કલ, આજ ઔર કલ : સૌરભ શાહ

(છેક આજે આ લેખ પોસ્ટ કરું છું. વચ્ચે પ્રવાસો અને બીજી ભાગદોડમાં કેટલાક લેખો તમારા સુધી પહોંચાડવાના જ રહી ગયા. હવે વારાફરતી મૂકતો રહીશ. આ નાનકડો લેખ મસ્ત છે, જબરજસ્ત છે એવું ‘સંદેશ’ના વાચકોનું કહેવું છે. સારો લખાયો છે એવું મારું કહેવું છે. તમારું શું કહેવું છે?)

(તડકભડક : ‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, 24 ડિસેમ્બર 2023)

ઉપરાછાપરી બે ઘટનાઓ બની ગઈ. ત્રણ-ચાર દિવસના બહારગામના પ્રવાસો પછી મુંબઈ પાછા ફરતી વખતે હૉટેલમાંથી ચેકઆઉટ કરીને ટેક્સીમાં બેઠાં પછી થોડા સમયે યાદ આવ્યું કે ફલાણી વસ્તુ સામાનમાં મૂકી કે પછી હૉટેલના બેડ પર જ રહી ગઈ? તરત હૉટેલના મૅનેજર સાથે વાત કરી. એણે તપાસ કરાવી. કહ્યું કે એવું કંઈ રૂમમાંથી મળ્યું નથી. ઘરે આવીને એ વસ્તુ બૅગમાંથી નીકળી.

એ વસ્તુ ક્યારે બૅગમાં પેક કરી હતી તે યાદ જ ન આવે. આવું કેમ થયું હશે. આપણે આપણા હાથે જે ચીજ સામાનમાં મૂકી હોય તે યાદ ન રહે એવું કેમ બને?

અઠવાડિયા પહેલાંનો એક બનાવ. સવારે ચાલવા જતી વખતે એક ફેવરિટ હિન્દી ગીત સાંભળવાનું શરૂ કર્યું. ગીત પૂરું થયું ત્યારે વિચાર આવ્યો કે આ ગીતમાં મારી જે ફેવરિટ પંક્તિઓ હતી તે તો આવી જ નહીં. આવું કેમ થયું?

ગીત શરૂ થયું અને ગીતના વાતાવરણને માણતાં માણતાં હું કોઈક વિચારે ચડી ગયો. ગીત પૂરું થતું હતું ત્યારે એ વિચારોમાંથી બહાર આવીને ફરી પાછું ધ્યાન ગીત પર કેન્દ્રિત થયું. ગીત વાગે છે અને તમે એને સાંભળો છો એ વર્તમાનની ક્ષણ છે. વિચારે ચડી જાઓ છો ત્યારે વર્તમાનની ક્ષણમાંથી હટીને ભવિષ્યની કે ભૂતકાળની ક્ષણોમાં જતા રહો છો. આવું થાય ત્યારે તમે વર્તમાનને જીવવાનું ચૂકી જાઓ છો, તમારી ફેવરિટ પંક્તિઓ વાગી રહી છે તે છતાં એને માણવાનું ચૂકી જાઓ છો. તમને ખબર પણ નથી પડતી કે તમે ચૂકી રહ્યા છો.

હૉટેલમાં બૅગમાં સામાન ભરતી વખતે તમે કોઈક વિચારોમાં ખોવાયેલા હશો એટલે તમને યાદ નહોતું રહ્યું કે પેલી ચીજ તમે બૅગમાં મૂકી કે નહીં. તમારા વર્તમાનની ક્ષણ તમારી નહોતી – એ પળે તમે ભવિષ્યના કે ભૂતકાળના વિચારો કરી રહ્યા હતા.

અત્યાર સુધી ખૂબ વાંચ્યું અને ઘણી વખત લખી ગયા કે વર્તમાનમાં જીવવું જોઈએ. પણ આટલી અસરકારક રીતે હવે આ કન્સેપ્ટ દિમાગમાં ઊતરી.

