પંચમ સ્મરણ : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ : ગુરુવાર, ૪ જાન્યુઆરી ૨૦૨૪)

આપણો પ્રૉબ્લેમ એ છે કે માણસની જીવતે જીવ કદર કરતા નથી, એની ટેલન્ટને બિરદાવતા નથી, એને સાચવતા નથી. અને એ મરી જાય ત્યારે એ કેટલો મહાન હતો, મારે એની સાથે કેટલા ગાઢ સંબંધ હતા એવું કહીને એના નામે ચરી ખાઈએ છીએ.

આયુષ્યભર જેનું સર્જન તમને ગમતું રહ્યું હોય તે વ્યક્તિને અને તેના સર્જનને સાચવવાની, એની કળાનું ડૉક્યુમેન્ટેશન કરવાની, એના સર્જન વિશેની ઝીણામાં ઝીણી વિગતોને લખીને કે ઑડિયો/વીડિયો સ્વરૂપે રેકૉર્ડ કરીને સાચવી લેવાની જવાબદારી તમારી છે. તમારી એટલે? એ સર્જકના ચાહકોની.

રાહુલ દેવ બર્મનનો અવાજ ૪ જાન્યુઆરી ૧૯૯૪ના મળસ્કે સદાને માટે આથમી ગયો. આર. ડી. બર્મન જે ધૂન બનાવતા તેમાં ડમી શબ્દો ભરીને ગુલઝારને આપતા. ક્યારેક ગુલઝારે લખેલા શબ્દો પરથી ધૂન બનાવતા. આ બંને પ્રકારના કામમાં આર. ડી.એ પોતાના અવાજમાં ગીતકારને કે ગાયકને કે સાજિંદાઓને મદદરૂપ થવા માટે જે કંઈ ગાયું તે અઢળક કૅસેટ્સમાં રેકૉર્ડ તો થયું પણ એમાંનું બહુ સચવાયું નહીં. જે કંઈ સચવાયું તેને ગુલઝારે ૧૯૯૪માં જ એક ડબલ આલબમમાં આપણા સૌની સમક્ષ રજૂ કર્યું જે લાખો પંચમચાહકોએ સાંભળ્યું આજે ફરી એકવાર સાંભળીએ.

અત્યારે એ ડબલ આલબમ ‘ગુલઝાર રિમેમ્બર્સ પંચમ’ના નામે તમને યુટ્યુબ પર મળી જશે. મૂળ આ લેખ હસમુખ ગાંધીના ‘સમકાલીન’ વર્તમાનપત્રની મારી દૈનિક કૉલમ ‘તારીખ અને તવારીખ’ માટે ૧૯૯૫ની ૪ જાન્યુઆરીએ મેં લખ્યો હતો. એ પછી તો ઘણી જગ્યાએ છપાયો.

ગુલઝારે લખેલાં અને પંચમે સ્વરબદ્ધ કરેલાં ગીતોમાંનાં 22 ચુનંદા ગીતોમાં વચ્ચે વચ્ચે ક્યાંક ગુલઝારની કમેન્ટ્રી છે, ક્યાંક આર. ડી.નો અવાજ છે. અહીં કૌંસમાં જ્યાં જરૂર હશે ત્યાં હું ડબકું મૂકીશ. બાકી આર. ડી. છે, ગુલઝાર છે અને તમે છો:

(‘ઈજાઝત’ (૧૯૮૬)ના ‘કતરા કતરા’ ગીતના શબ્દો હજુ લખાયા નથી પણ ધૂનમાં ડમી શબ્દો મૂકીને આર. ડી. ગાઈ રહ્યા છે. સાઝમાં અત્યારે ગિટાર અને વ્હીસલ પ્રોમિનન્ટલી સંભળાય છે.)

