ચંદ્રમોહન બાબુલાલ જૈન રજનીશ કેવી રીતે બન્યા? સૌરભ શાહ

(તડકભડકઃ ‘સંદેશ’ સંસ્કાર પૂર્તિ, રવિવાર, 6 માર્ચ 2022)

કહે છે કે રજનીશજી 21 વર્ષના હતા ત્યારે એમને આત્મજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું હતું. અંગ્રેજીમાં જેને સ્પિરિચ્યુઅલ કે સેલ્ફ એન્લાઇટન્મેન્ટ કહે છે તે એમને 1953ની 21મી માર્ચે પ્રાપ્ત થઈ ગયું હતું— એવું એમણે જ કહ્યું છે.

જબલપુરના ભંવરપાલ ગાર્ડનમાં એક ઝાડની નીચે બેસીને આ ‘બોધિજ્ઞાન’ એમને પ્રાપ્ત થયું હતું.

બી.એ. તો એમણે છેક 1955માં કર્યું અને પછી 1957માં એમ.એ. કર્યું. બેઉમાં ફિલોસોફી એમનો મુખ્ય વિષય હતો.પછી રાયપુર સંસ્કૃત મહાવિદ્યાલયમાં સંસ્કૃત ગ્રંથોનો અભ્યાસ કર્યો.

પણ અહીં સવાલ એ થાય કે આ ‘બોધિજ્ઞાન’ અથવા તો સ્પિરિચ્યુઅલ એન્લાઇટન્મેન્ટ અથવા તો આત્મજ્ઞાન એટલે શું?

જગતમાં જાણવા જેવું જેટલું જ્ઞાન છે તે બધું જ એક ચમકારામાં કોઈ ઝાડ નીચે બેસો એટલે તમારામાં ઊતરી આવે? (આપણા જેવા માટે તો ચાન્સીસ એવા વધારે કે જ્ઞાન આવવાને બદલે ચકલું ચરકી જાય). શું એ શક્ય છે કે તમારામાં પડી રહેલી તમામ પ્રજ્ઞા એકાએક જાગૃત થઈ જાય અને ક્ષણભરમાં તમે પ્રબુદ્ધ પુરુષ બની જાઓ?

તમને એ પ્રશ્નનો જવાબ મળી જાય કે અલ્ટીમેટલી તમારે લાઇફમાં શું કરવું છે તો તે જવાબ જે ઘડીએ પ્રગટ્યો તે તમારા માટે પ્રાગટ્યની ઘડી

મારી જાડી સમજણ એમ કહે છે કે દિવસો, મહિનાઓ કે વર્ષો સુધી વિચારતાં વિચારતાં કોઈ એક ઘડીએ તમને એ પ્રશ્નનો જવાબ મળી જાય કે અલ્ટીમેટલી તમારે લાઇફમાં શું કરવું છે તો તે જવાબ જે ઘડીએ પ્રગટ્યો તે તમારા માટે પ્રાગટ્યની ઘડી, આત્મજ્ઞાન કે સ્પિરિચ્યુઅલ એન્લાઇટન્મેન્ટની ઘડી. તમને તમારા અસ્તિત્વનો અર્થ ખબર પડી જાય કે આ જિંદગીનાં હવે પછીનાં તમામ વર્ષ તમારે કયા કામને સમર્પિત કરી દેવાં છે – આ વિશેની દ્રઢ નિષ્ઠા બંધાવાની ઘડી તે તમારા બોધિજ્ઞાનની ઘડી.

રજનીશજી 21 વર્ષની ઉંમરે જ પામી ગયા હતા કે એમણે શું કરવું છે, કયું કામ કરવું છે. જ્ઞાન મેળવવા તેઓ સંન્યાસી બનીને કાશી, હરિદ્વાર કે હિમાલય જઈને ગુરુની શોધમાં ન નીકળી પડ્યા. એને બદલે ‘આત્મજ્ઞાન’ થઈ ગયા પછીનાં બે વર્ષોમાં ફિલોસોફી મુખ્ય વિષય લઈને બી.એ. પૂરું કર્યું, એ પછીનાં બે વર્ષમાં એ જ વિષયની સાથે પોસ્ટ ગ્રેજ્યુએટ થયા અને સંસ્કૃત મહાવિદ્યાલયમાં જઈને એમણે ઉપનિષદ, પતંજલિયોગ, બ્રહ્મસૂત્ર, મનુસ્મૃતિ વગેરેનો અભ્યાસ કર્યો.

