વો ફિર નહીં આતે… : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ : શુક્રવાર, ૫ જાન્યુઆરી ૨૦૨૪)

તમારા નોસ્ટાલ્જિયા સાથે સજ્જડ રીતે સંકળાયેલું કોઈ આ દુનિયા છોડીને જતું રહે છે ત્યારે તમે પોતે પણ એટલા અંશે એની સાથે આ દુનિયામાંથી વિદાય લેતા હો છો.

આર.ડી. બર્મન ૪થી જાન્યુઆરી, ૧૯૯૪ના દિવસે ગુજરી ગયા તેની સાથે આપણો એમની સાથે સંકળાયેલો અંશ પણ મૃત્યુ પામ્યો. આર.ડી.ના જવાથી જે જગ્યા પડી તે હવે એમને સાંભરીને ભર્યા કરીએ છીએ.

‘કોરા કાગઝ થા યે મન મેરા…’ પહેલી વખત રેડિયો પર સાંભળ્યું ત્યારે જ સીધું મન પર અને જીભ પર ચોંટી ગયું હતું. ‘આરાધના’ (૧૯૬૯)માં મ્યુઝિક સચિન દેવ બર્મનનું હતું. પણ પછી ખબર પડી કે પિતાની બીમારીને કારણે આ ગીત પુત્રે કંપોઝ કર્યું હતું. ‘રૂપ તેરા મસ્તાના’ અને ‘મેરે સપનોં કી રાની’માં પણ આર.ડી.એ પોતાનો ફાળો આપ્યો હતો. ઈનફૅક્ટ, નિર્માતા-દિગ્દર્શક શક્તિ સામંતાએ ‘આરાધના’ના બંગાળી વર્ઝનનાં પોસ્ટર્સમાં સંગીતકાર: સચિન દેવ બર્મન અને મદદનીશ સંગીતકાર: રાહુલ દેવ બર્મન એવી ક્રેડિટ્સ છાપી હતી. પોસ્ટર્સ અને હોર્ડિંગ્સ પર. ફિલ્મનાં ટાઈટલ્સમાં તો હોય.

એ પહેલાં દેવ આનંદની ‘ગાઈડ’ (૧૯૬૬)નું ‘ગાતા રહે મેરા દિલ’ પણ આર.ડી.એ પિતા માંદગીમાં પથારીવશ હતા એટલે કંપોઝ કર્યું હતું.

