હનુમાનજીને મંકી ગૉડ કહેનારાઓ વિશે : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ એક્સક્લુઝિવ : શુક્રવાર, 20 નવેમ્બર 2020)

હનુમાનજી અને ગણપતિદાદા જેવા આપણા આરાધ્ય દેવોને પશ્ચિમના કેટલાક મૂર્ખ લોકોએ મંકી ગૉડ અને એલિફન્ટ ગૉડ કહી દીધા અને દેખાદેખીથી આપણે ત્યાં પણ તથાકથિત બુદ્ધિજીવીઓ તથા સેક્યુલર મિડિયાએ આ અંગ્રેજી શબ્દો જાણીજોઈને કે પછી બેવકૂફીથી અપનાવી લીધા.

‘સંસ્કૃત નૉન-ટ્રાન્સલેટેબલ્સ’ પુસ્તકમાં રાજીવ મલ્હોત્રા લખે છે કે પશ્ચિમી વિદ્વાનોએ ભારતની અભણ પ્રજા વાંદરાઓ, સર્પો તથા હાથીઓની પૂજા કરવામાંથી ઊંચી નથી આવતી એવી ભ્રમણા ફેલાવવા આવો (મંકી ગૉડ વગેરે) પ્રચાર શરૂ કર્યો.

અહીં રાજીવ મલ્હોત્રાની વાતથી સહેજ આડે ફંટાઇને એક મુદ્દો વણી લઇએ. આપણે ભારતીયો પ્રકૃતિમાં રહેલા સૌ કોઈ જીવોની, તત્ત્વોની પૂજા કરનારી પ્રજા છીએ. આ વાત આપણા સંસ્કારમાં વણાઈ ગયેલી છે, આપણા લોહીમાં છે, ડીએનએમાં છે. ભારતીય પ્રજાને પર્યાવરણનો આદર કરવાનું કોઇએ શીખવવાની જરૂર નથી. પંચમહાભૂતોનો આપણે પરાપૂર્વથી આદર કર્યો છે, એની પૂજા કરી છે. દુનિયામાં બીજી પ્રજાઓને કશું ભાન નહોતું તે કાળથી સૂર્યના મહત્ત્વની ખબર છે, સવારસાંજ સૂર્યની પૂજા કરીને સૂર્યનું મહત્ત્વ આપણને સમજાવવામાં આવ્યું છે. ઝાડપાન-વનસ્પતિનો આદર આપણે કરીએ છીએ. આયુર્વેદ માટે ઉપયોગી એવા કોઈપણ પાંદડાં, ફળ, ફૂલ, મૂળિયાં, છાલ, ડાળીને તોડતાં પહેલાં શ્લોક દ્વારા માફી માગીને એને એના સ્થાનથી દૂર કરીએ છીએ. રાત્રે સૂઈને સવારે પથારીમાં બેઠા થઈ ધરતીમાતા પર પગ મૂકતાં પહેલાં ક્ષમાપ્રાર્થનાનો શ્લોક બોલીએ છીએ. દરેક જીવ આપણા માટે પૂજનીય છે. સિંહ, વાઘ, મોર, હંસ, સર્પ ઇવન ઉંદર વગેરેને આપણે દેવી-દેવતાઓનાં વાહનનો દરજ્જો આપ્યો છે. ભારતમાં અનેક ઠેકાણે વાનરોનો આજે પણ હનુમાનજીના પ્રતીક તરીકે, આદરસત્કાર થાય છે, શંકરજીના સાથી તરીકે નાગદેવતાનું પૂજન થાય છે. સાઉથનાં અનેક મંદિરોમાં હાથીશાળા હોય છે, દરેક હાથીનું પૂજન થાય છે.

પણ વેસ્ટર્ન સ્કૉલર્સ આપણી પરંપરાઓને સમજ્યાકર્યા વિના આપણને ઊતારી પાડવા માટે સંદર્ભો વિના, આપણી સંસ્કૃતિઓની ખૂબીઓને ખામી ગણાવીને અપપ્રચાર કરવામાં નિપૂણતા ધરાવે છે. પશ્ચિમી લોકો તો એવું કરે પણ આપણે શા માટે એમના પ્રચારમાં તણાઈને આપણી જાત માટે ઓછું આણવું જોઈએ?

