સાવધાન, બનાવટી હિન્દુઓ આવી રહ્યા છે : સૌરભ શાહ

( આજનો તંત્રીલેખઃ ફાગણ સુદ ચોથ, વિક્રમ સંવત ૨૦૭૮. રવિવાર, ૬ માર્ચ ૨૦૨૨)

ભારતની આઝાદી પહેલાં ગાંધીજીને કારણે હિન્દુ-મુસ્લિમ એકતા સર્જાય, ભાગલા પાડીને રાજ કરવાની નીતિ સફળ ન થાય એવું વાતાવરણ હતું. વહેતી ગંગામાં હાથ ધોઈ નાખવાને ઈરાદે કંઈ કેટલાય તકવાદીઓએ ગાંધીજીના પ્રયાસોને ડહોળી નાખ્યા-મુસ્લિમ તુષ્ટિકરણની નીતિ અપનાવીને.

આઝાદી પછી નેહરુની નાસ્તિક્તાને કારણે દેશમાં સનાતન ધર્મને હડેહડે કરવાનું શરૂ થયું. અચ્છા અચ્છા આસ્થાળુ હિન્દુઓએ પણ સરકારને વહાલા થવા, પદ-પ્રતિષ્ઠા-પૈસો મેળવવા હિન્દુત્વથી, ભારતીય પરંપરાઓથી સલામત અંતર રાખવાનું શરૂ કર્યું.

2014 પછી મોદીને કારણે હિન્દુત્વની ઘણી મોટી લહેર આવી (કોઈ એમ કહેશે કે હિન્દુત્વને કારણે મોદી આવ્યા તો ભલે એમ રાખો, ભાઈ). 2019માં મોદીની સેકન્ડ ટર્મ શરૂ થઈ અને આ લહેર એક જબરજસ્ત સુનામીમાં પલટાઈ ગઈ જેમાં સ્યુડો સેક્યુલરિઝમવાળાઓ અને મુસ્લિમ અપીઝમેન્ટવાળાઓ અને લેફ્ટિસ્ટ વિચારસરણીવાળા અરાજકતાવાદીઓ દૂર ફેંકાઈ જવા લાગ્યા.

આ અરાજકતાવાદીઓ આજે ટીલાંટપકાં કરીને પોતાને હિન્દુવાદીમાં ગણાવાનાં ફાંફાં મારી રહ્યા છે.

અરવિંદ કેજરીવાલ સમો દુષ્ટ, ઠગ અને ભાંગફોડિયો પણ પોતાની જાહેરસભામાં હનુમાન ચાલીસાનો પાઠ કરે છે, પોતાના રાજ્યના નાગરિકોને વિનામૂલ્યે તીર્થસ્થાનોની યાત્રાઓએ લઈ જવાનાં વચનો આપતો થઈ ગયો છે. આ બદમાશ અત્યાર સુધી માથે જાળીદાર ટોપી પહેરીને રમઝાન માસમાં ઇફ્તારીઓમાં હાજરી આપતો હતો.

રાહુલ ગાંધીને હિન્દુ ધર્મ સાથે કે ભારતીય સંસ્કારો સાથે કોઈ લેવાદેવા નથી – એની માની જેમ. પણ લેટલી કૉન્ગ્રેસીઓના આરાધ્ય દેવ સમા આ બે બદામના બાળકે ગંગામાં ડૂબકી લગાવવાનું, લલાટે ભસ્મ ચોપડવાનું અને મંદિરોમાં જવાનું શરૂ કર્યું છે.

મમતાબાનુ બેનર્જી હિન્દુઓને ધિક્કારે છે, મુસ્લમોને‐રોહિંગ્યાઓને‐ બાંગ્લાદેશીઓને પંપાળે છે. આ મહિલા હિન્દુઓને માત્ર ધિક્કારતી જ નથી, હિન્દુઓની કતલ કરાવે છે. એમની પાર્ટી ટી.એમ.સી.ના અનેક કાર્યકર્તાઓએ બંગાળમાં ભાજપ-સંઘ સાથે નિસબત ધરાવતા નિષ્ઠાવાન હિંદુઓનું જાતીય નિકંદન (જેનોસાઇડ, પ્રોગ્રામ) કરવાની કસમ ખાધી છે અને એ કસમનો અમલ પણ કર્યો છે. આમાંના કેટલાક કેસની કેન્દ્ર સરકાર તરફથી સી.બી.આઈ. દ્વારા જાંચતપાસ કરાવવાનું ચાલુ છે. અમુક કેસ મમતાની બંગાળ પોલીસ છાવરી રહી છે.

