કોરોના રહે કે જાય આર્થિક કટોકટીના નામે મોદીને ખતમ કરો: સૌરભ શાહ

(ન્યુઝવ્યુઝ, મંગળવાર, ૭ એપ્રિલ ૨૦૨૦)

ક્યારેક આપણે મૂડમાં હોઈએ છીએ. ક્યારેક આપણો મૂડ ઑફ્‌ફ હોય છે. આવા મૂડ સ્વિંગને આપણે કોઈ કકળાટ વિના સ્વીકારી લીધો છે. કારણ કે આપણે જાણીએ છીએ કે આવું થવું સ્વાભાવિક છે, નૈસર્ગિક છે.

આપણી કારકિર્દીમાં, આપણા જીવનમાં અનેક નાના-મોટા ચડાવઉતરાવ આવ્યા છે, આવતા રહેવાના છે. આપણે સ્વીકારી લીધું છે આ. નસીબમાં લખ્યું હશે તે જ થશે એમ વિચારીને ઝાઝો લોહીઉકાળો નથી કરતા. કારણ કે આવી તડકીછાંયડી કુદરતી છે. ભગવાને સારો સમય દેખાડ્યો તે બદલ એનો આભાર અને કપરો સમય આવ્યો તો એને કસોટી ગણીને એ ગાળાને પણ સહન કરી લીધો – કોઈનોય વાંક કાઢ્યા વિના.

ધંધામાં – વેપારમાં ઉતારચડાવ આવવાના જ છે એવું સમજી-વિચારીને આપણે કામકાજ શરૂ કર્યું હતું. જો માત્ર નફો જ નફો થવાની ખાતરી હોત તો કોઈ નોકરી ન કરતું હોત, સૌએ પોતપોતાની રીતે ધંધામાં ઝંપલાવી દીધું હોત. નાનામાં નાનો માણસ પણ પોતાના કોઈ નાના ધંધામાં હોત. પણ ધંધામાં ખોટ આવી શકે એમ છે એની સૌને ખબર છે. રોકેલી તમામ મૂડી પણ ધોવાઈ શકે એમ છે. એટલું જ નહીં માથે દેવું ચડી જાય, ઘરબાર વેચવાનો વખત આવી જાય એવું પણ બને. સૌ કોઈ જાણે છે. એટલે જ તો બધા લોકો ધંધો કરવાનું સાહસ નથી કરતા. અને જેઓ પોતાનો ધંધો શરૂ કરે છે તેઓ સાહસ કરનારા – સાહસિક ગણાય છે. એન્ટરપ્રાઈઝ કરનારા– એન્ટ્રાપ્રેન્યોર ગણાય છે. એમણે સ્વીકારી લીધું છે કે ધંધામાં જોખમો છે, છતાં ધંધો કરવો છે. ક્યારેક ખોટ આવી તો સહન કરી લઈશું. ચાર વરસ નફાના ગયાં તો એક વરસ ખોટનું જાય પણ ખરું. રડારોળ નહીં કરવાની.

દેશના અર્થતંત્રનું પણ એવું જ છે. દેશનું અર્થતંત્ર એટલે શું? દેશમાં ધંધો કરનારા સાહસિકોના અર્થતંત્રનો સરવાળો એટલે દેશનું અર્થતંત્ર. દેશની સમસ્ત પ્રજાનું સામૂહિક અર્થતંત્ર એટલે દેશનું અર્થતંત્ર. એમાં પણ ક્યારેક ઉતારચડાવ આવે. કારણ કે દરેકના પોતપોતાના ધંધામાં ઉતાર-ચડાવ આવતો હોય છે. દેશનું અર્થતંત્ર સડસડાટ આગળ વધતું હોય તેમાં તમામ દેશવાસીઓનો ફાળો હોય અને એ તીવ્ર ગતિનો લાભ પણ તમામ દેશવાસીઓને મળતો હોય છે. દેશનું અર્થતંત્ર ત્યારે ખોરવાય છે જ્યારે લોકોનાં પોતાનાં ધંધાવ્યાપાર ખોરવાય છે અને આ ખોરવાયેલા અર્થતંત્રનો વળતો માર દરેક ધંધાર્થી-વ્યાપારીએ પોતાના ભાગે જે આવતો હોય તે સહન કરવાનો જ હોય છે. કુદરતી આપત્તિ વખતે સરકારનો વાંક કાઢવાથી, સરકારની નીતિઓને ગાળો આપવાથી કંઈ નહીં વળે. કદાચ આવું કરીને આપણામાંની વરાળ બહાર કાઢી શકીશું. એથી વિશેષ કંઈ નહીં. પણ આવું કરીશું તો વિપક્ષના બદઈરાદાઓને વધુ મજબૂત કરીશું એટલું ધ્યાનમાં રાખવું જોઈએ. ધંધામાં નફાની રેલમછેલ હોય અને સ્વિટ્‌ઝરલૅન્ડમાં વૅકેશન લઈને પાછા આવીએ ત્યારે વડા પ્રધાનને યાદ કરીને ક્યારેય ચોકલેટનું એક પડીકું પણ લાવ્યા છીએ? તો પછી ધંધામાં ઓટ આવે ત્યારે મોદીના નામે છાતી કૂટવાનું બંધ કરવું જોઈએ.

