આયુષ્યમાન થવા માટે ભોજન જેટલું જ મહત્ત્વ નિદ્રાનું છે—હરદ્વારના યોગગ્રામમાં ૨૩મો દિવસ : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ : ચૈત્ર વદ સાતમ, વિક્રમ સંવત ૨૦૭૮. શનિવાર. ૨૩ એપ્રિલ ૨૦૨૨)

‘દીર્ઘકાલિક અભ્યાસ, દીર્ઘકાલિક સાધના અને દીર્ઘકાલિક ઉપાસના વિના રાતોરાત કઈ થતું નથી.’ સ્વામી રામદેવે આજે યોગાભ્યાસની શિબિરના આરંભે કહ્યું.

પૂરી ઇન્ટેન્સિટી સાથે, સાતત્યથી, હન્ડ્રેડ પર્સેન્ટ શ્રદ્ધાથી જે કામ થાય તેનાં સુવર્ણ પરિણામો આવે જ છે.

સ્વામીજીએ આજે ફરી એક વાર કહ્યું કે ‘રોગ બડા નહીં, યોગ બડા હૈ. અસૂર-રાક્ષસ બડા નહીં, તુમ બડે હો, સાધના બડી હૈ.’

આવતી કાલે સ્વામીજી એક જગ્યાએ અતિથિવિશેષ તરીકે ઉદ્‌ઘાટન કરવા જવાના છે એવી જાણ થઈ છે. પરમ દિવસે, અહીંથી અડધો કલાકના અંતરે આવેલા ‘યોગપીઠ’ના કૉમ્પ્લેક્સમાં શરૂ થનારા યોગગ્રામ-નિરામયમ્ જેવા જ પરંતુ એનાથી લગભગ બમણી કૅપેસિટી ધરાવતા ‘પતંજલિ વેલનેસ સેન્ટર’નું ઉદ્‌ઘાટન થશે. પાંચ-છ દિવસ સુધી સ્વામીજીનો મુકામ ત્યાં હશે.

સ્વામીજીએ આજે કહ્યું, ‘યોગગ્રામ-નિરામયમ્ સનાતન સંસ્કૃતિ કા મહાતીર્થ હૈ, પ્રકૃતિ કા મહાતીર્થ હૈ!’

સ્વામીજીની આ વાતમાં સહેજ પણ અતિશયોક્તિ નથી. એમની વાત સો ટકા સાચી છે. આ મહાતીર્થ જ છે અને ‘પતંજલિ’ દ્વારા થઈ રહ્યું એમનું કામ અકલ્પનીય છે પચીસ-ત્રીસ વર્ષના ટૂંકા ગાળામાં ભારતના સ્વાસ્થ્ય ઇત્યાદિ ક્ષેત્રોની આબોહવા એમણે પલટી નાખી. ક્યારેક એ વિશે વિગતે લખીશ.

બાપાલાલભાઈ લખે છે કે કુદરતી આવેગોને કદી અટકાવવા નહીં. તેને અટકાવવાથી અનેક જાતના દારુણ વ્યાધિઓ લાગુ પડે છે

બાપાલાલ વૈદ્ય હજુ મારા મન પરથી ખસતા નથી. એમની વાતોનો જોઈએ એટલો પ્રચાર હજુ સુધી થયો નથી એવું લાગ્યા કરે છે. ‘દિનચર્યા’ પુસ્તક આપણા ભૌતિક અસ્તિત્વ માટે ભવગદ્ ગીતાની ગરજ સારે એવું છે. ભગવદ્ ગીતા અધ્યાત્મિક અને માનસિક માર્ગદર્શનનો દુનિયાનો સૌથી શ્રેષ્ઠ ગ્રંથ છે. ‘દિનચર્યા’માં બાપાલાલ વૈદ્યે આપણા ભૌતિક અસ્તિત્વને સાજુંસમું રાખવાની બધી જ વાતો ઠાલવી દીધી છે. ગાગરમાં સાગર જેવો આ નાનકડો ગ્રંથ છે.

બાપાલાલભાઈ લખે છે કે કુદરતી આવેગોને કદી અટકાવવા નહીં. તેને અટકાવવાથી અનેક જાતના દારુણ વ્યાધિઓ લાગુ પડે છે. કયા કયા કુદરતી આવેગો અટકાવવા ન જોઈએ?

-ઝાડા અને પેશાબનો વેગ કદી ન અટકાવવો.

– વીર્યનો વેગ કદી ન રોકવો.

– અધોવાયુ (ફાર્ટિંગ)નો વેગ કદી ન રોકવો.

– ઊલટીનો વેગ કદી ન અટકાવવો.

– છીંકનો વેગ ન અટકાવવો.

– ઓડકારનો વેગ ન અટકાવવો.

– બગાસાનો વેગ ન રોકવો.

– ભૂખ અને તરસનાં વેગ ન અટકાવવા.

– આંસુ આવતાં હોય તો તેને ખાળવાં નહીં. રડવાથી આંખો સુધરે છે. આંસુને લીધે આંખોનો મેલ દૂર થાય છે. (તો હવે રડતી પુષ્પા મળી જાય તો એને કહેવાનું કેઃ પુષ્પા, આય લવ ટિયર્સ).

– ઊંઘ સખત આવતી હોય તો તેને કદી ન રોકવી.

– શ્વાસ ખૂબ ચડ્યો હોય તેને કદી ન રોકવો.

– શ્રમ (થાક) લાગ્યો હોય છતાં નથી લાગ્યો એમ કરીને વધુ શ્રમ ન કરવો. આવા બધા વેગ રોકવાથી ઘણા દારૂણ વ્યાધિઓ લાગુ પડે છે.