અફ કોર્સ ‘તિસરી મંઝિલ’ (૧૯૬૬) એ પહેલાં રિલીઝ થઈ પણ એ ફિલ્મ તેમ જ એનાં ગીતોનું એક્સપોઝર મને મોડેથી મળ્યું. ‘પડોસન’ (૧૯૬૮) રિલીઝ થઈ તે જ ગાળામાં જોઈ પણ ‘મેરે સામનેવાલી ખિડકી’ તથા ‘એક ચતુર નાર’ અને ‘મૈં ચલી, મૈં ચલી’ તથા ‘કહના હૈ, કહના હૈ…’ અને ‘ભાઈ બત્તુર’ જેવાં યાદગાર ગીતો યાદગાર છે એવું રિયલાઈઝેશન મોડેથી થયું. એવું જ ‘પ્યાર કા મૌસમ’નું થયું. ફિલ્મનું ટાઈટલ સૉન્ગ અને ‘તુમ બિન જાઉં કહાં’ જિંદગીમાં મોડેથી પ્રવેશ્યાં. એટલે થિયોરિટિકલી નહીં પણ પ્રેક્ટિકલી જોઈએ તો ‘કોરા કાગઝ થા યે મન મેરા’થી આર.ડી. બર્મનનું નામ અમારા દિલ-ઓ-દિમાગ પર લખાયું, અને આર.ડી.ની ઑફિશ્યલ ક્રેડિટવાળી ફિલ્મમાં જોઈએ તો ‘કટી પતંગ’ (૧૯૭૦)થી. ‘યે શામ મસ્તાની, મદહોશ કિયે જાય…’, ‘પ્યાર દીવાના હોતા હૈ, મસ્તાના હોતા હૈ…’, ‘યે જો મોહબ્બત હૈ…’ ‘જિસ ગલી મેં તેરા ઘર ના હો બાલમા…’ બધાં જ ગીતો દસ વર્ષની ઉંમરે મોઢે થઈ ગયેલાં. ‘ના કોઈ ઉમંગ હૈ…’ ‘આજ ના છોડેંગે’ અને ‘મેરા નામ હૈ શબનમ’ પણ સાંભળવાં ગમતાં. એ જ વર્ષમાં ‘ધ ટ્રેન’ રિલીઝ થયેલી. ‘ગુલાબી આંખે જો તેરી દેખી…’, ‘ની સોનિયે’ અને ‘કિસ લિયે મૈંન્ને પ્યાર કિયા’ની સરખામણીએ ‘મેરી જાં મૈંને કહા, મેરી જાં તુને સુના’ ઘણું જુદું લાગતું. આર.ડી.ના પોતાના અવાજ માટેનો ટેસ્ટ કેળવતાં મને જરા વાર લાગી. ‘અપના દેશ’ (૧૯૭૨)માં ‘દુનિયા મેં લોગોં કો’ સાંભળ્યા પછી કેળવવાની શરૂઆત થઈ અને ‘શોલે’ (૧૯૭૫)ના ‘મહેબૂબા’ પછી તો એ અવાજના અમે દીવાના થઈ ગયા. પછી તો ‘ધન્નો કી આંખો મેં’ (‘કિતાબ’: ૧૯૭૭) હોય, ‘તુમ ક્યા જાનો’ (‘હમ કિસી સે કમ નહીં’: ૧૯૭૭) હોય કે ‘યમ્મા યમ્મા’ (‘શાન’: ૧૯૮૦) હોય. – આર.ડી. બર્મનનો અવાજ સીધેસીધો અંદર જઈને આત્માને છૂઈ જતો.

