‘બહુ મોડું’ થઈ જાય તે પહેલાં જોઈ લેવા જેવી નાના પાટેકરની નવી ફિલ્મ : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ : શનિવાર, ૬ જાન્યુઆરી ૨૦૨૪)

શું તમારી લાઈફ ફાસ્ટ થઈ ગઈ છે?

તમને તમારા પોતાના જ માટે ટાઈમ નથી તો તમારા પિતા, તમારી માતા, તમારા દીકરા, તમારી દીકરી કે તમારા પતિ કે તમારી પત્ની માટે સમય ક્યાંથી કાઢવાના ?

ફૅમિલી મેમ્બર્સને હાય-હેલો કરવા જેટલો પણ સમય નથી તો નિરાંતે એમની સાથે બેસીને એમનાં સુખ-દુખ વિશે, એમની લાગણીઓ અને એમનાં સપનાં વિશે વાત કરવાનો મોકો તમને ક્યારે મળશે? તમારાં સપનાં, તમારાં સુખ-દુખ, તમારી લાગણીઓ વિશે એમને ક્યારે જણાવશો? એવું ન થાય કે બહુ મોડું થઈ જાય. ‘બહુ મોડું’નો મતલબ તમે સારી રીતે જાણો છો?

એક ગુજરાતી ફિલ્મ આવી હતી – ‘ચાલ જીવી લઈએ.’ તમને યાદ હશે. સિદ્ધાર્થ રાંદેરિયાની ફિલ્મ હતી. બાપ-દીકરાના સંબંધો વિેશની વાત હતી એમાં. સુપરહિટ પુરવાર થઈ હતી. થિયેટરોમાં ખૂબ સારી ચાલી. બૉક્સ ઑફિસ પર ટંકશાળ પાડી. અત્યાર સુધીની હાઈએસ્ટ અર્નિંગ ગુજરાતી ફિલ્મ પુરવાર થઈ.

‘ચાલ જીવી લઈએ’ના નિર્માતા રશ્મિન મજિઠિયા અને એના લેખક-દિગ્દર્શક વિપુલ મહેતાએ આ જ ફિલ્મને હવે નાના પાટેકરને લઈને મરાઠીમાં બનાવી છે. ગઈ કાલે મુંબઈમાં એનો પ્રીમિયર શો હતો. ગુજરાતી ફિલ્મની વાર્તામાં બહુ ઈન્ટરેસ્ટિંગ ફેરફારો કરીને મરાઠી ફિલ્મ બની છે. મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની બ્લૉક બસ્ટર ફિલ્મ તરીકે વખણાશે. પ્રીમિયર શોમાં નાના પાટેકર અને ફિલ્મની પૂરી કાસ્ટ ઉપરાંત ગુજરાતી-મરાઠી ફિલ્મ-નાટ્ય જગતના તમામ જાણીતા ચહેરાઓ ઉપસ્થિત હતા. ફિલ્મમાં વપરાયેલી આયકોનિક યલો જીપ પણ રેડ કાર્પેટ પર લાવવામાં આવી હતી.

મરાઠી ફિલ્મનું નામ છે ‘ઓલે આલે’. આલે એટલે આવવાનું અને ઓલે એટલે બરફનાં કરાં જવું હશે એમ ધારી લીધું પણ ના, એટલું સાદુંસીધું આ ટાઈટલ નથી. શીર્ષક પાછળ એક સરસ વાત છે. ફિલ્મમાં માણશો તો વધારે મઝા આવશે. ‘ઓલે આલે’ના દિગ્દર્શક અને લેખક વિપુલ મહેતા ગુજરાતી નાટ્યજગતનું એક સુપરહિટ નામ છે. સંજય ગોરડિયા અને કૌસ્તુભ ત્રિવેદીના પ્રોડક્શનમાં વિપુલ મહેતાએ અનેક યાદગાર ગુજરાતી નાટકોનું દિગ્દર્શન કર્યું છે. હવે ફિલ્મો કરે છે.

‘ચાલ જીવી લઈએ’ વિપુલ મહેતાની અત્યાર સુધીની બેસ્ટ ફિલ્મ હતી, હવે ‘ઓલે આલે’ છે. ઇન ફૅક્ટ ‘ઓલે આલે’ તો નાના પાટેકર જેવા દિગ્ગજ અભિનેતાની વન ઑફ ધ બેસ્ટ ફિલ્મ્સ છે. ‘ગમન’, ‘અંકુશ’, ‘અગ્નિસાક્ષી અને ‘પરિન્દા’થી લઈને ‘અંગાર’, ‘ક્રાંતિવીર’, ‘પ્રહાર’, ‘રાજુ બન ગયા જેન્ટલમૅન,’ ‘હમ દોનોં’, ‘થોડા સા રૂમાની હો જાયે’, ‘તિરંગા’, ‘ખામોશી’, ‘વેલકમ’, ‘ટૅક્સી નં. 9211’, ‘રાજનીતિ’ અને ‘નટસમ્રાટ’ (મરાઠી), ‘ધ અટૅક્સ ઓફ 26/11’ અને ‘વૅક્સિન વૉર’ સુધીની નાના પાટેકરની અનેક ફિલ્મોમાં એમનો અભિનય ગમ્યો છે. આ બધામાં ‘અબ તક છપ્પન’માં તો એમણે ન ભૂતો ન ભવિષ્યતિ જેવો પરફૉર્મ્સ આપ્યો છે. હવે આ લિસ્ટમાં ‘ઓલે આલે’ પણ ઉમેરાય છે.

