એક ભુલાઈ ગયેલી મુલાકાત : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ: બુધવાર, ૨૦ જુલાઈ ૨૦૨૨)

૨૦૦૬ની વાત છે. આજથી સોળ વર્ષ પહેલાંની. મીડિયામાં હિન્દુદ્વેષીઓનો એકહથ્થુ ઇજારો હતો અને દેશ પર સોનિયાસરકારની નાગચૂડ હતી. એ જમાનામાં અમદાવાદના ‘આરપાર’ નામના એક સાપ્તાહિકે એના ‘દિલ સે’ વિભાગમાં મારો ઇન્ટરવ્યુ છાપેલો. મને યાદ પણ નહીં અને મારી પાસે એ વિશેની કોઈ નોંધ-કટિંગ કંઈ નહીં. અચાનક રાજકોટથી કાન્તિ વાલોડિયા નામના વાચકે દિનેશ તિલવા મારફત વૉટ્સઍપ પર એક ઇમેજ મોકલી. જોઈને-વાંચીને સુખદ આશ્ચર્ય થયું જે અહીં તમારા સૌની સાથે વહેંચું છું:

દિલ સે

(‘આરપાર’ સાપ્તાહિક: ૨૭ નવેમ્બર, ૨૦૦૬)

આપના રોલ મોડેલ (આદર્શ)
સ્વામી સચ્ચિદાનંદ.

કઈ ચીજનો સૌથી વધુ ડર લાગે છે?
પેરેલિસિસના એટેકનો.

જોયેલું ખરાબ સ્વપ્ન
પાંચ વર્ષ પહેલાં ન્યુયૉર્કના ટ્વિન ટાવર્સ પર હવાઈ હુમલો કરાવ્યા પછી ઓસામા બિન લાદેન અમેરિકાથી છુપાઈ જવા ભારત આવ્યો અને એક અંગ્રેજી છાપાનો તંત્રી બની ગયો.

છેલ્લે ક્યારે રડ્યા હતા?
દિવાળીનું વેકેશન અમદાવાદમાં મારી સાથે ગાળીને ત્રણેય સંતાનો પાછાં મુંબઈ જતાં હતાં ત્યારે.

ઘેલછા કહી શકાય તેવો શોખ
વાંચવાનો. દવાની બાટલી પરના લેબલથી માંડીને ભેળપુરીના પડીકાના કાગળ સુધી બધું જ બહુ રસથી વાંચું છું.

કોઈ વહેમ ખરો?
મારા શત્રુઓ નથી.

અન્યના વ્યક્તિત્વની કઈ ખૂબી ગમે?
પોતાનો સ્વાર્થ જોયા વગર બીજાને મદદ કરવાની તત્પરતા.

અન્યના વ્યક્તિત્વની કઈ ખામી ખટકે?
બિનસાંપ્રદાયિક હોવાનો ઢોંગ કરીને બીજાઓને હલકા ગણવાની વૃત્તિ.

મનપસંદ પોશાક
જીન્સ અને કેઝ્‌યુઅલ ટી શર્ટ.

દેશ વિશે શું વિચારો છો?
ટૂંક સમયમાં જ ભારત એટલું તાકાતવર બનશે કે આપણે અમેરિકાના કોઈ લોકપ્રિય રાજકારણીને વિઝા આપવાનો ઇનકાર કરી શકીશું.

આપની દૃષ્ટિએ પ્રેમ એટલે…
ખુલ્લા પરબીડિયામાં મૂકેલો સરનામા વિનાનો પત્ર.

આપની દૃષ્ટિએ લગ્ન એટલે…
જાહેર જીવનમાં પડેલી વ્યક્તિ માટે બાધારૂપ.

આપની સફળતાનું રહસ્ય
જેમના હાથ નીચે કામ કરીને હું ઘડાયો તે ત્રણ મહાન પત્રકારોની ગુરુકૃપા.
સ્વ. યશવંત દોશી ( તંત્રી: ગ્રંથ ),
સ્વ. હસમુખ ગાંધી ( તંત્રી: સમકાલીન ),
સ્વ. હરકિસન મહેતા ( તંત્રી: ચિત્રલેખા ).

