આભાર માનવો પડે એવા ઉપકારોના હિસાબકિતાબ ન હોય : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ : શનિવાર, 26 સપ્ટેમ્બર 2020)

ત્રણ જ અક્ષરના એ શબ્દને આપણે કેટલી બેફિકરાઈથી વાપર્યો છે.

આભાર.

એના અંગ્રેજી શબ્દ થૅન્ક યુને પણ હવે ગુજરાતી શબ્દકોશમાં મૂકી દેવો પડે એટલા વિશાળ પાયે એનો વપરાશ થઈ રહ્યો છે.

બસ કે ટ્રેનમાં કોઈ ખસીને તમને આગળ જવાની જગ્યા આપે તો થૅન્ક યુ અને તમારા સ્વજનના જીવનમરણનો સવાલ હોય એવું ઑપરેશન કરીને બહાર આવતા ડૉક્ટરને પણ થૅન્ક યુ.

આપણે લાચાર છીએ. કૃતજ્ઞતા વ્યક્ત કરવા કે ઋણસ્વીકાર દર્શાવવા આ જ એક અભિવ્યક્તિ છે—થૅન્ક યુની અભિવ્યક્તિ. નાના ઉપકાર બદલ નાનું થૅન્ક યુ કે મોટા ઉપકાર બદલ મોટું થૅન્ક યુ કહી શકતા નથી એટલે સ્ટાન્ડર્ડ સાઈઝના થૅન્ક યુથી ચલાવી લેવું પડે છે.

તમારો આભાર મારે ક્યા શબ્દોમાં માનવો એ મને સમજાતું નથી એવું કોઈ કહે ત્યારે જવાબ આપવો કે ‘કેમ, તમારી પાસે ચેકબુક નથી?’ આ તો એક ચાલુ જોક થઈ. હકીકતમાં એવા અગણિત ઉપકારો લોકો આપણા પર કરતા હોય છે કે જેનો બદલો પૈસાથી વાળવા જઈએ તો એ ઉપકાર નાનો બની જાય અને આપણે વામણા લાગીએ. એવા સમયે જૂજ શબ્દોમાં, તો ક્યારેક શબ્દો વિના વ્યક્ત થયેલી લાગણી દ્વારા, આભાર માનીને સંતોષ લેવો પડે છે.

સૂક્ષ્મ ઉપકારોમાં બોલકો આભાર કઠે છે. કેટલીક એવી પણ ઉત્તમ વ્યક્તિઓ હોય છે જે બોલીને તમારો આભાર ન માને છતાં તમારું હૃદય સાંભળી શકે છે કે એ તમારા વિશે શું કહેવા માગે છે, કેવી ઉમદા લાગણીઓ દર્શાવવા માગે છે.

આભાર માનવો પડે એવા ઉપકારોના હિસાબકિતાબ ન હોય. મેં તમારા માટે આટલું કર્યું તો તમે મારા માટે આટલું કેમ ન કર્યું એવી ગણતરી પડોશમાંથી વાટકી ખાંડ લઈ આવીને બીજે દિવસે પાછી આપવા જતી ગૃહિણીઓના વ્યવહાર જેવી ગણતરી થઈ.

તમે મારું કોઈ કામ કરો કે ન કરો, તમે મને કામ આવી શકો એમ હો કે ન હો છતાં હું તમારું જીવન થોડું ઘણું સરળ બની જાય એવો ઉપકાર કરું તો જ હું પેલી વાટકી ખાંડવાળી ગૃહિણી કરતાં જરાક જુદી વ્યક્તિ ગણાઉં. બાકી, કાલ ઊઠીને એ ગમે ત્યારે કામ આવે એવો માણસ છે એમ વિચારીને બીજાઓનાં કામ નિપટાવી આપતા પીઆરનું કે લાયઝનિંગનું કામ કરી આપનારાઓની મેન્ટાલિટી ધરાવતા તો લાખો-કરોડો માણસો આ જગતમાં છે, જેમનું ધ્રુવવાક્ય છે—આજે આપણે એમને મદદ કરીએ, કાલે આપણને એ કામ લાગશે. કશુંક આપવું અને ભવિષ્યમાં બરાબર એટલું જ પાછું લેવું, શક્ય હોય તો વ્યાજ સાથે વસૂલ કરવું એવી માનસિકતા ધરાવતા ગણતરીબાજો એવા ખોટા ખ્યાલોમાં રાચે છે કે આવા વ્યવહારોને કારણે જ દુનિયા ચાલે છે, આગળ વધે છે. હકીકત એ છે કે આવા વ્યવહારોને કારણે ભલાભોળા લોકોથી શોભતી આ દુનિયા સ્વાર્થી અને કપટી બનતી જાય છે.