ભલું થજો મલ્હોત્રા જેવા વિદ્વાનપુરુષોનું જેઓ જિંદગી આખીની બચત ભારતની સંસ્કૃતિને યોગ્ય સમજ સાથે દુનિયા સુધી પહોંચાડવામાં વાપરી રહ્યા છે, દાયકાઓથી પોતાનો સંપૂર્ણ સમય આ ઉમદા કાર્યમાં ઇન્વેસ્ટ કરી રહ્યા છે. એમના આ પવિત્ર ઇન્વેસ્ટમેન્ટનાં ફળ એમનાં પુસ્તકો દ્વારા આપણા સુધી પહોંચતાં રહે છે.

રાજીવ મલ્હોત્રા લખે છે કે રામાયણમાં હનુમાનજીને વા-નર કહેવામાં આવ્યા છે. વા-નર એટલે નર(માણસો) જેવા લાગનારા. આ પ્રજાતિ કાળક્રમે ભૂંસાઈ ગઈ. આપણે જેને વાંદરાઓ કહીએ છીએ તે અને આ વા-નરો જુદા. હનુમાનજી જ્ઞાનના દેવતા છે, ડહાપણનો ભંડાર છે એમનામાં અને અતુલનીય બાહુબળ છે. આવો ત્રિવેણીસંગમ ધરાવતા વા-નર દેવતા જ્યારે ભગવાન શ્રીરામને ભક્તરૂપે મળે ત્યારે જગતનું કલ્યાણ થાય. ભારતીય પરંપરામાં સાત મહાન આત્માઓ ચિરંજીવી છે, અમર છે. દરેક યુગમાં તેઓ આપણી સાથે જ હોય છે. આ 7માં પહેલું નામ હનુમાનજીનું છે. એ પછી કૃપાચાર્ય આવે જેમની બહેન કૃપીનાં દ્રોણાચાર્ય લગ્ન થયાં.

ત્રીજું નામ કૃપી-દ્રોણાચાર્યના પુત્ર અશ્વત્થામાનું. ચોથું નામ મહાબલિનું જે ભગવાન વિષ્ણુની આરાધના કરનારા પ્રહલાદના પૌત્ર છે. વિષ્ણુએ વામન અવતાર લઇને જેમની પાસેથી ત્રણેની લોક પાછા મેળવ્યા તે મહાબલિ આજે જ્યાં કેરળ છે તે ભૂમિ પર રાજ કરતા અને એમની યાદમાં ઓણમનો ઉત્સવ ઉજવાય છે. પાંચમું નામ ભગવાન પરશુરામનું છે જે ભગવાન વિષ્ણુના અવતાર છે. છઠ્ઠા વિભીષણ. અને સાતમા વ્યાસ જેમણે મહાભારતની રચના કરી.

આ સાત ચિરંજીવીઓની વિગતો રાજીવ મલ્હોત્રાના પુસ્તકમાં નથી પણ અહીં વણી લીધી છે.

રાજીવ મલહોત્રાએ આ પુસ્તકમાં બીજા એક સરસ શબ્દની વાત કરી છે. સંસ્કૃતમાં ‘દાસ’ છે જેનું અંગ્રેજીકરણ ‘સ્લેવ’રૂપે કરીને પશ્ચિમી વિદ્વાનોએ ભારતીય સંસ્કૃતિનું ગૌરવ હણવાની કોશિશ કરી.

પશ્ચિમના લોકોએ અશ્વેતોની ગુલામ સંસ્કૃતિને ઉછેરી છે, ઇસ્લામના હુમલાખોરોએ પણ ગુલામોની લે-વેચ કરી છે. આ ગુલામો (સ્લેવ)ના માલિકો રહેતા. એમની પાસેથી ધાર્યું કામ કરાવવા એમના પર જુલમ ગુજારવામાં આવતો. સ્ત્રી-ગુલામોનું છડેચોક જાતીય શોષણ થતું. જેની પાસે વધારે ગુલામ હોય તે વધારે શ્રીમંત ગણાય એવો જમાનો હતો.

