( તડકભડક: ‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, 30 જૂન 2024)
ઝિંદગી ભી એક નશા હૈ દોસ્ત, જબ ચડતા હૈ તબ પૂછો મત કયા આલમ રહેતા હૈ… લેકિન જબ ઊતરતા હૈ…
શરાબ પીતાં પીતાં વાક્ય અધૂરું રાખીને દેવ આનંદ ‘ગાઈડ’નું એ મશહૂર ગીત ગાવાની શરૂઆત કરે છે: દિન ઢલ જાયે હાયે રાત ન જાયે, તૂ તો ન આયે તેરી યાદ સતાયે…
શરાબ અને શાયરીને શું કોઈ અતૂટ સંબંધ છે? કદાચ હા, કદાચ ના. ખબર નથી, પણ એટલી જરૂર ખબર છે કે કવિ હરિવંશરાય બચ્ચને જે રીતે શરાબની વાત કરી છે તેવી રીતે બીજા કોઈ કવિ કે શાયરે નથી કરી. આવી વાતને તો ગાલિબથી માંડીને ‘મરીઝ’ સુધીના અનેક જાનદાર શાયરો પોતપોતાની રીતે શબ્દસ્થ કરી ચૂક્યા છે. આ તમામ શાયરોના મદ્ય વિશેના સેંકડો શેરમાંથી ગાલિબનો એક શેર ટાંકીને હરિવંશરાય બચ્ચનની ‘મધુશાલા’ વિશેના આ લેખની પૂર્વભૂમિકા બાંધીએ.
ગાલિબે લખ્યું:
યે મસાઈલ-એ-તસવ્વુફ
યે તેરા બયાન ‘ગાલિબ’
તુઝે હમ વલિ સમઝતે
જો ના બાદાખ્વાર હોતા.
ગાલિબની મશહૂર ગઝલ ‘યે ના થી હમારી કિસ્મત કે વિસાલ-એ-યાર’ હોતાના તમામ શેર યાદગાર-જાનદાર છે. મને બાદાખ્વાર વાળો શેર સૌથી શાનદાર લાગતો રહ્યો છે: આ ફિલસૂફીભર્યા વિષયો અને એને રજૂ કરવાની તારી શૈલી (એવી છે કે, ગાલિબ) જો તું શરાબી ન હોત તો લોકો તને ઋષિ ગણતા હોત.
જે આધ્યાત્મિકતાની આ ટોચ પર પહોંચે છે તે જ સર્જકને ઋષિની વ્યાસપીઠ પર બેસવાનું બહુમાન મળે છે-ચાહે એ મદ્યનું સેવન કરતો હોય કે ન કરતો હોય.
હરિવંશરાય શ્રીવાસ્તવનો જન્મ અલાહાબાદમાં ર૭ નવેમ્બર, ૧૯૦૭ના રોજ થયો અને એમનું અવસાન ૯૫ વર્ષની ઉંમરે ૧૮ જાન્યુઆરી, ર૦૦૩ના દિવસે મુંબઈમાં થયું. શ્યામા એમની પ્રથમ પત્ની જેની સાથે ૧૯૨૬માં લગ્ન થયાં. ૧૯૩૬માં શ્યામાનું મૃત્યુ થયું. ૧૯૪૧માં હરિવંશરાયે તેજી સાથે લગ્ન કર્યા જેમના થકી ૧૯૪૨માં તેઓ પ્રથમ પુત્રના પિતા બન્યા. નામ રાખ્યું ઈન્કિલાબ, મિત્રકવિ સુમિત્રાનંદન પંતના સૂચનથી આ જયેષ્ઠ પુત્રનું નામ બદલીને અમિતાભ રાખવામાં આવ્યું. કવિનું ઉપનામ બચ્ચન. બચ્ચન એટલે બાળસહજ.
