મેં તો પહેલેથી જ કહ્યું હતું : સૌરભ શાહ

( તડકભડક: ‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, 28 એપ્રિલ 2024)

બે વ્યક્તિ વચ્ચે ક્યારેક, કોઈક બાબતે મતભેદ થવો અનિવાર્ય છે.

નોકરીમાં, ધંધામાં, વ્યવસાયમાં, મિત્રવર્તુળમાં, કુટુંબમાં કે પછી સ્ત્રી-પુરુષ વચ્ચેના સંબંધમાં- દરેક વખતે અને બધી જ બાબતે બે વ્યક્તિઓ એકબીજાની સાથે સહમત હોય એ અશક્ય છે.

ઔપચારિક તેમ જ અનૌપચારિક સંબંધોમાં લાગણીનું અને પ્રેમનું શાસ્ત્ર ખૂબ વિકસ્યું પણ ઝઘડાનું શાસ્ત્ર વિકસાવવાની જરૂર હજુ સુધી કોઈને શા માટે સમજાઈ નહીં એનું આશ્ર્ચર્ય છે.

મતભેદ એટલે ગેરસમજ નહીં. માહિતીના અભાવે કે દૃષ્ટિકોણની વિવિધતાને કારણે સર્જાતી ગેરસમજણ દૂર થતાં બહુ વાર લાગતી નથી. વસ્તુપરિસ્થિતિ સ્પષ્ટ થતાં જ બેમાંથી એક કે પછી બેઉ વ્યક્તિને સમજાઈ જાય છે કે પોતાની સમજફેર ક્યાં થઈ, કેવી રીતે થઈ અને હવે એનો ઉકેલ શું હોઈ શકે.

મતભેદ જરા અટપટી પરિસ્થિતિ છે. બેઉને લાગે કે પોતાનું દૃષ્ટિબિંદુ સાચું છે. કદાચ એવું હોય પણ ખરું. બેઉ વ્યક્તિ પોતપોતાની રીતે સાચી હોય છતાં બેમાંથી એક જ જણનો મત અમલમાં મૂકવાનો હોય ત્યારે ખરી કટોકટી ઊભી થાય.

દરેક વ્યક્તિએ મગજ જુદું હોવાનું અને દરેક મગજને એના પોતાના વિચારો હોવાના. સાથે રહેતી બે વ્યક્તિ એકબીજાની ગમે એટલી આત્મીય હોય છતાં તુંડે તુંડે મતિર્ભિન્નાને ન્યાયે એમની વચ્ચે પણ મતભેદ પડવાનો.

પિતાપુત્ર કે માબાપ અને સંતાનો વચ્ચેના મતભેદને જનરેશન ગૅપનું નામ આપી દેવાયું છે. વાસ્તવમાં આ બે શબ્દો- જનરેશન ગૅપ- એક યુફેમિઝમ છે અને સત્યને યોગ્ય રીતે વ્યક્ત કરી શકતા નથી. બે પેઢી વચ્ચેની વ્યક્તિઓમાં જે વિચારભેદ હોય તે વિચારભેદ માત્ર ઉંમરને કારણે નથી હોતો. સરખી ઉંમરની વ્યક્તિઓ વચ્ચે પણ એ જ મુદ્દાઓને લીધે શું વિચારભેદ નથી હોતો? ઉંમરમાં માત્ર બે-ત્રણ મિનિટનો જ તફાવત ધરાવતાં જોડિયાં બાળકો વચ્ચેય જ્યારે મતભેદ હોઈ શકે તો ત્રણેક દાયકાનો ઉંમરભેદ ધરાવતી વ્યક્તિઓ વચ્ચે મતભેદ કેમ ન હોઈ શકે. એ મતભેદને જનરેશન ગૅપનું નામ આપી દઈને ઢાંકી શકાય નહીં.