દુનિયાના પ્રમુખ દેશોના અર્થતંત્રની છાયા આખા જગતની અર્થવ્યવસ્થા પર પડતી હોય છે. નિફ્‌ટી કે સેન્સેક્‌સ ઉપર જાય ત્યારે મારામાં ધંધો કરવાની કેટલી આવડત છે, મારા નસીબ કેટલા સારા છે કે મારા પર શ્રીજીબાવાની કેટલી કૃપા છે એવું વિચારતા ઈન્વેસ્ટરો કે શેરબજારનું કામકાજ કરતા પ્રોફેશનલોએ ગ્રાફ તળિયે જઈ રહ્યો હોય ત્યારે પોતાની આવડત, પોતાના નસીબ કે પછી પોતાના ઈષ્ટદેવની અવકૃપાનો વાંક કાઢવો જોઈએ – નહીં કે સરકારનો. છાપાં – ટીવીવાળા તો ચીસાચીસ કરીને ભડકાવવાના જ છે. બ્લડબાથ, બ્લૅક ફ્રાઈડે, અમુક લાખ કરોડ રૂપિયા રાતોરાતો ધોવાઈ ગયા. એમનું તો કામ જ એ છે. ઉશ્કેરવાનું. ભડકાવવાનું. એમની રોજીરોટી એના પર ચાલે છે. અન્યથા છાપું વાંચશે કોણ, ટીવી જોશે કોણ. પણ આપણામાં તો અક્કલ હોવી જોઈએ ને કે કોઈના દોરવ્યે દોરાઈ ન જવાય.

ભારત દેશનું ધનોતપનોત નીકળી જવાનું છે એવી આગાહી કરનારા ‘નિષ્ણાતો’નો અને ‘વિશેષજ્ઞો’નો આગામી દિવસોમાં રાફડો ફાટવાનો છે. ડુમ્સ ડેના પ્રેડિક્‌શન્સ તમને રોજ આઠ કૉલમનાં મથાળાંનાં અને પ્રાઈમ ટાઈમની મચ્છી માર્કેટમાં વાંચવા-સાંભળવા મળશે. આપણા સૌના દિમાગ પર આ નકારાત્મકતા છવાઈ જાય એવા પ્રયત્નો ભારતમાં જ રહેતા ભારતના દુશ્મનો દ્વારા થશેઃ “મોદી નિષ્ફળ છે, મોદીનાં નાણાંમંત્રીમાં જરા જેટલી અક્કલનો છાંટો નથી, ગૃહમંત્રીમાં આવડત નથી અને આ સૌમાં દેશ કેવી રીતે ચલાવવો એની કોઈ ગતાગમ નથી.” એવો પ્રચાર શરૂ થઈ જશે. “કૉન્ગ્રેસને તો ખાસ્સા સાત દાયકાનો શાસન કરવાનો અનુભવ છે. કૉન્ગ્રેસ તો સૌને સાથે લઈને ચાલે છે, ભાજપની જેમ ભાગલાવાદી રાજકારણમાં માનતી નથી. મોદીએ પોતાની જીદને કારણે કોરોનાને મૅનેજ કરવામાં ઊંધા માથે પછડાટ ખાધી જેને કારણે આખા દેશે ભોગવવાનું આવ્યું છે. મધ્યમવર્ગીય અને ગરીબ માણસો તો બિચારા ક્યાંયના નથી રહ્યા. મોદીના મુઠ્ઠીભર શ્રીમંત મિત્રો કોરોનાના સમયગાળામાં કાળાંબજાર કરીને કમાઈ ગયા.” આવા માહોલ માટે તમે તૈયાર રહેજો. તમને પોતાને શંકા થવા માંડશે કે મોદીમાં વિશ્વાસ રાખીને મેં કોઈ ભૂલ તો નથી કરી ને? કોઈ યાદ કરાવીને કહેશે કે ૩૭૦, સીએએ, રામ મંદિર, બાલાકોટ… ત્યારે તમને કહેવામાં આવશે કે, “એ બધાનું અત્યારે શું છે? જ્યારે દેશ ભૂખે મરે છે ત્યારે આમાંનો કોઈ મુદ્દો પ્રસ્તુત નથી હોતો.”

