કેટલાક એવા શબ્દો જેનો ખોટો ઉપયોગ અપમાનજનક છે : સૌરભ શાહ

(તડકભડક : ‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ. રવિવાર, 7 જાન્યુઆરી 2024)

ભારતની આઝાદીના બે-ત્રણ દાયકા પહેલાં પુરાતત્વશાસ્ત્રીઓને મોહેન્જો-દડોની સાથે એક નગર સંસ્કૃતિના અવશેષો મળ્યા. તેને તે વખતના બ્રિટિશ નિષ્ણાતોએ હડપ્પા જેવું નામ આપીને ભારતીય સંસ્કૃતિ સાથે એને કંઈ લેવાદેવા નથી એવું ઠરાવ્યું. આઝાદી પછી આ દેશના પહેરેદારોએ ઈતિહાસ જેવો સંસ્કૃતિના અભ્યાસ માટે અતિ અગત્યનો વિષય માકર્સવાદી ઈતિહાસકારો ઈરફાન હબીબ તથા રોમિલા થાપર જેવાઓને સોંપી દીધો. (આ બે અને આવા અન્ય) ઈતિહાસકારોએ કોર્ટમાં જુઠ્ઠી જુબાની આપી હતી કે બાબરીના ઢાંચા તળે રામ ભગવાનનું મંદિર હતું જ નહીં અને બાબરી રામ જન્મભૂમિ પર બંધાઈ જ નહોતી.

હવે બહાર આવ્યું છે કે ભારતની ભવ્ય સંસ્કૃતિનો અસ્વીકાર કરવા ‘હડપ્પાની નગર સંસ્કૃતિ’ જેવું અવળચંડું નામકરણ કરવામાં આવ્યું હતું જેથી આર્યો ભારતના નહોતા પરંતુ ભારત પર આક્રમણ કરીને અહીં વસ્યા હતા તેવી જુઠ્ઠી, બેપાયાદાર અને કપોલકલ્પિત થિયરીને સાચી ઠેરવી શકાય. બ્રિટિશ અને માકર્સવાદી ઈતિહાસકારોની આર્યન ઈન્વેઝન થિયરી પણ સદંતર ખોટી પુરવાર થઈ છે. આર્ય પ્રજા મૂળ ભારતની જ હતી અને આર્ય પ્રજા આક્રમણ કરીને અહીં વસી નથી. હડપ્પાની નગર સંસ્કૃતિને વાસ્તવમાં તો વેદિક-સરસ્વતી સંસ્કૃતિ અથવા સરસ્વતી-સિંધુ સંસ્કૃતિનું નામ આપવું જોઈએ. ભારતમાં આજથી 6,000 વર્ષ પહેલાં પણ સુધરેલી નગર સંસ્કૃતિ હતી તે છુપાવવા હડપ્પા-બડપ્પા-કડપ્પા જેવાં નામાભિધાનો બ્રિટિશ અને ડાબેરી ઈતિહાસકારોએ કર્યાં હતાં. ભવિષ્યમાં આવું જ સંશોધન ભારતની સંસ્કૃતિઓને લગતી અન્ય બાબતમાં પણ થશે.

આપણી સંસ્કૃતિને હલકી ચીતરવાની સાઝિશ દાયકાઓથી નહીં સૈકાઓથી ચાલી આવી છે. આપણને ખબર પણ ન પડે એ રીતે આપણા સબ કૉન્શ્યસ દિમાગમાં એવી એવી બાબતો ઘુસાડી દેવામાં આવી છે કે આપણે જ આપણા અસ્તિત્વનું અપમાન કરીને પોરસાતા ફરીએ છીએ. બીજાઓએ ઉપજાવી કાઢેલા, બનાવટી રીતે ઊભા કરેલા શબ્દો અને શબ્દપ્રયોગો વાપરતી વખતે આપણને ખ્યાલ પણ નથી રહેતો કે આપણે પોતે જ આપણા હાથે સામે ચાલીને આપણું અપમાન કરાવતા ફરીએ છીએ.

તમે કદાચ જાણતા હશો કે ભગવાન બુદ્ધનો પ્રભાવ વધી રહ્યો હતો ત્યારે એમના તેમ જ એમના અનુયાયીઓના અપમાન માટે કયા બે શબ્દો પ્રચલિત થયા. બુદ્ધ પરથી ‘બુદ્ધુ’ અને લુંચન પરથી ‘લુચ્ચો’. બૌદ્ધ ભિક્ષુઓ માથા પરના વાળને લુંચન કરીને દૂર કરતા.