આ ગુલામો (સ્લેવ)ને આપણા ‘દાસ’ સાથે કોઇ લેવાદેવા નથી. એક વાત ભારપૂર્વક લખી રાખજો- ‘દાસ’ એટલે ‘સ્લેવ’ નહીં. કેવી રીતે હોઈ શકે? આપણામાંના કેટલાયના બાપદાદાઓનાં નામની પાછળ ‘દાસ’ શબ્દ છે. (મારા દાદાના પિતાનું નામ સબુરદાસ છે). કોઈ પણ પિતા પોતાના પુત્રના નામ પાછળ ‘ગુલામ’ જેવો અપશબ્દ થોડો લાગવા દે?

તો આ ‘દાસ’ એટલે કોઇ મનુષ્યનો નહીં પણ ભગવાનનો દાસ. ભગવાનને શરણે થઇને જીવે તે ભગવાનનો દાસ. આ જગતમાં જે કંઈ થાય છે તેનું સંચાલન ભગવાનની મરજી દ્વારા થાય છે એવી શ્રદ્ધા રાખીને જે જીવે છે તે ‘દાસ’ છે. ભગવાનની મરજી વિના પાંદડુંય ફરકતું નથી એવું જે માને છે તે ભગવાનનો ‘દાસ’ છે. ‘દાસ’ કોઈના દબાણ વિના, સ્વયંપ્રેરણાથી ભગવાનની સેવા કરે છે. તુલસીદાસથી સૂરદાસ સુધીના સંખ્યાબંધ ‘દાસ’ આપણે ત્યાં થઈ ગયા. ‘દાસ’ને ‘સ્લેવ’ કે ‘ગુલામ’ ગણાવનારાઓએ મંદિરોની ‘દેવ-દાસી’ને પણ તદ્દન અભદ્ર અને અણછાજતી રીતે વર્ણવવાનું શરૂ કરી દીધું. રાજીવ મલ્હોત્રાએ આપેલી સમજણ પછી આવા દુષ્પ્રચારમાંથી આપણે બહાર આવી જવાનું છે.

રાજીવ મલ્હોત્રાએ એક અન્ય ખૂબ ગેરસમજ પામેલા સંસ્કૃત શબ્દ વિશે ચર્ચા કરી છે અને તે છે ‘કામ’. અંગ્રેજીવાળાઓ એને ‘સેક્સ’ કે પછી ‘લસ્ટ’ (વાસના) તરીકે ટ્રાન્સલેટ કરે છે તે ખોટું છે. સંસ્કૃતમાં ‘કામ’ શબ્દનું મૂળ ‘કમુ’માં છે. કમુ એટલે ઇચ્છા-ડિઝાયર. ધાર્મિક દ્રષ્ટિએ મનુષ્યના ચાર પુરુષાર્થ છેઃ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ ચારેય જવાબદારીઓનું એકબીજાની સાથે સંતુલન કરીને મનુષ્યે જીવવાનું હોય. એ સંતુલન ખોરવાઇ જશે તો જીવન ખોરવાઇ જશે. કામનું સંતુલન ધર્મ, અર્થ, મોક્ષ સાથે જાળવવાનું તે જ રીતે ધર્મનું બાકીના ત્રણ પુરુષાર્થ સાથે, તે જ રીતે અર્થ તથા મોક્ષનું. આપણી સંસ્કૃતિના જનકસમા ઋષિ-મુનિઓએ બહુ જ સમજપૂર્વક આ જ્ઞાનનું સિંચન આપણામાં કર્યું છે પણ કેટલાક વિકૃત વિદેશી વિદ્વાનો ‘કામ’ને નકરી સેક્સ કે લસ્ટ ગણાવે છે. ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં પોતે ‘કામ’ છે એવું કહે છે ત્યારે એ ‘કામ’ની ઊંચાઈને તથાકથિત બૌદ્ધિકો તાગી શકતા નથી અને તાળીપડાઉ ઇન્ટરપ્રીટેશનો દ્વારા લોકોને ગલગલિયાં કરાવતા રહે છે.