1953માં એમને ખબર પડી ગઈ હતી કે જિંદગીમાં શું કરવું છે એટલે જ એમણે એમ.એ. પછી સંસ્કૃત મહાવિદ્યાલયમાં અભ્યાસ પૂરો કરીને 1958માં જબલપુરની યુનિવર્સિટીમાં લેક્ચરરની નોકરી લીધી.

લેક્ચરર પદ માટે અરજીપત્રક ભરતી વખતે રજનીશજીએ શું વિચાર્યું હશેઃ આ નોકરી મળી જાય તો આજીવિકાની ચિંતા ટળી જાય?

શું એવું વિચાર્યું હશે કે કૉલેજમાં ભણાવીને નિવૃત્ત થયા પછી જિંદગી આખી પેન્શન મળશે એટલે ભવિષ્યની સલામતીનો બંદોબસ્ત થઈ જશે? શું એવું વિચાર્યું હશે કે અધ્યાપકોને તો રજાઓ અને વૅકેશનો કેટલાં બધાં મળે છે તો એ સમયમાં આરામ કરીશું કે હરીશું ફરીશું કે કુટુંબમિત્રો સાથે મોજમસ્તી કરીશું કે વાંચવાનું કે બીજું કોઈ મનગમતું કામકાજ કરીશું એ ફુરસદના દિવસોમાં? કે પછી એવું વિચાર્યું હશે કે જે ફાજલ સમય મળશે એમાં થોડીક એક્સ્ટ્રા ઇન્કમ માટે પ્રાઇવેટ ટ્યુશનો કરીશું કે કોચિંગ ક્લાસમાં ભણાવીશું અને યુનિવર્સિટીની એક્ઝામનાં પેપરો તપાસવા જઈશું?

રજનીશજીએ લેક્ચરરની નોકરી એટલા માટે લીધી કે તેઓ બોલીને, પોતાની વાણી દ્વારા, બીજાઓ સાથ સંવાદ સાધવા માગતા હતા

આવું બધું થયું હોત તો તેઓ ચંદ્રમોહન બાબુલાલ જૈન તરીકે જીવ્યા હોત અને એ જ નામે દેવલોક થયા હોત. બાળપણના લાડકા નામ રજનીશથી તેઓ ક્યારેય ઓળખાયા ન હોત, ન આચાર્ય બન્યા હોત, ન ભગવાન, ન ઓશો. આપણે બધા જે નામે જન્મ્યા તે જ નામે મરી જવાના તેનું કારણ એ કે આપણે જ્યારે કૉલેજની કે યુનિવર્સિટીની કે પછી એવી બીજી કોઈ પણ નોકરી લઈએ છીએ કે ધંધો શરૂ કરીએ છીએ ત્યારે ઉપરના પેરેગ્રાફમાં જે સવાલો મૂકાયા છે તેનો જવાબ હકારમાં આપતા હોઈએ છીએ.

રજનીશજીએ લેક્ચરરની નોકરી એટલા માટે લીધી કે તેઓ બોલીને, પોતાની વાણી દ્વારા, બીજાઓ સાથ સંવાદ સાધવા માગતા હતા. (આ મારી ધારણા છે. રજનીશજીએ પોતે શું કામ નોકરી લીધી હતી એ વિશે ક્યાંય સ્પષ્ટતા કરી નથી અને કરી હશે તો એ મારી જાણમાં નથી). જાહેર પ્રવચનોમાં પોતે સફળ જશે કે નહીં એની ખાતરી કરી લેવા એમણે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સમક્ષ પોતાની પ્રયોગશાળા ખોલી. સફળતા એ અર્થમાં નહીં કે પોતે શ્રોતાઓને સંમોહિત કરી શકે છે કે નહીં, ક્રાઉડ પુલ કરી શકે છે કે નહીં. (હાલાંકિ, એ તો થયું જ). પણ સફળતાએ અર્થમાં કે મારે જે કંઈ કહેવું છે, વ્યક્ત કરવું છે, જે વાત બીજા સુધી પહોંચાડવી છે તે કામ હું સારી રીતે કરી શકું એમ છું કે નહીં.