૧૯૭૧માં રિતિક રોશનના ફાધર રાકેશ રોશનની હીરો તરીકેની ફિલ્મ ‘પરાયા ધન’માં ‘આજ ઉન સે પહેલી મુલાકાત હોગી’ ગીત સાંભળ્યું. એ જ વર્ષે પ્રકાશ મહેરાએ ડિરેક્ટ કરેલી સંજય ખાન, ફિરોઝ ખાન અને મુમતાઝની ‘મેલા’માં ‘ગોરી કે હાથ મેં જૈસે યે છલ્લા’ અને ‘રુત હૈ મિલન કી સાથી મેરે આ રે…’ ગીતો પૉપ્યુલર થયાં. એ જ સાલમાં સાઉથના ફેમસ બૅનર ‘જેમિની’ ફિલ્મ્સે મહેમૂદની ‘લાખોં મેં એક’ રિલીઝ કરી. ‘ચંદા ઓ ચંદા’ અને ‘જોગી ઓ જોગી’ ગીતો પૉપ્યુલર થયાં. સલીમ – જાવેદે લખેલી ‘અધિકાર’નું ‘રેખા ઓ રેખા, જબ સે તુમ્હેં દેખા’ તથા ‘કોઈ માને યા ના માને’ ગીતો ખૂબ ચગ્યાં. આ બધાં ગીતો આર.ડી. બર્મને કંપોઝ કરેલાં પણ તે વખતે આપણને ખબર નંઈ. રિયલ ખબર એ જ વર્ષે રિલીઝ થયેલી ત્રણ ફિલ્મોનાં ગીતો પરથી પડી કે આમાં આર.ડી.નું મ્યુઝિક છે. એક તો અફ કોર્સ ‘દમ મારો દમ’વાળી ફિલ્મ ‘હરે રામ હરે કૃષ્ણ’. ‘ફૂલોં કા તારોં કા’, ‘કાંચી રે કાંચી રે’ અને ‘દેખો ઓ દીવાનોં તુમ યે કામ ના કરો’ – બધાં ગીતો દોસ્તના ઘરે રેડિયોગ્રામ પર એલ.પી. રેકર્ડ લગાડીને સાંભળ્યા જ કરતાં, સાંભળ્યા જ કરતાં. બીજી ફિલ્મ આવી ‘બુઢ્ઢા મિલ ગયા’, નામ પરથી જરા વિચિત્ર લાગતી અને નવીન નિશ્ર્ચલ નામના કોઈ નવીન પ્રાણીને હીરો તરીકે લઈને બનાવેલી ફિલ્મમાં રિયલ હીરો તો પાછા ઓમપ્રકાશ હતા એવું સાંભળેલું છતાં જોવા ગયા, કારણ કે ઋષિકેશ મુખર્જીની ફિલ્મ હતી. ફિલ્મ સારી હતી. સૉન્ગ્સ પણ: ‘રાત કલી એક ખ્વાબ મેં આયી ઔર ગલે કા હાર હુઈ… સુબહ કો જબ હમ નીંદ સે જાગે આંખ ઉન્હીં સે ચાર હુઈ…’, ‘ભલી ભલી સી એક સૂરત’ સાંભળતાંવેંત ગમી જાય અને ‘આયો કહાં સે ઘનશ્યામ…’ સ્કૂલમાં એ નામના સરને ચીડવવા માટે રિસેસમાં ગાવામાં આવે અને આ બધામાં શિરમોર એવી ત્રીજી ફિલ્મ: ‘કારવાં’ જે આમિર ખાનના પિતા તાહિર હુસૈને પ્રોડ્યુસ કરેલી અને કાકા નાસિર હુસૈને ડિરેક્ટ કરેલી. અલમોસ્ટ દરેક ગીત સુપરહિટ. ૮ ગીતો હતાં: ‘અબ જો મિલે હૈં તો…’, ‘ચડતી જવાની મેરી ચાલ મસ્તાની…’, ‘દૈયા યે મૈં કહાં…’, ‘દિલબર દિલ સે પ્યારે…’, ‘ગોરિયા કહાં તેરા દેસ રે…’, ‘હમ તો હૈં રાહી દિલ કે…’, ‘કિતના પ્યારા વાદા…’ અને આ બધાં કરતાં પણ ચાર ચાસણી ચડે એવું કૅબરે ગીતોના ચાહકોનું નૅશનલ ઍન્થમ: ‘મોનિકા, ઓ માય ડાર્લિંગ… પિયા તૂ અબ તો આ જા…’

૧૯૭૧ના વર્ષમાં હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આર.ડી. બર્મનના નામનો સિક્કો છવાઈ ગયો. આર.ડી. એ વખતે કેટલા વર્ષના? ૧૯૩૭માં જન્મ. એટલે પૂરા પાંત્રીસ વર્ષના પણ નહીં. અને એના બીજા જ વર્ષે એમણે પુરવાર કર્યું કે વેસ્ટર્ન મ્યુઝિક અને ઉછલકૂદ સોંગ્સની સાથે ઈન્ડિયન ક્લાસિકલ સંગીત પર આધારિત એમનાં ગીતો પણ એટલાં જ પૉપ્યુલર બને છે. ‘અમરપ્રેમ’ અને ‘પરિચય’ એના જડબેસલાક પુરાવા. શક્તિ સામંતા માટે એમણે ‘રૈના બીતી જાયે…’, ‘ચિનગારી કોઈ ભડકે…’, ‘કુછ તો લોગ કહેંગે…’, ‘યે ક્યા હુઆ’ અને ‘બડા નટખટ હૈ…’ ગીતોની ધૂન બનાવી તો ગુલઝાર માટે ‘બીતી ના બીતાઈ રૈના’ બનાવ્યું. ‘મિતવા બોલે મીઠે…’, ‘મુસાફિર હું યારોં…’ અને ‘સા રે કે સા રે ગ મા કો લે કર…’ તો ખરાં જ.

