(‘સંદેશ’ : સંસ્કાર’ પૂર્તિ ‘તડકભડક’ :રવિવાર,૨૬ એપ્રિલ ૨૦૨૦)
ઋષિમુનિઓ હવન કરતા અને એમના આ ભલા કામને બગાડવા રાક્ષસો આવી જતા, હવનકુંડમાં હાડકાં નાખવા. આ રાક્ષસોને દૂર કરવા ઋષિઓ શક્તિશાળી રાજાઓ પાસે મદદની માગણી કરતા. રાજાઓ પોતાના પ્રતાપી રાજકુમારો સાથે સશસ્ત્ર સેના મોકલતા, રાક્ષસોનો સંહાર થતો, યજ્ઞકાર્ય આડેનાં વિઘ્નો દૂર થતાં અને માનવજાતનું કલ્યાણ થતું.
લોકોનું કલ્યાણ થાય એવું દરેક કામ યજ્ઞ છે, આવી દરેક પ્રવૃત્તિ પવિત્ર છે. સારા આશયથી શરૂ કરેલા કામમાં સૌનો સાથ મળશે, માર્ગમાં કોઈ વિઘ્ન નહીં આવે અને મહેનત કરીશું તો મંઝિલ સુધી પહોંચી જઈશું એવું આપણે માની લીધું છે. પણ પ્લાનિંગ કરતી વખતે પેલું રાક્ષસ-ફૅક્ટર અપણે ધ્યાનમાં નથી રાખતા. તમને અત્યારે માર્ગમાં દૂર દૂર સુધી ક્યાંય વિઘ્નો નથી દેખાતા. અને હાલ કોઈ વિઘ્નો છે પણ નહીં. માર્ગ એકદમ ચોખ્ખો છે. પણ જેમ જેમ આગળ જશો તેમ વિઘ્નસંતોષીઓ કાંટા વેરવા આવી પહોંચવાના છે, ખાડા ખોદી નાખવાના છે, પથ્થર-કંકર બિછાવી દેવાના છે, બીજી પચાસ અડચણો ઊભી કરવાના છે. હું કોઈને નડું એવી પ્રવૃત્તિ નથી કરતો એટલે મને પણ કોઈ નહીં નડે એવું માનીને રાક્ષસ-ફૅક્ટરની અવગણના કરનાર માણસ ભોળો છે, મૂરખ પણ.
વિઘ્નસંતોષીઓ ઠેર ઠેર પથરાયેલા છે. સારા કામમાં સો વિઘ્ન એવું બાપદાદાઓ કહી ગયા. ખરાબ કામ કરતા હો ત્યારે તમને ખબર હોય છે કે કોણ કોણ તમારી આડે આવવાનું છે. એ સૌને તમે તમારા ખરાબ કાર્યમાંથી મળનારા વળતરનો એક-એક હિસ્સો વહેંચીને તેઓ તમારા કાર્યને નિષ્ફળ ન બનાવે એવું પ્લાનિંગ કરી શકો છો. ખરાબ કાર્યની આડે કોઈક આવવાનું જ છે એની તમને ખાતરી હોય છે. મોટેભાગે તો એ પણ ખબર હોય છે કે કોણ-કોણ તમારી આડે આવી શકે તેમ છે.
પણ સદ્કાર્ય શરૂ કરતી વખતે તમે ભ્રમમાં હો છો કે જે કામથી લોકોનું ભલું થવાનું છે એ કાર્યમાં શું કામ કોઈ વિઘ્ન ઊભું કરે? તમને ખબર નથી કે આ દુનિયામાં એવા પણ લોકો વસે છે જેમને તમે કહેશો કે આજે રવિવાર છે તો તેઓ કહેશે કે ના, આજે શનિવાર છે. જેમને તમે કહેશો કે આજે અખાત્રીજ છે કહેશે કે ના, આજે ભાઈબીજ છે.
બીજાઓ જે કંઈ કરે તેની આડે આવીને પોતાનું મહત્વ વધારવું, પોતાના અસ્તિત્વને સાબિત કરવું – આવો ઘણાને શોખ હોય છે. કેટલાકે તો આવા શોખને આજીવિકા રળવાનો વ્યવસાય બનાવી દીધો હોય છે.
રાક્ષસ યોનિ એ જમાનામાં પણ હતી, આજે ય છે. આજના રાક્ષસો અનેક પ્રકારના હોય છે. અનેક રીતે તેઓ વિઘ્નો ઊભાં કરે છે. ત્યારના રાક્ષસો હવનમાં હાડકાં નાખતા. આજના રાક્ષસો આખેઆખાં હાડપિંજરો નાખે છે.