જબલપુર યુનિવર્સિટીમાં રજનીશજીની નિમણુક ફિલોસોફી-દર્શનશાસ્ત્રના ડિપાર્ટમેન્ટમાં થઈ હતી. ઉપનિષદ, બ્રહ્મસૂત્ર વગેરે અનેક ગ્રંથો પરની ટીકાનો અભ્યાસ કરતી વખતે જ રજનીશજીને લાગતું હતું આ બધી ટીકાઓ અધૂરી છે. (સંસ્કૃતમાં ‘ટીકા’ શબ્દ નેગેટિવ અર્થમાં નથી હોતો. કમેન્ટરી, વિશ્લેષણ, અર્થઘટન કે ટિપ્પણના સંદર્ભમાં લેવાનો). રજનીશજીને લાગતું કે ટીકાકારો પાસે પાંડિત્ય તો હતું પણ કોઈ અનુભવ નહોતો (તેમ જ કોઈ મૌલિક દૃષ્ટિ પણ નહોતી, ચીલો ચાતરવાની હિંમત પણ નહોતી). મૂળ ગ્રંથો પર અગાઉ થયેલી ટીકાઓના આધારે એ સૌએ પોતપોતાની ટીકા ઉમેરી હતી.

અધ્યાપનના પહેલા જ દિવસે રજનીશજીએ ક્લાસમાં આવીને કહ્યું : ‘જે લોકોને એમ હોય કે ફિલોસોફીમાં તો એમને પહેલેથી જ બધું આવડે છે એ લોકોએ મારા લેક્ચરમાં બેસીને સમય બરબાદ કરવાની કોઈ જરૂર નથી. એ બધા લોકો હાજરી પુરાઈ જાય એટલે ક્લાસમાંથી જતા રહે. મને એમાં કંઈ જ ખરાબ લાગવાનું નથી… બીજી વાત એ કે મારા લેક્ચર દરમ્યાન કોઈએ અધવચ્ચે મને પ્રશ્ન કરવો હોય તો એ હાથ ઊંચો કરી શકે છે પણ એણે મારી વાત પૂરી ન થાય ત્યાં સુધી હાથ ઊંચો જ રાખવાનો. લેક્ચર આપતી વખતે હું મોટેભાગે આંખો બંધ કરી લેતો હોઉં છું, મારા પોતાનામાં ડૂબી જઉં છું. તમે લોકો પણ જો મારી સાથે નહીં ડૂબો તો આપણે સંવાદ નહીં કરી શકીએ. હું તમારો લેક્ચરર નથી, ગુરુ છું. ગુરુનો અર્થ થાય છે જે અપ્રગટ વાતોનું રહસ્ય પ્રગટ કરે તે… હું મારી વાત પૂરી કરી લઉં અને તમને સંકેત કરું ત્યારે તમે કોઈ સંકોચ વિના મને પ્રશ્ન પૂછી શકો છો… ફિલોસોફી અર્થાત્ દર્શનશાસ્ત્રનો શાબ્દિક અર્થ થાય છે – દર્શન કરવું. હું મારા શબ્દો દ્વારા પ્રયાસ કરીશ કે આ શાસ્ત્ર તમારા આત્માના ઊંડાણ સુધી ઊતરીને તમને કંઈક અનુભૂતિ કરાવે. તમે જાતે જ તમારી અંદર ઊતરવા માટે સક્ષમ બનો. તમારું ત્રીજું નેત્ર ખૂલે (અને તમે જે જોવાનું છે તે જોઈ શકો). કારણ કે એવું નહીં થાય ત્યાં સુધી મારા હિસાબે દર્શનશાસ્ત્ર શીખવાનો કોઈ અર્થ નથી.’

