લૉકડાઉન 4.0 શરૂ થાય એ પહેલાં: સૌરભ શાહ

(આજનો તંત્રીલેખ: બુધવાર, ૧૩ મે ૨૦૨૦)
#2MinuteEdit

કોરોના સામેની આ ખૂબ લાંબી લડાઈ છે અને એનો અંત ક્યારે આવશે એની કોઈ લાંબી મુદત પણ નિશ્ચિત નથી. દેશમાં નિરાશા અને હતાશા વ્યાપી જાય, પ્રજાનું મનેબળ તૂટી જાય, લોકો ડેસ્પરેટ થઈ જાય અને આ પરિસ્થિતિનો લાભ લેવા માટેનો શસ્ત્રસરંજામ એકઠો કરી રહેલાઓ ચારેકોર અંધાધૂંધી ફેલાવીને અરાજકતાનો માહોલ ઊભો કરે એ પહેલાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે રાત્રે આઠ વાગ્યે ૧૩૦ કરોડની જનતા સમક્ષ નક્કર વાતો કરી.

પોતાને નિષ્ણાત ગણાવતા લોકો ગણતરીઓ માંડીને કહે છે કે ઑગસ્ટના અંત પછી ભારત કોરોનાના ભયથી મુક્ત થઈ જશે. આવું થાય તો તો સારું જ છે પણ એવું થશે કે નહીં તેનો આધાર ઘણાં બધાં પરિબળોને આધીન છે અને આ પ્રત્યેક ફેક્ટર ફ્‌લક્ચુએટિંગ છે. માટે જ વડા પ્રધાને રવિવારે લૉકડાઉનનો ત્રીજો તબક્કો પૂરો થયા પછી સોમવારથી ચોથા તબક્કાનું લૉકડાઉન શરૂ થશે એવી જાહેરાત કરી. ૧૮મી મેના સોમવાર પછી કેટલીક બાબતોમાં લૉકડાઉનમાં રાહત મળશે, કેટલીકમાં વધુ સખત પગલાં લેવાશે— કેવી રાહતો મળશે, કેવાં પગલાં લેવાશે, ક્યા રાજ્યોના ક્યા પ્રદેશો/શહેરો/વિસ્તારોના ભાગે શું આવશે એની જાહેરાતો માટે રાહ જોવાની છે. પણ એટલું નિશ્ચિત છે કે જ્યાં છૂટછાટો મળશે ત્યાં પણ લોકોએ વર્લ્ડ કપ જીત્યા હોય એમ રસ્તા પર આવીને ઉજાણી નથી કરવાની. જ્યાં પબ્લિક ટ્રાન્સપોર્ટ શરૂ થાય ત્યાં અગાઉની જેમ ભીડ નથી કરવાની. જ્યાં જનજીવન રાબેતા મુજબનું થઈ જાય એવી સંપૂર્ણ છૂટછાટો આપવામાં આવશે ત્યાં પણ બહારના મુલાકાતીઓને કારણે સંક્રમણ પ્રવેશી શકે છે એવો ભય રહેવાનો જ છે.

માટે સાવચેતી સૌ કોઈએ રાખવાની છે. અત્યાર સુધી ભારતની પ્રજાએ અને ભારતની સરકારના વ્યવસ્થાતંત્રે, તમામ વિઘ્નો બાવજૂદ, કોરોના સામે જે લડત આપી છે તે જગતમાં બેમિસાલ છે. આ લડતનાં જે આવકારદાયક પરિણામો મળ્યાં છે તેના પર પાણી ફરી વળે નહીં એવી ધીરજ હજુ ય ઉમેરવાની છે, કસોટીનો સમય હજુ સહન કરવાનો છે. કોરોના સામેની લડતમાં ભારતનો અંતિમ વિજય નિશ્ચિત છે એમાં કોઈ બેમત નથી પણ જીતવાના જ છીએ એવી પરિસ્થિતિમાં હોઈએ ત્યારે જ સૌથી વધારે બેદરકાર થઈ જવાતું હોય છે. થોડીક જ લાપરવાહી વિજયને પરાજયમાં પલટી નાખતી હોય છે એવો અનુભવ ક્રિકેટરો સહિત આપણને સૌને ક્યારેકને ક્યારેક થયેલો છે. કોરોનાની બાબતમાં એનું પુનરાવર્તન ન થવું જોઈએ.

