(ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ : ૨૪ એપ્રિલ ૨૦૨૦)
છેલ્લાં ત્રણ-ત્રણ વર્ષથી એક મેજર ન્યૂઝ તરફ કોઈનું ધ્યાન ગયું નથી. ટીવી પર જેના વિશે દરેક ચેનલે પ્રાઈમ ટાઈમમાં ચર્ચાઓ કરવાની હોય અને અંગ્રેજી સહિત દરેક ભાષાના વર્તમાનપત્રે જે સમાચારને ફ્રન્ટ પેજ પર આઠ કૉલમના બૅનર સાથે છાપવાના હોય તે સમાચાર છે કે ભારતમાં હિન્દુઓની વસ્તીની ટકાવારી ઘટી રહી છે.
માજી ગૃહ રાજ્યમંત્રી હંસરાજ અહિરે આજથી ત્રણ વર્ષ પહેલાં લોકસભામાં આપેલી લેખિત માહિતી મુજબ ૧૯૭૧માં ભારતમાં ૮૨.૭ ટકા વસ્તી હિન્દુઓની હતી જે ચાળીસ વર્ષમાં ઘટીને, ૨૦૧૧માં ૭૯.૮ ટકા થઈ ગઈ છે.
હિન્દુઓ વિધર્મીઓને પોતાના ધર્મમાં કન્વર્ટ કરતા નથી અને વિધર્મીઓ (માત્ર મોટા ભાગના મુસ્લિમો જ નહીં, કેટલાય ખ્રિસ્તીઓ પણ) સંતતિનિયમન કરવાને બદલે આડેધડ બચ્ચાંઓ જણ્યે જ જાય છે- આ બે કારણ છે હિન્દુઓની વસ્તીની ટકાવારી ઘટવા પાછળ.
૧૯૭૧માં ભારતમાં ૪૫.૩૩ કરોડ હિન્દુઓ હતા જે ચાળીસ વર્ષમાં વધીને ૨૦૧૧માં ૯૬.૬૨ થઈ ગયા એવા આંકડા કંઈ આશ્વાસનરૂપ નથી, કારણ કે વસ્તીના આંકડાની ધર્મવાર ગણતરીનો વાસ્તવિક અંદાજ ટકાવારીથી જ આવી શકે, કુલ સંખ્યાથી નહીં.
ચાળીસ વર્ષમાં અલમોસ્ટ ત્રણ ટકા વસ્તી હિન્દુઓની ઘટી. આગામી વર્ષોમાં આ ટકાવારી ઔર ઘટતી જવાની. હિન્દુઓની ટકાવારી ન ઘટે એ માટે ન તો હિન્દુઓએ પોતે વધારે બાળકો પેદા કરવાનો વિકલ્પ છે ન આપણે બીજાઓને વટલાવવાનો ધંધો શરૂ કરીએ એ વિકલ્પ છે. આ સમસ્યાનો ઉકેલ માત્ર એટલો જ છે કે જે ધર્મો એમના અનુયાયીઓને આડેધડ બચ્ચાં પેદા કરવાની પ્રેરણા તેમ જ સગવડ (ચાર લગ્નોની) આપે છે તેની રીતરસમો પર અંકુશ આવે. સ્વૈચ્છિક રીતે આવે તો તો સારું જ છે અને નહીં તો સરકારી ધોરણે આવે. બે કે ત્રણથી વધુ બાળકો ધરાવનારાઓએ તથા એકથી વધુ પત્ની ધરાવનારાઓએ કેટલાક દેશોમાં (જેમાં અમુક પ્રોગેસિવ ઈસ્લામિક દેશોનો પણ સમાવેશ થઈ જાય છે) અમુક સરકારી હક્કોથી વંચિત રહેવું પડે છે. જતે દહાડે ભારતમાં પણ આવું કરવું જ પડશે.