૧૯૩૩માં કવિની ઉંમર માંડ પચ્ચીસ-છવ્વીસ વર્ષની. કાશી હિન્દુ વિશ્ર્વવિદ્યાલયના શિવાજી હૉલમાં ડિસેમ્બર ૧૯૩૩માં બચ્ચનજીએ સૌ પ્રથમવાર ‘મધુશાલા’નું જાહેર પઠન કર્યું. એક કવિ સંમેલન હતું. કવિ સંમેલનના સભાપતિ હરિઔધ હતા, પણ એમની ગેરહાજરીમાં કાશી હિન્દુ વિશ્ર્વવિદ્યાલયના તે વખતના પ્રાધ્યાપક મનોરંજને એ સ્થાન ગ્રહણ કરવું પડ્યું. બચ્ચનજીએ ‘મધુશાલા’ની ૧૦૮ રુબાઈ લખી હતી. બોલતાં બોલતાં બચ્ચનજીનું ગળું સુકાતું ત્યારે કાચના પ્યાલામાંથી સાદું પાણી પીને તેઓ તરસ મટાવતા એવું મશહૂર વ્યંગકાર મનોરંજનજીએ નોંધ્યું છે. બનારસના વિદ્યાર્થીઓ યુવાન બચ્ચનજીના શબ્દોનો એક ઘૂંટડો પીને ઝૂમી ઊઠતા હતા.
૧૯૩૫માં ‘મધુશાલા’ સૌપ્રથમવાર પુસ્તકકારે પ્રગટ થઈ. મારી પાસે ૧૯૯૮ની જે એક આવૃત્તિ છે તે ૪૪મી છે. એ પછીનાં વર્ષોમાં, ર૦૧૫ સુધી બીજી કેટલીય આવૃત્તિઓ પ્રગટ થઈ ચૂકી હશે.
બચ્ચનજી પરિશિષ્ટમાં લખે છે: ‘મધુશાલા’ના ઘણા બધા વાચકો અને શ્રોતાઓ એક જમાનામાં માનતા હતા અને કદાચ અત્યારે પણ માને છે કે એનો લેખક દિવસરાત મદિરાના નશામાં ચૂર રહે છે. હકીકત એ છે કે ‘મદિરા’ નામના પીણા સાથે મારો માત્ર શાબ્દિક પરિચય જ છે. નશાથી હું ઈનકાર નથી કરતો. જિંદગી જ એક નશો છે. કવિતા પણ એક નશો છે. આવા તો કેટલાય નશા હોવાના. મારા પ્રેમીઓનો ભ્રમ દૂર કરવા માટે મેં ક્યારેક આ એક રૂબાઈ લખી હતી…
સ્વયં નહીં પીતા, ઔરોં કો
કિન્તુ પિલા દેતા હાલા
સ્વયં નહીં છૂતા, ઔરોં કો
પર પકડા દેતા પ્યાલા
પર ઉપદેશ કુશલ બહુતેરોં
સે મૈંને યહ સીખા હૈ
સ્વયં નહીં જાતા, ઔરોં કો પહુંચા દેતા મધુશાલા.
બચ્ચનજીની આ સ્પષ્ટતા પછી પણ લોકો એમને પૂછતા રહેતા: પીતા નથી તો મદિરા પર લખવાની પ્રેરણા ક્યાંથી મળે છે. બચ્ચનજી ખુલાસો કરતા કે હું કાયસ્થ છું અને કાયસ્થોનું કૂળ પીવા માટે પ્રસિદ્ધ છે. પછી એવો વિચાર પણ આવ્યો કે શું મારા પૂર્વજોએ કરેલા મધુપાનના સંસ્કાર મારામાં ઊતરી આવ્યા હશે? હકીકત એ છે કે અમે લોકો અમોઢાના કાયસ્થ છીએ અને અમારા આચાર-વિચારને કારણે અમે અમોઢાના પાંડે કહેવાઈએ છીએે જેમના માટે એવું માનવામાં આવે છે કે અમારામાંથી જો કોઈ શરાબ પીએ તો તે કોઢી થઈ જાય.