લેટેસ્ટ આંકડાઓ પર ઊડતી નજર નાખી લઈએ. ૨૦૧૧ની વસ્તીગણતરીના આધારે અંદાજ લગાવીએ તો ભારતની વસ્તી ૧૩૦ને બદલે ૧૩૮ કરોડ ગણવાની થાય. અમેરિકાની વસ્તી આપણા કરતાં લગભગ ચોથા ભાગની (૩૩ કરોડ). ભારતમાં કોરોનાના પોણો લાખ કેસ થયા. અમેરિકામાં ચોથા ભાગના થવા જોઈતા હતા પણ ભારત કરતાં પંદર-વીસગણા (૧૪,૦૮,૬૩૬) કેસ થયા. ભારતમાં કોરોનાને કારણે અઢી હજાર (૨,૪૧૫) જેટલાં મૃત્યુ થયાં, અમેરિકામાં આપણા કરતાં ચોથા ભાગના એટલે કે સાતસો-આઠસો થવાં જોઈતાં હતાં એને બદલે આપણા કરતાં ત્રીસગણા કરતાં અધિક (૮૩,૪૨૫) મૃત્યુ થયાં.

જર્મનીની વસ્તી લગભગ આઠ કરોડ, યુ.કે. ફ્રાન્સ, ઇટલી— આ બધાંય અંદાજે ૬થી૭ કરોડની વસ્તીવાળાં રાષ્ટ્રો. સ્પેન તો વળી માંડ સાડા ચાર કરોડની વસ્તીવાળું રાષ્ટ્ર. ભારત કરતાં વીસ-પચ્ચીસમા ભાગની વસ્તી. ભારતના એક રાજ્ય જેટલી વસ્તી ધરાવતાં આ પશ્ચિમી , ભણેલાગણેલા, સુધરેલા અને શ્રીમંત કહેવાતા દેશોની પ્રજાઓ અને સરકારો કોરોનાનો સામનો કરવામાં ભારતની સરખામણીએ સાવ પછાત, બિનકાર્યક્ષમ, અને ગમાર પુરવાર થઈ.

આ તમામ દેશોમાં કોરોનાથી થયેલાં મોતના આંકડા તપાસીએ તો આ દેશો પ્રત્યે અનુકંપા જાગે અને ભારતની પ્રજા તથા સરકાર માટેનો આદર અનેકગણો વધી જાય. સ્પેનમાં કોરોનાના લગભગ પોણા ત્રણ લાખ (૨,૬૯,૫૨૦) કેસ નોંધાયા અને ૨૬,૯૨૦ મૃત્યુ થયાં. યુ.કે.માં ૨,૨૬,૦૦૦ કેસ, ૩૨,૫૦૦ મૃત્યુ. ઇટલીમાં ૨,૨૧,૦૦૦ કેસ, ૩૧,૦૦૦ મૃત્યુ. ફ્રાન્સમાં ૧,૭૮,૦૦૦ કેસ, ૨૭,૦૦૦ મૃત્યુ.

ભારતના આંકડા ફરી વાર જાણી લો: ૭૫,૦૦૦ કેસ, અઢી હજાર મૃત્યુ. અને ભારતની વસ્તી આ દરેક દેશ કરતાં વીસેકગણી વધારે.

આપણા દેશનું સરાસરી આરોગ્ય, આપણી ઈમ્યુનિટી, આપણી રોગ પ્રતિકારક શક્તિ— આ દેશની સમશિતોષ્ણ આબોહવાને કારણે તેમ જ આપણી ખાવાપીવાની પરંપરાગત આદતોને કારણે દુનિયાના બીજા સુધરેલા કહેવાતા દેશો કરતાં ક્યાંય આગળ છે. અત્યાર સુધીના લેફ્ટિસ્ટ અપપ્રચારે આપણને ક્યારેય આ બાબતે ગૌરવ મહેસૂસ થવા દીધું નહીં. આપણે રોગિષ્ઠ, કુપોષણથી પીડાતા, ગંદાગોબરા દેશ તરીકે જ આપણને અને આપણી માતૃભૂમિને જોતા રહ્યા તે આપણી ભૂલ હતી. આપણને ઊંધા રવાડે ચડાવી દેવામાં આવ્યા હતા.

ગઈકાલે રાત્રે આઠ વાગ્યે વડા પ્રધાને બીજી એક મહત્વની વાત કરી.

