‘તુમ હાર ગએ, ઉદ્ધવ’ : સૌરભ શાહ

(મહારાષ્ટ્રના ગુંડારાજમાં અર્નબ ગોસ્વામીની ધરપકડઃ ભાગ ત્રીજો)

(ન્યુઝપ્રેમીઃ શુક્રવાર, 13 નવેમ્બર, 2020)

આર. કે. લક્ષ્મણનું એક બહુ જૂનું, કદાચ અર્નબ ગોસ્વામી સ્કૂલમાં હશે એ જમાનાનું એક પૉકેટ કાર્ટૂન આજના અર્નબ ગોસ્વામી માટે જ દોરાયું હોય એટલું સચોટ છે. એક હરામી જેવો દેખાતો અને બદમાશીભરી બૉડી લેન્ગવેજ ધરાવતો પોલીસ ઑફિસર એક જણના શર્ટનો કાંઠલો પકડીને કહી રહ્યો છે:

‘તારા પર આરોપ એ નથી કે તું અફવા ફેલાવે છે. તારો ગુનો એ છે કે તું સાચી વાત ફેલાવે છે.’

મારા બેંતાળીસ વર્ષના પત્રકારત્વમાં આટલી ચિંતા અને આટલો ઊમળકો મેં ભારતના જ નહીં, વિશ્વના કોઈ પત્રકાર માટે જોયો નથી. બાળ ઠાકરે લોકપ્રિય પત્રકાર હતા પણ એમનું પ્રચંડ ફૉલોઇંગ 1966 પછી, શિવસેનાની સ્થાપના કરીને રાજકારણમાં પ્રવેશ કર્યો એ પછી, વધ્યું. આવું જ વિન્સ્ટન ચર્ચિલ, બેનિતો મુસોલિનીથી માંડીને લોકમાન્ય ટિળક અને ઘર આંગણે માધવસિંહ સોલંકી સુધીના અનેક પત્રકારો માટે કહી શકાય જેઓ રાજકારણમાં જોડાઈને પ્રજાની અપ્રતિમ ચાહના મેળવીને વિરાટ નેતાઓ પુરવાર થયા. અર્નબ ગોસ્વામી વિશુદ્ધ પત્રકાર છે, રાજકીય નેતા નથી. રાજકારણમાં પગ મૂક્યા વિના ભલભલા રાજકીય આગેવાનો જે કામ કરવા માગતા હોય એવાં કામો પોતાના પત્રકારત્વ દ્વારા કરી રહ્યા છે. અર્નબ જેલમાં 8 દિવસ હતા ત્યારે દેશના ખૂણેખૂણે એમના ચાહકોએ સ્વયંભુ ભેગા થઇને દેખાવો કર્યા. 11 નવેમ્બરે, પરમ દિવસે, સુપ્રીમ કોર્ટે એમને જામીન પર છોડી મૂકવાનો હુકમ કર્યો એ પછી મુંબઈ નજીકની તળોજાની જેલમાંથી અર્નબ છૂટયા ત્યારે કોઈ લોકપ્રિય રાજનેતાને જોવા જેટલી ભીડ એકઠી થાય એવી જ મેદની જેલની બહાર ભેગી થઈ હતી. અર્નબની ધરપકડ કરવા ઉદ્ધવસરકારે મુંબઈ પોલીસના 40 અફસરો-સિપાઇઓને અર્નબના ઘરે મોકલ્યા. અર્નબની રિહાઈ પછી જેલની બહાર એકઠી થયેલી માનવમેદનીને મેનેજ કરવા 400 પોલીસકર્મીઓ ફરજ પર હતા. આ છે તાકાત કલમની. આ છે તાકાત સત્યની. આ છે તાકાત સરકારની જોહુકમીને પડકારતા પત્રકારત્વ કરનારાને મળી રહેલા પ્રચંડ જનસમર્થનની.

‘તુમ હાર ગયે હો, ઉદ્ધવ’ અર્નબ ગોસ્વામીએ તળોજાની સેન્ટ્રલ જેલમાંથી છૂટીને સીધા લોઅર પરેલના પોતાના ટીવી સ્ટુડિયોમાં આવીને ગર્જના કરી. પણ આનો મતલબ કોઈ એવો ન કાઢે કે ઉદ્ધવની હાર એ અર્નબની જીત હતી. અર્નબને ખબર છે કે જીત ભારતની જનતાની થઈ છે, અને જીત સત્યની છે. આઠ દિવસ સુધી જયુડિશ્યલ કસ્ટડીનો ત્રાસ સહન કર્યા પછી સ્પષ્ટ દેખાતું હતું કે અર્નબના શારીરિક વજનમાં ઘટાડો થયો હતો, વારંવાર જીન્સ ઉપર લેવું પડતું હતું (જેલમાં તમે પાટલૂન પર પટ્ટો પહેરી શકતા નથી. ઘણા કાચા કેદીઓ ઢીલા પડવાના શરૂ થઈ ગયેલા પેન્ટને પકડી રાખવા નાડું કે રસ્સી-દોરી જે મળે તેનાથી કામ ચલાવતા હોય છે. અર્નબે વધારે રહેવું પડયું હોત તો એમને પણ સાથી કેદીઓએ શીખવાડી દીધું હોત). અર્નબનો અવાજ પણ બેસી ગયો હતો. પણ અર્નબની માનસિક તાકાત અગાઉના કરતાં અનેકગણી વધી ગઈ હતી. રિપબ્લિક ટીવીના સ્ટુડિયાઓમાં એમણે ગર્જના કરતાં કહ્યું : ‘ઉદ્ધવ ઠાકરે સાંભળી લે કે ખરાખરીનો ખેલ તો હવે શરૂ થાય છે.’