એ જ વર્ષે ‘સીતા ઔર ગીતા’ (હવા કે સાથ સાથ, કોઈ લડકી મુઝે કલ રાત સપને મેં મિલી, અભી તો હાથ મેં જામ હૈ)માં મ્યુઝિક આપ્યું. લતાજીના અવાજમાં ‘સમાધિ’ માટે આશા પારેખે ‘બંગલે કે પીછે… કાંટા લગા’ ગાયું. ૧૯૭૨માં જ ‘મેરે જીવન સાથી’માં રાજેશ ખન્નાએ ‘ઓ મેરે દિલ કે ચૈન…’ અને ‘ચલા જાતા હૂં’ તથા ‘દીવાના લે કે આયા હૈ’ ગીતો ગાયાં. ‘જવાની દીવાની’ અને ‘રામપુર કા લક્ષ્મણ’નાં ગીતોએ રણધીર કપૂરની લાઈફ બનાવી દીધી અને ‘બૉમ્બે ટુ ગોવા’ના એક જ ગીત ‘દેખા ના હાય રે…’ ને લીધે બચ્ચનજી ટિપિકલ હિંદી ફિલ્મહીરોની જેમ ફ્રીક આઉટ પણ કરી શકે છે એવું એસ્ટાબ્લિશ થઈ ગયું.

રણધીર-જયાજી પર ફિલ્માવેલાં ‘સામને યે કૌન આયા દિલ મેં હુઈ હલચલ…’, ‘યે જવાની હૈ દિવાની…’, ‘જાને જાં ઢૂંઢતા ફિર રહા…’, ‘અગર સાઝ છેડા તો…’, ‘નહીં નહીં અભી નહીં’ – આ બધાં જ કલ્ટ સૉન્ગ્સ પુરવાર થયાં.

‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં દિલ સુબહ-શામ, પર તુમ્હેં મ્હેં લિખ નહીં પાઉં મૈં ઉસકા નામ, હાય રામ…’ સાંભળીને આજે પણ ભોળા દિલના ગામડિયા રણધીર કપૂરનો સ્માર્ટ અને પેપી એવી સિટી ગર્લ રેખા સાથેનો ફિલ્મી રોમાન્સ યાદ આવી જાય. હાય રામ!

આર.ડી. બર્મન માટે ૧૯૭૩ની સૌથી મોટી ફિલ્મ પુરવાર થઈ ‘યાદોં કી બારાત’. નાસિર હુસૈને પ્રોડ્યુસ અને ડાયરેક્ટ કરેલી અને સલીમ-જાવેદે લખેલી આ ફિલ્મ વર્ષના છેવાડે રિલીઝ થઈ અને સુપરહિટ પુરવાર થઈ. ટાઈટલ સૉન્ગ તો યાદગાર હતું જ. એ ઉપરાંત ‘મેરી સોની મેરી તમન્ના’, ‘લેકર હમ દીવાના દિલ’ અને ‘આપ કે કમરે મેં કોઈ રહેતા હૈ’ વાળી મેડલી લોકોને હજુય યાદ છે અને સૌથી વધારે યાદ છે એ ક્રિસ્ટલ ગ્લાસ ટકરાવીને શરૂ થતું ગીત: ‘ચુરા લિયા હૈ તુમને જો દિલ કો…’.

એ જ વર્ષે ‘અનામિકા’ પણ રિલીઝ થયું જેના પ્રોડ્યુસર વન્સ અગેન, આમિર ખાનના પપ્પા-તાહિર હુસૈન હતા. સંજીવકુમાર, જયા ભાદુરી અને નાનકડા રોલમાં હેલન. ‘આજ કી રાત કોઈ આને કો હૈ…’, ‘બાહોં મેં ચલે આઓ’ અને હજુ પણ શબ્દશ: યાદ છે એવું:

મેરી ભીગી ભીગી સી પલકોં પે રહ ગયે
જૈસે મેરે સપને બિખર કે
જલે મન તેરા ભી, કિસી કે મિલન કો
અનામિકા તૂ ભી તરસે