આવો સમય આવે ત્યારે આ પાંચ વાતો યાદ રાખજો:

૧. આ – દેશ – ભૂખે – મરવાનો – નથી. આપણો દેશ સમૃદ્ધ છે. સૌના માટે બે ટંકનું ભોજન છે. કામ નહીં કરી શકનારાઓને , અશક્તોને, વૃદ્ધોને અને કામ શોધી રહેલાઓને પણ સાચવી લે એવો આ દેશ છે. એવી આપણી સમાજ વ્યવસ્થા છે અને એવી અત્યારની સરકાર છે. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે અસંખ્ય સરકારી યોજનાઓ હેઠળ લાખો દેશવાસીઓને ભોજન પૂરું પાડવામાં આવે છે. તાતા-અંબાણી જેવા અનેક શ્રેષ્ઠીઓ હજારો કરોડ રૂપિયાનાં દાન આપીને ગરીબોને સાચવી રહ્યા છે. પીએમ-કેર ફંડમાં કરોડપતિ રાષ્ટ્રવાદી અભિનેતાઓથી લઈને નોકરિયાતો તથા વિદ્યાર્થીઓ સુદ્ધાં પોતપોતાના ગજા મુજબ ઉદાર હાથે દાન આપી રહ્યા છે. આર. એસ. એસ., જેને બદનામ કરતાં કૉન્ગ્રેસીઓનું – સેક્યુલરોનું – લેફ્‌ટિસ્ટોનું – ગળું સૂકાતું નથી, એના લાખો સ્વયંસેવકો આખા દેશમાં દિવસરાત ગરીબો – ભૂખ્યાંઓ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં ગળાડૂબ છે. આ ઉપરાંત દેશભરનાં મંદિરો, દેરાસરો, ગુરૂદ્વારાઓ તેમજ હજારો સેવાભાવી સંસ્થાઓ દેશના પ્રત્યેક ખૂણામાં પહોંચીને ભોજન-આશ્રયની વ્યવસ્થા કરી રહ્યાં છે. લખનૌની ફાઈવસ્ટાર હૉટલો ખાલી કરાવીને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ત્યાં ડૉક્ટરો તથા મેડિકલ સેવાઓના સ્ટાફને રહેવા-જમવાની સુવિધા ઊભી કરી છે. મુંબઈમાં તાતાએ સામેથી પોતાની બે ફાઈવસ્ટાર હૉટલો ડૉક્ટરો વગેરેના રહેવા જમવા માટે ખાલી કરી આપી છે. તાજ ઈન્ટરકોન્ટીનેન્ટલમાંથી રોજનાં ૧૧,૦૦૦ ફૂડ પેકેટ્‌સ ફરજ પરના ડૉક્ટરો વગેરે માટે તૈયાર થાય છે. આપણો દેશ ખરેખર મહાન છે. પણ રાજદીપ-બરખા-શેખર વગેરેને તેમ જ ભાંગફોડિયા છાપાંવાળાઓને તેમ જ લેફટિસ્ટ ટીવીવાળાઓને આ દેશને બદનામ કરવામાં જ રસ છે. તમને ખબર નહીં હોય પણ લોસ એન્જલસમાં ત્યાંના પ્રશાસને એક કસિનોના વિશાળ પાર્કિંગ લૉટમાં ટેમ્પરરી સિંગલ-સિંગલ તંબુઓ બાંધીને કોરોનાના દર્દીઓને રહેવાની વ્યવસ્થા ઊભી કરવી પડી છે. અમેરિકા સમૃદ્ધ દેશ છે પણ એ દેશને સંસ્કારોનો વારસો નથી મળ્યો. ત્યાંની એક પણ ફાઈવ સ્ટાર હૉટેલે ભારતની જેમ, પોતાની હૉટેલ આ કટોકટીના વખતમાં સરકારને સમર્પિત કરી દીધી નથી.