જસ્ટિસ ધનંજય યશવંત ચંદ્રચુડે કહ્યું કે અર્નબની જામીન અરજી નકારીને હાઈ કોર્ટે ભૂલ કરી છે.

અર્નબ હવે બમણા જુસ્સાથી સત્તાધારીઓનાં કાળા કામોને ખુલ્લાં પાડશે. અર્નબની ધરપકડને કારણે સત્યવક્તા, સ્પષ્ટવક્તા અને નિર્ભીક-રાષ્ટ્રનિષ્ઠ પત્રકારો વિચારતા થઈ ગયા હતા કે તદ્દન છેલ્લી પાયરીએ બેસી ગયેલી ઉદ્ધવસરકાર અર્નબની જેમ ક્યાંક મને ચૂપ કરવા માટે જોહુકમી તો નહીં કરે. અર્નબે સત્તાની આગળ શાણપણ નકામુંવાળી વાહિયાત વાણિયાશાઈ કહેવતને લાત મારીને જેલમાંથી પણ શીંગડાં ભેરવવાનું ચાલુ રાખ્યું. જેલમાંનો પ્રત્યેક દિવસ અર્નબના ચાહકો માટે આકરો હતો—વિચાર કરો કે અર્નબ માટે કેટલા આકરા હશે એ દિવસો, અર્નબના કુટુંબ માટે અને અર્નબના પરિવારસમા ‘રિપબ્લિક’ ટીવીના પત્રકારો તથા અન્ય સ્ટાફ માટે કેટલા આકરા હશે. સુપ્રીમ કોર્ટ તરફથી અર્નબ ગોસ્વામીને ન્યાય મળ્યા પછી બીજા પત્રકારોને પણ હાશકારો થયો કે આ દુનિયામાં માત્ર રાક્ષસો અને દાનવો જ નથી. રાષ્ટ્રને વધુ મજબૂત બનાવવાના હવનમાં હાડકાં હોમવા આવનારાઓનો હેતુ બર ના આવે એ માટેની વ્યવસ્થા દરેક યુગમાં થતી જ રહે છે.

અર્નબે ઝૂકવાને બદલે ન્યાય માટે પૂરી તાકાત સાથે લડવાનું નક્કી કર્યું. સુપ્રીય કોર્ટે અર્નબને ન્યાય આપ્યો. જસ્ટિસ ધનંજય યશવંત ચંદ્રચુડે કહ્યું કે અર્નબની જામીન અરજી નકારીને હાઈ કોર્ટે ભૂલ કરી છે. જસ્ટિસ ચંદ્રચુડે અર્નબની હેરાનગતિ કરનારાઓને ભરી અદાલતમાં ચાબખા માર્યા. એમણે કહ્યું કે તમને એમની (અર્નબની) ચેનલ જોવાનું પસંદ ન હોય તો નહીં જોતા. જસ્ટિસના શબ્દોમાં: ‘મારું ચાલે તો હું એ ચેનલ ન જોઉં. તમે એના વિચારો સાથે સહમત ન થાઓ એ શકય છે. પણ બંધારણીય સત્તા ધરાવતી અદાલતોએ એમના સ્વાતંત્ર્યની રક્ષા કરવાની ફરજ છે, અન્યથા આપણે વિનાશના માર્ગે જઇશું… (મહારાષ્ટ્ર) સરકારે (રિપબ્લિક ટીવી નાં મહેણાં ટોણાંને) અવગણવા જોઇએ…. રાજય સરકારો જો વ્યક્તિગત રીતે બદલો લેવાનું શરૂ કરશે તો સમજી લેજો કે નાગરિકોની આઝાદીનું રક્ષણ કરવા સુપ્રીમ કોર્ટ છે.’

બેઉ પક્ષના વકીલોની દલીલો વચ્ચે ન્યાયમૂર્તિએ આ શબ્દો કહ્યા. વિગતવાર મુદ્દાઓ ધરાવતો લેખિત ચૂકાદો હવે આવશે. પરમ દિવસે સુપ્રીમ કોર્ટે લેખિત ઓર્ડરમાં જે કહ્યું તેમાં બે વાત હતી: એક, અર્નબની જામીન માટેની અરજી મંજૂર રાખવામાં આવે છે અને બે: રાયગઢ જિલ્લાના પોલીસ સુપરિન્ટેન્ડન્ટ તથા જેલ સત્તાવાળાઓને તાકીદ કરવામાં આવે છે કે આ હુકમનો અમલ કરવામાં કોઈ વિલંબ કરવો નહીં.