ગયા અઠવાડિયે સતયુગ આવી રહ્યો છે એવી વાત કરી પણ એ આવશે જ એવી આશાએ બેસી રહીને આપણા તરફથી કોઈ પ્રયત્નો નહીં થાય તો રાક્ષસો ફાવી જશે, કળિયુગ લંબાઈ જશે.
આખો દેશ અત્યારે એક મહાયજ્ઞ કરવામાં વ્યસ્ત છે. દેશના દરેકે દરેક નાગરિકે આ યજ્ઞમાં આહુતિ આપવાની છે. યજ્ઞમાં હાડપિંજરો પધરાવવા આવી ગયેલા રાક્ષસો પોતાની મેલી મુરાદોમાં સફળ ન થાય એ જોવાની જવાબદારી દેશના દરેક નાગરિકની છે. આખું યુરોપ અને અમેરિકા સમાઈ જાય એટલી વસ્તી એકલા ભારતની છે જે આ દેશની તાકાત છે. શરત માત્ર એટલી છે કે દેશના પ્રત્યેક નાગરિકની તાકાત દેશને આગળ લઈ જવા માટે વપરાય.
સારાં કાર્યોમાં જે વિઘ્નો આવવાના છે તેની કલ્પના અત્યારથી કરી રાખવાની છે. વિદેશી તાકાતના ઈશારે દેશી ભાંગફોડિયાઓને ઉત્તેજન ન મળે તે જોવાની જવાબદારી માત્ર સરકારની નથી, આપણા સૌની છે. વાતે વાતે ‘સરકાર કંઈ કરતી નથી’ કે પછી ‘અમે એકલા શું કરી શકીએ’ કે પછી ‘સરકારને ટેક્સ કંઈ આના માટે આપીએ છીએ?’ એવાં બહાનાં–ફરિયાદો કરવાના દિવસો ક્યારના ગયા. હવે જમાનો એવો છે જ્યારે સરકારની જે કંઈ ત્રુટિઓ હોય, શાસન-પ્રશાસનમાં જે કંઈ પણ વારસાગત ખામીઓ હોય અને સ્થાનિક સ્તરે જે કંઈ દિક્કતો હોય તેની પૂર્તિ વ્યક્તિગત ધોરણે આપણે કરવાની છે. હા, વ્યક્તિ ધોરણે આપણે પોતે. દેશદાઝ આને કહેવાય.
આ ગાળામાં આપણે જોઈ લીધું કે માત્ર સરહદ પર લડનારા જ બહાદુરો નથી હોતા. માત્ર તેઓ જ દેશ માટે બલિદાન નથી આપતા. કોરોનાના દર્દીઓની સારવાર કરનારા ડૉક્ટરો-નર્સો પણ આ રોગચાળામાં મૃત્યુ પામ્યા છે. કાયદાનું પાલન કરાવવા, સમાજમાં વ્યવસ્થા જાળવવા જેઓ દિવસ-રાત ખડેપગે ફરજ બજાવે છે તે પોલીસખાતાના તેમ જ પ્રશાસનના વિવિધ સ્તરના અધિકારીઓ-કર્મચારીઓ પણ કોરોનાથી લોકોને બચાવવા જતાં પોતે જ આ રોગનો ભોગ બન્યા છે. આ સૌ દેશપ્રેમીઓના બલિદાનને કારણે આપણે સલામત છીએ.
હવે વિચારવાનું આપણે છે. કઈ રીતે આનો બદલો ચૂકવીએ. કઈ રીતે આ ઋણ પાછું વાળીએ. દેશ માટે એવું તે શું કરીએ જેથી સરહદ પરના સૈનિકોથી માંડીને આ ડૉક્ટરો-નર્સો, પોલીસો-સરકારી કર્મચારીઓ અને અન્ય સૌ કોઈની જેમ આપણે પણ આપણી ફરજ બજાવી શકીએ. પોતાના જાનના જોખમે કરોડો ભૂખ્યાંઓને નિયમિત ભોજન તથા રાશન પહોંચાડનારા લાખો સેવાભાવીઓની જેમ આપણે રસ્તા પર જવાની અત્યારે જરૂર નથી. ઘરે બેસીને આ દેશને, દેશનું તંત્ર ચલાવનારાઓને અને ઍક્ટિવલી કાર્ય કરી રહેલા લાખો લોકોને મનોમન આશીર્વાદ આપીએ એટલું ઘણું છે અત્યારે તો. દેશની નેતાગીરીને ગાળો ન આપીએ તે પણ દેશસેવા જ ગણાશે. આર્થિક રીતે જ્યાં – જેને મદદરૂપ થઈ શકે એમ હોય તો કરીએ. છેવટે, બીજું કંઈ નહીં તો ઘરકામ કરવા જે સેવકો આવે છે એમને આ ગાળામાં જ નહીં, આગામી થોડાક મહિનાઓની છુટ્ટી આપીને એમના પગારો ચાલુ રાખીએ.
