( લાઉડ માઉથ: ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ. બુધવાર, 17 જુલાઈ 2024)
તમને ક્યારેય એવું લાગ્યું છે કે દસ વર્ષ પહેલાં તમારી પાસે જેટલો સમય હતો, જેટલી શક્તિ હતી તે અત્યારે હોત તો તમે કેટલું બધું નવું નવું કામ કરી શકતા હોત? ચાળીસ પ્લસની ઉંમરે તમને વિચાર આવે કે તમે ત્રીસ પ્લસના હોત તો? પચાસ વટાવી ગયા પછી વિચાર આવે કે તમે ફોર્ટીઝમાં હોત તો?
મને હંમેશાં એવું લાગ્યું છે. પિસ્તાળીસની ઉંમરે વારંવાર એવો વિચાર આવતો કે ૩૫ વર્ષે કેટલી બધી એનર્જી, કેટલો બધો ટાઈમ હતો. કેટકેટલું કામ કરી શકાય જો અત્યારે એવાં ટાઈમ અને એનર્જી હોય તો. પંચાવન વર્ષની ઉંમરે ફરી એ જ વિચાર કે ફોર્ટી ફાઈવનો હતો ત્યારે શું એનર્જી હતી, કેવો સમય હતો મારી પાસે. અત્યારે એ હોય તો શું નું શું કરી નાખું? અને મને ખાતરી છે કે ૬૫ની ઉંમરે પણ આ જ વિચાર આવવાનો છે કે…
જે વખત વીતી ગયો છે એની આપણને કદર છે, એની ખોટ સાલે છે. જે વખત અત્યારે વીતી રહ્યો છે એની ભવિષ્યમાં ખોટ સાલશે, ભવિષ્યમાં એની કદર થશે એવું નથી લાગતું. એટલે જ આજનો સમય વેડફી રહ્યા છીએ આપણે, એટલે જ આજે જે એનર્જી છે એને પૂરેપૂરી નીચોવીને વાપરી નથી રહ્યા. એટલે જ આજની ક્ષણની કદર કરવાને બદલે ભવ્ય ભૂતકાળને યાદ કરીએ છીએ અને ભવિષ્યમાં એવો ભવ્ય સમય આવશે એવાં સપનાં જોતાં રહીએ છીએ. માત્ર સપનાં જ જોઈએ છીએ. એથી વિશેષ કશું કરતા નથી.
દસ વર્ષ પહેલાંના સમય વિશે વિચારીને અફસોસ કરવાનું ગમે છે કે ત્યારે કેટલું બધું કરી શકતા હતા. પણ એ વિચારવાનું ભૂલી જઈએ છીએ કે એવી કેટલી બધી વાતો છે જે ત્યારે નહોતા કરી શકતા અને આજે કરી શકીએ છીએ.
પંદર વર્ષની ઉંમરે માબાપના બંધનને કારણે જે કંઈ નહોતા કરી શકતા તે બધું જ પચ્ચીસ વર્ષની ઉંમરે કરી શક્યા. પચ્ચીસ વર્ષે જે ન કરી શકયા તે બધું જ લાઈફ પાર્ટનરના સાથને લીધે પાંત્રીસ વર્ષે કરવાનું શક્ય બન્યું. પાંત્રીસ વર્ષે જે ન કરી શક્યા તે બધું છોકરાઓ મોટા થઈ ગયા અને એમને ઉછેરવાની જવાબદારીમાંથી મુક્ત થઈ ગયા એટલે પિસ્તાળીસ વર્ષે કરી શક્યા, પિસ્તાળીસની ઉંમરે જે કંઈ ન કરી શક્યા તે હવે પછીના દાયકામાં, સિનિયોરિટીને કારણે લોકો તમારી વાત કાને ધરવા માંડ્યા એટલે, સંપર્કો-ઓળખાણોમાં ખૂબ મોટો ઉમેરો થયો એટલે અને ભૂલોમાંથી – પછડાટોમાંથી શીખ્યા એટલે પંચાવન વર્ષે કરી શક્યા. તો પછી આવનારી પાંસઠ, પંચોતેર કે પંચ્યાશીની ઉંમર માટેનો ડર શું કામ? ઊલટાની ઉત્સુકતા હોવી જોઈએ આવનારા દાયકાઓ માટે. પંચાણું વર્ષની ઉંમરે કેવી સરસ જિંદગી જીવતા હોઈશું એનો ઉંમગ હોવો જોઈએ. મારે જોકે, ૯૫ વરસ નથી જીવવું. ૧૦૦ વરસ પૂરાં કરવાં છે.
