શું ખાવું, શું નહીં; ક્યારે ઊંઘવું, ક્યારે નહીં: આયુર્વેદની આંગળી પકડીને ચાલવાના ફાયદા : સૌરભ શાહ

આયુર્વેદને માત્ર હિન્દુત્વ સાથે સાંકળી લેવામાં અમેરિકા જેવાં રાષ્ટ્રોને તો ફાયદો જ છે. એ લોકોની મલ્ટિનૅશનલ કંપનીઓ – ચાહે એ દવા બનાવનારી હોય, કૃત્રિમ ખાતર બનાવનારી હોય કે પછી મૉન્સાન્ટો જેવી જિનેટિકલી મોડિફાઈડ બિયારણ બનાવનારી હોય – એ બધાને ફાયદો જ છે.

ભારતમાં સમજ આવવા માંડી છે કે કુદરતી ખાતરની મહત્તા કેટલી છે. ઑર્ગેનિક ફૂડના નામે વેચાતાં ફળ-ફળાદિ, શાકભાજી તેમ જ ધનધાન્ય અને દૂધ-ઘી કેટલાં ઑથેન્ટિક છે એની તપાસ ખરીદનારે જાતે નાનીમોટી ગૂગલસર્ચ કરીને કરી લેવાની. અને એ પછી નૉર્મલ કરતાં થોડી વધારે કિંમત ચૂકવવાની તૈયારી રાખવાની. દવા-ઑપરેશન્સ અને સારવારમાં લાખો રૂપિયા ખર્ચી નાખવા પડે એને બદલે એ ખર્ચનો એક નાનકડો અંશ ઑર્ગેનિક ફૂડ પાછળ ખર્ચવામાં સમજદારી છે. હૉસ્પિટલની અવરજવરમાં જે અગવડ ભોગવવી પડે એના કરતાં દસમા ભાગની અગવડ રોજિંદી જીવનશૈલીમાં ભોગવી લઈશું તો આયુષ્ય લંબાશે કે નહીં એની ગૅરન્ટી મળે કે ના મળે પણ જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી હૅલ્ધી લાઈફ સ્ટાઈલ રહેશે એની પાકી ખાતરી, જો આયુર્વેદને અનુસરતા હોઈશું તો.

સીધીસાદી બાજરીની જ વાત લઈએ. ગુજરાતના જાણીતા વૈદ સ્વ. બાપાલાલ વૈદ્ય કહે છે કે બાજરી કયા ખેતરની ખાઈએ છીએ તે મહત્ત્વનું છે. ખાતર વિના ઉગાડેલી બાજરી સત્વહીન છે, ઝેરી છે. અહીં ખાતર એટલે રાસાયણિક ખાતર એવું માનવું નહીં, ઑર્ગેનિક એટલે કે કુદરતી ખાતરથી ઉગાડેલી બાજરીમાંથી જ બાજરીના તમામ ગુણ શરીરને મળી શકે. વળી આ બાજરીને સંચે ન દબાવવી એવી સૂચના પણ એમણે આપી છે.

વેગનના જમાનામાં દૂધ અને દૂધમાંથી બનતા માખણ, દહીં, ચીઝ જેવા બીજા આહારોની પણ ખૂબ નિંદા થતી હોય છે. ‘દૂધ સાક્ષાત્ અમૃત છે’ એવું વિધાન આયુર્વેદમાં કરવામાં આવેલું છે. બાપાલાલ વૈદ્ય પણ કહે છે કે દૂધની બરાબરી કરી શકે એવો કોઈ અન્ય ખાદ્યપદાર્થ નથી. અને દરેક વ્યક્તિએ હંમેશાં રોજનું એકથી દોઢ શેર (લગભગ અડધોથી પોણો લિટર) દૂધ પીવું જોઈએ. દૂધનો વધુ ઉપયોગ કરનારી પ્રજાઓ બલવાન, બુદ્ધિવાન, સાહસિક અને દીર્ઘાયુ હોય છે.