આર્થિક આત્મનિર્ભરતાનો મતલબ માત્ર વિદેશી ચીજવસ્તુઓને બદલે ભારતમાં બનેલાં ઉત્પાદનો જ વાપરવાં એવો નહીં પણ ભારતમાં બનતાં ઉત્પાદનો એવી ક્વૉલિટીનાં હોય કે આપણને જ નહીં જગત આખાને એ વાપરવામાં ગૌરવ મહસૂસ થાય. મેન્યુફેક્ચરિંગની સાથે જોડાયેલી આપણી સર્વિસીઝ પણ વર્લ્ડ ક્લાસની હોય.

લોકલ આર્થિક નિર્ભરતાનો બીજો એક અર્થ એ થયો કે બિહારના શ્રમજીવીઓએ તેલંગણા કે કેરળ જઈને કમાવું ન પડે. સૌનેે પોતાના વતનમાં જ રોજગાર મળી જાય એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર દેશભરમાં ઊભું થાય. ભારતના દરેક રાજ્યની ભૂમિની, એની આબોહવાની, એની પ્રજાની ખાસિયતો છે. આ ખૂબીઓનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ. દાખલા તરીકે સિક્કિમ કે મિઝોરમ જેવા ડુંગરાળ અને દુર્ગમ પ્રદેશોમાં, અગાઉના સમયની જેમ સરકાર સાથે જોડાયેલા સ્થાનિક સત્તાધારીઓ અને રાજકારણીઓ પોતાની વગ વાપરીને શસ્ત્રો બનાવવાની ફેક્ટરીઓને કે કાર બનાવવાનાં કારખાનાંને લાયસન્સ નહીં આપે. સિક્કિમ (મિઝોરમ નહીં) સંપૂર્ણ રીતે ઑર્ગેનિક ખેતી કરતું ભારતનું પહેલવહેલું અને આજની તારીખે એકમાત્ર હોવાનું ગૌરવ ધરાવે છે. અહીં ફૂડ પ્રોસેસિંગ અને પેકેજિંગ ઇન્ડસ્ટ્રીનાં એકમો સ્થપાય, કામચલાઉ સ્ટોરેજ માટેની વિશાળ વ્યવસ્થા ઊભી થાય અને ઝડપી ટ્રાન્સપોર્ટનું માળખું બંધાય એવો આગ્રહ રાખવાનો હોય. વડા પ્રધાને આત્મનિર્ભરતાની અને લોકલની જે વાત કરી એનો મતલબ આ પણ થયો.

વડા પ્રધાને કહ્યું કે આ દેશની વસ્તી આપણી સૌથી મોટી તાકાત છે. આ તાકાતને યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપવામાં આવે અને એના માટે એક એવું ટેક્નોલોજિ ડ્રિવન એફિશ્યન્ટ વ્યવસ્થાતંત્ર ઊભું કરવામાં આવે જેને પરિણામે ઉત્પાદન અને વેચાણની (માંગ અને પુરવઠાની) એવી મજબૂત સાંકળ બને કે દેશની પ્રગતિના આંકડા સરવાળામાં નહીં, ગુણાકારમાં જોડવા પડે.

એકવીસમી સદી ખરેખર ભારતની જ છે. ભારત ફરી એક વાર આ વિશ્વનું નેતૃત્વ કરવા જઈ રહ્યું છે. આપત્તિમાં અવસર શોધીને ટેબલ ટર્ન કરવામાં વડા પ્રધાન નિપૂણ છે. કચ્છના ભૂકંપ વખતની એમની કામગીરી આખા દેશમાં વખણાઈ. તે વખતે તો તેઓ ગુજરાતના મુખ્યમંત્રી પણ નહોતા. 2002ના ગોધરા હિન્દુ હત્યાકાંડ પછી એમણે સર્જેલું વાઇબ્રન્ટ ગુજરાત અને કોમી એખલાસનું ભવ્ય વાતાવરણ આખી દુનિયાએ જોયું છે. 2014 પછી દેશનું નેતૃત્વ કરવાનો મોકો આપણે એમને આપ્યો અને સૌએ અનુભવ્યું કે આપણી પસંદગી ખોટી નહોતી. ગઈ કાલે રાત્રે બોલાયેલા એમના શબ્દો આપણા સૌના અંતરમાં કોતરાઈ ગયા છે: “… થકના, હારના, ટૂટના-બિખરના, માનવ કો મંજૂર નહીં હૈ. સતર્ક રહતે હુએ, ઐસી જંગ કે સભી નિયમોં કા પાલન કરતે હુએ, અબ હમેં બચના ભી હૈ ઔર આગે ભી બઢના હૈ. આજ જબ દુનિયા સંકટ મેં હૈ, તબ હમેં અપના સંકલ્પ ઔર મજબૂત કરના હોગા. હમારા સંકલ્પ ઇસ સંકટ સે ભી વિરાટ હોગા.”