પ્રિયંકા ગાંધીનું રાજકારણમાં કોઈ વજૂદ નથી પણ કૉન્ગ્રેસ પક્ષના બડા બડા નેતાઓ જેમ ઇન્દિરા ગાંધીની જીહજૂરિયાગીરી કરતા એમ વાનપ્રસ્થાશ્રમમાં પ્રવેશી ચૂકેલી આધેડ ઉંમરની બેબલીનાં સેન્ડલ ઊંચકવા તૈયાર છે. પચાસ વર્ષ વટાવીને વનમાં પ્રવેશી ચૂકેલાં કૉન્ગ્રેસનાં આ ‘યુવાનેતા’ પણ મોટા ભાઈની જેમ ગંગામાં ડૂબકી લગાવી રહ્યાં છે, ગળામાં રુદ્રાક્ષની માળા ધારણ કરીને મંદિરોમાં જઈ જઈને માથે ટીલાંટપકાં કરાવી રહ્યાં છે.

અખિલેશ યાદવની (અને એના પિતા મુલ્લા મુલાયમની) કારકિર્દીના પાયામાં મુસ્લિમ ગુંડાઓની સાથે ભાગીદારી કરીને કમાયેલા અબજો રૂપિયાનો ઉકરડો છે. હિન્દુત્વનું ઘણું મોટું નુકસાન કરનાર પિતાના આ સવાયા પુત્રે આજકાલ ભગવાધારી યોગીજીની સામે કેવા કેવા વેશ ધારણ કરવા પડે છે તે તમે જોયું છે.

આવા લોકો હિન્દુત્વના પવિત્ર પ્રતીકોને લાંછન લગાડે છે. તિલકનું અપમાન કરે છે. ત્રિપુંડને બદનામ કરે છે. અરવિંદ, રાહુલ, પિન્કીબેબી અને અખિલેશ જેવા લોકો ફેન્સી ડ્રેસ હરિફાઇમાં ભાગ લેવા માટે હિન્દુ પ્રતીકો-પહેરવેશ અપનાવી રહ્યા છે. આ લોકો તમને ઠગી રહ્યા છે. ઔદિચ્ય બ્રાહ્મણોની નાતના જમણમાં પીરસાતા લાડવા જોઈને એક તરકડો ‘હમ ભી ડિચ’ કહીને પંગતમાં બેસી ગયો હતો. આ બધા જ ‘હમ ભી ડિચ’ વાળા છે. તેઓને બ્રાહ્મણપણાની પવિત્રતા સાથે કોઈ લેવાદેવા નથી. એમનું એક માત્ર લક્ષ્ય લાડવા છે.

મોદીના રાજમાં સૌ કોઈને લાગી રહ્યું છે કે લાડવા ખાવા હશે તો હિન્દુત્વમાં આસ્થા છે એવો દેખાડો કરવો પડશે. આવતીકાલે તમને નવાઈ ન લાગવી જોઈએ કે 2024ની ચૂંટણી જીતવા માટે મરણિયા બનનારા અરવિંદ, પપ્પુ, મમતાબાનુ અને સ.પા.ના ગુંડાઓના ચૂંટણી ઢંઢેરાઓમાં એ જ બધાં પ્રોમિસ આપવામાં આવે જે બીજેપી આપતી આવી છે. ભાજપનું હિન્દુત્વ જેન્યુઇન નથી, ચૂંટણીલક્ષી છે, ભાજપ ભારતના હિન્દુઓને મૂર્ખ બનાવે છે – એવો પ્રચાર આ દેશદ્રોહી ચોકડીની પાર્ટીઓ શરૂ કરશે. પોતાને સવાયા હિન્દુવાદી પુરવાર કરવા મથુરાની કૃષ્ણજન્મભૂમિ પરની શાહી ઇદગાહ મસ્જિદ દૂર હટાવીને ભવ્ય મંદિર બાંધવાનું વચન પણ આ ચારેય તકવાદીઓ આપશે. તમે ભરમાતા નહીં. મોદી આવું કોઈ વચન આપવાના નથી. મોદી સામાજિક સૌહાર્દ ન વિખરાય તે રીતે ન્યાયતંત્રના ચુકાદાની રાહ જોવામાં માને છે. હાઈપર હિન્દુઓ તમને ઉશ્કેરવાની કોશિશ કરશે કે મોદી તો નામર્દ છે, ખરા શૂરા તો અરવિંદ, પપ્પુ વગેરે છે જેમનામાં તાકાત છે કે હિન્દુઓને કૃષ્ણ જન્મભૂમિ પાછી અપાવવાનું જાહેર વચન આપી શકે છે, છપ્પનની છાતી તો આને કહેવાય.