આટલું કહીને રજનીશજીએ રજિસ્ટર ખોલીને અટેન્ડન્સ લીધી અને બધાનું નામ બોલી બોલીને એમની હાજરી પૂરી. વિધિ પૂરી થઈ અને પચ્ચીસમાંના દસ વિદ્યાર્થીઓ તથા છમાંની એક વિદ્યાર્થિની ક્લાસની બહાર નીકળી ગયાં.

જે સ્ટુડન્ટ્સે દર્શનશાસ્ત્રનો વિષય નહોતો લીધો એ પણ પોતાને ફ્રી પિરિયડ હોય ત્યારે ચૂપચાપ રજનીશજીના ક્લાસમાં આવીને બેસી જતા

હવે રજનીશજીએ લેક્ચર શરૂ કર્યું. એમણે કહ્યું :
‘ગુરુ અને શિષ્ય વચ્ચે જ્યાં સુધી મૈત્રી સ્થાપિત થતી નથી ત્યાં સુધી ખરા અર્થમાં સંવાદ સધાતો નથી. દર્શનશાસ્ત્રનો, ફિલોસોફીનો અભ્યાસ કરવો એ આત્માનો સાક્ષાત્કાર કરવા બરાબર છે, પોતાની જાતને જાણવા બરાબર છે. એટલે તમારી અને મારી વચ્ચે સંવાદ સ્થપાય તે જરૂરી છે. તમે મને અધ્યાપક નહીં, તમારો મિત્ર સમજજો.’
ક્લાસમાં પિનડ્રોપ સાયલન્સ હતી. પછી રજનીશજીએ દર્શનશાસ્ત્રમાં પાશ્ચાત્ય ફિલોસોફી, તર્કશાસ્ત્ર (લૉજિક) અને મનોવિજ્ઞાન (સાયકોલોજી)નો પણ સમાવેશ થાય છે એ સમજાવ્યું. વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ પ્રભાવિત થઈ ગયાં. થોડા જ દિવસોમાં એમણે રજનીશજી સાથે સંવાદ સાધી લીધો. આ વિદ્યાર્થીઓ રજનીશજી વિશેની વાતો યુનિવર્સિટીમાં બીજા વિદ્યાર્થીઓ સાથે વહેંચતા થયા. જે સ્ટુડન્ટ્સે દર્શનશાસ્ત્રનો વિષય નહોતો લીધો એ પણ પોતાને ફ્રી પિરિયડ હોય ત્યારે ચૂપચાપ રજનીશજીના ક્લાસમાં આવીને બેસી જતા. ધીમે ધીમે આ ખબર સ્ટાફ રૂમ સુધી પહોંચી. કેટલાક લોકોએ ઉત્સુકતાથી તો કેટલાકે આલોચના કરવાના ઇરાદાથી એમનાં લેક્ચર સાંભળ્યાં.

થોડા જ વખતમાં વાઇસ ચાન્સેલર સુધી આ વાત ફરિયાદના રૂપમાં પહોંચી— રજનીશ કોર્સની વાતો ભાગ્યે જ કરે છે. વધારે પડતી વાતો તો કોર્સ બહારની ફાલતુ વાતો હોય છે. આ રીતે જ જો ચાલ્યા કરશે તો કોર્સ ક્યારે કવર થશે અને આવું ચાલ્યા કરશે તો બીજાં પરિણામો પર એની અસર પડવાની.

મહિનાઓ વીતી ગયા અને આ જ રીતે આઠ વર્ષ સુધી ચાલતું રહ્યું. આ બાજુ બહારની દુનિયામાં આચાર્ય રજનીશનાં પ્રવચનો ક્રમશઃ મશહૂર થતાં ગયાં. સાંભળનારાઓ મંત્રમુગ્ધ થતા ગયા. રજનીશજી એક તરફ યુનિવર્સિટીના નિશ્ચિત દાયરામાં વિદ્યાર્થીઓમાં જ્ઞાન વહેંચતા ગયા અને બીજી તરફ દેશના ખૂણે ખૂણે વિશાળ જનસંખ્યા એમને સાંભળવા ઉત્સુક રહેતી.
ફાઇનલી એક દિવસ એવો ઉગ્યો જ્યારે આ આઠ વર્ષના યુનિવર્સિટીના કામ પર પૂર્ણવિરામ મૂકવાનો અવસર આવ્યો.