બાપાલાલ વૈદ્યનું કહેવું છે કે વિષાદ દૂર કરવા આયુર્વેદ છે. એનાથી નિરાશા, ભય, ડરપોકપણું ચાલી જાય છે

બાપાલાલ વૈદ્યે સાયકોસોમેટિક રોગોની વાત પણ એક પ્રકરણમાં લખી છે જેનું શીર્ષક છે. ‘વિષાદ’

1.રોગ વધારનાર જે કાંઈ છે તેમાં પહેલે નંબરે વિષાદ છે. અર્થાત્ રોગોને વધારનાર વિષાદ છે એમ મહર્ષિ પુનર્વસુએ ભારપૂર્વક કહ્યું છે.

2. આરોગ્યનાં બધાં લક્ષણોમાં અનિર્વેદ મુખ્ય છે. નિર્વેદ એટલે વિષાદ, નિરાશા, અવસાદ, દીનતા, શોક, વિરક્તિ, ઘૃણા, જુગુપ્સા. અનિર્વેદ એટલે મનનું ખુશખુશાલપણું. ઉલ્લાસ, ઉત્સાહ. જેમ રોગ વધારનારા કારણોમાં વિષાદ મુખ્ય છે તેમ આરોગ્ય વધારનારાં કે આરોગ્યને સુધારનારાં કારણોમાં મનનું ખુશખુશાલપણું મુખ્ય છે.

3. આ જ વાતના અનુસંધાને કહેવાયું છે કે જેટલી પથ્ય વસ્તુઓ છે એ સૌમાં મનની શાંતિ શ્રેષ્ઠ છે. મનની શાંતિ એટલે મનની નિર્વિકાર સ્થિતિ, સ્વસ્થચિત્તતા, મનઃતુષ્ટિ- આના જેવું પથ્ય બીજું નથી.

4. આની સામે આયાસ જેવું અપથ્ય સર્વ અપથ્યોમાં પહેલા નંબરે છે. ‘આયાસ’નો અહીં અર્થ થાય છે અતિ શ્રમ, વેઠ, ગધ્ધાવૈતરું, થાકીને લોથ થઈ જાઓ એવી મહેનત. ભારે વજન ભરેલું ગાડું ખેંચતા સ્ત્રીપુરુષો દાયકાઓ પહેલાં ગામડાંમાં જોવાં મળતાં. એનું નામ આયાસ. ગજા ઉપરાંતનું કામ. કામમાં આનંદ ન આવે, કામનો ઢસરડો કરવો પડે એવો આયાસ સર્વ અપથ્યનું મૂળ છે. એમાંથી જ અનેક રોગો ઉદ્‌ભવે છે.

આ ચાર વાતોમાં આખીય રોગમીમાંસા આવી ગઈ.

વિષાદના ચકરાવામાં પડ્યો એટલે માણસ ખલાસ થઈ જવાનો. ભલભલા માનસશાસ્ત્રીઓ એના મગજનાં ભૂત નથી ભગાડી શકતા. વિષાદને લઈને અનેક રોગો ઉદ્‌ભવ્યા છે. વિષાદ પોતે જ એક મહારોગ બની ગયો છે.

બાપાલાલ વૈદ્યનું કહેવું છે કે વિષાદ દૂર કરવા આયુર્વેદ છે. એનાથી નિરાશા, ભય, ડરપોકપણું ચાલી જાય છે. આયુર્વેદ રોગોનાં નામો તડાકભડાક બોલીને રોગીને ભડકાવતો નથી. આજના ચિકિત્સાવિજ્ઞાને વિષાદને જન્માવવામાં ઘણો મોટો ભાગ ભજવ્યો છે. તડાકભડાક રોગોનાં નામો કહીને એણે માનવને ભડકાવ્યો છે, વિષાદયુક્ત કર્યો છે. આ વિષાદને દૂર કરનાર ચિકિત્સક તો ખરી રીતે સંત, તત્ત્વજ્ઞાની, કવિ હોવો જોઈએ. આવો ચિકિત્સક જ દરદીને વિષાદમુક્ત કરીને નવું જીવન આપી શકે.

મનની પ્રસન્નતા હોય તો દુઃખમાત્ર નાશ પામે છે. આવા પ્રસન્ન અંતઃકરણવાળા પુરુષની બુદ્ધિ પણ સ્થિર-નિશ્ચલ થઈ જાય છે. મનની શાંતિ અંદરથી સ્ફૂરેલું ઝરણું છે એવું સંત જ્ઞાનેશ્વરે જ્ઞાનેશ્વરી ગીતામાં કહ્યું છે (ઓવી 339). તમે ગાંડાઘેલા થઈને હસો એટલે તમને મનની શાંતિ મળશે એમ ન માનશો.

કકડીને ભૂખ લાગે એવી સ્થિતિ આદર્શ જઠરાગ્નિની નિશાની છે. સવાર-સાંજ બે જ વખત ભોજનનો સમય વેદસંમત બતાવ્યો છે. પણ જેઓ શારીરિક કે માનસિક રીતે સખત મહેનત કરતા હોય તેઓએ બે કરતાં વધુ વખત ભોજન લેવું જોઈએ. એમનો જઠરાગ્નિ સારો હોય છે. પણ દરેકેદરેક વ્યક્તિઓ પોતાના ભોજનનો એક નિશ્ચિત સમય રાખવો જોઈએ. એ નક્કી કરેલા સમયને રોજ વળગી રહેવું. આજે 10 વાગ્યે, કાલે દોઢ વાગ્યે, પરમ દિવસે વળી બીજા કોઈ સમયે તો પેલે દિવસે કંઈ જ ખાધું નહીં – આવું ન થવું જોઈએ.

આવું જ નિદ્રા માટેના સમયનું. જે કોઈ રાતે સુખેથી સૂઈને ઊઠે છે તેનો જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે. એના શરીરનો જઠરાગ્નિ ઉચિત માત્રામાં લીધેલા આહારને પકાવી શકે છે અને તેથી એ આહાર શરીર માટે પુષ્ટિકર થાય છે.

