મોદીને મીડિયાની નજરે જોવાનું બંધ કરીને આપણી કોઠાસૂઝ મુજબ મુલવીએ : સૌરભ શાહ

(ન્યુઝપ્રેમી, શનિવાર, ૨૫ મે ૨૦૧૯)

૨૦૧૪ની ૨૬ મેના રોજ નરેન્દ્ર મોદીએ ભારતના વડા પ્રધાન તરીકે સોગંદ લીધા ત્યારથી આજ સુધી એમની છાપ બગાડવા માટે મીડિયા દિવસરાત એક કરી રહ્યું છે. ગઈ કાલે (૨૪ મેના રોજ) ટાઈમ્સ ઑફ ઈન્ડિયાએ પોતાના દળદાર અંકના પાને પાને ઈલેક્‌શન ઍનેલિસિસના નામે સેક્યુલર ગૅન્ગના સભ્યો પાસે મોદીની છબિ ખરડવાનો પ્રયાસ કરતા લેખો પ્રગટ કર્યા. ઈન્ડિયન એક્‌સપ્રેસ પણ પાછળ ન રહ્યું. મોદીને રાક્ષસ તરીકે ચીતરવાનો પ્રયાસ કર્યો. અંગ્રેજી છાપાઓ નચાવે તેમ નાચવામાં મઝા લેતા ભારતીય ભાષાઓનાં અનેક અખબારોના તંત્રીઓ પણ પોતે મોદી કરતાં વધુ ડાહ્યા હોય એમ પરિણામ પછી તરત જ મોદીને સલાહ આપવા બેસી ગયાઃ આવી પ્રચંડ જીત જોખમી છે, તમે ડિક્‌ટેટર બની જશો, મજબૂત લોકશાહીમાં મજબૂત વિરોધ પક્ષ હોવો જરુરી છે, વગેરે.

આવું લખનારાઓ ખોટા છે. લોકશાહીમાં સૌને સાથે લઈને ચાલવાની ભાવના રાખવી જ જોઈએ, તો જ એ લોકશાહી કહેવાય, પણ એનો અર્થ એ નથી કે નિર્ણયો લેવાનું કામ સૌને સોંપી દેવાનું હોય. તમને નિર્ણયો લેવા માટે જ તો સત્તા આપવામાં આવી છે. હવે તમારે તમારી સૂઝ, તમારા અનુભવ અને તમારી દૂરંદેશી મુજબ નિર્ણયો લેવાના હોય, નહીં કે તમને જે લોકોએ ચૂંટ્યા છે એમને પૂછી-પૂછીને.

છાપાંના તંત્રીઓ અને ચશ્મિસ્ટ રાજકીય વિશ્લેષકો છાશવારે મોદીને સલાહ આપતા ફરે છે કે દલિતો આ વખતે નારાજ છે, તમારે એમના માટે આ કરવું જોઈએ, ખેડૂતોની નારાજગી દૂર કરવી જ રહી, મધ્યમ વર્ગ હવે આર્થિક ઉન્નતિ ઈચ્છે છે – ઍરકંડિશન્ડ કૅબિનોમાં બેસીને ગ્રાસ રૂટની સમસ્યા વિશે મનઘડંત વાતો લખનારા બેવકૂફોની વિશ્વના કોઈ પણ દેશના મીડિયામાં કમી હોતી નથી, આપણે ત્યાં પણ નથી. જે દેશ ચલાવે છે એ વ્યક્તિમાં જે છાપું ચલાવે છે એ લોકો કરતાં વધુ અક્કલ હોવાની. પણ આ વાત છાપાં ચલાવનારાઓ ભૂલી જાય છે. દિલ્હીમાં લેવાતા નિર્ણયો તંત્રીલેખો વાંચીને નથી લેવાતા. તંત્રીઓ પાસે દેશની સમસ્યા જાણવાના જેટલા સોર્સ હોય છે એના કરતાં હજારગણા સોર્સ અને તે પણ મોસ્ટ ક્રેડિબલ સોર્સ, વડા પ્રધાન પાસે હોવાના, એમની સરકાર પાસે હોવાના. મોદી આવા સોર્સમાંથી સતત માહિતી મેળવીને એની સચ્ચાઈ ચકાસતા રહીને નિર્ણયો લેતા રહે છે. મહત્વનું એ છે કે નિર્ણયો લેવાય છે અને એથી વધારે મહત્વનું છે કે લેવાયેલાં નિર્ણયોનો અમલ થાય છે અને સૌથી મહત્વનું એ છે કે આ અમલીકરણની પ્રક્રિયામાં કરપ્શન નાબૂદ થઈ જાય( અથવા તો અગાઉની સરખામણીએ મિનિમમ થાય) એવી સિસ્ટમ ગોઠવતાં મોદીને આવડે છે. કારણ કે એમની નિયત સાફ છે.