એટલે જ સંધ્યાકાળ પછી જેલમાંથી કોઈ કેદીને છોડવામાં ન આવે એવી પરાપૂર્વથી ચાલી આવેલી પરંપરાને બાજુએ મૂકીને ફોર્માલિટીઝ તાબડતોબ પૂરી કરીને રાત્રે આઠ વાગ્યા પછી અર્નબને તળોજા જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા. સામાન્ય રીતે જામીન માટેનો કોર્ટનો હુકમ (જેલની પરિભાષામાં ‘પરબિડિયું’) જેલના સત્તાવાળાઓના હાથમાં સાંજના છ વાગ્યા પહેલાં આવી જાય તે જરૂરી હોય છે. જો કોઇક કારણસર વિલંબ થાય તો જામીન મળી ગયા હોવા છતાં એક રાત વધારે જેલમાં વિતાવવી પડે અને સવારે દસ વાગ્યે છુટકારો થાય. અર્નબના કેસમાં આવું ન થાય એ માટેની તત્પરતા સુપ્રીય કોર્ટે દાખવી. સામેવાળાના વકીલો (કપિલ સિબ્બલ વગેરે) સમજી ગયા હતા કે કોર્ટનો મિજાજ શું છે એટલે તેઓ યેનકેનપ્રકારેણ દલીલો લંબાવીને ચુકાદો મોડો આવે એવી પેરવી કરતા રહ્યા. ન્યાયપૂર્તિએ એમને ટોકયાઃ તમારી દલીલોમાં પુનરાવર્તન છે. તમે બંધ કરો, આપણે આગળ વધીએ.

ભારતમાં દરેક સિસ્ટમ રોબસ્ટ છે – સરકારી વ્યવસ્થાતંત્ર અને વહીવટી માળખું પણ સોલિડ છે. ન્યાયતંત્ર અને સંસદ અને મિડિયા અને બ્યુરોક્રસી—આ બધાં જ મજબૂત પાયા પર ઊભા છે. કયારેય એવું વિચારતા નહીં કે બોલતા નહીં કે આ સરકાર આખી નકામી છે કે પછી, ન્યાયતંત્ર વેચાઈ ગયેલું છે, કે પછી પોલિટિશ્યનો તથા ભ્રષ્ટ છે કે પછી મિડિયા…આ દરેકમાં જે ખરાબ કામો થાય છે તે ઇન્ડિવિજ્યુઅલ્સ દ્વારા થાય છે. બ્યુરોક્રસીમાં તમને અનુભવ થયો હોઈ શકે છે ભષ્ટાચારનો પણ તમામ સરકારી કર્મચારીઓ કેવી રીતે ભષ્ટ હોઈ શકે? જો બધા ભ્રષ્ટ હોય તો તમારા ઘરના નળમાં પાણી કોણ મોકલે છે, તમારી ગાડી જે રસ્તા પર ચાલે છે તે રસ્તા કોણ બાંધે છે, તમારા કિચનમાં અને બાથરૂમમાં ઉત્પન્ન થતો કચરો દૂર સુધી ઠાલવવાની વ્યવસ્થા કોણ કરે છે? તમારા માટે ટ્રેનો કોણ ચલાવે છે? તમામ ઘરમાં ગેસથી માંડીને ધનધાન્ય – શાકભાજી – દૂધનો પુરવઠો નિયમિત અને વાજબી ભાવે અને નિરંતર પહોંચ્યા કરે એ માટેનું સમગ્ર માળખું કોણ ઉભું કરે છે?

ન્યાયતંત્રનું પણ એવું જ છે. મેજિસ્ટ્રેટની અદાલતથી માંડીને સેશન્સ, હાઈ કોર્ટ કે ઇવન સુપ્રીમ કોર્ટમાં પણ ન્યાય યોગ્ય રીતે ન તોળાતો હોય એવું લાગતું હોય ત્યારે ઇન્ડિવિજયુઅલ મેજિસ્ટ્રેટ કે જજ જવાબદાર હોઈ શકે, સમગ્ર ન્યાયતંત્ર નહીં. ભારતમાં દર વર્ષ હજારો નહિ બલ્કે લાખો લોકોને ન્યાયતંત્ર દ્વારા જ ન્યાય મળે છે. કોઈ શિક્ષક નાકામિયાબ હોઈ શકે, આખું શિક્ષણતંત્ર નહીં. આ જ શિક્ષણતંત્રમાં ભણીગણીને આપણે સૌ બહાર આવીને નોકરી ધંધો કરતા થયા, કમાઇને સેટલ થયા. મિડિયામાં પણ રાજદીપ-રવીશ જેવા અનેક લોકો છે. અંગ્રેજીમાં કે ટીવી પર જ નહીં, દરેક ભારતીય ભાષામાં અને પ્રિન્ટ મિડિયામાં પણ છે. એની સામે જેઓ પોતાના દેશની પ્રજાને ઉજળો હિસાબ આપતા રહે છે એવા અનેક અર્નબ ગોસ્વામીઓ છે જેમને કારણે ચોથી જાગીર જીવતી જાગતી રહે છે. રાજકારણીઓમાં મોદી-અમિત શાહથી માંડીને કાર્યકર્તા સ્તરે લાખો એવા લોકો છે જેમને કારણે દેશનું ભવિષ્ય ઉજ્જવળ છે. બધા જ કંઈ લાલુ – ચિદમ્બરમ – પવાર – ઉદ્ધવ જેવા નથી હોતા.

ખેર, ફંટાઈ ગયા, પાછા મૂળ મુદ્દા પર આવી જઈએ.