‘સ્કન્દપુરાણ’માં નિદ્રા અને જઠરાગ્નિનો સીધો સંબંધ બતાવ્યો છે. બધાના અનુભવની પણ આ વાત છે કે સરખી ઊંઘ નથી આવતી તો જઠરાગ્નિ પણ અન્નગ્રહણ માટે સમર્થ થતો નથી. મહર્ષિ ચરકે તો નિદ્રાને પ્રાણીમાત્રનું પોષણ કરનારી કહી છે. જેનો જઠરાગ્નિ સારો તેની નિદ્રા સારી અને જેની નિદ્રા સારી તેનો જઠરાગ્નિ સારો. મંદાગ્નિ અને અનિદ્રા અનેક રોગોને જન્મ આપે છે. નિદ્રા અને ક્ષુધા જીવનના બે સ્તંભ છે. શરીરની ઇમારત આ બે ઉપર જ ઊભી છે એવું બાપાલાલ વૈદ્ય માને છે.

મહર્ષિ ચરકે કહ્યું છે કે દેહધારણ માટે આહારની જેટલી જરૂર છે એટલી જ જરૂર પ્રગાઢ ઊંઘની છે

નિદ્રા વિશે તેઓ વિગતે જણાવતાં આટલી વાતો નોંધે છેઃ

1.મહર્ષિ ચરકના સૂત્રને ટાંકીને તેઓ કહે છેઃ સ્વચ્છ ચાદર બિછાવ્યા વિનાની, સાંકડી, અસમ (એકસરખી નહીં પણ ઊંચાનીચા સ્થાનમાં બિછાવેલી એવી) પથારીમાં સૂવું નહીં.

2. મહર્ષિ ચરકે કહ્યું છે કે દેહધારણ માટે આહારની જેટલી જરૂર છે એટલી જ જરૂર પ્રગાઢ ઊંઘની છે. આ બંને ઉપર જ શરીરની સ્થુળતા અને કૃષતા નિર્ભર છે.

3. મહર્ષિ સુશ્રુતે પણ કહ્યું છે કે, ‘સારી શય્યામાં સૂઈ જવું એ શ્રમ અને વાયુને હરનાર છે, વાજીકરણ છે. આથી ઊલટું (ખરાબ પથારી) દુઃખદાયક છે.

4. મહર્ષિ ચરકે ઊંઘની ઘણી જાત જણાવેલી છેઃ (1) તમોભવા, (2) શ્લેષ્મસમુદ્‌ભવા (કફથી ઉત્પન્ન થયેલી) (3) મનઃશરીરશ્રમસંભવા, (4) આગંતુકી, (5) વ્યાધિઅનુવર્તિની, અને (6) રાત્રિસ્વભાવપ્રભવા.
આ છએય પ્રકારની ઊંઘની સમજૂતી વાંચવા જેવી છે.

જેનામાં તામસનો ગુણ કેન્દ્રમાં હોય તેને ઊંઘ બહુ આવે. કોઈ પણ જાતના ધ્યેય વિનાના, સ્વાર્થી, લોલુપોને આપણે તામસિક પ્રકૃતિના ગણીએ છીએ. આવા લોકો દિવસે અને રાત્રે ખૂબ જ ઊંઘે છે. આવી નિદ્રાને પાપનું મૂળસ્થાન કહેવામાં આવ્યું છે.
અતિ કફવાળા માણસો બહુ ઘોરનારા હોય છે. સ્થુળ શરીરના, એશઆરામમાં લીન રહેનારા, મિષ્ટાન્નપ્રિય મહાનુભાવો મોટેભાગે કફપ્રકૃતિના હોય છે. આવાઓ પણ દિવસે ઊંઘે છે અને રાત્રે પણ ઘોરે છે.

મનઃશરીરશ્રમસંભવા એટલે મન અને શરીરના અતિ શ્રમથી ઉત્પન્ન થયેલી નિદ્રા. મન કે શરીરના અતિશ્રમથી શરીરમાં વાયુની વૃદ્ધિ થઈ જાય છે અને અતિ વાયુવૃદ્ધિથી નિદ્રાનાશ થાય છે. ઊંઘ આવે છે ત્યારે તે સ્વાભાવિક ઊંઘ નથી હોતી અને તે સ્વાસ્થ્યપ્રદ પણ નથી હોતી. અતિશ્રમ – તે શારીરિક હોય કે પછી માનસિક-નિદ્રાનો વિઘાત કરે છે.

આગંતુકી એટલે ‘રિષ્ટભૂતા’. રિષ્ટ એટલે મરવાનાં લક્ષણો અને વ્યાધિઅનુવર્તિની એટલે સન્નિપાત જેવા રોગોમાં બેભાન થઈ માણસ પડી રહે તે જાતની ઊંઘ.

ખોરાકની માફક ઊંઘમાં પણ જથ્થો નહીં પણ તેની જાત જોવાની હોય. એની ક્વૉન્ટિટી નહીં પણ ક્વૉલિટીનું મહત્ત્વ છે

આદર્શ ઊંઘ રાત્રિસ્વભાવપ્રભવા કહેવાય છે. આ જાતની નિદ્રા પ્રાણીમાત્ર માટે હિતકર છે. રાત પડે ને ઊંઘ આવે એ તદ્દન સ્વાભાવિક ક્રિયા છે. દિવસે ઊંઘ આવે એ અસ્વાભાવિક ક્રિયા છે. આવી નિદ્રાને ચરકે દરેક મનુષ્યની માતા કહી છે. આવી ઊંઘ થાકેલાઓનો થાક ઉતારનાર, થાકેલાં અંગોને શાંતિ આપનાર, શરીર અને મન બંનેની શક્તિઓને વધારનાર અને પ્રાણીમાત્રના પ્રાણને પોષનાર છે.