મોદી કેવા છે, શું કરે છે અને એમના વિશે બીજાઓ શું વિચરે છે એની જાણ તેમને કેવી રીતે થાય છે? તમે મોદીને પર્સનલી તો જાણતા નથી. તમારી મોદી વિશેની છાપ મીડિયાએ બાંધેલી છે. મીડિયા ક્યારેક મોદીનાં બે વખાણ કરશે અને પછી ચાર એવી વાતો એમના વિશે કરશે કે તમારા મનમાં એમના વિશે શંકા પ્રગટે. તમે મોદીની કાર્યક્ષમતા વિશે, એમના ફ્યુચર વિશે પ્રશ્નો કરતા થઈ જશો. તમે પૂછશો કેઃ પણ અગાઉના કૉન્ગ્રેસી પ્રધાનમંત્રીઓ વિશે તો મીડિયાએ ક્યારેય શંકાઓ પ્રગટ કરી નથી, મીડિયા હંમેશા સરકારની ખિલાફ હોય છે એવું નથી હોતું, જ્યાં સારું હોય ત્યાં મીડિયાએ વખાણ કર્યાં જ હોય છે, એ બધા વડા પ્રધાનોએ જે સારાં કામ કર્યા તેના વિશે આ જ મીડિયાએ પ્રજા સુધી માહિતી પહોંચાડી જ છે, મોદી જે કંઈ ખોટું કરે તેની ટીકા કરવાનો શું મોદીને અધિકાર નથી?

મોદી ‘ખોટું’ કશું કરતા નથી, ‘ખોટું’ કરનારા વડા પ્રધાનો મીડિયાને ગલુડિયાની જેમ ખોળામાં રમાડતા, બિસ્કુટ ખવડાવતા, એમના માલિકોનાં બે નંબરી કામ કરતા, તંત્રીઓને બ્રેકફાસ્ટ પર બોલાવી બોલાવીને એમની ‘સલાહ’ લેતા અને આ દેશ એમના તંત્રીલેખમાં અપાતી સલાહો દ્વારા જ પોતે ચલાવી રહ્યા છે એવી જુઠ્ઠી છાપ એ તંત્રીઓના મનમાં ઊભી કરતા અને આવા તંત્રીઓ વડા પ્રધાન નિવાસની બહાર નીકળીને નિવેદનો કરતાઃ ‘મારી નોકરી ઈન્ડિયામાં બીજા નંબરની સૌથી ઈમ્પોર્ટન્ટ નોકરી છે. પહેલે નંબરે પીએમની નોકરી છે.’

મોદીએ આવતાંવેંત આવા મીડિયાને એમની ઔકાત દેખાડી આપી છે. એમની હૈસિયત પ્રમાણે એમને વેતરી નાખ્યા છે. અને આ કામ એમણે પી.એમ. બન્યા પછી નથી કર્યું, સી.એમ. બન્યા પછી તરત જ શરૂ કર્યું હતું. ૨૦૦૧ -૨૦૦૨ના ગાળામાં મીડિયાને આનો ગુસ્સો છે. આ ગુસ્સો મીડિયા વારંવાર મોદી વિશે આપણા મનમાં રહેલી છબિને ખરડીને ઊતાર્યા કરે છે. આપણે વિચારતા થઈ જઈએ છીએ કે બધાં છાપાંવાળા જ્યારે મોદી વિશે કે મોદીની નીતિઓ વિશે કે મોદીએ લીધેલા નિર્ણયો અને એ નિર્ણયોના અમલીકરણ વિશે ટીકા કરતા હોય ત્યારે એમાં કંઈક તો સત્ય હશે ને? છાપાંવાળાઓ, મીડિયા તમારી આવી ભોળી વિચારણાનો લાભ લેતા હોય છે. તેઓ તમને સહેલાઈથી બેવકૂફ બનાવી જાય છે. તમારું પર્સેપ્શન ખોરવી નાખવામાં આ મીડિયા ઉસ્તાદો પાસે અનુભવનો ભંડાર છે.