મનની આ ટેવ છે. જે છે એની કદર જ નથી. જે નથી એની પાછળ ભાગવું છે. બધી બાબતે એવું છે. સમયની બાબતમાં તો ખાસ. વર્તમાનની તાજી ઝાકળ જેવી ક્ષણોમાં એકાગ્ર થઈને એનો પૂરેપૂરો કસ કાઢીને એના રસથી જીવનને વધુ સમૃદ્ધ બનાવવાને બદલે મન ભૂતકાળના વાસી સમય તરફ ઘસડાવા માંડે છે. અથવા ભવિષ્યના ન જન્મેલા અચોક્કસ સમયની પાછળ, જેનું કંઈ નક્કી નથી કે એ સમય તમે ધાર્યો છે એવો હશે કે પછી ભગવાને ધારેલો છે એવો – એની કલ્પનાઓ કરવા માંડો છો. આ ઘડી જે તમને મળી છે એની તો કંઈ કદર જ નથી.

કોઈને સાંભળીએ છીએ, કશુંક વાંચીએ છીએ કોઈ પ્રવૃત્તિ કરીએ છીએ, બસ-ટ્રેન-કારમાં પ્રવાસ કરીએ છીએ, કોઈક નયનરમ્ય સ્થળ પર જઈને ફરીએ છીએ – ઈવન, સવારે બ્રશ કરીએ છીએ, નહાઈએ છીએ, કપડાં પહેરીએ છીએ, જમીએ છીએ, પથારી પાથરીએ છીએ, યોગ-કસરત કરીએ છીએ – જીવનની દરેકે દરેક પ્રવૃત્તિ કરતી વખતે આપણે શું પૂરેપૂરા તે ક્ષણમાં હોઈએ છીએ? વર્તમાનમાં જીવીએ છીએ?

છ-આઠ કલાકની નિદ્રાવસ્થાનો સમય બાદ કરીએ તો બાકીના સોળથી અઢાર કલાક શું આપણે વર્તમાનમાં જીવીએ છીએ? આજે મળેલા સોળ-અઢાર કલાકની એકેએક ક્ષણ આપણે આજે જીવીએ છીએ?

એક સ્પષ્ટતા. ભવિષ્યના ઘર માટે આર્કિટેક્ટ સાથેની ચર્ચા કે પછી ફેક્ટરીને મળેલા ઑર્ડર માટે આગામી ત્રણ મહિનાનું પ્રોડક્શન કેવી રીતે કરવું કે પછી દેશના ભવિષ્ય માટે કઈ કઈ યોજનાઓ બનાવવી – આ બધું ભવિષ્યની માત્ર કલ્પનાઓ નથી, આ પ્લાનિંગ વર્તમાનમાં થઈ રહ્યું હોય છે અને વર્તમાનની એકેએક ક્ષણ એ માટે વપરાઈ રહી હોય છે.

પણ ભવિષ્યમાં હું આમ કરીશ તો તેમ થશે, ભૂતકાળમાં પેલાએ મારી સાથે આવું કર્યું તો હવે હું લાગ મળ્યે એની સાથે આવું કરીશ – આ બધી કલ્પનાઓ સમયનો વેડફાટ છે.

ભગવાને આપણને જેટલું આયુષ્ય આપ્યું હોય એટલું – આયુષ્યની દરેકે દરેક ક્ષણ એમણે વર્તમાનમાં જીવવા માટે આપી છે. ભવિષ્યના વિચારોમાં રચ્યાપચ્યા રહીને કે ભૂતકાળના બનાવોને યાદ કરીને આપણે આપણા વર્તમાનને અડધો કરી નાખીએ છીએ. પછી ક્યારેક જ્યારે વિચાર આવે કે જિંદગીમાં જે કંઈ કરવું જોઈતું હતું તે થયું નહીં અને હવે એ કરવા માટે કેટલો ઓછો સમય બાકી છે ત્યારે વાંક કોનો?

