ત્રીજી મે પછી લૉકડાઉન પૂરું થવું જોઈએ કે લંબાવવું જોઈએ : સૌરભ શાહ

(આજનો તંત્રી લેખઃ શુક્રવાર, ૨૪ એપ્રિલ ૨૦૨૦)
#2MinutesEdit

કોરોના અને લૉકડાઉન એ કોઈ પોલિટિકલ ઈશ્યુઝ નથી. ક્રિકેટ કે ફિલ્મની જેમ આ કોઈ એવા વિષયો પણ નથી કે કોઈ કૉમન માણસ એના પર પોતાના એક્સપર્ટ ઓપિનિયનની ફેંકાફેંક કરી શકે. ઈવન તમે ગમે એટલા નામી ડોક્ટર હો કે હેલ્થ સેક્ટરમાં ઘણું મોટું કામ કરી રહ્યા હો તો પણ તમારી પાસે આખા દેશમાં અને આખી દુનિયામાં કોરોના તથા લૉકડાઉનના ક્ષેત્રે શું ગતિવિધિઓ થઈ રહી છે તેની સંપૂર્ણ માહિતી નથી હોતી.

ઉદ્યોગપતિઓ અને કૉર્પોરેટ સેક્ટર લૉકડાઉન પૂરો કરવાની તરફેણમાં છે એવી છાપ ઊભી કરવામાં આવે છે. રાજીવ બજાજ મિડિયાને ઈન્ટરવ્યુ આપીને મોદી સરકારને બે લાત મારતા જાય છે અને કહેતા જાય છે કે લૉકડાઉનનો નિર્ણય જ ખોટો હતો. દેશમાં ઉદ્યોગ ક્ષેત્રે કોંગ્રેસે જ્યારે લાયસન્સ રાજ શરૂ કર્યું ત્યારે એનો સૌથી મોટો લાભ લેનારાઓમાં બજાજના બાપદાદાઓ અગ્રણી હતા. રાજીવના પિતા રાહુલ બજાજ જે સ્કૂટર બનાવતા તે નોંધણી કરાવ્યાના પાંચ વર્ષ પછી તમારા ઘરે આવતું. ટુ વ્હીલરની આટલી મોટી ડીમાન્ડ હોવા છતાં બજાજ કોંગ્રેસની મિલીભગતને લીધે અન્ય ઉત્પાદકોને સ્કૂટર મેન્યુફેક્ચરિંગનું લાયસન્સ મળતું નહોતું. સ્વાભાવિક છે કે કૉંગ્રેસનું શાસન જ આ ઉદ્યોગગૃહને પ્રિય હોય. દેશની પ્રગતિ રોકીને પોતાની તિજોરી ભરવાની વૃત્તિ રાજીવ બજાજના લોહીમાં છે. રાજીવના પરદાદા જમનાલાલ બજાજને ગાંધીજી પોતાના પાંચમા પુત્ર ગણતા.

દેશમાં કોરોનાના સંક્રમણનો કર્વ ફ્લેટન થઈ રહ્યો છે એવી ટેકનિકલ માહિતીનો સીધોસાદો મતલબ એ કે કોરોના કાબૂમાં આવી રહ્યો છે. આવું માનીને ત્રીજી મે પછી લૉકડાઉન સમાપ્ત કરવામાં આવે અને કોઈની એકાદ ભૂલથી કોરોના બમણા જોરથી પાછો આવે એવી દહેશત છે.