મોદી આ બધું સમજે છે. પણ મીડિયાના બ્લેકમેલને વશ થતાં નથી. મીડિયાને તેઓ ગાંઠતા નથી. બિસ્કુટના ટુકડાઓ નાખવાનું તો બાજુએ રહ્યું, સતત ભસ્યા કરતા મીડિયાને તેઓ કરડવા દોડે છે. ચૂંટણી પ્રચાર દરમ્યાન એમણે પ્રિન્ટ મીડિયાને ૨૦ અને ટીવી ચેનલોને ૧૦ ઈન્ટરવ્યુ આપ્યા. તમે ટાઈમ મળે તો અભ્યાસ કરજો. જ્યારે જ્યારે ઈન્ટરવ્યુઅરે એમને ભસીને ડરાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે ત્યારે એમણે ડર્યા વિના સામનો કર્યો, કેટલાકને તો એવાં બટકાં ભર્યાં કે ઈન્ટર્વ્યુ પૂરો કરીને ૧૪ ઈન્જક્‌શનનો કોર્સ શરૂ કરવા હૉસ્પિટલ જવા દોડવું પડ્યું.

મોદી જે રીતે મીડિયાને ખોટું મહત્વ નથી આપતા એવું કરવા માટે તમારામાં પ્રામાણિકતા જોઈએ, નિષ્ઠા જોઈએ. કૉન્ગ્રેસીઓની જેમ મીડિયાને પોતાના દલાલ બનાવવાને બદલે મોદી પ્રજા સાથે સીધો સંપર્ક સાધે છે, પ્રજાનું કામ કરીને, સરકારી યોજનાઓનો લાભ પ્રજા સુધી પહોંચે એવી વ્યવસ્થા ઊભી કરીને. એ પછી આવે પ્રજા સાથેનો સીધો સંવાદ – મન કી બાત અને વિડિયો કૉન્ફરન્સિંગ જેવા કાર્યક્રમો દ્વારા, સોશ્યલ મીડિયા દ્વારા. મોદીનું જોઈને( કે મોદીની જ સૂચનાથી) એમની કૅબિનેટની ટીમ તેમ જ સરકારનાં વિવિધ ખાતાઓ સોશ્યલ મીડિયામાં ભરપૂર ઍક્‌ટિવ થઈ ગયા છે. આને કારણે મેઈન સ્ટ્રીમ મીડિયાને પોતાનું મહત્વ ઘટી ગયું છે એવું લાગે છે અને આ ફ્રસ્ટ્રેશન મોદી પર છાશવારે હુમલાઓ કરીને તેઓ બહાર કાઢે છે. યાદ છે, આજથી દસ-બાર કે પંદર વર્ષ પહેલાં અમિતાભ બચ્ચન પર મીડિયા ખૂબ પ્રહારો કરતું થઈ ગયું ત્યારે બચ્ચનજીએ બ્લૉગનો સહારો લીધો. રોજેરોજ લખતા. ઉજાગરા કરીને લખતા. મીડિયા દ્વારા ફેલાવાતી દરેક ગેરસમજણોનો જડબાતોડ જવાબ આપતા. એક વખત તો ટાઈમ્સ ગ્રુપના મુંબઈ મિરર નામના ટેબ્લોઈડે છાપેલા એમના ઈન્ટરવ્યુમાં ક્યાં કેટલી કઈ કઈ બદમાશી કરવામાં આવી છે તેનો વિગતવાર અહેવાલ પુરાવાઓ સાથે એમણે બ્લૉગ પર લખ્યો હતો. હવે મીડિયા બચ્ચનજીને વતાવતું બંધ થઈ ગયું.

