( તડકભડક: ‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, 14 જુલાઈ 2024)
જિંદગીમાં શું અધૂરું છોડ્યું એનું નહીં, શું પૂરું કર્યું એનું મહત્ત્વ છે.
જે અધૂરું મુકાયું હોય એનાં કારણો તમારે તમારી પાસે રાખી મૂકવાનાં. અધૂરાં રહેલાં તમારાં કામ તમારી દુ:ખતી નસ હોય એ રીતે એ વિશે પૂછપૂછ કરીને તમને સતાવવાની લોકોને મજા આવે છે.
તમે કારણો આપશો, પૂરેપૂરી માહિતી આપી દેશો તો પણ એ જ માહિતીને તોડી મરોડીને, મારી મચડીને વિકૃત બનાવીને તેઓ બીજાઓ આગળ તમારું ખોદવાનું ચાલુ રાખશે.
જોકે, તમારે આમાં ઝાઝી ચિંતા કરવા જેવું નથી. આવું કરનારા બધા જ લોકોના ગણગણાટ હાથીના કાન પાસે ફર્યા કરતા મચ્છરની પ્રવૃત્તિ જેવા હોય છે.
વસંતકુમાર શિવશંકર પદુકોણ, ટૂંકમાં ગુરુદત્ત, એમણે લગભગ અડધો ડઝન ફિલ્મો નિર્માણના વિવિધ તબક્કે ત્યજી દીધી હતી. એમના વિશાળ ચાહકવર્ગ માટે આ અધૂરી છોડાયેલી ફિલ્મો ‘પ્યાસા’, ‘કાગઝ કે ફૂલ’ કે ‘સાહિબ, બીબી ઔર ગુલામ’ની સર્જન પ્રક્રિયાના રિયાઝ સમી હતી અથવા તો કહો કે અધૂરાં સર્જનોનાં સ્પ્રિંગ બોર્ડ પરથી ગુરુદત્તની બ્રિલિયન્સે હરણફાળ ભરી. ‘રાઝ’, ‘પ્યાર’, ‘કશ્મકશ’, ‘શ્રીકાંત’, ‘મિથુનલગ્ન’, ‘ગુલમહોર’ અને ‘ગૌરી’ એમનાં અધૂરાં સર્જનોનાં ટાઈટલ્સ છે.
ઈસાક મુજાવર ગુરુદત્તની ‘મિસ્ટર એન્ડ મિસિસ ફિફ્ટી ફાઈવ’નો એક પ્રસંગ કહે છે. હીરોના મોઢે અબ્રાર અલ્વીએ સંવાદ મૂક્યો હતો, ‘હું તને પ્યાર કરું છું.’ ગુરુદત્તે કહ્યું, ‘આ સંવાદમાં પ્યાર શબ્દ નહીં ચાલે, અશ્લીલ લાગે છે!’ અબ્રાર અલ્વીએ દલીલ કરી, ‘અંગ્રેજીમાં આય લવ યુ બોલાય છે ત્યારે લવ શબ્દ ખટકતો નથી તો પછી હિન્દીમાં પ્યાર શબ્દ સામે શું વાંધો છે?’ ગુરુદત્તે સમજાવ્યું, ‘આપણી પરંપરા, આપણી સંસ્કૃતિ જુદી છે.’ ‘તો પછી પ્યારને બદલે મોહબ્બત વાપરીએ’, અબ્રાર અલ્વીએ ઉકેલ સૂચવ્યો. ગુરુદત્તને એ પણ નહીં જામ્યો: ‘એ શબ્દ પણ ચીપ લાગે છે.’ છેવટે અબ્રાર અલ્વીએ ‘મૈં તુમ્હેં ચાહતા હૂં’ લખ્યું પણ ગુરુદત્તને એમાં પણ મઝા ન આવી. એ કહે, ‘સંવાદ એવો હોવો જોઈએ જેના દ્વારા હીરોનો હીરોઈન માટેનો પ્રેમ તો વ્યક્ત થવો જ જોઈએ, સાથોસાથ એમાં પ્રેમની ડિગ્નિટી પણ જળવાવી જોઈએ.
