થાય તે કરી લેજો : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ : 1 ઑક્ટોબર 2020)

તાકાતને સાચવવાની હોય, એ છે એનો અહેસાસ આપવાનો હોય પણ વારંવાર એનું પ્રદર્શન કરવાનું ન હોય, અને એનો ઉપયોગ તો જવલ્લે જ કરવાનો હોય. આ તાકાત વ્યક્તિની હોઈ શકે, સમાજના એક ચોક્કસ સમૂહની હોઈ શકે કે રાષ્ટ્રની પણ હોઈ શકે. શિવસેનાથી માંડીને અમેરિકાની તાકાત વારંવારના પ્રદર્શનથી ઘટતી ગઈ છે એના તમે સાક્ષી છો.

વારંવાર ખંડણી ઉઘરાવ્યા કરતા ગુંડાનો ખોફ શરૂમાં રહે પણ દાદાગીરી હદ વટાવી જાય ત્યારે ઠંડા દિમાગનો બિલ્ડર પણ કહી બેસે કે: જા, નથી આપતો, થાય તે કરી લે.

ઠંડી તાકાત, વપરાયા વિના માત્ર સંઘરેલી તાકાત માનસિક શાંતિ આપે છે. કોઈ તમારું બગાડવા ધારશે તો તમે તમારી તાકાત વાપરીને એની યોજનાઓને કેવી રીતે ઊંધી વાળી શકશો એવો વિચાર તમને ટેન્શનમાંથી ઉગારી લે છે. નવ્વાણું ટકા તો, આવા વિચારને કારણે તમારામાં જન્મતા આત્મવિશ્વાસને કારણે, સામેની વ્યક્તિ તમારું બગાડવાના પ્લાન જ પડતા મૂકી દે છે. એકાદ ટકો જે શક્યતા છે એવું બને ત્યારે તાકાતના ઉપયોગને બદલે તાકાતનું પ્રદર્શન, છવ્વીસમી જાન્યુઆરીએ દિલ્હીમાં ટેન્કો, મિસાઈલો અને ફાઈટર વિમાનોનું થાય એવું પ્રદર્શન, પૂરતું થઈ પડે.

વપરાશ નહીં, પણ સંયમ તાકાતની અસરકારકતામાં અનેકગણો વધારો કરે. મૌનનો જ દાખલો લો. બહુ બોલબોલ કર્યા કરતા માણસના અને મિતભાષી વ્યક્તિના ક્રોધ વચ્ચેનો તફાવત તમે ઓળખી શક્યા હશો. બંધ બાંધીને સંયમિત કરેલો જળપ્રવાહ જ સિંચાઈ માટે અને વીજઉત્પાદન માટે કામ આવે. કોઈ પણ વાહનનું સૌથી અગત્યનું અંગ એની બ્રેક્સ છે. માણસોમાં પણ સૌથી વધુ અથડામણો જેમની જુબાનને બ્રેક નથી હોતી એવા જ લોકો દ્વારા થતી હોય છે.

તને ખબર નથી કે હું કોણ છું— આવાં વેણ, અથવા તો તું વળી કોણ મોટો આવ્યો—આવા શબ્દો ફ્રસ્ટ્રેટેડ લોકો જ બોલતા હોય છે. તેઓ હંમેશાં બીજાને ‘બતાવી દેવા’ આતુર હોવાના. પણ આપણને ખબર છે કે ભસતાં કૂતરાં કરડતાં નથી અને કરડવા માગનારાઓ ભસીને કોઈને ચેતવી દેવામાં માનતા નથી. પોતે લાગવગ દ્વારા કેટલી તાકાત ધરાવે છે, કે શક્તિશાળી ઓળખાણોને કારણે પોતે તમારું કેટલું બગાડી શકે છે એવું વારંવાર તમને જતાવનારા લોકો વાતવાતમાં મોટા માણસોનાં નામ લીધા કરે છે. આવા વિન્ડ બૅગ્સ કે નેઈ્મ ડ્રૉપર્સનું છેવટે સુરસુરિયું થઈ જતું હોય છે. એમને લાગે છે કે પોતાના આવા નેઈ્મ ડ્રૉપિંગથી બીજાઓ પ્રભાવિત થઈ જાય છે એટલે પોતાને કોઈ વતાવતું નથી. વાસ્તવમાં લોકોને ખબર પડી ચૂકી હોય છે કે આ પ્રકારના માણસો મમરાની ગૂણી જેવા ખોખલા હોય છે અને આવા, ફૂંક મારો તોય ઊડી જાય એવા, લોકો સાથે પંજો લડાવવા કોણ જાય એવા વિચારથી કોઈ એમને મોઢે નથી લાગતું. તમારી સાથે પણ આવું થતું હોય તો જરા જાતને પૂછી લેજો કે એનું ખરું કારણ શું છે.