૨. મોદીને બદલે સોનિયા-મનમોહન કે પછી શરદ પવાર, મમતા બેનર્જી કે પછી બીજું કોઈ પણ સર્વોચ્ચ સ્થાને હોત તો દેશની આર્થિક-સામાજિક હાલત અત્યારે અને આવનારા વખતમાં કેવી હોત? કમકમા છૂટી જાય એવી કલ્પના છે. મોદીદ્વેષીઓ હવેના વખતમાં બહુ મોટો ઉપાડો લેશે. તમારી થાળીમાં ચારને બદલે બે જ રોટલી મૂકાય છે એ માટે મોદી જવાબદાર છે માટે મારો, મારો, મારો એમને – એવી હવા ઊભી થઈ રહી છે. રાહુલ ગાંધી સહિતના તમામ વિપક્ષી નેતાઓ મોદીને પીંખી નાખવા પોતાના નહોરને ધાર કાઢી રહ્યા છે. રાષ્ટ્રની કટોકટીમાં સૌએ એકબીજાની સાથે ઊભા રહેવાનું હોય, ટાંટિયાખેંચ ન કરવાની હોય એવું નેહરુજીએ કોઈ કૉન્ગ્રેસીને શીખવાડ્યું નથી કારણ કે ખુદ નેહરુજી પોતે આ રમતના ખેલાડી હતા.

૩. તમારા પર્સનલ ધંધા-વેપાર-નોકરીમાં જે કંઈ ઉતારચડાવ આવે એના દોષનો ટોપલો મોદીના માથે ઓઢાડવાનું મન થશે પણ એવું નહીં કરતા. બે ગેરફાયદા છે. એક, બીજાઓનો વાંક કાઢશો તો તમે કરેલી ભૂલો સુધારી નહીં શકો. અને બે, સૈનિકો જ્યારે પોતાના સેનાપતિમાંથી વિશ્વાસ ગુમાવી બેસે છે ત્યારે શત્રુસેનાનો હાથ ઉપર આવી જાય છે. પપ્પુ જેવો પ્રધાનમંત્રી જોઈતો હોય તો જ મોદીની તાકાત ઓછી થઈ જાય એવાં કુકર્મો કરજો.