આજના જમાનામાં તો પહેલા 3 પ્રકારની જ ઊંઘ જોવા મળે છે. છઠ્ઠા પ્રકારની-રાત્રિસ્વભાવપ્રભવા નિદ્રા બહુ ઓછાની હોય છે અને એટલે જ આજનો સમાજ રોગગ્રસ્ત છે.

ઊંઘ કેટલા કલાકની હોવી જોઈએ? નેપોલિયન યુદ્ધ સમયે ઘોડા પર જ અડધો કલાક સૂઈ જઈ શકતો. ગીતાના અર્જુનને નિદ્રાનો ધણી (ગુડાકેશ) કહેવાયો છે. ધ્યાનમાં આવે ત્યારે નિદ્રાને બોલાવે અને ધ્યાનમાં આવે ત્યારે તેને વિદાય કરે. આથી જ તે ગુડાકેશ-નિદ્રાનો ધણી-કહેવાયો.

ખોરાકની માફક ઊંઘમાં પણ જથ્થો નહીં પણ તેની જાત જોવાની હોય. એની ક્વૉન્ટિટી નહીં પણ ક્વૉલિટીનું મહત્ત્વ છે. જે લોકો ઊંઘવાની કળા જાણે છે તે લોકો થોડું ઊંઘીને પણ શરીરને વધુમાં વધુ લાભ આપે છે.

(વડા પ્રધાન નરેન્દ્ર મોદી, પૂજ્ય મોરારી બાપુ, સ્વામી રામદેવ, સદ્‌ગુરુ જગ્ગી વાસુદેવ, યોગી આદિત્યનાથ જેવા દરેક મહાપુરુષો પોતાના આહાર અને પોતાની નિદ્રાને કેળવીને દાયકાઓથી રોજના 16થી 18 કલાક કાર્યરત રહે છે અને તેઓ ભાગ્યે જ બીમાર પડે છે. ગંભીર માંદગી કે મોટી બીમારીમાં તો તેઓ ક્યારેય સપડાતા નથી.)

દિવસે સૂવું કે નહીં. વામકુક્ષિનો ગલત મતલબ પ્રચલિત થયો છે. મહર્ષિ સુશ્રુતે કહ્યું છે કે જમી લીધા બાદ જ્યાં સુધી ખાધાનો થાક (અન્નકલમ) પૂરેપૂરો ન ઊતરી જાય ત્યાં સુધી રાજાની માફક એટલે કે નિરાંતે સરસ શય્યા ઉપર બેસવું. પંદરવીસ મિનિટ બેઠા બાદ સો પગલાં ચાલવું અને પછી ડાબે પડખે શય્યામાં ‘સૂઈ જવું’ (`ઊંઘવું નહીં’, માત્ર પડ્યા રહેવું) . ખાઈને તરત ઊંઘવાથી આયુષ્યની હાનિ થાય છે. જમીને તરત ઊંઘી જવાથી સારો માણસ પણ રોગી થાય છે.

રાત્રે જેટલો વખત ઊંઘ ન લીધી હોય અથવા બરાબર ઊંઘ ન આવી હોય તો એટલા સમયની અર્ધી માત્રામાં દિવસે સૂઈ જવું એવું ક્ષારપાણિએ કહ્યું છે (જે અગ્નિવેશ અને હારીતના સમકાલીન હતા.) રાત્રે ફક્ત ચાર કલાકની ઊંઘ લીધી હોય તો દિવસે બે કલાક સૂઈ જવું.

ગ્રીષ્મ ઋતુમાં દિવસે સૂવાથી લાભ થાય છે.
મેદસ્વી, કફપ્રકૃતિવાળા, કફના રોગીઓ, હંમેશાં તેલ-ઘી વગેરેનો ખૂબ ઉપયોગ કરનારા લોકો માટે દિવસે સૂવું નિષિદ્ધ છે.

જે લોકોને શારીરિક અને માનસિક કામ ઘણું કરવું પડે કે તેવાઓ માટે બપોરની નિદ્રા પરમ આવશ્યક છે એવું બાપાલાલ વૈદ્યને લાગે છે.

મન અને શરીરને વધુ થાક લાગે તેમ ખર્ચાયેલી શક્તિઓને ભરપાઈ કરવા માટે વધુ ઊંઘની જરૂર પડતી હોય છે.

બાપાજી કહે છેઃ ‘રાત્રે નવ વાગ્યે સૂવાની જો ટેવ પાડી હશે તો ત્રણ વાગ્યે સ્વાભાવિક રીતે જ ઊઠી જવાય છે. પછી આળસને વશ થઈને આંખો મીંચીને પથારીમાં આળોટ્યા કરે એ જુદી વાત છે

‘સવારમાં વહેલા ઊઠો’ પ્રકરણમાં બાપાજી કહે છે કે ભાવમિશ્રે એક શ્લોકમાં જણાવ્યું છેઃ ‘પોતાના આયુષ્યની રક્ષા માટે સ્વસ્થ મનુષ્યે બ્રાહ્મમુહૂર્તમાં – ત્રણથી ચાર વાગ્યાના સુમારે ઊઠીને દુઃખની શાન્તિ માટે મધુસૂદનનું સ્મરણ કરવું.’

બાપાજી કહે છેઃ ‘આ યુગ (ભાવમિશ્ર જેવા) આચાર્યોને માનનારો ક્યાં છે? શાસ્ત્રો કરતાં દૈનિક છાપાંઓ અત્યારે વધુ પ્રમાણભૂત ગણાતાં થઈ ગયાં છે! પરંતુ બુદ્ધિ અને તર્ક એ બંને કરતાં શ્રદ્ધા અને સંકલ્પ વધુ મૂલ્યવાન છે. જેના જીવનમાં સંકલ્પબળ કે શ્રદ્ધા નથી તેવાઓ માટે મારું આ લખાણ નથી.’