॥હરિ ॐ॥

34 COMMENTS

 1. Very good article, I do not understand this ‘chadal chowkdi’s’ mindset. What do they gain by obstructing their own country’s development ?

 2. ખૂબ સારો લેખ . દરરોજ તમારા લેખ વાંચું છું.

 3. લોકડાઉન ખોલવું જોઈએ કે નહીં એ આપણે નહિ, મોદીજીએ નક્કી કરવાનું છે. વડાપ્રધાન એમની બાહોશ સલાહકાર ટીમનાં સુચનો અને માહીતીસ્ત્રોતો પછી જ બધુ નક્કી કરતા હોય છે. આપણે એમની ગાઇડલાઈન મુજબ જ વર્તવુ જોઇએ.

 4. Emphasis should be on INCREASING IMMUNITY SYSTEM OF THE BODY, rather than waiting for medicines, vaccines etc. PREVENTION IS BETTER THAN CURE મંત્ર should not be forgotten.

 5. સરસ લેખ. ઘણિી ાઆતુરતાથિી ર‍ાહ જોિીઇ લેખનિી ૫-૬ દિથિી

 6. સરસ લેખ. ઘણિી ાઆતુરતાથિી ર‍ાહ જોિીઇ ળેખનિી

 7. લેખ બહૂ સરસ છે પણ માફ કરશો તમારા જેટલી માહિતી મારી પાસે ના હોય અને હું કોઈ ની સરખામણી કરવા નથી માંગતો
  અમેરિકા અને ઈટાલી મા વસ્તી ૨૪% અને ૩૯% ટેસ્ટ થયા છે અને આપડે હજુ અહીં ૧% જ થયા છે જ્યારે યુકે ફ્રાન્સ અને સ્પેન અનુક્રમે ૨ – ૧- ૩.૫ % થયા છે કદાચ આપણે પણ વધારે ટેસ્ટ કર્યા હોત તો આરડી આંકડા પણ વધારે હોત
  હા પણ મૂત્યૂદર ઓછો જ છે આપડો

  • ટેસ્ટ ઓછા થાય છે કારણકે જરૂર નથી. જેમના ટેસ્ટ નથી થયા એ જો કોરોનાથી સંક્રમિત હોત તો છેલ્લા બે મહિનામાં ટપોટપ મરી ગયા હોત.

 8. સુપર વક્તવ્ય. સચોટ આલેખન, અદભુત વિચારો અને વિશ્લેષણ.

  મોદીસાહેબ વિશે આટલું સરસ દિલવાલે જ લખી શકે.
  પ્રણામ ન.મો.અને અભિનંદન સૌરભ ને.
  જય હો. જય હિન્દ.

 9. માનનીય શ્રી.નરેન્દ્ર ભાઇની વાત ખૂબજ સચોટ છે .
  વિશ્વાસ પણ છેકે જો આપણે સૌ ભેગાં મળી એક
  જનઆનદોલન ઊભાં કરી શકીએ તો આ લક્ષ્ય પણ
  પાર પડી શકે.માત્ કેટલાંક લોકો આ યજ્ઞમાં હાડકાં
  નાંખવા તૈયાર છે તેના થી સાવચેત રહેવાની ખાસ
  જરૂર છે.

 10. સરસ…સચોટ…અર્થ સભર… વડા પ્રધાન ની 35 મીનીટ નો મુદા સર લેખ..ઘણા લોકો ની ગેરમાન્યતા દૂર થઈ હશે…આભાર સૌરભ ભાઈ.?વંદન સાથે આપનો વાચક મિત્ર.

 11. You are just superb.I had your book collection.Your thinking power is amazing.you are very intelligent writer. Pls continue NEWSPREMI.we are waiting for it.I am your big fan.

 12. સુંદર આર્ટીકલ આજનો.
  કીપ ઇટ અપ સૌરભ ભાઈ.
  (3-4 દિવસ ખાડા પડ્યા… સુનું લાગતુ હતુ.)