બહુ માથાકૂટના અંતે છેવટે આ ડાયલોગ લખાયો. પિકચરમાં તદ્દન સરળ શબ્દોમાં પ્રેમ વ્યક્ત કરતાં હીરો બોલે છે: ‘તુમ મુઝે અચ્છી લગતી હો!’
‘મિસ્ટર ઍન્ડ મિસિસ ફિફ્ટી ફાઈવ’ ઉપરાંત ‘બાઝી’, ‘આરપાર’, ‘સીઆઈડી’, ‘જાલ’, ‘સૈલાબ’ વગેરે ફિલ્મો ગુરુદત્તના ફિલ્મ જીવનનો એક તબક્કો અને એમની ક્રિયેટીવીટીના બહેતર તથા પાછલા તબક્કામાં બની ‘પ્યાસા’, ‘કાગઝ કે ફૂલ’ તથા ‘સાહબ, બીબી ઔર ગુલામ. ‘કાગઝ કે ફૂલ’ આજે ક્લાસિક ગણાય છે પણ તે જમાનામાં ફ્લોપ પુરવાર થઈ એટલે નાણાંભીડમાંથી બહાર આવવા ગુરુદત્તે ‘ચૌદહવીં કા ચાંદ’ બનાવી જેણે બૉક્સ ઑફિસ પર, ટિપિકલ ફ્રેઝ વાપરીએ તો, ટંકશાળ પાડી.
ઈસાક મુજાવર જણાવે છે કે ‘પ્યાસા’ની બે નાયિકાઓમાંની, મીના (માલા સિંહા) ગુરુદત્તના જીવનમાં અને તવાયફ ગુલાબો (વહિદા રહેમાન) અબ્રાર અલ્વીના જીવનમાં આવી ચૂકેલાં પાત્રોમાંની હતી. પૂનામાં ગુરુદત્ત ‘પ્રભાત’ સ્ટુડિયોમાં ટ્રેઈની તરીકે કામ કરતા ત્યારે વિજયા દેસાઈ નામની અભિનેત્રી સાથેનો એમનો પ્રેમસંબંધ ખાસ્સો એવો ચર્ચાયો હતો. બેઉ લગ્ન કરવાનાં હતાં. પણ ગુરુદત્ત એ વખતે નોબડી હતા એટલે વિજયા દેસાઈના ઘરવાળાઓએ એ લગ્નનો વિરોધ કર્યો, એટલું જ નહીં એક દિવસ ગુરુદત્તને રીતસરના ધક્કા મારી ઘરની બહાર કાઢી મૂક્યા. ‘પ્રભાત’ છોડ્યા પછી ગુરુદત્ત મુંબઈનાં ફિલ્મ જગતમાં જે ઊંચાઈએ પહોંચ્યા તે જાણીને વિજયા દેસાઈ પસ્તાઈ હતી એવું ઈસાક પુજાવર ખાતરીપૂર્વક લખી શકે છે કારણ કે વિજયાને તેઓ ઓળખતા હતા. વિજયા અને ગુરુદત્તનાં લગ્ન થયાં હોત તો પછીના સમયમાં શ્રીમતી ગુરુદત્ત તરીકે સમાજમાં વિજયાને પ્રતિષ્ઠા મળી હોત એવું જણાવીને મુજાવર લખે છે કે પ્રતિષ્ઠાની વાત તો દૂર રહી, વિજયાને ક્યારેય કોઈ પ્રકારની કીર્તિ મળી નહીં. થોડીક મરાઠી ફિલ્મોમાં અને કેટલાંક નાટકોમાં એણે ભૂમિકાઓ કરી પણ તે બધી જ ભૂમિકાઓ એક રીતે નગણ્ય જ હતી. એટલે બાકીના જીવનમાં એને કોઈ યશ મળ્યો નહીં. વિજયાએ પોતાની આવરદા દરમિયાન ગુરુદત્તે એને લખેલા પ્રેમપત્રો જતનપૂર્વક સાચવી રાખ્યા. ઈસાક મુજાવરે વિજયા પાસેથી એ પ્રેમપત્રો મેળવવાનો અનેક વખત પ્રયત્ન કર્યો પણ વિજયાએ કોઈનીય સમક્ષ એ પત્રો ખુલ્લા કર્યાં નહીં.