૪. અંગ્રેજીમાં એક કહેવત છે કે હાઈન્ડસાઈટ ઈઝ ઑલવેઝ ટ્‌વેન્ટી-ટ્‌વેન્ટી. આંખના નંબર કઢાવતી વખતે ૨૦/૨૦ આવે એટલે તમારી દૃષ્ટિ પરફેક્‌ટ છે એવું કહેવાય. હાઈન્ડસાઈટ એટલે પાછળ નજર કરતાં જે દેખાય તે. જે બની ગયું છે તેને તો બધા ચોખ્ખેચોખ્ખું જોઈ શકે. ભૂતકાળના બનાવો તો સૌ કોઈને દીવાની જેમ સ્પષ્ટ દેખાય. કોઈ અભણ પણ મોદીને કહી શકે કે તમારામાં અક્કલ નહોતી – કોરોનાના વાવડ આવ્યા ત્યારે જ – ફેબ્રુઆરીમાં જ – તમારે લૉકડાઉન કરી દેવું જોઈતું હતું. તે જ વખતે તમારે આમ કરવું જોઈતું હતું, તેમ કરવું જોઈતું હતું. ગામની ડોસીઓ આ જ રીતે પંચાત કરતી હોય છે. સોનિયાજી પણ હવે એવી જ અવસ્થાએ પહોંચી ગયાં છે. ભગવાન એમને લાંબી ઉંમર આપે પણ સાથેસાથે ચૂપ રહેવા જેટલી અક્કલ પણ આપે. આ ક્રાઇસિસમાં આર. એસ. એસ. સહિતનાં અનેક હિન્દુ સંગઠનોના લાખો કાર્યકરોને ઘરની બહાર નીકળીને, જાનની પરવા કર્યા વિના સેવાકાર્યો કરતાં દુનિયાએ જોયા. પણ મિડિયા નહીં દેખાડે આ બધું. મિડિયા તો કેજરીવાલની જાહેરખબરોના કરોડો રૂપિયા ખિસ્સામાં નાખીને કેજરીવાલનાં નિવેદનો દેખાડશેઃ ‘હમને રોજ ચાર લાખ મજદૂરોં કે ખાનેપીનેકી વ્યવસ્થા કી હૈ.’ પણ આ ચાર લાખ લોકો માટેનું રસોડું ક્યાં છે, કેજરીવાલ? બાલાકોટની સ્ટ્રાઈકના પુરાવા માગનારા કેજરીવાલ પાસે ચાર લાખ લોકોને જમાડવાની વ્યવસ્થાના પુરાવા માગવામાં આવે છે ત્યારે દિલ્હીનો આ બદમાશ મુખ્યમંત્રી ચૂપ થઈ જાય છે. એટલું જ નહીં આ ફ્રોડ ચીફ મિનિસ્ટર ‘આજ તક’ જેવી બ્લાન્ટન્ટલી ઍન્ટી-મોદી ટીવી ચેનલ પાસે એવા સમાચાર ફેલાવડાવે છે કે આ જુઓ, અમે જે રસોડું ચલાવીએ છીએ તે જુઓ. પણ એ વિશાળ રસોડું કોણ ચલાવતું હતું? સેવા ભારતી. આર. એસ. એસ.ની ભગિની સંસ્થા. એમાં કેજરીવાલ કે એમની દિલ્હી રાજ્યની સરકારનો તસુભાર આર્થિક કે અન્ય સહકાર નહોતો. છેવટે ‘આજ તક’એ આ જુઠ્ઠા સમાચાર પ્રસારિત કરવા બદલ જાહેર માફી માગવી પડી. કેજરીવાલ અને ‘આજ તક’ની માલિકી ધરાવતું ઇન્ડિયા ટુ ડે ગ્રુપ – સૌ કોઈ ખુલ્લા પડ્યા, ભોંઠા પડ્યા.

કૉન્ગ્રેસ પાસે યુવક કૉન્ગ્રેસ છે. એન. એસ. યુ. આઈ. (નૅશનલ સ્ટુડન્ટ્‌સ યુનિયન ઑફ ઇન્ડિયા)ના નામે વિશાળ સ્ટુડન્ટ્‌સ યુનિયન છે, આર. એસ. એસ.ની દેખાદેખીમાં ટોપી અને હાથમાં લાઠીને લઈને માર્ચપાસ્ટ કરતા ‘કૉન્ગ્રેસ સેવા દળ’ના હજારો જીહજુરિયા જેવા કાર્યકરો છે. આમાંનું કોઈપણ પ્રાણી તમે જોયું આ કોરોનાના કાળમાં સેવા કરતું? ભૂલેચૂકે પોતાનાથી કોઈ સારું કામ થાય તો તરત પ્રચાર કરવા ઉમટી પડતા કૉન્ગ્રેસીઓ ચૂપ છે કારણ કે દેશને પ્રેમ કરવાનો દાવો કરતા આ સૌ કૉન્ગ્રેસીઓ અત્યારે તબ્લીઘીઓને છાવરવામાં બિઝી છે.

