હમેં તુમ સે પ્યાર કિતના યે હમ નહીં જાનતે : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ : શનિવાર, ૬ જાન્યુઆરી ૨૦૨૪)

પેરિસની ઝાકઝમાળ જોયા પછી દુનિયાનું કોઈ પણ રંગીન શહેર ફિક્કું લાગે એમ ૧૯૭૫ના વર્ષમાં હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ જે ઝગમગાટ જોયા તે પછી આવનારું દરેક વર્ષ તમને મોળું લાગે. આર. ડી. બર્મનની બાબતમાં પણ આ વાત સાચી પુરવાર થઈ. ૧૯૭૬ કે એ પછીનાં વર્ષોમાં પણ એમણે ઘણું ઘણું ક્રિયેટિવ કામ કર્યું પણ ૧૯૭૫ના એક જ વર્ષમાં એમણે જે ક્વૉલિટી સાથેની ક્વૉન્ટિટી આપી એવું પછીના એકેય વર્ષમાં બન્યું નહીં. બાય ધ વે, એમના જન્મનું વર્ષ ભૂલથી ૧૯૩૭ લખાયું છે તે સુધારીને ૧૯૩૯ વાંચજો – ૨૭ જૂન, ૧૯૩૯. અવસાન ૪ જાન્યુઆરી, ૧૯૯૪.

‘બાલિકા બધુ’ અને ‘મહેબૂબા’ આર. ડી.ના સંગીત માટે ૧૯૭૬ની હાઈલાઈટ ગણાય. ‘મેરે નૈના સાવનભાદોં…’, ‘પરબત કે પીછે’… અને ‘ગોરી તેરી પૈજનિયાં…’ જેવાં ગીતો વિના તમારું પંચમ કલેક્શન અધૂરું રહે. ‘બડે અચ્છે લગતે હૈં…’ ગાઈને અમિત કુમારે આશા જગાડી કે પિતા કિશોર કુમારનો વારસો આગળ ધપાવશે. એ પછી આર. ડી. બર્મને અલમોસ્ટ પોણા બસો ગીતો અમિત કુમાર પાસે ગવડાવ્યાં જેમાંનાં કેટલાક સુપરહિટ પુરવાર થયાં.

૧૯૭૭માં આર. ડી.ના સંગીતવાળી ત્રણ ફિલ્મો ખૂબ ગાજી. (ગુલઝારની ‘કિતાબ’ અને ‘કિનારા’ બૉક્સ ઑફિસ પર ‘ગાજી’ એવું ન કહેવાય પણ હિન્દી ફિલ્મ મ્યુઝિકના ચાહકોના મનમાં તો હજુય ગાજી રહી છે). ત્રીજી ફિલ્મ ‘હમ કિસી સે કમ નહીં ખરેખર ગાજી. ‘બચના ઐ હસીનોં…’, ‘ચાંદ મેરા દિલ…’, ‘આ દિલ ક્યા મહેફિલ હૈ તેરે…’, ‘હૈ અગર દુશ્મન…’, ‘હમ કો તો યારા તેરી યારી…’ ‘મિલ ગયા હમ કો સાથી મિલ ગયા’ અને આ ગીત:

કયા હુઆ તેરા વાદા, વો કસમ, વો ઈરાદા
ભૂલેગા દિલ જિસ દિન તુમ્હેં
વો દિન ઝિન્દગી કા આખરી દિન હોગા

યાદ હૈ મુઝકો, તૂને કહા થા
તુમ સે નહીં રૂઠેંગે કભી
દિલ કી તરહ સે હાથ મિલે હૈ
કૈસે ભલા છૂટેંગે કભી
તેરી બાહોં મેં બીતી હર શામ
બેવફા, યે ભી ક્યા યાદ નહીં

ઓ કહેનેવાલે મુઝકો ફરેબી
કૌન ફરેબી હૈ યે બતા
વો જિસને ગમ લિયા પ્યાર કે ખાતિર
યા જિસને પ્યાર કો બેચ દિયા
નશા દૌલત કા ઐસા ભી ક્યા
કે તુઝે કુછ ભી યાદ નહીં

દૌલતના નશા માટે છોડી ગયેલી પ્રેમિકાઓના પતિઓને સતાવવા માટેનું જ આ ગીત હોવું જોઈએ એવું વિચારીને ભગ્ન હ્રદયના પ્રેમીઓને ઘણી શાતા મળે.

