બક્ષીની વાર્તાઓ—ભાગ ત્રીજો : સૌરભ શાહ

(ગુજરાત સાહિત્ય અકાદમીએ પાલનપુરમાં ‘બનાસ સાહિત્ય ઉત્સવ’નું જે આયોજન કર્યું તેના ઉદ્ઘાટન સત્રનો વિષય હતો ‘મિસ યુ બક્ષી’ જેમાં મેં બક્ષીની ટૂંકી વાર્તાઓ વિશે વક્તવ્ય આપ્યું. પાલનપુરની યાત્રા વિશે ફરી ક્યારેક વિગતે નોંધ લખીશ. બક્ષીની વાર્તાઓ વિશેની આ સિરીઝનો આ ત્રીજો હપતો છે. મારા પાલનપુરના વક્તવ્યમાંથી કેટલાક અંશોને તારવીને, એને વિસ્તૃત કરીને આ લેખ શ્રેણીતૈયાર કરી છે.

તાજા કલમ : બક્ષીની વાર્તાઓને દરેક ગુજરાતી ઘરમાં પહોંચાડવાનું બીડું ભાવનગરની યશસ્વી પુસ્તકપ્રેમી સંસ્થા લોકમિલાપે ઉપાડ્યું છે. આ માટે લોકમિલાપે જે ડિસ્કાઉન્ટ યોજના બનાવી છે તેને હું પણ પ્રમોટ કરી રહ્યો છું, તમે પણ કરજો. મારી આ સિરીઝના પ્રત્યેક હપતાના અંતે આ યોજનાની વિગતો મૂકવામાં આવશે.)

બક્ષીએ ‘દોમાનિકો’ અને‘ચક્ષુ:શ્રવા’ જેવી વધુ વાર્તાઓ લખવી જોઈતી હતી : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ : ન્યુઝપ્રેમી ડૉટ કૉમ. બુધવાર, ૩ જાન્યુઆરી ૨૦૨૪)

ચંદ્રકાંત બક્ષીની કુલ 150 જેટલી ટૂંકી વાર્તાઓમાંથી દસ ટકા, 15 વાર્તાઓના આધારે આ લેખ શ્રેણી લખવી છે એવું ધાર્યું છે.

આગળના બે લેખમાં જે બાર વાર્તા વિશે વાત કરી કે (જેનો ઉલ્લેખ થયો) તે વાર્તાઓ આ હતી. (કૌંસમાં તે વાર્તા બક્ષીના કયા વાર્તાસંગ્રહમાં છે અને તે વાર્તાસંગ્રહની પ્રથમ આવૃત્તિ ક્યારે પ્રગટ થઈ તેનો રેફરન્સ છે) :

1. ડૉક મઝદૂર (‘પ્યાર’ 1958)
2. નાસ્તિક (‘એક સાંજની મુલાકાત’ 1961)
3. એક સાંજની મુલાકાત (એક સાંજની મુલાકાત’ 1961)
4. પૂ. સુમતિમાસીની સેવામાં (‘મીરા’ 1965)
5. અ… તોંસીયોં – અતોંસીયોં (‘મીરા’ 1965)
6. મીરા (‘મીરા’ 1965)
7. ગુડ નાઈટ, ડૅડી (‘મશાલ’ 1968)
8. કુત્તી (‘મશાલ’ 1968)
9. ક્રમશ: (‘ક્રમશ:’ 1971)
10. આમાર બાડી, તોમાર બાડી, નોકશાલ બાડી (‘ક્રમશ:’ 1971)
11. મૃતકર્ણિકા ઘાટ (‘ક્રમશ:’ 1971)
12. મકાનનાં ભૂત (‘ક્રમશ:’ 1971)

આ બાર વાર્તાઓમાંથી ‘મીરા’ વિશે વિગતે લખવું છે અને ‘કુત્તી’ની કૉન્ટ્રોવર્સી પાછળની અસલિયત વિશે પણ થોડીક વાત કરવાની બાકી છે. પછી.