મનપસંદ અભિનેત્રી
ઑડ્રી હેપ્બર્ન અને સરિતા જોષી.

પુનર્જન્મ કન્ફર્મ કરવાનો હોય તો શું બનવા માગો?
સુપ્રીમ કોર્ટનો એડવોકેટ.

મનપસંદ અભિનેતા
સ્વર્ગસ્થોમાં સંજીવકુમાર અને પ્રવીણ જોષી, વિદ્યમાનોમાં અમિતાભ બચ્ચન અને પરેશ રાવળ.

મનપસંદ ગાડી
જર્મન બનાવટની કોઈ પણ વિન્ટેજ કાર.

જુઠું ક્યારે બોલો છો?
આ એક વખત સિવાય જિંદગીમાં ક્યારેય જુઠું બોલ્યો જ નથી.

મનપસંદ ફિલ્મ
આનંદ.

મનપસંદ રાજકારણી
સરદાર પટેલ, નરેન્દ્ર મોદી અને અરુણ જેટલી.

મનપસંદ કલાકાર
ગુલઝાર અને જગજિત સિંહ.

મનપસંદ કાર્ટૂન કેરેક્ટર
બિલ વૉટર્સનનાં કેલ્વિન ઍન્ડ હોબ્સ.

મનપસંદ ટીવી કાર્યક્રમ
‘ફ્લોઇડ્સ ઇન્ડિયા’નો ટ્રાવેલિંગ ફૂડ શો અને સંજીવ કપૂરનો ‘ખાના ખઝાના’.

મનપસંદ કમર્શિયલ જાહેરખબર
‘આઇડિયા’ મોબાઈલ સર્વિસની વાંદરાના ગળામાં સેલફોનવાળી.

છેલ્લી ખરીદી
‘ક્રોસવર્ડ’માંથી પરવેઝ મુશર્રફની આત્મકથા ‘ઇન ધ લાઈન ઑફ ફાયર’.

નવું ગમતું ગીત
બીડી જલૈલે જિગર સે પિયા,
જિગરમાં બડી આગ હૈ.

તમારા વિશે એક વાક્યમાં તમારો અભિપ્રાય શું હોઈ શકે?
કામનો માણસ છે.

તમે આ ક્ષેત્રમાં ન હોત તો કયા ક્ષેત્રમાં હોત?
અંડરવર્લ્ડમાં.

’ડૉગ’ અને ‘કૅટ’ સિવાયનું શું પાળવું ગમે?
ઘોડો—લાંબી રેસનો.

ઘરની બહાર નીકળો ત્યારે અનિવાર્યપણે તમારી પાસે હોય તેવી ચીજ?
કાં તો પેન, કાં તલવાર.

મનપસંદ મુખવાસ
ઘરની શેકેલી વળિયારી સાથે ખડી સાકરના ઝીણા ટુકડા.

સૌથી વધુ ખુશ ક્યારે થાવ છો?
જૂના મિત્રોને મળવાનું થાય ત્યારે.

તમારી જિંદગીને એક વાક્યમાં વર્ણવવી હોય તો…
સંભવામિ યુગેયુગે…

તમારો તકિયા કલમ?
ઓ પ્રભુ, મારા !

એક ચોરી માફ કરવામાં આવે તો શું ચોરવું પસંદ કરો?
ન્યુયૉર્કના અંડરગ્રાઉન્ડ સેઇફ-વૉલ્ટમાં રાખેલું અમેરિકન સરકારની માલિકીનું હજારો અબજ ડૉલરનું સોનું.

અત્યારે કયું પુસ્તક વાંચો છો?
‘મિસિંગ બક્ષી.’