અર્નબ ગોસ્વામીનું મહારાષ્ટ્ર સરકારના ગુંડારાજ દ્વારા જે રીતનું લિન્ચિંગ થઈ રહ્યું છે તેના કરતાં વધુ ઘૃણાસ્પદ છે ન્યાયતંત્ર સાથે સંકળાયેલી કેટલીક આદરણીય ગણાતી વ્યક્તિઓની નીતિરીતિ. બૉમ્બે હાઈકોર્ટની બે જજોની બૅન્ચ પહેલા જ દિવસે કહી શકતી હતી કે અર્નબ ગોસ્વામીની જામીન અરજી અમે સુનાવણી માટે હાથ ધરવાના નથી, તમે પહેલાં સેશન્સમાં અરજી મૂકો અને પછી જુઓ કે શું થાય છે અને ત્યાં જો જામીન ન મળે તો એક પગથિયું ઉપર ચડીને હાઈ કોર્ટમાં આવો. એને બદલે દિવસો સુધી સુનાવણીઓ કરીને છેક છેલ્લી ઘડીએ, જામીન નકારતાં પહેલાં, હાઈ કોર્ટે કહ્યું કે તમે સેશન્સમાં કેમ ન ગયા- આ રીતેબધા જ લોકો પગથિયાં કૂદાવીને અમારી પાસે આવશે તો ન્યાયતંત્રની વ્યવસ્થા કેવી રીતે જળવાશે.

સવાલ ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર અને સોનિયા-રાહુલની ટોળકીને કરવાનો છે. આ શું માંડ્યું છે તમે?

શાણપણના ભંડાર એવા જજસાહેબોની વાત સો ટકા સત્ય છે. પણ આ શાણપણનું પ્રાગટ્ય જામીનઅરજી એમની સમક્ષ મૂકવામાં આવી તે દિવસે જ થઈ જવું જોઈતું હતું જેથી આરોપીએ નાહકના જેલવાસની યાતનાઓ સહન ન કરવી પડે.

આદરણીય જજસાહેબો કાયદાની બાબતમાં મારા તમારા કરતાં અનેકગણા વિદ્વાન અને જ્ઞાની હોય એ સ્વાભાવિક છે. એટલે એમને એ પણ ખબર હોવી જોઈએ કે ભારતની હાઈ કોર્ટોએ જ નહીં સુપ્રીમ કોર્ટે પણ અપવાદો કરીને આરોપીઓને ન્યાય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે તિસ્તા સેતલવાડ જેવી ગંભીર આર્થિક ગુનાઓની આરોપીને રમતાં રમતાં જામીન આપ્યા છે. આતંકવાદીઓ માટે સુપ્રીમ કોર્ટે મધરાતે બે વાગ્યે પોતાના દરવાજાઓ ખોલીને ઉજાગરા વેઠ્યા છે. શું અર્નબ ગોસ્વામી જેવા રાષ્ટ્રભક્તના ‘ગુનાઓ’ યાકુબ મેમણ જેવા આતંકવાદીઓ કરતાં વધારે ગંભીર છે? શું અર્નબ ગોસ્વામી પર તિસ્તા સેતલવાડની જેમ એન.જી.ઓ.ના નામે કરોડોના ફંડફાળાઓ ઉઘરાવીને પોતાની લક્ઝરીઓ પાછળ ઉડાઉ ખર્ચાઓ કરવાના આક્ષેપો છે?

સેશન્સથી પણ નીચેની અદાલતે જ્યારે કહ્યું કે અર્નબ ગોસ્વામીનો કેસ રિઓપન કરવા માટે કોર્ટની પરવાનગી લેવામાં આવી નથી ત્યારે જ મેજિસ્ટ્રેટે અર્નબને છોડી મૂકીને મુંબઈના પોલીસ કમિશ્નર પરમબીર સિંહનો ઉધડો લેવો જોઈતો હોય કે કાયદાની યોગ્ય પ્રોસિજરને અનુસર્યા વિના તમે આવા કેવાં કામ કરો છો- કોના ઇશારે આવી ગેરકાનૂની પ્રવૃત્તિઓ કરી રહ્યા છો, શું આવું કરવું તમારી વર્દીને શોભા આપે છે? પણ મેજિસ્ટ્રેટની કોર્ટે અર્નબને જામીન આપીને છોડી મૂકવાને બદલે બંદીવાન બનાવવાનું પગલું લીધું.

એક સ્વતંત્ર મિજાજના, સ્પષ્ટવક્તા, પ્રામાણિક, બાહોશ અને વિદ્વાન પત્રકારને જે રીતે પીંખી નાખવામાં આવ્યા તે જોઈને તમે ગુસ્સે થાઓ એ સ્વાભાવિક છે. અર્નબ ગોસ્વામી સાથે જે રીતનો વર્તાવ થયો એવો વર્તાવ ભાજપની કોઈ રાજ્ય સરકારે રાજદીપ, બરખા, રવિશ, શેખર જેવા લેફ્ટિસ્ટ કે પછી બીજા કોઈ પણ દલાલી કરતા પત્રકારો સાથે કર્યો હોત તો આજે દેશમાં ચારેકોર બૂમરાણ મચી ગઈ હોત- મોદી પ્રેસનું ગળું ઘોંટી દેવા માગે છે. પણ આ લ્યુટન્સ મીડિયાની ઈકો સિસ્ટમમાં મસમોટું ગાબડું પાડનાર અર્નબ ગોસ્વામીની ધરપકડથી, અર્નબની જેલવાસની યાતનાથી, અર્નબ સામે ન્યાયતંત્ર દ્વારા થઈ રહેલા દુર્વ્યવહારથી ‘તટસ્થ’ અને ‘નિષ્પક્ષ’ તથા ‘લિબરલ’ ગણાતા આ લિફ્ટિસ્ટ પત્રકારો ખુશ છે, લાઈવ ટીવી પર મીઠાઈની થાળી સાથે નાગીન ડાન્સ કરવાનું જ બાકી રાખ્યું છે — રાજદીપ સરદેસાઈ જેવા, મારા આ જાતભાઈઓએ. તેઓ મારા જાતભાઈઓ નહીં પણ કમજાત ભાઈઓ છે.

