પ્રિય ન્યુઝપ્રેમી

આજે 26 મે. ગયા વર્ષે બરાબર આ જ દિવસે ન્યુઝપ્રેમી ડૉટ કોમ ( newspremi.com)ની અમે સ્થાપના કરી. કારણકે 2014ના આ જ દિવસે નરેન્દ્ર મોદીએ વડા પ્રધાનપદના સોગંદ લીધા હતા. આગામી દિવસોમાં દેશને સમર્પિત આ સ્વતંત્ર ન્યુઝ પોર્ટલને વિકસાવીને એનો મજબૂત પાયો નાખવાની યોજના અમલમાં મૂકવાની છે. આ માટે newspremi.com ને આર્થિક રીતે સ્વતંત્ર બનાવીને કોઈની ય પરવશતાથી મુક્ત રહીને કામ કરી શકાય એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સર્જવાનું છે. Newspremi.com એક મજબૂત અને રાષ્ટ્રવ્યાપી ડિજિટલ ન્યુઝ મિડિયા બને એ માટે મને તમારી જરૂર છે- તનથી, મનથી અને ધનથી ??

-સૌરભ શાહ

૨૬ મે ૨૦૧૮ની પોસ્ટ

7 COMMENTS

  1. આજ તા.16.મેં.આપણી દિવ્ય સંસ્ક્રુતિ.અને તેને ઉજાગર કરતો લેખ ખૂબ સ્વાદિષ્ટ લાગ્યો છે.સાહેબ આપને પ્રાર્થના છે કે આપને અમારો સંપૂર્ણ સહકાર છે. આભાર.

  2. સૌરભભાઇ સહેબ ,
    હુ તન મન ધન થી સહકર આપવા તૈયારજ છુ ફકત તમે કેવી રીતે કરવું તેનું માર્ગદર્શન આપશોજી . તમરા લેખ ની બહુજ આતુરતાપુર્વક રાહ જોઈયે છીયે. આભાર .

  3. ‘ ન્યૂઝ પ્રેમી’ ની સાથે સાથે અમે ‘ મોદી પ્રેમી’ ‘ દેશ પ્રેમી’ અને ‘ શાહ પ્રેમી’ પણ છીએ, ‘ બુક પ્રેમી’ થવાની આપની સાથે ની તૈયારી પણ છે જ.
    ગયા એક વર્ષ માં આપની સાથે નો સંબંધ વધારે ગાઢ થયો છે. સતત આપના લેખો ની પ્રતિક્ષા રહેતી હોય છે, એક દિવસ જો આપને વાંચવા ના મળે તો દિવસ અધુરો લાગે છે.
    હવે ‘ ન્યૂઝ પ્રેમી’ રીતમ એપ પર પણ વાંચવા મળે છે, જો કે ત્યાં રેગ્યુલર અપડેટ થતા નથી.
    હવે જ્યારે ‘ ન્યૂઝ પ્રેમી’ નેશનલ લેવલ પર પહોંચવા ની તૈયારી કરી રહ્યું છે, ત્યારે અમારી શુભેચ્છાઓ આપની સાથે જ છે, તન ,મન અને ધનથી.
    આગામી વર્ષે આપ મોદી સાહેબ નો સાક્ષાત્કાર કરો તેવી દિલ થી ઈચ્છા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here