સવારના પહોરમાં ન્હાઈધોઈને રોજનું કામ શરૂ કરવા ‘ઑફિસનાં કપડાં’ પહેરીને સ્ટડીરૂમમાં જઈને ડેસ્કની સામે ખુરશીમાં ગોઠવાઈએ છે ત્યારે એકાએક આ વિચાર આવી જાય છે: યાર, દસ વર્ષ પહેલાં જેટલી એનર્જી અત્યારે નથી રહી… અને પછી તરત જ બીજો વિચાર: દસ વર્ષ પછી હું જ્યારે આ જ રીતે સ્ટડીમાં આવીને કામ કરતો હોઈશ ત્યારે આવું જ વિચારતો હોઈશ – દસ વર્ષ પહેલાં જેટલી એનર્જી હતી એટલી અત્યારે નથી. એનો અર્થ એ થયો કે અત્યારે મારી પાસે જે કંઈ છે તેની મને ભવિષ્યમાં ખોટ સાલવાની છે, એની કદર મને ભવિષ્યમાં થવાની છે. તો પછી અત્યારના જ સમયનો હું ભરપૂર સંતોષ સાથે ભોગવટો કેમ ન કરું?
અને આ વિચાર ઘણી મોટી રિલીફ આપે છે. એવું નથી કે આવી રહેલાં વર્ષો માટે કોઈ ઈન્સિકયુરિટી છે. બિલકુલ નહીં. એવું પણ નથી કે આવનારી કોઈપણ સમસ્યાના ઈલાજ માટે આર્થિક-સામાજિક બફર તૈયાર છે. બિલકુલ નહીં. પણ માનસિકતા અને ભાવવિશ્ર્વ એવું છે કે કોઈ બાબતે ફિકર નથી થતી. ફિકર નથી એટલે બેજવાબદાર છીએ એવું નથી. બે-ફિકરાઈ અને બે-જવાબદારી વચ્ચે જમીન-આસમાનનો તફાવત છે.
રિલીફ એ વાતની થઈ કે અરે વાહ, દસ વર્ષ પછી જે એનર્જી હશે એના કરતાં અત્યારે ‘વધારે’ છે. દસ વર્ષ પહેલાં હતી એના કરતાં ‘ઓછી’ છે એવો અફસોસ કરવાને બદલે આ વિચાર કેટલો ઉત્સાહવર્ધી છે, નહીં. અને મઝા તો ત્યારે આવશે જ્યારે ૮૦ વર્ષે આવું લાગતું હશે, કે ૯૦ વર્ષે મારી પાસે જેટલી શક્તિઓ હશે એના કરતાં અત્યારે વધારે છે!
જીવન જીવવાની ચાવીઓ આમ જ, આ રીતે, અનાયાસે હાથ લાગી જતી હોય છે.
વધતી જતી ઉંમર સાથે માણસમાં સૌથી મોટી અસલામતી કઈ પ્રવેશતી હોય છે—આ જીવન ક્યાં સુધી ચાલવાનું છે? આ બધી મઝાઓ ક્યાં સુધી માણવાની છે? કે પછી આ બધી યાતનાઓ હજુ ક્યાં સુધી સહન કરવાની છે?
આ અનિશ્ચિતતા આપણા માટેનું સૌથી મોટું આશ્વાસન પણ છે. અને એ આશ્વાસનનું નામ છે—આવતી કાલ. આવતી કાલનો વિચાર મનમાં ફફડાટ પેદા કરે છે. અને આ પેદા થયેલો ફફડાટ આવતી કાલે ભૂંસાઈ જશે એવો વિચાર આવે છે ત્યારે આશ્વાસન મળે છે. જેને કારણે અને જેના માટે મનમાં અસલામતી હોય એનામાં જ તમને આશ્વાસન આપવાની ક્ષમતા હોય છે.