‘કિતાબ’નું ‘ધન્નો કી આંખોં મેં રાત કા સુરમા…’માં આર. ડી.એ ગાવામાં અને કંપોઝ કરવામાં કેવી ધમાલ કરી છે. આ જ આર. ડી. ‘કિનારા’માં ‘નામ ગુમ જાયેગા, ચહેરા યે બદલ જાયેગા, મેરી આવાઝ હી પહચાન હૈ, ગર યાદ રહે’ની ઉદાસીથી ઘેરાઈ જાય છે. ‘કિનારા’માં ‘એક હી ખ્વાબ…’, ‘મીઠે બોલ બોલે…’, ‘કોઈ નહીં હૈ કહીં…’ અને ‘અબકે ના સાવન બરસે…’ ગીતો ગુલઝાર – પંચમની જોડીનું યાદગાર કામ છે.

૧૯૭૮માં કૃષ્ણા શાહની ‘શાલીમાર’ આવી (હમ બેવફા હરગિઝ ના થેં…), ગુલઝારે લખેલાં ગીતોવાળી ‘દેવતા’ આવી (‘ગુલમોહર ગર તુમ્હારા નામ હોતા…’, ચાંદ ચુરા કે લાયા હૂં…’) અને ‘કસમેવાદે’ પણ આવી (‘આતી રહેંગી બહારેં…’, ‘કલ ક્યા હોગા કિસ કો પતા…’ અને ટાઈટલ સોંગ ‘કસમે વાદે નિભાયેંગે હમ… મિલતે રહેંગે જનમ જનમ…’) પણ ૧૯૭૮ની આર. ડી.ના સંગીત માટે બેસ્ટ ફિલ્મ કઈ?

‘ઘર’.

ગુલઝારે લખેલાં બધાં જ ગીતો હજુ પણ યાદ આવતાં રહે:

‘આજ કલ પાંવ ઝમીં પર નહીં પડતે મેરે, બોલો દેખા હૈ કભી તુમને મુઝે ઉડતે હુએ…’, ‘આપ કી આંખોં મેં કુછ મહકે હુએ સે રાઝ હૈ, આપ સે ભી ખૂબસૂરત આપકે અંદાઝ હૈં/ લબ હિલે તો મોગરે કે ફૂલ ખિલતે હૈં કહીં, આપ કી આંખોં મેં ક્યા સાહિલ ભી મિલતે હૈં કહીં, આપ કી ખામોશિયાં ભી આપ કી આવાઝ હૈ/ આપ કી બાતેં ફિર કોઈ શરારત તો નહીં, બેવજહ તારીફ કરના આપ કી આદત તો નહીં, આપ કી બદમાશિયોં કે યે નયે અંદાઝ હૈં…’ કિશોર-લતાનું આ યુગલગાન રેખા-વિનોદ મહેરા પર ફિલ્માવેલું અને ઘરનાં બીજા બે ગીત કેમ ભુલાય? (પાંચમું ગીત ‘બોતલ સે એક બાત ચલી હૈ’ પણ સાંભળી નાખીએ તો વાંધો નહીં). ‘ફિર વો હી રાત હૈ, ફિર વો હી રાત હૈ ખ્વાબ કી, રાતભર ખ્વાબ મેં દેખા કરેંગે તુમ્હેં/ માસૂમ સી નીંદ મેં જબ કોઈ સપના ચલે, હમકો બુલા લેના તુમ, પલકોં કે પરદે તલે, યે રાત હૈ ખ્વાબ કી, ખ્વાબ કી રાત હૈ/ કાંચ કે ખ્વાબ હૈં, આંખોં મેં ચુભ જાયેંગે, પલકોં મેં લે ના ઈન્હેં, આંખોં મેં રૂક જાયેંગે, યે રાત હૈ ખ્વાબ કી, ખ્વાબ કી રાત હૈ…’

સપનું કાચ જેવું ફ્રેજાઈલ હોય છે એવી કલ્પના ગુલઝારની કક્ષાના કવિ જ કરી શકે. અને આવા શબ્દોને નાજુક નમણી ટયુનમાં આર. ડી. જ બાંધી શકે.