ગુલઝાર: યાદ હૈ, બારિશોં કે દિન થે વો, પંચમ? ઔર પહાડોં કે નીચે વાદી મેં ધૂંધ સે ઝાંક કર નિકલતી હુઈ રેલ કી પટરિયાં ગુઝરતી થી. ધૂંધ મેં ઐસે લગ રહે થે હમ જૈસે દો પૌધે પાસ બેઠે હો. હમ બહોત દેર પટરિયોં પર બૈઠે હુએ ઉસ મુસાફિર કા ઝિક્ર કરતે રહે જિસ કો આના થા પિછલી શબ લેકિન ઉસ કી આમદ કા વક્ત ટલતા રહા. હમ બહોત દેર પટરિયોં પર બૈઠે હુએ ટ્રેન કા ઈન્તઝાર કરતે રહે. ટ્રેન આઈ ન ઉસ કા વક્ત હુઆ, ઔર તુમ યૂં હી દો કદમ ચલકર ધૂંધ પર પાંવ રખ કે ગુમ હો ગયે. મૈં અકેલા હૂં ધૂંધ મેં, પંચમ.

(‘કતરા કતરા’ની ધૂન હજુ પણ પંચમના અવાજમાં ચાલી રહી છે જે ફેડ આઉટ થતાંની સાથે જ ફેડ ઈન થાય છે એ ગીત.)

કતરા કતરા મિલતી હૈ
કતરા કતરા જિને દો
ઝિંદગી હૈ, બહને દો
પ્યાસી હૂં મૈં, પ્યાસી રહને દો…

કલ ભી તો કુછ ઐસા હી હુઆ થા
નીંદ મેં થી, તુમને જબ છુઆ થા
ગિરતે ગિરતે બાંહોં મેં બચી મૈં
સપને પે પાંવ પડ ગયા થા…
સપનોં મેં બહને દો,
પ્યાસી હૂં મૈં, પ્યાસી રહને દો…

તુમને તો આકાશ બિછાયા
મેરે નંગે પૈરોં મેં ઝમીં હૈ
પા કે ભી તુમ્હારી આરઝુ હો
શાયદ ઐસે ઝિંદગી હસીન હૈ
આરઝુ મેં બહને દો
પ્યાસી હૂં મૈં, પ્યાસી રહને દો…

હલકે હલકે કોહરે કે ધુંએ મેં
શાયદ આસમાન તક આ ગઈ હૂં
તેરી દો નિગાહેં કે સહારે
દેખો તો કહાં તક આ ગઈ હૂં
કોહરે મેં બહને દો…
પ્યાસી હૂં મૈં, પ્યાસી રહને દો…

ગુલઝાર: વો પ્યાસ નહીં થી જબ તુમ મ્યુઝિક ઉંડેલ રહે થે ઝિંદગી મેં, ઔર હમ સબ ઓક (ખોબો) બઢાકર માંગ રહે થે તુમ સે. પ્યાસ અબ લગી હૈ જબ કતરા કતરા તુમ્હારી આવાઝ કા જમા કર રહા હૂં. ક્યા તુમ્હેં પતા થા પંચમ, કિ તુમ ચુપ હો જાઓગે ઔર મૈં તુમ્હારી આવાઝ ઢુંઢતા ફિરુંગા?

(ફિલ્મ: ‘દૂસરી સીતા’ ૧૯૭૪)

દિન જા રહે હૈં કિ રાતોં કે સાયે
અપની સલિબે (ક્રૉસ) આપ હી ઉઠાયે…

જબ કોઈ ડૂબા રાતોં કા તારા
કોઈ સવેરા વાપસ ના આયા
વાપસ જો આયે વિરાન સાયે
દિન જા રહે હૈં કિ રાતોં કે સાયે…

જિના તો કોઈ મુશ્કિલ નહીં થા
મગર ડૂબને કો સાહિલ નહીં થા
સાહિલ સે કોઈ અબ તો બુલાએ
દિન જા રહે હૈં કિ રાતોં કે સાયે…

સાંસોં કી ડોરી ટૂટે ના ટૂટે
ઝરા ઝિંદગી સે દામન તો છૂટે
કોઈ ઝિંદગી કે હાથ ના આયે
દિન જા રહે હૈં કિ રાતોં કે સાયે…

(પંચમના અવાજમાં: ફર્સ્ટક્લાસ હૈ… ખાલી હાથ શામ આયી હૈ… ખાલી હાથ જાયેગી… ફેડ આઉટ અને ફેડ ઈન… આશાજીના સ્વરમાં ‘ઈજાઝત’નું એ ગીત…)

ખાલી હાથ શામ આયી હૈ
ખાલી હાથ જાયેગી
આજ ભી ન આયા કોઈ
ખાલી લૌટ જાયેગી
આજ ભી ન આયે આંસૂં
આજ ભી ન ભીગે નૈના
આજ ભી યે કોરી રૈના
કોરી લૌટ જાયેગી
ખાલી હાથ શામ આયી હૈ…