હવે સવાલ એ આવે કે કેવું દૂધ પીવું જોઈએ. ભેંસ કરતાં ગાયનું દૂધ વધારે આરોગ્યપ્રદ છે. કુદરતી ચારો ચરનારી ગાયનું દૂધ સૌથી વધુ આરોગ્યપ્રદ હોવાનું અને એમાંય પેશ્ર્ચરાઈઝ્ડ ન કરેલું, ઉકાળ્યા વિનાનું કાચું ગાયનું દૂધ (જેને ઑર્ગેનિક ચારો અપાતો હોય) એથી જ વધુ આરોગ્યપ્રદ હોવાનું. મુંબઈ જેવાં શહેરોમાં હવે ઘેરબેઠાં ગાયનું ઑર્ગેનિક દૂધ બૉટલમાં મળતું થઈ ગયું છે. આવું દૂધ મીઠાશમાં પણ ચડિયાતું હોય છે. ટેવ પાડવામાં આવે તો ખાંડ નાખ્યા વિના જ સ્વાદથી પી શકાય છે એવો અંગત અનુભવ છે.

માખણ, ઘી, દહીં, પનીર વગેરેને ક્યારેક હાર્ટ ટ્રબલ સાથે તો ક્યારેક બીજા રોગો સાથે સાંકળીને વગોવવામાં આવે છે. હૃદયરોગથી દૂર રાખવાનો દાવો કરનારા તેલ તેમ જ અન્ય પદાર્થોની જાહેરખબરોથી ભરમાયા વિના સૂઝબૂઝથી એમાં રહેલાં/ ઉમેરાયેલાં તત્ત્વો વિશે ધીરજપૂર્વક જાણવું જોઈએ. કુટુંબની સેહત જાળવવાના દાવાઓ કરતાં આવાં મોંઘાં તેલ સરવાળે શરીર માટે હાનિકારક પુરવાર થતાં હોય છે. પ્રમાણસર ઘી, માખણ, દહીં, પનીર શરીર માટે ઉપયોગી જ નહીં અનિવાર્ય પણ છે એવું આયુર્વેદ ગાઈબજાવીને કહે છે. સમૃદ્ધ વ્યક્તિને ત્યાં ‘ઘી-દૂધની નદીઓ વહે છે’ એવું એક જમાનામાં કહેવાતું તે આજેય એટલું જ સાચું છે.

જમવાની બાબતમાં આયુર્વેદ સ્પષ્ટ કહે છે કે ખોરાક રાંધ્યા પછી વધુમાં વધુ પોણો કલાકમાં આરોગી લેવો જોઈએ. માઈક્રોવેવ અને ફ્રિજની સગવડ આવ્યા પછી સાધારણ મધ્યમવર્ગીય કુટુંબોમાં પણ સવારે રાંધેલો ખોરાક રાત્રે ખાવાનું તો કૉમન થઈ જ ગયું છે, બીજે-ત્રીજે-ચોથે દિવસે અને ડીપ ફ્રિઝમાં થિજાવીને અઠવાડિયા – પંદર દિવસ સુધી પણ હવે તો ખવાય છે. કેરીનો રસ ઘણાં ઘરોમાં છ-છ મહિના સુધી સંઘરી રાખીને વારતહેવારે ખવાય છે. આધુનિકતા અને આધુનિક વિજ્ઞાન સામે કોઈને કશો જ વાંધો નથી પણ વિજ્ઞાનનો આવો વરવો દુરુપયોગ ફૅશનમાં ને ફૅશનમાં ભલે કરીએ, એક વાત જાણી લેવી જોઈએ કે વાસી ખોરાક સત્ત્વહીન હોય છે. તાજો અને ઉષ્ણ ખોરાક જમવાથી જમવામાં સ્વાદ આવે છે, જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે – ભૂખ ઊઘડે છે અને ખાધેલું જલદી પચી જાય છે, વાયુનું સારી રીતે અનુલોમન થાય છે, કફ સુકાઈ જાય છે.

ગાંધીજી ભલે મીઠાઈની ખિલાફ હતા અને આજનું મૅડિકલ સાયન્સ ડાયાબિટીસનો ડર બતાવીને ભલે ભોજનમાં મીઠાઈ પર પ્રતિબંધ લાદતું હોય પણ આયુર્વેદ કહે છે કે ખોરાક સ્નિગ્ધ ખાવો જોઈએ. લૂખો ખોરાક ખાવો અહિતકાર છે. સ્નિગ્ધ ખોરાકમાં મિષ્ઠાન્નનો સમાવેશ થાય છે. ભોજનમાં હંમેશાં થોડો મધુર પદાર્થ ખાવામાં આવે તો સારું. મિષ્ટ પદાર્થથી દેહની અભિવૃદ્ધિ થાય છે, ખોરાક સ્વાદિષ્ટ લાગે છે. સ્નિગ્ધ ખોરાક ઉપર જ બલ, વર્ણ, બુદ્ધિ, શરીરોપચય અને સાહસ નિર્ભર છે એવું આયુર્વેદ માને છે. કહેવાની જરૂર નથી કે કોઈપણ ચીજના અતિરેકની જેમ મિષ્ઠાનનો અતિરેક પણ શરીર માટે હાનિકારક જ હોવાનો.