હવે આપણે બક્ષીના છઠ્ઠા અને છેલ્લા વાર્તાસંગ્રહ ‘પશ્ચિમ’ની વાત કરીએ. 1976 માં પ્રગટ થયેલા આ વાર્તાસંગ્રહમાં ‘પશ્ચિમ’ નામની એકેય વાર્તા નથી. 1978 ના જાન્યુઆરીમાં, હજુ મેં 18 વર્ષ પણ પૂરાં નહોતાં કર્યાં ત્યારે, બક્ષીનો બે કલાક લાંબો ઈન્ટરવ્યુ વરલીના એમના નિવાસસ્થાને રેકોર્ડ કર્યો હતો (25, સંગમ, બીજા માળે, બૅન્ગાલ કૅમિકલ્સની બાજુમાં, સેન્ચ્યુરી બાઝાર પાસે, વરલી, મુંબઈ-400025). મેં એમને પૂછ્યું ત્યારે એમણે કહ્યું કે ‘પશ્ચિમ’માં કલકત્તાથી મુંબઈ આવ્યા પછી જે વાર્તાઓ લખી તે સમાવાઈ છે – પૂર્વમાંથી પશ્ચિમમાં સ્થાયી થયા બાદ.

‘પશ્ચિમ’ વાર્તાસંગ્રહની ‘દોમાનિકો’ શીર્ષકની વાર્તા બક્ષીની અન્ય વાર્તાઓ કરતાં ઘણી જુદી છે. ઓગણીસમી સદીના બીજા-ત્રીજા દાયકાના સમયની એમાં વાત છે. નદી દ્વારા અવરજવર કરતા ઉતારુઓને લૂંટી લેનારા ઠગની વાર્તા છે. દોઢેક પાનું વાંચીને તમને લાગે કે વાર્તાનું સસ્પેન્સ તમે શોધી કાઢ્યું પણ અંત સુધી પહોંચો ત્યારે ખબર પડે કે તમે ખોટા હતા—સસ્પેન્સ તો આ હતું. ચમત્કૃતિવાળો અંત ધરાવતી બધી જ વાર્તાઓ કંઈ ચોટદાર કે ધારદાર પુરવાર નથી થતી પણ બક્ષી પાસે એવી કળા હતી કે એમની દરેક વાર્તાના અંત-ચાહે એ અણધાર્યો કે ચમત્કૃતિભર્યો હોય કે પછી ધારણા મુજબનો હોય-વાચકની ઉત્કંઠાને સો ટકા સંતોષ આપે. માત્ર વાર્તાના અંતની જ વાત નથી, વાર્તામાં થ્રુઆઉટ જે વાતાવરણ બક્ષી ઊભું કરે છે તે તમને સાવ જુદી જ દુનિયામાં લઈ જાય. ‘દોમાનિકો’ જેવું વાતાવરણ, એવો પ્લૉટ તમને ગુજરાતી ટૂંકી વાર્તામાં બીજે ક્યાંય જોવા નહીં મળે.

‘દોમાનિકો’નું વાતાવરણ માણીએ :

‘… લાલપુરાની ગંગાને કિનારે ગોઠવાયેલી હોડીઓની પાસે એક વૃદ્ધા અને એક જવાન, જે એનો પુત્ર લાગતો હતો, આવ્યાં અને માઝીઓ તરફ જોતાં પૂછ્યું : ‘મોકામા કોણ જશે.’… માઝી બેઠો હતો, પ્યાજના કતરા અને મિર્ચની કતરનોનો એક નાનો ઢગલો કાંસાના વાસણમાં પડ્યો હતો. ઊભા થઈને તાર પર લટકતી એક મેલી લુંગીના ડૂચાથી હાથ લૂછીને એ હોડીના કિનારા પર આવ્યો. વૃદ્ધા તથા જવાનને ધ્યાનથી જોઈને માઝી બોલ્યો: ‘લઈ જઈશ.’ …’કેટલો સમય લાગશે?’ જવાને પૂછ્યું. માઝીએ કહ્યું કે મોડી રાત્રે ચાંદ માથા પર આવશે ત્યારે આપણે મોકામા પર પહોંચી જઈશું. માઝી સમજી ગયો કે પ્રવાસીઓને આટલી સાંજે અમે મોડી રાત્રે પ્રવાસ કરવાનું ખાસ પ્રયોજન હતું.’

