ઓરિજિનલ લતા મંગેશકર અને ઓરિજિનલ બકોર પટેલ : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ : 28 સપ્ટેમ્બર 2020)

‘સચ પૂછિયે તો ઈસ મેં આપત્તી કી કોઈ બાત નહીં હૈ. ગીત કા મૂલ સ્વરૂપ કાયમ રખ ઉસે નયે પરિવેશ મેં પેશ કરના અચ્છી બાત હૈ’ આટલું કહીને લતા મંગેશકરે રિમિક્સ ગીતો વિશેની વાત શરૂ કરી છે. લતાજીની એ વાતની લિન્ક એમના ઑફિશ્યલ ટ્વિટર અકાઉન્ટ પર છે. સદ્ આશયથી થતાં અને મૂળ ગીતની આમન્યા બરકરાર રાખતાં રિમિક્સને લતાજી એમ કહીને આવકારે છે કે, ‘એક કલાકાર કે નાતે મૈં ભી યે માનતી હૂં કી કઈ ગીત, કઈ ધૂનેં ઐસી હોતી હૈ કી હર કલાકાર કો લગતા હૈ કી કાશ ઈસે ગાને કા મૌકા હમેં મિલતા, ઐસા લગના ભી સ્વાભાવિક હૈ, પરંતુ ગીત કો તોડમરોડ કર પ્રસ્તુત કરના યહ સરાસર ગલત બાત હૈ.’

આજે મહાન લતાજીની એકાણુંમી વર્ષગાંઠ. પ્રભુનેપ્રાર્થના કરીએ કે એમને સ્વાસ્થ્યભર્યાં સો વર્ષ પ્રાપ્ત થાય. હજારો અમર ગીતો ગાનારાં ખુદ લતાજીએ ‘શ્રદ્ધાંજલિ’ (1999) નામના આલબમમાં મોહમ્મદ રફી અને કિશોરકુમાર સહિત અનેક ગાયકોએ ગાયેલાં પોતાને ગમતાં ગીતોનું રિમિક્સ્ડ વર્ઝન બહાર પાડ્યું છે એટલે લતાજીના ઉપરોક્ત વિધાન સાથે આપણે કનેક્ટ થઈ શકીએ છીએ કે અમુક ગીતો એવાં હોય છે જેને ગાવાનું મન દરેક કલાકારને થાય એ સ્વાભાવિક છે.

કલ્યાણજીભાઈ કહેતા કે અમારી કલ્યાણજી-આણંદજી નાઈટમાં અમે એક સેગમેન્ટ એવો રાખતા જેમાં અમે કંપોઝ ન કર્યાં હોય પણ અમને ગમતાં હોય એવાં શંકરજયકિશનનાં, લક્ષ્મીપ્યારેનાં, નૌશાદ સા’બ, બર્મનદા અને આર. ડી. વગેરેનાં મશહૂર ગીતોની મેડલી બનાવીને અમે પેશ કરતા.

કલ્યાણજીભાઈ જે કરતા, લતાજીએ ‘શ્રદ્ધાંજલિ’માં જે કર્યું, તે ખરેખર બીજાની કળાની કદર છે, ટ્રિબ્યુટ છે – એમાં કંઈ બીજાની ક્રિયેટિવિટી પર કમાઈ ખાવાની વૃત્તિ નથી કે બીજા કોઈની પ્રસિદ્ધિના પ્રકાશમાં ઉજળા દેખાવોનો મોહ પણ નથી કે પછી લોકપ્રિયતા મેળવવાના ફાંફાં પણ નથી. કલ્યાણજીભાઈ કે આણંદજીભાઈ કે લતાજી જેવા મહાન કલાકારો સ્વયં પ્રકાશિત છે અને તેઓ પોતાની કળાના દમ પર લક્ષ્મીજીના ખૂબ આશીર્વાદ પામી ચૂક્યા છે. અને રહી વાત લોકપ્રિયતાની તો એ તો એમણે પોતાની સર્જકતા અને મહેનત દ્વારા ખૂબ વહેલી મેળવી જ લીધી હતી.