અત્યારના જમાનામાં આવી વાતો સાંભળવી, બોલવી, વાંચવી તમને કદાચ અપ્રસ્તુત લાગે પણ જે ચિરંજીવ છે તે આ વાતો છે. જિંદગીના અડધોએક ડઝન કિસ્સાઓ ઍટ રૅન્ડમ ઉપાડીને તપાસીએ તો ખાતરી થશે કે આપણે આપણા પોતાના આનંદ માટે કરેલા કાર્યમાંથી જે સંતોષ મેળવ્યો એના કરતાં ઘણો વધારે સંતોષ બીજાના આનંદ માટે કરેલા કામમાંથી પામ્યા છીએ. આ સંતોષ જોઈ શકાતો નથી, માપી શકાતો નથી, એના ફોટા પાડીને ફેસબુક પર અપલોડ કરી શકાતા નથી. એને અંદરથી અનુભવવાનો હોય છે અને જ્યારે એને અનુભવો છો ત્યારે તમને એ એટલો જ તાજો લાગે છે, જાણે ઘડી પહેલાં જ એ કામ તમે કર્યું હોય. માણસની આ જ સાચી મૂડી છે. ભવિષ્યમાં બૅન્કબૅલેન્સ, ન કરે નારાયણ, ન રહ્યું હોય અને સ્વાસ્થ્ય પણ કથળી ગયું હોય ત્યારે આ જ મૂડી સચવાયેલી રહેશે.

આજનો વિચાર

જે માણસ તમારી પાત્રતા કરતાં વધારે વખાણ કરતો હોય એ કાં તો તમને છેતરી ચૂક્યો છે અથવા છેતરવાની પેરવીમાં છે.

—વિદેશી કહેવત

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરવા માટેની અપીલ : સૌરભ શાહ

પ્રિય વાચકો,

ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાતા, વખણાતા અને ચર્ચાતા લેખક-પત્રકારોમાંના એક સૌરભ શાહ તમને રોજ ‘ન્યુઝપ્રેમી’ દ્વારા મળે છે.

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના ચાલતું સ્વતંત્ર, તથા કોઈનીય સાડીબારી ન રાખતું ડિજિટલ મિડિયા છે અને એટલે એ ભરોસાપાત્ર છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા પ્લેટફૉર્મને અડીખમ રાખવા તમારા સપોર્ટની જરૂર છે.

‘ધ ક્વિન્ટ’, ‘ધ પ્રિન્ટ’, ‘ધ વાયર’, ‘સ્ક્રોલ’ કે બીજાં ડઝનેક તોતિંગ અંગ્રેજી ડિજિટલ મિડિયા કરોડો રૂપિયાનું ફંડિંગ ઉભું કરીને પોતાના એજન્ડાને— કામકાજને આગળ વધારી રહ્યા છે. ‘ન્યુઝપ્રેમી’ આવી રીતે કામકાજ કરવામાં માનતું નથી. ઇન્વેસ્ટર્સ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા પછી અમુક મિડિયા કરોડરજ્જુ વિનાનાં બની જતાં હોય છે. ઇન્વેસ્ટરોનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાથી સચવાતો હોય ત્યારે મિડિયાએ પણ વાચકોનો દ્રોહ કરીને, વાચકોને ઊંધા રવાડે ચડાવીને એન્ટી-નેશનલ ન્યુઝ અને એન્ટી-નેશનલ વ્યુઝ આપવાની પ્રવૃત્તિમાં જોરશોરથી ભાગ લેવો પડતો હોય છે.

આ જ કારણોસર ‘ન્યુઝપ્રેમી’માં જાહેરખબરો પણ ઉઘરાવવામાં નથી આવતી. જે ઘડીએ એડવર્ટાઇઝરના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ન જળવાય એ જ ઘડીએ કાં તો તમારો હાથ આમળીને તમારી પાસે તેઓ પોતાનું ધાર્યું કરાવતા થઈ જાય અને વાચકો ગેરમાર્ગે દોરવાઈ જાય, કાં પછી તમારી નૌકાને મધદરિયે હાલકડોલક કરીને ડુબાડી દેવાની ધમકી આપવામાં આવે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મીસમા સૌરભ શાહ દ્વારા 24×7 થઈ રહી છે. ( એક વાચકે ‘ વન કેન’—one pen, one man, one can—નું બિરૂદ આપ્યું છે. કોઈ એક લેખની કમેન્ટમાં છે.)

‘ન્યુઝપ્રેમી’નું લેખન-સંપાદન તથા એની સાજસજ્જા મુંબઈમાં થાય છે. ટાઇપસેટિંગ ભાવનગર અને અમદાવાદમાં થાય છે. ‘ન્યુઝપ્રેમી’ના એડમિનિસ્ટ્રેશનની જવાબદારી પૂણેથી નિભાવવામાં આવે છે અને ‘ન્યુઝપ્રેમી’ને ટેક્નિકલ સપોર્ટ બેંગ્લોર સ્થિત ગુજરાતી ટેકનોક્રેટ આપે છે. ‘ન્યુઝપ્રેમી’ની હિન્દી આવૃત્તિ માટેનું અનુવાદકાર્ય મુંબઈ – અમદાવાદમાં થાય છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here