એવું જ ‘પશ્ચિમ’ની બીજી એક વાર્તાનું છે – ‘ચક્ષુ:શ્રવા’. દાદા કેસરીસિંઘ અને એમની પ્રપૌત્રી કોશાનાં પાત્રો દ્વારા બક્ષીએ ભારતની આઝાદી પહેલાંના વર્ષોને તાદૃશ્ય કર્યા છે. કેસરીસિંઘનો જન્મ 1880ની આસપાસ. એ જમાનામાં એમણે જે જોયું છે, અનુભવ્યું છે તેનું વર્ણન આ વાર્તામાં બક્ષી કરે છે. ‘ચક્ષુ: શ્રવા’માં વીતેલી સદીને તમારી આંખ સામે જીવતી કરતાં વર્ણનો વાંચો :

‘દાદાએ આખા હિન્દુસ્તાનમાં નોકરીઓ કરી હતી, પેશાવરથી કન્યાકુમારી સુધી પેટ ભરીને ફર્યા હતા, ઘણું જોયું હતું, ઘણું ખાધું હતું, રાજા-મહારાજા-નવાબો-હુક્કામ-રેસિડેન્ટોની દુનિયાને એઓ બહુ સરળતાથી યાદ કરી શકતા હતા.’

અને હવે થોડાક સૅમ્પલ, બક્ષીની વર્ણનશક્તિનાં-દાદા કેસરીસિંઘની દૃષ્ટિએ : ‘…દાદા ક્યારેક એમની જૂની બેતને પકડતા, એમના સાફાના કિનારા પરની સડી ગયેલી ઝરીની કિનાર પર ધ્રૂજતી આંગળીઓ ફેરવતા, રંગ ઊડી ગયેલી સાટીનની રિબનો પર લટકતા મેડલો હાથમાં લઈને જોયા કરતા, કાળા મખમલ પર ચાંદીના તારથી કામ કરેલી જયપુરી જૂતીઓ પહેરીને, પિત્તળ પર ગિલ્ટ કરેલી વજનદાર નકશી કરેલી ફ્રેમમાં જડાવેલા જૂના લંબગોળ વેનિશિઅન શીશામાં ખૂબ પાસે જઈને એમનો મૂર્ઝાયેલો બાણું વર્ષનો ચહેરો જોતા અને ઝળઝળિયાઓમાંથી સ્મૃતિનાં મેઘધનુષી પ્રતિબિંબો ફેલાઈ જતાં અને અય્યાશીની બધી જ ઘૂંટાયેલી તર્જના દબાયેલા પ્રતિધ્વનિઓ સંભળાવા લાગતા…’

બક્ષી ઍટ હિઝ બેસ્ટ! બક્ષીએ ‘દોમાનિકો’ અને‘ચક્ષુ:શ્રવા’ જેવી વધુ વાર્તાઓ લખવી જોઈતી હતી.

પણ ‘પશ્ચિમ’ પ્રગટ થયા પછી એમણે વાર્તાઓ લખવાનું લગભગ બંધ કરી દીધું. 1976માં ‘પશ્ચિમ’ પ્રગટ થયો. 2006 માં એમનું નિધન થયું. આ ત્રીસ વર્ષોમાં એમણે પૂરી પંદર ટૂંકી વાર્તાઓ પણ ન લખી જેમાં બક્ષીનું ઓછું, આપણું વધારે નુકસાન થયું – બક્ષીના વાચકોનું, એમના ચાહકોનું. અને ગુજરાતી સાહિત્યનું પણ. કારણ કે એ અડધી સદી દરમ્યાન (તેમજ છેલ્લા બે દાયકા દરમ્યાન) બક્ષીની વાર્તાકળાની નજીક પણ આવી શકે એવો કોઈ સક્ષમ ગુજરાતી વાર્તાકાર થયો નથી. બેચાર વાર્તા સંઘેડાઉતાર લખી હોય એવા ઘણા આવ્યા. પણ કારકિર્દીમાં બેચાર સેન્ચ્યુરી ફટકારનારાઓ બધા કંઈ સુનીલ ગાવસ્કર, સચિન તેન્ડુલકર, વિરાટ-ધોની બની જતા નથી.

છેલ્લે એક વાર્તા વિશે ખાસ લખવું છે. આ વાર્તા બક્ષીના સમગ્ર વાર્તાસંગ્રહ ‘139 વાર્તા’ઓના ભાગ1/2-એકેયમાં નથી. (પ્રથમ આવૃત્તિ: 1986). બક્ષીના છ વાર્તાસંગ્રહોમાં પણ નથી. શક્ય છે કે ‘પશ્ચિમ’ પ્રગટ થયા પછી અને ‘139 વાર્તાઓ’ના પ્રકાશન પછી આ વાર્તા લખાઈ હોય. ‘બક્ષીની શ્રેષ્ઠ વાર્તાઓ’માં આ વાર્તા છે. (‘139 વાર્તાઓ’ની નવી આવૃત્તિમાં આ વાર્તા લઈ લેવી જોઈએ. આ ઉપરાંત બક્ષીએ ત્રીસ વર્ષના એમના છેલ્લા ગાળામાં જે દસ-બાર વાર્તાઓ લખી તેને પણ શોધીને એને પરિશિષ્ટરૂપે સમાવી દેવી જોઈએ, પછી ભલેને શીર્ષક એનું એ જ રહે – ‘139 વાર્તાઓ.’)

