‘તમારી ઈન્ડિયન જેલમાં તડકો મળે છે?’

ન્યૂઝપ્રેમી એક્‍સક્‍લુઝિવ

સારે ગાંવ કી ફિકર : સૌરભ શાહ

(ગુરુવાર, ૨ ઑગસ્ટ ૨૦૧૮)

લંડનની અદાલતના જજસાહેબે લાકડાનો હથોડો ઠોકીને આજની કાર્યવાહી શરૂ કરતાં કહ્યું,
‘મિસ્ટર વિજય માલ્યા, તમને ઈન્ડિયા પાછા મોકલી દેવામાં આવે તો વાંધો શું છે તમને?’
‘માય લૉર્ડ, મુંબઈની આર્થર રોડ જેલમાં હવાઉજાસ નથી,’ વિજય માલ્યાએ માથું ઝુકાવીને કહ્યંુ.

‘વેરી બૅડ, વેરી બૅડ. ઈન્ડિયન ગવર્ન્મેન્ટના એડવોેકેટને આ બાબતમાં કંઈ કહેવું છે?’
‘માય લૉર્ડ, આપ કોઈ આરોપીને ડિપોર્ટ કરી રહ્યા છો કે પછી તમારી રાણીના કુંવરને? એક ક્રિમિનલ માટે બ્રિટિશ કોર્ટ શું કામ પંચાત કરે કે અમારી જેલો કેવી છે ને કેવી નહીં? તમારી જેલો કેટલી ગંધાય છે એ વિશે અમારી અદાલતોેએ કોઈ દિવસ ફરિયાદ કરી? અને વળી, મુંબઈની આર્થર રોડ જેલ તો બ્રિટિશરોએ જ બાંધેલી છે… ’
‘તમે ગુજરાતીમાં શું બોલી ગયા, િમસ્ટર એડવોકેટ? કંઈ સમજાયું નહીં, ઈંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીને બોલો.’ જજસાહેબે કહ્યું.
‘કંઈ નહીં, સાહેબ. તમારા સાંભળવા માટેનુંં નહોતું.’ ભારતીય વકીલે અંગ્રેજીમાં કહ્યું.
‘વેરી વેલ. કોર્ટે તમને આર્થર રોડ જેલની ફેસિલિટી કેવી છે તે બતાવતો વીડિયો લાવવાનું કહ્યું હતું તે હુકમ મુજબ તમે કંઈ લાવ્યા છો?’
‘જી, માય લૉર્ડ. સામે પડદા પર જુઓ.’
‘શ્યોર, ઓહો… અર્ધગોળાકારમાં લખ્યું છે: મુંબઈ મધ્યવર્તી કારાગૃહ…’ જજ બોલ્યા.
‘આગળ જુઓ, સાહેબ.’
‘વાહ, તમારી જેલમાં તો સ્વિમિંગ પૂલ છે અને સાથે સૂર્યસ્નાન માટે આરામખુરશીઓની વ્યવસ્થા કરી રાખી છે ને કંઈ? મિસ્ટર માલ્યા, તમારી સાથે સન સ્ક્રીન લોશન્સ લેતા જજો નહીં તો તમારી સ્કીન ખરાબ થઈ જશે એટલો બધો તડકો છે જેલમાં…’
‘સાહેબ, આગળ જુઓ.’
‘ઓહો, બુફે બ્રેકફાસ્ટ, ચાંદીના છરીકાંટા, ચાર જાતના જ્યુસ સાથે ઈંગ્લિશ બ્રેકફાસ્ટ ટી! અને લંચનું મેનુ શું છે?’
‘એ બધું પણ એવું જ છે, સાહેબ. જરા, આ રૂમમાંની સગવડો જોઈ લેજો.’
‘વેરી ગુડ, બાથરૂમમાં જાકુઝી છે. રૂમમાં બે એસી છે. બહારની તરફ બાલકની છે. સમુદ્ર દર્શન પણ થાય છે ને! અને સમુદ્રની બાજુમાં પેલું સ્ટ્રક્ચર કયું છે?’
‘ગેટ વે ઑફ ઈંન્ડિયા છે, સાહેબ. તમે લોકોએ જ બાંધી આપ્યો હતો, માઈબાપ.’
‘નાઈસ નાઈસ. રૂમમાં કિંગ સાઈઝ પલંગ પર ચાર ચાર તો ઓશિકાં છે, વાહ! અને ઓશિકા પર પેલું શું લખ્યું છે? તા…જ… બરાબર વંચાતું નથી.’
‘વાંચવાની જરૂર નથી, માય લૉર્ડ. તમને સંતોષ છે અમારી જેલમાંની સગવડોથી?’
‘સંતોષ? અરે, તમારી જેલો તો અમને રહેવાનું મન થઈ જાય એવી છે, મિસ્ટર ઍડવોકેટ. નેક્સ્ટ હિયરિંગની તારીખ આપું છું. તમતમારે મિસ્ટર માલ્યાને પાછા લઈ જવાની તૈયારી કરો.’ જજે કાગળ પર કંઈક લખવા માંડ્યું.
દરમ્યાન ઈન્ડિયન ઍડવોકેટના આસિસ્ટન્ટે કહ્યું, ‘સર, તમે કેસ જીતી જવાના!’
‘અફકોર્સ, સાલાઓના આખા દેશમાં ક્યાંય બારેમાસ તડકો જોવા નથી મળતો અને એમને આપણી જેલોમાં તડકા જોઈએ છે. આ બેવકૂફ જજને તાજ મહાલ હૉટેલની ક્લિપ દેખાડી દીધી છે. બાકી, માલ્યા માટે તો આર્થર રોડમાં કસાબવાળી અંડા સેલ જ તૈયાર રાખી છે.’

13 COMMENTS

  1. શાહ સાહેબ.
    હવે મોદી સાહેબે ગાદલા તડકે મુકા તા તેમા થી
    નીકડેલી જીવાતૉ નું કાંઇક લખો.

  2. સર, સમાંતર થી સારે ગાવ કી ફિકર મારી ફેવરીટ રહી છે, એમાંય વાર જ્યારે શનિ નો હોય ત્યારે બધું ટૂંકમાં પતાવાનું હોય…

  3. અભિનંદન સૌરભભાઈ,
    સાચેજ તમારા પ્રેમીઓ માટે તો ખુશી ના સમાચાર છે. આભાર.

  4. સારે ગાંવ કી ફિકર
    તડકો
    વાહ સરસ સૌરભભાઈ
    પ્રથમવાર કોલમ પરિચય

  5. Khub khub Aabhar sir, tamaro navo Humer lekh sare gaave ki fiker only Newspremi parivar mate saru karyo ani mate…. Aje ni British judge ni Malya vise ni fiker no javab apda Advocate saheb a khubaj saras apyo…maja avi.
    ?????????

  6. સાહેબ ઘણા વર્ષો પછી સારે ગાંવ કઈ ફિકર વાંચી મઝા પડી ગઈ. ફિકર હવે matured થઈ ગઈ… નવા લેખ ની રાહ…..

  7. “Sahebji tame khare khar jalso karavi didho aane tamara taraf thi special bonus tarike vadhavi pade” once again thanking you very much for doing so much hard work for all the premijies of newspremi parivaar

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here