‘પ્રેમ’, ‘લીલા’ અને ‘આનંદ’ માટે વપરાતા અંગ્રેજી શબ્દો ‘લવ’, ‘પાસ્ટાઇમ’, ‘બ્લિસ’ પણ મૂળ શબ્દના અર્થને વિકૃત કરનારા છે એવો વિગતવાર અભ્યાસ તમને આ પુસ્તકમાં વાંચવા મળશે.

આવી તો ઘણી વાતો છે આ પુસ્તકમાં. અઢીસો પાનાંના આ પુસ્તકનો પાંચમો ભાગ તો માત્ર રેફરન્સ માટેની નોંધ રોકે છે જેના પરથી ખ્યાલ આવશે કે આ પુસ્તક પાછળ કેટલું ચોકસાઇભર્યું સંશોધન કરવામાં આવ્યું હશે.

દરેક વિદ્વત્તાપૂર્ણ ગ્રંથની એક નિવારી નથી શકાતી એવી ખામી અહીં પણ તમને ઉડીને આંખે વળગે —રસાળ શૈલીનો અભાવ તથા અત્યંત કઠિન અને મનમાં ગૂંચવાડો ઊભો થઈ શકે એવી વાક્યરચના. આવા પુસ્તકની લોકપ્રિયતા વધે અને અંગ્રેજી વાંચતા દરેક વાચક સુધી પહોંચે તે માટે એના ભાષાકર્મ પર જો ધ્યાન આપવામાં આવે તો ઘણું મોટું કામ થાય. આટલા મૂલ્યવાન ગ્રંથનો ગુજરાતીમાં અનુવાદ કરવાનું કામ અશક્ય છે અને જો કોઈ સાહસ કરે તો પણ તે અનુવાદ સુવાચ્ય બને તે શક્ય નથી. કૂવામાં હોય તો જ હવાડામાં આવે.

આજકાલ ભારતીય સંસ્કૃતિ અને ભારતીય પરંપરાને પ્રજા સમક્ષ લઈ જવાની જહેમત ઉઠાવતાં અનેક મૂલ્યવાન સંદર્ભગ્રંથો પ્રગટ થવા માંડ્યા છે. 2014 પહેલાં આવું કામ ‘વૉઇસ ઓફ ઇન્ડિયા’ના રામ સ્વરૂપજી તથા સીતારામ ગોયલજી દ્વારા, અરૂણ શૌરી, કૉન્રાડ એલ્સ્ટ, ડૅવિડ ફ્રોલી તથા અન્ય અડધો ડઝન જેટલા વિદ્વાન લેખકો-સંશોધકો દ્વારા તેમ જ બીજી કેટલીક ગણીગાંઠી સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા છૂટુછવાયું થતું જ રહ્યું છે. પણ છેલ્લા અડધા દાયકામાં નવા નવા પ્રકાશકો તેમ જ જૂના ને જાણીતા પ્રકાશકો દ્વારા વિપુલ પ્રમાણમાં આ પ્રકારનાં પુસ્તકો પ્રગટ થતાં રહે છે જે એક ઘણું શુભ ચિહ્ન છે. રાજીવ મલ્હોત્રા જેવા વિદ્વાનો આજે જે કાર્ય કરી રહ્યા છે તેના પરિણામે ભારતની હવે પછીની પેઢીઓ વામપંથી વિચારસરણીના ડાબલા છોડીને ભારતનો અસલી વૈભવ જોતી થશે, ભારત માટે ગૌરવ વ્યક્ત કરતી થશે અને રાષ્ટ્રને વફાદાર રહેતાં શીખશે.

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

4 COMMENTS

  1. Very difficult. I can explain face to face. Very difficult to write here As I know only one language.Gujarati.

  2. Very enlightening article
    I think Rajivji’s work is supported by Pallavi Joshi & Her husband Agnihotri ??

    Thanks for taking trouble to bring such knowledgeable persons hard work into article ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here