‘ઘર’નું શ્રેષ્ઠ ગીત મારા હિસાબે હવે આવે છે. મ્યુઝિકની દૃષ્ટિએ અને બધી જ રીતે:

તેરે બિના જિયા જાયે ના
બિન તેરે, તેરે બિન સાજના
સાંસ મેં સાંસ આયે ના
જબ ભી ખયાલોં મેં તૂ આયે
મેરે બદન સે ખુશબૂ આયે
મહેકે બદન મેં રહા ના જાયે, રહા જાયે ના
રેશમી રાતેં રોઝ ના હોંગી
યે સૌગાતે રોઝ ના હોંગી
ઝિંદગી તુઝ બિન રાસ ના આયે, રાસ આયે ના

ભાવમાં અચાનક પલટો લાવતો છેલ્લો અંતરો સાંભળીને અગાઉના બે અંતરામાં ઘૂંટાયેલા રોમેન્ટિક મૂડના ગળે ડૂમો લાવી દે છે, સાંભળજો નિરાંતે. જુહુના ગોદરેજ બંગલોવાળા સિલ્વર બીચથી શરૂ થતું આ ગીતનું મુખડું રેખાના ઘરમાં જૂના ફોટાઓની યાદમાં પ્રવેશે છે ત્યારે રણજિત ‘કાંચા’એ નાના તબલાં જેવું નેપાળી વાદ્ય માદલ જે રીતે કૉર્ડમાં વગાડ્યું છે તે સાંભળજો. એ ના હોય તો જાણે આ ગીતની નાઈન્ટી પર્સેન્ટ મઝા ઓછી થઈ જાય એવું લાગે. આર. ડી. બર્મનની સાઈડ રિધમ વાપરવાની હથોટી એમનાં ઘણાં ગીતોમાં પુરવાર થઈ છે (હમ દોનોં દો પ્રેમી, મેરે સામનેવાલી ખિડકી, વગેરે ઘણાં ગીતો યાદ આવે). ‘તેરે બિના જિયા જાયે ના’ આ વર્ગનાં એમનાં તમામ ગીતોમાં ટોચનું સ્થાન ધરાવે છે.

૧૯૭૯માં ‘ગોલમાલ’નું ‘આનેવાલા પલ જાનેવાલા હૈ, હો સકે તો ઉસ મેં ઝિંદગી બીતા લો, પલ જો યે જાનેવાલા હૈ…’ ગુલઝારનાં ટૉપ ટેન ગીતોમાં સ્થાન પામે.

૧૯૮૦માં ‘ખૂબસૂરત’નું ‘પિયા બાવરી’ ગીત વન્સ અગેઈન આર. ડી.ની ક્લાસિક્લ મ્યુઝિકની હથોટીનો પુરાવો. પંચમ એટલે માત્ર વેસ્ટર્ન ટાઈપનું મ્યુઝિક એ છાપ તો એમણે આ દાયકાની શરૂઆતમાં ‘અમર પ્રેમ’થી ભૂંસી કાઢી હતી. એ જ વર્ષે ‘શોલે’ કાર રમેશ સિપ્પીએ ‘શાન’ બનાવી. ‘શોલે’ જેવી ફિલ્મ બનાવી લીધા પછી રમેશ સિપ્પી માટે આગળ શું કરવું એની ઘણી મોટી ચેલેન્જ હતી. લોકો જ નહીં, એમની સાથે કામ કરનારા તમામ કલાકારો – કસબીઓ પણ આશા રાખતા થઈ જાય કે હવે રમેશ સિપ્પી ‘શોલે’ કરતાં પણ સવાઈ ફિલ્મ બનાવશે. વેલ, ‘શાન’નાં ગીતો હિટ થયાં: ‘જાનુ મેરી જાન…’, ‘પ્યાર કરને વાલે પ્યાર કરતે હૈં…’ અને ‘યમ્મા યમ્મા…’

૧૯૮૧માં રાજેન્દ્ર કુમારે પુત્ર કુમાર ગૌરવને લૉન્ચ કર્યો, આર. ડી.નાં ગીતો સાથે. ‘લવ સ્ટોરી’માં અમિત કુમારે ‘તેરી યાદ આ રહી હૈ…’ ગાયું અને ‘દેખો મૈંને દેખા હૈ યે એક સપના…’ પણ ગાયું. એ જ વર્ષે સુનીલ દત્તે પુત્ર સંજયને ‘રૉકી’માં લૉન્ચ કર્યો. ફરી આર. ડી.નાં સુપરહિટ ગીત: ‘કયા યહી પ્યાર હૈ…’, ‘આ દેખેં ઝરા…’ અને ‘દોસ્તોં કો સલામ…’