અત્યારે વખત માત્ર ગુસ્સે થવાનો નથી. વાંઝિયો રોષ કોઈ પરિણામ ન લાવી શકે. અત્યારની, પળેપળ વકરી રહેલી, દશામાં આપણી મનોદશાને યોગ્ય દિશા આપવાનો વખત છે. રોષમાં ને રોષમાં કેટલાક લોકો મનમાં આવ્યું તે બકી નાખે છે. પાપ ઉદ્ધવ ઠાકરેએ કર્યું છે અને દોષી વડા પ્રધાનને ઠેરવે છે—પૂછે છે કે મોદી એ શું કર્યું. કેટલાક લોકો માગણી કરે છે કે ઉદ્ધવ ઠાકરેની સરકાર દ્વારા જે રીતે પોલીસતંત્રનો, ન્યાયતંત્રનો, વ્યવસ્થાતંત્રનો ઉઘાડે છોગ દુરૂપયોગ થઈ રહ્યો છે તેવું જ ભાજપે કરવું જોઈએ. આના જવાબમાં કોઈએ વૉટ્સએપ કર્યું કે આ તો એવી વાત થઈ કે રાવણે સીતાજીનું અપહરણ કર્યું તો રામજીનો કહો કે તમે પણ મંદોદરીને ઉઠાવી લાવો.

અત્યારે સવાલ તમારે મોદી-અમિત શાહ કે ભાજપને નથી કરવાનો. સવાલ ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર અને સોનિયા-રાહુલની ટોળકીને કરવાનો છે. આ શું માંડ્યું છે તમે? અર્નબને બેલ મળી ગયા પછી પણ, જેણે આ પાપ કર્યું છે તેની સામે-મહારાષ્ટ્ર સરકારની સામે દેખાવો કરવાના હોય. ફ્રસ્ટ્રેશન બહાર કાઢવું જ હોય તો ટ્વીટર કે સોશ્યલ મીડિયા પર જઈને મોદી શું કરે છે, અમિત શાહ શું કરે છે એવું પૂછવાને બદલે શિસ્તબદ્ધ રીતે લાખોની સંખ્યામાં ભેગા થઈને કેન્ડલ માર્ચ કાઢવાની હોય અને ‘માતોશ્રી’ પહોંચીને ધરપકડ વહોરી લેવાની હોય. જેલભરો આંદોલન શરૂ કરો—ટ્વીટર પર ટાઇમપાસ કરવાને બદલે. આજે જેની પોલીસ કસ્ટડી 16 નવેમ્બર સુધી લંબાવવામાં આવી એ નાગપુરના ગુજરાતી યુવાન સમીત ઠક્કરની જેમ મને-તમને પણ ઉદ્ધવ ઠાકરેના ઇશારે નાચતી, કાયર પરમવીર સિંહ જેવા શિયાળવાની પોલીસ આવીને પકડી જશે- કેસ પર કેસ ઠોકશે, એકમાં જામીન લેશો કે તરત બીજામાં, બીજામાં જામીન મળશે કે તરત ત્રીજામાં પકડી લેશે. સમિત ઠક્કરને નાગપુરના કેસમાં જામીન મળ્યા કે તરત જ મુંબઈના વી. પી. રોડ પોલીસ સ્ટેશનની પોલીસ આવીને પકડી ગઈ. આ કેસના 9મી નવેમ્બરે જામીન થયા કે તરત જ બાન્દ્રા (બી.કે.સી.)ની પોલીસ આવીને એને પકડી ગઈ. શક્ય છે કે અર્નબ ગોસ્વામી સાથે પણ ભવિષ્યમાં આવો અત્યાચાર થશે અને ડર એ પણ છે કે કોઈનીય સાથે આવું થઈ શકે છે— ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર અને સોનિયા ગાંધીના જંગલરાજમાં.

સત્તા મેળવ્યાના છ જ મહિનામાં ભારતની પ્રજાને દેખાડી દીધું કે આ દેશની સનાતન સંસ્કૃતિને કચડી નાખવા કૉન્ગ્રેસીઓ નીચતાની કઈ હદ સુધી જઈ શકે છે.

કેન્દ્રમાં સોનિયાની સરકાર હતી ત્યારે કોઈ બાકી નથી રહ્યું. 2004ની દિવાળી યાદ કરો. ભારતની સનાતન સંસ્કૃતિ માટે એ સૌથી કાળી દિવાળી હતી. 12મી નવેમ્બરે દિવાળી હતી અને એની આગલી સાંજે સોનિયા ગાંધીના ઇશારે જયલલિતાની સરકારે કાંચીના શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતીની મર્ડરના ચાર્જ પર ધરપકડ કરી. સોનિયા-મનમોહનની સરકારે સત્તા મેળવ્યાના છ જ મહિનામાં ભારતની પ્રજાને દેખાડી દીધું કે આ દેશની સનાતન સંસ્કૃતિને કચડી નાખવા કૉન્ગ્રેસીઓ નીચતાની કઈ હદ સુધી જઈ શકે છે. છેક બે મહિના પછી, 10મી જાન્યુઆરી 2005ના દિવસે સુપ્રીમ કોર્ટે શંકરાચાર્યને જામીન આપ્યા ત્યાં સુધી ભારતીય સનાતન પરંપરાના એક મજબૂત પાયા સમા શંકરાચાર્યે જેલની યાતના ભોગવવી પડી હતી.