‘તમે આવશો?’ વાર્તા બક્ષની ટૉપ ટેન નહીં, ટૉપ ફાઈવ વાર્તાઓમાં મૂકાય, કદાચ ટૉપ થ્રીમાં પણ આવે. વાર્તા પ્રથમ પુરુષ એકવચનમાં લખાઈ છે. કલકત્તા શહેરનું વાતાવરણ ‘તમે આવશો?’ના એકએક વાક્યમાં ઝીલાયું છે:

‘પોણા પાંચની ટ્રામમાં મેં તમને કોઈ કોઈ વખત જોયા છે – ખાસ કરીને શિયાળામાં… મને તમે જોયો નથી? ખેર, કંઈ વાંધો નહીં…’

અહીંથી વાર્તા શરૂ થાય છે. વાર્તાનાયક તમારી સાથે વાતો કરતો રહે છે – પોતાના જીવન વિશે, પોતાના સ્વભાવ વિશે, પોતાનાં સપનાં વિશે, પોતાના પાગલ દોસ્ત વિશે. ક્યારેક રસ પડે તેવી તો ક્યારેક અસંબદ્ધ લાગે તેવી વાતો. પોતે ક્યાં ખોટું બાલે છે એ પણ તમને જણાવી દે છે અને છેલ્લે વાર્તાનાયક કહે છે :

‘બસ, એકદમ ઊભા થઈ ગયા? પણ સાંભળો તો ખરા, કાલે હું તમારી અહીં જ રાહ જોઈશ… તમે આવશો?’

અંતની ચમત્કૃતિ ઉપરાંત આખીય વાર્તામાં તમને બક્ષીની લેખનશૈલીના-વર્ણનશૈલી-કલ્પનાશક્તિના ચમકારા દેખાયા જ કરે. ‘તમે આવશો?’ વિના બક્ષીના સમગ્ર વાર્તાસંગ્રહનું સંકલન અધૂરું છે.

‘પશ્ચિમ’માં પ્રગટ થયેલી બક્ષીએ ‘આબોદાના’ને એમની છેલ્લી વાર્તા ગણાવી છે. (‘139 વાર્તાઓ’ની પ્રસ્તાવનામાં એમણે આ લખ્યું છે.) ફ્રેન્ક્લી, મને ‘આબોદાના’માં વાર્તાનું એક પણ તત્ત્વ નથી જડતું. ઍટ ધ મોસ્ટ એને નિબંધ કહી શકો અને તે પણ સો-સો ક્વૉલિટીનો નિબંધ. આ ઉપરાંત બક્ષીએ ‘પશ્ચિમ’ વાર્તાસંગ્રહમાં ‘ગર્દિશના દિવસો’ નામની ‘વાર્તા’ વચ્ચે મૂકી દીધી છે જે વાર્તા છે જ નહીં, લેખ છે. ‘ગર્દિશ કે દિન’ ‘સારિકા’માં હિન્દીમાં પ્રગટ થયેલો. લેખ મઝાનો છે પણ અહીં વાર્તાસંગ્રહમાં એનું શું કામ છે તે સમજાતું નથી.

‘પશ્ચિમ’માં જ ‘હું ચાલ્યો જઈશ ધુમાડો પહેરીને’ નામની એક ‘વાર્તા’ વચ્ચે આવે છે જે વાર્તા છે જ નહીં, અછાંદસ કવિતા છે. આ કવિતાની વાર્તાસંગ્રહમાં શું જરૂર? ખબર નથી. અને આ ત્રણને પરિશિષ્ટરૂપે નથી મૂક્યાં, વાર્તાઓની વચ્ચે વચ્ચે છાપ્યાં છે.

‘પશ્ચિમ’માં કેટલીક નબળી કટાક્ષિકાઓ અને પ્રયોગખોરીની વાર્તાઓ પણ છે. ‘પશ્ચિમ’માં જ્યાં બાકીની વાર્તાઓ એક એકથી ચડિયાતી છે, જબરદસ્ત વૉર સ્ટોરીઝ પણ છે – એમાં આ બધું કસ્તર? લાગે છે કે તે વખતે બક્ષીએ ડેસ્પરેટ થઈને આવું કર્યું હશે. પણ ઍની વે, એને કારણે બક્ષી ઓછા-બક્ષી થઈ જતા નથી. આવું આપણી સાથે ન થાય એનું ધ્યાન રાખવાનું.