બીજું. ધર્માંતરણ પરનાં અંકુશો ભારતમાં યોગ્ય રીતે જ વધી રહ્યાં છે, પણ આમ છતાં જે અસરકારક પગલાં લેવાં જોઈએ તે લઈ શકાતાં નથી, તે લેવાવાં જોઈએ.
ત્રીજું. પાડોશી દેશોમાંથી ઘૂસી આવતા વિધર્મીઓને મતદાતા ઓળખપત્રક, રેશનકાર્ડ, આધારકાર્ડ વગેરે આપીને વોટ બૅન્ક વધારવાની પ્રાદેશિક રાજનીતિ સામે હવે કેન્દ્રએ કડક પગલાં લેવાં જોઈએ. અગાઉની (કે અત્યારે કેટલાંક રાજ્યોની) સેક્યુલર સરકારોએ આવા લોકોને ગેરકાનૂની તરીકાથી આપેલા નાગરિક તરીકેના હક્ક ઝૂંટવી લેવા જોઈએ અને એમને પોતાને વતન પાછા મોકલી દેવા જોઈએ. આટલું થવાથી કમસેકમ નવા આવનારાઓ પર તો રોક લગાવી શકાશે.
હિન્દુઓની વસ્તી જ્યારે ૮૩ ટકા કે તેથી વધુ હતી ત્યારે કૉંગ્રેસ સહિતની કેટલીક પોલિટિકલ પાર્ટીઓ સેક્યુલરગીરીના નામે મુસ્લિમો તથા ખ્રિસ્તીઓની કેટલી આળપંપાળ કરતી હતી તે આપણને બધાને ખબર છે. (આ દેશની લઘુમતીઓની વાત થતી હોય ત્યારે શીખ કે જૈન કે બૌદ્ધ ધર્મની આપણે વાત કરતા નથી, કારણ કે ઈન્ડાયરેક્ટલી એ ત્રણેય આપણી સનાતન પરંપરાના, હિંદુ ધર્મના જ ફાંટા છે જેના માટે આપણને સૌને ગૌરવ છે. રહી વાત પારસીઓની તો એમની તો વસતી જ આખા વિશ્વમાં એક લાખની આસપાસ છે અને પારસીઓ આ દેશની પ્રગતિમાં ફાળો આપવા માટે હિંદુઓની પડખે રહ્યા છે, એટલું જ નહીં ક્યારેક તો સવાયા હિંદુ બનીને એમણે મુસ્લિમોનો વિરોધ કર્યો છે. એટલે ફોર ઑલ પ્રેક્ટિકલ પર્પઝ આપણી વાતચીતમાં લઘુમતી એટલે મુસ્લિમો તથા ખ્રિસ્તીઓ).
હિન્દુઓ જો ૮૩ ટકા હતા ત્યારે મુસ્લિમો-ખ્રિસ્તીઓની આટલી આળપંપાળ કૉંગ્રેસ ઈત્યાદિઓએ કરી હોય તો કલ્પના કરો હિન્દુઓની વસ્તી ત્રણ ટકા ઘટે, કે પછી ભવિષ્યમાં એથીય વધુ ઘટે તો કૉંગ્રેસ-સામ્યવાદી-સમાજવાદી વગેરેઓ લઘુમતીને કેટલી માથે ચડાવે. મનમોહનસિંહ વડા પ્રધાન હતા ત્યારે એમનું એક શરમજનક વિધાન યાદ આવે છે: ‘આ દેશના રિસોર્સિસ પર સૌથી પહેલાં હક્ક મુસલમાનોનો છે.’ હા, આવું તેઓ બોલ્યા હતા. કૉગ્રેસ સત્તામાં હતી ત્યારે એ ભારતીય સંરક્ષણ દળોમાં કેટલા ટકા મુસ્લિમો છે એવો સર્વે કરાવવા માગતા હતા જેથી દેશની વસ્તીમાં જેટલા મુસ્લિમો હોય એના પ્રમાણમાં લશ્કર, નૌકાદળ, હવાઈદળમાં પણ એમને સ્થાન મળે. સારું છે કે કૉંગ્રેસના કમઅક્કલ શાસકોને તે વખતે એવી દુર્બુદ્ધિ ન સૂઝી કે ભારતની જેલોમાં પચાસ ટકાથી વધુ ગુનેગારો મુસ્લિમ છે તો વસ્તીના પ્રમાણમાં સરકારે જેલોમાં ૧૫ ટકા જ મુસ્લિમોને રાખીને બાકીનાને છોડી દેવા જોઈએ અને હિન્દુઓને પકડી પકડીને જેલમાં નાખતાં જવું જોઈએ, કારણ કે દેશની વસ્તી પ્રમાણે જેલમાં પણ ૮૦ ટકા જેટલા હિન્દુઓ હોવા જ જોઈએ.