કોરોના તો આજે છે ને કાલે નથી. લૉકડાઉન દરમ્યાન આપોઆપ જાત સાથે વાત કરવાની નિરાંત મળી છે. લૉકડાઉન પછી ભારતને વિશ્વગુરુ બનાવવા માટેના યજ્ઞમાં દેશના પ્રત્યેક નાગરિક તરફથી આહુતિ મળે તે અનિવાર્ય છે. આવતા ત્રણ વર્ષ દરમ્યાન, એક હજાર દિવસમાં, હું એવું તે શું કરું કે ભારત વિશ્વગુરુ બને તે વખતે ગૌરવ લઈ શકું કે આ સિદ્ધિમાં મારો પણ ફાળો છે? આ સવાલનો જવાબ મેળવવા માટે આજનો અક્ષય તૃતિયાનો દિવસ અત્યંત શુભ છે. આજના આ પવિત્ર અવસરે શાંતિથી આત્મમંથન અને આત્મમૂલ્યાંકન કરીને જે જવાબ તમને મળશે તે જ તમારી જિંદગી માટે ચોવીસ કેરેટનું સોનું પુરવાર થવાનું. તમારો વિચારપૂર્વકનો વ્યવહારુ જવાબ આ લેખના કમેન્ટ બોક્સમાં પોસ્ટ કરવા વિનંતિ જેથી બીજાઓને તમારામાંથી પ્રેરણા લેવાનું મન થાય.
પાન બનાર્સવાલા
‘દિલ ઢુંઢતા હૈ ફિર વહી ફુર્સત કે રાત દિન…’
પ્રભુ મૈંને તો યૂં હી ગુનગુનાયા થા… આપને તો દિલ પે લે લિયા…
—વૉટ્સએપ પર વાંચેલું
This is an eye opener article.
Yagna ma aahuti aapvi padse.
Saurabh bhai Tamara darek article akdam spast ne heart ne shanti apnara hoy che
Shreenathji bava apne avu kayam lakhavane mate apurba ape tevi prarthana
ખૂબ સુંદર વાત કરી સૌરભભાઈ… અમે વિદેશી માલ ની આહુતિ આપીશું આ યજ્ઞ માં અને સ્વદેશી માલ અપનાવીશું
સૌરભભાઈ,
સુંદર લેખ
આ યજ્ઞ માટે તો ભારતીય બનાવટ ની ચીજો હવેથી ખરીદી કરવા નો સંકલ્પ કરીએ એજ જરૂરી છે
Aajna rakashsho nu adbhut vishleshan. Tathakathik baudhiko hakikat ma aa yugna jehadi chhe.
શ્રી સૌરભભાઈ,
અક્ષય તૃતિયાની આપને તથા આપના પરિવારને શુભકામના. આપે આપણા દેશને વિશ્વગુરુ બનાવવા માટે જે યજ્ઞ કરવાની વાત કરી એની શરુઆત અમોએ કરી દીધી છે,જેની સંક્ષિપ્તમા માહિતી આપવા માગુ છુ. અમે પર્યાવરણ શુદ્ધીકરણ ઉપર કામ ચાલુ કરેલ છે. જેનાથી ખેડૂતોનો વિકાસ થાય.અમે ભારતભરના 5500 તાલુકાના દરેક ખેડૂતો પાસેથી ખેતીનો વેસ્ટ ખરીદી ને તેમાથી બાયો સી એનજી નુ મોટા પ્રમાણમાં ઉત્પાદન કરવા જઈ રહ્યા છીએ.જેનાથી વર્ષનું 7લાખ કરોડ ડોલર નુ વિદેશી કૃડઓઈલ આપણે ખરીદવુ નહીં પડે જેથી આપણે દેશના પૈસા બચાવીને દેશના ખેડૂતો, મજૂરો, સુરક્ષાબલ ને મજબૂત અને શકિતશાળી બનાવી શકીશું. અમે 2030 સુધી આપણી જરુરીયાત મુજબ બાયો સી એનજી નુ ઉત્પાદન કરીને ભારત ને સ્વનિર્ભર બનાવવા ના લક્ષ સાથે અમે કામ ચાલુ કરેલ છે,આ સાથે ખેડૂતો ને કૅન્સર ફાર્મિગ બંધ કરાવી જૈવિક ખેતી કરવામાં આવે એના માટે જૈવિક ખાતર અને જૈવિક બિયારણ ફ્રીમા ઉપલબ્ધ કરાવી ભારત ને કૅન્સરમુક્ત કરવાની અમારી પ્રતિબદ્ધતા છે.વધુ માહિતી માટે મારો સંપર્ક કરો.(9320866617 કિશોર પંડયા.) અને ભારતને વિશ્વગુરુ બનાવવા માટે અમારા સહયોગી બનો.
