એક નવા યુગનો આરંભ : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ: રવિવાર, 31 મે 2020)

(આ લેખ સૌપ્રથમવાર 17 મે 2014ના રોજ છપાયો હતો.)

મોદીયુગ તરીકે આવતાં પાંચ, દસ, પંદર કે પચીસ વર્ષ ઓળખાવાનાં છે આ દેશના ઇતિહાસમાં. ગઈ કાલે આપણે સૌ આ હિસ્ટરીના સાક્ષી બન્યા અને આવનારી પેઢીઓ સમક્ષ આ દિવસની સ્મૃતિઓ વાગોળતાં હોઈશું.

લાલકૃષ્ણ અડવાણીએ ગઈ કાલે બપોરે કહ્યું કે “હિન્દુસ્તાનના ઇતિહાસમાં આવી ચૂંટણી ક્યારેય નથી થઈ” ત્યારે તેઓ સાચું જ કહેતા હતા. 1977ના ઐતિહાસિક દરજ્જો પામી ચૂકેલા ચુનાવ કરતાં પણ ગઈ કાલની ઘટના અનેકગણી મોટી હતી.

નરેન્દ્ર મોદીની આ પર્સનલ જીત છે. 2002ની 27 ફેબ્રુઆરી પછી મોદી પર જે જૂતાં પડ્યાં છે તેના આપણે સૌ સાક્ષી છીએ. છેલ્લા સવા દાયકા દરમિયાન એમના પર જે પથ્થરો પડ્યા છે એ એક-એક પથ્થરને વીણીને એમણે પોતાનો અભેદ્ય કિલ્લો બનાવ્યો છે. આવા લોખંડી મજ્જાતંતુ જેની પાસે હોય એ જ માણસ આ ઊંચાઈએ પહોંચી શકે. વડોદરામાં પાંચ લાખ સિત્તેર હજાર મતની વિક્રમજનક જીત મેળવનાર મોદીનાં પાંચ પાસાં ઊડીને આંખે વળગે છે. આ પાંચ વાત જેની પાસે હોય તે પોતાના જીવનમાં આવનારી કોઈ પણ દુર્ઘટનાઓનો સામનો કરી શકે છે. આ પાંચ ‘એસ’ કે પાંચ ‘સ’ વિશે નાનકડી વાત કરી લઈએઃ

કોઈ પણ વિઘ્નો આવે, તમે એને ઓવરકમ કરવાની તાકાત ધરાવો છો એવી શ્રદ્ધા તમારામાં હોવી જોઈએ

1.સત્યઃ દાનતની સચ્ચાઈ હોય તે જ માણસ આ ઊંચાઈએ પહોંચી શકે. કોઈ પર્સનલ એજન્ડા ન હોય, કોઈ રીતે અંગત સ્વાર્થ સાધવાની દાનત ન હોય ત્યારે તમે રાષ્ટ્રના સર્વોચ્ચ પદને પામી શકો. તમારામાં જો નિષ્ઠા હશે તો તે લોકો સુધી પહોંચવાની જ છે એટલી શ્રદ્ધા તમારે રાખવી જોઈએ.

2. સાહસ: કોઈ પણ વિઘ્નો આવે, તમે એને ઓવરકમ કરવાની તાકાત ધરાવો છો એવી શ્રદ્ધા તમારામાં હોવી જોઈએ અને આવી આત્મશ્રદ્ધા તમારામાં હોય તો કોઈ પણ સંકટનો સામનો કરવાનું સાહસ આપોઆપ આવી જાય.