દેશ માટે જાનનું જોખમ લેનારા બહાદુરો માત્ર સરહદ પર જ નથી હોતા. દેશના ખૂણે ખૂણે હજારો-લાખો-કરોડો આવા બહાદુરો હોય ત્યારે આ દેશ પોતાની અસ્મિતાનું જતન કરી શકે છે. જેમનો દેશના ગૃહમંત્રી તરીકે આજે દરેક ઠેકાણે આદરસત્કાર થાય છે તે ચાણક્ય બુદ્ધિ અને સંગઠનશક્તિ ધરાવતા અમિત શાહે પણ સોનિયાના મોગલરાજમાં આવી જ યાતનામાંથી પસાર થવું પડ્યું હતું. દસ વર્ષે પહેલાં, 25મી જુલાઈ 2010ના રોજ, ગુજરાત રાજ્યના ગૃહમંત્રીની ફરજ બજાવતા અમિત શાહને સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં સંડોવીને સીબીઆઈએ ધરપકડ કરી. ત્રણ મહિના સુધી, પોતે જેલમંત્રી તરીકેની જેની જવાબદારી સંભાળતા હતા તે જ સાબરમતી જેલમાં, યાતના ભોગવવી પડી. એટલું જ નહીં 29 ઑક્ટોબર 2010ના રોજ જામીન પર છૂટ્યા પછી લગભગ બે વર્ષ સુધી એમને ગુજરાતમાંથી તડીપાર કરવામાં આવ્યા હતા.

મોટાં કામ કરવાનું તમારા ભાગ્યમાં લખાયું હોય ત્યારે સોનાની જેમ તમારે ભઠ્ઠીમાં તપાવું પડતું હોય છે. અર્નબ ગોસ્વામીનું ગજું ઘણું મોટું છે. અત્યારની અગ્નિ પરીક્ષામાંથી બહાર આવીને અનેકગણાં મોટાં કામો એમના દ્વારા થવાનાં છે. ભારતની દરેક ભાષામાં અને વિશ્વ સ્તરે લંડનથી રિપબ્લિક ટીવીનું નેટવર્ક ફેલાવવાના છે.

માટે આ ઘડી ગુસ્સાની ભલે હોય, પણ હિંમત હારવાનો આ વખત નથી. ફ્રસ્ટ્રેટ થવાનો કે હતાશ થવાનો આ સમય નથી.

ઉદ્ધવ સરકારની પોલીસની એટ્રોસિટીઝથી ડર લાગતો હોય એટલે મોદી-શાહને અડફેટમાં લેવાની નાદાની કરવાનો વખત નથી.

ફ્રીડમ ઑફ એક્સપ્રેશનની વાત કરવી હોય તો ડરવાનું ન હોય. અભિવ્યક્તિની સ્વતંત્રતા જોઈતી હોય તો કાયર બનીને કેવી રીતે ચાલશે? જો ખરેખર હિંમત દેખાડવી હોય તો ટ્વીટરને બાજુએ મૂકીને આસપાસના તમામ લાઇક-માઇન્ડેડ લોકોને ભેગા કરીને ઉદ્ધવ સરકારની તાનાશાહી વિરુદ્ધ જેલભરો આંદોલન શરૂ કરવું જોઈએ. સમીત ઠકકર હજુ પણ જેલમાં છે અને મારો-તમારો વારો આવી શકે છે. ભાજપ શું કરે છે, મોદી-શાહ શું કરે છે એવું પૂછવાને બદલે ઉદ્ધવ-પવાર-સોનિયા અને આ ટોળકીના ઇશારે ડિસ્કો ડાન્સ કરતા મુંબઈના પોલીસ કમિશ્નર પરમબીર સિંહ સામે શીંગડાં ભરાવવા જોઈએ. મહારાષ્ટ્રમાં ભાજપના-મોદીના કેટલા સમર્થકો છે? કેટલા લોકોએ એમને મત આપ્યો છે. કરોડો લોકોએ. આની સામે મહારાષ્ટ્રની તમામ જેલોમાં કેદીઓને રાખવાની જગ્યા કેટલી હશે? અમુક અમુક લાખની. જો જંગલરાજ વિરુદ્ધ જેલભરો આંદોલન શરૂ થાય તો આ જુલમી સરકાર શું કરશે? કેટલાને શિવાજી પાર્ક કે વાનખેડે સ્ટેડિયમમાં ટેમ્પરરી જેલ બનાવીને બંદી રાખશે, ક્યાં સુધી? લોકતંત્રની તાકાત આ કે આવી વિરોધયોજનાઓ અમલમાં મૂકવાથી વધે છે, નહિં કે એવું કહેવાથી કે આવતી ચૂંટણીમાં-2024માં અમે ભાજપને વોટ નહીં આપીએ, અમે ભાજપને 303 સીટ નહીં આપીએ. આવું કહેનારા મોટાભાગના લોકો તો પ્રચ્છન્નપણે ભાજપવિરોધીઓ હોવાના, તેઓ આમેય ભાજપના મતદાતા નથી હોતા અને મોદીવિરોધી કે રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત રહેનારા હોય છે. બાકીના કેટલાકને ઉદ્ધવ સરકાર મારું કંઈક બગાડશે તો? એવા ડરથી જીવવાવાળા હોય છે. પાણીમાં રહેવું ને મગર સાથે વેર કરવું? મુંબઈ-મહારાષ્ટ્રમાં ધંધો-ઉદ્યોગ લઈ બેઠા હોઈએ અને ક્યાંક પરમબીર સિંહ બંદૂકો લઈને પહોંચી જશે તો? આવા ડરથી જીવનારાઓ પોતાનું તીર ઉદ્ધવ-પવાર-સોનિયાની સરકારને બદલે મોદી-શાહની સરકાર તરફ ચલાવતા થઈ ગયા છે. હજુ એક ત્રીજી કેટેગરી પણ છે જેઓ આર્મચેર ક્રિટિક્સ તરફથી જે કંઈ વિધવા વિલાપ થતો રહે છે તેની અસર હેઠળ ‘કેન્દ્ર શું કરે છે?’ ‘દિલ્હી કેમ ચૂપ છે’ એવી બાલિશ વાતોમાં ખોવાઈને પોતાનું માનસિક સંતુલન ગુમાવી બેસે છે.