તુઝે બિન જાને, બિન પહચાને
મૈંને હૃદય સે લગાયા
પર મેરે પ્યાર કે બદલે મેં તૂને
મુઝ કો યે દિન દિખલાયા
જૈસે બિરહા કી રુત મૈંને કાટી
તડપ કે આહેં ભર ભર કે
જલે મન તેરા ભી, કિસી કે મિલન કો
અનામિકા તૂ ભી તરસે

આગ સે નાતા, નારી સે રિશ્તા
કાહે મન સમઝ ન પાયા
મુઝે ક્યા હુઆ થા,
એક બેવફા પે હાય મુઝે ક્યોં પ્યાર આયા
તેરી બેવફાઈ પે હંસે જગ સારા
ગલી ગલી ગુઝરે જિધર સે…

આ ઉપરાંત એ જ વર્ષે મનમોહન દેસાઈની ‘આ ગલે લગ જા’ આવી (તેરા મુઝસે હૈ પહેલે કા નાતા કોઈ, વાદા કરો અને ના કોઈ દિલ મેં સમાયા…). રાજેશ ખન્ના અને બચ્ચનજીની ‘નમકહરામ’ પણ આ જ વર્ષે રિલીઝ થઈ (દિયે જલતે હૈં ફૂલ ખિલતે હૈં, મૈં શાયર બદનામ અને નદિયા સે દરિયા…) યશ ચોપડાના દિગ્દર્શનમાં દેવ આનંદ – હેમા માલિનીવાળી ‘જોશીલા’ પણ આવી (કિસકા રસ્તા દેખેં અને દિલ મેં જો બાતેં હૈં…’ ). દેવ આવંદની ‘હીરા પન્ના’ પણ આ જ વર્ષે આવી (પન્ના કી તમન્ના હૈ કિ હીરા મુઝે મિલ જાયે અને બહોત દૂર મુઝે ચલે જાના હૈ…’ ધર્મેન્દ્રની ‘ઝીલ કે ઉસ પાર’નાં ‘દો ઘૂંટ મુઝે ભી પીલા દે…’ ‘ક્યા નઝારે…’ અને ટાઈટલ સૉંગ હિટ હતાં. રાજેશ-શર્મિલાનું ‘રાજા-રાની’ (મૈં એક ચોર તુ મેરી રાની – અને જબ અંધેરા હોતા હૈ…) અને હેમાજી-દેવસા’બનું ‘શરીફ બદમાશ’ (નીંદ ચુરા કે) પણ આ જ સાલમાં રિલીઝ થયેલાં.

‘આપ કી કસમ’ ૧૯૭૪ના વર્ષની સૌથી મોટી ફિલ્મ આર.ડી. બર્મન માટે. ‘જય જય શિવ શંકર’થી લઈને ‘કરવટેં બદલતે રહેં’ અને ‘પાસ નહીં આના’થી લઈને ‘ચોરી ચોરી ચુપકે ચુપકે’ સુધીનાં આનંદ બક્ષી સાહેબે લખેલાં બધાં જ ગીતો હિટ: ‘સુનો કહો, કહા સુના કુછ હુઆ ક્યા’ની પેરડી તો હજુ સુધી થાય છે. પણ આરડી-બક્ષીનું બેસ્ટ ગીત તો આ:

ઝિંદગી કે સફર મેં ગુઝર જાતે હૈં જો મકામ
વો ફિર નહીં આતે, વો ફિર નહીં આતે

ફૂલ ખિલતે હૈં, લોગ મિલતે હૈં મગર
પતઝડ મેં જો ફૂલ મુરઝા જાતે હૈં
વો બહારોં કે આને સે ખિલતે નહીં
કુછ લોગ એક રોઝ જો બિછડ જાતે હૈં
વો હઝારોં કે આને સે મિલતે નહીં
ઉમ્રભર ચાહે કોઈ પુકારા કરે ઉનકા નામ
વો ફિર નહીં આતે…

