ચાર રાજ્યોમાં ભાજપની અને પંજાબમાં ‘આપ’ની જીત કેવી કેવી સ્ટ્રેટેજીથી થઈ: સૌરભ શાહ

(આજનો તંત્રીલેખ: ફાગણ સુદ નોમ, વિક્રમ સંવત ૨૦૭૮ શુક્રવાર, ૧૧ માર્ચ ૨૦૨૨)

ચાર રાજ્યોની (પંજાબની વાત પછી કરીશું) વિધાનસભા ચૂંટણીનાં પરિણામોનો ઊડીને આંખે વળગે એવો નિષ્કર્ષ એ કે ભારતના મતદારો માટે બે વાત સૌથી મહત્ત્વની છે – સુશાસન અને હિન્દુ પરંપરાનું રક્ષણ. બેમાંથી એકાય વાતમાં જો તમે સહેજ પણ મોળા કે બનાવટી હશો તો પ્રજા તમને નહીં સ્વીકારે.

વાજપેયીજી વખતે સુશાસન શરૂ થવા માંડ્યું હતું પણ હિન્દુત્વના મુદ્દે (એનડીએના બાકીના 18 સાથીપક્ષોને કારણે) અનેક સમાધાનો કરવાં પડતાં.

2014 પછી મોદીએ પુરવાર કરી બતાવ્યું કે ભારત જેવા મહાકાય દેશમાં ભ્રષ્ટાચાર દૂર કરવાના સઘન પ્રયત્નો થાય તો તેનાં પરિણામો મળવાનાં શરૂ થાય છે. મોદીએ એ પણ પુરવાર કરી બતાવ્યું કે આ દેશમાં કોઈ જાતિ-ધર્મ-પંથ-પ્રદેશ કોઈનીય વૉટબૅન્ક નથી. તમે 140 કરોડ ભારતીયોને ધ્યાનમાં રાખીને સૌનો વિકાસ કરવાનું ધ્યેય રાખશો તો વહેલો કે મોડો, સૌનો સાથ મળી રહેવાનો જ છે.

અને મોદીએ એ પણ પુરવાર કર્યું કે નેહરુએ અને એમના વારસદારોએ ઉછેરેલી મીડિયાની ઘોર અવગણના કરીને ભારતની સનાતન પરંપરાને વફાદાર રહીને જે જે કાર્યો થશે તે આ દેશની 85 ટકા હિન્દુ પ્રજાને હૈયે વસી જશે અને બાકી રહેતા 15 ટકામાંથી પણ નવ્વાણું ટકા સમજદાર પ્રજા આ વાત સ્વીકારવાની જ છે કારણ કે તેઓને ખબર છે કે મોદીશાસનમાં હિન્દુત્વનો પ્રભાવ વધશે તેને કારણે પોતાના ધર્મની પરંપરાને, પોતાની લાઇફસ્ટાઇલને ઊની આંચ નથી આવવાની.

મોદી પર ભરોસો રાખીએ. ટ્રિપલ તલાકની અભદ્ર પ્રથા પર કાનૂની પ્રતિબંધ લાવ્યા પછી, 370મી કલમ હટાવ્યા પછી, સમાન નાગરિકી ધારો પણ તેઓ લાવશે, મસ્જિદો પરનાં લાઉડ સ્પીકર્સ પણ દૂર થશે અને રસ્તા પર નમાજો ભૂતકાળની વાત બની જશે એવો ભરોસો રાખવો જોઈએ.

હા, આ પંદરેક ટકામાંના જે પોઇન્ટ એક ટકા કરતાંય ઓછા લોકો છે – જેઓ ધર્મ પરિવર્તન કરાવવા માગે છે, લવ-જિહાદ કરાવવા માગે છે, ગોવંશરક્ષાની આડે આવવા માગે છે, આતંકવાદી પ્રવૃત્તિઓ કરવા માગે તે સૌ અને તેમના સમર્થકો તથા તેમની સપોર્ટ સિસ્ટમ છે તેઓ – મોદીશાસનથી નારાજ રહેવાના જ છે. 140 કરોડની વસ્તીમાં આવા લોકો કેટલા હશે? અમુક હજાર કે અમુક લાખ. એમને સીધા કરવાની કે ન્યુટ્રલાઇઝ કરવાની સિસ્ટમ પણ મોદી-યોગી પાસે છે જ. આ ક્ષુલ્લક માઇનોરિટીને કારણે તમામ બિનહિન્દુ પ્રજાને વગોવવાનું પાપ જેમ મોદી નથી કરતા તેમ આપણે પણ ન કરવું જોઈએ. મોદી પર ભરોસો રાખીએ. ટ્રિપલ તલાકની અભદ્ર પ્રથા પર કાનૂની પ્રતિબંધ લાવ્યા પછી, 370મી કલમ હટાવ્યા પછી, સમાન નાગરિકી ધારો પણ તેઓ લાવશે, મસ્જિદો પરનાં લાઉડ સ્પીકર્સ પણ દૂર થશે અને રસ્તા પર નમાજો ભૂતકાળની વાત બની જશે એવો ભરોસો રાખવો જોઈએ.

એક જમાનો હતો જ્યારે કહેવાતું કે રાજકારણ઼ એક ગંદું કાદવિયું ખાબોચિયું છે. અમિતાભ બચ્ચનને રાજકારણમાં આવીને સમજાયું કે પોતે ભૂલ કરી છે ત્યારે એમણે ‘ઇલસ્ટ્રેટેડ વીકલી’માં આ ક્ષેત્રને ‘સેસપુલ (મળમૂત્ર લઈ જનારી ગટરની પાઇપલાઇન) ઑફ પોલિટિક્સ’ ગણાવ્યું હતું. નેહરુના જમાનામાં અને તે પછી દાયકાઓ સુધી એવું જ રાજકારણ હતું – સેસપુલ. આવી ગંદકીમાં અપવાદરૂપે શ્યામાપ્રસાદ મુખર્જીથી માંડીને મોરારજી દેસાઈ કે અટલબિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી જેવા અમુક ડઝન મુઠ્ઠી ઉંચેરા માણસોએ આવીને માહોલ બદલવાની કોશિશ કરી જેમાં કેટલીક વાર તેઓ સદંતર નિષ્ફળ ગયા, કેટલીક વાર એમને આંશિક સફળતા મળી.

મોદીના આવ્યા પછી ગંગા જેમ સાફસૂથરી થવા માંડી છે એમ રાજકારણમાંની ગંદકી પણ દૂર થવા માંડી છે. આ સફાઈ અભિયાન સંપૂર્ણપણે સફળ થાય એવી કોશિશ મોદી અને યોગી સહિતના એમના સાથીઓ કરી જ રહ્યા છે પણ રાજકારણ એક એવું ક્ષેત્ર છે જ્યાં હન્ડ્રેડ પર્સેન્ટ ચોખ્ખાઈ શક્ય જ નથી. ફૉર ધૅટ મૅટર, જીવનનું એવું કયું ક્ષેત્ર છે જેમાં તમે 100 ટકા ચોખ્ખાઈ લાવી શકવાના છો?