આવતા રવિવારે પૂરું.

પાન બનાર્સવાલા

તમારી પાસેથી જે છિનવી શકાય એમ હોય, સમજજો કે એ તમારું છે જ નહીં.
-બુદ્ધ

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

•••
આ લેખ તમને ગમ્યો? ન્યુઝપ્રેમીને સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

18 COMMENTS

  1. ખૂબ સરસ માહિતી સભર લેખ. ઓશો એક પ્રોફેસર હતા તે માહિતી નવી હતી સાથે તમારા લેખન વિશે જેટલું કહીએ તે ઓછું છે .

  2. અદભુત article sir.
    નાનપણથી ओशो ne enjoy karato રહયો છું. થોડી samaj વધી છે.
    તેના વિષે ખૂબ saras રીતે આજે વાંચ્યું
    Thanks…sir.

  3. So passionately I will read this series of Rajnish ji of your Sirji Saurbh Shah ji …as just now hearing his great audio playlists for the following link by choosing different playlist one finish each one 👇🏻👇🏻🙏🙏

    https://oshoworld.com/audio-discourse-hindi-k/

    One request Sirji…if English translation available of these articles..please share with us on your readers WhatsApp ..so I will share with my multiple friends here 🇨🇦 who are so much passionate about Rajnish ji..🙏…last I want to add that your mastery about writing articles …will our great privilege as your readers ..🙏🙏

  4. કોઈ પણ વિષય હોય, તમારા લેખો ખૂબ જ સરસ હોય છે.
    આતુરતાથી નવા લેખની રાહ જોવાની. ઈશ્વર તમને સારું સ્વાસ્થ્ય, ધનદોલત, ખૂબ કીર્તિ અને પ્રસિદ્ધિ, મનની શાંતિ આપે એવી ઈશ્વરને પ્રાર્થના.

  5. Bahuj saras lekh vachi ne anand theyo.saurabh bhai tamara badhaj lekh vachi ne anand thaye che harek time per kaik navu janvani intejari rahe che.

  6. ‘બોધિજ્ઞાન’, ‘મોક્ષ’ જેવા ગહનના બાટલામાં રેડાઈને પવાતા શબ્દોને આપ જે સહજ રીતે સમજાવો છો તે આપના લેખોની શ્રેષ્ઠતા છે,આપની ઉંચાઈ છે… વંદન આપને…..
    લેખમાં ઘણું ગહન સરળભાષામાં જાણવા મળ્યું…. 🙂

  7. રજનીશજી વિશે તમારી રસાળ શૈલી માં જાણવા,સમજવા અને માણવા મળ્યું અને મળશે તે જાણીને ખૂબ પ્રાપ્તિ મળી રહી હોય તેવું લાગે છે.સૌરભભાઈ,બને તેટલું આ વિષય પર વધારે લખશો.આભાર

  8. રજનીશજીને વાંચ્યા છે, સાંભળ્યા છે પણ તમારી નજરે અને કલમે એમના વિશે જાણવાની એમને માણવાની મજા કંઈક અલગજ છે… રજનીશજી વિશે વધારે લેખો માટે ઉત્સુકતા રહેશે…

  9. પ્રિય સૌરભભાઈ,
    આપને ખાસ વિનંતી, કે રજનીશજી વિશેનો લેખ આવતા રવિવારે પૂરો ન કરતા, બલ્કે શક્ય હોય તો, વધુ લેખો લખીને અમોને એમના વિશે વધુ માહિતી પ્રદાન કરો, એવી અમારી દિલથી ઈચ્છા છે, બાકી જેવી આપની સમયની અનુકૂળતા.