ગાંડિયોગાંધી કૉંગ્રેસને ડૂબાડ્યા પછી આ દેશને ડુબાડવા બેઠો છે. રોજ કંઈને કંઈ ગાંડાંઘેલાં જેવાં નિવેદનો કર્યા કરે છે. ગઈકાલે ભારતની પ્રજાને હુલ્લડ કરવા ઉશ્કેર્યા. ગરીબો અને ભૂખ્યાંજનોની ધીરજ ખૂટી રહી છે એવું કહીને બુરખાધારી મહિલાઓ રસ્તા પર ફરતી હોય એવો ફોટો ટ્વીટ કરીને લખ્યું કે લૉકડાઉનને લીધે દેશની આર્થિક વ્યવસ્થા તૂટી પડી છે જે ગરીબો માટે અસહ્ય થઈ ગઈ છે. મમતા બેનર્જીએ ૧૪ દિવસ માટે સૂતકમાં રાખવામાં આવતા કોરોના દર્દીઓને ક્વોરન્ટિન વૉર્ડમાં મોબાઈલ રાખવા પર પ્રતિબંધ લાદતો હુકમ જારી કર્યો છે. અરવિંદ કેજરીવાલે પોતાની સરકારના આરોગ્ય વિભાગના ડોક્ટરો-નર્સો વગેરે સ્ટાફ પર સરકારી ઇસ્પિતાલોમાં કોઈ ચીજવસ્તુની કમી હોય તો તેની ફરિયાદ મિડિયા-સોશ્યલ મિડિયા પર નહીં કરવાની એવી નોટિસ જારી કરી છે. કેરળને લૉકડાઉન ઉઠાવી લેવાની ઉતાવળ છે. પંજાબ લૉકડાઉનમાં પણ શરાબની દુકાનો ખોલી નાખવા માટે રોજ કેન્દ્રની સળી કર્યા કરે છે. મહારાષ્ટ્રમાં ઉદ્ધવની મિસળ સરકાર કોરોનાને કન્ટ્રોલ કરવામાં અને લૉકડાઉનનું પાલન કરાવવામાં સદંતર નિષ્ફળ ગઈ છે. એટલું જ નહીં રમજાન દરમ્યાન રાત્રે ત્રણ વાગ્યાથી બપોરે બાર વાગ્યા સુધી મુસ્લિમ ઇલાકામાં બજારો ખુલ્લાં રહેશે એવી જાહેરાત કરવા પોલીસોને માઇક લઈને મોકલી દીધા છે. હિંદુ હૃદયસમ્રાટ પિતા બાળાસાહેબ ઠાકરેના પુત્ર ઉદ્ધવ ઠાકરે મુસ્લિમ હૃદયસમ્રાટ બનીને પોતાની ખુરશી બચાવવા કરોડો મહારાષ્ટ્રના નાગરિકોનો જીવ દાવ પર લગાડી રહ્યા છે. બંગાળ, દિલ્હી, કેરળ, પંજાબ અને મહારાષ્ટ્ર. આ પાંચેય નોન-બીજેપી રાજ્યો કોરોના અને લૉકડાઉનના બહાને રોજ મોદીને ગોદા મારી રહ્યા છે. આ રાજ્યો કહેતા ફરે છે કે કેન્દ્રે અમને એક પણ પૈસો રાહતકાર્યો માટે આપ્યો નથી. કેન્દ્ર સરકારે ભારતનાં તમામ રાજ્યોને હજારો કરોડ રૂપિયાનું ભંડોળ પહોંચાડ્યું છે. રાહતકાર્યો શરૂ કરાવ્યાં છે. દરેક રાજ્યના ગરીબોનાં બેન્ક ખાતામાં સીધા પૈસા ડિપોઝિટ કરાવ્યા છે.

અમેરિકામાં પાગલ લોકો રસ્તા પર આવીને લૉકડાઉનનો વિરોધ કરી રહ્યા છે. લૉકડાઉનને લીધે અમારા સ્વાતંત્ર્ય પર પ્રતિબંધ આવે છે, અમેરિકન કૉન્સ્ટિટ્યુશનના ફર્સ્ટ એમેન્ડમેન્ટનો ભંગ થાય છે એવી દલીલો આ ભણેલાગણેલા કહેવાતા મૂર્ખાઓ કરે છે.

આપણો દેશી ગાંડિયો ભારતમાં પણ આવી જ પરિસ્થિતિ સર્જાય એવું ઇચ્છે છે. રમઝાન શરૂ થઈ ચૂક્યો છે. લોકોને ઉશ્કેરવા માટેનું બહાનું હાથવગું છે. મહિના પછી ઈદના તહેવારની ઉજવણી માટે લોકોનાં ટોળેટોળાં રસ્તા પર ઊતરી આવશે ત્યારે કોનું સંક્રમણ કોને લાગશે અને કોરોનાનો ચેપ બીજા કેટલા લોકોમાં ફેલાશે એની ચિંતા કરવાની જેમની જવાબદારી છે એના માર્ગ આડે હજારો વિઘ્નો આ લોકો ઊભાં કરી રહ્યાં છે.