બાપાજીના આ શબ્દો નીચે એમની કાલ્પનિક સહી જોયા પછી સેંકડો વિદ્વાનો પોતાની સહી મૂકવાની સંમતિ આપશે.

બાપાજી કહે છેઃ ‘રાત્રે નવ વાગ્યે સૂવાની જો ટેવ પાડી હશે તો ત્રણ વાગ્યે સ્વાભાવિક રીતે જ ઊઠી જવાય છે. પછી આળસને વશ થઈને આંખો મીંચીને પથારીમાં આળોટ્યા કરે એ જુદી વાત છે. નવ વાગ્યે સૂવાથી છ કલાકની પ્રગાઢ નિદ્રા પછી ત્રણ-ચાર વાગ્યે જરૂર ઊઠી જ જવાય છે એવો મારો અનુભવ છે… જીવન એ ખાવાપીવા કે એશઆરામ માટે જ નથી. જેના જીવનમાં શાંતિ નથી, સંકલ્પસામર્થ્ય નથી, સ્વાધ્યાય નથી, શ્રદ્ધા નથી, તે મનુષ્ય બહારથી તંદુરસ્ત જણાતો હોય તોય તે તંદુરસ્ત નથી.’

રાત્રે સૂતાં પહેલાં આ પાંચ ચીજોનું ધ્યાન રાખવું એવું બાપાલાલભાઈએ સૂચવ્યું છે:

1.સૂતાં અગાઉ મોં બરાબર સાફ કરવું, ખૂબ કોગળા કરવા, દાંતમાં કંઈ પણ ભરાઈ રહ્યું ન હોય એ જોવું.

2. સૂતાં પહેલાં હાથપગ ધોઈ નાખવા.

3. સૂતાં પહેલાં માનસિક શાંતિ રાખવી, ઇષ્ટદેવનું શાંત મનથી ધ્યાન ધરી સ્વચ્છ શય્યા પર સૂઈ જવું.

6. રાત્રિભોજન બાદ તરત ન સૂઈ જતાં બે-અઢી કલાક પછી સૂવું. રાતના ભોજન પછી ધીરે ધીરે એકાદ માઇલ ફરી અવાય તો ઘણું સારું.

5. સૂતાં પહેલાં (બાથરૂમ જઈ આવ્યા બાદ) એકાદ પ્યાલો (ઠંડુંગાર ન હોય એવું) પાણી પી લેવું.
જે ઓરડામાં સૂવાનું હોય ત્યાં બીજો કોઈ સામાન રાખવો નહીં.
શયનખંડનાં (બારી બારણાં ખુલ્લાં રાખવા જેથી છૂટથી હવાની અવરજવર થઈ શકે. ચાદર સ્વચ્છ રાખવી, ઓશીકું પોચું રાખવું અને ઓઢવાનું બહુ ભારે કે વજનદાર ન રાખતાં હલકું રાખવું. આખા દિવસનો પોશાક બદલીને ધોળેલું વસ્ત્ર પહેરી સૂઈ જવું. મહર્ષિ સુશ્રુત કહે છે કે કદી ઊંધા માથે ન સૂવું.

રાતે પગને તળિયે તેલનું માલિશ કરવાથી આખા દિવસનો થાક ઊતરી જાય છે. ઘસઘસાટ ઊંઘ આવે છે, આંખોનું તેજ વધે છે, પાદાભ્યંગ (અભ્યંગ એટલે તેલમાલિશ)થી પગની સુકુમારતા અને પગનું બળ વધે છે, પગની સ્થિરતા પ્રાપ્ત થાય છે, વાયુ શાંત થઈ જાય છે – એવું મહર્ષિ ચરકે નોંધ્યું છે

ઊંઘ કોને નથી આવતી?
1.જેનું મન કામમાં પરોવાયેલું રહેતું હોય તેને ઊંઘ નથી આવતી. (અર્થાત્ જે કામની બાબતમાં સ્વિચ ઑન – સ્વિચ ઑફ કરીને મન પર કાબૂ રાખતાં નથી શીખ્યા તેને ઊંઘ નથી આવતી).

2. ઘરડા માણસોને ઊંઘ નથી આવતી. વૃદ્ધ સ્વભાવથી જ જાગનારા હોય છે.

3. જે રોગોથી પીડાતા હોય, જેમને માથાનો દુખાવો રહેતો હોય તેવાઓને ઊંઘ નથી આવતી.

4. કેટલાકનો સ્વભાવ જ ઓછું ઊંઘવાનો હોય છે. એમની પ્રકૃતિ જ ઓછી નિદ્રાથી ટેવાઈ ગયેલી હોય છે.

5. અતિ વાતવૃદ્ધિથી ઊંઘ નથી આવતી. કફ પ્રકૃતિના માણસો ખૂબ ઊંઘનારા હોય છે.

6. ઘોંઘાટ-કોલાહલવાળા સ્થાનમાં ઊંઘ નથી આવતી.

7. ચિંતા, શોક, ભય, ક્રોધ, અતિ વ્યાયામ, ઉપવાસ અને (અતિ) કાર્યશક્તિ આ બધાં નિદ્રામાં ખલેલ પહોંચાડનારાં છે.

ઊંઘ લાવનારી દવાઓના સેવનથી તાત્કાલિક ઊંઘ તો આવી જતી હોય છે પણ તેના સતત સેવનથી સ્વાસ્થ્યને હાનિ પહોંચે છે. ઊંઘ માટે કોઈ પણ જાતની દવા લેવી એ કેવળ બેવકૂફી છે. ઊંઘ ન આવવાનાં કારણો ઉપર દર્શાવેલાં છે. આ કારણોનો ત્યાગ કરશો એટલે ઊંઘ આવવી જ જોઈએ.