  10. ઓશો વિશે ઘણુજ વાંચ્યુ છે પણ પ્રોફેસર રજનીશ વિશે પહેલી જ વાર વાંચ્યુ. તમે એટલું સરસ રસદર્શન કરાવ્યુ જાણે અમે બધા એના ક્લાસ માં બેઠા હોઇએ! કેટલા નસીબદાર હશે એ વિદ્યાર્થીઓ! સૌરભભાઈ, તમારી કલમ માં જાદુ છે. તમે ઓશોને રુબરુ મળ્યા છો? જો મળ્યા હોય તો એ અનુભવ વિશે ખાસ લખજો.

  11. Bhagavan rajanish no lekh vanchi khub khub Anand thayo 🙏☺ dil bag bag Thai gayu ☺

  12. રજનીશ જી ને જાણવા, સમજવા માટે તમારી કલમ માર્ગદર્શિકા બની રહેશે. આમ પણ તેઓ ખુદ, અને તેનું સાહિત્ય રસમય અને નવી દિશા ને ઉજાગર કરતું રહે છે. સમય મળે એમના વિશે લખતાં રહેવાં આગ્રહ ભરી વિનંતી.

  13. વાંચી ને સુખાનુભૂતિ થઈ, રજનીશ ની વાણી મે ઘણી વાંચી છે, આપે જે સાર-વિશ્લેષણ કર્યુ, ગુરુ વિશે, તથા નોકરી સ્વીકારવા વિશે એ wow feal કરાવે છે .. Thanks a lot

  14. एक फूल खिला। वह किसी के लिए नहीं खिला है; और किसी बाजार में बिकने के लिए भी नहीं खिला है; राह से कोई गुजरे और उसकी सुगंध ले, इसलिए भी नहीं खिला है, कोई गोल्ड मेडल उसे मिले, कोई महावीर चक्र मिले, कोई पद्यश्री मिले, इसलिए भी नहीं खिला है। फूल बस खिला है, क्योंकि खिलना आनंद है; खिलना ही खिलने का उद्देश्य है। इसलिए ऐसा भी कह सकते हैं कि फूल निरुद्देश्य खिला है। और जब कोई निरुद्देश्य खिलेगा तभी पूरा खिल सकता है, क्योंकि जहां उद्देश्य है भीतर वहां थोड़ा अटकाव हो जाएगा। अगर फूल इसलिए खिला है कि कोई निकले, उसके लिए खिला है, तो अगर वह आदमी अभी रास्ते से नहीं निकल रहा तो फूल अभी बंद रहेगा; जब वह आदमी आएगा तब खिलेगा। लेकिन जो फूल बहुत देर बंद रहेगा, हो सकता है उस आदमी के पास आ जाने पर भी खिल न पाए, क्योंकि न खिलने की आदत मजबूत हो जाएगी। नहीं, फूल इसीलिए पूरा खिल पाता है कि कोई उद्देश्य नहीं है।

    ठीक ऐसा ही आदमी भी होना चाहिए। लेकिन आदमी के साथ कठिनाई यह है कि वह सहज नहीं रहा है, वह असहज हो गया है। उसे सहज तक वापस लौटना है। और यह लौटना फिर एक उद्देश्य ही होगा।
    ये पंक्तिया उनकी एक पुस्तक जिन खोजा तीन पाइयाँ से है ! मेरे दिल के बहुत क़रीब हैं ये पुस्तक , इस पुस्तक को हर इंसान को पढ़ना या सुनना चाहिए ।
    एक लेखक , कलाकार , संत का होना भी अकारण होता है, वो अपने होने में मस्त होता है। इस बात का rejoinder यहाँ पर ये हे की आपका लिखना बस आपकी ख़ुशी है , जो अंदर है बस लूटा दो , चाहे सन्मान मिले या ना मिले कोई परवाह नहीं !
    आप सद्गुरू के लिए कुछ भी लिखते है तो मेरे लिए एक आदरंजलि है 🙏में अपने अंतर्मन से अहोभाव व्यक्त करता हूँ।

    • ओशो के किसिभी पुस्तक को लिजिये ऐसा ही लगेगा कि हर एक को यह पुस्तक पढना चाहिये! ऐसी जान है उनके शब्दो मे !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here