બહુમતી લઘુમતી ના થઈ જાય એ માટે દૃઢ હિન્દુવાદીઓની જરૂર છે- લેખ 5 : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ: રવિવાર, ૨૬ એપ્રિલ ૨૦૨૦)

ઈશાન રાજ્યો ઉપરાંત ભારતનાં બીજાં કેટલાંક રાજ્યોમાં પણ ભારતીય ધર્મોના અનુયાયીઓની વસ્તીમાં ભયજનક ઝડપે ઘટાડો થઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં ૧૯૦૧ની સાલમાં સાડા ૮૫ ટકા ભારતીય ધર્મોના અનુયાયીઓ હતા. ૧૯૯૧માં સાડા ૮૨ ટકા થઈ ગયા. આની સામે મુસ્લિમોની વસ્તી ઉત્તર પ્રદેશમાં જોખમી રીતે વધી રહી છે. ૧૯૦૧માં ૧૪ ટકા જેટલા મુસ્લિમો ઉત્તર પ્રદેશમાં હતા જે ૧૯૯૧માં વધીને ૧૭ ટકા જેટલા થઈ ગયા. ૨૦૧૧ની વસ્તી ગણતરીમાં અલમોસ્ટ ૨૦ ટકા પર આ આંકડો પહોંચી ગયો છે. પીએમ મોદીએ આ રાજ્યના નવા મુખ્ય પ્રધાન તરીકેની જવાબદારી ‘હાર્ડ કોર હિન્દુવાદી’ (હકીકતમાં તો એમ કહેવું જોઈએ કે મૂલ્યનિષ્ઠ હિન્દુવાદી, દૃઢ હિન્દુવાદી) યોગી આદિત્યનાથને સોંપીને ખૂબ ડહાપણનું કાર્ય કર્યું છે. મુલ્લા મુલાયમ સિંહ અને એમના પુત્રની સમાજવાદી (એક્ચ્યુલી તો નમાજવાદી) પાર્ટીને અને કૉન્ગ્રેસને જો વધુ કારનામાં કરતાં અટકાવવી હોય તો સેક્યુલર મિડિયાની જરા પણ પરવા કર્યા વિના મોદીએ આવાં બોલ્ડ ડિસિઝન્સ જ લેવાનાં હોય.

રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર સહિત લગભગ દરેક રાજ્યમાં મુસ્લિમોની વસ્તીની ટકાવારી કૂદકે ને ભૂસકે વધી રહી છે. કેરળ જેવા રાજ્યમાં તો ટૂંક સમયમાં જ ભારતીય ધર્મોના અનુયાયીઓ લઘુમતીમાં મુકાઈ જવાના છે. કેરળમાં ૧૯૦૧માં ૧૩ ટકા ખ્રિસ્તીઓ અને ૧૭ ટકા મુસ્લિમોની સામે ૬૯ ટકા ભારતીય ધર્મોના અનુયાયીઓ હતા, જે ૧૯૯૧માં ઘટીને માત્ર ૫૭ ટકા થઈ ગયા અને મુસ્લિમો વધીને ૨૩ ટકા તથા ખ્રિસ્તીઓ વધીને ૧૯ ટકા થઈ ગયા.

ભારતમાં રહેતી લઘુમતીઓની જેમને ચિંતા હોય તેઓએ બાંગલાદેશમાં તથા પાકિસ્તાનમાં રહેતી લઘુમતી કોમની પણ ચિંતા કરવી જોઈએ. ભારતની લઘુમતી ગણાતી બેઉ કોમ – મુસ્લિમો તેમ જ ખ્રિસ્તીઓ – પૂરઝડપે ફૂલીફાલી રહી છે, તેમની એકંદર વસ્તી તેમ જ એમનો વસ્તી વધારાનો દર તેમ જ એની ટકાવારી બધું જ વધી રહ્યું છે અને તે પણ ભારતની મૂળ મુખ્ય પ્રજાના ભોગે આ વિકાસ થઈ ગયો છે. આની સામે બંગલાદેશમાં ભારતીય ધર્મોના અનુયાયીઓની શું હાલત છે? ૧૯૦૧માં બાંગલાદેશમાં અર્થાત્ આજના રાજકીય બાંગલાદેશના તે સમયના ભૌગોલિક પ્રદેશોમાં ૩૪ ટકા જેટલી વસ્તી ભારતીય ધર્મોના અનુયાયીઓની હતી, અને ૬૬ ટકા મુસલમાનો હતા. ૧૯૯૧ના બાંગલાદેશમાં ભારતીય ધર્મોના અનુયાયીઓની વસ્તી ઘટીને ૧૧ ટકા થઈ જાય છે અને ભારતની લઘુમતીઓ જેમ જલસાથી રહી શકે છે (અને સરકારના માથે બેસીને તબલાં પણ વગાડી શકે છે) એવું બાંગલાદેશની લઘુમતીનું નથી. ત્યાંના હિંદુઓ પર છાશવારે હુમલા થાય છે, બળાત્કારો થાય છે, એમને લૂંટવામાં આવે છે, એમનાં ધર્મ-આસ્થાનાં સ્થાનોનો વારંવાર ધ્વંસ કરવામાં આવે છે.