શાંતિથી વિચારી જુઓ. તમે 2024માં મોદીને-ભાજપને ‘પાઠ ભણાવવા’ના ઇરાદે એમને વોટ નહીં આપો તો કોણ તમારા પર રાજ કરશે? એ જ લોકો જેમણે શંકરાચાર્યને જેલમાં નાખ્યા, જેમણે અમિત શાહને જેલમાં નાખ્યા, જેમણે અર્નબ ગોસ્વામીને જેલમાં નાખ્યા અને જેઓ મને ને તમને જેલમાં નાખવા માગે છે. આ દેશ અને તમે પોતે, તમારો પરિવાર કોના રાજમાં સલામત છે? તમે નક્કી કરો.

એક છેલ્લી વાત — ન્યાયતંત્ર પરના વિશ્વાસની. 8 નવેમ્બરના રવિવારની સાંજે રિપબ્લિક ટીવીની અંગ્રેજી ડિબેટમાં મારી સાથે અર્નબના મિત્ર અને અનેક ટીવીની ડિબેટ્સમાં ભાગ લેતા દિલ્હીના વિદ્વાન પ્રૉફેસર આનંદ રંગનાથને અર્નબ ગોસ્વામીની ધરપકડ પછી થઈ રહેલી કાયદાની પ્રક્રિયા વિશે જે વાત કરી તે ન સાંભળી હોય તો આ લેખ સાથે આપેલી લિન્ક ખોલીને યુટ્યુબ પર સાંભળી લેજો. અર્નબ સાથે જે થયું તે ખોટું છે, ગેરવાજબી છે અને અન્યાયકારી છે, ગેરકાનૂની છે. પણ કાયદાકીય કાર્યવાહી થઈ છે એ પૂરી થાય એની ધીરજપૂર્વક રાહ જોવી પડે. રંગનાથનની વાત તમે ડિબેટમાં ખાસ સાંભળજો— તમારા ઉશ્કેરાટને બાજુએ મૂકીને. જેઓ ઠરેલ અને અનુભવી હોય એવા વિદ્વાનોના કોઈ મુદ્દા સાથે તમે ક્યારેક સહમત ન થતા હો તો પણ તેઓ એ મુદ્દા વિશે શું કહેવા માગે છે તે સમજવાની કોશિશ કરવા જેટલી ધીરજ હોવી જોઈએ આપણામાં.

આનંદ રંગનાથને જે વાત કહી એ જ મુદ્દો મેં ડિબેટ શરૂ થઈ તે પહેલાં એક મિત્ર સાથે ડિસ્કસ કર્યો હતો. આનંદ રંગનાથન જેવા વિદ્વાને જ્યારે એ જ મુદ્દો રજૂ કર્યો ત્યારે મને ખુશી થઈ કે અર્નબ હજુ જેલમાં હતા ત્યારના આતંકિત વાતાવરણમાં સ્વસ્થચિત્તે વિચારનારાઓ પણ હોય છે આ દેશમાં.

અર્નબ ગોસ્વામીએ પાલઘરના સાધુઓની હત્યાથી માંડીને હાથરસ અને મુંબઈના ડ્રગ માફિયાઓની બાબતોમાં ઉદ્ધવ ઠાકરેની સામે પડીને સવાલો કર્યા એટલે જ માત્ર આ જેલવાસ થયો છે એવું નહીં માનતા. ઉદ્ધવ-પવાર-સોનિયા અને આ સૌના સાગરિતોના કબાટમાં અનેક હાડપિંજરો છે જે કબાટની ચાવી અર્નબ અને એમના જેવા બીજા અનેક પત્રકારો પાસે છે. પોતાનાં ભૂતકાળનાં અને વર્તમાનનાં પાપ ખુલ્લાં ન પડી જાય તથા ભવિષ્યમાં કરવા ધારેલાં કૌભાંડોની આડે આવવાની કોઈ પત્રકાર હિંમત ન કરે તે માટે દાખલો બેસાડવાનું આ કાવતરું છે. જે રાજનેતાઓને પ્રજાની કશી પડી ન હોય, માત્ર પોતાની તિજોરીઓ જ ભરવામાં જેમને રસ હોય તેઓ શાસન ચલાવવાના બહાને પોતાની સત્તાનો દુરુપયોગ જ કરવાના છે.