સિત્તેર સિત્તેર વર્ષ સુધી પંડિત નહેરુ અને તેમના કુટુંબીજનોએ આ દેશના જે હાલહવાલ કર્યા છે તે આપણે સહન કરીએ છીએ. મુસ્લિમોને-ખ્રિસ્તીઓને લાડ લડાવીને જ રાજ કરી શકાય એવું ગઈ કાલ સુધી મનાતું હતું અને આપણે પણ માની લીધેલું. ચૂંટણીઓ આવે એટલે રમજાન મહિનો હોય તો ઇફ્તાર પાર્ટીઓમાં હિન્દુ રાજનેતાઓ એ પણ જવું જ પડે ને વાટકા ટોપી માથે મૂકવી જ પડે એવી જડબેસલાક માન્યતા હતી. ખુદ વાજપેયીજીએ જ પણ ૨૦૦૪ની લોકસભાની ચૂંટણી વખતે લીલી વાટકા ટોપી પહેરીને ફોટા પડાવ્યા હતા (અને હારી ગયા હતા.)
આની સામે નરેન્દ્ર દામોદારદાસ મોદી નામનો ભડવીર આ દેશમાં છે જે મુસ્લિમ મતદારોથી છલકાતા ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી વખતે એક પણ (રિપીટ એક પણ) બેઠક પરથી મુસ્લિમને ટિકિટ આપતા નથી અને ક્યારેય ઇફ્તારીઓ અટેન્ડ કરતા નથી, વાટકા ટોપી પહેરતા નથી એટલું જ નહીં ન્યૂઝ કૅમેરાની સામે (ગુજરાતમાં સદ્ભાવના યાત્રા વખતે, સીએમ હતા ત્યારે) કેટલાક મુસ્લિમોએ એમને ખભા પર ઈસ્લામિક પરંપરાનું ચોકડાવાળું ઉપરણું ઓઢાડવાની જુર્રત કરી ત્યારે એમણે હસતાં હસતાં પણ દૃઢતાપૂર્વક ધસીને ના પાડી દીધી. મરાઠા પાઘડી, કચ્છી પાઘડી, શીખોની પાઘડી, નોર્થ-ઇસ્ટ રાજ્યોનાં જાતજાતની ટોપીઓ પહેરનારા નરેન્દ્ર મોદીએ મુસ્લિમ મતદારોને આકર્ષવા ક્યારેય વાટકા ટોપી નથી પહેરી તેનું આપણને સૌને ગૌરવ હોવું જોઈએ. ભારતની હિન્દુ વસ્તી છેલ્લાં ચાળીસ વર્ષમાં જે ઘટી તે ઘટી, હવે પછી, ૨૦૨૧ની કે તે પછીની વસ્તી ગણતરીમાં આવા અશુભ આંકડાઓ ન આવે તેના ઈલાજો લેખના આરંભે લખ્યા પણ મારે હિસાબે એનો ઈલાજ બે જ શબ્દમાં લખી શકાય! નરેન્દ્ર મોદી.
વધુ હવે પછી.
(આ લેખ માર્ચ ૨૦૧૭માં લખાયેલી સિરીઝમાંથી અપડેટ કરીને લીધો છે.)