વચનરૂપી પેંડો દેખાડીને તમારા મતરૂપી ચાંદીની કલ્લી પડાવી લેવાના આ કારસાને બરાબર ઓળખજો તમે.

હિન્દુવાદની વાતો કરનારા બધા હિન્દુવાદીઓ નથી હોતા, એમાં તકવાદીઓ ભળી ગયેલા હોય છે. કોઈ કહેશે કે એમાં ખોટું શું છે – પાર્ટી કોઈ પણ હોય, હિન્દુ ધર્મને સાચવવાનો ઇજારો ભાજપનો એકલાનો જ થોડો છે? આપ, કૉન્ગ્રેસ, ટીએમસી વગેરે જો હવે હિન્દુહિતની વાત કરતા થયા હોય અને વચનપૂર્તિ પણ કરતા હોય તો હિન્દુઓએ શા માટે આ લોકોને મત ન આપવો?

મારો આ સૌને એક જ જવાબ હશેઃ સો મૂષક ઓહિયાં કરીને હજ કરવા જતી માંજર પર તમે કેટલો ભરોસો મૂકશો!

ભાજપના અને સંઘના ડીએનએમાં હિન્દુત્વ છે. આપનું ડીએનએ તકવાદનું છે. કૉન્ગ્રેસના ડીએનએમાં મુસ્લિમ પરસ્તી છે, ટીએમસીના ડીએનએમાં ભ્રષ્ટાચાર છે અને સપાના ડીએનએમાં દહશતગર્દી છે. આ પાર્ટીઓના જન્મ-ઉછેર-અસ્તિત્વ સઘળામાં ભારતની સંસ્કૃતિનો વિરોધ છે.

કાલ ઉઠીને કોઈ નવી જ પાર્ટી ઊભી થાય – ભાજપમાંથી થોડા તૂટે, આ ચાર બદમાશ પાર્ટીઓમાંથી થોડા થોડા ‘સારા’ માણસો ભેગા થઈને એમાં જોડાય અને આ નવી હિન્દુ પાર્ટી જો એવો દાવો કરે કે અસલી હિન્દુત્વ તો અમારું જ છે, ભાજપનું તો માત્ર સત્તાલક્ષી હિન્દુત્વ છે તો?

તો એ નવી પાર્ટી ભારતને તોડવા માટે સર્જાઈ છે એવું માનવાનું. એના સ્થાપકો, કર્તાહર્તા અને ટેકેદારો-સમર્થકો ખાલિસ્તાનવાદીઓના હિન્દુ કાઉન્ટરપાર્ટ છે એવું માનવાનું.

એક વાત ઘૂંટી ઘૂંટીને વારંવાર લખી છે, હજુ પણ લખાતી રહેશે કે હિન્દુવાદની વાતો કરનારા બધા જ લોકો હિન્દુવાદી હોય તે જરૂરી નથી, આમાંના કેટલાય તકવાદીઓ પણ હોય છે.

દેશમાં વધુ સ્થિરતા જોઈતી હશે, વધુ સમૃદ્ધિ જોઈતી હશે તો હિન્દુવાદનો બુરખો પહેરનારાઓની અસલી પહેચાન કઈ છે તેનું ધ્યાન રાખો, એ સૌના ડીએનએ ટેસ્ટ તપાસો અને પેંડાની લાલચે હાથ પર શોભતી કલ્લી ઉતારીને આપી દેવાનો નિર્ણય કરતાં પહેલાં દસવાર વિચાર કરો, બાળક નથી તમે.

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

•••
આ લેખ તમને ગમ્યો? ન્યુઝપ્રેમીને સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

14 COMMENTS

 1. તમારી સીધી વાત, શબ્દો ને છુપાવ્યા વગર એ જ વાચક ને સ્પર્શે છે. આવી જ સાચી વાત જણાવતા રેહશો…. લોકો જાગૃત થઇ રહ્યા છે…….
  જય હિન્દ

 2. વાહ.. ભાઈ.. ખૂબ સરસ… સો ટકા સાચી વાત આપે લખી.. આપને સાચુ લખવા અને કોઈ ની સેહ શરમ ભર્યા વિના નામ સહિત.. લખાણ લખવાં માટે ખૂબ ખૂબ અભિનંદન…. અને કોઈ તોડ મરોડ કર્યા વગર સચ્ચાઈ દુનિયા સમક્ષ રજુ કરવા બદલ… ખૂબ ખૂબ આભાર….
  દરેક લેખક અને પત્રકાર જો આવી રીતે સાચુ લખવા લાગે તો પ્રજા ને કોઈ તકવાદી ભરમાવી ના શકે…

 3. ખૂબજ સુંદર. આવુંજ લખતા રહો એવી શુભેચ્છઓ.