રાત કી સ્યાહી, કોઈ આયે તો મિટાએ ના?
આજ ના મિટાએ તો એ
કલ ભી લૌટ આયેગી
ખાલી હાથ શામ આયી હૈ…

(પંચમ: યે ગુલઝાર કા કેસેટ હૈ, ઈસ કો માર્ક કરો…)

ગુલઝાર: યે સિર્ફ મેરા નહીં અબ હમ સબ કા હૈ…

(ફિલ્મ: ‘સિતારા’, ૧૯૮૦)

યે સાયે હૈં, યે દુનિયા હૈ પરછાઈયોં કી
ભરી ભીડ મેં ખાલી તન્હાઈયોં કી
યહાં કોઈ સાહિલ સહારા નહીં હૈ
કહીં ડૂબને કો કિનારા નહીં હૈ
યહાં સારી રૌનક હૈ રુસવાઈયોં કી

કઈ ચાંદ ઉઠ કર જલાયે-બુઝાયે
બહોત હમને ચાહા ઝરા નીંદ આયે
યહાં રાત હોતી હૈ બેઝારિયોં કી
યે સાયે હૈં…

યહાં સારે ચહેરે હૈ માંગે હુએ સે
નિગાહોં મેં આંસૂં ભી ટાંગે હુએસે
બડી નીચી રાહેં હૈં ઉંચાઈયોંકી
એ સાયે હૈં…

(પંચમના અવાજમાં: રોઝ રોઝ આંખોં તલેનું મુખડું અને પછી એ જ શબ્દોનું રેકૉર્ડિંગ આશાજીના અવાજમાં)

(ફિલ્મ: ‘જીવા, ૧૯૮૬)

રોઝ રોઝ આંખોં તલે
એક હી સપના ચલે
રાતભર કાજલ જલે
આંખોં મેં જિસ તરહ
ખ્વાબ કા દિયા જલે

જબ સે તુમ્હારે
નામ કી મિસરી હોંઠ લગાયી હૈ
મીઠા સા ગમ હૈ
ઔર મીઠી સી તનહાઈ હૈ

છોટી સી દિલ કી ઉલઝન હૈ
યે સુલઝા દો તુમ
જિના તો સીખા હૈ મર કે
મરના સીખા દો તુમ

(કિશોરકુમારના અવાજમાં ‘પરિચય’ (૧૯૭૨)ના એ મશહૂર ગીતનું મુખડું)

ગુલઝાર: યાદ હૈ મેરા પહેલા ગાના થા, તુમ્હારે સાથ. રાત કો એક બજે આ કે જગાયા થા તુમને… ઔર કહા થા, નીચે ચલો ગાડી મેં, તુમ્હેં ગાના સુનાતા હૂં. ઔર ફિર સુબહ તક તુમ સડકોં પર ગાડી ચલાતે રહે ઔર કૅસેટ પે યે ગાના સુનાતે રહે યે ગાના:

મુસાફિર હૂં યારોં
ન ઘર હૈ ન ઠિકાના
મુઝ ચલતે જાના હૈ
બસ, ચલતે જાના…

એક રાહ રુક ગઈ
તો ઔર જુડ ગઈ
મૈં મૂડા તો સાથ સાથ
રાહ મૂડ ગઈ
હવા કે પરોં પર
તેરા આશિયાના

દિનને હાથ થામ કર
ઈધર બિઠા લિયા
રાતને ઈશારે સે
ઉધર બુલા લિયા
સુબહ સે, શામ સે
તેરા દોસ્તાના

(પંચમના અવાજમાં ‘ઘર’ (૧૯૭૭)નું એ ફેમસ ગીત સંભળાઈ રહ્યું છે…

એ ફેડ આઉટ થાય છે ને આશાજીના અવાજમાં)

આજ કલ પાંવ ઝમીં પર નહીં પડતે મેરે
બોલો દેખા હૈ કભી તુમને મુઝે ઉડતે હુએ

જબ ભી થામા હૈ તેરા હાથ તો દેખા હૈ
લોગ કહતે હૈં કિ બસ હાથ કી રેખા હૈ
હમને દેખા હૈ દો તકદીરોં કો જુડતે હુએ