કોરોનાના રોગ વિશે મોદી પણ કંઈ એક્સપર્ટ નથી પરંતુ આખા દેશમાં આ એક જ વ્યક્તિ છે જેની પાસે કોરોનાના રોગચાળાને લગતી, એને રોકવાના ઉપાયોને લગતી તેમ જ લૉકડાઉનની અસરોને લગતી તમામ આંકડાકીય માહિતી તથા ગ્રાઉન્ડ રિયાલિટીની રજેરજની માહિતી છે, તેમ જ આ વિષયને લગતી ગુપ્તચર માહિતી પણ છે. દુનિયાભરમાં શું થઈ રહ્યું છે, શા માટે થઈ રહ્યું છે તેની ફર્સ્ટ હેન્ડ ઇન્ફર્મેશન (વૉટ્સએપિયા માહિતી નહીં) એમની પાસે છે. સૌથી મોટી વાત એ કે અન્ય દરેક બાબતની જેમ અહીં પણ એમનો કોઈ વેસ્ટેડ ઇન્ટરેસ્ટ નથી. જે નિર્ણયો લેવાના હોય તે દેશના ભલા માટે જ લેવાના હોય- અંગત તિજોરી ભરવા કે પક્ષની તિજોરી ભરવા નહીં- આવી નિષ્ઠા ધરાવતા વડા પ્રધાન આપણને આવા સમયમાં મળ્યા છે તે આ દેશનું સદનસીબ છે.

છાપાં-ટીવીની અને સોશ્યલ મિડિયાની ચર્ચાઓમાં કેટલાય લોકો બે મોઢાળી વાતો કરતા રહે છે જેથી ભવિષ્યમાં કહી શકે કે જોયું, મેં તો પહેલેથી જ કહ્યું હતું.

ત્રીજી મે પછી લૉકડાઉન ચાલુ રાખવું છે, પૂરું કરવું છે, તબક્કાવાર ખોલતાં જવું છે, અમુક ઇન્ડસ્ટ્રીઝને છૂટ આપવી છે, અમુક રાજ્યોના અમુક પ્રદેશોને છૂટ આપવી છે કે પછી કોઈ નવાં પગલાં ઉમેરવાં છે તેનો નિર્ણય વડાપ્રધાનને લેવા દઈએ. આપણું દોઢ ડહાપણ દીપિકાની એક્ટિંગ અને વિરાટની બેટિંગ પૂરતું જ સીમિત રાખીએ.

॥ હરિ ॐ ॥

46 COMMENTS

  1. We have to obey all instructions given by our Prime Minister… At present he is the only man in world, who has taken proper action for us..

  2. According to me not only Lockdown be extended for 15 days, the administration should be stricter in its implementation.

  3. Lock down should continue….till further notice ……and people should follow strictly…to the Rules….as per current situation…… Our hourneble P. M. Modiji…is doing great efforts to save our life & our country..india

  4. As per the guidelines….by honourable prime minister….we should follow…..l the Rules…….(Lock down …. extension is must….no other easy solution…to control the current situation…..)

  5. We should extend the lockdown after 3rd May as we can not take the risk of virus’ spread. With the lockdown also ,people of india are not so serious about this virus.. if we will lift the lockdown it will be disaster for both human lives as well as for economy.

    • Looking to the present circumstances, it is advisable to extend Lockdown for 15 days more. In the meantime we will be able to see clear picture and subsequently we can move with Govt. guidelines with peace in mind

  6. તમે હું કે આપણે સૌ ખાલી ઘરમાં રહી ને કે બહારની પરિસ્થિતિથી અજાણ કોઇ પણ અભિપ્રાય આપીએ તે યોગ્ય નથી. દેશના વડાને આપણી વધારે ચિંતા છે. તેઓ જે કાંઈ નિર્ણય લેશે તે આપણા સોના હીતમાં જ હશે.

  7. આદરણીય મોદીજી જે કઇ નિર્ણય લેશે એ સમગ્ર દેશવાસીઓ ને ધ્યાન માં લઇ ને હશે..
    આથી અમે મોદીજી ના judgment ને અને decision ને જ અનુસરશુ….
    We are always with modiji….

  8. લોકડાઉન હોટ્સપોટ વિસ્તારમાં સખતાઇ સાથે ચાલુ રાખી ને તમામ જીલ્લા ની બોર્ડર સખતાઇ થી સીલ કરવી જોઇએ

  9. આ લોકો ના સૂચન સરકારે જરાપણ ધ્યાન મા લેવા ના જોઈએ કેમકે આ લોકો સરકાર ને અને ખાસ કરીને મોદીજી ને કેમ બદનામ કરાય અને અત્યાર સુધી ના જે પગલાં લેવાયા છે, તેના પર પાણી ફરી વડે તે જોવા ઉત્સુક છે

  10. લોકડાઉન વધારવો જોયે પણ સાથે કાયદા વધુ કડક થવા જોયે.
    શાકભાજી 5 દિવસે એક વાર અને દુધ 2 દિવસે એક વાર દુકાનો ખુલવી જોયે.
    જેથી માણસો ઘર મા રહે.