‘ઝમાને કો દિખાના હૈ’ પણ આવી (દિલ લેના ખેલ હૈ દિલદાર કા, હોગા તુમ સે પ્યારા કૌન, પૂછો ના યાર ક્યા હુઆ, બોલો બોલો કુછ તો બોલો). ‘બસેરા’નું ’જહાં પે સવેરા હો, બસેરા વહીં હૈ…’ હિટ થયું. પણ આ વર્ષ આર. ડી.ને ‘કુદરત’ માટે ફળ્યું. ‘છોડો સનમ…’ અને ‘તૂને ઓ રંગીલે’ ગીતો તો હતાં જ એમાં પણ પરવીન સુલતાનાએ (તેમ જ કિશોર કુમારે પણ) ગાયેલા આ ગીતથી પંચમના ચાહકો એવા નશામાં ડૂબી ગયા કે હજુય એનો હેંગઓવર ઊતરતો નથી.

હમેં તુમ સે પ્યાર કિતના, યે હમ નહીં જાનતે
મગર જી નહીં સકતે, તુમ્હારે બિના

સુના ગમ જુદાઈ કા ઉઠાતે હૈં લોગ
જાને ઝિન્દગી કૈસે બિતાતે હૈં લોગ
દિન ભી યહાં તો લગે બરસ કે સમાન
હમેં ઈંતઝાર કિતના યે હમ નહીં જાનતે
મગર જી નહીં સકતે, તુમ્હારે બિના

તુમ્હેં કોઈ ઔર દેખે તો જલતા હૈ દિલ
બડી મુશ્કિલોંસે ફિર સંભલતા હૈ દિલ
ક્યા ક્યા જતન કરતે હૈં તુમ્હેં ક્યા પતા
યે દિલ બેકરાર કિતના યે હમ નહીં જાનતે
મગર જી નહીં સકતે, તુમ્હારે બિના…

આર. ડી. બર્મન પર સહેલાઈથી પીએચ.ડી.ની પાંચ-સાત થીસિસ લખી શકે એવા ભારતના હિંદી ફિલ્મ સંગીતના રિસર્ચર એવા ગુજરાતી અજય શેઠનું કહેવું છે કે પંચમ માટે ૧૯૭૫નું નહીં પણ ૧૯૮૧નું વર્ષ શ્રેષ્ઠ હતું. કવૉલિટી તેમ જ કવૉન્ટિટી બેઉ દૃષ્ટિએ. પંચોતેરમાં ૧૧ ફિલ્મો એમણે કરી એની સામે એકયાશીમાં ૨૧ કરી. ૧૯૮૧માં આ ટોટલ ૨૧ ફિલ્મોમાં ૧૮૦ ગીતો આપ્યાં અર્થાત દર ત્રીજે દિવસે એક ગીત રેકોર્ડ થયું. આ ઉપરાંત બૅકગ્રાઉન્ડ મ્યુઝિક જુદું. ‘બરસાત કી એક રાત’, ‘સત્તે પે સત્તા’, ‘કાલિયા’, ‘હરજાઈ’, ‘દૌલત અને અંગૂર’ વગેરે ઉપરાંત એક બંગાળી ફિલ્મ પણ ખરી જેમાં ‘અયરી પવન’ની ઓરિજિનલ ધૂન હતી.

૧૯૮૧માં ‘ઉમરાવજાન’ રિલીઝ થઈ જેમાં ખય્યામસા’બનું ઉત્કૃષ્ટ મ્યુઝિક હતું એટલે એ વર્ષનો ફિલ્મફેર અવૉર્ડ ખય્યામને મળ્યો પણ આ ભૂલ સુધારી લેવા અથવા તો ૧૯૮૧માં પંચમદાના કૉન્ટ્રિબ્યૂશનને રૅક્ગ્નાઈઝ કરવા એમને ૧૯૮૨માં ‘સનમ તેરી કસમ’ માટે ‘ફિલ્મફેર’થી નવાજવામાં આવ્યા એવું અજય શેઠનું માનવું છે. ‘સનમ તેરી કસમ’માં હિટ ગીતો હોવા છતાં એ કંઈ આર. ડી.ની મ્યુઝિકવાઈઝ ઉત્કૃષ્ટ ફિલ્મ ન ગણાય.