ઊંઘ બરાબર ન આવતી હોય તેણે સૂતી વખતે પગને તળિયે દિવેલ કે (તલનું) તેલ ઘસવું, પગચંપી કરાવવી, સ્નાન કરીને સૂવાની ટેવ પાડવી, મનપસંદ સુગંધી પદાર્થો સેવવા (ફૂલ, સેન્ટ, અત્તર ઇત્યાદિ), સંગીત સાંભળવું, સરસ પથારી રાખવી. ગંદી ચાદર અને ગંધાતાં ડાઘવાળાં ઓશીકાં મનને નથી ગમતાં. મનને જે નથી ગમતું તે ઊંઘને ભંગ કરે છે. રાતે પગને તળિયે તેલનું માલિશ કરવાથી આખા દિવસનો થાક ઊતરી જાય છે. ઘસઘસાટ ઊંઘ આવે છે, આંખોનું તેજ વધે છે, પાદાભ્યંગ (અભ્યંગ એટલે તેલમાલિશ)થી પગની સુકુમારતા અને પગનું બળ વધે છે, પગની સ્થિરતા પ્રાપ્ત થાય છે, વાયુ શાંત થઈ જાય છે – એવું મહર્ષિ ચરકે નોંધ્યું છે.

અકાળે (દિવસે) સૂવું અકાળે (રાત્રે) જાગવું અથવા અતિ સૂઈ રહેવું અથવા સતત ઉજાગરા કરવા આ બધાં સુખ અને આયુષ્યનો નાશ કરનારાં છે.

યોગ્ય પ્રમાણમાં નિદ્રાનું સેવન કરનાર મનુષ્યોને દેહ, સુખ અને આયુષ્યનો લાભ થાય છે.

અહીં યોગગ્રામમાં મને અહીંના એક પ્રાકૃતિક ચિકિત્સકે રોજ રાત્રે સૂતાં પહેલાં હળશેકા પાણીના ટબમાં પગ બોળીને દસ મિનિટ બેસી રહેવાનું કહ્યું છે. પાણીમાં થોડુંક નમક ઓગાળ્યું હોય તો સારું. હજુ સુધી હું એક પણ વખત એ સૂચનાનું પાલન નથી કરી શક્યો. રાત્રે જમીને, ચાલવા ગયા પછી પાછા આવીને થોડું કામ પૂરું કરીને એવી ઊંઘ આવી જાય છે કે વહેલું પડે બ્રાહ્મમુહૂર્ત. પચાસ દિવસ પૂરા કરીને મુંબઈ પાછા ગયા પછી આ સૂચનાનું પાલન કરીશ તો અત્યારે જેટલી ગાઢ ઊંઘ આવે છે એના કરતાં પણ વધારે સારી નિદ્રા આવતી થઈ જશે, એમાં કોઈ શંકા નથી. પગનાં તળિયાંની નર્વ્સ પણ સારી રીતે કાર્યરત થઈ જશે.

મને લાગે છે કે આ જે લેખસિરીઝ લખાઈ રહી છે તેમાં આપવામાં આવેલી માહિતી મુજબ જો કોઈ નક્કી કરે કે મારે આ સૂચનાઓને હન્ડ્રેડ પર્સેન્ટ ફૉલો કરવી છે તો તેઓ યોગગ્રામમાં આવ્યા વગર જ ઘેરબેઠાં તંદુરસ્તીભર્યું શતાયુ ભોગવવાની પોતાની મહેચ્છા પૂરી શકે.

તાજા કલમ :

‘ન્યુઝપ્રેમી’ના યુવાન વાચક બંસલ ભાલજાએ અમદાવાદથી એક સંદેશો મોકલ્યો છે જે તમારા બધાની સાથે શેર કર્યો છે :

“પ્રણામ.🙏🏼
યોગગ્રામના અનુભવો પરની આપની લેખમાળા, જોરદાર👌🏼😇👏🏼

આપે આયુર્વેદ અને નેચરોપથીની વાત કરી, સદભાગ્યે ફેમીલીમાં સૌનો ઝોક તેના પર પહેલેથી વધારે છે. સ્વામી રામદેવે વધુ દ્રઢાવ્યું. ઘરે  કોઇને ક્યારેક તાવ આવ્યો હોય કે BP હોય કે શરીરમાં કોઇ પણ દુખાવો હોય તો સૌથી પહેલો ઉપચાર ઍક્યુપ્રેશર અને ઘરગથ્થુ ઉપચારો જ કરવાના. ઉપવાસ કરી લેવાના. તરત ડોક્ટર પાસે દોડી ગયા અને દવાઓ લઈ લીધી, એવું ક્યારેય કર્યું નથી.મહિનામાં બે એકાદશી, બને ત્યાં સુધી નકોરડો. વર્ષમાં પાંચ નિર્જલ ઉપવાસ( રામનવમી, દેવપોઢી,જન્માષ્ટમી, જલઝીલણી, દેવઉઠી). વર્ષમાં 30 ઉપવાસ.

“ઍક્યુપ્રેશર અને મુદ્રા તો મારાં મમ્મી બેંકમાં, અડોસપડોસમાં, જ્યાં હોય ત્યાં, બધાને વાત કરે. ખૂબ રસ અને પરિણામો અનુભવ્યા પણ છે. જ્યાં સુધી સર્જીકલ અર્જન્સી ન હોય ત્યાં સુધી યોગ, મુદ્રા અને આયુર્વેદ જ. ગયા વર્ષે મમ્મીને ફ્રોઝન શોલ્ડર છે એવું એક જગ્યાએ કિધું, તો મમ્મી તો એકદમ જ કહે કે, ‘આવું, એક વર્ષ થોડી રાહ જોઇને, પાટા બાંધીને બેસી રહેવાશે?’ સતત ત્રણ ચાર દિવસ, દિવસના ત્રણ ચાર કલાક, વિવિધ મુદ્રાઓ કરીને મટાડી દીધું! આશ્ચર્ય હતું.