જનરેશન ગૅપ જેવું કંઈક હોત તો આ દુનિયામાં પચીસ વરસના યુવાનને પોતાના પિતાની ઉંમરના પંચાવન વરસના કોઈ અન્ય માણસ સાથે ગાઢ મૈત્રી સર્જાતી જ ન હોત. આવા સમયે જનરેશન ગૅપ ક્યાં ખરી પડે છે? મતભેદો જો જનરેશન ગૅપને કારણે જ સર્જાતા હોત તો એક જ જનરેશનની બધી જ વ્યક્તિઓ વચ્ચે મતભેદને બદલે સો ટકાનું વિચારઐક્ય જોવા મળતું હોત. આવું જોયું છે ક્યારેય? જોવાની આશા પણ રખાય? જનરેશન ગૅપ વિચારભેદ કે મતભેદને વ્યક્ત કરવા માટેના બહુ ઉપરછલ્લા શબ્દો છે.

અંગત સંબંધમાં, ટુ બી સ્પેસિફિક, સ્ત્રીપુરુષ વચ્ચેના સંબંધમાં મતભેદ ઊભા થાય ત્યારે એવી પરિસ્થિતિની અસર ભવિષ્યમાં આ સંબંધો પર કેવી પડશે એની કાળજી સૌથી વધારે લેવાની હોય. સંબંધની કોઈ અગત્યતા રહી ન હોય કે પરાણે સંબંધ નિભાવાતા હોય તો વાત આખી જુદી બને છે. પણ એ સંબંધનું મૂલ્ય જળવાયું હોય, એમાંની ઉષ્મા યથાવત્ હોય છતાં મતભેદો સર્જાય ત્યારે (ત્યારે જ નહીં, તે પહેલાં) ઝઘડો કરવાની કળા શીખી લેવી જોઈએ.

આવો ઝઘડો કરી લીધા પછી અગાઉના કરતાં મન વધુ આરોગ્યમય બને તો માનવું કે ઝઘડામાંથી કંઈક શીખવા મળ્યું. જે ઝઘડાને અંતે બેઉ વ્યક્તિને પ્રતીતિ થાય કે પોતે અગાઉના કરતાં કમ સે કમ એક ટકો વધુ સારી વ્યક્તિ બની છે તો એવા ઝઘડા દ્વારા સંબંધો ક્યારેય વણસતા નથી, ઊલટાના વધુ મજબૂત બને છે. કારણ કે ભવિષ્યમાં આવી જ કે આ પ્રકારની અન્ય કોઈ પણ પરિસ્થિતિ ફરી સર્જાય ત્યારે બેઉ વ્યક્તિ વધુ સાવચેતી લેશે, વધુ કાળજી રાખશે કે એનો અંત કટુતામાં ન પરિણમે.

ઝઘડાના નહીં લખાયેલા શાસ્ત્રના પહેલા શ્ર્લોકનો ગુજરાતી અનુવાદ કંઈક આ મુજબનો હોય એવી એ શ્ર્લોકની શબ્દરચના થવી જોઈએ: મારી ઈચ્છા એવી નથી કે તમે બદલાઈ જાઓ. તમે જેવા છો એવા જ મને ગમો છો અને ખૂબ ગમો છો. દેખીતી રીતે તમારી જે ખાસિયતો તમારી ખામીઓમાં ગણાય છે તે વાસ્તવમાં તમારા વ્યક્તિત્વનાં ખૂબ અગત્યનાં એવાં લક્ષણો છે. એના વિના તમે, તમે જ નહીં રહો. તો પછી એને બદલાવવાનો પ્રયત્ન જ શું કામ કરવો? સવાલ માત્ર દૃષ્ટિકોણનો છે. કયા ખૂણે ઊભા રહીને તમારાં આ લક્ષણો કે તમારી આ ખાસિયતો કે તમારી આ કહેવાતી ખામીઓ તરફ નજર કરવી એ મારે નક્કી કરવાનું છે. અને હું નક્કી કરું છું કે મારે કોઈ એક યા બીજા ખૂણે ઊભા રહીને નથી જોવું પણ એ તમામ ખાસિયતોને સમગ્રતયા જોવી છે, એકસાથે જોવી છે, છૂટી પાડી પાડીને નહીં.