આંખ ધોખા હૈ, ક્યા ભરોસા હૈ, સુનો
દોસ્તોં શક દોસ્તી કા દુશ્મન હૈ
અપને દિલ મેં ઈસે ઘર બનાને ના દો
કલ તડપના પડે યાદ મેં જિનકી
રોક લો, રૂઠકર ઉનકો જાને ના દો
બાદ મેં પ્યાર કે, ચાહે ભેજો હજારોં સલામ
વો ફિર નહીં આતે…

સુબહ આતી હૈ, રાત જાતી હૈ, યૂંહી
વક્ત ચલતા હી રહતા હૈ, રૂકતા નહીં
એક પલ મેં યે આગે નિકલ જાતા હૈ
આદમી ઠીક સે દેખ પાતા નહીં
ઔર પરદે પે મંઝર બદલ જાતા હૈ
એક બાર ચલે જાતે હૈં, જો દિનરાત સુબહશામ
વો ફિર નહીં આતે…વો ફિર નહીં આ…તે…

શમ્મી કપૂરે ડિરેક્ટ કરેલી ‘ઈર્મા લા ડ્યુસ’ના હિન્દી વર્ઝન સમી ‘મનોરંજન’માં ‘ગોયા કે ચુનાંચે’ સમજાયું – ન સમજાયું તોય ગાવાનું ગમતું અને ‘ચોરી ચોરી સોલહ સિંગાર’ સાંભળવાનું ગમતું. એવું જ ગીત મહેમૂદ – વિનોદ મહેરાની ફિલ્મ ‘દો ફૂલ’માં હતું. સમજ ના પડે તોય ગાવાની મઝા આવે: ‘મુત્તુકોડી કવ્વાડી હડા…’ રાજેશ-ઝીનતની શક્તિ સામંતાવાળી ગુલશન નંદાની નવલકથા પરથી બનેલી ‘અજનબી’નાં ગીતો કેવી રીતે ભુલાય: ‘ભીગી ભીગી રાતોં મેં…’, ‘એક અજનબી હસીના સે…’, ‘હમ દોનોં દો પ્રેમી દુનિયા છોડ ચલે…’

મુચ્છીવાળા ચૉકલેટી હીરો રિશી કપૂરની ‘ઝહરીલા ઈન્સાન’માં એક સરસ ગીત હતું. શું જબરજસ્ત ઉપાડ છે એ ગીતનો: ‘ઓ હંસિની…’ આવી જ એક ભુલાઈ ગયેલી ફિલ્મ ‘દૂસરી સીતા’નું યાદગાર ગીત: ‘દિન જા રહે હૈ કે રાતોં કે સાયે…’

‘બેશક મંદિર મસ્જિદ તોડો’ (‘બૉબી’)વાળા નરેન્દ્ર ચંચલે આ વર્ષે બચ્ચનજીની ‘બેનામ’માં આર.ડી. માટે ગાયું: ‘મૈં બેનામ હો ગયા…’

અને ૧૯૭૫.