મોદીના આવ્યા પછી ગંગા જેમ સાફસૂથરી થવા માંડી છે એમ રાજકારણમાંની ગંદકી પણ દૂર થવા માંડી છે. આ સફાઈ અભિયાન સંપૂર્ણપણે સફળ થાય એવી કોશિશ મોદી અને યોગી સહિતના એમના સાથીઓ કરી જ રહ્યા છે પણ રાજકારણ એક એવું ક્ષેત્ર છે જ્યાં હન્ડ્રેડ પર્સેન્ટ ચોખ્ખાઈ શક્ય જ નથી. ફૉર ધૅટ મૅટર, જીવનનું એવું કયું ક્ષેત્ર છે જેમાં તમે 100 ટકા ચોખ્ખાઈ લાવી શકવાના છો? પત્રકારત્વ? તબીબી વ્યવસાય? શિક્ષણ? બિઝનેસ? બ્યુરોક્રસી? કોઈ પણ ક્ષેત્રમાં સો ટકા શુદ્ધિ – તે ઇચ્છનીય હોવા છતાં – શક્ય નથી. તે જ રીતે રાજકારણમાં પણ એવી આશા રાખવી વધુ પડતી છે. હા, જેઓ જન્મજાત વાંકદેખા છે તેઓ હંમેશા રાજકારણને પોતાનાં રંગીન ચશ્માંથી જોઈને વખોડવાના જ છે, વખોડવા દો.

સરકારની ટીકા જ કરાય, સરકારનાં વખાણ તો ક્યારેય કરાય જ નહીં એવું આપણા ડી.એન.એ.માં ક્યારથી પ્રવેશી ગયું હશે? મારું માનવું છે કે જ્યારથી આપણા પર વિદેશી શાસકોએ રાજ કરવાનું શરૂ કર્યું ત્યારથી.

2014 પહેલાં રાજકારણીઓ તો આવા જ અને રાજકારણીઓ તો તેવા જ એવું કહીને પોલિટિક્સવાળાઓને તમે ગાળાગાળ કરતા તેમાં 99 ટકા સત્ય હતું જ. 2014 પહેલાં તમે સરકારની બિનકાર્યક્ષમતા માટે, સરકારના ભ્રષ્ટાચાર-લાગવગ ઇત્યાદિ વિશે ફરિયાદો કર્યા કરતા હતા તેમાં બહુધા વજૂદ રહેતું. સરકારની ટીકા જ કરાય, સરકારનાં વખાણ તો ક્યારેય કરાય જ નહીં એવું આપણા ડી.એન.એ.માં ક્યારથી પ્રવેશી ગયું હશે? મારું માનવું છે કે જ્યારથી આપણા પર વિદેશી શાસકોએ રાજ કરવાનું શરૂ કર્યું ત્યારથી. આઠસો-એક હજાર વર્ષ પહેલાં ક્રમશઃ ઇસ્લામધર્મી શાસકોએ આવવાનું શરૂ કર્યું, ત્યાર બાદ મોગલો આવ્યા, એ પછી અંગ્રેજો અને આઝાદી પછી નહેરુ અને નહેરુના વંશજો. આ બધા શાસનોની આપણી પ્રજા ટીકા કરતી તે વાજબી જ હતી કારણ કે આ શાસકોએ બહુધા આપણી પ્રજાને અન્યાય કર્યો છે, આપણી ફરિયાદો નથી સાંભળી, આપણી સમૃદ્ધિ લૂંટી, કુશાસન અને ભ્રષ્ટાચારના બોજા હેઠળ આપણું જીવન ગુલામોથી બદતર બનાવી દીધું.

2014 પછી બધું બદલાવા માંડ્યું. પણ સરકારની ટીકા જ કરાય, વખાણ ન કરાય એવી આપણી ટેવ હજુ સુધી બદલાઈ નથી. ભવિષ્યમાં આ યુગનો ઇતિહાસ લખાશે ત્યારે આ સમયગાળો ભારતના રેનેસાં ઇરા તરીકે, પુનરુત્થાનયુગ તરીકે ઓળખાશે. 2014માં માત્ર સરકાર જ નથી બદલાઈ. દિલ્હીની સરકારો તો 1947 પછી ઘણી વાર બદલાઈ. પણ દરેક સરકારના તોરતરીકા એના એ જ રહ્યા (વાજપેયીજીના શાસન સિવાય, એ સમયગાળો અપવાદનો). 2014 પછી સરકાર બદલાવાની સાથે શાસનના તોરતરીકા બદલાયા. રાષ્ટ્રભક્ત શાસકો કોને કહેવાય તેનો ભારતને પરિચય થવા માંડ્યો. નિષ્ઠાપૂર્વકની કામગીરીનાં પરિણામોના આપણે સાક્ષી થવા લાગ્યા. આઠ વર્ષ થશે મે 2022માં. આ આઠ વર્ષ દરમ્યાનના મોદી શાસનની સિદ્ધિઓ વિશે એક આખું અલગ પુસ્તક વિસ્તારપૂર્વક લખવું પડે. એ તરફ અત્યારે ફંટાયા વિના વાત કરીએ – ગઈ કાલનાં ચૂંટણી પરિણામોને કેન્દ્રમાં રાખીને વાત કરીએ.

એક જમાનો હતો જ્યારે ડાહ્યા અને જ્ઞાની અને મહાપંડિત એવા ચશ્મિષ્ટ ઇલેક્શન એનલિસ્ટોને ‘એન્ટી ઇન્કમ્બન્સી’ શબ્દપ્રયોગ બહુ ભાવતો. જૂની સરકાર આઉટ થાય અને ચૂંટણીમાં નવી સરકાર ચૂંટાય તો જૂની સરકાર એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટરને લીધે આઉટ થઈ એવાં વિશ્લેષણો થતાં. આ ચૂંટણી વિશ્લેષકોએ કેન્દ્રમાં ભાજપ આવ્યા પછી પણ દરેક વખતે – 2017માં, 2019માં અને 2022માં – વિધાનસભાની/લોકસભાની ચૂંટણીઓ વખતે આ જ શબ્દપ્રયોગને પકડી રાખ્યો અને તેઓ સૌ ઊંધા માથે પડતા રહ્યા.

એક જમાનો હતો જ્યારે ડાહ્યા અને જ્ઞાની અને મહાપંડિત એવા ચશ્મિષ્ટ ઇલેક્શન એનલિસ્ટોને ‘એન્ટી ઇન્કમ્બન્સી’ શબ્દપ્રયોગ બહુ ભાવતો. જૂની સરકાર આઉટ થાય અને ચૂંટણીમાં નવી સરકાર ચૂંટાય તો જૂની સરકાર એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટરને લીધે આઉટ થઈ એવાં વિશ્લેષણો થતાં. આ ચૂંટણી વિશ્લેષકોએ કેન્દ્રમાં ભાજપ આવ્યા પછી પણ દરેક વખતે – 2017માં, 2019માં અને 2022માં – વિધાનસભાની/લોકસભાની ચૂંટણીઓ વખતે આ જ શબ્દપ્રયોગને પકડી રાખ્યો અને તેઓ સૌ ઊંધા માથે પડતા રહ્યા.

અગાઉની બિનભાજપી (કહો કે કૉન્ગ્રેસ વગેરેની) સરકારોના પાંચ વર્ષના શાસન દરમ્યાનના ભ્રષ્ટાચાર, કુશાસન, અરાજકતાથી મતદારો ત્રાસી જતા એટલે ચૂંટણીમાં મતાધિકારનો ઉપયોગ કરીને તેઓ જૂની સરકારને વિદાય કરતા અને નવી સરકારને ચાન્સ આપતા. નવી સરકાર જૂની કરતાં સવાયી ભ્રષ્ટ પુરવાર થતી એટલે પછીની ચૂંટણીમાં એને લાત મારીને ફરી પહેલીવાળીને લાવતા. આવું ચાલ્યા કરતું એટલે એન્ટી-ઇન્કમ્બન્સી ફેક્ટરવાળો શબ્દપ્રયોગ વારવાની ચૂંટણી વિશ્લેષકોને ટેવ પડી ગઈ.