જમવાની રુચિ ન હોય તો ન ખાવું. ભૂખ વિના ખાવું નહીં. ભૂખ ન હોય તોય કોઈને આગ્રહ કરીને ખવડાવવામાં પાપ છે. એકાદ ટંક ભૂખ્યા રહેવાથી માણસ મરી જવાનું નથી. ભૂખ ઉઘડશે ત્યારે ખાશે.

ભૂખ ન હોવાના, ખાવાની રુચિ ન થવાનાં અનેક કારણો હોઈ શકે. શારીરિક બીમારીઓ ઉપરાંત માણસને ખબર પણ ન હોય એવાં ટેન્શનોને લીધે, સ્ટ્રેસને કારણે, ચિંતાગ્રસ્ત થઈ જવાથી ભૂખ મરી જાય. આવા વખતે ભૂખ ઉઘાડવાના પ્રયત્નો કરવાને બદલે મન સાથે તાર્કિક વાતો કરીને કે પ્રાણાયમનો આશ્રય લઈને સ્ટ્રેસનું પ્રમાણ ઘટાડવું, ભૂખ આપોઆપ ઊઘડવાની.

ભૂખ લાગે ત્યારે જ જમવાનો મતલબ એ નહીં કે રાત્રે જમવાના સમયે રુચિ ન હોય તો જમવું નહીં અને અડધી રાત્રે બે વાગ્યે ભૂખ લાગે ત્યારે આચરકુચર ખાઈ લેવું. જમવાનો અને ઊંઘવાનો સમય નિશ્ર્ચિત રાખવો. દિવસ દરમિયાન અગિયાર વાગ્યે લંચ કરવાની ટેવ હોય કે પછી બે વાગ્યે, સમય નિશ્ર્ચિત રાખવો. ઊંઘની બાબતમાં પણ. કોઈ રાત્રે પ્રોપર ઊંઘ ન આવી હોય તો બીજે દિવસે બપોરે સૂઈ જઈને રાતની ઊંઘ સરભર કરી લેવાની લાલચ રોકીને બીજી રાત્ર સમયસર ઊંઘી જવાની મક્કમતા કેળવવામાં કંઈ બહુ મોટા વિલ પાવરની જરૂર પડતી નથી.

જમતી વખતે પાણી પીવામાં જરા પણ નુકસાન નથી એવું આયુર્વેદ કહે છે. આ વિવાદાસ્પદ પ્રશ્ર્નને જોઈએ તે કરતાં વધુ મહત્ત્વ અપાયેલું છે એવું બાપાલાલ વૈદ્યનું મંતવ્ય છે. તેઓ કહે છે: ‘(જમતી વખતે) જ્યારે પાણીની તરસ લાગે ત્યારે પાણી પીવું.’ વાગ્ભટના ‘અષ્ટાંગહૃદય’ને ટાંકીને કહે છે: ‘ભોજનની મધ્યમાં પાણી પીવાથી શરીર બહુ જાડું નહીં કે બહુ પાતળું નહીં તેવું સમાન રહે છે. ભોજનના અંતમાં પાણી પીવાથી શરીર સુકાય છે.’

જમવાની બાબતમાં ક્યારેય અંતિમવાદી બનવું નહીં. માત્ર ફળ પર, માત્ર દૂધ પર કે માત્ર અમુક જ ખોરાક પર શરીર નભી શકે પણ સુદૃઢ ન બને, સ્વાસ્થ્ય પણ ઘટે. માટે બની શકે તેટલા જુદા જુદા પદાર્થોનો ખોરાકમાં સમાવેશ કરવો. એક જ ટંકમાં જાતજાતનું ખાઈ લેવું નહીં, પણ અઠવાડિયા કે પખવાડિયા દરમિયાન વિવિધ પ્રકારના પદાર્થો ખોરાકમાં લેવાથી શરીર સ્વસ્થ રહે છે.