આવા વાતાવરણમાં નાહિંમત થઈને માથે હાથ દઈને બેસી રહેવાને બદલે કવિ ડૉ. મુકુલ ચોક્સીની ચાર પંક્તિ કંઠસ્થ કરી લેવી જોઈએઃ

ને અંતે બાકી રહી ગયેલી એક વાત કરીશ,
કે હું મહાન રીતોથી જ મુજને મહાન કરીશ;
હું વિષના વાતાવરણ વચ્ચે પાંગરીશ સદા,
ને પ્રાણવાયુની ટાંકીમાં આપઘાત કરીશ.

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

<blockquote><span style=”color: #0000ff;”>’ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરવા માટેની અપીલ : સૌરભ શાહ</span></blockquote>

પ્રિય વાચકો,

ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાતા, વખણાતા અને ચર્ચાતા લેખક-પત્રકારોમાંના એક સૌરભ શાહ તમને રોજ ‘ન્યુઝપ્રેમી’ દ્વારા મળે છે.

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના ચાલતું સ્વતંત્ર, તથા કોઈનીય સાડીબારી ન રાખતું ડિજિટલ મિડિયા છે અને એટલે એ ભરોસાપાત્ર છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા પ્લેટફૉર્મને અડીખમ રાખવા તમારા સપોર્ટની જરૂર છે.

‘ધ ક્વિન્ટ’, ‘ધ પ્રિન્ટ’, ‘ધ વાયર’, ‘સ્ક્રોલ’ કે બીજાં ડઝનેક તોતિંગ અંગ્રેજી ડિજિટલ મિડિયા કરોડો રૂપિયાનું ફંડિંગ ઉભું કરીને પોતાના એજન્ડાને— કામકાજને આગળ વધારી રહ્યા છે. ‘ન્યુઝપ્રેમી’ આવી રીતે કામકાજ કરવામાં માનતું નથી. ઇન્વેસ્ટર્સ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા પછી અમુક મિડિયા કરોડરજ્જુ વિનાનાં બની જતાં હોય છે. ઇન્વેસ્ટરોનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાથી સચવાતો હોય ત્યારે મિડિયાએ પણ વાચકોનો દ્રોહ કરીને, વાચકોને ઊંધા રવાડે ચડાવીને એન્ટી-નેશનલ ન્યુઝ અને એન્ટી-નેશનલ વ્યુઝ આપવાની પ્રવૃત્તિમાં જોરશોરથી ભાગ લેવો પડતો હોય છે.

આ જ કારણોસર ‘ન્યુઝપ્રેમી’માં જાહેરખબરો પણ ઉઘરાવવામાં નથી આવતી. જે ઘડીએ એડવર્ટાઇઝરના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ન જળવાય એ જ ઘડીએ કાં તો તમારો હાથ આમળીને તમારી પાસે તેઓ પોતાનું ધાર્યું કરાવતા થઈ જાય અને વાચકો ગેરમાર્ગે દોરવાઈ જાય, કાં પછી તમારી નૌકાને મધદરિયે હાલકડોલક કરીને ડુબાડી દેવાની ધમકી આપવામાં આવે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મીસમા સૌરભ શાહ દ્વારા 24×7 થઈ રહી છે. ( એક વાચકે ‘ વન કેન’—one pen, one man, one can—નું બિરૂદ આપ્યું છે. કોઈ એક લેખની કમેન્ટમાં છે.)

‘ન્યુઝપ્રેમી’નું લેખન-સંપાદન તથા એની સાજસજ્જા મુંબઈમાં થાય છે. ટાઇપસેટિંગ ભાવનગર અને અમદાવાદમાં થાય છે. ‘ન્યુઝપ્રેમી’ના એડમિનિસ્ટ્રેશનની જવાબદારી પૂણેથી નિભાવવામાં આવે છે અને ‘ન્યુઝપ્રેમી’ને ટેક્નિકલ સપોર્ટ બેંગ્લોર સ્થિત ગુજરાતી ટેકનોક્રેટ આપે છે. ‘ન્યુઝપ્રેમી’ની હિન્દી આવૃત્તિ માટેનું અનુવાદકાર્ય મુંબઈ – અમદાવાદમાં થાય છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : <span style=”color: #0000ff;”><a style=”color: #0000ff;” href=”https://www.newspremi.com/gujarati/support-newspremi/”>https://www.newspremi.com/gujarati/support-newspremi/</a></span>

<img src=”https://www.newspremi.com/wp-content/uploads/2020/04/Screenshot-2020-04-29-at-11.07.09-AM.png” />

5 COMMENTS

  1. Mind blowing lekh
    Ghanu samajva nu malyu
    Arnab ne je kai thayu amara family ma pan aswasth thaya tyare me pan kahyu Modi ne atyare shu karvu eni taiyari karta j hashe badhu ughadu na bolay etle tamne em lage che
    Wish you all the best

  2. The landmark judgement by the Supreme court is ignored by Editorial of most of the print media as well as by known Tv channels !!

  3. It is purely mistake on part of Maharashtra people in casting their votes to the dynasty parties and cost of their sin are being born by People of Maharashtra and nation. I failed to judge the level of voters who accept Rahul, Uddhav as their leaders. Are they independently do anything without their tag of Gandhi and Thakarey? Certainly not!!!

  4. During Congress rule people in general gradually started loosing hope & faith and after 1975 it accelerated. They felt nothing wrong to adjust by any means ( proper or improper ) in all sectors (no exception) of the society.
    Hats off to Arnab Goswamiji and wish him a very long successful life.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here