“આને લગતાં પુસ્તકો પણ ઘરમાં. અન્ય કોઇનેય કહેવું હોય તો તરત ફોટો પાડીને કહેવાનું, કે કરો મુદ્રા. BP અને છાતીમાં દુખાવો થયો હોય ત્યારે પણ અપાન વાયુ મુદ્રાનો લાભ ઘરમાં જોયો છે. (સૌને અપાન વાયુ મુદ્રા ખ્યાલ હોવો જ જોઇએ.) મુદ્રા સ્વભાવિક રીતે  કરતા રહેવાની. કોઇ મૂવી જોતા હોઇએ કે સભામાં બેઠાં હોઇએ અથવા મુસાફરીમાં હોઇએ, તો હાથ ફ્રી હોય તો પ્રાણ મુદ્રા કે જ્ઞાન મુદ્રા જ કેમ ન કરીએ? અથવા કોઇ પણ મુદ્રા. સમયનો સદુપયોગ, મન-શરીરનું રીચાર્જ, અને આપણે એકલાં જ હોઇએ, તો તો નામ સ્મરણ! મુસાફરીમાં તો ખાસ.

“ઘરમાં ભસ્ત્રિકા, કપાલભાંતિ, અનુલોમ વિલોમ દ્રઢ થયા, ઍ સ્વામી રામદેવને કારણે.

“ટૂથપેસ્ટથી લઈને ગ્રોસરી સુધી, આયુર્વેદિક દવાઓથી લઈને શરબત સુધી, પતંજલિ નું હોય મોટા ભાગે, કાં તો BAPS નું હોય. વર્ષોથી.

“સાવ બિનજરુરી મેડિકલ ખર્ચા તો આહાર વિહારમાં સંયમ, ઉપવાસ, ઍક્યુપ્રેશર, મુદ્રાઓને કારણે દૂર જ રહ્યા છે.”

યુવાન વાચક બંસલ ભાલજાએ અમદાવાદથી એક સંદેશો મોકલ્યો છે જે તમારા બધાની સાથે શેર કર્યો છે :

“પ્રણામ.🙏🏼
યોગગ્રામના અનુભવો પરની આપની લેખમાળા, જોરદાર👌🏼😇👏🏼

આપે આયુર્વેદ અને નેચરોપથીની વાત કરી, સદભાગ્યે ફેમીલીમાં સૌનો ઝોક તેના પર પહેલેથી વધારે છે. સ્વામી રામદેવે વધુ દ્રઢાવ્યું. ઘરે  કોઇને ક્યારેક તાવ આવ્યો હોય કે BP હોય કે શરીરમાં કોઇ પણ દુખાવો હોય તો સૌથી પહેલો ઉપચાર ઍક્યુપ્રેશર અને ઘરગથ્થુ ઉપચારો જ કરવાના. ઉપવાસ કરી લેવાના. તરત ડોક્ટર પાસે દોડી ગયા અને દવાઓ લઈ લીધી, એવું ક્યારેય કર્યું નથી.મહિનામાં બે એકાદશી, બને ત્યાં સુધી નકોરડો. વર્ષમાં પાંચ નિર્જલ ઉપવાસ( રામનવમી, દેવપોઢી,જન્માષ્ટમી, જલઝીલણી, દેવઉઠી). વર્ષમાં 30 ઉપવાસ.

“ઍક્યુપ્રેશર અને મુદ્રા તો મારાં મમ્મી બેંકમાં, અડોસપડોસમાં, જ્યાં હોય ત્યાં, બધાને વાત કરે. ખૂબ રસ અને પરિણામો અનુભવ્યા પણ છે. જ્યાં સુધી સર્જીકલ અર્જન્સી ન હોય ત્યાં સુધી યોગ, મુદ્રા અને આયુર્વેદ જ. ગયા વર્ષે મમ્મીને ફ્રોઝન શોલ્ડર છે એવું એક જગ્યાએ કિધું, તો મમ્મી તો એકદમ જ કહે કે, ‘આવું, એક વર્ષ થોડી રાહ જોઇને, પાટા બાંધીને બેસી રહેવાશે?’ સતત ત્રણ ચાર દિવસ, દિવસના ત્રણ ચાર કલાક, વિવિધ મુદ્રાઓ કરીને મટાડી દીધું! આશ્ચર્ય હતું.

“આને લગતાં પુસ્તકો પણ ઘરમાં. અન્ય કોઇનેય કહેવું હોય તો તરત ફોટો પાડીને કહેવાનું, કે કરો મુદ્રા. BP અને છાતીમાં દુખાવો થયો હોય ત્યારે પણ અપાન વાયુ મુદ્રાનો લાભ ઘરમાં જોયો છે. (સૌને અપાન વાયુ મુદ્રા ખ્યાલ હોવો જ જોઇએ.) મુદ્રા સ્વભાવિક રીતે  કરતા રહેવાની. કોઇ મૂવી જોતા હોઇએ કે સભામાં બેઠાં હોઇએ અથવા મુસાફરીમાં હોઇએ, તો હાથ ફ્રી હોય તો પ્રાણ મુદ્રા કે જ્ઞાન મુદ્રા જ કેમ ન કરીએ? અથવા કોઇ પણ મુદ્રા. સમયનો સદુપયોગ, મન-શરીરનું રીચાર્જ, અને આપણે એકલાં જ હોઇએ, તો તો નામ સ્મરણ! મુસાફરીમાં તો ખાસ.

“ઘરમાં ભસ્ત્રિકા, કપાલભાંતિ, અનુલોમ વિલોમ દ્રઢ થયા, ઍ સ્વામી રામદેવને કારણે.