આ ઉપરાંત તમને ખબર પણ નહીં હોય એ રીતે આજની તારીખેય તમે ઘણા એવા શબ્દો વાપરો છો જેમાં ભારતની સનાતન સંસ્કૃતિનું અપમાન થાય છે અને તમને ખબર પણ નથી પડતી. થોડાક દાખલા લઈએ.

ગોરખધંધા. કોઈ કંઈ પણ ખોટું કામ કરે તો તમે એને ‘ગોરખધંધા’નું લેબલ ચિટકાડી દેતા હો છો. ‘ટ્યુશન ક્લાસની આડમાં છોકરીઓને ફસાવવાના ગોરખધંધા કરતો શખ્સ પકડાયો’—મીડિયામાં છપાતું/બોલાતું હોય છે. આવું બોલતી/લખતી/સાંભળતી વખતે તમારું સબ-કૉન્શ્યસ મન ‘ગોરખ’ શબ્દને નકારાત્મક લાગણીઓ સાથે જોડી દે છે.

હવે વાંચો. ગુરુ ગોરખનાથ અઢી હજાર વર્ષ પહેલાં થઈ ગયા. સનાતન પરંપરાનું જતન કરનારા અને ભારતની સંસ્કૃતિનો પ્રચારપ્રસાર કરનારા આ યોગીએ આદિ શંકરાચાર્ય પહેલાં સંપૂર્ણ ભારતભ્રમણ કર્યું, અનેક ગ્રંથો રચ્યા. ઉત્તર પ્રદેશમાં ગોરખપુર જિલ્લો છે જેની રાજધાની ગોરખપુર નગર છે. મુખ્યમંત્રી યોગીજી આ જ સંપ્રદાયના (નાથ સંપ્રદાય)ના અનુયાયી છે. નેપાળી ભાષાનો ‘ગોરખા’ (ગુરખા) શબ્દ ગોરખનાથ સાથે સંબંધ ધરાવે છે. નેપાળમાં એક જિલ્લાનું નામ ગોરખા છે. એ જગ્યાએ એક ગુફા છે જ્યાં ગોરખનાથનાં પદ્ચિહ્ન છે. ગુરુ ગોરખનાથનાં સૌથી પહેલાં આ જગ્યાએ દર્શન થયાં હતાં. વૈશાખી પૂર્ણિમાએ ત્યાં મોટો ઉત્સવ થાય છે, મેળો ભરાય છે.

‘ગોરખધંધા’ શબ્દનો પ્રયોગ કરતી વખતે સાવધાન રહેજો. તમે જ તમારી સંસ્કૃતિ અને પરંપરાનું અપમાન કરી રહ્યા છો.

આવી જ રીતે એક કહેવત છે. જે માણસ દગાબાજી કરે, તમારી સાથે સારી સારી વાત કરીને તમને બનાવી જાય, જેના પર તમારે ભરોસો ન કરવો જોઈએ એના માટે તમે કઈ કહેવત વાપરો છો? ‘મુખ મેં રામ બગલ મેં છુરી’.

રામની જગ્યાએ અન્ય કોઈ ધર્મના આરાધ્ય ઈશ્વરનું નામ કેમ નહીં? આડકતરી રીતે આ કહેવત એટલા માટે આવી કે જેથી પ્રસ્થાપિત થાય : એક, જેઓ રામનું નામ બોલે છે તેઓ બગલમાં છુરી રાખે છે. અને બે, જેઓ બગલમાં છુરી રાખવાવાળા છે તેઓની જુબાન પર, તમને છેતરવા માટે, રામનું નામ હોય છે. ટૂંકમાં જેમના મોઢામાં રામનું નામ વસતું હોય એમનો ભરોસો કરવો નહીં – આ કેટલું મોટું અપમાન સનાતન સંસ્કૃતિનું અને સનાતનની રખેવાળી કરનારા, સંવર્ધન કરનારા રક્ષકોનું.

ઑપરચ્યુનિસ્ટ લોકોને તમે જોયા છે. જ્યાં ફાયદો જણાય ત્યાં જઈને બેસી જાય. આવા લોકોને તમે શું કહેતા હો છો ? ‘તક સાધુ’. ભૈ, સાધુ શું કામ? સાધુજીવન તો મનુષ્યજીવનનો સૌથી ઉચ્ચપ્રકાર છે. સાધુઓએ આ દેશની પરંપરાની રક્ષા કરી છે. પણ જે લોકોને આપણી પરંપરા ખૂંચે છે તેઓએ આ શબ્દ બનાવી કાઢ્યો–તકસાધુ.