પાકિસ્તાનમાં સ્થિતિ આથીય વધારે ખરાબ છે. ૧૯૦૧ની સાલમાં ૧૬ ટકા ભારતીય ધર્મોના અનુયાયીઓ ધરાવતા પાકિસ્તાનમાં આજની તારીખે પોણા બે ટકા કરતાંય ઓછી વસ્તી એમની (એટલે કે આપણા લોકોની, હિન્દુઓની) થઈ ગઈ છે અને મુસ્લિમો ૮૪ ટકામાંથી વધીને ૯૭ ટકા સુધી પહોંચી ગયા છે.

આમ છતાં આજે ભારતના કેટલાક તથાકથિત બૌદ્ધિકો ચીસો પાડી પાડીને કહી રહ્યા છે કે ભારતમાં લઘુમતીઓને અન્યાય થાય છે. આ શાણા પુરુષો ખરેખર ન્યાયના કે નિષ્પક્ષતાના કે તટસ્થતાના પ્રેમીઓ હોય તો એમણે પાકિસ્તાન તથા બાંગ્લાદેશમાં જઈને ત્યાંની લઘુમતીઓના હક્કો માટે લડવું જોઈએ, ત્યાંની સરકારો પાસે જઈને આ લઘુમતીઓના જાતિનિકંદન કે જેનોસાઇડ કે પોગ્રોમનો હિસાબ માગવો જોઈએ.

ચેન્નઈની સેન્ટર ફોર પૉલિસી સ્ટડીઝે જે દળદાર સંશોધનગ્રંથ બહાર પાડીને આપણા સુધી આ બધા આંકડા પહોંચાડ્યા છે એમ કોન્રાડ એલ્સ્ટે પણ ‘ધ ડેમોગ્રાફિક સીજ’ નામની પચાસેક પાનાંની પુસ્તિકા લખીને આ સમસ્યા તરફ આપણું ધ્યાન દોર્યું છે. વૉઈસ ઑફ ઈન્ડિયા, દિલ્હીએ પ્રગટ કરેલી અને ઈન્ટરનેટ પર આસાનીથી સર્ચ કરીને ખરીદી શકાતી આ નાનકડી પણ સ્ફોટક સામગ્રી ધરાવતી પુસ્તિકામાંની વિગતોમાંથી ચયન-પૃથક્કરણ કરવા આવતી કાલે આ વસતિપુરાણ આગળ લંબાવીએ.
(આ લેખ માર્ચ ૨૦૧૭માં લખાયેલી સિરીઝમાંથી અપડેટ કરીને લીધો છે.)

આજનો વિચાર
( લૉકડાઉનની ફળશ્રુતિ શું હશે? દીર્ઘ દ્રષ્ટિ ધરાવતા કવિએ પાંચ દસકા પહેલાં આ મશહૂર પંક્તિ લખી હતી.)

કોઈ ઈચ્છાનું મને વળગણ ન હો / એ જ ઈચ્છા છે, હવે એ પણ ન હો.

– ચિનુ મોદી ‘ઈર્શાદ’ (જન્મ: ૩૦ સપ્ટેમ્બર ૧૯૩૯, અવસાન: ૧૯ માર્ચ, ૨૦૧૭.

7 COMMENTS

  1. Jago Hindu,

    It is common knowledge that Jamat and other associations are having an Agenda and they are funded all over world. Missionaries have been doing conversions for years.

    The stone pelting has come from Kashmir to our door steps, be it on community or on health workers.

    Or else be ready to be ruled by others.

  2. In developed countries sub-replacement fertility is any rate below approximately 2.1 children born per woman, but the threshold can be as high as 3.4 in some developing countries because of higher mortality rates.[1]

    Copied from Wikipedia page, I come across very few (rarely) across any Ram Krishna worshipper who has 3 kids, but know lots of Abrahamic people with 3 or more kids with high education, and very well education.

  3. ધર્મના નામે આખા વિશ્વને આતંકિત કરનારા લોકો પ્રત્યે ક્યાં સુધી છાવર્યા કરશું? મતબેન્ક નું રાજકારણ છોડી હવે જાગ્રત થવા માં જ ભારતનું ભવિષ્ય છે.

  4. ભારતને હિંદુ રાષ્ટ્ર કાયદેસર જાહેર કરવું જોઈએ.

    • Please watch YouTube – TAG TV channel – Tahir Gora Sanjay dixit discussion on what is wrong in India becoming Hindu rashtra ,?

      ખૂબ સરસ ચર્ચા કરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here