  11. જો લોકડાઉન માં આવી જ છૂટ આપવાની હોય તો એનો મતલબ નથી. લૉકડાઉન જરૂરી જ છે પરંતુ જો એ બરાબર પળાય નહિ તો લંબાવવા નો મતલબ નથી. અને લંબાવવું હોય તો સાથે એ પણ ધ્યાન રાખવું પડે કે એનું સરખું પાલન થાય. લોકો ના સ્વાસ્થ્ય માટે એ સારું જ છે.

  12. જરૂરિયાત અનુસાર લોકડાઉન લંબાવવું પડે તો એને લંબાવવું જ જોઈએ. જ્યાં કોરોના વાઈરસ ની સમસ્યા એટલી ગંભીર બની નથી ત્યાં ધીરે ધીરે છૂટછાટો આપી શકાય.

  13. લોકડાઉન ચાલુ રાખવું વધારે હિતકારી છે પણ કેટલાક પોતાના પરિવારજનો થી દૂર ફસાઈ ગયા છે એવા નિર્દોષ લોકોને પોતાના ઘરે..હા..પોતાના જ ઘરે જે સરનામું તેમના આધાર કાર્ડમાં લખ્યું હોય તે સ્થળે સ્પેશ્યલ બસો દ્વારા પહોંચાડવામાં આવે.તેની સ્પેશ્યલ ચાર્જ પણ વસુલવામાં આવે.
    કોરોના પીડિત સિવાયની પ્રજાને કાઈ પણ મફત
    આપવાનું સદંતર બંધ કરવામાં આવે તો
    લોકડાઉન ચાલુ રાખવો દેશહિત માં જ છે

    • લાેકડાઉન જયા હાટસ્પાેટ વિસ્તાર છે ત્યા સહેજ પણ છૂટ ન આપવી જાેઈયે અને સુનીલભાઇએ કહ્યું તેમ પરપ્રાંતીય શ્રમિકાેને તેમના વતનમાં મોકલવાની વ્યવસ્થા કરવી જાેઈએ.

  14. PM modi sir good for India but some people is not manners and not understand lockdown rules lots of advantage from lockdown in india.some partis opposite and not like pm modi and all world top leader s believe modi God bless u modi sir yes lockdown extand may month

  15. PM modi sir good for India but some people is not manners and not understand lockdown rules lots of advantage from lockdown in india.some partis opposite and not like pm modi and all world top leader s believe modi God bless u modi sir

  16. Lock down vadharo pan j loko fasya 6 am no I’d check kari javno Kolkata ma 9 6 2 baa dada 6 ahm 6 look mandir seva mate avya hata am 5 look mandir kam karv mate Gujarat Kolkata avy hata kam pati gyou aj lock down divas thy 1 week setting avy hata at le tame sarkar ne avi rajuat karo j loko prof th fasya 6 amne trin th ghar moklvo setting kare.

  17. There is no meaning of extending Lockdown because the numbers are going to increase even if lockdown is implemented.We should open necessary shops and fightwith our immunity
    Now we have to start our normal routine by keeping social distance

  18. આ કંઇ મતદાન નથી. નિષ્ણાતો જરુર મુજબ ચાલુ રાખવાનો કે ઉઠાવવાનો કે આંશિક રીતે ઉઠાવવાનો નિર્ણય લે તે બધાએ કબુલ રાખવો રહ્યો. છતાં એક અભિપ્રાય તરીકે–

    લાંબા ઉપવાસ પછી એકદમ ખોરાક પર ચડવામાં આવતું નથી. પ્રથમ દિવસે લીંબુ પાણી, બીજા દિવસે મગનું પાણી પછી ખિચડી,પછી દાળભાત એમ ક્રમે ક્રમે ખોરાક પર ચડાય. એમ લોક ડાઉન પછી પણ જ્યાં એક પણ કેસ નથી ત્યાં સંપૂર્ણ ઉઠાવવો, જ્યાં ક્લસ્ટર ક્વોરેન્ટાઇન હોય ત્યાં થી વીસ પચીસ કીમી દુરના ઉદ્યોગો ચાલુ કરાવા જોઇએ. જ્યાં હોટ સ્પોટ હોય ત્યાં બીજો મહીનો બંધ જ રાખવું જોઈએ.

  19. Lockdown remains at least 70 days for the better & the best result for Indian peoples benefits & bright future stands for our nation India in the world .