૧૯૮૧માં ‘યાદ આ રહી હૈ માટે’ અમિત કુમારને અને ‘હમેં તુમ સે પ્યાર કિતના માટે’ પરવીન સુલતાનાને બેસ્ટ પ્લેબેક સિંગર્સનો ‘ફિલ્મફેર’ અવૉર્ડ મળ્યા પણ એ ગીતોના સંગીતના સર્જનહાર એવા આર. ડી. ૧૯૮૧માં અવૉર્ડથી વંચિત રહ્યા એ માહિતી પણ અજય શેઠ આપે છે. પંચમદા માટે ૧૯૭૫નું નહીં પરંતુ ૧૯૮૧નું વર્ષ શ્રેષ્ઠ પુરવાર થયું એવું રિસર્ચર અજય શેઠ કહેતા હોય તો મારે એ વાત માનવી જ પડે કારણ કે પંચમદાના સંગીત વિશે એમની એટલી બધી જાણકારી છે કે આર. ડી. હયાત હોત તો ખુદ એમણે પણ પોતાની સંગીતયાત્રા વિશેનો અજય શેઠનો અભિપ્રાય અંતિમ માન્યો હોત! ( અજય શેઠની એક કલાકની મુલાકાત મેં મારી યુટ્યુબ ચેનલ માટે બહુ વર્ષો પહેલાં રેકૉર્ડ કર્યો હતો. માત્ર આર.ડી. બર્મનના સંગીત વિશેનો આ દુર્લભ આર્કાઈવલ ઇન્ટર્વ્યુ જોવો હોય તો આ લેખના અંતે લિન્ક મૂકી છે.)

૧૯૮૨માં ‘સનમ તેરી કસમ’ માટે ‘ફિલ્મફેર’ મળ્યા પછી આર. ડી. બર્મનને એ પછીના જ વર્ષ, ૧૯૮૩માં ગુલઝારે લખેલી પટકથા પરથી શેખર કપૂરે બનાવેલી ‘માસૂમ’ માટે પણ ‘ફિલ્મફેર’ મળ્યો. આર. ડી. બર્મને સંગીતબદ્ધ કરેલાં ગુલઝારનાં બધાં ગીત યાદગાર. ‘લકડી કી કાઠી…’, ‘હઝુર ઈસ કદર…’ અને ‘દો નૈના ઔર એક કહાની’ ઉપરાંત અનુપ ઘોષલ તથા લતા મંગેશકર – બે જુદા જુદા વર્ઝનમાં ગવાયેલું આ ગીત કોણ ભૂલી શકે:

તુઝ સે નારાઝ નહીં ઝિંદગી, હૈરાન હૂં મૈં
તેરે માસૂમ સવાલોં સે પરેશાન હૂં મૈં
જીને કે લિયે સોચાહી નહીં, દર્દ સંભાલને હોંગે
મુસ્કુરાયે તો, મુસ્કરાને કે કર્ઝ ઉતારને હોંગે
મુસ્કુરાઉં કભી તો લગતા હૈ, જૈસે હોંઠો પે કર્ઝ રખા હૈ

ઝિંદગી તેરે ગમ ને હમેં રિશ્તે નયે સમજાયે
મિલે જો હમેં, ધૂપ મેં મિલે છાંવ કે ઠંડે સાયે
આજ અગર ભર આઈ હૈં, બૂંદે તરસ જાયેગી
કલ ક્યા પતા ઈન કે લિયે, આંખે તરસ જાયેગી
જાને કબ ગુમ હુઆ, કહાં ખોયા, એક આંસૂં છુપા રખા હૈ

૧૯૮૩માં ‘માસૂમ’ પછી ૧૯૮૪માં આવીને ભુલાઈ ગયેલી સંજય દત્ત – મંદાકિનીની ફિલ્મ ‘જીવા’નું ‘રોઝ રોઝ આંખોં તલે…’ ગીત સાંભળીને તમને થાય કે તમને તમારું કામ કરવા મળે છે એટલું પૂરતું છે, માહોલ ગમે તે હોય. ભવિષ્યમાં એ માહોલ પબ્લિકની મેમરીમાંથી ભૂંસાઈ જશે, માત્ર તમારું કામ યાદ રહેશે.