આજનાં મોટાભાગનાં રિમિક્સ કે વર્ઝન ગીતોમાં પાયાની ખોટ એ છે કે એ કલાકારો કે મ્યુઝિક કંપની બીજાના નામે, બીજાની ક્રિયેટિવિટી પર ચરી ખાવા માગે છે. મદનમોહને સ્વરબદ્ધ કરેલાં લતાજી માટેનાં ગીતોને નેઝલ સ્વરે, નાકમાંથી ગાતો, કોઈ ઈન બીટવીન લાગતા મેલ વોઈસને સાંભળો કે પછી લક્ષ્મીપ્યારેના ધમાલગીત ‘એકદોતીન’ના રિમિક્સ્ડ વર્ઝનને સાંભળો. તમને કાં તો આ નવા ‘કલાકારો’ની સમજદારી પર રડવું આવે કાં આવું દુષ્કૃત્ય કરનારાઓને કચકચાવીને લાફો મારવાનું મન થાય. સારાં રિમિક્સ્ડ વર્ઝન પણ છેલ્લા બે-અઢી દાયકામાં બન્યાં છે પણ જૂજ. ગુલઝારે લખેલાં ‘યારા સિલી સિલી’ અને ‘કતરા કતરા’ જેવાં ગીતોનું રિમિક્સ્ડ આલબમ મારાં ફેવરિટ કલેક્શનમાં અગ્રણી સ્થાન ધરાવે છે. અમુક મૂડમાં ઓરિજિનલ સાંભળવાનું ગમે તો ક્યારેક ફન્કી મૂડમાં એનું રિમિક્સ્ડ વર્ઝન મૂકવાની મઝા આવે. એ જ રીતે લતાજીએ ગાયેલાં ‘બંગલે કે પછી… કાંટા લગા’ કે ‘પરદેસિયા યે સચ હૈ પિયા’ જેવાં ગીતોમાં લતાજીનો જ ઓરિજિનલ અવાજ રાખ્યા વિના રિ-મિકસ્ડ થયેલાં વર્ઝનમાં ક્યારેક ઓરિજિનલ કરતાં પણ વધારે મઝા આવે, (એસ્પેશ્યલી એના વીડિયોમાં રાખી સાવંત અને શેફાલી જરીવાલાને જોવા મળે ત્યારે!).

અને આની સામે ખુદ લતાજીએ (સાક્ષાત્ મા સરસ્વતી દેવીએ) ‘શ્રદ્ધાંજલિ’માં જે વર્ઝન ગાયાં છે તેમાં મને પર્સનલી બહુ મઝા નથી આવતી. ‘ગાઈડ’નું મોહમ્મદ રફીએ ગાયેલું જબરજસ્ત ગીત ‘દિન ઢલ જાયે’ સાંભળીને દિલ નીચોવાઈ જાય પણ લતાજીને એ ગીત ગાતાં સાંભળીએ તો આવો કોઈ વલોપાત ન થાય.

રિમિક્સ્ડ કે વર્ઝન ગીતો હોવા જોઈએ કે નહીં? હા કે નામાં સ્પષ્ટ ઉત્તર ન આપી શકીએ. લતાજીએ ડિટેલમાં જે વાત કરી છે તેને ધ્યાનમાં રાખવી જોઈએ – ગીતના હાર્દને મૉડર્ન જમાના સુધી પહોંચાડવાનો આશય હોવો જોઈએ, એની સાથે તોડફોડ કરીને એને હાનિ ન પહોંચાડાય.