આવો જ બીજો એક શબ્દ છે ‘કાંડ’. હત્યાકાંડ, લઠ્ઠાકાંડ, અગ્નિકાંડ, બળાત્કારકાંડ, ટુજીકાંડ, કોલસાકાંડ, ચારાકાંડ, બોફોર્સકાંડ… હંમેશાં નેગેટિવ અર્થમાં જ આ શબ્દને જોડી દેવામાં આવ્યો છે. વાલ્મીકિ રામાયણના સાત ભાગનાં સાત નામ છે : બાલકાંડ, અયોધ્યાકાંડ, સુંદરકાંડ, લંકાકાંડ વગેરે. કાંડ એટલે પ્રકરણ, અધ્યાય, વિભાગ. કાંડ એટલે વખતવેળા અથવા અવસર. વેદમાં કર્મકાંડ, ઉપાસનાકાંડ અને જ્ઞાનકાંડ એમ ત્રણ કાંડ કહેલા છે એવું ભગવદ્ ગોમંડળ કોશમાં જણાવ્યું છે. કર્મકાંડ જૈમિનિએ, ઉપાસના અથવા યોગકાંડ પતંજલિએ અને જ્ઞાનકાંડ બાદરાયણે સર્જ્યો.

આમ છતાં ‘કાંડ’ની નેગેટિવ અર્થચ્છાયા આપણે ત્યાં એટલી ચાલી કે સાર્થ ગુજરાતી જોડણી કોશે ‘કાંડ’નો એક અર્થ કૌભાંડ કે સ્કૅન્ડલ થાય છે એવી નોંધ કરવી પડે છે. ભગવદ્ ગોમંડળે પણ ‘કાંડ’ના છેક છેલ્લા, પચ્ચીસમા અર્થ તરીકે ‘બૂરું, હલકું, અધમ’ એવો અર્થ મૂકવો પડે છે.

આવા તો બીજા ઘણા શબ્દો, શબ્દપ્રયોગો તથા ઘણી કહેવતો હશે જે આપણે અજાણતાં રોજબરોજની વાતચીતમાં વણી લીધાં હશે. યાદ કરીને યાદી બનાવજો અને મને મોકલજો.

આપણે જ્યારે બીજાઓએ આપણા માટે સર્જેલી અપમાનજનક વાતોનો વિરોધ નથી કરતા, બલ્કિ એને અપનાવી લઈને દોહરાવ્યા કરીએ છીએ ત્યારે બીજાઓ પર એવી છાપ પડે છે અને તેઓ સ્વીકારતા થઈ જાય છે કે આપણે માનને લાયક જ નથી.

પાન બનારસવાલા

‘શા માટે’ કરવું છે એની સ્પષ્ટતા હોય તો ‘કેવી રીતે’ કરવું છે તે આસાન બની જાય.

-અજ્ઞાત્

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

નવા કૅલેન્ડર વર્ષનો આરંભ થઈ ગયો છે. આપ સૌનું 2024નું વર્ષ શુભદાયી અને સુખદાયી નીવડે. આ વર્ષે બે દિવાળી આવે છે તે યાદ રાખશો. આસોની અમાસે તો ખરી જ, 22 જાન્યુઆરીએ પણ દીપોત્સવ છે જે 500 વર્ષ રાહ જોયા પછી ઉજવાશે.

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Paytm-
90040 99112

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

હવે તમે તમારું કૉન્ટ્રિબ્યુશન આ QR કોડ સ્કેન કરીને પણ મોકલી શકો છો.

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

4 COMMENTS

  1. રામ નામ જપના, પરાયા માલ અપના
    આ સૂત્ર પણ વપરાય છે

  2. વિવરણ…. અભ્યાસલક્ષી… લાઘવમાં પણ ઘણું સમાવ્યું..
    આભાર…

  3. તદ્દન સાચી વાત. આ મુદ્દો મેં શાળા જીવન થી ધ્યાન માં રાખ્યો છે. શિક્ષક ને પૂછવા પર, એમણે આ તો જુના શાબ્દિક પ્રયોગ છે એમ કહી વાત ટાળી હતી.

    ભોન્દુ રામ, વાનર વેડા આવા જ શબ્દો છે

  4. નવો વિચાર જાણવા મળ્યો. ખૂબ સરસ લેખ. ઉપાયમાં alternate શબ્દો વિશે જણાવશો, જે આવા શબ્દોના પર્યાય હોય. સૌરભભાઇ મૌલિક as usual, great. સવાસો વર્ષના થાવ એવી શુભેચ્છાઓ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here