૫. આ તો સારું થયું કે દેશવ્યાપી લૉકડાઉન જાહેર કરનારાઓ દેશોમાં ભારત સૌ પ્રથમ નહોતું. મોદીએ જાહેરાત કરી તે પહેલાં અન્ય દેશો લૉકડાઉન જાહેર કરી ચૂક્યા હતા. પણ કલ્પના કરો કે કોરોનાનો રોગચાળો સૌથી પહેલાં ભારતમાં પ્રસરવા લાગ્યો હોત તો? લૉકડાઉન થઈ શકે એવી કોઈ કન્સેપ્ટ જ આખી દુનિયામાં ન હોત તો? અને આઉટ ઑફ બૉક્‌સ થિન્કિંગ માટે જાણીતા એવા અને પોતાના નવવિચારો દ્વારા દેશની ભગીરથ સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં કાબેલ પુરવાર થયેલા આપણા પ્રધાનમંત્રીએ દુનિયાનું સૌથી પહેલું લૉકડાઉન ભારતમાં જાહેર કર્યું હોત તો? તો વિપક્ષોએ, મોદીહેટર્સે અને લેફ્‌ટિસ્ટ મિડિયાએ મોદીને પીંખી નાખ્યા હોત. આપણા મગજમાં એવું ઠસાવી દીધું હોત કે ભક્તોમાં કંઈ સૂઝ જ નથી – આવા અક્કલ વગરના પીએમને તમે બેવકૂફો સપૉર્ટ કરો છો.

જો મોદીએ દુનિયાનું સૌથી પહેલું લૉકડાઉન ભારતમાં કરાવ્યું હોત તો વિરોધીઓએ દેશને એટલો ભડકાવ્યો હોત, ઠેર ઠેર એવું સળગાવ્યું હોત કે વર્ગવિગ્રહના નામે રમખાણો સુદ્ધાં કરાવી શક્યા હોત.

સમજવાનું એ છે કે કોરોના ઑર નો-કોરોના. વિરોધીઓ યેનકેન પ્રકારેણ મોદીનો ખાત્મો કરવા માગે છે. વિરોધીઓને ખબર છે કે આ માણસે ટચલી આંગળીએ ગોવર્ધન ઊંચક્યો છે. આપણે એ સમજવાનું છે કે વિરોધીઓની મંશા પૂરી થઈ, એમની મેલી મુરાદો બર આવી અને મોદીની માત્ર ટચલી આંગળીને પણ જો કંઈ થયું તો પર્વતની નીચે આશ્રય લેનારા આપણે સૌ – આપણે ૧૩૦ કરોડ દેશવાસીઓ – દટાઈ મરવાના છીએ અને પછી આપણાં મડદાં ચૂંથવા માટે આ રાજદીપ, આ રવીશ, આ રાહુલ, આ મમતા, આ પવાર, આ કેજરીવાલ, આ ઓવૈસી નામનાં ગીધડાંઓ આવી પહોંચવાનાં છે.

આજનો વિચાર

વાતાવરણ એટલું સાફ થઈ ગયું છે કે ૨૦૨૯ સુધીનું ક્લીયર દેખાઈ રહ્યું છે.

-ટ્વિટર પર તરતું

31 COMMENTS

  1. સોરભભાઇ સલામ સુંદર લેખ માટે. સોગા રાગા રવિશ રાજદીપ કેજરી પવાર સત્તા ભુખ્યા રંગબદલુ કાચંડાઓ છે. મોદી કેમ‌ નથી ગમતો ? કારણકે આ માણસે એમના દરવાજા બંધ કરી ખાળના‌ ડુચા ખોલી નાખ્યા છે. વગર કોરોના‌ થયે એમના શ્વાસ‌ રૂંધાઇ ગયા છે.

  2. Satya samjna bahut kathin hain… Or satya kahena bhi satya sun-ne se jyaada kathin hain… Modi jaisa PM mila woh desh ki khushnaseebi hain… Or desh ki khushnaseebi bani rahe.. Yeh hi prarthana….

  3. Perfect. Well Articulated. Kindly translate your articles in Hindi/English so that such views can have a wider audience.

  4. Very nice article with perfect angle. Please translate in hindi and English for ‘Media’. Hats off Saurabhbhai.

  5. ખુબ સરસ.આવા દેશભક્ત (શ્રી સૌરભભાઈ)ને સો સો સલામ.???