  20. મારા ખ્યાલથી તમે એજ લેખક છો, જેણે કેન્દ્ર સરકારે જાહેર કર્યું તે પહેલાં મહારાષ્ટ્ર અને દિલ્હી સરકારના લોકડાઉનને આજ કોલમમાં એક પોલિટિકલ સ્ટંટ કહ્યો હતો. પરંતુ જ્યારે હવે નરેન્દ્ર મોદી સરકારે લોક ડાઉન કર્યું તો આપ એમ કહો છો કે લોક ડાઉન જરૂરી છે. હું લોકડાઉનની ફેવરમાં છું, પણ આપના મૂલ્યો કેમ બદલાતા જાય છે. શું તમે લેખક તરીકે તટસ્થ નથી રહી શકતા???

  21. It should not be open after 3rd May, and if necessary the CM should deploy Army in Mumbai, for strict action against the people not following the rules.

  22. કોરોના કાબૂ માં આવ્યા વગર લોકડાઉન ખોલી નાખવા માં આવે તો ૫૦ દિવસ ની મહેનત પાણી માં જશે.
    અને કોરોના ફરી માથું ઉચકશે એ નક્કી….
    ફરી ૨-૩ મહિના શિવાય કાબૂ નહી આવે.

  23. પંકજ વૃજલાલ જાની " હરસુખ નિવાસ પ્લોટ નં.૧૧૦ સ્ટેશન રોડ સિહોર..૩૬૪૨૪૦.જી.ભાવનગર

    તબકકા વાર લોકડાઉન હટાવવુ જોઈએ
    સ્કૂલ, કોલેજ બંધ છે જેથી ૨૦ વર્ષ થી નિચેના વિધાર્થીઓ, તથા સિનિયર સિટીઝન ને માટે ૩૧ મે સુધી લોકડાઉન યથાવત રાખવુ જોઈએ
    જેઓ ? ઘરે થી ઓનલાઇન કામગીરી કરે છે તેઓને હજુ ૩૦ જૂન સુધી વ્યવસ્થા ચાલુ રાખવી જોઇએ દરેક ઓફિસ મા વિક ના દરેક દિવસે ફક્ત ૨૦ ટકા સ્ટાફ ને જ કામ પર બોલાવવા જોઈએ સોમ થી શુક્ર ૨૦ x ૫ …૧૦૦ %… શની રવિ બે દિવસ માટે ૩૦ સપ્ટેમ્બર સુધી રજા રાખવી જોઈએ ટ્રેઈન મા સિનિયર સિટીઝન ના કનશેશન ૩૧ ઓક્ટોબર સુધી રદ કરવા જેથી સિનિયર સિટીઝન બિનજરૂરી મુસાફરી ન કરે તેમજ એક માસ ના બાળકો ની પણ ૩૧ ઓક્ટોબર સુધી આખી ટીકીટ લેવાની ફરજિયાત કરવી.. તથા પ્લેટફોર્મ ટિકિટ પણ ૬ માસ માટે રદ કરવી..આ બધી વ્યવસ્થા બિનજરૂરી નાના બાળકો અને સિનિયર સિટીઝન બહુ બહાર નીકળે તે માટે છે

  24. બીલકુલ ઉતાવળ કરયા વઞર શાંત મન થી નરેનદભાઈ નો નીણય કબુલ રાખવો.એ માણસ દેશહિત માં અને લોકો ના હિત મા જ હુકમ કરશે જે માનય રાખવાની આપણી નાગરીક તરીકે ફરજ છે.

    • આપણા પ્રધાનમંત્રી સમજી વિચારીને ભારતના નાગરિકોના હિત મોં કરશે તેમના ઉપર ભરોસો રાખો

  25. યુગપુરુષ અને પ્રેમાળ . પ્રજાવત્સલ પ્રધાનમંત્રી શ્રી જે પણ નિર્ણય લેશે તે સંપૂર્ણપણે દેશ ના હિત માં હશે .તેમા કોય શંકા નથી તેમનો નિર્ણય તેમની કાબેલ ટીમે બધાજ પાસા ને ધ્યાન માં રાખી ને લીધો હશે

  26. લોકદાઉન જે વિસ્તારમાં 8 દિવસ થી એક પણ કિસ્સો બહાર નહીં આવ્યો હોય તે વિસ્તાર ને છૂટો કરવો અને જે ને કોવિડ 19 લાગ્યો હોઈ તે સાજો નહીં થાય ત્યાં સુધી હોસ્પિટલ માજ રાખવો

  27. I am totally agreed with u Saurabhbhai. Let our Beloved Prime Minister Shri Natendra Modi to take decision in the matter.

  28. Lockdown is not the permanent solution, we have the also look at economy first , else there will be people dying of starvation that will be the biggest issue than virus.
    We all will have to live with virus , personal care and hygiene are the only options going forward to save yourself , else lockdown for 1 year will also not serve any purpose .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here