#MeToo વિશેની ૩૧ ચિંતનકણિકાઓ: સૌરભ શાહ

૧. એ તો મારો ધરમનો મી-ટુ છે.

૨. બાળપણમાં અમે એકબીજાં સાથે બહુ મી-ટુ મી-ટુ રમ્યાં છીએ.

૩. લગ્ન પહેલાં મારું અને મારા પતિનું એકબીજા સાથે સરસ મી-ટુ ચાલતું હતું પણ લગ્નનાં આટલાં વર્ષો પછી બધું ઓસરી ગયું છે.

૪. જવા દો ને બકાની વાત. એકદમ બેવફા છે એ. પહેલાં મારી સાથે એનું મી-ટુ ચાલતું હતું, હવે મને છોડીને મારી બહેનપણીઓ સાથે મી-ટુ કરે છે.

૫. He was two timing MeToo.

૬. જેણે નાનપણમાં પાંચેય આંગળીએ દેવ પૂજ્યા હોય એને જ આવો મી-ટુ મળે.

૭. એ લોકોમાં તો ઑફિશ્યલી ચાર મી-ટુની છૂટ છે.

૮. સી. આઈ. ડી. એ પૂછ્યું, “દયા, આ બધી મી-ટુના આઈ.પી. એડ્રેસ વૃદ્ધાશ્રમમાં કેમ દેખાડે છે? ઝરૂર કુછ ગરબડ હૈ!”

૯. અમારામાં ત્રણ વિધિ થાય. પહેલાં રૂપિયો બદલાવીએ, પછી મી-ટુ થાય અને પછી લગ્ન.

૧૦. એ ‘માતૃભાષા બચાવો અભિયાન’વાળી છે. એનું મી-ટુ નથી, હું-પણ છે.

૧૧.એલ.જી.બી.ટી.વાળાઓ માટે હૅશટેગ હી-ટુ છે.

૧૨. કિશોર અવસ્થામાં ઊંઘમાં ને ઊંઘમાં જ મી-ટુ થઈ જતું હોય છે.

૧૩. જેની પાસે મી-ટુ કરવાવાળું કોઈ નથી હોતું એણે પોતાની જાતે જ પોતાનું મી-ટુ કરી લેવું પડતું હોય છે.

૧૪.વૉટ્સએપવાળાઓએ નવો નિયમ બહાર પાડ્યો છે કે હેશટેગ મી-ટુમાં એક સાથે વધુમાં વધુ પાંચ જ નામ લખી શકાશે.

૧૫. નવી કહેવતઃ સાળી એટલે અડધી મી-ટુ.

૧૬. બકાએ પોતાની ગર્લફ્રેન્ડને આય લવ યુ કહ્યું અને ગર્લફ્રેન્ડે કહ્યુંઃ મી-ટુ.

૧૭. ગબ્બરસિંહે રાત્રે એક વાગે પાર્ટીમાંથી પાછી ફરેલી પોતાની દીકરીને પૂછ્યુંઃ કિતને મી-ટુ થે?

૧૮. તારા સમ, તું જ મારો એકમાત્ર મી-ટુ છે.

૧૯. અત્યારે ખાલી મી-ટુ, બાકીનું બધું લગ્ન પછી.

૨૦. બેનડી, તારે તો કાંઈ ડુંગરે ડુંગરે મી-ટુ છે ને!

૨૧. આવતા વેલેન્ટાઈન્સ ડેના દિવસે લોકો હાથમાં લાલ ગુલાબ લઈને એકબીજાને કહેતા હશેઃ વિલ યુ બી માય મી-ટુ!
૨૨. યશરાજ ફિલ્મ્સની આગામી ફિલ્મનું નામ છેઃ ‘દિલવાલે મી-ટુ લે જાયેંગે’.
૨૩. સલમાન ખાનની હવે પછીની ફિલ્મનું નામ છેઃ ‘મૈંને મી-ટુ કિયા’, એ પછી આવી રહી છે: ‘હમ આપ કે હૈં મી-ટુ’ અને ત્રણ વર્ષ પછીની ઈદ પર રિલીઝ થશેઃ ‘હમ મી-ટુ કર ચુકે સનમ’.

૨૪. આ બધી જ મી-ટુવાળીઓને લઈને અનુરાગ કશ્યપે એક ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છેઃ ‘મી-ટુઝ ઑફ વાસેપુર.’

૨૫. ગુજરાતી પ્રોડ્યુસરો પણ પાછળ રહી જવા માગતા નથી. આ દિવાળી પર બે ફિલ્મો રિલીઝ થઈ રહી છેઃ‘વીર મી-ટુવાળો’ અને ‘મી-ટુ તારાં વહેતાં પાણી.’

૨૬. મુંબઈની નાટક ઈન્ડસ્ટ્રી પણ ત્રણ નવાં નક્કોર નાટક લઈને આવી રહી છેઃ ‘સુંદર બે મી-ટુવાળો’, ‘એક તરફ ઘરવાળી, બીજી તરફ મી-ટુવાળી’ અને ‘મારા પપ્પાની મી-ટુ.’

૨૭. વી આર જસ્ટ ગુડ મી-ટુઝ.

૨૮. હું બહુ કમનસીબ હતી. મારું મી-ટુ થાય એ પહેલાં જ રૂમમાં એની વાઈફ આવી ગઈ.

૨૯. પેલીએ બકાના બાપને જઈને કહી દીધુંઃ “મૈં તુમ્હારે બચ્ચે કી મી-ટુ બનનેવાલી હૂં”

અને છેલ્લે

૩૦. આ નવરાત્રિનો નવો ગરબોઃ ‘મી-ટુ લાગ્યા છે મને આજના ઉજાગરા…’

ઍન્ડ વન ફૉર ધ રોડ

૩૧. એના તો ધોળામાં મી-ટુ પડ્યું.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here