પણ ભાજપનું શાસન, વિશેષ કરીને કેન્દ્રમાં મોદીના આવ્યા પછીનું ભાજપનું શાસન જુદું છે એ વાત આ ચૂંટણી વિશ્લેષકોએ ધ્યાનમાં લીધી નહીં. જાણી જોઈને અથવા નાસમજીથી – પણ ના લીધી.

ભાજપના શાસનમાં થતી રાજ્યની-દેશની પ્રગતિથી મતદારો પ્રભાવિત થવા લાગ્યા. કૉન્ગ્રેસના શાસનમાં દેખાતો ભ્રષ્ટાચાર ઓછો થઈ રહ્યો છે તેનો પ્રત્યક્ષ અનુભવ થવા લાગ્યો. લોકોનાં કામમાં આવતી સરકારી અડચણો ક્રમશઃ દૂર થવા લાગી. પ્રજા માટે કેન્દ્રમાંથી મોકલાતો પૈસો આડતિયાને/દલાલોને બદલે પ્રજાના બૅન્ક ખાતામાં સીધો જમા થવા લાગ્યો. આ ઉપરાંત મતદારોમાં વિશ્વાસ જાગ્યો કે આ કોઈ વોટબૅન્ક ઊભી કરનારા શાસકો નથી. હિન્દુઓને પણ વોટબૅન્ક તરીકે નહીં સનાતન પરંપરાના પ્રતિનિધિઓ તરીકે આ સરકાર જુએ છે અને ખુલ્લેઆમ ભગવાં પહેરીને અયોધ્યા, કાશી, હૈદરાબાદનાં પવિત્ર સ્થાનોમાં કલાકો ગાળીને પૂજામાં બેસે છે.

આને કારણે મતદારો ચાહવા લાગ્યા કે આ જ સરકાર ફરી ચૂંટાય. ફરી એક વાર એ શાસન કરે અને અગાઉનાં પાંચ વર્ષ દરમ્યાન જે કામ નથી થઈ શક્યાં તે પણ કરે અને વધુ નવાં નવાં કામ પણ કરે.

ચારેય રાજ્યોમાં ભાજપની સરકાર ફરીથી ચૂંટાઈ છે. ગોવામાં દસ વરસથી ભાજપ શાસન કરે છે. ત્રીજી વખત વધુ બેઠકો મેળવીને જીતે છે. ઉત્તરાખંડ અને મણિપુરમાં ફરી ચૂંટાય છે. ઉત્તર પ્રદેશમાં પણ બીજી વાર ચૂંટાય છે અને ગયા વખતે કુલ મતના 39 ટકા જેટલા મત મળ્યા હતા, આ વખતે એમાં દસ ટકા કરતાં વધુ એવો ધરખમ વધારો થાય છે – 44 ટકા જેટલા મત મળે છે. હાલાંકિ ઇલેક્ટોરલ પોલિટિક્સ છે, એટલે અમુક ચોક્કસ ગણતરીઓ બદલાઈ જવાથી સીટો અગાઉ કરતાં ઓછી મળે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે મોડી સાંજે દિલ્હીના ભાજપ મુખ્યાલયમાં કાર્યકર્તાઓને સંબોધતાં કહ્યું એમ મતદાતાઓને ભાજપની નીતિ, ભાજપની નિયત અને ભાજપના નિર્ણયો પર વિશ્વાસ છે એનો પુરાવો છે— આ ચાર રાજ્યોનાં પરિણામો.

પંજાબમાં કેજરીવાલ જેવા અક્ષમ, અરાજકતાવાદી અને ભ્રષ્ટ રાજકારણીની પાર્ટી ચૂંટાઈ આવી તેનું મુખ્ય કારણ મીડિયા છે – કોઈ મીડિયા તમને આ વાત નહીં કહે. કેજરીવાલે દિલ્હી સરકારના પૈસે દેશના તમામ અંગ્રેજી, હિન્દી તથા ભાષાકીય પ્રિન્ટ-ટીવી મીડિયાને લખલૂટ જાહેરખબરો આપીને ખરીદી લીધા. મોંમાં ‘આપ’ના કરોડો રૂપિયા ઠુંસ્યા પછી અચ્છા અચ્છા પત્રકારો પણ કેજરીવાલ અને ‘આપ’ના પાપ વિશે મૌન સેવતા થઈ ગયા.

પંજાબ એક જુદો જ મામલો છે. તમિળનાડુ-કેરળ કે બંગાળની જેમ ભાજપે ક્યારેય પંજાબમાં મૂળિયાં મજબૂત કર્યા નથી, હવે થશે. પંજાબમાં સાથી પક્ષ અકાલીદળના નાનાભાઈ તરીકે ભાજપે અત્યાર સુધી સાથ આપ્યો તે એક રાજકીય સ્ટ્રેટેજી હતી. જેમ જમ્મુ-કાશ્મીરમાં મહેબૂબા મુફ્તીની સાથે હાથ મિલાવવા એ પણ એક વ્યૂહરચના હતી, જે સફળ થઈ. લાંબો કૂદકો મારવા માટે ચાર ડગલાં પાછળ જવું પડે એવી આ વાત છે. પંજાબમાં કૉન્ગ્રેસના કુશાસને ‘આપ’ના દુઃશાસન કેજરીવાલને ચાંદીની તાસકમાં મૂકીને સત્તા આપી દીધી. કેજરીવાલોની રાજનીતિ લોકોને બેવકૂફ બનાવવાની નીતિ છે. ચૂંટણી પહેલાં બધું જ મફત આપવાનું પ્રોમિસ આપો, જો ચૂંટાઈ જાઓ તો છ-બાર મહિનામાં જ મફત આપી આપીને (અને બાકીનો માલ ઘરભેગો કરીને) રાજ્ય સરકારની તિજોરી ખાલી કરી નાખો અને પછી ઘર ચલાવવાના પૈસા ન હોય એટલે કેન્દ્ર પાસે કટોરો લઈને ઊભા રહી જાઓ. કેન્દ્ર હિસાબ માગે તો પ્રચાર કરો કે કેન્દ્ર સરકાર તરફથી અમને સહકાર મળતો નથી.