નીંદ સી રહતી હૈ, હલકા સા નશા રહતા હૈ
રાતદિન આંખો મેં એક ચહેરા બસા રહતા હૈ
પર લગી આંખોં કો દેખા હૈ કભી ઉડતે હુએ

જાને ક્યા હોતા હૈ, હર બાત પે કુછ હોતા હૈ
દિન મેં કુછ હોતા હૈ ઔર રાત મેં કુછ હોતા હૈ
થામ લેના જો કભી દેખો હમે ઉડતે હુએ

પંચમને અંજલિ આપતા ડબલ આલ્બમના બીજા ભાગની શરૂઆત કરતાં ગુલઝાર કહે છે:

‘કિતને કમ લોગોં કો યે બાત સમઝ મેં આતી હૈ કિ ધૂન બના લેને સે હી ગાના નહીં હો જાતા. તુમ્હારે અપને લબ્ઝોં મેં— ‘ઉસે નરિશ કરના પડતા હૈ’,—ઉસ કી પરવરિશ કરની પડતી હૈ. ઘંટોં ઔર પ્રહરોં નહીં બલ્કિ કઈ દિનોં તક ગાતે રહના પડતા હૈ… તબ જા કર ઉસકી ચમક નીકલતી હૈ…’

(‘લિબાસ’ના લતા મંગેશકરે ગાયેલા ‘સિલિ હવા છૂ ગઈ’ પછી ગુલઝાર વાત આગળ લંબાવે છે)

‘બહોત સે ગાને ઈસી તરહ કિયે તુમ્હારે સાથ એક મ્યુઝિકલ ફ્રેઝ કો ઈલોબરેટ કરતે કરતે ઉસ પર તુમ પૂરા નગ્મા તૈયાર કર લેતે થે. ઔર કિસી એક સિચ્યુએશન પર અગર એક મિસરા, યા એક ખયાલ તુમ્હેં અચ્છા લગ જાયે તો ઉસે પાલપોસ કર પૂરા ગાના બના લેતે થે… ઔર કભી કભી તો પૂરી કહાની બન જાતી થી.’

(‘કિનારા’ (૧૯૭૭)નું ભૂપિન્દર સિંહે ગાયેલું ‘એક હી ખ્વાબ કઈ બાર દેખા હૈ મૈં ને…’

ગુલઝાર: ‘ગાના બનાતે હુએ તુમ ઝુબાન સે ઝયાદા સાઉન્ડ કા ખયાલ રખતે થે. લબ્ઝોં કી સાઉન્ડ અચ્છી હો તો ફૌરન ઉન્હેં હોંઠો પર લે લિયા કરતે થે. માની (અર્થ)? તુમ કહા કરતે થે – લોગ પૂછ લેંગે! જૈસે તુમને ઈસ ગાને મેં પૂછા થા મુઝ સે – યે નશેમન કૌન સા શહર હૈ યાર!’

(‘આંધી’ (૧૯૭૫) ‘ઈસ મોડ સે જા તૈ હૈ…’)

ગુલઝાર: ‘યે ગલત હૈ કિ વક્ત ગુઝર જાતા હૈ. વકત કાયમી હૈ, ઈટર્નલ હૈ, પરમેનન્ટ હૈ. વક્ત કભી નહીં ગુઝરતા. જો ગુઝર જાતા હૈ વો હમ ઔર તુમ હૈં.’

(આર.ડી.ના અવાજમાં રાહ પે રહતે હૈ… અને પછી કિશોર કુમારે ગાયેલું ‘નમકીન’ (૧૯૮૧)નું એ જ ગીત.)

(ગુલઝાર – આર.ડી.ના નૉન ફિલ્મી અર્થાત્ પ્રાઈવેટ આલબમ ‘દિલ પડોસી હૈ’નું ‘કોઈ દિયા જલે કહીં’ની ધૂન પંચમદાના અવાજમાં અને પછી ગુલઝારના શબ્દો આશાજીના અવાજમાં.)

ગુલઝાર: ‘કુછ નહીં ઠહરતા ના, પંચમ, કભી ભી, કહીં ભી. ન તુમ ઠહરે, ન મૈં હી રૂકુંગા. મૈં ક્યા બતાઉં કિ બહતા દર્યા, (નદી) જબ આ રહા થા, તો જા રહા થા!’

