બેટા, તું ડાબોડી છે? : સૌરભ શાહ

( લાઉડ માઉથ: ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ. બુધવાર, 1 મે 2024)

જમવાની એટિકેટ વિશે અગાઉ ઘણું લખ્યું છે. પીવાની અને મન્ચિંગની રીતભાત વિશે પણ લખી ચૂક્યો છું, હવે એ બાબતમાં આગળ લખવું નથી પણ ભોજનની બાબતમાં જરૂર લખવું છે.

કોઈને ત્યાં જમવા જવાનું હોય તો જે ટાઈમે તમને બોલાવ્યા હોય તેના કરતાં વહેલા ન પહોંચી જવું. હોસ્ટ કદાચ છેલ્લી ઘડીની તૈયારી કરતા હોય કે પછી બધી તૈયારી પૂરી કરીને નાનકડો શાવર લઈને ફ્રેશ થવા બાથરૂમમાં હોય તો એમના માટે તમારું આગમન ઍમ્બરેસિંગ પુરવાર થશે.

પાંચ-દસ-પંદર મિનિટથી વધુ મોડા પણ ન પહોંચવું. ટ્રાફિક એટલો બધો હતો કે આવતા મોડું થઈ ગયું, સૉરી એવી બહાનાબાજી ગૂગલ મૅપના જમાનામાં નહીં ચાલે. ટ્રાફિક રહેવાનો જ છે. તમારે મૅપમાં ચૅક કરીને ટ્રાફિકની પોઝિશન જાણી લેવાની અને સમયસર પહોંચી જવાનું.

હું પોતે જોકે, મારે ત્યાં આવનારા મિત્રો જમવાના સમય કરતાં વહેલા જ આવી જાય એવું ઈન્સિસ્ટ કરતો હોઉં છું જેથી સૂર્યાસ્તની સાથે સાથે વાતોનો દૌર શરૂ થઈ જાય. અને હવે મેં ‘ટ્રાફિકને લીધે’ મોડા આવતા મહેમાનો વિશે ફિકર કરીને અકળાવાનું છોડી દીધું છે. બધાની બૅડ હૅબિટ્સ સુધારવાનો ઈજારો ભગવાને મને નથી આપ્યો એવું સ્વીકારી લીધા પછી બી.પી. નૉર્મલ રહે છે. મહેમાનની આગતાસ્વાગતાની બધી તૈયારી થઈ ગઈ હોય તો એમની રાહ જોઈને ઘડિયાળ સામે વારંવાર નજર કરવાને બદલે ગમતું પુસ્તક વાંચવા કે ગમતો શો જોવા નેટફ્લિક્સ કે એમેઝોન પ્રાઈમ શરૂ કરી દેવાનું. ટેન્શન નહીં.