પંજાબમાં કેજરીવાલ જેવા અક્ષમ, અરાજકતાવાદી અને ભ્રષ્ટ રાજકારણીની પાર્ટી ચૂંટાઈ આવી તેનું મુખ્ય કારણ મીડિયા છે – કોઈ મીડિયા તમને આ વાત નહીં કહે. કેજરીવાલે દિલ્હી સરકારના પૈસે દેશના તમામ અંગ્રેજી, હિન્દી તથા ભાષાકીય પ્રિન્ટ-ટીવી મીડિયાને લખલૂટ જાહેરખબરો આપીને ખરીદી લીધા. મોંમાં ‘આપ’ના કરોડો રૂપિયા ઠુંસ્યા પછી અચ્છા અચ્છા પત્રકારો પણ કેજરીવાલ અને ‘આપ’ના પાપ વિશે મૌન સેવતા થઈ ગયા. ક્યારેક કોઈએ ટીકા કરી તો લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યાં જો અને ફૂલ કેરે દડૂલિયે સીતાએ વેર વાળ્યાં જો-જેવો તમાશો જ કર્યો એ પત્રકારોએ જેથી ભવિષ્યમાં કોઈ ચેલેન્જ કરે તો ક્લિપ બતાવીને કહી શકે કે જુઓ, અમે તો ટીકા કરી જ છે કેજરુદ્દીનની. ભલા માણસ, એક વખત એની વિરુદ્ધ ગણગણાટ કર્યો તે ન ગણાય, નવ્વાણું વખત ત્રાડ પાડીને બોલવાની જરૂર હતી ત્યારે તમે ચૂપ રહ્યા તેની ગણતરી થાય છે ચિત્રગુપ્તના ચોપડે.

એ રાક્ષસ પાસે હવે પંજાબમાં આખેઆખું પોલીસતંત્ર પોતાને હવાલે હશે. બંગાળમાં મમતાએ જે કાળોકેર વર્તાવ્યો તેવો જ કે એના કરતાં અધિક કહેર કેજરીવાલ પંજાબમાં પોલીસતંત્રને કાબૂમાં લઈને વર્તાવી શકે છે. ભવિષ્યમાં પંજાબ અને કેન્દ્ર સરકાર વચ્ચે ઘણી મોટી ક્રાઇસિસ ઊભી થવાની છે

પંજાબમાં ‘આપ’ માટે જીતવું કપરું બની ગયું હોત જો પ્રેસ્ટિટ્યુટ બની ગયેલી મીડિયાએ કેજરીવાલને નિર્વસ્ત્ર કરીને એનાં કારનામાં પ્રગટ કર્યાં હોત તો. જો એવું થયું હોત તો આજે પંજાબમાં એક પ્રોફેશનલ કૉમેડિયન નામે ભગવંતસિંહ માન જે દારૂડિયો છે (સંસદમાં ચિક્કાર પીને એણે હાજરી આપી છે, બીજાં કેટલાંય જાહેર સમારંભોમાં જતી-આવતી વખતે કેશ્ટો મુખર્જીની જેમ લથડતી ચાલે ચાલતો તમે વારંવાર એને જોયો છે. ન જોયો હોય તો યુટ્યુબ પર જોઈ લેજો— તો એવો બેવડો, માફ કરજો આ શબ્દ વાપરવા માટે, પણ મારે તો આના કરતાંય વધુ આકરો શબ્દ વાપરવો હતો) માણસ પંજાબ જેવા સરહદના રાજ્યનો મુખ્યમંત્રી બનશે એવી નોબત ન આવી હોત. ભ્રષ્ટ મીડિયાના પાપે પંજાબીઓ પર આ દુષ્ટ મુખ્યમંત્રી ઠોકી બેસાડવામાં આવશે. દિલ્હીમાં તો કેજરીવાલ પાસે પોલીસ નહોતી. દિલ્હી રાજ્યની પોલીસ વ્યવસ્થા બાકીના અન્ય રાજ્યોની જેમ રાજ્યને હવાલે નથી, કેન્દ્રના હવાલે છે. કેજરીવાલે વારંવાર કકળાટ કર્યો છે કે અમારી પાસે પોલીસ તંત્ર નથી એટલે અમારી કાર્યક્ષમતા ઘટી જાય છે. પોલીસતંત્રનો સાથ ન હોવા છતાં કેજરીવાલે શાહીનબાગ જેવા કાંડમાં, 2020નાં હિન્દુવિરોધી રમખાણોમાં, એ પછી બનાવટી ખેડૂતોએ કૃષિકાનૂનો વિરુદ્ધ કરેલાં હિંસક આંદોલનોમાં કેટલો મોટો ફાળો આપ્યો છે તે સૌ કોઈ જાણે છે. જે માણસ પોલીસતંત્ર પોતાને હવાલે ન હોવા છતાં આટલી મોટા પાયે અરાજકતા ફેલાવી શકે છે એ રાક્ષસ પાસે હવે પંજાબમાં આખેઆખું પોલીસતંત્ર પોતાને હવાલે હશે. બંગાળમાં મમતાએ જે કાળોકેર વર્તાવ્યો તેવો જ કે એના કરતાં અધિક કહેર કેજરીવાલ પંજાબમાં પોલીસતંત્રને કાબૂમાં લઈને વર્તાવી શકે છે. ભવિષ્યમાં પંજાબ અને કેન્દ્ર સરકાર વચ્ચે ઘણી મોટી ક્રાઇસિસ ઊભી થવાની છે – નવા શરાબી મુખ્યમંત્રીની સોગંદવિધિ થાય તે પહેલાં જ પંજાબની આવતી કાલ કેવી હશે તેની એંધાણી મળી ગઈ છે. પંજાબમાં જોકે, શક્ય છે કે કેજરીવાલ માનને મુખ્યમંત્રી ન બનાવે અથવા તો અત્યારે બનાવે અને વખત જતાં માનને રિપ્લેસ કરીને બીજા કોઈને એ સ્થાને મૂકે, કદાચ પોતાને.

બહુ જલદી 2024ની લોકસભાની ચૂંટણીનાં પડઘમ વાગશે. આ જ વર્ષે ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીઓ આવી રહી છે. ઉપરાંત કોઈ મોટા રાજ્યની વિધાનસભાની ચૂંટણી હોય એટલી જ મહત્ત્વની અને રસાકસીભરી બૃહદ્‌ મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (બીએમસી)ની ચૂંટણી પણ થવાની છે. બીએમસીની ચૂંટણી કોઈ રાજ્યની વિધાનસભા જેટલી જ જોરશારથી લડવામાં આવે છે. બીએમસી ૪૬,૦૦૦ કરોડ રૂપિયાનું વાર્ષિક બજેટ ધરાવે છે જે ગોવા વત્તા મિઝોરમ— બે રાજ્યોના બજેટના સરવાળા કરતાં વધુ થાય. આવતા વર્ષે ત્રિપુરા, મેઘાલય, નાગાલૅન્ડ, મિઝોરમ ઉપરાંત તેલંગણ, છત્તીસગઢ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને કર્ણાટક વિધાનસભાઓની ચૂંટણીઓ યોજાશે. ચાલ્યા જ કરશે. મોદીએ વારંવાર કહ્યું છે કે લોકસભાની અને દરેક રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજાવી જોઈએ જેથી દેશ સતત ચૂંટણીના મોડમાં ન રહે. એટલું જ નહીં શહેરનાં કૉર્પોરેશનો, નગરપાલિકાઓ તેમ જ જિલ્લા-તાલુકા-ગ્રામ પંચાયતો જેવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ જનરલ ઇલેક્શનની સાથે જ થવી જોઈએ. વિપક્ષો ના પાડે છે. એમના પેટમાં તેલ રેડાય છે કે આવું થશે તો સ્થાનિક પ્રજાને ઉશ્કેરી-ભરમાવીને પ્રાદેશિક સ્તરે અમને મળી જતી રહીસહી સત્તા પણ છીનવાઈ જશે તો અમારી કરોડો-અબજો રૂપિયાની કમાણી બંધ થઈ જશે.