મોદી માટે પણ એવું જ થશે. પણ ત્યાં સુધી આપણે મેઈન સ્ટ્રીમ મીડિયાની બદમાશીને ઓળખવી પડશે, મોદી માટેનો વિશ્વાસ અકબંધ રાખવો પડશે. પાંચ પાંચ વર્ષ સુધી દિવસરાત મોદીને બદનામ કર્યા કરવાના મીડિયાના ભરપૂર પ્રયત્નો બાવજૂદ મોદી ૨૦૧૪ કરતાં દસ ટકા સીટ્‌સ વધુ લઈ આવ્યા એનો મતલબ શું? આ દેશની પ્રજાને મીડિયા પર નહીં, મોદી પર વિશ્વાસ છે. અને આ જ વાત મીડિયાને ખટકે છે. આગામી પાંચ વર્ષ દરમ્યાન મીડિયાનો આ ખટકો ભયંકર સ્વરૂપ ધારણ કરશે, આપણું પર્સેપ્શન ફરી ખોરવાઈ જશે, ૨૦૨૪માં ફરી આપણે કહેતા થઈ જઈશું કે આ વખતે તો મોદી ગયા જ સમજો અને એ વખતે મોદી ૨૦૧૯ કરતાં દસ ટકા વધુ સીટ્‌સ મેળવીને સૌની બોલતી બંધ કરી દેશે. ૨૦૨૪માં ભાજપને ૩૦૩+૩૦ અર્થાત્‌ ૩૩૩ પ્લસ બેઠકો મળવાની છે.

આજનો વિચાર

વડા પ્રધાન નરેન્દ્ર મોદી એક ગ્રેટ મૅન અને લીડર છે. ભારતીય પ્રજા લકી છે કે એમને મોદી મળ્યા.

— ડોનાલ્ડ ટ્રમ્પ (અમેરિકાના પ્રેસિડેન્ટ)

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

19 COMMENTS

  1. હું અનીલ સાહ સાથે પૂર્ણપણે સહમત છું. છેલ્લા 50 વર્ષથી હું ચિત્રલેખા અને મુ. સ. વાંચુ છુ. બંનેનો અભિગમ મોદી વિરોધી છે. આ બેઉ બહુજ જુના અને પ્રતિષ્ઠિત છે. કંઈ નહીં તો તટસ્થ લાખાણ છાપવા જોઈએ. એક વાત મેં નોંધી છે. મોદી વિરોધનો જે મુદો વિરોધ પક્ષ ચગાવે છે તે મુદ્દાને મોદી વિરોધી ન્યુજ ચેનલો અને ઉપરોક્ત પ્રિંટ મીડીયા સુધા હાઈલાઈટ કરીને ચગાવે છે. બહુજ દુખ જનક છે.

  2. I read all comments and do not agree with any of them. All TV channels are Modi bhakts. None of them are against Modiexcept NDTV and some you tube channels. Everybody is praising Modi but listen to his speeches. All speeches are hate speeches and dividing our great country. The author mentions that PM sleeps for four hours. How the author came to know about this. This is propaganda by PMO or BJP workers. PM does not have vision to lead our great country from front. He blames Congress all the time. Congress may be bad in some ways but it is Congress who established most of the premier institutions in the country. Most of the time he speaks goon language and also follows bad people on Twitter…..
    Plese stop unnecessarily praising the PM.
    Note: I don’t support any political party.

    • ”All speeches are hate speeches and dividing our great country” – mention the details please…?

    • Don’t become one more jaichand pl. Where have you been hert by him ? Is he instumental in making any of yr business to suffer ? If you can’t se any of his good work for poor people , and counrty as whole than according to me you aren’t true indian . May God give you commonsense to understand & compare with any of previous PM India hasd so far , thanks

  3. Great Information and very true most of the media always after Modiji, talking bad about him and his govt. I have never seen such a great PM in my life. He is really a yug purush after Independence of Bharat.

  4. अने अमे पण आने तथा आवा आर्टिकल्स खूब शेयर कर्या करिशु.

  5. सटीक, सौरभभाई. तमारू आ मिशन चालू राखशो जी.

