેજી ડિજિટલ મિડિયા કરોડો રૂપિયાનું ફંડિંગ ઉભું કરીને પોતાના એજન્ડાને— કામકાજને આગળ વધારી રહ્યા છે. ‘ન્યુઝપ્રેમી’ આવી રીતે કામકાજ કરવામાં માનતું નથી. ઇન્વેસ્ટર્સ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા પછી અમુક મિડિયા કરોડરજ્જુ વિનાનાં બની જતાં હોય છે. ઇન્વેસ્ટરોનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાથી સચવાતો હોય ત્યારે મિડિયાએ પણ વાચકોનો દ્રોહ કરીને, વાચકોને ઊંધા રવાડે ચડાવીને એન્ટી-નેશનલ ન્યુઝ અને એન્ટી-નેશનલ વ્યુઝ આપવાની પ્રવૃત્તિમાં જોરશોરથી ભાગ લેવો પડતો હોય છે.

આ જ કારણોસર ‘ન્યુઝપ્રેમી’માં જાહેરખબરો પણ ઉઘરાવવામાં નથી આવતી. જે ઘડીએ એડવર્ટાઇઝરના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ન જળવાય એ જ ઘડીએ કાં તો તમારો હાથ આમળીને તમારી પાસે તેઓ પોતાનું ધાર્યું કરાવતા થઈ જાય અને વાચકો ગેરમાર્ગે દોરવાઈ જાય, કાં પછી તમારી નૌકાને મધદરિયે હાલકડોલક કરીને ડુબાડી દેવાની ધમકી આપવામાં આવે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મીસમા સૌરભ શાહ દ્વારા 24×7 થઈ રહી છે. ( એક વાચકે ‘ વન કેન’—one pen, one man, one can—નું બિરૂદ આપ્યું છે. કોઈ એક લેખની કમેન્ટમાં છે.)

‘ન્યુઝપ્રેમી’નું લેખન-સંપાદન તથા એની સાજસજ્જા મુંબઈમાં થાય છે. ટાઇપસેટિંગ ભાવનગર અને અમદાવાદમાં થાય છે. ‘ન્યુઝપ્રેમી’ના એડમિનિસ્ટ્રેશનની જવાબદારી પૂણેથી નિભાવવામાં આવે છે અને ‘ન્યુઝપ્રેમી’ને ટેક્નિકલ સપોર્ટ બેંગ્લોર સ્થિત ગુજરાતી ટેકનોક્રેટ આપે છે. ‘ન્યુઝપ્રેમી’ની હિન્દી આવૃત્તિ માટેનું અનુવાદકાર્ય મુંબઈ – અમદાવાદમાં થાય છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

13 COMMENTS

  1. SACHI VAT SANGH E SANGH J CHHE , MANE GAURAV CHHE HU PAN EK NANKADO SANGH NO KARYAKAR CHHU ANE RSS NI EK SAKHA KUTCH YUVAK SANGH SATHE PAN SANKALAYEDO CHHU ( KYS SATHE AAP PAN PARICHIT CHHO BHUKAMP VAKHAT NA KARYA MA), KHAREKHAR KHUB SARAS LEKH

  2. એક આડવાત , શ્રી. ચંદ્રકાંત બક્ષી ના લેખો ૧૯૯૧ પછીના આ બધી વાત ની જાણકારી આપે છે. તેમનાં પુસ્તક “વિવિધ ગુજરાત ” મા ઉત્કૃષ્ઠ લેખો છે આ વિષે, પણ કમનસીબે ‘ બક્ષીબાબુ હિંદુત્વના રવાડે ચડી ગયા છે/હતા. એમ કહી ને તેમની ટીખળ ઉડાવવામાં આવી હતી. સમજદાર કો ઈશારા હી કાફી હૈ. આમ પણ શ્રી. સૌરભભાઇ જાણે છે કે બક્ષીબાબુ કરતા તેમના ચાહકો ( fans) વધારે ઝનૂની છે, જ્યારે બક્ષીબાબુ ની વાત થાય ત્યારે. ધન્યવાદ

  3. Bold and courage required to write such article. You have spent so many years to fight against sickulars. Modiji is yugpurush, his strong determination brought to us golden days Seculars tried in past and now also they are trying to paint him and us as being Hindu means we are fasict or fantatics. Our education and political environment and media associated with specific political parties targeted Hindus and keep bashing news that Seculars are better animals then those who beliieves in Hinduism. Modiji and hunderds of thousands of RSS and other organizations years of fight brought respect to us and exposed fake seculars. Modiji known for bold decisions and I can remember when he appointed Yogiji as CM of UP. Western and India’s so called seculars started big time on him and Yogiji. Yogiji also like Modiji kept his good work and showed seculars his ability. His great work during Kumbh Mela and many other projects no one can forget.

  4. સુડો secularist na આજે કપડા ઉતારી દીધા
    ક્યા શબ્દ માં આનંદ વ્યક્ત કરુ.
    બાકી પવન પારખીને પલટી મારવા ઘણા છે તદન સાચી વાત છે
    જાત અનુભવ છે

  5. Sachu, 6 divas Mota chhe.
    Dekhav ma Modiji vadhare fit dekhay chhe, health Conscious hovane lidhe ane
    gusso, irritation ane intekaam frustration etc
    shabdo thaki ane karya parinaam thaki bahaar (deshna dushmano ane Congress par) Kadhi nakhta hovane lidhe, kadach.
    ???

  6. Ekdum jirdar lekh.
    Secular me arisho dekhadto, khulla paadto sachot bhasha case shushibhit dabang article. Mazda aavi gai.
    Thanks a lot sir ?????

  7. તમારે જે લખ્યું છે અને લખાે છાે તે એકદમ સત્ય છે હું આ બધી વાતો થી સહમત છું.

  8. દેખાવમા ભાગવતજી મોદીજી કરતા મોટા લાઞે છે, પછી ભૂલ ચૂક માફ

    • Sachu, 6 divas Mota chhe.
      Dekhav ma Modiji vadhare fit dekhay chhe, health Conscious hovane lidhe ane
      gusso, irritation ane intekaam frustration etc
      shabdo thaki ane karya parinaam thaki bahaar (deshna dushmano ane Congress par) Kadhi nakhta hovane lidhe, kadach.
      ???

  9. Yes Saurabhbhai Modi is Modi he is the only person to reply silently and make secularism followers burning .

    Very nice write up

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here