ગુજરાતી સાહિત્યમાં પણ આવી તોડફોડ શરૂ થઈ ગઈ છે. ટુ બી પ્રિસાઈસ બાળ સાહિત્યમાં. હરિપ્રસાદ વ્યાસે લખેલી બકોર પટેલની બાળ વાર્તાઓ કોને યાદ નહીં હોય! હમણાં એક બાળવાચક મારા ઘરે પોતાની સાથે લાવેલી બકોર પટેલની એક ચોપડી ‘રજનું ગજ’ ભૂલી ગયું. મને મઝા પડી ગઈ. પણ વાંચીને અફસોસ થયો, ગુસ્સો પણ આવ્યો. બકોર પટેલની ઓરિજિનલ વાર્તા સાથે એમાં ગંભીર ચેડાં કરવામાં આવ્યાં છે જે અક્ષમ્ય છે. કારણ એવું આપવામાં આવ્યું છે કે નવા જમાનાના બાળકોને સમજ પડે એટલે એમાં એવું કરવામાં આવ્યું છે. દાખલા તરીકે ‘મોભો’ શબ્દ વપરાયો હોય ત્યાં કૌંસમાં ‘સ્ટેટસ’, ‘હૃદય’ની બાજુમાં (‘હાર્ટ’) વગેરે ઉમેરવામાં આવ્યા છે. જે બાળકોને આ વાર્તા વાંચીને સંભળાવવાની છે એવા ગુજરાતી ઓછું જાણનારા બાળકો પૂછી લેશે કે આ શબ્દોના અર્થ શું. એમના માટે, જે બાળકો ગુજરાતીમાં સડસડાટ વાંચી શકે છે એમનો સ્વાદ શું કામ બગાડવો જોઈએ?

એ જમાનામાં તોલમાપનું (શેર, મણ વગેરે) કન્વર્ઝન આ જમાનાના ગ્રામ, કિલોગ્રામમાં કરવામાં આવ્યું છે જેની કોઈ જરૂર નથી. બકોર પટેલ જે જમાનામાં લખાઈ તે જમાનાનો ચાર્મ અકબંધ રાખવો જોઈએ. બકોર પટેલ કોઠીનો આઈસક્રીમ ઘરે બનાવવાનું ‘સાહસ’ કરે અને એમાં નમકવાળું પાણી ઘૂસી જાય તો એ જ તો ફન છે. આજે આપણાં ઘરોમાં ભાગ્યે જ કોઠીના આઈસક્રીમ ખવાય છે તો શું આપણે આ એપિસોડને બદલીને પટેલ બજારમાંથી તૈયાર આઈસક્રીમનાં પેકેટો મગાવ્યાં એવું વર્ઝન બાળકોને આપીશું? તો પછી એમાં વાર્તા ક્યાં રહી? બકોર પટેલના જમાનામાં કાર ખરીદવા બે-પાંચ વરસનું વેઈટિંગ લિસ્ટ હતું. રિમિક્સ્ડ વર્ઝનમાં એ રાખવું જ પડ્યું છે, કારણ કે એ જ તો વાર્તાનું મુખ્ય કેન્દ્ર છે. એ જ રીતે બીજી બધી જ વાતો યથાવત્ રાખવાની હતી. બકોર પટેલની બનાવટી બીમારીને લીધે બેચાર દિવસ નર્સિંગ હોમમાં રહેવાનું બિલ રૂપિયા પચીસ હજાર આવે છે. આયમ શ્યોર ઓરિજિનલમાં પાંચસો કે હજાર હશે. 25,000નો આંકડો વાંચીને મને શોક લાગ્યો હતો. એ જમાનામાં આટલું મોટું બિલ? પણ પછી પ્રસ્તાવના વાંચીને ખબર પડી કે આવા આવા તો કંઈક ફેરફારો બકોર પટેલની નવી આવૃત્તિઓમાં થયા છે, આમાં તો કન્ફયુઝન જ થાયને? પટેલનો ફોન બગડી ગયો હોય અને ઘરમાં ઈમરજન્સી ઊભી થાય, પછી રમૂજો થાય એવો પ્લૉટ પ્રી-મોબાઈલ જમાનામાં જ સંભવે. તો મૉડર્ન બાળવાચકો માટે શું તમે લૅન્ડલાઈનને બદલે સેલફોન વાપરતા બકોર પટેલ દેખાડશો? બીજા કેટકેટલા ફેરફારો પ્લૉટમાં કરશો? હરિપ્રસાદ વ્યાસની મહાન કૃતિને અન્ટચ્ડ રહેવા દઈએ એમાં જ ડહાપણ છે.