  6. ગઈકાલે વોટસઅપ પર આપની કોલમ આવી, જે થકી આ વેબસાઈટ ની ખબર પડી. છેલ્લા કેટલાક સમયથી મુંબઈ સમાચાર માં આપના લખાણ ન મલતા, શ૱ માં લાગ્યુ કે આપ બહારગામ ગયા હશો, પછી શક ગયો, મું.સ ઑફિસ માં તપાસ કરી તો જાણવા મળ્યું કે હવે તમારા લેખો નહી આવે. આધાત લાગ્યો કે એમણે તટસ્થતા છોડી. પણ હવે આ વેબસાઈટ ની ખબર પડી તો ખુબ આનંદ થયો. આ વેબસાઈટ ને હવે paid વેબસાઈટ કરી, વિગત આપો તો અમે ઝટ subscribe કરી ને આપનો સહવાસ માણ્યે.

  7. मोदी जी के ख़िलाफ़ media के द्वारा दुस्पराचार के बारे में आज मोदी जी ने संसद भवन में भी ज़िक्र किया था, मोदी जी को जनताके साथ तालमेल बैठना आता है, इसी वजह से भारी बहुमत से विजय हुए है हर भारतीय को सचेत रहना होगा , ये मोदी जी जैसा लीडर को हम खोना नहि चाहते # नमो again

  8. This like a story brahman taking Bakra and 3 thieves proved with arguments that it is a dog.Media is like brother of these thieves.

    • તમારો લેખ ખરેખર વિચારવા જેવો છે,હર ભારતીયે સાવધ રહેવાની જરુરત છે,વિરોધીયો ના જુઠ્ઠાણા ને સમજવાની જરુરત છે,પણ હવે લોકો સમજતા થઇ ગયા છે,કયું ન્યુઝ ચેનલ કે પેપર કોના કઠપુતલી છે,એટલે જ આ વખતે મોદીજી ને પ્રચંડ બહુમતી થી વિજય અપાવ્યો છે,જે ૨૦૨૪ માં પણ તમારા મત મુજબ અચુક વધુ બહુમત થી વિજય અપાવશે,જે અમરો અખૂટ વિશ્વાસ છે.

  9. નરેન્દ્ર દામોદર દાસ મોદી ને ઓળખવાં માટે બે કાન વચ્ચે મગજ નહીં પણ બે આંખ વચ્ચે મગજ હોવું જરૂરી છે સતત જાગતો અને સતત પ્રજા કલ્યાણ વાંછતો માનવી એમ સહેલાઈ થી ભ્રષ્ટ અને માય કાંગલી માનસીકતાં ને વશ નજ થાય એ હકીકત આજના પેડ મીડીયાં વાળા અને વહેંતિયા રાજનૈતીકો વહેલાસર સમજી જાય તેજ સમય ની માંગ કરી છે.

  10. મારે મારો ઉત્તર અહીં કોપી પેસ્ટ કરવો છે પણ થતો નથી. તમે તમારો whatsapp નંબર એમાં કમેન્ટ્સ આપવા મુકો તો એમાં મારો પ્રતિભાવ મુકું.
    –રસેશ પટ્ટણી

  11. he should take some rest.we need him for long time so much kamchori karchori vij chori has spread over in last 60yrs.this chronic disease is not easy to cure.

  12. બહુજ યોગ્ય લખાણ છે. જ્યારથી મુ.સ. માં તમારી કોલમ પર બંધી કરી જેવીકે ઇમેરજેનસી માં ઇ.ગાં. એ બંધી કરી એવીજ નારાજી અમોને થઈ. બીજું આપે ઇંગલિશ ન્યૂઝ માટે લખ્યું તે પણ ખરૂં. પણ સાથે અમોને ચિત્રલેખા વાંચતા થયું કે આ લેખકો ને કંઈજ મોદીજીનું સારું કર્યા નું લાગતું જ નથી?? તેવીજ રીતે મું . સ. માં બીજા લેખકો લખતા રહે છે.મેં તો મુ.સ. બંધ કરી દીધું છે.

  13. Exactly this prestitutes are against MODI ji.. મિડીયા એ મોદી જી ની છબી ખરડવા માં કશું બાકી નથી રાખ્યું.. ને હજી પણ એમને બદનામ કરવા ની કોશિશ ચાલુ જ રાખશે.. પણ આપણે મિડીયા થી ભરમાઈ જયા વગર મોદી જી નો વિશ્વાસ કાયમ રાખવો પડશે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here