ગમતા ગુજરાતી લેખક-કવિ
લેખક: પ્રકાશ ન. શાહ અને મન્નુ શેખચલ્લી
કવિ: સુરેશ જોષી, લાભશંકર ઠાકર અને સિતાંશુ યશશ્ચંદ્ર.

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

•••
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

28 COMMENTS

  1. प्रश्न નંબર સાતના જવાબમાં નર્યો દંભ છલકાય છે!

  2. સૌરભ ભાઈ,
    જય શ્રી કૃષ્ણ,
    આભાર તમારી મુલાકાત માટે.

    એક વાત છે.
    તમારી પસંદ નાપસંદ,
    તમારા મત અને ઈચ્છા. બધું જ
    ખૂબ સામાન્ય અને સહજ છે.

    અને તમે અસામાન્ય અને વિશેષ છો.
    ઝાઝી નથી ખબર પણ,
    આ વિશેષતા થી જ, કદાચ!
    તમે સાહિત્યકાર અથવા લેખક બન્યા.

    અને હા એક અંતિમ વાત.

    “જો તમે લેખક ન બન્યા હોત તો,
    અંડરવર્લ્ડના તો ના જ બન્યા હોત.”

    • મીડિયા અંડરવર્લ્ડ જેવું જ થઈ ગયું છે એવી સિક્સર મેં ફટકારી,સાહેબ!

  3. ઓ પ્રભુ મારા…… કેલ્વિન અને હોબ્સ… સાચે.. તમે પણ … !?! …. એનું ટ્રાન્સમોગ્રીફાયર મળે તો તમને લેવા આવું… ?! 🤣🙏🏻👍🏻

  4. તમને પ્રકાશ ન. શાહ નું લખાણ ગમે છે એમ તમે ખેલદિલીથી કહ્યું તે સહેજેય નાનીસૂની વાત નથી. આનંદ.

  5. તમે જેના જીવન માંથી કાંઈક શીખવાની જીજીવિષા રાખો ત્યારે તે વ્યક્તિ વિશે જાણવું એક અલૌકિક આનંદમય ક્ષણ છે, મજા આવી ગઈ.

  6. વારંવાર વાંચવી ગમે એવી પ્રશ્નોત્તરી. ખૂબ લખો એવી શુભેચ્છાઓ.

  7. તમારો ઇન્ટરવ્યુ ગમ્યો. તમારા અનુભવો પતંજલિ આશ્રમના પણ વાચ્યાં છે.
    તમારા લેખ વાચવા ગમે છે.

  8. Are you really serious when you mentioned the name Prakash N Shah as “favorite” writer or the remark was “sarkestic” ?

  9. સર, શાળા માં ભણતો ત્યારથી
    તમારા, ગુણવંભાઈ શાહ અને જય વસાવડા નાં લેખો વાંચી વાંચીને ને હું ઘણું શીખ્યો છું, આ ઈન્ટરવ્યું વાંચી ને તમારી પસંદ ના પસંદ ખબર પડી,

    આજ ઈન્ટરવ્યુ આજે કરીએ તો તમારી પસંદ કેટલી બદલાઈ છે ?

    • બીજા સવાલોની તો ખબર નથી પણ ‘એક ચોરી માફ’વાળા સવાલનો જવાબ તો એનો એ જ રહેશે!

      • તમારો તમારા વિષે નો મત પણ એજ રહેશે.
        “ગેરંટી”

  10. કાંતિભાઈ નો ખુબ ખુબ આભાર,કે તેમણે આપનો 2006 નો interview આપના આજ ના વાચકો સુધી પહોંચાડિયો.
    ખૂબ સરસ જવાબો,
    આભાર.

  11. વાહ ખૂબ સરસ રસપ્રદ પ્રશ્નોતરી જેવા સવાલ એવાજ જવાબ ઘણા પ્રશ્નો ના જવાબ જે હું આપું તે જ હતા

    • આનંદ દાયક લેખ… સત્ય જોરદાર…ચોરી એથીય જોરદાર…મજા પડી ગઈ.

      આભાર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here