ભગવાને તો પૂરતો સમય આપ્યો હતો આપણને, પણ આપણે વેડફી નાખ્યો એને – વર્તમાનમાં નહીં જીવીને. આપણે કરવા ધારેલાં અનેક કામ નથી કરી શકતા તે સમયના અભાવે નહીં પણ ભવિષ્યની કલ્પનાઓ તથા ભૂતકાળના અફસોસોમાં સમય વેડફી દેવાને કારણે. જે લોકો તમને સુપર એફિશ્યન્ટ દેખાય છે, ચાહે એ તમારી આસપાસના હો કે પછી સમાજની-દેશની જાણીતી વ્યક્તિઓ હો – એ સૌ વતર્માનમાં જીવે છે, કલાકની સાઈઠે સાઈઠ મિનિટ અને મિનિટની સાઈઠે સાઈઠ સેકન્ડ વર્તમાનમાં જીવે છે. એટલે જ તેઓ દિવસના બાર-સોળ-અઢાર કલાકમાં આપણા જેવાઓ કરતાં દોઢું-બમણું-ત્રણગણું કામ કરી શકે છે. એટલે જ તેઓ જ્યારે વિદાય લે છે ત્યારે આપણે કહીએ છીએ કે એક જિંદગીમાં બે-ચાર જિંદગીનું કામ તેઓ કરી ગયા. આપણા ગયા પછી શ્રદ્ધાંજલિની જાહેરખબરમાં આપણા માટે ‘કર્મયોગી’ જેવા વિશેષણો વપરાય કે ‘કર્મણ્યે વાધિકારસ્તે’ જેવા શ્લોક છપાય એને સાર્થક કરવા આજથી જ, આ ઘડીથી જ, વર્તમાનમાં જીવવાનું શરૂ કરી દેવું જોઈએ.

પાન બનારસવાલા

જીવન કે દિન છોટે સહી, હમ ભી બડે દિલવાલે
કલ કી હમેં ફુરસત કહાં, સોચે જો હમ મતવાલે

-મજરૂહ સુલતાનપુરી

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

નવા કૅલેન્ડર વર્ષનો આરંભ થઈ ગયો છે. આપ સૌનું 2024નું વર્ષ શુભદાયી અને સુખદાયી નીવડે. આ વર્ષે બે દિવાળી આવે છે તે યાદ રાખશો. આસોની અમાસે તો ખરી જ, 22 જાન્યુઆરીએ પણ દીપોત્સવ છે જે 500 વર્ષ રાહ જોયા પછી ઉજવાશે.

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Paytm-
90040 99112

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

હવે તમે તમારું કૉન્ટ્રિબ્યુશન આ QR કોડ સ્કેન કરીને પણ મોકલી શકો છો.

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

4 COMMENTS

  1. Good one….Thanks for such impactful message ..
    The worth of it is for anyone at anytime…any stage or mode of life.

  2. આપની વાત બિલકુલ સાચી છે, સર. આપણે વર્તમાન કાળમાં જીવવાનું ભૂલી જ જઈએ છીએ. ભૂતકાળને વળગી રહીએ…. વાગોળ્યા કરીએ કે પછી ભવિષ્યની ચિંતા કરતાં કરતાં મોં વકાસીને બેસી રહીએ છીએ. અને પછી રોંદણા રડીએ છીએ કે મારી સાથે આવું થયું…….. મારી સાથે તો તેવું થયું!! છેલ્લે દોષનો ટોપલો નાખવાનો ભગવાન પર!! ખરેખર, બહુ સુધારવાની જરૂર છે આપણે……. મારે.

  3. આનેવાલા પલ જાનેવાલા હૈ , હો સકેતો ઉસમે જિંદગી બીતા દે પલ જો યે જાનેવાલા હે ……..

    .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here