શિવસેના જેવી પ્રાદેશિક અને પ્રદેશવાદી એવી સાવ તોફાની પાર્ટીએ મોટા ઉપાડે ઉત્તરપ્રદેશ અને ગોવાની વિધાનસભા માટે પોતાના ઉમેદવારો રાખ્યા. શેરમાંથી બિલ્લી બની ગયેલા ઉદ્ધવ ઠાકરેના બચ્ચાએ પક્ષના જોકર સંજય રાઉત સાથે યુ.પી.માં ખૂબ ચૂંટણી પ્રચાર કર્યો. મમતા, કેજરીવાલની જેમ ઉદ્ધવની આકાંક્ષા પણ પી.એમ. બનવાની છે. ગોવામાં શિવસેનાના ઉમેદવારોને જે મત મળ્યા તે જાણવા જેવા છે. સૌ કોઈની ડિપોઝિટ જપ્ત થઈ. શિવસેનાના ઉમેદવારોને વધુમાં વધુ 267 (બસો સડસઠ) અને ઓછામાં ઓછા 49 (ઓગણપચાસ) મત મળ્યા. ગોવામાં મમતા બેનર્જીએ પ્રચાર કરવા રોહિંગ્યાઓની ફોજ ઉતારી હતી. મમતાની પાર્ટી ઑલ ઇન્ડિયા તૃણમૂલ કૉન્ગ્રેસને શૂન્ય સીટ મળી. ‘આપ’ને યુપીમાં તેમ જ ઉત્તરાખંડમાં શૂન્ય શૂન્ય સીટ મળી.

મુસ્લિમો મોદીની સાથે નથી એ મિથ દેવબંદ જેવા અનેક કિસ્સાઓમાં તૂટી છે. બધા મુસ્લિમો કટ્ટરવાદી છે એ ભ્રમણા ઝેરીલા ઓવૈસીની પાર્ટીને મળેલી શૂન્ય સીટથી પુરવાર થાય છે. ભારતમાં રહેતા મુસ્લિમો સમજે છે કે ઇસ્લામ ધર્મના અનુયાયીઓ માટે આખા વિશ્વમાં સૌથી વધુ સ્વતંત્રતા, સૌથી વધુ સમૃદ્ધિ અને સૌથી વધુ શાંતિ – આ ત્રણેયનું કૉમ્બિનેશન જો કોઈ એક જ જગ્યાએ શોધવાનું હોય તો તે સ્થળ માત્ર ભારત છે

કટ્ટરવાદી અને ઝનૂની ઓવૈસીની એઆઈએમઆઈએમ (ઑલ ઇન્ડિયા મજલિસ-એ વગેરે વગેરે)ને યુપીમાં શૂન્ય સીટ મળી. ઉત્તરપ્રદેશમાં વીસ ટકા જેટલી વસ્તી મુસ્લિમોની છે. દેવબંદ, જ્યાં દારૂલ ઉલૂમ નામની ભારતની સૌથી મોટી મદરેસા છે અને કટ્ટરવાદી શિક્ષણનું આ ઘણું મોટું મથક છે, તે દેવબંદસ્થિત ધર્મગુરુઓનો— જે કટ્ટરવાદી નેતાઓ છે તેમના પર અને જે કટ્ટરવાદી મુસ્લિમો છે તેમના પર— ઘણો મોટો પ્રભાવ છે. દેવબંદમાંથી નીકળતા ફતવાઓને ખૂબ ગંભીરતાપૂર્વક લેવાતા હોય છે. દેવબંદમાં મુસ્લિમ વસ્તી 40 ટકા જેટલી જંગી છે. દેવબંદની વિધાનસભા બેઠક પરથી ઓવૈસીની પાર્ટીના ઉમેદવાર ઉમર મદાનીને રોકડા 3501 મત મળ્યા (કુલ મતદાનના માત્ર દોઢ ટકો). ડિપોઝિટ જપ્ત થઈ. અને જીત્યું કોણ? ભાજપના બ્રિજેશ સિંહ રાવત 93890 મત સાથે – કુલ મતદાનના 38 ટકા કરતાં વધુ મત સાથે!

રાજકીય પાર્ટીના નામની આગળ-પાછળ ‘ઑલ ઇન્ડિયા’નું શીંગડું – પૂછડું લગાવવાથી તે રાષ્ટ્રીય સ્તરની બની જતી નથી. ટીવી-છાપાંના વક્રદૃષ્ટા વિશ્લેષકો ભાજપ જ્યારથી કેન્દ્રમાં આવી છે ત્યારથી મંજિરાં વગાડ્યાં કરતા હોય છે કે આ દેશમાં હવે પ્રાદેશિક પક્ષોનું જ મહત્ત્વ રહેવાનું છે. તંબૂરો.

મીડિયા જે ઉટપટાંગ વાતોથી વર્ષોથી, દાયકાઓથી તમને ભરમાવ્યા કરે છે તે સમજીએ જરા. નૅશનલ પાર્ટીની સામે પ્રાદેશિક પક્ષોને મૂકવા એટલે શું? ભાજપની સામે આપ-શિવસેના-તૃણમૂલ જેવાઓને સંગઠિત કરવા. મુસ્લિમોને ભાજપની વિરુદ્ધ બહેકાવવા, યુપીમાં તથાકથિત જાતિવાદના નામે હિન્દુ મતદારોની સંગઠિતતાને તોડવાની કોશિશ કરવી – આ બધાં પાપ મીડિયાના પ્રચારે ઊભાં કરેલાં છે.

મુસ્લિમો મોદીની સાથે નથી એ મિથ દેવબંદ જેવા અનેક કિસ્સાઓમાં તૂટી છે. બધા મુસ્લિમો કટ્ટરવાદી છે એ ભ્રમણા ઝેરીલા ઓવૈસીની પાર્ટીને મળેલી શૂન્ય સીટથી પુરવાર થાય છે. ભારતમાં રહેતા મુસ્લિમો સમજે છે કે ઇસ્લામ ધર્મના અનુયાયીઓ માટે આખા વિશ્વમાં સૌથી વધુ સ્વતંત્રતા, સૌથી વધુ સમૃદ્ધિ અને સૌથી વધુ શાંતિ – આ ત્રણેયનું કૉમ્બિનેશન જો કોઈ એક જ જગ્યાએ શોધવાનું હોય તો તે સ્થળ માત્ર ભારત છે. મુસ્લિમોએ એ પણ જોયું છે કે સનાતન ધર્મનું ગૌરવ કરતા મોદી અન્ય ધર્મોનું ગૌરવ ક્યારેય હણતા નથી. તેઓ માત્ર રાષ્ટ્રદ્રોહની પ્રવૃત્તિઓ કરતા ભારતીયોને જ દંડે છે – પછી એ કોઈ પણ ધર્મના હોય.

મીડિયાના ભાજપ દ્વેષનું સૌથી નિકૃષ્ટ ઉદાહરણ યુપીના લખીમપુર ખેરી અને હાથરસમાં જોવા મળ્યું. લખીમપુરની તમામ આઠ વિધાનસભા બેઠકો ભાજપને મળી, હાથરસની પણ. હાથરસના તથાકથિત ‘બળાત્કાર’ તથા લખીમપુરના તથાકથિત ‘ખૂન’ના બનાવોને મીડિયાએ કઈ હદ સુધી ચગાવીને આખા દેશમાં ઉપાડો લીધો હતો તે તમે જાણો છો – મીડિયાનો એક માત્ર ઈરાદો યોગી સરકારને બદનામ કરીને મતદારોને ભાજપ વિરુદ્ધ ઉશ્કેરવાનો હતો. મીડિયાનાં આવાં પાપ નવીનવાઈનાં નથી. 2002ના ગોધરા હિન્દુ હત્યાકાંડ બાદ રાજદીપ સરદેસાઈ, બરખા દત્ત, શેખર ગુપ્તા જેવા અનેક પત્રકારોએ તેમ જ ટાઇમ્સ, ઇન્ડિયાટુડે જેવાં અનેક પ્રકાશનોએ આ પાપ કર્યું જ હતું અને હજુય આ પાપીઓ પોતાનો સ્વભાવ છોડતા નથી.

