સૌરભ શાહે જ્વલંત નાયકને આપેલી મુલાકાતનો ફુલ વીડિયો

પ્રિય ન્યુઝપ્રેમીઓ,

ગયા મહિને મેં સુરતમાં એક લાંબો ઇન્ટરવ્યુ આપ્યો. સવા-દોઢ કલાક લાંબો. એની ૮-૧૦ મિનિટ્સની વિવિધ ક્લિપ્સ અઠવાડિયા સુધી તમારી સાથે શેર કરી હતી. હવે ફુલ વીડિયો પણ ઉપલબ્ધ છે.

જનરલી હું ઇન્ટરવ્યુ આપતો નથી. લીધા છે ઘણા. કોઈ સ્પેસિફિક ટૉપિક પર આપ્યા છે પણ ફ્રી વ્હિલિંગ જેમાં મારી જિંદગીના અનેક પાસાં વિશે પ્રશ્નો પૂછાયા હોય એવો આ પહેલો જ ઇન્ટરવ્યુ . અને કદાચ છેલ્લો! કારણકે મને મારા વિશે બોલવું કે લખવું ઓછું ગમે છે, મારું કામ બોલવું જોઈએ, હું નહીં.

આ ઇન્ટરવ્યુ એક અપવાદ છે. લગભગ એક વરસ થી મિત્ર જ્વલન્ત નાયકનો આગ્રહ થતો હતો. એમના જેવા ઉત્સાહી, તરવરિયા અને નિષ્ઠાવાન મિત્રને ના પાડવાનું અશક્ય બની ગયું અને ગયા મહિને ‘મહારાજ’ ને નર્મદ સાહિત્ય સભાએ ‘નંદશંકર ચન્દ્રક ‘ વડે નવાજી ત્યારે સુરતની ટૂંકી મુલાકાત દરમ્યાન આ ઇન્ટરવ્યુ ગોઠવાયો. મારા પરમ મિત્રો ડૉ. મુકુલ ચોકસી, પત્રકાર વિક્રમ વકીલ તથા નાટયકાર કપિલદેવ શુક્લ તથા અખબારી વાચન જેવું વાઇબ્રન્ટ વૉટ્સએપ ગ્રુપ ચલાવતા જયેશ સુરતી અને નરેશ વેદ સહિતના અનેક સ્નેહીઓની ઉમળકાભરી હાજરીથી શોભતા જીવન ભારતી સ્કૂલના રૉટરી સભાગૃહમાં જ્વલન્તે દિલ ખોલીને સવાલો પૂછ્યા અને હું ટ્રાન્સમાં સરી પડીને મારા મનની વાતો નિખાલસતાથી કહેતો ગયો. મુંબઈ પાછા આવવાની ટ્રેનનો સમય ના થઈ ગયો હોત તો હજુ પણ વાતો લંબાઈ હોત. જ્વલન્ત સાથેની આ મેરેથોન સેશન પૂરી કરીને હું જાણે ખાલી થઈ ગયો હતો, ઠલવાઈ ચૂક્યો હતો પણ અંદરથી ખૂબ પ્રસન્ન હતો. મુંબઈ સુધીના પ્રવાસના એકાન્તમાં આ ઇન્ટરવ્યુની ક્ષણો વાગોળીને માણતો રહ્યો. તમારા પ્રતિભાવો જાણવા આતુર છું. કમેન્ટ્સ ન્યુઝપ્રેમી ડૉટ કૉમ પર પોસ્ટ કરવાની તસ્દી લેશો જેથી મારા બધા જ વૉટ્સએપ ગ્રુપ્સના વાચકો સુધી તમારો અવાજ પહોંચે. આ ફુલ વીડિયો એક કલાક પચ્ચીસ મિનિટની છે.

-સૌરભ શાહ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here