આ વર્ષ હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે અને હિંદી ફિલ્મ મ્યુઝિક માટે છેલ્લાં પચાસ વર્ષનું સૌથી સફળ, સૌથી ધમધમતું અને પ્રેક્ષકો માટે સૌથી મઘમઘતું પુરવાર થયું. સંખ્યાબંધ સુપરહિટ ફિલ્મો આ એક જ વર્ષમાં આવી અને ડઝનબંધ સુપરહિટ ગીતો આ એક જ વર્ષમાં સાંભળવા મળ્યાં. અનેક હીરો-હીરોઈનો, નિર્માતા – દિગ્દર્શકો, સંગીતકારો – ગીતકારોને નાઈન્ટી સેવન્ટી ફાઈવનું આ વર્ષ જબરદસ્ત ફળ્યું. એ વિશે ક્યારેક સેપરેટ લેખ. પણ અત્યારે ફોકસ આર.ડી. બર્મનના સંગીતમાં રિલીઝ થયેલી ૧૯૭૫ની ફિલ્મો પર: ‘ખેલ ખેલ મેં’, ‘દીવાર’, ‘વૉરન્ટ’, ‘આંધી’, ‘ખુશ્બૂ’, ‘ધરમકરમ’ અને ‘શોલે’. ઓહો, આમાંથી કઈ કઈ ફિલ્મનાં ક્યા ક્યા ગીતો યાદ કરીએ: એક મૈં ઔર એક તૂ અને ખુલ્લમ ખુલ્લા પ્યાર કરેંગે હમ દોનોં અને હમને તુમ કો દેખા અને સપના મેરા ટૂટ ગયા કે પછી તુમ આ ગયે હો, નૂર આ ગયા હૈ અને તેરે બિના ઝિંદગી સે શિકવા તો નહીં અને ઈસ મોડ સે જાતે હૈં કે પછી દો નૈનોં મેં આંસૂ ભરે હૈ અને ઓ માઝી રે અપના કિનારા કે પછી કહ દૂં તુમ્હેં યા ચૂપ રહૂં અને મૈંને તુઝે માંગા તુઝે પાયા હૈ અને આયમ ફૉલિંગ ઈન લવ વિથ ધ સ્ટ્રેન્જર કે પછી રુક જાના ઓ જાના હમ સે દો બાતેં કર કે ચલી જાના કે પછી ‘શોલે’નાં બધાં જ ગીતો: યે દોસ્તી, હાં જબ તક હૈ જાન, કોઈ હસીના, હોલી કે દિન અને મહેબૂબા મહેબૂબા. અને ‘શોલે’નું ટાઈટલ મ્યુઝિક? એને કેવી રીતે લખવું અહીંયાં. સીટી વગાડીને ગાઉં છું, તમે પણ સીટીની સાથે ચપટી વગાડીને તાલ પુરાવો. ‘શોલે’નું તો બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ બેમિસાલ.

૧૯૭૬થી ૧૯૯૩ સુધીની આર.ડી. બર્મનની કરિયર અને પર્સનલ લાઈફ ઘણી ઉબડખાબડ રહી. પણ આ ગાળામાંય એમણે અનેક કીમતી રત્નો આપ્યાં જેને આપણે ભૂલ્યા નથી. કાલે એ તમામ ગીતોને યાદ કર્યા પછી સિરીઝ પૂરી કરીએ.

આજનો વિચાર

હાથ જાણીતો ન હોવો જોઈએ
પીઠમાં ખંજર હશે તો ચાલશે

ધરતી કોરીકટ રહે તે કરતાં તો
છાપરે ગળતર હશે તો ચાલશે

હાથ લંબાવું ને તું હોય ત્યાં
એટલું અંતર હશે તો ચાલશે.

– હેમાંગ જોશી

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

નવા કૅલેન્ડર વર્ષનો આરંભ થઈ ગયો છે. આપ સૌનું 2024નું વર્ષ શુભદાયી અને સુખદાયી નીવડે. આ વર્ષે બે દિવાળી આવે છે તે યાદ રાખશો. આસોની અમાસે તો ખરી જ, 22 જાન્યુઆરીએ પણ દીપોત્સવ છે જે 500 વર્ષ રાહ જોયા પછી ઉજવાશે.

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Paytm-
90040 99112

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

હવે તમે તમારું કૉન્ટ્રિબ્યુશન આ QR કોડ સ્કેન કરીને પણ મોકલી શકો છો.

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

3 COMMENTS

  1. How can a man on earth compose so many extra ordinary song in such a short span in 70s at such a young age. RD has been truly legendary – be it god gifted or inherited Sachinnda or genius by himself- surely all them-once again a genius went so early as if heavenly abode wanted him or he wanted heavenly abode- only they know.
    Very well said( written) Saurabhbhai.

  2. Saurabh Sir,
    To add to your list of RD’s own voice songs.
    You will love this song written by Anand Bakshi from 1983 movie Romance.
    Yeh Zindagi kuch bhi sahi par yeh mere kis kaam ki.

    Jignesh (Powai)

  3. વોરંટનું હજી એક ગીત મને તો પસંદ છે જ તમને પણ ગમતું હશે “સુનો ભાઈ બરાતી”!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here