 13. સર, હું 9 કે 10 ધોરણ માં હતો ત્યારે અમને ભણાવાવા માં હમેશા એમ આવતું હતું કે ભારત અન્ય દેશો કરતાં કેટલો પછાત છે,
  ભારત ની ખેતી પેદાશ અન્ય દેશો ની સરખામણી એ ખૂબ ઓછી છે, અને ત્યારે મને પણ દેશ માટે નગટીવ વિચાર આવતો.
  હવે જ્યારે મને તમારા લેખ વાંચી અને નેટ પર સર્ચ કરી આપણા દેશ નો ઇતિહાસ વિશે ખબર પડી તેમ તેમ દેશ માટે તથા હિન્દુત્વ માટે ગૌરવ વધતું જાય છે,
  સાથે સાથે એક પ્રશ્ન થાય છે કે હવે દેશ નો સાચો ઇતિહાસ આપણા વિધ્યાલ્યો ના પાઠ્ય પુસ્તકો માં ક્યારે ભણાવાવા માં આવશે.
  આ પહેલા તમે નવી શિક્ષણ પધ્ધતિ 2022 માં “hira” આવવાની છે તે વિશે લખેલ છે, આના વિશે થોડી વધુ માહિતી લખશો.

 14. આજ નો લવખ કોરોનાં કાળ ના સમયે જીવન જીવવામાં હિમ્મત આપતો સમય સર નો લેખ

 15. Your articles are always encouraging peoples in all aspects ” Adharmio no nash karva Namo ne Prabhu e pruthvi lock ma moklya che mate tene j anusara na j lekh lakho “stay God blessed upon you

 16. I missed your article -series on Shramik vapasi issue,a compilation of work of Makwana Saab…which u mentioned to publish after 7th May, 2020.

 17. Please inform about Middle Class people, as they cannot ask/take loan from anyone in such situation. Even their most of the contacts will be also of same middle class probably. They don’t ask for free tickets, free food or free ration any time. Hospital and Lab test charges are also exhorbitant – middle class of 4 to 5 people + elder people in house can’t go or think of so. Middle class – salaried people are paying tax by default as getting cut at source. Paying tax have they done any wrong thing for State/Nation ? No one is raising this point. On the contrary, many of them are on verge of loosing job. Every company or business cannot be done Online ? Majorly IT Company will do Online.
  I hope it will be helpful to major population of the Nation, if at all any poll is conducted.
  I am with you for raising such touching issues all the time.

 18. Saurabh Bhai you truely Evaluate Modiji, Modiji is “N’arendra”,
  Feel we are Lucky to Get such personality in corona kal.
  Saurabh Bhai
  You are on right track,
  keep it up.

 19. I was missing your article which you use to write daily .I have appreciated those days & now with new ways through The NEWS Premi. All the best to you.

 20. શ્રમિકો ની લેખમાળા આગળ ધપાવો બહુ વાટ જોવડાવો છો

 21. શ્રમિકો ની લેખમાળા આગળ ધપાવો બહુ વાટ જોવડાવો છો

 22. Very true Sau rab ha bhai. Modiji’s four L will help India to be the best.
  Labour
  Liquidity
  Local
  Laws
  And people like you will definitely help him in his mission.

 23. nice n informative article.
  while we compare, consider population density in India and other countries, then difference will be huge.

 24. Satique. Lines!
  Modiji is a master, and will remain master too!
  All d clarities he has, nature will also support him, I hope!
  We truly support him, admire him and trust him.
  We trust Ishwar and he is always with good people.??? Jai Hind???

 25. It’s a very pleasant surprise to see you back in action with renewed energy and vigour. Keep writing for positive well-being.

 26. સૌરભાઈ તમને અભિનંદન ! ગાડી સાચા પાટે છે. આગળ વધો.
  હાર્દિક શુભેચ્છા !
  વ-સંત ભાઈ શાહ.

 27. It is Sikkim not Mizoram.Migrant labourers r paying Rs.4000 for a seat in truck.Paying their own tickets.Why?Let us see how 20L crore r spent.I am with Modi but trial and error is more then sureshot solution.

 28. મોબાઇલ પર વાંચવાનું હોવાથી font size થોડી મોટી રાખો તો વાંચવામાં સુગમતા રહેશે.

 29. પાંચ દિવસ ની રિશેશ પાળી ઘણું સારું થયું આજનો લેખ આજના સંદર્ભ મા ઘણું સારું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here