 4. દૂરંદેશી વિઝન.. આપે જે રીતે અગાઉના લેખોમાં કહ્યું હતું તેવું જ થોડા સમય પછી જોવા મળે છે.
  મોદી, સંઘ, ભાજપને ઉતારી પાડવા ટોળકી કામે લાગી જાય છે.
  ગૃહયુદ્ધની સ્થિતિ, કોરોના માં અફવા ફેલાવી લોકોને ગૂમરાહ કરવા ની જેમજ હિન્દુત્વનો દેખાડો કરી આ ટોળકી મોદી ને બદનામ કરશે.
  આપના લેખો થકી અમારા જેવા વાચકોની આંખ ઉઘડે છે અને મોદી તેમજ ભાજપ, સંઘ, હિન્દુત્વમા વિશ્વાસ જળવાઈ રહે છે.
  ખૂબ જ સરસ લેખ….🙏🏻

 5. એકદમ સાચી વાત કરી છે. આ તકવાદી અને કહેવાતા હિન્દુઓથી ચેતવું જરૂરી છે.

 6. એકદમ સાચું👌🏻👌🏻
  ખાસ કરીને હિંદુ મતદાતાઓ એ સમજવું જ જોઈએ….અત્યારે જે એક જ હિન્દુત્વ અને રાષ્ટ્ર પ્રથમ ને માન આપવાવાળી સૌથી જૂની અને ભરોસાપાત્ર RSS BJP છે અને એક એક થી ચઢિયાતા રાષ્ટ્રપ્રેમી નેતાઓ bjp મા જ છે….તો જો 80 % હિન્દુ વોટ પણ bjp ને મળે તો બહુમતી થી જીત મળે

 7. ખરેખર, તમે જે આ કહેવાતા રાજકીય આગેવાનો ને જે સત્ય-સાર્થક ને વાસ્તવિક શબ્દો થી નવાજ્યા છે તે કાબીલે દાદ છે!
  બાકી કહેવાતા બુદ્ધિવાદી પરંતુ હકિકતમાં
  બળદિ……બંગાળીઓ એ માયાવી મમતા ને રાજ્ય સોંપી દીધું.!
  જોઈએ હવે યુ. પી. ની જનતા પણ કોને વરમાળા પહેરાવે છે. ?
  બાકી તમારા બેબાક લખાણ પર અમારું મસ્તક આપને 💯💯 સલામી આપે છે🙏💕

 8. Sav sachi vat che.a badhi vat pachi pan manso ni mentality sudharti nathi e vat nu bhuj dukh thy che.ek dum sunder lekh hato.agar hindutva bachavu hase to darek manso e sudhrvu padse khali vato thi kai nahi thy.

 9. આ નૌટંકીબાજો ભલે નાટક કરી લે.
  જનતાને મૂર્ખ નહીં બનાવી શકે.

 10. ગયા બે દિવસ મા સૌરભભાઈ એ વાંચકો ના પ્રતિભાવો લખ્યા તે વાંચી આનંદ થયો, લગભગ ત્રણ દાયકા થી આપણે અઢળક વિવિધ લેખો વાંચી આનંદિત થયા છીએ, તેઓ વરસેટાઈલ લેખક છે, હવે જ્યારે સ્વતંત્ર રીતે તેઓ આપણ ને લગભગ દરરોજ અદભુત મૌલિક, રાજકીય અને અસંખ્ય વિષયો ઉપર આનંદ કરાવી રહ્યા છે ત્યારે બધા જ વાંચકો ને વિનંતી કે તેમને આર્થિક રીતે નિયમિત ફાળો મોકલ્યા કરે જેથી તેઓ તેમની સો વર્ષ ની આયુ સુધી સર્વે ગુજરાતી પ્રજા ને તેમની કલમનો લાભ મળે

 11. દુધનું દુધ અને પાણીનું પાણી કરતો આ લેખ ખૂબ ગમ્યો….

 12. મઝા આવી જ રહી છે ,આજના લેખમાં જે લેખિની રૂપી કટાર ચલાવી છે એ વાંચીને કહેવું પડે તમારી છાતી પણ 56 ની છે. નમસ્કાર .અન્ય પ્લેટફોર્મ પર ફોરવર્ડ કરી શકીએ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here