બચ્ચનજી માને છે કે ‘મધુશાલા’ની લોકપ્રિયતા એમના માટે એક સમસ્યા બની ગઈ છે, જેને હજારો શ્રોતાઓની સેંકડો સભામાં સંભળાવી ચૂક્યા છે, જ્યારે પણ કોઈ જગ્યાએ કવિતા સંભળાવવા ઊભા થયા ત્યારે પબ્લિક એક સૂરે ‘મધુશાલા’ની જ માગણી કરે. બચ્ચનજીનાં પુસ્તકોમાં પણ સૌથી વધુ વેચાણ ‘મધુશાલા’નું જ થતું. બચ્ચનજી કહેતા: ‘મને લાગે છે કે શરાબ જેમ જેમ પુરાણી થતી જાય એમ વધારે નશીલી બનતી જાય એવું જ ‘મધુશાલા’ સાથે થયું છે.’
આ વાત પર પણ એમણે એક રૂબાઈ લખી:
બહુતોં કે સિર ચાર દિનોં તક
ચઢકર ઉતર ગઈ હાલા
બહુતોં કે હાથોં મેં દો દિન
છલક-ઝલક પીતા પ્યાલા
પર બઢતી તાસીર સુરાકી
સાથ સમય કે, ઈસસે હી
ઔર પુરાની હોકર મેરી
ઔર નશીલી મધુશાલા.
એચએમવીની એક જમાનાની ખૂબ પ્રસિદ્ધ થયેલી રેકોર્ડ-કેસેટ અને હવે સીડીમાં ખુદ હરિવંશરાય બચ્ચનના સ્વરમાં આ રૂબાઈ તમે સાંભળી હશે.
મદિરાલય જાને કો ઘર સે
ચલતા હૈ પીનેવાલા
‘કિસ પથ સે જાઉં?’ અસમંજસ
મેં હૈ વહ ભોલાભાલા
અલગ-અલગ પથ બતલાતે સબ
પર મૈં યહ બતલાતા હૂં…
‘રાહ પકડ તૂ એક ચલા ચલ
પા જાએગા મધુશાલા.’
અને યુ ટ્યૂબ પર જશો તો અમિતાભ બચ્ચને ગાયેલી પિતાજીની કેટલીક રૂબાઈયોમાંની આ એક જરૂર સાંભળજો:
એક બરસ મેં એક બાર હી
જગતી હોલી કી જ્વાલા
એક બાર હી લગતી બાઝી
જલતી દીપોં કી માલા
દુનિયાવાલોં, કિન્તુ, કિસી દિન
આ મદિરાલય મેં દેખો
દિન કો હોલી, રાત દિવાલી
રોઝ મનાતી મધુશાલા
હરિવંશરાયની ‘મધુશાલા’ને વાચ્યાર્થમાં વાંચો કે પછી એમાં રહેલાં પ્રતીકોને માણો-બંનેની અલગ અલગ મઝા છે. એક વખત એમાં ડૂબકી માર્યા પછી બહાર નીકળવાનું મન નથી થતું. મન્નાડેના અવાજમાં હાલકડોલક થતાં તાલમાં ગવાયેલી ‘મધુશાલા’નો છંદ મગજમાં એક વાર ઘૂસી ગયા પછી ઉતારવો મુશ્કેલ છે. ‘મધુશાલા’ની પર્સનલ ફેવરિટ રૂબાઈ સામે બૉટમ્સઅપ કરીએ:
મેરે અધરોં પર હો અન્તિમ
વસ્તુ ન તુલસી-દલ પ્યાલા
મેરી જિહ્વા પર હો અન્તિમ
વસ્તુ ન ગંગાજલ, હાલા
મેરે શવ કે પીછે ચલને
વાલોં, યાદ ઈસે રખના
‘રામ નામ હૈ સત્ય’ ન કહના
કહના ‘સચ્ચી મધુશાલા.’
પાન બનારસવાલા
સારું સારું બોલ્યા કરવા કરતાં સારું કામ કરવું સારું.
—અજ્ઞાત
• • •
( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર 090040 99112 પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો
નશા શરાબ મે હોતા તો નાચતી બોતલ