લેફ્ટિસ્ટો અને લ્યુટન્સ મીડિયાની બદમાશીઓ જુઓ. રાજદીપ સરદેસાઈને લખીમપુરમાં ભાજપની જીતથી પેટમાં તેલ રેડાયું એટલે એણે એ મતલબનું કહ્યું કે ત્યાંના મતદારોમાં અક્કલ નથી. યોગેન્દ્ર યાદવ નામનો એક ભિખારી લાગતો સબ બંદર કા વેપારી જેવો અરાજકતાવાદી આંદોલનજીવી છે. ચાર રાજ્યોનાં પરિણામોથી અપચો થઈ ગયો હોય એમ એણે કહ્યું કે ભારત માટે આ એક બહુ મોટી નામોશી છે અને 2024માં આપણે લડીને આપણા દેશને (ભાજપના હાથમાંથી છોડાવીને) પાછું આપણા કબજામાં લેવાનું છે.

જે માણસને કોઈ સરકસમાં જોકરની નોકરી પણ ના આપે એને બાપદાદાની વારસામાં મળેલી પાર્ટીના રિંગમાસ્ટર તરીકે ક્યાં સુધી ચીતરશે આ મીડિયા? આવું કરવા માટે મીડિયાને પૈસા મળે છે? બીજા લાભો મળે છે? રાહુલ ગાંધી પર ‘ઇન્ડિયા ટુડે’ એ આટલાં વર્ષોમાં એટલી કવર સ્ટોરીઓ કરી છે કે તમે ગણતાં થાકી જાઓ – કોઈ ભોળા માણસને તો એમ જ લાગે કે ભારતનો ઉદ્ધાર કરવા માટે આ દેવના દીધેલને ઇટાલિયન માતાએ જન્મ આપ્યો છે. આવું જ સ્થાનિક સ્તરે ઉદ્ધવ ઠાકરેનું છે. મહારાષ્ટ્રના દરેક ભાષાના ચાય-બિસ્કુટ પત્રકારો ઉદ્ધવને કોરોના વખતે બેસ્ટ સી.એમ. ગણાવતા હાલાંકિ કોરોનાના ગાળામાં સૌથી વધુ કરપ્શન અને મિસમેનેજમેન્ટ મહારાષ્ટ્રમાં (અને કેરળમાં તથા દિલ્હીમાં) નોંધાયું છે. આંકડા બોલે છે.

મોદીના આવ્યા પછી એમની તાકાત જોઈને— એમને ઉખાડવા સહેલા નથી, એમના કરોડો ટેકેદારોને નારાજ કરવા પોસાય એમ નથી— એવું રિયલાઇઝ થયા પછી ઘણા મીડિયા હાઉસોએ હવે તટસ્થ હોવાની ભ્રમણા ઊભી કરવા એક ખેલ શરૂ કર્યો છે. મીડિયા હાઉસની પોતાની પૉલિસી ભલે ભાજપ-મોદી વિરુદ્ધની હોય પણ એકાદ જણ એવો ઊભો કરવો જે આ પૉલિસીની વિરુદ્ધ જઈને લખે-બોલે. ચિત ભી મેરી, પટ ભી મેરીનો આ તમાશો આપણે દૂર રહીને જોયા કરવાનો.

દરેક ચૂંટણી વખતે મીડિયા એવું વાતાવરણ ઊભું કરે છે કે બસ હવે તો ભાજપ ખતમ, હવે તો મોદીનો જાદુ ઓસરી ગયો, યોગીમાં કોઈ આવડત નથી. અખિલેશ યાદવ, અરવિંદ કેજરીવાલ, ઉદ્ધવ ઠાકરે કે મમતા બેનર્જી જેવાઓનાં કુકર્મોની ટીકા કરવા જશો તો આ મીડિયાવાળાઓ પોતાના જ જાતભાઈની ટીકા કરશે કે તમારામાં અક્કલ નથી, તમે બાયસ્ડ છો, તમને તો ઊંઘમાંય મોદી-યોગી જ દેખાય છે. રાહુલ કંવલ આજકાલ પોતાના શેઠ અરુણ પુરી કરતાં અને પોતાના કલીગ રાજદીપ સરદેસાઈ કરતાં જરા જુદા પાટે ચાલી રહ્યા છે. આ પરિવર્તન જેન્યુઇન છે કે પછી આમાં મૅચ ફિક્સિંગ છે તેની ખબર નથી. મોદીના આવ્યા પછી એમની તાકાત જોઈને— એમને ઉખાડવા સહેલા નથી, એમના કરોડો ટેકેદારોને નારાજ કરવા પોસાય એમ નથી— એવું રિયલાઇઝ થયા પછી ઘણા મીડિયા હાઉસોએ હવે તટસ્થ હોવાની ભ્રમણા ઊભી કરવા એક ખેલ શરૂ કર્યો છે. મીડિયા હાઉસની પોતાની પૉલિસી ભલે ભાજપ-મોદી વિરુદ્ધની હોય પણ એકાદ જણ એવો ઊભો કરવો જે આ પૉલિસીની વિરુદ્ધ જઈને લખે-બોલે. ચિત ભી મેરી, પટ ભી મેરીનો આ તમાશો આપણે દૂર રહીને જોયા કરવાનો. આમેય આજકાલ કોઈ સારી હિન્દી ફિલ્મ તો રિલીઝ થતી નથી. થોડું મનોરંજન ન્યુઝ ચૅનલોમાંથી મળી જાય એમાં ખોટું શું? તો આ રાહુલ કંવલે ગઈ કાલે મોડી સાંજે ટ્વિટ કરીને જણાવ્યું કે પોતે થોડા દિવસ પહેલાં એક પોલિટિકલ લંચમાં ગયા હતા જ્યાં મીડિયાના જૂના જોગીઓ ચર્ચા કરતા હતા કે આ વખતે તો યુપીમાં 100 ટકા સ.પા. આવે છે. એમના આ મત વિરુદ્ધ જો કંઈ પણ કહેવામાં આવે તો તેઓ તમને ઊતારી પાડે. રાહુલ કંવલ આગળ લખે છે કે આ પંડિતો-મહાપંડિતો દર વખતે એની એ જ ‘ભૂલ’ કર્યા કરતા હોય છે અને પોતાની જાતને હોલિઅર ધૅન ધાઉ માનીને ઊંચા આસને બેસાડતા રહે છે.

બનાવટી ઠાવકાઈથી વર્તતા, ચપડ ચપડ અંગ્રેજી ફાડતા અને (કુ)તર્કનો વરખ લગાડેલી વાતો કરતા ‘વિદ્વાનો’થી અને મીડિયાની બદમાશીઓથી ભરમાઈ ન જઈએ. એમના કહેવાથી આપણા ખભા પરના બકરાને કૂતરું ગણીને રસ્તા પર નાખી દઈશું તો તરત જ તેઓ એને કસાઈવાડે લઈ જઈને હલાલ કરશે, એની બિરિયાની બનાવીને જયાફત કરશે. આવું થશે તો વાંક એ લોકોનો નહીં હોય, તમારો હશે.