બક્ષીની વૉરસ્ટોરીઝ વિશે (અને ‘મીરા’ વિશે વિગતવાર તથા ‘કુત્તી’ની કૉટ્રોવર્સી વિશે ફોડ પાડીને) લખ્યા વિના બક્ષીની વાર્તાઓ વિશેની વાત અધૂરી રહે. આ સિરીઝના બીજા હપતામાં જે વૉર સ્ટોરીઝ ગણાવી તેમાં ‘હૅલ્લો-આલ્ફા, બ્રૅવો, ચાર્લી’ અને ‘સંજય વૈઝલર ઘોષ’ ઉમેરવાની રહી ગઈ હતી.

ત્રીજો હપ્તો અહીં પૂરો કરીએ. ચોથામાં આ બધી બાકી રહેતી વાતોને વણી લઈશું. કદાચ બીજા બે હપતા પણ થાય.

(ક્રમશઃ)

• • •

(Message from Lokmilap, Bhavnagar)

ઘરની અંગત લાયબ્રેરી કે કોઈ પણ સંસ્થાના ગ્રંથાલયમાં ઉમેરવા જેવા બક્ષીબાબુના વાર્તાસંગ્રહો

વાચકોની અપાર ચાહના મેળવનાર ચંદ્રકાંત બક્ષીની નવલિકાઓના 6 સંગ્રહો પ્રગટ થયા છે. પ્યાર, એક સાંજની મુલાકાત, મીરા, મશાલ, ક્રમશ: અને પશ્ચિમ. *છ પુસ્તકોની મળીને કુલ 139 વાર્તાઓના બે દળદાર ગ્રંથો ગુજરાતી સાહિત્યનો એક અનોખો ખજાનો છે.

ગુડ નાઈટ, ડેડી !, ડૉક મઝદૂર, તમે આવશો ? જેવી હૃદયસ્પર્શી વાર્તાઓ અહીં છે ઉપરાંત એમની પર સરકારે કેસ કરેલો એ ‘કુત્તી’ વાર્તા પણ સમાવિષ્ટ છે.

1100 પાના ધરાવતા બે પુસ્તકોની છાપેલ કિમત ₹1200 છે તેને બદલે લોકમિલાપ પરિવાર માટે આ સેટ ફક્ત ₹999 માં ઘરે બેઠા મળશે. (આખા દેશમાં ફ્રી ડિલિવરી)

ઓર્ડર કરવા 8734918888 પર વોટસએપ કરશો. બક્ષીબાબુના ચાહકોને આ યોજના વિશે અચૂક જણાવશો. આભાર.

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

નવા કૅલેન્ડર વર્ષનો આરંભ થઈ ગયો છે. આપ સૌનું 2024નું વર્ષ શુભદાયી અને સુખદાયી નીવડે. આ વર્ષે બે દિવાળી આવે છે તે યાદ રાખશો. આસોની અમાસે તો ખરી જ, 22 જાન્યુઆરીએ પણ દીપોત્સવ છે જે 500 વર્ષ રાહ જોયા પછી ઉજવાશે.

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Paytm-
90040 99112

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

હવે તમે તમારું કૉન્ટ્રિબ્યુશન આ QR કોડ સ્કેન કરીને પણ મોકલી શકો છો.

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

1 COMMENT

  1. બક્ષી ભાઈ ની એક વારતા અભિયાન ના દીવાળી અંકમા (90 ના દસકામા 1997 કે 98 ) વાચેલી. Bombay to new york via London ની flight journey ની વાત છે. વાર્તા નાયક રેવંત એક businessman અને નાયિકા સુરમા ( widow mother) જે USA એની દીકરી ને મળવા જઈ રહી છે ના one night stand તો કહીશ નહી પણ એક ખુબસુરત સંબધ ની વાત છે. It’s a classic, આવી વારતા આપણા ગુજરાતી સાહિત્ય મા very rare. It’s about their making love during flight delay stay at hotel પણ જરાપણ છીછરાપણુ કે vulgarity નથી. વાર્તા નુ નામ ” શુન્યથી એકથી શુન્ય ” આ વાર્તાનો ચન્દ્રકાંત બક્ષી ના પુસ્તક ” ઈંગ્લેન્ડ- અમેરિકા ” મા સમાવેશ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here