આયુર્વેદ કહે છે કે બપોરના જમણ બાદ શાંતચિત્તે કલાકેક આરામ લેવો. જમીને તરત કામે વળગવાથી અન્ન પચવામાં વાંધો આવે છે. વામક્રુક્ષિ – ડાબે પડખે સૂવું એટલે ઊંઘી જવું નહીં પણ લાંબા થઈને, જાગતાં રહીને શાંતિથી આરામ કરવો. રાતના ભોજન બાદ થોડોક આરામ લીધા બાદ એકાદ કિલોમીટર, સવા કિલોમીટર જેટલું એકદમ ધીમે ધીમે ચાલવું. એક સંસ્કૃત શ્ર્લોક છે જેનો અનુવાદ છે:

‘ખાઈને જે આરામથી સૂતો નથી તેને તંદ્રા લાગુ પડે છે. ખાઈને જે ઊંઘી જાય છે તેનું શરીર જાડું થઈ જાય છે, જે આંટા મારે છે તે આયુષ્ય પ્રાપ્ત કરે છે અને ખાઈને જે દોડે છે તેની પાછળ મૃત્યુ પણ દોડે છે.’

તમને થશે કે શહેરના ધમાલભર્યા જીવનમાં ઉપર લખેલી કેટલી વાતોનો અમલ શક્ય છે?

આવો પ્રશ્ર્ન થતો હોય એમણે દવાઓના ખર્ચા અને હૉસ્પિટલાઈઝેશન પાછળ બગડતા સમયની સાથે સરખામણી કરીને આખો લેખ ફરી એકવાર વાંચી જવો જોઈએ.

સાયલન્સ પ્લીઝ!

સ્વાસ્થ્યની ગેરહાજરીમાં ડહાપણ પોતાને પ્રગટ કરી શકતું નથી, કળા ખીલતી નથી, શક્તિઓ કોઈનો સામનો કરી શકતી નથી, સંપત્તિ નિરુપયોગી થઈ જાય છે અને મતિ મૂંઝાઈ જાય છે.

– હીરોફિલસ (ગ્રીસ દેશમાં શરીરશાસ્ત્રની વિદ્યાનો પાયો નાખનાર તબીબ—ઈ. પૂ. ૩૩૫ – ૨૮૦)

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

નવા કૅલેન્ડર વર્ષનો આરંભ થઈ ગયો છે. આપ સૌનું 2024નું વર્ષ શુભદાયી અને સુખદાયી નીવડે. આ વર્ષે બે દિવાળી આવે છે તે યાદ રાખશો. આસોની અમાસે તો ખરી જ, 22 જાન્યુઆરીએ પણ દીપોત્સવ છે જે 500 વર્ષ રાહ જોયા પછી ઉજવાશે.

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Paytm-
90040 99112

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

2 COMMENTS

  1. સ્નિગ્ધ આહાર આપણે ભૂલ્યા છીએ. ગાંધીજી પણ નિયમિતપણે અને ક્યારેક ક્યારેક 30 ગ્રામ જેટલું માખણ આહારમાં લેતા. રોજ મીઠાઈ ખાવી શક્ય નથી, ના ખાવી જોઈએ. પણ ગીર કે કાંકરેજી ગાયનું માખણમાંથી બનાવેલું ઘી રોજ પૂરતું છૂટથી આહારમાં ઉમેરવું જ જોઈએ.

    મીઠાઈમાં પણ કઠોળના લોટ કે અનાજના લોટ અને ઘી સાકર શેકીને બનાવેલી મીઠાઈઓ આયુર્વેદમાં શ્રેષ્ઠ ગણાય છે. એટલે જલેબી ગુલાબજાંબુ પેંડા કરતા ગાયના ઘીનો શીરો અને મોહનથાળ બાળકોને છૂટથી ખવડાવવો.

    જોકે બાળકો માટે કેક પેસ્ટ્રી એ મીઠાઈ નથી. પણ pediatrician ની એડવાન્સ કન્સલ્ટિંગ ફી છે. આપણા ઘરમાં જેટલા પ્રમાણમાં બાળકો દવા અને ડોકટર ફ્રી રહી શકતા હોય તો તેટલા પ્રમાણમાં પરિવારની લાઇફ સ્ટાઇલ સુપર હેલ્થી ગણવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here