આપણને જેમ ઓરિજિનલ લતાજી, રફીસા’બ અને કિશોરદા જોઈએ છે એ જ રીતે ઓરિજિનલ બકોર પટેલ, શકરી પટલાણી, વાઘજીભાઈ વકીલ, હાથીશંકર ધમધમિયા, ડૉ. ઊંટડિયા, ટીપુ પંડિત અને સસમલ શેઠ પણ જોઈએ છે.

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરવા માટેની અપીલ : સૌરભ શાહ

પ્રિય વાચકો,

ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાતા, વખણાતા અને ચર્ચાતા લેખક-પત્રકારોમાંના એક સૌરભ શાહ તમને રોજ ‘ન્યુઝપ્રેમી’ દ્વારા મળે છે.

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના ચાલતું સ્વતંત્ર, તથા કોઈનીય સાડીબારી ન રાખતું ડિજિટલ મિડિયા છે અને એટલે એ ભરોસાપાત્ર છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા પ્લેટફૉર્મને અડીખમ રાખવા તમારા સપોર્ટની જરૂર છે.

‘ધ ક્વિન્ટ’, ‘ધ પ્રિન્ટ’, ‘ધ વાયર’, ‘સ્ક્રોલ’ કે બીજાં ડઝનેક તોતિંગ અંગ્રેજી ડિજિટલ મિડિયા કરોડો રૂપિયાનું ફંડિંગ ઉભું કરીને પોતાના એજન્ડાને— કામકાજને આગળ વધારી રહ્યા છે. ‘ન્યુઝપ્રેમી’ આવી રીતે કામકાજ કરવામાં માનતું નથી. ઇન્વેસ્ટર્સ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા પછી અમુક મિડિયા કરોડરજ્જુ વિનાનાં બની જતાં હોય છે. ઇન્વેસ્ટરોનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાથી સચવાતો હોય ત્યારે મિડિયાએ પણ વાચકોનો દ્રોહ કરીને, વાચકોને ઊંધા રવાડે ચડાવીને એન્ટી-નેશનલ ન્યુઝ અને એન્ટી-નેશનલ વ્યુઝ આપવાની પ્રવૃત્તિમાં જોરશોરથી ભાગ લેવો પડતો હોય છે.

આ જ કારણોસર ‘ન્યુઝપ્રેમી’માં જાહેરખબરો પણ ઉઘરાવવામાં નથી આવતી. જે ઘડીએ એડવર્ટાઇઝરના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ન જળવાય એ જ ઘડીએ કાં તો તમારો હાથ આમળીને તમારી પાસે તેઓ પોતાનું ધાર્યું કરાવતા થઈ જાય અને વાચકો ગેરમાર્ગે દોરવાઈ જાય, કાં પછી તમારી નૌકાને મધદરિયે હાલકડોલક કરીને ડુબાડી દેવાની ધમકી આપવામાં આવે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મીસમા સૌરભ શાહ દ્વારા 24×7 થઈ રહી છે. ( એક વાચકે ‘ વન કેન’—one pen, one man, one can—નું બિરૂદ આપ્યું છે. કોઈ એક લેખની કમેન્ટમાં છે.)

‘ન્યુઝપ્રેમી’નું લેખન-સંપાદન તથા એની સાજસજ્જા મુંબઈમાં થાય છે. ટાઇપસેટિંગ ભાવનગર અને અમદાવાદમાં થાય છે. ‘ન્યુઝપ્રેમી’ના એડમિનિસ્ટ્રેશનની જવાબદારી પૂણેથી નિભાવવામાં આવે છે અને ‘ન્યુઝપ્રેમી’ને ટેક્નિકલ સપોર્ટ બેંગ્લોર સ્થિત ગુજરાતી ટેકનોક્રેટ આપે છે. ‘ન્યુઝપ્રેમી’ની હિન્દી આવૃત્તિ માટેનું અનુવાદકાર્ય મુંબઈ – અમદાવાદમાં થાય છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

1 COMMENT

  1. Latadidi achieved admiration and respect from multimillions. Wish her the best time ahead for many many years on her birthday today.
    Whenever viewing the video of her singing ” Jai Mangalmurti …. ” Aarti I get thrilled and bow down to her.
    She indeed is one of very few on whom Saraswati Mataji has bestowed her blessings.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here