૧૯૮૫માં રિલીઝ થયેલી રમેશ સિપ્પીની ‘સાગર’ ટુકડાઓમાં બધી જ રીતે મઝાની ફિલ્મ હતી પણ એ ટુકડાઓ જિગ્ઝો પઝલમાં બરાબર ગોઠવાયા નહીં ને ફિલ્મ ચાલી નહીં. આર. ડી. બર્મન વિશે તમે જ્યારે પણ વાત કરો ત્યારે જે કેટલીક ફિલ્મો વિના એ વાત અધૂરી રહે તેમાંની એક ‘સાગર: ‘યૂં હી ગાતે રહો…’, ‘સચ મેરે યાર હૈ…’થી માંડીને ‘સાગર કિનારે…’, ‘ચહેરા હૈ યા…’, ‘ઓ મારિયા…’ અને ‘જાને દો ના….’ સુધીનાં ગીતોની રેન્જ જુઓ, આ ગીતોનું ઓરકેસ્ટ્રાઈઝેશન બારીકીથી સાંભળો, તે વખતે લિમિટેડ સાધનોથી આર. ડી.એ વાપરેલી રેકૉર્ડિંગ ટેક્નિક માર્ક કરો, દિલ ‘સાગર’મય થઈ જશે. ગુલઝારે કહ્યું હતું કે, ‘આર. ડી. જેટલા મોટા કલાકાર (આર્ટિસ્ટ) હતા એટલા જ મોટા કસબી (ક્રાફ્ટ્સમૅન) પણ હતાં.

આ કૉમ્બિનેશન બહુ ઓછા સર્જકોમાં હોય છે. કેટલાક ક્રાફ્ટ્સમૅન પોતાને કલાકારમાં ખપાવી દેતા હોય છે તો કેટલાક આર્ટિસ્ટમાં પોતાની કળાને લગતો કસબનો અભાવ હોવાથી અચ્છા સર્જક હોવા છતાં તેઓ ટેક્નિકલ બાબતોમાં માર ખાઈ જતા હોય છે.

‘સાગર’ના બે વર્ષ પછી, ૧૯૮૭માં ‘ઈજાઝત’ રિલીઝ થાય છે. અગેઈન, ‘ઈજાઝત’ વિના આર.ડી.ની વાત અધૂરી રહે. ‘છોટી સી કહાની સે…’, ‘ખાલી હાથ શામ આયી હૈ…’ અને ‘કતરા કતરા’ ઉપરાંત એ યાદગાર ગીત: ‘મેરા કુછ સામાન’ જેના વિશેની અનેક કથાઓ, દંતકથાઓ પ્રચલિત છે. ઘણું લખાઈ ચૂકયું છે, મેં પણ આર.ડી. વિશેના અગાઉના લેખોમાં લખ્યું છે. ઈન ફેક્ટ, આ સિરીઝમાં જો તમને આર.ડી. વિશેની કોઈ વાત ખૂટતી લાગે તો મેં એમના વિશે લખેલા લેખો ગૂગલ સર્ચ કરીને વાંચી લેશો, એમાંથી જડી જશે કારણ કે પંચમદા વિશે લખતી વખતે પાંચ-દસ ટકા જેટલી પાયાની વાતો સિવાય હું ક્યારેય એકની એક વાતનું પુનરાવર્તન નથી કરતો. દરેક વખતે મને એમના વિશે લખવા માટે અલગ અલગ એન્ગલ મળી જ રહે છે. ઈન્શાઅલ્લાહ, ભવિષ્યમાં પણ મળતા જ રહેશે.

‘ઈજાઝત’ના બે વર્ષ પછીના ‘પરિન્દા’ વિધુ વિનોદ ચોપરા અને આર. ડી. બર્મનના એસોસિયેશન માટે એક બહુ મહત્ત્વની ફિલ્મ પુરવાર થઈ. ‘તુમસે મિલ કે…’ અને ‘પ્યાર કે મોડ પે…’ જેવાં રત્નોથી શોભતી આ સુંદર ફિલ્મ પછી વિધુ વિનોદ ચોપડા એમની નેક્સ્ટ ફિલ્મનું પ્લાનિંગ કરી રહ્યા હતા ત્યારે એક અસાઈન્મેન્ટ માટે એમની એક કરતાં વધારે વાર નિરાંતની મુલાકાતો લીધી હતી. વિનોદ ચોપરા બે બાબતે મક્કમ હતા. એક, નેક્સ્ટ ફિલ્મ મ્યુઝિકલ હશે અને બે, એમાં આર.ડી. બર્મનનું જ મ્યુઝિક હશે.