(‘ગોલમાલ’ (૧૯૭૯)નું ‘આને વાલા પલ, જાને વાલા હૈ…’ કિશોરદાના અવાજમાં.)

ગુલઝાર: ‘યાદ હૈ પંચમ, જબ ભી કોઈ નઈ ધૂન બનાકર ભેજતે થે તો સાથ કહ દિયા કરતે થે…

(આર.ડી.નો અવાજ: ધ બૉલ ઈઝ ઈન યૉર કોર્ટ…)

ગુલઝાર: ‘યે કૌન સા બૉલ મેરે કોર્ટ મેં છોડ ગયે હો, પંચમ! ઝિંદગી કા યે ખેલ અકેલે નહીં ખેલા જાતા. હમારી તો ટીમ હૈ. આ જાઓ, યા બુલા લો…’

ઉદાસીનો આ માહોલ પૂરો કરીને ‘તુઝ સે નારાઝ નહીં ઝિંદગી’થી આંખમાં આંસુ સાથે આલબમ પૂરું થાય છે.

૧૯૯૪ના વર્ષની ત્રીજી જાન્યુઆરીની સાંજ પંચમના જીવનની આખરી સાંજ હતી. એમને કે કોઈને અંદાજ નહોતો કે આ છેલ્લી સાંજ છે. ભગવાનને હશે. ઈશ્ર્વરની કૃપાની ખૂબ વાતો કરીએ છીએ આપણે. પણ ક્યારેક એ ક્રૂર, જાલિમ અને વૉટનોટ હોય છે, જે આ માણસને માત્ર ૫૪ વર્ષની ઉંમરે આપણી વચ્ચેથી ઉપાડી લે છે. ઉપરવાળાના આ ગુનાનો ક્યારેક બદલો લેવાનો છું, પણ એ પહેલાં આજે અને કાલે પણ આર. ડી. બર્મનને ઉજવવાનો છું.

YouTube link:

https://youtu.be/0h-SON4GXsk?si=PB6hjv6AoRUpFQ6p

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

નવા કૅલેન્ડર વર્ષનો આરંભ થઈ ગયો છે. આપ સૌનું 2024નું વર્ષ શુભદાયી અને સુખદાયી નીવડે. આ વર્ષે બે દિવાળી આવે છે તે યાદ રાખશો. આસોની અમાસે તો ખરી જ, 22 જાન્યુઆરીએ પણ દીપોત્સવ છે જે 500 વર્ષ રાહ જોયા પછી ઉજવાશે.

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Paytm-
90040 99112

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

હવે તમે તમારું કૉન્ટ્રિબ્યુશન આ QR કોડ સ્કેન કરીને પણ મોકલી શકો છો.

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

4 COMMENTS

  1. પંચમ mouth organ harmonica પણ સરસ વગાડતા લક્ષ્મી કાંત – પયારેલાલજી સાથેની મૈત્રી દોસ્તી ફિલ્મમાં harmonica પંચમેજ વગાડ્યું હતુ

  2. ગુલઝાર રિમેમબસૃ પંચમ બે કેસેટનુ આલ્બમ લીધેલુ તે વખતે

    • અદભુદ આર્ટિકલ!! પંચમ દા જેવા મહાન સંગીતકારના આટલાં બધા અમૂલ્ય રત્નો એકત્રિત કરી ને તમારા વાચકો સમક્ષ પ્રસ્તુત કરવા માટે સૌરભ સર તમારો ખૂબ આભાર. મેં એક નાનકડો પ્રયાસ કર્યો છે, કે આ બધા ગીતોનું એક youtube music playlist બનાવ્યુ છે, એ તમને તેમજ મારા જેવા તમારા અને પંચમ દા ના ચાહકો ને અર્પણ. https://music.youtube.com/playlist?list=PLDGz22PW2_5KziI6gNHnWrMh_f9doTdlL&si=YSSw6RiAbyZ3ffLg

  3. Gulzar remember Rd Mari pase rpg ત્યારે HMV na લેબલ પર આવી હતી….
    મારી પાસે હતી….
    આજ રીતે ગુલઝાર remember Rd તરીકે sony tv par જેતે વખતે લાઈવ consert આવેલ હતી….અત્યારે ક્યાંય you tube par available nathi….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here