જો કે, ‘પ્યાસા’ની મીના તે વિજયા દેસાઈ નહીં પરંતુ ગુરુદત્તના જીવનમાં આવેલી અન્ય એક સ્ત્રી હતી એવું અબ્રાર અલ્વી કહે છે. અબ્રાર અલ્વીએ સ્ત્રીની ઓળખ મોઘમ રાખીને કહે છે: ‘એક જમાનામાં સમગ્ર ચિત્રપટ વ્યવસાયમાં પોતાની કલમથી પ્રત્યેકને ધ્રુજાવી દેનાર એક ફિલ્મી પત્રકારનું નામ તમે સાંભળ્યું જ હશે. આજે તો ચિત્રપટ વિષયને લગતાં અનેક સામયિકોનો અંગ્રેજીમાં રાફડો ફાટ્યો છે તે વખતે આ મહાશય, તે જમાનાનું એકમાત્ર અંગ્રેજી ફિલ્મ મૅગેઝિન ચલાવતા અને એના તે સંપાદક હતા. ગુરુદત્તના જીવનમાં આવેલી મીના તે આ સંપાદક મહાશયની સાળી હતી. તેમની બીજી પત્નીની નાની બહેન.’
‘ફિલ્મિન્ડિયા’ના ધુંવાધાર મલિકતંત્રી બાબુરાવ પટેલના બીજીવારનાં પત્ની સુશીલારાણી પટેલનાં યંગર સિસ્ટર તરફ ઈશારો ખરો? વેલ, અલમોસ્ટ. અબ્રાર અલ્વીના મતે આ સ્ત્રી ગુરુદત્તને પ્રેમ કરતી હતી પણ એને બદલામાં ફક્ત પ્રેમ નહોતો જોઈતો, સોશ્યલ સ્ટેટ્સ પણ જોઈતું હતું. ગુરુદત્ત પાસે તે વખતે નામ નહીં, દામ નહીં અને કામ પણ ઓછું. આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકેનો એમનો સંઘર્ષકાળ ચાલી રહ્યો હતો. એવા ગુરુદત્ત સાથે લગ્ન કરીને કોઈ સોશ્યસ સ્ટેટ્સ મળે એમ નહોતું. એટલે એ સ્ત્રીએ જીવનમાં પ્રેમને ગૌણ ગણીને સામાજિક મોભો મળે એવું લગ્ન કર્યું. એ એક શ્રીમંત પ્રકાશક સાથે પરણી ગઈ. અબ્રાર અલ્વીએ આ માહિતી પોતાનાં મંતવ્યો સાથે ઈસાક મુજાવરને આપી. આવતા વર્ષની ૯મી જુલાઈએ ગુરુદત્તની જન્મ શતાબ્દી ઉજવાશે જેની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે.
સર્જકના સર્જનમાં, ચાહે એ ફિલ્મકાર હોય કે સાહિત્યકાર, ક્યાંકને ક્યાંક સીધી યા આડકતરી રીતે પોતાના અંગત જીવનના અનુભવોની વાત વણાઈ જતી હોય છે. ક્યારેક અનુભૂૂતિ અને કલ્પના એમાં ઉમેરાય છે અને ફૅક્ટ તથા ફિક્શન વચ્ચેની ભેદરેખા ભૂંસાઈ જાય છે. સર્જક જેવું જીવે છે એવું જ સર્જન કરવાનો પ્રયત્ન કરે છે અને જ્યારે એ પોતાની રીતે જીવી શકતો નથી ત્યારે પોતાના જીવનને સ્થગિત કરી નાખે છે. દસમી ઑક્ટોબર ઓગણીસસો ચોસઠના દિવસે ગુરુદત્તે કર્યું એમ. એવું વિચારીને કે : યે દુનિયા અગર મિલ ભી જાયે તો ક્યા હૈ…
પાન બનારસવાલા
કોઈપણ બાબત માટે પીડા હોવી કે કશાની પણ વેદના હોવી એટલે જીવવાનો હેતુ હોવો.
– એરિક હૉફર ( અમેરિકન ફિલોસોફર. ૧૯૦૨-૧૯૮૩)
• • •
( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર 090040 99112 પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો
PVR -INOX (12 to 18 July) staging Guru Dutt classic KAAGAZ KE PHOOL on Big Screen.
Seen on Saturday! At Palladium Pvr!