બીજો શ્ર્લોક: ભવિષ્યમાં વધુ મતભેદો સર્જાશે ત્યારે ફરી વાર ઝઘડો કરીશું- અત્યંત સ્વસ્થતાપૂર્વક, પુખ્ત વ્યક્તિઓની માફક. ઝઘડો કરતી વખતે આપણે માત્ર એ જ મુદ્દાઓને સ્પર્શીશું જેને કારણે મતભેદ સર્જાયો છે. એ સિવાય પરસ્પરના મનમાં ખૂંચતા હોઈ શકે એવા જૂના મુદ્દાઓનો કે ભવિષ્યની ધારી લીધેલી પરિસ્થિતિઓને આવા સમયે વચ્ચે નહીં લાવીએ- એ માટે ફરી ક્યારેક સમય કાઢીશું. ઉપરાંત, ચર્ચા માત્ર તે વખતે સર્જાયેલા મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને જ કરીશું, એકબીજા પર વ્યર્થ દોષારોપણ કે આક્ષેપબાજી કરવામાં સરી નહીં પડીએ. સાથોસાથ, લાગણીની ઉગ્રતાને કારણે અભિવ્યક્તિ જો દઝાડનારી બની જાય એમ હોય તો થોડા સમયનો વિરામ લઈને એને ટાઢક આપીશું, કારણ કે ઝઘડા વખતે વાગી જાય એવા તીક્ષ્ણ શબ્દો બોલાય છે ત્યારે એના ઘા રુઝાતાં વાર લાગે છે. એવા શબ્દો બોલવા બદલ પસ્તાવો થાય તો પણ એ પસ્તાવો મલમરૂપે કામ લાગતો નથી. રુઝ આવવા માટે જે સમય જોઈએ તે લાગવાનો જ છે.

ત્રીજો અને છેલ્લો શ્ર્લોક: ઝઘડાના અંતે પણ મતભેદની મડાગાંઠ ન છૂટે ત્યારે છેવટે માત્ર બે જ વિકલ્પ બાકી રહે: કાં તો મને જે કરવું ગમે છે તે કરવાનો નિર્ણય લેવો અથવા તમને જે કરવું ગમે છે તે કરવાનો નિર્ણય લેવો. આપણે ઝઘડાની અવસ્થામાં ન હોઈએ ત્યારે પ્રસન્નતાની ક્ષણોમાં જો તમને એમનું ગમતું કરવામાં આનંદ આવતો હોય તો પછી મતભેદની પરિસ્થિતિમાં પણ તમને એમનું ગમતું કરવામાં આનંદ શા માટે ન આવી શકે? શક્ય છે કે વધારે આનંદ આવી શકે. અને આ ઝઘડાના ઉકેલરૂપે એમને ગમતું કર્યા પછી ધારો કે એ નિર્ણયને કારણે ભવિષ્યમાં કોઈ કપરી પરિસ્થિતિ સર્જાય તો તમે એમને નહીં કહો કે: જોયું મેં તો પહેલેથી જ કહ્યું હતું કે…

પાન બનારસવાલા

પાછળ જોતાં મને મારી જિંદગી એક વિઘ્નદોડ જેવી જણાય છે, જેમાં સૌથી મોટું વિઘ્ન હું પોતે હતો.

– જૅક પાર

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

નવા કૅલેન્ડર વર્ષનો આરંભ થઈ ગયો છે. આપ સૌનું 2024નું વર્ષ શુભદાયી અને સુખદાયી નીવડે. આ વર્ષે બે દિવાળી આવે છે તે યાદ રાખશો. આસોની અમાસે તો ખરી જ, 22 જાન્યુઆરીએ પણ દીપોત્સવ છે જે 500 વર્ષ રાહ જોયા પછી ઉજવાશે.

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

3 COMMENTS

  1. જયારે પણ મતભેદ ઊભા થાય મિત્ર, જીવન સંગાથી,સગાસંબંધી સાથે અથવા વેપાર વ્યવસાય મા , બન્ને પક્ષે એક વાત એકબીજાને કહેવી “we agree on our disagreement between us ” .

  2. સરસ….. સાચુ કહુ તો લેખ વખાણવા માટે શબ્દો વીણવા મુશ્કેલ લાગે છે.
    ઝગડો કરતા શીખવુ અને ઝગડા મા થી કઈંક શીખવૂ… સારુ શીખવુ
    આ બન્ને વિચારો જબરદસ્ત છે .

  3. આ લેખ લગ્ન પહેલાં દરેક જોડું વાંચે તો એક બીજા પર જોડા વરસાવા ના કામ કદી ન કરે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here