રશ્મિન મજિઠિયા ફિલ્મો માટે ગજબની પૅશન ધરાવે છે અને અને એટલે જ ‘કોકોનટ મોશન પિક્ચર્સ’ નામની ફિલ્મ કંપની ખોલીને અડધો ડઝન જેટલી ગુજરાતી ફિલ્મો બનાવી છે. ‘ઓલે આલે’માં પ્રોડ્યુસર રશ્મિને અને દિગ્દર્શક વિપુલે અલગ અલગ સીનમાં દસ-દસ સેકન્ડનો કેમિયો કર્યો છે – આલ્ફ્રેડ હિચકોકથી લઈને સુભાષ ઘાઈ સુધીના ફિલ્મકારો પોતાની જ ફિલ્મમાં સાવ નાનકડા દૃશ્યમાં દેખાઈને ઑડિયન્સને મોજ કરાવતા રહ્યા છે.

‘ઓલે આલે’માં તમને મરાઠી નહીં આવડતી હોય તો પણ તરત સમજાઈ જાય એવી યુનિવર્સલ ભાષા વપરાઈ છે. ગુજરાતીઓએ જાણવું જોઈએ કે અત્યાર સુધી ઘણી મરાઠી નાટકો અને મરાઠી ફિલ્મો પરથી ગુજરાતી નાટકો-ફિલ્મો બની છે. આ વખતે ગુજરાતી બ્લૉક બસ્ટર પરથી બિગ બજેટ મરાઠી ફિલ્મ બની રહી છે. અફકોર્સ, ભૂતકાળમાં ‘મહિયરની સાડી’ પરથી ‘માહેર ચી સાડી’ જેવી કેટલીક ફિલ્મો અને ‘કોડમંત્ર’ પરથી એ જ નામે મરાઠી નાટક જેવાં કેટલાક સુખદ અપવાદો સર્જાયા જ છે. પણ આટલા મોટા બજેટની અને તે પણ નાના પાટેકર જેવા મહાન અભિનેતાને લઈને ગુજરાતીઓએ બનાવેલી મરાઠી ફિલ્મ પહેલવહેલીવાર આવી છે. ગુજરાતી તરીકે દરેકને આ વાતનું ગૌરવ હોવું જોઈએ, અભિમાન હોવું જોઈએ.

બાપ-દીકરાની આ વાર્તા મા-દીકરી વચ્ચેની પણ હોઈ શકે, બે મિત્રો વચ્ચેની પણ હોઈ શકે, બે પ્રેમીઓ વચ્ચેની પણ અને પતિ-પત્ની વચ્ચેની પણ હોઈ શકે. તમે જેને જેને ચાહતા હો તેની સાથેના સંબંધની આ વાર્તા હોઈ શકે – મૂળ મુદ્દો પાયામાં એ જ રહે છે કે શું તમને તમારા પ્રિયજન માટે પૂરતો સમય છે? કે પછી તમે તમારા પોતાના કામમાં એટલા વ્યસ્ત છો કે સ્વજન માટેના સ્વભાવને અભાવે તમારી જિંદગી અસ્તવ્યસ્ત થઈ રહી છે એનો તમને ખ્યાલ પણ નથી.

નાના પાટેકરના મોઢે બોલાયેલા એક સંવાદમાં ‘ગજર’ શબ્દ આવે છે. નાના જ એનો અર્થ સમજાવે છે – ઍલાર્મ.

‘ઓલે આલે’ આપણા સૌ માટે એક ઇમોશનલ ઍલાર્મ છે. અત્યારે (ને આજે જ) જો તમે તમારી ગમતી વ્યક્તિ/વ્યક્તિઓ માટે સમય નહીં કાઢો તો ભવિષ્યમાં બહુ મોડું થઈ જશે. અને ‘બહુ મોડું’ નો અર્થ તમે સારી રીતે જાણો છો.

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

નવા કૅલેન્ડર વર્ષનો આરંભ થઈ ગયો છે. આપ સૌનું 2024નું વર્ષ શુભદાયી અને સુખદાયી નીવડે. આ વર્ષે બે દિવાળી આવે છે તે યાદ રાખશો. આસોની અમાસે તો ખરી જ, 22 જાન્યુઆરીએ પણ દીપોત્સવ છે જે 500 વર્ષ રાહ જોયા પછી ઉજવાશે.

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Paytm-
90040 99112

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

હવે તમે તમારું કૉન્ટ્રિબ્યુશન આ QR કોડ સ્કેન કરીને પણ મોકલી શકો છો.

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here