રેસ્ટોરાંમાં જમવા ગયા હોઈએ તો પહેલેથી છેલ્લે સુધી પ્રસન્ન રહેવાનું. રસ્તામાં બીજા કોઈ મોટરિસ્ટ જોડે, ટૅક્સીવાળા કે રિક્શાવાળા જોડે કે પછી સ્પાઉઝ જોડે માથાકૂટ થઈ ગઈ હોય તો એ ભૂલીને રેસ્ટોરાંમાં દાખલ થાઓ ત્યારે દરવાન તમને વિવેકથી આવકારે તો તમારે પણ સ્માઈલ આપીને (અને વિદાય લેતી વખતે એના હાથમાં સટલ રીતે એક કરન્સી નોટ થમાવીને) તમારો મૂડ બનાવી લેવાનો. સારી રેસ્ટોરાં હોય તો બૉટલ્ડ વૉટર નહીં મગાવો તો ચાલશે. વેઈટર પૂછે તો હસીને પોલાઈટલી ના પાડવી. ઑર્ડર આપતી વખતે બહુ બધી ડિટેલ્સ નહીં લખાવવાની, બહુ સૂચનાઓ નહીં આપવાની. રેસ્ટોરાંના રસોડામાં તમારા એકલા માટે નહીં, અનેક ટેબલો પર બેઠેલા બીજા કેટલાય ગેસ્ટ્સ માટે વાનગીઓ બનતી હોય છે અને ધારો કે તમે આપેલી એકાદ બે નાની સૂચનાઓ પણ પાળવામાં ન આવી તો કાં તો ચલાવી લેવાનું, કાં સ્ટુઅર્ડ સાથે અવાજ ઊંચો કર્યા વિના વાત કરવાની. ક્રિસ્પને બદલે નૉર્મલ બટર નાન આવી હોય તો ચલાવી લેવાનું. બુન્દી રાયતાને બદલે પાઈનેપલ રાયતું આવ્યું તો રિક્વેસ્ટના ટોનમાં પાછું મોકલીને તમને જે જોઈએ છે તે મગાવવાનું. ઈન કેસ સ્ટુઅર્ડ કહે કે સર, તમે પાઈનેપલ રાયતાનો જ ઑર્ડર આપ્યો હતો તો અદાલતમાં વકીલો લડતા હોય એ રીતે પુરાવાઓ માગવાને બદલે કે સામે આક્ષેપ કરવાને બદલે સ્વીકારી લેવાનું: ઓકે, મારી ભૂલ થઈ ગઈ લાગે છે અને તમને જે જોઈએ છે તે મગાવી લેવાનું, જે નથી જોઈતું તેના પૈસા બિલમાં ઉમેરી દેજો એવું સામેથી હસીને કહી દેવાનું. નાઈન્ટી નાઈન પોઈન્ટ નાઈન પર્સેન્ટ પેલો નહીં ઉમેરે.

તમારી સાથે કે તમારા ગેસ્ટ સાથે નાના બાળકો હોય તો એમને કન્ટ્રોલમાં રાખવાં, બગીચામાં રમવાં આવ્યાં હોય એમ છુટ્ટા નહીં મૂકી દેવાના, ચીસાચીસ નહીં કરવા દેવાની, કાચની ડિશ પર સ્ટીલના ચમચાથી સંગીત નહીં વગાડવા દેવાનું, ટેબલ પર પડેલી ચીજવસ્તુઓ સાથે રમવા નહીં દેવાનું.

પણ જો આવું જ બધું બાજુના ટેબલ પર થતું હોય તો સહેજ પણ અકળાયા વિના તમારા ભોજનનો આનંદ અખંડ રાખવાનો.

બિલમાં સર્વિસ ચાર્જ ઉમેર્યો હોય તો પણ જો તમે રેગ્યુલરલી આ પર્ટિક્યુલર જોઈન્ટમાં જતાઆવતા હો તો બિલના દસ ટકા કે તેથી વધુની ટિપ અચૂક મૂકવી. નેક્સ્ટ ટાઈમ વધુ સારી સર્વિસ મળતી હોય છે. નાની મોટી ડિમાન્ડ્સ પણ પૂરી થતી હોય છે. અમુક સાદી જગ્યાઓએ પ્લેટ ઊંચકનારો તથા પાણીના પ્યાલા લાવવા-લઈ જવાવાળો સ્ટાફ જુદો હોય છે. એ બંનેને અલગ અલગ નાની નાની ટિપ આપીને તમારે રાજી થવું. તમારી મનગમતી જગ્યા હોય, જમવાનું બિલ એસી રેસ્ટોરાં કરતાં ઘણું ઓછું આવતું હોય ત્યાં, ટેન પર્સેન્ટ ટિપને બદલે ગણતરી કર્યા વિના વીસ-પચ્ચીસ-ત્રીસ ટકા જેટલી ટિપ થતી હોય તો ફિકર કર્યા વિના ઉમંગથી આપવાની.