એ ગાળો આર.ડી. બર્મનની કરિયરનો સૌથી ખરાબ ગાળો હતો. મ્યુઝિક કંપનીઓ પંચમદાના મ્યુઝિકવાળી ફિલ્મોના રાઈટ્સ લેવા તૈયાર નહોતી. આર.ડી. પોતે પણ હાલાત સામે લડી લડીને થાકી ગયા હતા. એમની સાથે કામ કરીને મોટા થયેલા પ્રોડ્યુસરો, ડાયરેક્ટરો અને હીરો પણ હવે એમને કામ નહોતા આપતા. દરેક જીનિયસ અને મૌલિક સર્જનહારની જિંદગીમાં આવો ફેઝ આવતો જ હોય છે. વિનોદ ચોપરાની જીદ અને મક્કામતાને લીધે અને પંચમદાની ક્રિયેટિવિટી માટેના એમના અડગ વિશ્વાસને લીધે તેમ જ આર.ડી. બર્મન માટેના એમના, કહો કે પૂજયભાવને લીધે, જે સંગીત સર્જાયું તે ‘નાઈન્ટીન ફોર્ટી ટુ: અ લવ સ્ટોરી’ જેવી મિડિયોકર ફિલ્મને પણ મહાન બનાવી ગયું. ‘યે સફર…’, ‘રૂઠ ના જાના…’, ‘રિમઝિમ રિમઝિમ…’, ‘પ્યાર હુઆ ચૂપકે સે…’, ‘કુછ ના કહો…’ અને અફકોર્સ ફિલ્મની સિગ્નેચર ટ્યુન જેવું, જાવેદ અખ્તર સા’બની કલમનું વન ઓફ ધ બેસ્ટ નજરાણું:

એક લડકી કો દેખા તો ઐસા લગા
જૈસે ખિલતા ગુલાબ
જૈસે શાયર કા ખ્યાબ
જૈસી ઉજલી કિરન
જૈસે બન મેં હિરન
જૈસે ચાંદની રાત
જૈસે નર્મી કી બાત
જૈસે મંદિર મેં હો એક જલતા દિયા

એક લડકી કો દેખા તો ઐસા લગા
જૈસે સુબહ કા રૂપ
જૈસે સર્દી કી ધૂપ
જૈસે બીના કી તાન
જૈસે રંગોં કી જાન
જૈસે બલ ખાયે બેલ
જૈસે લહરોં કા ખેલ
જૈસે ખુશબૂ લિયે આયે ઠંડી હવા

એક લડકી કો દેખા તો ઐસા લગા
જૈસે નાચતા મોર
જૈસે રેશમ કી ડોર
જૈસે પરિયોં કા રાગ,
જૈસે સંદલ કી આગ
જૈસે સોલા સિંગાર
જૈસે રસ કી પુહાર
જૈસે આહિસ્તા આહિસ્તા બઢતા નશા

ચંદનવનમાં આગ લાગે ત્યારે જે સુગંધનું સામ્રાજય છવાય એ રીતે આર.ડી. બર્મન આ દુનિયામાંથી જતાં જતાં આપણા સૌના દિલ અને દિમાગ પર છવાઈ ગયા.

YouTube link:

https://youtu.be/w9UbrZwJLqg?si=wsrnakkuhUvjgKiq
• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

નવા કૅલેન્ડર વર્ષનો આરંભ થઈ ગયો છે. આપ સૌનું 2024નું વર્ષ શુભદાયી અને સુખદાયી નીવડે. આ વર્ષે બે દિવાળી આવે છે તે યાદ રાખશો. આસોની અમાસે તો ખરી જ, 22 જાન્યુઆરીએ પણ દીપોત્સવ છે જે 500 વર્ષ રાહ જોયા પછી ઉજવાશે.

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Paytm-
90040 99112

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

હવે તમે તમારું કૉન્ટ્રિબ્યુશન આ QR કોડ સ્કેન કરીને પણ મોકલી શકો છો.

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

1 COMMENT

  1. Want to add a few lines…with due respect to singer Shailendra Singh, જો ઝમાને કો દિખાના હૈં માં કિશોરે કુમારે ગીતો ગાયા હોત તો ફિલ્મ ઘણી વધારે hit gai હોત.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here