આ એક નવલકથાની વાત મેં ઘણીવાર કહી છે. માવ
મારા એક પ્રિય મરાઠી નવલકથાકાર છે—રાજેન્દ્ર બનહટ્ટી. એમની નવલકથા છે ‘અખેરચી આત્મકથા’. ત્રાણું પૂરાં કરીને ચોરાણુંમા વર્ષમાં પ્રવેશી ચૂકેલા અને હજુ ય ભરપૂર જીવવા માગતા વૃદ્ધની આ નવલકથા છે. નવલકથામાં એક જગ્યાએ વાર્તાનાયક કહે છે : ‘નોકરી કરી ત્રીસ વર્ષ, પેન્શન ખાઉં છું પાંત્રીસ વર્ષથી… ચોરાણુંમું વર્ષ બેઠા પછી ઝીણા અક્ષરે છાપેલું દેખાતું નથી. ટાઈમ્સના મથાળા પરથી જ બધું સમજાઈ જાય. માહિતીનો સાર સમજાય છે એટલું પૂરતું છે. હવે સારાંશના જ દિવસો છે. સવિસ્તર માહિતીનું કામ પણ શું છે?’
રાજેન્દ્ર બનહટ્ટીએ જે અવસ્થાને ‘જીવનના સારાંશના દિવસો’ જેવી અદભૂત ઉપમા આપી તે અવસ્થામાં માણસે શું વિચારવાનું રહેશે? એ જ કે જે દિવસોના સાર સમી અવસ્થા ભોગવી રહ્યા છીએ એ દિવસોમાં, જીવનના મધ્યાહ્નમાં, જે કંઈ કર્યું તે બધું જ કરવું શું જરૂરી હતું ? શું શું જરૂરી હતું – શું શું જરૂરી નહોતુ. સારાંશના દિવસોમાં જાતને પૂછવાનો સવાલ એના ક્રિયાપદનો કાળ બદલીને થોડોક વહેલો પૂછી લીધો હોત તો —અત્યારે જે કંઈ કરીએ છીએ એમાંનું શું શું કરવું જરૂરી છે ? શું શું જરૂરી નથી ? શક્ય છે કે અત્યારે આ સવાલો પૂછાઇ જાય અને જવાબ મેળવવાની મથામણ શરૂ થઈ જાય તો સારાંશના દિવસો આવે ત્યારે કશું પૂછવાપણું રહે જ નહીં. અને આવું થાય ત્યારે વધતી જતી ઉંમરનો ન થાક લાગે, ન ડર.
સાયલન્સ પ્લીઝ
આપણી જિંદગી કંઈ આપણા છેવટનાં વર્ષોથી મપાતી નથી, મને ખાતરી છે.
– નિકોલસ સ્પાર્ક્સ
(‘ધ નોટબુક’માં)
• • •
( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર 090040 99112 પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો
I AM NEARLY 90YRS OLD .I LIKE
YOUR TRUTHFUL COMMENT
AND DESHPREM (દેસ પ્રેમ)
IS really wonderful and
Commendable. JAI HIND.
Age is just a number , you are as young or old 1)what is one’s state of mind 2) your thought process.
કલ કયા હોગા , કીસકો પતા અભી જીંદગી કા લે લો મઝા……(કસમે વાદે) રાહુલદેવ બમઁન ( playback also)
A picture ~ a child crawling, standing up, walking, growing, youthful, bending, needing support, demise~ (full life cycle) was available in primary book. But we forget it . We have to keep it in mind and try to decrease the rate of decline with good habits. A caution. We should avoid giving advices to our close elders. We really never know their capacities and likings. They usually try to satisfy you even with some suffering. We have to live in present circumstances with maximum pleasure.
Very Nice Article
You’ve awakened me
Thank You Sir