Khubaj sunder karyye Kishor hai, prabhu tamne avi j saktti ape Bharat desh ne Vishvve Guru taraf ki java mate??
ઉમદા સોચ અને ઉમદા કાર્ય…
Dear Kishor Pandya – My good wishes and whole hearted support to you in this mission.
Beautiful article,as always
વાહ ખુબ સરસ લેખ સાચી દિશામાં વિચારતાં કરી દે તેવો આર્ટિકલ. સૌરભભાઇ અત્યાર ના સંજોગોમાં તમે તમારી જાતને અને તમારા કુટુંબ ને બચાવવા માટે મારી દ્રષ્ટિએ માત્ર ઘરમાં રહીને કદાચ મોટો સહયોગ આપ્યો ગણાશે. બાકી સમાજ માટે નું જે કાંઇ થાય તે કરી શકાય. બીજું ખોટા નેગેટીવ વિચારો, સમાચાર મીડીયા દ્વારા ન ફેલાવો તે પણ મોટી સેવા છે. આપના લેખ માં તો આ બાબત ઘણું બધું કહી દીધું છે. સરકારે આપણાં માટે ઘણું કર્યુ છે અને કરી રહી છે. તેને પૂરતો સહયોગ આપવો અને તે પણ આપણા માટે જ. જો એટલાં પણ સ્વાર્થી ના બની શકીએ તો કોઈ જ કોઈ માટે કઇં જ ના કરી શકે.???
Thoda rakshaso na naam to lakho. Jan jagruti maa te.
અદભુત
આ યજ્ઞ માં આપણે તન મન અને ધનથી સહયોગ આપી માતૃભૂમિ પ્રત્યે ૠણ અદા કરવું રહ્યુ .
ખૂબ સરસ લેખ. મારા ને મારા પરિવાર નું યોગદાન સ્વદેશી માલ નો વધારે મા વધારે ઉપયોગ કરવો.
અગર આપણામાં પોઝીટીવ થીંક હોય તો વિધ્ન આવેજ નહિ અગર આવે તો તે આપણા કર્મ એમ સમજી અને શુભ કાર્ય માં આગળ વધો. આપણે કોઈનું ખરાબ કર્યું જ નથી એ માન્યતા મારા હિસાબે ખોટી છે. જીવનમાં અજાણતા પણ ઘણી ભૂલો થતી હોય છે. જેની સજા કર્મ રૂપે ભોગવવી જ પડે છે. સૌરભભાઈ ક્ષમા કરજો આ મારું અંગત માનવું છે. જય જિનેન્દ્ર
If we can convince few Modi haters in our street, or our society or at least our neighbors Or family members and make them realize that supporting present govt. Is only solution to this, that also will be SEVA to the Nation.
ભારત ના આ યજ્ઞ માટે આપની આજુબાજુ જે લોકો પૂરતી કાળજી ના લેતા હોય તેવું લાગે તેમને ખૂબ સારી રીતે સમજવાનું ..તેમજ જેને પણ જોયીયે તે બસ નેગેટિવ વાતો કરે છે તેમને posative રહેવા નું કહેવાથી ચારે બાજુ posative વિબરેશન ઊભા કરવા …તેમજ હું તો બધા ને ઓમકાર કરવા પણ સમજવું છું …ઓમકાર e visualisation sathe k virus khatm thayi gayo che ….ane bas sacha hrday thi ishwar ne prarthna aatlu gharma besi ne thayi j sake
વાહ.. સૌરભ ભાઈ….sunday બુસ્ટર ડોઝ….બહોત અચ્છે.ખરેખર વિચાર માંગી લે એવો લેખ..આત્મમંથન તો કરવું જ રહ્યું…વંદન ?.
હવન માં હાડકાં
રાહુલ.. મનમોહન..
.. central government ના કર્મચારી ના ડીએ ન આપવા ના નિર્ણય સામે..
ભૂલી જાથ છે કે તેની દાદી એ ડીએ અટકાવી નાના ટૂકડા મા આપ્યુ..
કઇ આર્થીક તંગી હતી?????
Immediately what best I can do is share newspremi details to all my contacts and ask them to join whatsapp group of Saurabhbhai
So that they are sensitise about desh prem. I was earlier so much impressed by liberandu but since last more than decade reading saurabhbhai’s article have found the truth
It’s like jyot se jyot jagate chalo….