  6. ખૂબ સરસ‌ લેખ. આવા માહિતીસભર લેખ લખતાં રહેશો.

  7. Ati uttam – chorgress ne muslimgiri, aa 2 vastu desh ne khayo rahi chhe. Have saaro Musalmano aagal aave to aj kahevaay badha Tablighi jeva nathi.

  8. સૌરભ ભાઈ આવી માહિતી આપતા રહેજો. મજા આવેછે.

  9. ખુબ સરસ લેખ,આભાર,
    જનતા ને જાગ્રત કરવા બદલ.

  10. માનનીય સૌરભ ભાઈ,
    આપના જેવા લેખકો અને મોદીકાકા જેવા વડાપ્રધાન હોય તો આવા નપુંસક વિરોધીઓ આ દેશ નું કંઈ બગાડી શકે નહી.
    જ્યારે વિરોધ નું વંટોળ આવે ત્યારે આપના લેખો મારા જેવા વાચકો માટે એક આશ્વાસન લાવે છે અને એક નવી આશા નો સંચાર થાય છે.

  11. માનનીય સૌરભ ભાઈ,
    આપના જેવા લેખકો અને મોદીકાકા જેવા વડાપ્રધાન હોય તો આવા નપુંસક વિરોધીઓ આ દેશ નું કંઈ બગાડી શકે.
    જ્યારે વિરોધ નું વંટોળ આવે ત્યારે આપના લેખો મારા જેવા વાચકો માટે એક આશ્વાસન લાવે છે અને એક નવી આશા નો સંચાર થાય છે.

  12. Very well articulated. Those who clapped on 22nd March night and those who lighted lamps on 5th April must show solidarity like that until the threat of Corona recedes completely. We may have to be prepared for slowing economy for a couple of quarters, may be the whole year. However, market experts believe that the market which is impacted by such viruses are not as bearish as those affected by financial melt down. So, the expectation is market may bounce back through U (pessimistic scenario) or V (optimistic scenario) in about 4 weeks after Corona cases have started receding. Fortunately commonman has already known where trying to manipulate them for their vote Bank policy and are unlikely to be overawed by such non-sense mean minded politicians and journalist. Please continue to write such articles without fear. We are with you.

  13. Very fine Artical, perfect annalysis of a thinking of opposition leaders and deshdrohi Section of Mediua.

  14. U have been writing so fearless n v all enjoyed reading it. V pray to God to give you sound health n long life so that u can serve the nation and guide the community (Indians) at large. Your articles should be translated in various languages so that will have strong unity across India.

  15. ખૂબ ખૂબ આભાર સૌરભભાઈ, ખૂબ સરસ લેખ, અને 100% સાચી વાત છે દેશવિરોધઑ મોદીસાહેબના વિરોધ માટે ધાર કાઠી રહ્યા છે અને સમયે વાર પણ કરશે જ અને એ તેનું કામ છે.. પણ આ દેશમા મોદી સાહેબે જે દેશભક્તિ જગાડેલ તેને દેશભક્તો જગમગ રાખશે જ. જય હિન્દ.

  16. Very interesting
    Touched the sensitive thinking / perspective of common people, which selfish politicians manipulate for their own gains.
    I am with MODI, with BJP, with INDIA.??
    Nation first.?

  17. Sirjee Congrats & Hatsoff too, because in April 2019 your article regarding worries for NaMo hatters strategy proved true, and same predictions of 2day article may come true, NaMo Sir is God blessed human being. Nothing will happen bad for Indians.

  18. Yes sir I’m completely agree with you.party who is supporting tablighi can never be seahorses.thanks to god who has given us visionary p.m.,

  19. Sir, I like your telling fact directly. The language you are using is directly printing in our mind & heart. Keep it up. God bless you.

  20. ખૂબ જ સરસ લેખ, આભાર એમને આવનારા દિવસો માટે ચેતવવા બદલ જેથી અમારા જેવા સાધારણ જન દુષ્પ્રચારમાં આવી ન જાય

  21. It is true. These goons/vandals want to destroy the only man, who is capable of bringing India on the World map again, incapacitated and out of their plundering ways – for their own benefit.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here