મારું તમને વારંવાર વારંવાર કહેવાનું એ હોય છે કે બનાવટી ઠાવકાઈથી વર્તતા, ચપડ ચપડ અંગ્રેજી ફાડતા અને (કુ)તર્કનો વરખ લગાડેલી વાતો કરતા ‘વિદ્વાનો’થી અને મીડિયાની બદમાશીઓથી ભરમાઈ ન જઈએ. એમના કહેવાથી આપણા ખભા પરના બકરાને કૂતરું ગણીને રસ્તા પર નાખી દઈશું તો તરત જ તેઓ એને કસાઈવાડે લઈ જઈને હલાલ કરશે, એની બિરિયાની બનાવીને જયાફત કરશે. આવું થશે તો વાંક એ લોકોનો નહીં હોય, તમારો હશે.

2024માં મોદીને ત્રીજી ટર્મ મળવાની છે પણ મળશે જ એવો ભરોસો રાખીને પગ પર પગ ચડાવીને ન્યુઝ ચેનલો પર દેખાતું મનોરંજન માણવાને બદલે સતર્ક રહીએ. હવે પછી મોદીને લોકસભામાં 303 કરતાં વધુ બેઠકો મળે અને પ્રત્યેક બેઠક પર વધુ વોટ શેર મળે એ જોવાનું કામ માત્ર મોદીનું, ભાજપનું કે ભાજપના કાર્યકર્તાઓનું જ નથી – 140 કરોડ ભારતવાસીઓમાંના પ્રત્યેક મતદારનું છે.

મીનવ્હાઇલ, આજના દિવસની ઉજવણી તો અમે સુરતથી આવેલી ઘારી, સૂતરફેણી અને ઘેવર ખાઈને કરી. તમે કેવી રીતે કરી?

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

•••
આ લેખ તમને ગમ્યો? ન્યુઝપ્રેમીને સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

49 COMMENTS

  1. SAURAB BHAI
    JAI SHREE KRUSHNA
    BAHU J SARAS LEKH
    KEJRIWAL NE TO JOINE J GUSO AAVE CHE. TE JO INDIA NO PRIME MINISTER BANI GAYO TO BHARATMATA NA TUKDE TUKDA KARI NAKHSE. BADHA BHARTIY MATDARO E SAVDHAAN THAI JAVANI JAROOR CHE.

  2. તમારી એક વાત સિવાય બધી વાત સાથે સહમત.
    તમે લખો છો મીડિયાએ આપના પાપ ઉઘાડા ન કર્યા એટલે ભાજપ હાર્યુ. તો ભાજપે આપના પાપ કેમ ના ઉઘાડા કર્યા અથવા એ પણ મીડિયા દ્વારા ઉઘાડા પાડી શકત.

    • ભાજપ દ્વારા દિલ્હી મોડેલ ની બાબતે પ્રચંડ સચ્ચાઈ ભરેલી હકીકતો જાહેર કરવામાં આવી ..પણ કદાચ પંજાબ માં ખાલિસ્તાન પ્રોપોગંડા…કિસાન આંદોલન બાબતે કેજરીવાલ ની પાર્ટી દ્વારા મળેલ ખુલમ્ખુલ્લો સપોર્ટ..તેમ જ ભાજપ ને જમીનીસ્તર સુધી નો સપોર્ટ ન હોવું વગેરે ઘણી બાબતો…આપ ને જીતાડવા માટે નું કારણ રહ્યું આમ પણ પાછલી પંજાબ વિધાનસભામાં સેકન્ડ પાર્ટી તરીકે આપ જ હતી…

  3. I used to read Saurabh Shah, Good Morning everyday in Mumbai Samachar. His analysis was perfect, Then on 2nd. Page Rajiv came & He was Virtually against Mody , So I stopped buying Mumbai Samachar. Now it seems Rajiv also has gone from Mumbai Samachar. I thank God for that. Wishing Saurabh Shah all the best.

  4. Republic TV is now NDTV-2 , Kjariwal win Punjab due to R-TV. Arnab is now another shekhar gupta…. his interest is only to earn money not nation

  5. Saheb, badha musalman kharab nathi evu lakhi ne tame pan Dudh ane dahi ma pag rakhva laiga, bharat to su duniya ni badhi mukhya taklif na mud ma musalman chhe

  6. સમગ્રપણે વિચાર ધારા સમૂળગી પરિવર્તન શીલતા ઈચ્છે છે અને એ હવે 2002પછીથી આવી રહી છે. આપનો લેખ એની ઝલક છે .ઈન્ડિયા ટુ ડે અંગ્રેજી મેગેઝિન છે જેને કહેવાતા બુદ્ધિજીવીઓ વાંચે છે .કોમેડીયન થકી કે મફતની લોલીપોપ થી યુક્રેન;પંજાબ (કોંગ્રેસ નું ધોવાણ);વેનેઝુએલા દેશની હાલત;અત્યારે ખૂબજ સત્ય અને વાસ્તવિકતા નું જ્ઞાન વહેલું મોડું થવાનું છે પણ ત્યાં સુધી કેજરીવાલ જેવાં ને કમનસીબે સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના.

  7. ये राजदीप, बरखा, रविश , शेखर जैसे दो कौड़ी के पत्रकार की भक्ति कितने दिन और चलेगी ? इनको दाना पानी कहीं से तो मिल रहा होगा ! वरना इतने सालों तक रेलेवंट रहना ! अब वो समय आ गया है की इनकी दुकान दारी बंध हो , ये क्यू दिखने चाहिए टीवी पे? आपने उस भिखारी जेसे दिखने वाले पत्रकार का ज़िक्र किया उसको मैंने कल परसों देखा ..बता रहा था की माहौल ऐसा हो गया है की जनता भी भाजप की भाषा बोल रही है 😂मतलब अब भाजपा को प्रचार की भी ज़रूरत नहीं !अति सुन्दर लेख था ।

  8. સચોટ વિશ્લેષણ. મજા આવી ગઈ. ખૂબ જ લાંબા સમય સુધી આવું લખાણ પીરસતા રહો તેવી શુભકામનાઓ.

  9. Aap ne aatli seats aavi teni ashar rajyasabha ni seats par padse…. have aap rajyasabha ma pan potana member moklse…. aano lekh Vigat thi upload karva vinanti….
    ચુટણી ના પરિનામો
    1 રાજ્ય મા આપ
    4 રાજ્ય મા બાપ
    કોંગ્રેસ સાફ
    🙏🙏
    સૌરભ ભાઈ ને નમન

  10. મોદીભાઈનો માસ્ટર સ્ટ્રોક હતો ” farm laws ” પાછા લેવા. રાહુલ કંવલ અને રાજદીપ એટલી નીચલી હદે ઊતરેલ છે કે નિર્વસ્ત્ર થઈ ગયેલ છે પણ તેમને એનુ ભાન જ નથી. ગઈકાલે આપણા શીલાબેન ભટ્ટ india today tv ની ચર્ચામા હતા, જયારે શીલાબેન મહત્ત્વના મુદ્દા બોલવા જતા, બન્ને જોકર તેમની વાત કાપી નાખતા. આવુ ત્રણ-ચાર વખત થયુ એટલે મે tv બંધ કર્યુ. ગઈકાલે સવારે જલેબી-ફાફઙાએ west bangal ના result કરતા વધારે લિજ્જત આપી .