આપણા જેવાના કલ્ચરમાં ટેબલ મૅનર્સ માટે કયો કાંટો, કઈ છરી કે કયો પ્યાલો ક્યારે વાપરવો તેની ટિપ્સ કામની નથી, કારણ કે એક જ છરી, એક જ કાંટો ને એક ચમચો ગોઠવેલાં હોય છે. એટલે એક બિલકુલ સાદી વાત. છરી કાંટાથી ખાવું હોય તો છરી હંમેશાં જમણા હાથે પકડવાની. કાંટો ડાબે હાથે. કાંટાને વાનગીમાં ભરાવીને સ્થિર રાખવાનો, છરી હલાવીને ટુકડો કરવાનો. કાંટાથી એ ટુકડો મોઢામાં મૂકવાનો. છરી કે કાંટો-બેમાંથી કશુંય ચાટવું નહીં, વાનગી ગમે એટલી સ્વાદિષ્ટ હોય તોય. પિત્ઝા ખાવા માટે છરી કાંટાની જરૂર નથી, પંજાબી માટે પણ નહીં, ગુજરાતીમાં તો હરગિજ નહીં. ક્યારેક માત્ર એકલા કાંટાથી જ ખાવું હોય જમણા હાથે પકડવાનો.

હું સ્કૂલમાં હતો, ટીનેજ પહેલાંની વાત છે, ત્યારે એક દિવસ અમારા શ્રીમંત કુટુંબીના વાલકેશ્ર્વરના બંગલે ડિનરનું આમંત્રણ હતું. કાકાકાકી નવાં નવાં યુ.એસ.થી આવેલાં. છરી કાંટાથી જમવાનું હતું અને હું ડાબા હાથમાં છરી પકડીને જમણા હાથે કાંટો પકડીને સ્ટ્રગલ કરી રહ્યો હતો. મારી ડિશમાં ખેલાઈ રહેલો જીવનમરણનો ખેલ જોઈને મારી રૂપાળી ફોેરેન રિટર્ન્ડ કાકી મારી પાસે આવીને મારા પર ચિડાવાને બદલે કે મારું અપમાન થાય એવું વર્તન કરવાને બદલે પ્રેમપૂર્વક બોલી: ‘બેટા, તું ડાબોડી છે?’ હું લેફ્ટી નહોતો. મેં કહ્યું, ‘ના.’ એટલે કાકી કહે, ‘તો પછી તું નાઈફ જમણા હાથે પકડીશ તો તને વધારે ફાવશે!’

નાના બાળકને ટોકવાને બદલે એને શિખવાડવાની પણ કેવી ખાનદાની, આભિજાત્યભરી રીત. એ વાતને તો દાયકાઓ વીતી ગયા. પણ આજેય કોઈને જાહેરમાં એમની ભૂલ બદલ ટોકવાને બદલે આટલી સલુકાઈથી, સંસ્કારી રીતે પણ સુધારી શકાય એવી એટિકેટની જન્મદાત્રી એવી મા સમાન કાકી મને યાદ છે.

સાયલન્સ પ્લીઝ

યાદ ભુંસાતી રહી કે હું, ખબર પડતી નથી
જ્યોત બુઝાતી રહી કે હું, ખબર પડતી નથી
કૈં યુગોથી છું સફરમાં તોયે પહોંચાયું નહીં
કેડી રોકાતી રહી કે હું, ખબર પડતી નથી

–કવિ અજ્ઞાત

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

નવા કૅલેન્ડર વર્ષનો આરંભ થઈ ગયો છે. આપ સૌનું 2024નું વર્ષ શુભદાયી અને સુખદાયી નીવડે. આ વર્ષે બે દિવાળી આવે છે તે યાદ રાખશો. આસોની અમાસે તો ખરી જ, 22 જાન્યુઆરીએ પણ દીપોત્સવ છે જે 500 વર્ષ રાહ જોયા પછી ઉજવાશે.

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here