અત્યારની બનતી જતી પરિસ્થિતિને જોતાં એમ થાય છે કે જો મોદીજી આપણા પ્રધાનમંત્રી ના હોત તો શું થાત આપણું !! ઉપરના આંકડા જોઈને જીવ બળી જાય છે અને કંઈ ના કરી શકવાનું દુઃખ પણ. આવી હકીકત બહાર લાવીને આપ બહુ ઉમદા કાર્ય કરી રહ્યા છો.
આ એક જન જાગૃતિ નો વિષય છે
Yes, we must understand that this is The Only Great Country where We are in Majority. The day we loose this, don’t forget what would be our position. Till date We have Ganga, Yamuna, Aayodhya, Kasi, Mathura, Rameshwaram, Chase Dham and Many more. These are our own Traditions, Culture and the, way of Life. Still we have Bhadwad Gita, Ramayan, Mahabharat, Ved, Upanishads and many more. It’s our privilege and duty to support and procure them. Please don’t fight caste system. Vande Mataram.
આ વાત આપણે હિંદુ ઓ સમજવી અને પ્રેક્ટિકલ જીવન માં ઉતરાવી ખુબ કઠીન છે તેનુ કારણ આપણા સનાતન ધર્મ નો વ્યાપક દ્રષ્ટિકોણ એટલે કે દરેક જીવ માત્ર પ્રત્યે દયા રાખવી.
આ સમભાવ આપણને જ નડે છે.
લગભગ 2200 વર્ષ પહેલા ચાણકયે ભારતીય સંસ્કૃતિ ને આક્રાન્તાઓ થી બચાવવા વિશે ખુબ જ સરસ વિવરણ કરેલ છે.
વર્તમાન સમયમાં હિંદુવાદી આર્ટીકલો ને વધુ મા વધુ હિંદુ સમાજ મા શેર કરી, જાગૃતિ લાવવી એ જ ઉપાય છે.
Namaste,
Time is come to implement uniform civil code asap.
Kadva sach
શ્રી સૌરભભાઈ,
સત્ય વાત. વ્યવહારૂ વાત. ગંભીર વાત. ના સમજે વે અનાડી હૈ.મૌનમોહન જેવા અનેકાનેક યસ અનેકાનેક દેશદ્રોહીઓ પર લોહી ઉકળી ઉઠે છે. જ્યારે દેશના વિકાસ ને બદલે રકાસ થાય એવી નીતિઓ ને પ્રોત્સાહન આપે અને વેગ આપતા હોય છે આવા બકવાસ તત્વો. વિષય ગંભીર છે. જ્યાં સુધી ભારતને લાગેવળગે છે ત્યાં સુધી સખત કાયદો જ આનો ઉપાય છે. આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી (એમના પોતાના શબ્દોમાં પ્રધાનસેવક) જ કરી શકે આ અત્યંત અઘરૂં ટાસ્ક…ના અઘરો રોગ. જય શ્રી કૃષ્ણ જય શ્રીરામ જય માતાજી હર હર મહાદેવ .
સૌરભભાઈ, વંદે માતરમ્.
આપણે દરેક હિંદુસ્તાની એ એક જ લક્ષ્ય રાખવાનું છે કે 2024 હોય કે 2029 હિંદુસ્તાન ની ગાદી પર માત્ર ને માત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદી જ આવે. તો જ ઝેરી સાપોલીયાઓ થી હિંદુ અને હિંદુસ્તાન બચી શકશે.
Saheb good morning, have pachi pandit Nehru karta Jawahar na naame address karsho ..to thodi maja aavshe ??Ane Ema kai khotu nathi ..apde Indira sarkar , Manmohan sarkar kahiye chie !! To aaj thi apde badha e jawahar name address karie to thodi taadhak thashe.
Very well said….
તે પંડિત કહેવા ને લાયકજ નથી…
સૌરભ ભાઈ પ્લીઝ ધ્યાન આપશો…
આમાં આપડાં બધાનું મોરલ વધશે એ ખાતરી છે.