“ટૂથપેસ્ટથી લઈને ગ્રોસરી સુધી, આયુર્વેદિક દવાઓથી લઈને શરબત સુધી, પતંજલિ નું હોય મોટા ભાગે, કાં તો BAPS નું હોય. વર્ષોથી.

“સાવ બિનજરુરી મેડિકલ ખર્ચા તો આહાર વિહારમાં સંયમ, ઉપવાસ, ઍક્યુપ્રેશર, મુદ્રાઓને કારણે દૂર જ રહ્યા છે.”

• • •

સ્વામી રામદેવના હરદ્વારસ્થિત પતંજલિ યોગગ્રામમાં ૫૦ દિવસ રહેવાના અનુભવ પર લખાતી સૌરભ શાહની સિરીઝના અત્યાર સુધીના લેખોમાંથી તમે કોઈ મિસ કર્યા હોય તો આખું લિસ્ટ આ લિન્ક પર ઉપલબ્ધ છે.

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

10 COMMENTS

  1. આપના દરેક વિષય ઉપરના લેખો જીવન સારી રીતે જીવવા માટે ખુબજ ઉપયોગી છે. સરસ માગઁદશઁન આપે છે. તેમાય ખાસ કરીને પૂ. રામદ્વેવજી હરિદ્વાર યોગાશ્રામ ના વિશેષ લેખો લાભદાયક છે.
    જુદા જુદા વૈદ્યરાજના સલાહ સુચન ચીવટ પૂવઁક ના લેખો જીવનમાં નવું બળ આપે છે.
    હું ફોનમાં બધી એપથી માહિતગાર નથી જેથી જે જોવાય તે વાંચવા અને જીવનમાં ઉતારવા પ્રયત્ન કરુ છું.
    ધન્યવાદ સાથે પ્રભુ આપને આવા કાયોઁ માટે વધુ ને વધુ બળ આપે અને રાષ્ટ્રકાયઁ માં સમઁપિત માટે પ્રાથઁના સાથે અંતઃકરણ આભાર

  2. બાપાલાલભાઈના પુસ્તકો નીચે જણાવેલ સ્થાને મળશે તેમ જાણ્યું છે.
    Shree Pustak Mandir
    6, Kalyan Bhavan,
    B/s Havmor Restaurant,
    Near Rupam Cinema,
    Relief Road
    Amadavad 380 001
    Phone 99133 67503

  3. નમસ્કાર. આપના માહિતીસભર લેખ થી અમને એવું લાગે છે કે જાણે અમે પોતે જ ત્યાં સાક્ષાત હાજર ના હોય !
    ખૂબ ખૂબ આભાર.🙏
    ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ 💐❤️

  4. શ્રી કમલેશભાઈ,
    ખૂબ આભાર!🙂

    મુદ્રા માટે ગુજરાતીમાં મુખ્યત્વે આ પુસ્તકો રેફરન્સ તરીકે રાખ્યા છે:

    1. યોગ સાધના અને યોગ ચિકિત્સા રહસ્ય
    સ્વામી રામદેવ, દિવ્ય પ્રકાશન

    2. યોગ દ્વારા આરોગ્ય, ભાગ-3
    ( વિભિન્ન પ્રાણાયામ, હસ્તમુદ્રા ચિકિત્સા, અધ્યાત્મયોગ-ભક્તિયોગ-ધ્યાન-માનસી)
    સાધુ અક્ષરજીવનદાસ, BAPS સ્વામિનારાયણ સંસ્થા.

  5. Very interesting articles, you have rightly said if someone follows whatever your experience you are sharing, one can be healthy n fit sitting at home also. Thank you for wonderful articles

  6. સૌરભભાઇ
    યોગગ્રામ માં રહી ને જે અનુભવો, રોજે રોજ મોકલો છો,એકી પલાઠી એ વાંચી જાવ છું વાચું ત્યારે એવો અનુભવ થાય છે કે હું પ્રત્યક્ષ યોગગ્રામ નીરમાયમ માં છું એવો અનુભવ થાય છે, આ લેખમાળા
    ને પુસ્તક સ્વરૂપે તૈયાર કરો એવી અપેક્ષા.

  7. બધા જ સરસ લેખ હોય છે. માહિતી સભર અને પ્રેરણાદાયક. સુધારાઓ કરવાના સંકલ્પો લેવાનું અને કોશિશ કરવાનું ચાલુ છે. દરેક લેખ પછી વિશ્વાસ વધ્યો છે. તમારા આ 50 દિવસો, મારા જેવા અનેક વાચકો માટે જીવનમાં ઘણા બદલાવ લાવી રહ્યા છે. આભાર.

  8. પ્રણામ,
    આદરણીય શ્રી, આજ નો લેખ પણ ખૂબ સરસ લાગ્યો. આપે એક વાચક બંસલ ભાલજા નો સંદેશ પ્રસિદ્ધ કર્યો તે સારું કર્યું. મુદ્રા ની સમજ વધુ મળે તે માટે કોઈ સારું ગુજરાતી પુસ્તક બતાવો તો મહેરબાની થશે.
    આભાર.

    • મારી પાસે આ વિષય નુ એક પુસ્તક સારુ, સરળ ભાષા મા છે.

      વિગતઃ

      મુદ્રા વિજ્ઞાન અને રંગ ચિકિત્સા

      લેખકઃ પારસમલ ડાલચન્દજી દુગડ/જૈન

      પુસ્તક પ્રાપ્તિ સ્થળઃ
      પલક જ્વેલર્સ
      હનુમાન નગર,
      કાંદિવલી – (પૂર્વ)
      મુંબઈ – 400101
      ફોન નંઃ 29651145

      ***Aa details mari book mathi aapi chhe je 2011 nu 1st gujarati aavruti chhe.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here