  11. ૨૦૨૪ માં BJP અને મોદી સાહેબ ૪૦૪+ સીટ જીતી, રાજીવ ગાંધી નો વિક્રમ તોડે એવી શુભકામનાઓ..

    અત્યંત ઉત્તમ લેખ..

    Ketul

  12. ઘણી ઊંડી સૂઝબૂઝ અને સૂક્ષ્મ બુદ્ધિ થી લખાયેલો આ લેખ મા. સૌરભ શાહ નો હુકમનો એક્કો સાબિત થશે.તેમણે આપેલી ચેતવણી ભૂલવા જેવી નથી.

  13. ખરેખર ખુબ સરસ , આપે લખેલુ સાચુ પડે અને મોદી સાહેબ વધારે બેઠકો મેળવે , આવા સમય મા આ રીતે લખવુ ખુબ અઘરૂ છે , 👌👌🙏🙏🙏

    • રાજકારણ કરતા મીડીયા આટલુ ગંદુ હોઈ શકે એ વાત સૌરભભાઈ એ ખૂબ સહજ રીતે બતાવી.લેખક ને ખુબ ખુબ અભિનંદન.

  14. સૌરભભાઈ, સરસ છણાવટ કરી.. પણ જેમને ભ્રષ્ટાચારી ખાઈબદેલા કૂતરાઓની ભાટાઈ જ કરવાની ટેવ પડી છે એવા નપૂંસકો ક્યારે સમજશે?

    • Mr Shah really true and eye opening article I wish god give more strength to expose facts about medias dirty acts.

  15. As expected you delivered analysis after electron results which are much informative. Thanks We came to know the unknown part of it. pl keep it up.

  16. સાવ સાચી વાત છે, કાલે આજતક ન્યૂઝ મા જોયું તો 4 રાજ્ય મા જીતેલી BJP કરતાં વધુ મહત્વ 1 રાજ્ય મા જીતેલી Aap ને આપ્યુ.

  17. ખુબજ સરસ લેખ…devlopment હોય કે સનાતન પરંપરાનું રક્ષણ હોય કે એક એકથી ચઢિયાતા રાષ્ટ્રપ્રેમી નેતા હોય એ તમને RSS BJP સિવાય કોઈ પાર્ટીમાં નહિ મળે.

    મુસ્લિમો પ્રત્યે વધારે નારાજગી એટલા માટે કે દેશ સ્વતંત્ર થયા પછી અને મુસ્લિમોને અલગ રાષ્ટ્ર મળ્યા પછી પણ, હિન્દુઓના જ દેશમાં રામ મંદિર, 370 કલમ. કાશ્મીરી હિન્દુઓની હત્યા, બોમ્બ બ્લાસ્ટ કે પછી લવ જેહાદ હોય એક પણ વખતે મોટી મોટી મુસ્લિમ હસ્તીઓ સચ્ચાઈ બોલવા કોઈ દિવસ આગળ આવતા નથી……સહન હંમેશાં આપણા જ ભારત દેશમાં હિન્દુઓએ કરવાનું હોય છે.

  18. ગુજરાતમાં ભાજપના સુશાસનમા જે જાહેર ભરતીના કૌભાંડો થાય છે શું એ મોદી સાહેબને નથી દેખાતું ??
    હિન્દુત્વ જરૂરી જ છે પણ શાસન વ્યવસ્થા પણ એટલી જ મજબૂત જોઈએ.

  19. યુપીનાં મુસ્લિમ બહુલ વિસ્તાર આઝમગઢ, રામપુર, શામલી, કૈરાના…માં ભાજપ જીત મેળવી શકી નથી. આવનારી ચુંટણીઓમાં આવા વિસ્તાર વધતા રહેશે.

    • ઉત્તર પ્રદેશ મા મુસ્લિમ મતદાતા ઓએ સપા ને જ મત આપ્યા છે એ લોકો મા રાષ્ટ્રવાદ જન્મવો મુશ્કેલ છે
      ભારત મા સલામત છે પણ તેમને દેખાતું નથી

    • તેજસભાઈ સુથારજી, આપણે પાન-માવો ખાઈને પીચકારી મારીયે,સિગ્નલ તોઙીયે, લાચ આપીને કામ કરાવીયે. મોદીભાઈ ક્યા કયા પહોચે. પ્રજા તરીકે આપણી પણ જવાબદારી છે.

  20. Dinesh Paida
    કૈરોના મા જેલ મા બેસેલો સ.પા.નો મુસ્લિમ ઉમેદવાર જીતી ગયો
    એ પણ ભુલવુ ના જોયે

  21. સચોટ અવલોકન-ગુલામી ગઈ પણ હજુ ધોરી ચામડીનું આકર્ષણ નથી ગયું નહિંતો આવડી મોટી પાર્ટી ધોવાઈ ગઈ તો પણ ઈટાલીયન પુછડું પકડી રાખ્યું છે

  22. અમે તો દુલીરામ શર્માના પેંડા અને જગદીશની ભાખરવડી તથા લીલો ચેવડો ખાઈને😂😂

  23. Great analysis of paid media (for a moment let’s forget rajdeep, Ravish, Barkha etc) and concentrate on our vey own ‘Saada Agresaar’ yes the owners, management and editorial depertment of Chitralekha must be made to read this article….a MUST for them…..has NEVER given credit to BJP even after winning elections…..!!!!

  24. Up ma muslim ilaka ma 67 seat sapa ni aavi che..e loko jetli ekta aapda hindu ma nathi..up ma yogiji e hint aapi hati 80/20…

  25. વાહ વાહ ખૂબ જ સાચી વાત સળરતા થી સમજવું છે.

  26. બહુ સરસ લેખ માટે ધન્યવાદ.
    આટલું બધું લખવા ની પાછળ ઘણી મહેનત ઈમાનદારી ane નિર્દોષતા સાબિત કરવી બહુ is અઘરું કામ તમે કરી બતાવ્યું છે અભિનંદન.
    રૂબરૂ મળવાની ઈચ્છા છે.

  27. મીડિયા હાઉસ અંગેની આપની વાત સાચી છે….પણ હવે એ મીડિયા હાઉસ ની વાતો લોકો દર્શકો ગંભીરતાથી લેતા નથી…. હવે મતદાર એ પક્ષને મત આપે છે….કે કયા પક્ષે મને ઉજવલા યોજના હેઠળ ગેસ કનેક્શન આપ્યું, કોણે મને પાક્કું મકાન આપ્યું, કોણે વિધવા સહાય આપી, કોણ મને અઢી વર્ષ થી વિનામૂલ્યે રાશન આપે છે..ભાજપ તમામ લાભો કોઈ પણ જાતના ભેદભાવ (નાત જાત ) વિના આપે છે…. એને મત આપે છે. હવે કોઈ નેતાના કહેવાથી મતદાર મત આપતો નથી

  28. मुस्लिम एकजुट थाइने समाज वादी पार्टी ने वोट अपया मात्र बी जे पी ने हरावा माटे

  29. 2024 ની ચૂંટણી મોદીજી સામે લડવાની ના પાડી નાલેશીમાંથી બચી જવાની ઉત્તમ તક વિરોધી પાસે છે… 😜

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here