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરવા માટેની અપીલ : સૌરભ શાહ

પ્રિય વાચકો,

ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાતા, વખણાતા અને ચર્ચાતા લેખક-પત્રકારોમાંના એક સૌરભ શાહ તમને રોજ ‘ન્યુઝપ્રેમી’ દ્વારા મળે છે.

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના ચાલતું સ્વતંત્ર, તથા કોઈનીય સાડીબારી ન રાખતું ડિજિટલ મિડિયા છે અને એટલે એ ભરોસાપાત્ર છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા પ્લેટફૉર્મને અડીખમ રાખવા તમારા સપોર્ટની જરૂર છે.

‘ધ ક્વિન્ટ’, ‘ધ પ્રિન્ટ’, ‘ધ વાયર’, ‘સ્ક્રોલ’ કે બીજાં ડઝનેક તોતિંગ અંગ્રેજી ડિજિટલ મિડિયા કરોડો રૂપિયાનું ફંડિંગ ઉભું કરીને પોતાના એજન્ડાને— કામકાજને આગળ વધારી રહ્યા છે. ‘ન્યુઝપ્રેમી’ આવી રીતે કામકાજ કરવામાં માનતું નથી. ઇન્વેસ્ટર્સ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા પછી અમુક મિડિયા કરોડરજ્જુ વિનાનાં બની જતાં હોય છે. ઇન્વેસ્ટરોનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાથી સચવાતો હોય ત્યારે મિડિયાએ પણ વાચકોનો દ્રોહ કરીને, વાચકોને ઊંધા રવાડે ચડાવીને એન્ટી-નેશનલ ન્યુઝ અને એન્ટી-નેશનલ વ્યુઝ આપવાની પ્રવૃત્તિમાં જોરશોરથી ભાગ લેવો પડતો હોય છે.

આ જ કારણોસર ‘ન્યુઝપ્રેમી’માં જાહેરખબરો પણ ઉઘરાવવામાં નથી આવતી. જે ઘડીએ એડવર્ટાઇઝરના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ન જળવાય એ જ ઘડીએ કાં તો તમારો હાથ આમળીને તમારી પાસે તેઓ પોતાનું ધાર્યું કરાવતા થઈ જાય અને વાચકો ગેરમાર્ગે દોરવાઈ જાય, કાં પછી તમારી નૌકાને મધદરિયે હાલકડોલક કરીને ડુબાડી દેવાની ધમકી આપવામાં આવે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મીસમા સૌરભ શાહ દ્વારા 24×7 થઈ રહી છે. ( એક વાચકે ‘ વન કેન’—one pen, one man, one can—નું બિરૂદ આપ્યું છે. કોઈ એક લેખની કમેન્ટમાં છે.)

‘ન્યુઝપ્રેમી’નું લેખન-સંપાદન તથા એની સાજસજ્જા મુંબઈમાં થાય છે. ટાઇપસેટિંગ ભાવનગર અને અમદાવાદમાં થાય છે. ‘ન્યુઝપ્રેમી’ના એડમિનિસ્ટ્રેશનની જવાબદારી પૂણેથી નિભાવવામાં આવે છે અને ‘ન્યુઝપ્રેમી’ને ટેક્નિકલ સપોર્ટ બેંગ્લોર સ્થિત ગુજરાતી ટેકનોક્રેટ આપે છે. ‘ન્યુઝપ્રેમી’ની હિન્દી આવૃત્તિ માટેનું અનુવાદકાર્ય મુંબઈ – અમદાવાદમાં થાય છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here