3. સૌનો સાથઃ ‘હું કરું, હું કરું એ જ અજ્ઞાનતા’ એવી નરસિંહ મહેતાની કટાક્ષપંક્તિને સમજનાર મોદીએ, અત્યંત મેચ્યોરિટી સાથે પોતાની જાતને ભૂંસીને, સૌનો સાથ લઈને આ સફળતા મેળવી છે. માણસ જ્યારે પોતાને મહાન માનવા માંડે છે ત્યારે એનું પતન થાય છે. મોદી આ વાત બરાબર સમજે છે. એકલા માણસની સાથે બીજી એક વ્યક્તિ જોડાય છે ત્યારે ‘વન પ્લસ વન ટુ’ને બદલે ‘ઇલેવન’ થાય છે. મોદી સાથે જોડાયેલા અનેક સાથીઓના સરવાળા નહીં, ગુણાકાર થયા. અહમને ઓગાળીને, ‘હું જ સાચો છું’ એવા ઘમંડને જતો કરીને, મોદીએ પોતાના પક્ષનો અને એન.ડી.એ.ના પોતાના સાથીઓનો સાથ લીધો. સૌનો સાથ લેવાની આવડત જેનામાં હોય તે જ આવી સફળતા હાંસલ કરી શકે.

4. સ્પષ્ટતાઃ જે વ્યક્તિમાં પોતે જે કાંઈ કરી રહ્યા છે તેની સ્પષ્ટતા હોય, જે વ્યક્તિ બધાની નજરમાં સારા દેખાવાની હોંશથી મુક્ત હોય, જે માણસ પોતાના લક્ષ્ય વિશે સ્પષ્ટ હોય તે જ વ્યક્તિ જીવનમાં કાંઈક ઉચ્ચ ધ્યેય પ્રાપ્ત કરી શકે. મોદી સ્પષ્ટ છે. અડવાણીની આંગળી પકડીને પોતે ભલે ઉપર આવ્યા હોય, પણ અત્યારે દેશ અડવાણીના ચલાવ્યે ચાલી શકે એમ નથી. અડવાણીને સાઇડલાઇન કરીને પણ મોદી આગળ વધી શકે છે.

5. શ્રીમંતોનો સાથઃ મોદીએ કેમ્પેનના મહિનાઓ દરમિયાન જબરદસ્ત મહેનત કરી. આગળપાછળ જોયા વિના દેશના ખૂણેખૂણામાં તેઓ પહોંચી વળ્યા. પણ એમની પાસે જો પ્લેન અને હેલિકોપ્ટર્સ ન હોત તો? જો તમારું સાધ્ય શુદ્ધ હોય તો સાધનો જે હોય તે તમારે અપનાવી લેવાં જોઈએ. ગાંધીજીની ફિલસૂફી કરતાં આ જરાક જુદી વાત છે. ભલે. પણ આજના જમાનામાં મોદીની વિચારધારા જ યોગ્ય છે, ગાંધીજીની નહીં.

સ્પષ્ટ બહુમતી મળ્યા પછી ભાજપ અર્થાત્ મોદી પોતાનું ધાર્યું કરી શકશે અને એટલે જ શ્રદ્ધા છે કે હવે નવા યુગનો આરંભ થઈ રહ્યો છે- મોદી યુગનો.

4 COMMENTS

  1. I certainly believe that future of India and Indians
    is very bright and prospective in the hands of His Excellency Prime Minister Shri Narendra Modiji.To support him in his campaign to uplift nation every citizen must work hard with honesty.Let us pray All Mighty to encourage all Indians with very high moral and 100% efficency for the support to bring up Our country under his guidelines Jai Hind.

  2. Shri Narendrabhai Mod Ji is born as Lord Krushna to kill many Rakshash. He has inspired Nationality of people of Bharat from 2014 onwards. Earlier people of Bharat had forgotten Nationality. He has taken many steps to remove corruption, Ayushman scheme for poor & middle class, Pension scheme for poor farmers, Pradhan Mantri Awas Yojana, bold steps against terrorist & Pakistan, abolition of article 370, Citizen Amenment Act for refugees came in India after 1947, Jan Dhan Yojana, scheme for water to every home/ villages and many other steps for every Indian.

  3. Satya spashta,sahas, sauno saath ane
    Srimantona sahkarthk Modiji.khub aagal
    Vadhi Shakya aa vaat nirvivad chh to એ આe .aabhar

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here